બુધવાર, 23 જૂન, 2010

આગળ વધીએ

આ સૃષ્ટિ પર બાળક જન્મે છે. ધીરે ધીરે તે આસપાસના વાતાવરણમાંથી અને સમાજમાંથી સતત કંઇક શીખતું જાય છે. ઉંમરની સાથે સાથે તેની આ શીખાઉં વૃતિ ધીરે ધીરે વિચાર પ્રક્રિયામાં ફેરવાતી જાય છે. મનુષ્યનાં જીવનમાં આ એ જ પગલું હોય છે કે જેનાથી તેનો વિકાસ અનેક ગણો થવાની શક્યતાઓ વધી જતી હોય છે. અને આવા સમયે મનુષ્ય તેનું એક- એક પગલું અનેરા ઉત્સાહ કે અનેરા જોશ સાથે આગળ ધપાવે છે. અને કહાનદાસે એવી જ કંઇક વાત કરી છે.


"આગે સે ધસિયે ના
ધસિયે તો ખસીયે ના
શૂર કે સમિપ
મરિયે કાં મારિયે."




પુરાતનકાળથી કહો કે આદીમાનવથી ચાલુ કરીએ તો ત્યારથી માણસ જાત સતત વિચારશીલ જ રહી છે. કદાચ એટલા માટે જ અન્ય સજીવોની તુલનામાં હોમોસૅપિયન્સ અલગ તરી આવે છે. અને સમગ્ર પૃથવી પર ખૂણે ખૂણે એ પહોંચી શક્યો છે. માનવે પોતાના આગળ વધતા દરેક ડગલાની સાથે સાથે બુધ્ધિનો પણ એટલો જ ઉપયોગ કર્યો એ સમગ્ર જીવસૃષ્ટિના સજીવોથી અલગ વાત હતી અને છે જ.

મહાભારતના યુધ્ધમાં ગીતાની ઉત્પતિ માટે અર્જુનનો વિષાદ એ એક મહાકાય પગલુ હતું. પોતાના રથને યુધ્ધ થતા પહેલા બંન્ને સેનાની વચ્ચે ઉભો રાખવો એ એક વિરાટકાય પગલું માત્ર અર્જુન જ ભરી શકે. ! 999 પ્રયત્નો પછી 1000 મો પ્રયત્ન કરવા માટે પગલું ભરવું અને બલ્બની શોધ કરવી એ માત્ર આલ્વા ઍડિસન જ કરી શકે. અનેક નિષ્ફળ પગલા પછી જોરદાર સફળતાનું પગલું ઑપરા વિનફ્રે જ ભરી શકે. આવા તો અનેક ઉદાહરણો છે. કદાચ મારી અને તમારી દરેકની જીંદગીમાં એવા કેટલાય પગલા હશે જે નાનકડા પણ જીવનને શાંતિ આપે સુખ આપે એવા હોય છે અને ક્દાચ એવા પગલા ભરવાના બાકી પણ હોય. કારણ કે 21મી સદીના માનવને સતત આગળ વધવું – જીવનમાં સતત ડગલા ભરવા અને શક્ય એટલી મોટી હરણફાળ ભરવી એ એનો મહામંત્ર બની ગયો છે. સ્વામિ વિવેકાનંદે પણ એક સરસ ક્વોટ કહ્યું છે.....


Take up one idea, make that one idea your life, think of it, dream of it, live on that idea. Let me brain, muscles, nurves’, every part of your body , be full of that idea and just leave every other idea alone. This is the way of success, that is way great spiritual giants are produced.

નાનામાં નાના અને ગમે તેવા સામાન્ય માણસની પણ એક જ એવી તમન્ના હોય છે કે એક ડગલું ભરીને કંઇક નવું પ્રાપ્ત કરવું. બસ દરેક નવા સૂર્યોદયે આવા વિચારો સાથે સમગ્ર માનવજાત કંઇક નવા પગલા ભરે છે અને આગળ વધી છે. હજુ આગળ વધવાનું છે. કારણ કે મને તો હજુ પણ ક્ષિતિજે છેલ્લું કિરણ બાકી દેખાય છે. જેને આગળ વધવા માટે એ છેલ્લું કિરણ દેખાતુ હતું તે જ કદાચ સચીન છે. તે જ કદાચ નેપોલિયન બોનાપર્ટ હતો. કે અનેક મહામાનવો હશે. ચાલો એ છેલ્લા કિરણના પ્રકાશમાં થોડા વધારે પગલા ભરીને આગળ વધી લઇએ અને કંઇક નવું સર્જન કરી લઇએ. કદાચ નિષ્ફળતા મળે તો મને તો બસીર બદ્રનો શૅર યાદ જ છે.


"ઐસા લગતા હૈ હર ઇમ્તિહાન કે લીયે
જીંદગી કો હમારા પતા માલુમ હૈ."


કદાચ આપણામાંના ઘણાને તો સૂર્યાસ્તનો સૂરજ હજૂ ડૂબતો દેખાય એવું પણ બની શકે. ચાલો ને થોડા આગળ વધીએ અને કુદી પડીએ જીંદગીના પ્લેગ્રાઉન્ડ માં રમવાની મજા આવી જશે હોં!!!!!


અજીત કાલરિયા

ગુરુવાર, 10 જૂન, 2010

ભારત મારો દેશ છે એ ભાવનાની પહેલા જરૂર છે. !!!!!


2011 એટલે ભારતની વસ્તી ગણતરીનું વર્ષ. આ તો આંતરાષ્ટ્રીય સ્તરની વાત થઇ. સમગ્ર દુનિયાની તેના પર નજર રહેશે. આંકડો ચોકાવી રાખનારો હશે. Statistics ના આ જમાનામાં આંકડાઓની માયાજાળ પથરાઇ જશે. સરકારે અનેક પ્રકારના રેકોર્ડસ બનાવવા સારા પ્રમાણમાં ડૅટા મેળવવાનું પણ શરૂ કરી દિધુ છે. પરંતુ શરૂઆતમાં જ સરકારને એક મુખ્ય બાબતનો સામનો કરવાનો વખત આવ્યો છે. પ્રશ્ર્ન એક જ છે. થોડા ઘણા લોકો સરકારની આ કામકાજની યોજનામાં જ્ઞાતિવાદની ગણતરીનો વિરોધ કરે છે. એક રીતે કહુ તો હું પણ તેમના આ વિરોધમાં સામેલ જ છું પરંતુ તેમની સાથે હાથ મિલાવીને આ વિરોધમાં એક ડગલું પણ આગળ વધવા તૈયાર નથી. કારણ કે એ બધા મારા પછીના વાકયમાં કે મારા થોડા પ્રશ્નોના જવાબ આપવા ચોક્કસ પાછા પડશે. ઘણા એક્ટિવિસ્ટો અને ઘણા મોટા માથા આ વિરોધના યજ્ઞમાં કુદી પડયા છે. પણ જો થોડુ વિચારવામાં આવે તો આ બાબતમાં કશુ જ ન બોલનાર એક એક રજનિતિક પક્ષ આ વિરોધીઓ કરતા આગળ ચાલે છે. આ વિરોધ પ્રદર્શનકારીઓ ને મારા થોડા પ્રશ્ર્નો.
પ્રશ્ર્ન 1. ભારતનાં બંધારણમાં લખેલું છે. કે ભારત એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે. મતલબ કે ભારતમાં અનેક જાતિઓ નો વસવાટ હોવાનો જ. આ વાત ભારતની હાલની કોઇ પણ ગાંધારી સમજી જ શકવાની છે. અને બીજી આવી જ વાત આપણા આ જ બંધારણમાં છે. જે મને આપણી મુખ્ય બાબતનો વિરોધ કરતા રોકે છે. દોસ્તો આપણા આ જ બંધારણમાં લઘુમતી કોમને ભરપૂર ફાયદાઓને સ્થાન છે. શું જ્ઞાતિવાદની કે જાતિવાદની ગણતરી ન કરીને બધાને સમકક્ષ ગણીને લઘુમતી કોમ તેમના આ ફાયદા ભૂલી જવા તૈયાર છે. !!!!! જો આ વાત સાથે પ્રદર્શનકારીઓ સહમત હોય તો હું ચોક્કસ પણે તેમની સાથે રહેવા તૈયાર છું. કઇ લઘુમતી કોમ આ બાબત પર સહમત થઇને હસ્તાક્ષર કરવા તૈયાર થવાની છે. આ વાત માત્ર કાગળના એક ટુકડા પર જ શોભશે. જો તમારે બધી જ્ઞાતિઓને સમકક્ષ ગણવી છે. તો બધાને સમકક્ષ હક્કો પ્રાપ્ત થવા જોઇએ. એમાં કોઇને ક્યાંય વધારે ઓછુ ન જ આવવું જોઇએ. જો તમે આ વાત સાથે સહમત નથી તો જ્ઞાતિવાદની ગણતરી થવી જ જોઇએ. આ દેશની બહુમતી કોમને ખબર પડવી જ જોઇએ કે તેમની compition માં કઇ કોમના કેટલા સભ્યો ઉભા છે. બહુમતી કોમને ખબર પડવી જ જોઇએ કે તેમની તુલનામાં લઘુમતી કોમે કેટલી અને કઇ કઇ દિશામાં પ્રગતિ કરી છે.

પ્રશ્ર્ન 2. માની લો કે સમગ્ર દેશમાં કોઇ પણ જાતનાં વિરોધ વગર વસ્તી ગણતરી થઇ ગઇ અને બધુ જ બરાબર ચાલે છે. ક્યાંય પણ કોઇપણ જાતનો પ્રશ્ર્ન જ નથી. આ એક ખુબ સરસ કલ્પનાનો વિષય છે. પરંતુ ક્યાં સુધી તમે આ સ્વપન જોઇ શકશો. થોડા જ દિવસોમાં એકાદ ત્રાસવાદી હુમલો થશે અને થોડા ત્રાસવાદી મરશે આ દેશ તેમના સંપૂર્ણ નામ માંગશે. ત્યારે તો પાછો જ્ઞાતિવાદનો જ પ્રશ્ર્ન આવીને ઉભો રહી જશે. એકાદ કાબીલેદાદ પોલીસ જવાન સરસ એન્કાઉંટર કરી નાખશે. અને આ દેશ તેને બિરદાવવા માટે નામથી સંતોષ નહી માને. જાતિ પણ માંગશે. કદાચ એ મુસલમાન પણ નિકળ્યો તો એવા શબ્દો પણ સાંભળવા મળશે કે યે તો અપને વાલા હૈ... મિત્રો આ બધુ માત્ર નારા કરી ને પોકારવામાં શોભે એવી બાબત છે. આ વાત લાંબો વિચાર માંગી લે એવું છે. ભારતના કોઇ ક્ષેત્રમાં એકાદ ત્રાસવાદી હુમલો થશે અને કેટલા મર્યા કેટલા ઘાયલ થયા આંકડાઓ પાછા આવી જશે જ્ઞાતિવાદના !!!!!! લોકો પણ જવાબ માંગશે કે ત્રાસવાદી કોણ હતો........ જ્ઞાતિવાદના સીમાડા મીટાવતા પહેલા દેશની આંતરીક સરહદો મીટાવવાનું કામ શરૂ કરવું પડશે. ગુજરાત – રાજસ્થાન – મહારાષ્ટ્રે એક થવું પડશે. 26 રાજ્યો ના ચાલે એક અખંડ ભારત ઉભુ કરવું પડશે. ત્યારે આ મુદ્દો ઉઠાવી શકાશે. પંચવર્ષિય યોજનાઓ શરૂ થઇ હતી એમ એક યુનિક જ્ઞાતિબંધુ યોજના શરૂ કરવી પડશે. જેમાં જ્ઞાતિનો કોઇ પ્રશ્ર્ન જ ન આવે. દેશમાં સમપ્રદેશ ભાવના લાવવી પડશે. જ્ઞાતિવાદનો વિરોધ કરતા પહેલા હજુ ઘણા પગથિયા ચડવાના બાકી છે.

બુધવાર, 9 જૂન, 2010

સૂર્યમુખી એક ફરીસ્તો !!!!!!


જયેશ ગાંધી એટલે સંત કબીર રોડ પરની ટાઇલ્સની દુકાનોના ઑર્ડરનો માલ ગ્રાહક સુધી પહોંચડાનાર એક વિશ્વાસુ રિક્ષા ચાલક. ખબર નહી પણ એને રીક્ષામાં લોકોને બેસાડવાને બદલે લોકોને ઘરે ટાઇલ્સ પહોંચડાવાનું વધુ પસંદ છે. એમ તો ઘણા રીક્ષા ચાલકો આ કામમાં આનંદ અનુભવતા હોય છે. અને છે પણ ખરા ! પરંતુ આ જયેશને જ યાદ કરવાનું ચોકકસ કારણ છે. સમગ્ર વિસ્તાર અને દુકાન વાળા એને સૂર્યમૂખીના નામે જ ઓળખે છે. કારણ કે વડોદરાના સૂર્યમુખી હનુમાન ભક્તે પોતાની રીક્ષા પર સૂર્યમુખી નામ લખાવી નાખ્યુ અને બસ લોકોના માનસપટ પરથી જયેશ નામ નીકળી ગયુ અને સૂર્યમુખી નામ આવી જ ગયુ. એના નામની તો આટલી જ કહાની છે. પરંતુ જીંદગીની કહાની સતત ધબકતી રહે છે. કોઇ પણ ટાઇલ્સની પેટી ભરતા પહેલા ચેક કરવી અને ગ્રાહકને સંપૂર્ણ સંતોષ કરાવીને ભાડુ લઇને પાછા ફરવું એ તેનું કાયમનું રૂટીન કહેવાય. ગ્રાહક અને વેપારી બંન્નેને સંતોષ કરાવવો એ જ એનું લક્ષ્ય. જરૂર પડયે વેપારીને પણ રોકડું પરખાવી દે. પરંતુ હંમેશા માણસ જ્યારે રૂટીનની બહારનું કંઇક કરી બતાવેને ત્યારે તેને આ ભારતીય સમાજ ચોક્કસ બિરદાવતો હોય છે. મેં મારા જીવનમાં કેટલીય વખત સારા રીક્ષા ચાલકો અને સારા ટેકસી ડ્રાઇવરોની અનગીનત કાહાનીઓ સાંભળી છે. જે ખરેખર કાબીલેદાદ હોય છે. કેટલાય લોકોને ભૂલાયેલો સામાન પરત આપી આવવામાં કે ઇમાનદારી દાખવવામાં આમનો જોટો જડે તેમ નથી. કરફ્યુના સમયમાં પણ એમની અનગીનત સાહસગાથાઓ અને ઇમાનદારીના નમુનાઓ ન્યુઝમાં સતત ચમકતા રહેતા હોય છે. અને આવી જ કહાની બની ગઇ સૂર્યમુખીના જીવનમાં ! એક યાદગાર ન ભુલાય એવી ગર્વથી માથુ ઉંચુ રાખી શકે તેવી એક ઝલક જીંદગી આપી ગઇ. ગોડાઉનમાં માલ ભરવા ઉભા રહેલા સૂર્યમુખીએ ઉપરથી એક અજાણ્યા સખ્સને નીકળતા જોયો અને માલીકને જાણ કરી. જો કે સખ્સ તો નિકળી ચુક્યો હતો અને ખાનામાં રૂ. 1 લાખ પણ ગાયબ હતા. માલીક અને સૂર્યમુખી બન્ને તરત જ નીકળી પડયા ક્યાંય કદાચ પત્તો લાગી જાય. અને એ જ સૂર્યમુખી એ માલીક સાથે સિફત પૂર્વક કામ કરીને તરત જ રસ્તા પરથી ઓળખી લીધો કે આ જ બ્રાઉન કલરના ટ્રાઉઝર અને ક્રિમ કલરના સર્ટ વાળી વ્યકતિ છે. સારી યાદદાસ્ત અને ચપળતાના કારણે ખોવાયેલા રૂપિયા પાછા મળે છે. આ કિસ્સો કોઇ બુકમાં નથી. પરંતુ નજરે જોયેલ છે. જ્યાં સુધી આવા સૂર્યમુખી હશે ત્યાં સુધી કોણ કહી શકશે કે આ દેશમાં અત્યારે કળીયુગ ની ગંગા છે.