રવિવાર, 30 જૂન, 2019

Happy Birthday Rasklal Patadiya Sir.



નામ કદાચ અડધી સ્કુલના વિધ્યાર્થીઓને નહી ખબર હોય. પાટડિયા સર બસ આ સરનેઇમ સાથે જ ઓળખાતું અને સ્કુલમાં અંગ્રેજી વિષય ભણાવતા સર એટલે એક અનોખું વ્યક્તિત્વ. જેમને ભણવું હતું એમના માટે ફેવરીટ સર હતાં બાકી મારા જેવા કે જેને ગણિત અને વિજ્ઞાન સિવાય બીજા કોઇ વિષયમાં ઇન્ટરેસ્ટ જ ન હતો એમને કંઇ લાગતું વળગતું નહી. એમેય અંગ્રેજી આપણને કાલે ય નહોતું ગમતું અને આજેય નથી ગમતું.... હા... હા.. હા. પણ એક વાત ચોક્ક્સ કહીશ કે પાટડિયા સર જ્યારે ગ્રામર ભણાવતા ત્યારે જે ગ્રામરનો ચોપડો બનતો એ આખા ગુજરાતમાં કોઇ ન કરાવે એવો અદભુત તૈયાર થાતો. મજા આવતી. એમાં પાછા સર અનેક ઉદાહરણો આપતા અને બહારના નામ લઇ આવતા ત્યારે પિરિયડ ઇન્ટરેસ્ટિગ બની રહેતો. એકદમ સાદુ અને સહજ એમનું જીવન અને એવું જ એમનું વ્યક્તિત્વ એમને ખરેખર એક અનેરી ગરીમા બક્ષતું. શિયાળાની ઠંડીમાં જ્યારે માથે મફલર બાંધીને આવતા ત્યારે જાણે સહજ પણે આખું વ્યક્તિત્વ બોલી ઉઠતું કે આ ભાઇ સૌરાષ્ટ્રના છે. જો કે જ્યારે ગુજરાતી બોલતા ત્યારે એમના શબ્દો પણ આ હક્કિકત કહી જ આપતા. અંગ્રેજીના શિક્ષક પણ ચિત્રના પણ એટલા જ માહિર. એમના ઘરે એ પણ મેં જોયા હતાં તો વળી ચોક્ક્સ કહેવાનું મન થાય કે હમણા થોડા વર્ષો પહેલા જ થયેલ નોસ્ટાલ્જિયા નામની મોટી ઇવેન્ટનો લોગો પણ સરે જ ડિઝાઇન કરી આપ્યો હતા. સર પોતે એક સારા વાચક અને અમારી વચ્ચે ખુબ જ સરળતાથી ટોલ્સટોયની વાતો વહેંચતા તો એ સમયે વૉર એન્ડ પીસની વાત કરતાં. હા, એમણે ખુબ જ અંગ્રેજી નોવેલ્સ વાંચી. તો દિલીપ સરના મતે એમના સ્કેચ અને ચિત્રોનું જો પ્રદર્શન ગોઠવાયું હોય તો એ પોતે એક ઉંચા દરરજાના ચિત્રકાર ચોક્ક્સ સાબિત થયા હોત તો વળી એમને લલિતકલા એકેડેમિનો ચિત્રકાર તરીકેનો એવોર્ડ પણ મળ્યો હતો. એમને જુની ક્લાસીક ફિલ્મો જોવાનો પણ એટલો જ શોખ. એક રીતે સરને મેં જયારે નજીકથી માણ્યા છે ત્યારે તેઓ મને નિજાનંદી લાગ્યા છે. આજે પણ એ દિવસ મને યાદ છે કે મારી સામેના ઘરે એટલે અનંત આનંદના ઘરે એક સાંજે સર એમના દિકરા વિરેનભાઇ સાથે આવ્યા હતા કારણ કે વિરેનભાઇ અને આનંત આનંદ બન્ને સાથે ભણતા હતાં હું સરને જોઇ ગયો અને કહ્યું સર આવો મારી ઘરે. અને સર આવ્યા અને મેં કહ્યું સર આ 9th ના વેકેશનમાં મારે થોડું ગ્રામર શિખવું છે થોડો સમય આપજો ને ! મને કહ્યું આવી જા હું વિરેનને પણ ઘરે કરાવવાનો જ છું સાથે તું પણ બેસજે... અને લગભગ આખું વેકેશન ભણ્યો પછી શું ? ફી પુછી તો કે એ તો મારે લેવાની જ નથી. તું વિરેન સાથે ભણ્યો મેં તને ક્યાં સ્પેશિયલ ભણાવ્યો છે. આવા મુઠી ઉંચેરા માનવીને શું આપી શકવાના ? આજે સરનો જન્મ દિવસ છે ત્યારે એટલું ચોક્ક્સ કહીશ કે સર આજે પણ તમારા પ્રત્યેનો આદર એ જ રીતે અકબંધ સચવાયેલ છે અને જીવનભર રહેશે એમાં કોઇ શંકા નથી. I take pride in having the best teacher like you because not all people are lucky enough to end up with the best teacher. Happy Birthday sir !

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો