શનિવાર, 20 ઑક્ટોબર, 2018

વાંચન દ્વારા વ્યકિત્વ વિકાસ

વાંચન દ્વારા વ્યકિત્વ વિકાસ

મિત્રો તમે નાના છો. સપના જોવા એ તમારી ઉંમર છે. એમ તો હું પણ નાનો જ છું. અને અહીંયા ઉપસ્થિત સૌ શિક્ષક ગણો પણ નાના છે. જો મારામાં અને તેમનામાં સપના જોવાની તમન્ના હોય તો ? સપના જોયા પછી તેને આંબવા માટે પણ પાંખો હોવી જોઇએ. અને એ પાંખોમાં સફળતા અને નિષ્ફળતાને પચાવવાની તાકાત પણ હોવી જોઇએ. પાંખો કપાઇ જવાની બીક કે વેદના પણ ન હોવી જોઇએ. કદાચ રાખ બની જઇએ તો ફિનિકસ પક્ષીની માફક તેમાંથી બેઠા થવાની તાકાત પણ હોવી જોઇએ. આ તાકાત કે આ પાંખો દરેક બાળક જન્મતાની સાથે લઇને આવે છે તેવું નથી. એ મા બાપની કેળવણી પર આધાર રાખે છે. એવું પણ નથી. આ બધી પાંખો તો માત્ર દસ બાર વર્ષ રહેનારી પાંખો છે. જીવનના પછીના વર્ષોમાં તો જ્ઞાનરૂપી પાંખો જ સપના ઉતપન્ન કરવા કે સપના સાકાર કરવા કામ આવે છે. જ્ઞાનપિપાસા એ પાંખોનું જન્મસ્થાન છે. અને મિત્રો જ્ઞાનપિપાસા એક એવું હથિયાર છે કે જે કોઇપણ ઉમરની વ્યકિતને જરૂરી થઇ પડે છે. પોતાના વિકાસ અને ઘડતરમાં જ્ઞાનપિપાસાથી મોટું બીજુ કોઇ હથિયાર મળવું મુશ્કેલ છે. અને મિત્રો આ જ્ઞાનપિપાસા પહેલા ગુરૂજનો પાસેથી અને પછી જાત મહેનત દ્વારા(સ્વાનુબળે) પ્રાપ્ત કરી શકાય છે. એમાં ગુરૂજનો પાસેથી જ્ઞાનપિપાસા આપણે સૌ સહેલાઇથી પ્રાપ્ત કરી શકીએ છીએ. સારામાં સારા માર્કસ કે સારામાં સારો ગ્રેડ પણ મેળવી લઇએ છીએ. પણ સ્વાનુબળે જ્યારે પ્રાપ્તીની સમસ્યા આવે છે ત્યારે વિકટ પ્રશ્ર્ન ઉભો થાય છે. મોટા ભાગના ત્યાં હારી ગયાનો અહેસાસ થાય છે અને મેં પહેલા કહ્યું તેમ પાંખો કપાઇ ગયાનો અહેસાસ જીવંત થાય છે. પરંતુ વાત અહીંયા જ અટકી જતી હોય તો તો ખુબ જ સરસ કહેવાય પરંતુ એ તો વ્યકિત્વ પર આવીને ઉભી રહી જતી હોય છે. અને પછી એમાં શૂન્ય સાબીત થવાતું હોય છે. આ ઝડપથી દોડતા જમાનામાં શૂન્યમાંથી નિકળીને પૂર્ણ સુધી પહોંચવું જરૂરી થઇ ગયુ છે.

 બે એંન્જીનીયરો કે બે ડૉકટરો કે કોઇ પણ એક જ ફિલ્ડનાં બે માણસો ભેગા થાય અને એ બન્ને વચ્ચે જે વાતો થતી હોય તે સહજ હોવાની. અને બન્નેની દલીલો સમાન કક્ષાની હોવાની. બંન્નેને એકબીજાની વાતનો ખુબ જ ઓછો વિરોધ હોવાનો. એ વિરોધ પણ સુક્ષ્મ કક્ષાનો હોવાનો. પરંતુ જ્યારે એક ડૉકટર સાથે એક એંન્જિન્યર કે કોઇ બીજા જ ફિલ્ડનો માણસ મળે અને બંન્ને વચ્ચે જે વાતચીતનો સેતુ રચાય એ અલગ જ હોવાનો. એમાં બંન્ને પક્ષે વ્યકિત્વનો પ્રશ્ર્ન ઉપસ્થિત થવાનો. ડૉકટર કરતા સામે રહેલો માણસ વ્યકિત્વમાં આગળ નીકળી જાય એવું પણ બને. હું એવું નથી કહેતો કે
ડૉકટર આગળ જ ન જ નીકળે. મને ડૉકટરૉ પ્રત્યે કોઇ જ પક્ષપાત નથી. તમે બીજા કોઇપણ પાત્રને મુકીને પણ સરખાવી જ શકો. પરંતુ બન્ને પાત્રો વચ્ચે થતી વાતચીતમાંથી તમે ચોક્ક્સ બન્નેના વ્યકિત્વને ઓળખી શકો એ ચોક્ક્સ છે. અને એ પણ એમની વાતચીતના આધારે. અને મિત્રો મેં આગળ કહ્યું એમ કોઇપણનું વ્યકિત્વ એને જીવનમાં સંતોષેલી જ્ઞાનપિપાસા પર અવલંબે છે. અને જ્યારે કોઇ વ્યકિતમાં  જ્ઞાનપિપાસા ઉદભવે ત્યારે સમજવું કે કોઇ ક્રિષ્ન પાસે સામી વ્યકિતનો વિષાદયોગ થઇ રહ્યો છે પછી ભલેને એ ક્રિષ્નના સ્વરૂપમાં કોઇ પુસ્તક પણ હોય એમ પણ બને. અને એમાંથી ગીતારૂપી જ્ઞાન પ્રગટ થવાનું છે. અહીંયા મને એક શૅર યાદ આવે છે.
અજીબ તાસીર છે આ દેશની
મહાભારત વાવો અને ગીતા નીકળે.
તમારો વિષાદયોગ એ જ તમારા માટેની મોટામાં મોટી જ્ઞાનપિપાસા બની રહે છે. દોસ્તો એ જ જ્ઞાનપિપાસા જીવનના અંત સુધી ન સુકાય એ જ અર્જુન બની શકે. અને જ્ઞાનપિપાસા ઉત્તપ્ન્ન કરવા માટેનું તમારામાંનું જરૂરી પરીબળ કયું તો મારો જવાબ એક જ છે કે તમારા રહેલી આ સૃષ્ટિના અનંતત્વને પામવાની જીજીવિષાશા. પહેલા તો મારે તમે આ જીજીવિષાશા સંતોષવામાં કયાં કાચા પડો છો તેની વાત કરવી છે. મિત્રો તમે તમારા ઘરેથી નીકળીને xyz કોઇપણ કામ પતાવવા માટે પ્રયાણ કરો છો. અને કામ પતાવીને તમે પાછા આવી જાવ છો. માર્ગમાં રહેલી અસંખ્ય બાબતો જે તમારા તરફ દ્રષ્ટિ કરે છે પરંતુ તમારું ધ્યાન જ એ તરફ નથી હોતું. તમે ચુપચાપ તમારું કામ પતાવીને પાછા આવી જાવ છો. અનેક બાબતો એવી હતી જેની તમને કશી ખબર જ ન હતી અને એને ધ્યાન બહાર રાખીને તમે પાછા આવી જ ગયા. એના એક બે ઉદાહરણ હું તમને મારી જીંદગીમાંથી જ આપુ છું. મિત્રો હું 8માં ધોરણમાં ભણતો હતો અને મારા મગજમાં એક સવાલ આવ્યો કે કોઇપણ ઘડિયાળના ચિત્રમાં કે ખોખા પર તેના કાંટા 10 ને 10અને 35 સેકન્ડ પર જ કેમ હોય છે. મારી જીજીવિષાશા સંતોષવા માટે મેં તરત જ અમારા આ જ સ્કુલના એક મેડમને પુછી જોયું. જવાબ મળી ગયો. છતાં બીજી બે જગ્યાએ પાછુ પુછી જોયુ. મિત્રો માની શકશો શું બન્યું. ત્રણે પાસેથી મને અલગ અલગ જવાબો મળ્યા.
 હવે તો તમારે આવી કોઇ શક્યતાઓ જ નથી રહી. કારણ કે ગુગલ અલ્ટાવિસ્ટા યાહુ જેવા સર્ચ એંજિનોએ દુનિયા જ નાની કરી દિધી છે. તમારા 99% પ્રશ્નોના જવાબો મળી જ જવાના છે. મિત્રો મારું કહેવું એ જ છે કે તમારા મગજને અલ્ટાવિસ્ટા કે ગુગલ જ બનાવી દો. અને આ બનાવવા માટે તમારે શરૂ કરવો પડશે તમારી જીજીવિષાશાને સંતોષી આપે એવો જ્ઞાનયજ્ઞ. અને એમાં મદદ કરે એવું બીજુ મોટામોટુ હથીયાર એટલે વાંચન.  વાંચન એ કોઇની ધરોહર નથી. પરંતુ આપણા જીવનમાં વાંચન એક ખુબ જ નાનું સ્થાન ધરાવે છે. રોજ અપડાઉન કરતો માણસ કે મુસાફરી કરતો ગુજરાતી 2.5 કે 3 રૂપિયાનું છાપુ પણ બાજુ વાળામાંથી ડોકીયુ કરીને વાંચી લેતો હોય છે. અને એ બધુ પણ ન વાંચવાનું જ વંચાતુ હોય છે. સારા લેખકનો સારો આર્ટિકલ તો   બાજુ પર જ રહી જતો હોય છે. વાંચનની આપણી આ થીયરી માંથી આપણે બહાર આવવું જ પડશે. તો જ કંઇક જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરી શકીશું. અને જો આ યજ્ઞ પ્રારંભ થઇ ગયો તો તમારું વ્યકિત્વ તરત જ ખીલી ઉઠશે. વ્યકિત્વ ખીલવવાના આપણા આ પ્રયાસને સંપૂર્ણ પણે બંધ કબાટમાં જ મુકી દીધો છે. કારણ કે આજની પેઢી માટે વાંચન એટલે માત્ર ને માત્ર SMSની દુનિયા. સ્કુલેથી કે કોલેજેથી આવેલ છોકરી કે છોકરો સીધો મોબાઇલ પકડીને SMSની દુનિયામાં ગરકાવ થઇ જાય છે. કદાચ આટલી ધીરજથી કે આટલા પૅશન સાથે ભણવાના ચોપડા પણ નહી વાંચ્યા હોય. કોલેજમાં ભણતા સ્ડુન્ટ માટે તો મને લાગે છે કે SMS એ એક સબ્જેકટ બની જાય છે. જે 24 અવર રીડેબલ હોય છે. પાછા એમાં સ્પર્શી જાય એવા તો માંડ આંગળીના વેઢે ગણાય એટલા જ હોય છે. મેં ઘણા બધા સ્ટુડન્ટના SMS જોયા છે. માત્રને માત્ર કચરા સીવાય બીજી વાત જ નથી હોતી. આજે જ અહીંયા આવતો હતો ત્યારે રસ્તામાં એક SMS મારા મોબાઇલમાં આવ્યો . ખરેખર સાંભળવા જેવો છે.  I failed in some subjects in exam . But my friend passed in all. Now, he is an Engineer in Microsoft and I am the owner of Microsoft. – Bill Gates.
આપણે SMS શબ્દને જ વિકૃત કરી નાંખ્યો છે. વાંચનની આપણી સૃષ્ટિને બદલવી જ પડશે. આપણને આઇનોક્ષ કે ફેમ કયાં છે તે તરત જ ખબર હોય છે. પરંતુ સેંટ્રલ લાઇબ્રેરી કે ક્રોસવર્ડ કે ગુજરાતપુસ્ત્કાલાય જેવા શબ્દો નવા હોય એવું જ લાગે છે. આપણે આઇનોક્સ કે ફેમમાં મહીને કે અઠવાડીયે જઇ આવીએ છીએ. પરંતુ સ્કુલની લાઇબ્રેરીમાં પણ વર્ષમાં એકાદવાર જવાનું માંડ બને છે. આપણા આ દ્રષ્ટિકોણને બદલવો જ પડશે. કારણકે આઇનોક્ક્ષ અને ફેમમાં જવાનું આપણું વ્યકિત્વ ખુબ જ સરસ રીતે ઘડાઇ ચુક્યુ છે. પરંતુ વાંચનના અભાવને કારણે આપણે આપણા સર્કલની બહારની વ્યકિત સાથે વાત કરવાનું પણ ટાળવા જેવું માની બેસીએ છીએ. જો તમારી પાસે બધા જ પ્રકારના જ્ઞાનનો ભંડાર હશે અને તમે અલ્ટાવિસ્ટા કે ગુગલ જેવા હશો તો કોઇ પણ જગ્યાએ કોઇપણ ક્ષેત્રમાં તમે પ્રભાવહીન નહી રહો. તમારો પ્રભાવ હંમેશા ચમકતો રહેશે. મિત્રો આ પ્રભાવ એ જ તમારું વ્યકિત્વ છે. અહીંયા એક નોંધવા જેવી બાબત ખાસ જણાવવાનું મન થાય છે કે મિત્રો તમારા વ્યકિત્વને નિખારનાર આ જ્ઞાનપિપાસા ક્યારેક સંતોષાય ત્યારે એના મદમાં આવી ન જશો. કારણ કે એનો મદ એ રાવણત્વ કે દુર્યોધ્નત્વ જ છે. કારણ કે વાલ્મિકી અને વેદ વ્યાસે બંન્નેએ તેમના મોઢામાં શોભનીય શબ્દો મુકેલા છે. રામાયણમાં જ્યારે કુંભકર્ણ અને પ્રહસ્તનો દેહવિલય થાય છે ત્યારે તેનામાં રહેલુ રામત્વ જાગે છે. પરંતુ તે લાંબુ ટકતું નથી કારણકે ત્રિશિરાના શબ્દો તેને હતો ત્યાંનો ત્યાં જ પાછો લાવી દે છે. જ્યારે બીજીબાજુ મહાભારતમાં વેદ વ્યાસ ના શબ્દો.  જાનામી ધર્મમ ન ચ્ મેં ચરોતી
જાનામી અધર્મમ ન ચ્ મે નિવૃતિ.
ધર્મ શું છે તે હું જાણું છું છતાં તેનું આચરણ કરી શકતો નથી. અધર્મ શું છે તે હું જાણું છું છતાં તેમાંથી નિવૃતિ લઇ શકતો નથી.

દુર્યોધનના મોઢાના શબ્દો એવા હતા કે જે ખરેખર આજના યુવાનોએ મોઢે રાખવા જોઇએ કારણ કે ક્યાંક જ્ઞાનપિપાસા સંતોષાતા પોતે દુર્યોધનત્વ કે રામત્વ પ્રાપ્ત ન કરી બેસે તેનું આત્મપરીક્ષણ ખુબ જ જરૂરી છે.



 મિત્રો તમારી જ્ઞાનપિપાસા સંતોષવા માટે જ્યારે તમે વાંચનનો સહારો લેશો ત્યારે એક નવી જ જીંદગીની શરૂઆત હશે.વાંચન તમારા વિચારો ને કેળવશે.
વાંચન તમારા મગજમાં વિચારોની એક ક્રાંતિ કરશે. જેમ પક્ષી એક ડાળ પરથી બીજી ડાળ બેસે છે તેમ તમે વાંચન શરૂ કરશો એટલે એક વિચારમાંથી નિકળીને બીજા વિચારમાં અને પછી ત્રીજામાં અને શરૂ થઇ જાશે એક નવો જ સીલસીલો. હક્કીકતમાં વાંચન પ્રક્રિયા એ એક સિંકરોનાઝેશન છે. એક વિષયમાંથી બીજા વિષયમાં પણ તમે કુદકો લગાવતા શીખી જશો. આજે 90% વિધ્યાર્થીઓ સારા નિબંધો લખી નથી શકતા. તમે શું સમજો છો કે મેચ્યોરિટીનો અભાવ છે. ના એનો પણ એક જ જવાબ છે વાંચન નો અભાવ છે. કોઇપણ સારો લેખક લેખક પછી પહેલા એ એક સારો વાંચક હોય છે. વાંચીને જ્યારે વિશ્મયનો ભાવ પેદા થાય કે પછી કોઇ પ્રશ્ન પજવતો હોય ત્યારે તમારા વ્યકિત્વના ઘડતરની તૈયારી થતી હોય છે. એ વિષ્મય કે એ પ્રશ્ન તમને કૉમ્યુનિકેશન સ્કિલ ડેવલોપ કરવામાં મદદરૂપ થાતી હોય છે. જે તમારા વ્યકિત્વની ખૂબ જ મોટી જરૂરીયાત છે. જ્યારે જ્યારે કોઇપણ માણસ હારથી થાકી છે કે હતાશાઓથી ઘેરાય છે ત્યારે ગુગલના સર્ચ એન્જિનનાં આંકડા એવું કહે છે વિશ્વના 20% લોકો સારા પુસ્તકમાંથી પ્રેરણા મેળવીને ઉભા થયા હોય છે. અને પછી સફળતાના રસ્તા પર પાંછુ વળીને પણ જોતા નથી. આ 20% સાથે મને કોઇ પ્રોબ્લેમ નથી. પરંતુ આ 20% નો આંકડો વિશ્વ કક્ષાનો છે. ભારતમાં કેટલા છે તેનું શું ? ગુજરાતના આંકડાનું શું? હું એવું નથી કહેતો કે  ભારત પાછળ છે. હરભજન ક્રિકેટની દુનિયામાં આવ્યો અને થોડા જ નજીકના સમયમાં તેના પિતાનું મ્રત્યુ થય્ હતું. સાથે સાથે થોડો આઉટ ઓફ ફોર્મ પણ હતો. આવા સમયે તેને શીવ ખેડાની યુ કેન વીન બુક કામ લાગી ગઇ. મિત્રો દુખ આવ્યા પછી જ શોધ શું કરવા? આપણે પહેલેથી જ શરૂઆત કેમ નથી કરી શકતા. આપણે પહેલેથી જ સ્વેટ મોર્ડન કે શીવ ખેરા સુધી કેમ પહોંચી નથી જતા.  આ હરભજનની કહાની હું જાતે નથી ઘડી લાવ્યો. આ વાતને હરભજને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં હેટ્રીક લીધા બાદ ઇંટરવ્યુમાં કહી હતી. ગુજરાતી દિકરો કે દિકરી પપ્પા પાસેથી કે મમ્મી પાસેથી પિકનીકના પૈસા કે પોકેટમની માંગતા ખચકાટ નથી અનુભવતા સારી રીતે મળી પણ જાય છે. પરંતુ એ જ મા બાપ ક્યારેય દિકરા દિકરીના પોકેટમની પર કાપ મુકીને સારું પુસ્તક આપવાનું વિચારી શકતા જ નથી. માત્ર વડોદરામાં દર વર્ષે 5 થી 6 હજાર લગ્નો થતા હોય છે. આ લગ્નોમાં કેટલીય ગીફટની લેવળદેવળ થતી હોય છે. આ ગીફટમાં પુસ્તકને સ્થાન કયાં હોય છે. આવનારી જનરેશને કદાચ આ રીવાજને બદલવો પડશે. હજારો માણસોમાંથી એક માણસ એવો નીકળે કે જે યુગલને એક સરસ પુસ્તક ગીફટમાં આપે અને  લગ્ન પછી એ પુસ્તકનો ફાળો પણ હોય કે જેમાં એમનું લગ્નજીવન સફળ થાતુ આ સમાજ જોઇ શકે. આ કેવી અદભુત અને સરસ ગમે એવી કલ્પના છે.
પરંતુ આપણને માત્ર કલ્પના કરવાનું અને સારી સારી વાતો કરવાનું આવડી ગયું છે. આપણે આવા વિષીયસ સર્કલમાંથી બહાર આવવું જ પડશે. તો જ આપણે નવા વ્યકિત્વ સાથે નવી જનરેશન સાથે કદમ મિલાવી શકીશું. તમે વાંચન વધારશો એટલે તમારી પસંદ-નાપસંદ તમારો ગમો-અણગમો અરે હું તો એટલે સુધી કહું છું કે તમારી વાતો કરવાની ઢબ પણ બદલાઇ જશે. મારી જ જીંદગીનું ઉદાહરણ આપુ તો તમે જોઇ શકો છો કે મારા પગમાં કંઇક પ્રોબલેમ છે હા 20 જુલાઇના રોજ મારા પગ પર એક એસ ટી બસનું વ્હિલ આવી ગયું હતું. તમને ખબર છે. દવાખાનાના બેડ પર સુતા સુતા મેં 2 મિત્રો અને એક હિતેચ્છુ કહી શકાય એવા મારા સર કમ મીત્રને ફોન કરીને સામેથી જાણ કરી હતી. ત્રણેય જણા તરત જ આવી ગયા હતા. મિત્રો વાંચનનો પ્રભાવ વાણી પર કેવી રીતે પડે તે સમજાવવા મેં આ વાત કરી છે.
એક રીતે કહું તો મને ખરેખર ગુજરાતી લેખકો પ્રત્યે એક પક્ષપાત છે. શરૂઆત ચંદ્રકાંત બક્ષીથી કરૂ તો એક જ વાક્યમાં કહીશ કે ગુજરાતે બક્ષી સાહેબ ને વહેલા ખોયા છે. આવા આખા બોલા માણસની ગુજરાતને પ્રતિક્ષા રહેશે. ગુણવંતભાઇના જીવનમાં તો નજાકત છે જ તેમના શબ્દોમાં પણ નજાકત નીતરતી જોવા મળે છે. આજથી કેટલાય વર્ષો પહેલા શરૂ કરેલી શ્રેણી વિચારોના વૃંદાવનમાં  અને એ જ પુસ્તકમાં એક વાક્ય છે વડોદરા એટલે આશોપાલવની નગરી. તમારું ઑબઝરવેશન બહાર નીકળવા માટે વલ્ખા મારે ત્યારે સમજવું કે તમારામાં રહેલો લેખક કે કવિ બહાર આવી રહ્યો છે. ગુણવંતભાઇને વાંચ્યાં પછી સમજાય કે આ માણસે કુદરતને ખુબ નજીકથી માણી છે. જીવનમાં વાંચનની શરૂઆત મેં કાંતિ ભટ્ટથી કરી હતી. આ માણસે ગુજરાતના ગામડાથી લઇને દુનિયાની સફર કરાવી છે. ઘણી વખત એમના આર્ટીકલમાં જોવા મળતા લેટેસ્ટ ડેટા પણ ખુબ સરસ હોય છે. સંપાદન ક્ષેત્રે મને સૌથી વધારે સુરેશ દલાલ ગમ્યા છે. એમાંય પાછી કવિતાની વાત આવે તો તો એમ્ને કોઇ ન પહોંચે. મને પુસ્કર ગોકાણી એ પણ ઘણો ઇમ્પ્રેસ કર્યો છે.


રોજે રોજ ઇ મેઇલ ચેક કરનારી અને સ્ક્રેપબુક પર જીવનારી આજની પેઢીને પોતાના વ્યકિત્વને સોળે કલાએ ખીલવવા માટે ઇ બુક તરફ નજર કરતા શીખવું પડશે. આ દુનિયાના રહ્સ્યોને ઉજાગર કરવા અસંખ્ય લેખકોના વિચારો અસંખ્ય પુસ્તકોના રૂપમાં તમારી પ્રતિક્ષા કરી રહ્યા છે. તમને કંઇક નવું પ્રાપ્ત થાય અને તમે કંઇક નવાને ઉજાગર કરો એની ચિંતા બે પુઠ્ઠાની વચ્ચે રહેલા પુસ્તકના પાના સતત કર્યા કરતા હોય છે. અને અંતમાં આ જ પુસ્તકો આપણને શું કહેતા હોય છે તેમની વાત કરીને મારૂ વકત્વ્ય પુર્ણ કરું છું.
કિતાબે
કરતી હૈ બાતે
બીતે જમાને કી
દુનિયા કી ઇન્સાનો કી
આજ કી કલ કી ખુશીયોં કી ગમો કી
ફૂલો કી લમ્હો કી
જીત કી હાર કી
પ્યાર કી માર કી
ક્યા તુમ નહી સુનોગેં
ઇન કિતાબોં કી બાતે.



શિક્ષણ શું છે ?

શિક્ષણ શું છે ?  એક જ જવાબ છે શિખાતી દરેક ક્ષણ એ શિક્ષણ છે. શિક્ષણ એ કોઇ સિધ્ધાંત નો  બૅઝ લેયર નથી. જાતે અનુભવાતી, પમાતી અને કંઇક શીખવા માટે કરાતી મથામણોનો નિચોળ એ શિક્ષણ છે. કોઇ  એક પોઇંટ કે કોઇ  એક અવસ્થા કે એક  સ્વાનુભવ જીવનમાં એક સિધ્ધાંત કે નિયમ શિખવી જાય એ શિક્ષણ છે. જ્યાંથી સફળતા- નિષ્ફળતાની ચાવી મળે છે. જેમાંથી જીંદગી જીવવાની એક રીત મળે છે. જેમાંથી એક લય અને સૂર સાથે દિવસ પૂરો કરવાનો ઉતર મળે છે. જેમાંથી સામેવાળાની લાગણી કે ભાવને સમજવાના સ્પંદન મળે છે એ  શિક્ષણ છે.  જેમાંથી મદદ કરવા માટેના ઉદગરો સતત પ્રગટ થતા હોય છે. જેમાંથી કંઇક કરી જવાની ઝંખના કે ભાવના પ્રબળતમ બને છે. એમાંથી શિક્ષણ પ્રતિક્ષણ અંકૂરણ પામતુ હોય છે .  ટુંકમાં શિક્ષણ અત્ર તત્ર સર્વત્ર ફેલાયેલું  એક વટવૃક્ષ છે તો અણુ- પરમાણુ સુધીની એક ખોજ છે. અણો – અણિયાન થી મહતો – મહિયાન સુધીની યાત્રા એ શિક્ષણ છે

સાચું કહું આજના પેરેંટ્સ કે શિક્ષક માટે શિક્ષણ શું છે ? કેટલીક વખત જોવું છું ત્યારે એમ થાય છે કે એમના મતે તો માત્ર ને માત્ર શિખામણોની પ્રત્યેક ક્ષણ શિક્ષણ છે. શિક્ષણની વ્યાખ્યા જ જાણે બદલી નાખી છે. સૌથી મોટી નિર્બળતા એ છે કે આપણા જ અનુભવો નું કે સંસ્કારોનું  પોટલું શિક્ષણના નામે આવનારી પેઢી પર નાખી દેવામાં આવે છે. અને આ પ્રોસેસ ને આપણે શિક્ષણ નામ આપી બેઠા છીએ.  અને આવું જ્યારે કરીએ છીએ ત્યારે  આપણે એક નવા વિચારના અંકુરણને  ડાઇવર્સિફિકેશન આપી દેતા હોઇએ છીએ. આજની શિક્ષણ વ્યવસ્થાને લીધે ઉભું થયેલ  સૌથી મોટું આશ્ચર્ય એ છે કે દરેક ને કોઇકના જેવું બનવું છે. દરેકને એક રોલ મોડેલ જોઇએ છે જેના સહારે જીવન રૂપી નૈયામાં તરી જવું છે. અને  સૌથી મોટી કમનસીબી એ છે કે આ બધુ કુદરતે આપણને બક્ષેલી એક યુનિકનેસના ભોગે. છતાં સૌથી મોટું આશ્વાસન એ વાતનું છે કે હજી તમારા જેવા મરા જેવા થોડાઘણા કંઇક વિચારે છે કંઇક પામવા માટે મથામણ  કરે છે. કયાંક ઉપનિષદો ના ભાષ્યનો સહારો શોધે છે. અને પાછા યુનિકનેસ તરફ વળે છે. અને કંઇક નવું વિચારે છે.

શિક્ષણ કોઇ એક સિધ્ધાંત નથી. શિક્ષણ એ કોઇ ભૂતકાળ નું વિધાન પણ નથી કે ભવિષ્યની કોઇ સંભાવના નથી. હકિકતમાં શિક્ષણ એ એક પ્રાથના છે.  સત્યથી સાક્ષાત્કાર સુધીની સફર એ  શિક્ષણ છે. વર્તમાનની ધરી પર ફરતા પરીવર્તનો એ શિક્ષણ છે. રોજે રોજ આપણામાં કંઇક નવું ઘટીત થયા કરે એ શિક્ષણ છે. હકિકતમાં શિક્ષણ એક પ્રયોગ છે. એક પ્રયોગશાળા છે. શરત એટલી જ આ પ્રયોગો ભવિષ્યોનમુખ હોવા જોઇએ. જેની યાત્રા અંધારામાંથી પ્રકાશ તરફની હોવી જોઇએ એ સાચું શિક્ષણ.  જ્યાં આપણામાં રોજે રોજ કંઇક નવું ઘટીત થાય તેના પ્રયત્નો થતા હોય એ સાચું શિક્ષણ છે.

બે વ્યક્તિઓ મળે છે  અને જ્યારે એના વિચારોની આપલે કરે છે ત્યારે એના  વિચારોથી એક નવી જ વૈચારીક ક્રાંતિનો ઉદભવ થાય એ શિક્ષણ છે. એક ક્લાસરૂમમાં શું બને છે. જ્યારે એક શિક્ષક દુનિયામાં ઘટેલી કોઇ એક ઘટના પ્રયોગ સ્વરૂપે સ્મજાવે છે ત્યારે તે એક ક્રાંતિને સમજાવતો હોય છે. અને જ્યારે આવું બને છે ત્યારે સામે એક બેઠેલ વિધ્યાર્થી ભવિષ્યમાં શું કરવું એનો નવો પ્લાન તૈયાર કરતો હોય છે. અને આમ એક બીજી નવી ક્રાંતિનો જન્મ થતો હોય છે. અવું બને ત્યારે સાચું શિક્ષણ વહી રહ્યું છે એનો સંતોષ પામવો રહ્યો. અને આવું આપણે ચોક્ક્સ અનુભવ્યું છે  જ્યારે ખાચર સર લોકસાહિત્ય વર્ણવતા હોય અને પ્રસંગ આપણી નઝર સમક્ષ ઉભો થાતો હોય એવું આપણે કેટલીય વખત અનુભવ્યું છે. બસ આ પણ હકિકતમાં શિક્ષણનો જ એક પ્રકાર છે. અને એ રીત સાચી છે કે જેમાં તમે કંઇક કરવા માટે મજબુર થવા જોઇએ. કેટલીય વખત આપણે કવિતાના લય માં વહ્યા છીએ.  કયાંક કંઇક વિચાર, કોઇક રોમાંચ,  ક્યાંક કંઇક ક્રાંતિ ઘટીત કરવા માટે પુરતો છે. . કારણ કે આપણી કલ્પના જ્યારે રોમાંચ પામે  ત્યારે કંઇક  પામ્યાનો પરિતોષ થાય. અને જ્યારે આ રોમાંચને વાસ્તવિકતામાં બદલાવવા માટે જે પગલું ભરાય એ ક્રાંતિની શરૂઆત ગણવી. જે શિક્ષણ વગર શક્ય નથી.

તો બીજી બાજુ એવું ચોક્ક્સ કહી શકાય કે, સાચું શિક્ષણ  સૌથી પહેલા વિવેક આપે છે. જયારે વિવેક જાગે છે ત્યારે વાસ્તવિકતાનો સ્વીકર થાય છે પારદર્શક્તા વધે છે ખોટી કોમ્પીટીશન ઘટે છે. એમ્બીશનવાળો છતા એમ્બીશનથી પર એવા માનવની પ્રાપ્તી થાય છે અને એનાથી એક નવા સમાજ ની રચના થઇ શકે છે. Yes this is perfection…  આવી જ રીતે , શિક્ષિત હોવું અને વિધવાન હોવું એમાં શું ફર્ક છે, શિક્ષણ જ્ઞાન થી ભરપુર છે જેની પાસે સર્ટેફિકેટ છે એ  શિક્ષિત છે. પણ જેને જીવન ના શ્રેષ્ઠતર મુલ્યોની સમજ છે, જે ક્યાંક નીચા મુલ્યો માટે શ્રેષ્ઠ મુલ્યોને સમર્પિત કરી શકે એ જ સાચો  વિધવાન છે. સંગીત જેવો વિષય જેમ એક સાધના માંગી લે છે એમ શિક્ષણ એ પ્રતિક્ષણ જીવનની સાધના છે. જે આપણ ને ભાગ્યે જ જોવા મળે છે.

સવાર થી સાંજ સુધી શું ચાલે છે આંખો પર જ નહી મગજ પર પટ્ટી બાંધીને સવારથી સાંજ સુધી માત્ર ને માત્ર કામ .. કામ ... ને કામ એ પણ કેવું કે  જેમાંથી માત્ર ને માત્ર  પૈસા જ મળે. બધુ  જ પ્રોડકટીવ વર્ક જ...   ક્રિએટીવ વર્ક તો માત્ર ને માત્ર જીરો. આપણે એક  એવો  સમાજ રચી બેઠા છીએ કે જ્યાં માત્ર ને માત્ર પ્રોડક્શન જ મુખ્ય છે આજે અજીત શું કામ કરે છે xyz કંઇક એવું કામ કે જેનાથી એનું ઘર ચાલે એની ક્રીઈટીવીટી વાળું કામ તો અંદર જ ક્યાંક વલખા મારે જે એને ક્યારેય બહાર લાવી શકવાનો નથી કારણ કે એ કદાચ સર્વવાઇવ કરી શકે એટલું પુરતું કરી શકે એમ નથી. જયાં સુધી એક માણસ આ કામ નથી જ કરવાનો ત્યાં સુધી કશું જ થવાનું નથી આપણે આપણો સ્વ સતત ખોતા જ રહ્યા છીએ. વળતર વગરનું કામ કરનારો માણસ આ જગતમાં મુર્ખ સાબિત થાય છે. અને બીજાને છેતરનારો માણસ સતત સ્માર્ટ ગણાતો જાય છે. આના માટે એક અલગ જ મીંમાંસા કરવાની જરૂર છે.
એક લારી વાળો  સવારથી લઇને રાત્રે સૂવે ત્યાં સુધી જે રૂટીન માંથી પસાર થાય છે એ જ રૂટીન એના માટે 365 દિવસ ચાલે છે એક કાર રિપેર કરવા વાળા માટે પણ આ જ વાત કહી શકાય. એક સેલ્સ પર્સન માટે પણ આ જ વાત કહી શકાય. એક સર્વિસ પર્સન માટે પણ આ જ વત કહી  શકાય. એક શિક્ષક માટે કદાચ મહદઅંશે આ વાત લાગુ પડે છે. અને જો એક શિક્ષક માટે આ વાત લાગુ પડે છે તો સમજ જો કે બસ ફુલ સ્ટોપ લાગી ગયું. જ્યારે એક   શિક્ષક નું પણ રૂટીન ફિક્ક્ષ થઇ જાય તો શિક્ષક ક્યારેય પ્રલય સર્જી શકવાનો નથી. કદાચ અત્યારે આપણે આવા ક્રિટીકલ  સમય ગાળામાંથી પસાર થઇ રહ્યા છીએ.
રોજ સાવર પડે અને હ્દયના એક ખૂણામાં દર્દ થયા કરે છે. કે આવનારી પેઢીએ વાંચનની રૂપરેખા જ બદલી નથી નાખીને ? instagram ખોલો  #tag થી શરૂ થાય અને  માંડ દોઢ લાઇનમાં  ખાલી શબ્દો ગોઠવાય અને ફોટો અપલોડ થાય . FB ખોલો  સરસ ફોટો છે તો લાઇક નો ઢગલો તૈયાર જ છે તો બીજી બાજુ સારી પોસ્ટ વાંચવા વાળા માંડ બે કે ત્રણ નીકળે. ફાસ્ટ લાઇફ જીવવાવાળા મેટ્રો સિટી ના લોકો ચાલતા જાય અને હાથમાંનું ફાસ્ટ ફુડ આરોગતા જાય એમ ફાસ્ટ રિડિંગ કરવા વાળી જનરેશન હવે તો મને લાગે છે કે માત્ર fb પર ફોટો જ રીડ કરે છે. Good morning નો મેસેઝ બનાવવાવાળો જો એક સારો ક્વોટ બનાવતો થાય  અને શેર કરે તો આ દેશના યુવાનો અને વડીલોના બૌધિક લેવલ માં કે વૈચારીક લેવલમાં  જે વધારો થાય તે  ખરેખર નોંધનીય બની શકે છે.
બધી જ વસ્તુઓનું પેસન છે ખાલી વાંચન નું પેસન નથી. કારણકે વાંચન ક્રિએટીવ છે પણ પ્રોડકટીવ નથી બૌધીક અને વૈચારીક લેવલે પ્રોડકટીવ છે પણ ફાઇનાન્સ લેવલે પ્રોડૅકટીવ નથી માટે કોઇને એનું પેસન નથી. ગુજરાત માં kindle લઇને બેઠા હોય એવા કેટલા કોલેજીયનો ગણવાના  .. કેટલાના ઘરમાં kindle હશે. Kindle સાથે અપડેટેડ લાઇફ જીવતા હોય એવા કેટલા શિક્ષકો ગણવાના. જયારે આવા દ્ર્ષ્યો નજરે ચડશે ત્યારે સમાજનું કે દેશનું વૈચારીક લેવલ કંઇક અલગ જ હશે.
સૌથી અગત્યની વાત એ છે કે આપણે જીવનભર એક ઢંઢેરો પિટ્યા કરીએ છીએ કે આવનારી પેઢી માટે નવી જનરેશન માટે વૃક્ષો વાવો, પેટ્રોલ બચાવો , પૃથ્વી પર ગંદકી ઓછી કરો, ફલાણું કરો આ ન કરો વગેરે વગેરે .. પણ આ કહેવા વાળા કે એ જનરેશન ના લોકો બદલાયેલી વાતો , અનુભવો , ફિલોસોફી આવું કંઇક આપી જવાનો વિચાર આવશે ત્યારે આ પૃથ્વી પર એક અલગ જ દુનિયા હશે. હું એવું નથી કહેતો કે આ બાબત આજે નથી અપાતી આજે પણ અપાય છે પણ રીત ખોટી છે. ક્યાંક પ્રયત્નો ખોટા છે, ક્યાંક માધ્યમ ખોટા છે. એક વેપારી પોતાના દિકરાને કેમ કરીને વધારે કમાવવું એ જ ફિલોસોફી  વારસામાં આપતો જાય છે. એક સર્વિસ મેન સારામાં સારી સિક્યોર્ડ લાઇફ કેમ જીવવી એ આપતો જાય છે. એક રાજકરણી .. રહેવા દો...

આ બધામાં ક્યાંક ને ક્યાંક એક ethics,  ethical ભાગ નું બીજ વાવવાનું બધા ભૂલી જાય છે. સત્યને કેમ પકડ્વું કેમ વળગી રહેવું એ વાત તો સ્વપનેય નથી વિચારાતી.
જેને એમ છે કે મેં ભણી લીધું એ અજ્ઞાન થી ઘેરાયેલો છે, શિક્ષણ એક એવી પ્રક્રિયા છે કે જે સતત જીવનને રૂપાંતરણ બક્ષે છે. જે સતત પ્રતિક્ષણ બદલાવ લાવવા તૈયાર છે. આ જે બદલાવ લાવવા માટે મજબૂર કરે એવી ફિલોસોફી કે એવું  શિક્ષણ આપણે ત્યાં રિટાયર્ડ મેન ને સોંપાયું છે, એ બધુ 60 પછીના વર્ષો માં જો કંઇક આગલા વર્ષો માં પામ્યા હોઇશું તો કરીશું નહીતર હરી .. હરી... 60 પછી જે પામવા માટે દોડ લાગે છે એના કોઇ સર્ટીફિકેટ નથી માટે એની કોઇ વેલ્યુ નથી જો સર્ટીફિકેટ હોત તો ધ્યાન ની કોમ્પીટીશન કરે એવો  માહોલ કે એવો સમાજ   સર્જી બેઠા છીએ. જો આવું કંઇક હોત તો 25 વર્ષનો યુવાન ધ્યાન ને FB પર અપલોડ કરેત...
મિત્રો હું આજે  શિક્ષણની જીવન સાથે ચર્ચા કરવા આવ્યો છું એને 5 અલગ અલગ વિષય સાથે વર્ણવા માંગું છું જે માણસ મૃત્યુ સુધી આ વિષયની સાધના કરે તો પણ અધુરો જ રહેવાનો.

આપણ ને સીધી જ મોક્ષ ની વાતો કરવાનું ફાવી ગયું છે. હકિકત એવી છે કે આપણ ને યોગ  શું છે એની ખબર નથી અને સીધો જ મોક્ષ જોઇએ છે. આપણે ધ્યાન   શબ્દને  ઓળખતા નથી  અને યોગના  બણગા ફુંક્યા કરીએ છીએ. આપણે ભક્તિ શબ્દને હજુ ચરિતાર્થ કર્યો નથી અને આપણને  ધ્યાન ની વાતો માં જ રસ છે. બહુ જ સાચુ કહુ હજુ આપણ ને સચો પ્રેમ કરતા પણ આવડતુ નથી અને આપણે ભકિત ના પ્રકારોની વાત કરીએ છીએ. હા મારો પહેલો મુદ્દો પેમ છે જે આપણે  ક્યાંય ભણતા નથી પણ એને પામવા અને સમજવા માટે કે એની સાધના કરવા માટે આપણો જનમ  પણ ઓછો પડે.  એક વાર્તા યાદ આવે છે. ...
રૂમી એ લખેલી વાત છે એક પ્રેમીકાનો દરવાજો એક પ્રેમી ખખડાવે છે. અને અંદરથી અવાજ આવે છે કે તુ કોણ છે ? અને પ્રેમી કહે છે. હું છું , ઝ્લદી દરવાજો ખોલ .. અવાજ નથી ઓળખતી ...  મિત્રો અંદર થી અવાજ આવે છે જ્યાં સુધી તુ છે જયાં સુધી તારો આવાજ એ તારી ઓળખાણ છે ત્યાં સુધી આ દરવાજો ખૂલી શકે એમ નથી. પાછો જતો રે... અને પ્રેમી પાછો જતો રહે છે. ફરીથી થોડા વર્ષો પછી એ પ્રેમી પાછો આવે છે અને દરવાજો ખખડાવે છે. અને અંદર થી પાછો એ જ સાવલ આવે છે. તુ કોણ છે. અને બહાર થી જવાબ આવે છે જરા જો તો ખરી તુ જ બહાર ઉંભી છે.હજુ પણ દરવાજો ખૂલતો નથી. અને પ્રેમી પાછો જાય છે. ફરીથી થોડા વર્ષો પછી પાછો આવે છે અને દરવાજો ખખડાવે છે અને અંદર થી અવાજ આવે છે તુ કોણ છે ?  અને બહાર થી કશો જ જવાબ નથી આવતો .  ફરીથી સવાલ આવે છે તું કોણ છે અને ફરીથી કોઇ જવાબ નથી આવતો  અને દરવાજો ખૂલે છે. કારણ એક જ છે જ્યાં સુધી હુ ની જગ્યા એ તુ જીવે છે ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક તો અંદર હુ જીવે જ છે. જયારે આપણો હું સામેવાળા માં ભળી જાય કે એકત્વ પામે ત્યારે પ્રેમ જાગ્યો છે એમ સમજવું. કુદરતના રહસ્યો ને જાણવા માટે કંઇક અનુભુતિ ને પામવા માટે પ્રેમ થી આગળ કોઇ માર્ગ જ નથી. આપણે જેને પ્રેમ નામ આપ્યુ છે એ માત્ર ને માત્ર બંધન થી વિશેશ કશું જ નથી. આપણા પ્રેમમાં  ડુસ અને ડોન્ટસ છે.આપણ ને આપણા રાગ ને પ્રેમ કહેવડાવવાનું ફાવી ગયું છે.  અનકંડિશનલ હોય એ જ પ્રેમ કહેવાય.
કોઇ પંખી  દુખી નથી કે કોઇ વૃક્ષ દુખી નથી . ક્યાંય આપણી વાર્તાઓ માં પણ એ વાત નથી કે એક પંખી હતું દુખી હતું , એક વૃક્ષ હતુ દુખી હતું .. પણ સાલો માણસ જ દુખી છે કંઇક ખૂટે છે એક લય ખૂટે છે જીવનનો લય ખૂટે છે. આ લય ખૂટવાનું કારણ પ્રેમનો અભાવ છે. પ્રેમ કરવાનું , સામેવાળાની લાગણી ને પામવાનું આપણે સતત ભૂલી જ ગયા છીએ.
રામાનુજ એક વખત એક ગામ માં ગયા ત્યાં એક વ્યકિતએ આવીને કહ્યુ કે મારે ઇશ્વર ને શોધવો છે મને ભક્તિ નો રસ્તો બતાવો ... રામાનુજે એ વ્યક્તિ સામે જોયુ અને પુછ્યુ તુ કોઇને પ્રેમ કરે છે. એ માણસે વિચાર્યુ કે પ્રેમ કરવો એ તો ભક્તિના માર્ગથી વિપરીત પગથિયા ચડવાની વાત થઇ. જો હું કયાંક એમ કહી દઉં કે હું પ્રેમ કરું છું તો તો આ વિધ્વાન મને એમ જ કહેશે કે ચલ ભાગ અહીંથી આ પ્રેમ બેમ છોડીને આવ ત્યારે ભકિત થશે. ભગવાન જોઇએ છે અને પ્રેમના ચક્કર છોડવા નથી. તો આ માણસે કહ્યુ કે હું કોઇને પ્રેમ કરતો નથી. તો રામાનુજે કહ્યુ કે હજુ થોડુ વિચાર .. થોડો વિચારીને જવાબ આપ .. તો પેલા માણસે કહ્યુ કે તમે વિશ્વાસ રાખો હું ક્યાંય થોડા પણ પ્રેમ ના જાળ માં ક્યાંય ફસાયો જ નથી. રામાનુજે ફરીથી કહ્યુ વિચારી લે .. પેલા માણસે પગ પકડી લીધા હે પ્રભુ શું કરવા આટલો શક કરો છો ? અને રમાનુજે  કહ્યુ કે જો તને પ્રેમ ની  જ ખબર નથી તો ભક્તિ ને કેવી રીતે જાણી શકીશ. જા પહેલા પ્રેમ કર. . પ્રેમ શું છે તે જાણ ભક્તિ તારામાં જાતે જ ઉતરી આવશે. હોશ પૂર્વક કરાતો પ્રેમ એ ભકિત છે.  આપણા બધાના જીવનમાં મહદઅંશે ક્યાંક ને ક્યાંક આ જ કહાની જીવે છે. અને જો ક્યાંક પ્રેમને જાણીએ છીએ તો એ ક્યાંક મોહગ્રસ્ત છે. અંતે હતા ત્યાં ને ત્યાં જ .

જ્યારે જ્ઞાન અને પ્રેમ નો સુમેળ થાય ત્યારે સંગીત પેદા થાય છે. જયારે જ્ઞાન અને પ્રેમ ભેગા થાય ત્યારે વ્યકિત સત્ય ને ઉપલ્બધ થતો હોય છે. જ્યારે સાચો પ્રેમ છલકે છે કે નહી એ જોવું હોય તો એક જ કામ કરવું કે એ માણસ ની આસપાસ ક્યાંય અહિંસા અને આનંદ ની ઝકમઝોળ છે કે નહી એ ચેક કરી લેવું  ! બસ આવું  હોય ને તો સમજવું કે ત્યાં પ્રેમ નામની યુનિવર્સિટી સ્થાપાઇ ચુકી છે
હવે હું મારા બીજા વિષય પર આવું છું ...
પ્રેમ પછી હું ચોક્ક્સ કહીશ કે માણસ જીવનના અંત સુધી  રહ્સ્યો ને પામવા માટે કોઇક વિજ્ઞાન કે કલનો સહારો લઇને શીખી શકે કે કંઇક પામી શકે. ટુંક માં કોઇક ક્રીએશન કરી શકે.

આપણે હજુ સારા માં સારા ક્રિએટર ખૂબ જ ઓછા પેદા કર્યા છે આપણે સરામાં સારા કંસ્ટ્રકટરો જ પેદા કર્યા છે. આજ ની શિક્ષણ વ્યવસ્થા માં ગોઠવાયેલો શિક્ષક એક સરામાં સારો કંસ્ટ્રકટર જ છે. આ સમાજ આ દુનિયા હજુ સુધી એની સરામાં સારી ક્રિએટીવીટી ની ઝલક જોઇ શક્યો જ નથી. કારણ કે સર્જનનો માર્ગ અલગ જ હોય છે.
શિક્ષણ પ્રોડકટિવ હોય એના કરતાં ક્રિયેટિવ હોય એ મહત્વનું છે. આપણું સૌથી મોટું લિમિટેશન એ છે કે આપણે સિધું જ e = mc2 શીખી લેવું છે.  કારણ કે સમય જ નથી. અને આ સમયના અભાવમાં બીજું ઘણું ઘણું પામવાનું રહી જાય છે. બીગ બેન્ગ થિયરી ખૂબ જ સરળતાથી ભણાવી દેવાય છે. કુદરતના આ અદભુત રહ્સ્ય ને માણવા માટે એક અલગ જ વિચારો આપવા પડે. થોડા સ્વાનુભવ તરફ વાળવા પડે. આવું કંઇક થાય તો સપના રૂપી વિચારોને વેગ મળશે. જો વિચારોને વેગ મળશે તો એ હકિકતમાં બદલાવવા માટેના પ્રયત્નો થશે અને જો પ્રયત્નો થયા તો ચોક્ક્સ કંઇક નક્કર સાબિતી તરફ મંડાણ થશે. અને જો આવું થયું તો ચોક્ક્સ એક નવું સંશોધન રાહ જોઇ રહ્યું છે તે હાથ વેંત છેટું હશે. પરંતુ competition ના જમાના માં આ બધુ ભૂલાઇ જાય છે. માત્ર ને માત્ર એક ઓવરવ્યુ જ હોય છે. એવું નથી  કે સંશોધનો નથી થતા, એ તો થાય જ છે, પરંતુ એનું કેન્દ્ર બદલાયું હોય એવું ચોક્ક્સ લાગે છે.   હા, હું આ જે કેન્દ્રની વાત કરું છું એની વધારે ચર્ચા પછી ક્યારેક કરીશું પણ જો તમારે એ જાણવું હોય તો યુ ટ્યુબ માં પ્રોમિટીવ ટેકનોલોજી ના વિડિયોઝ જોવા પડે.
સર્જન અને નિર્માણ માં ખૂબ મોટો ફર્ક છે. એક ટેકનિશિયન કંઇ પણ નિર્માણ કરવા માટે સક્ષમ છે. એ સારામાં સારો ડેમ બનાવી આપશે. એ સારામાં સારી ડિઝાઇન ડેવલોપ કરી આપશે. સ્કુલ , કોલેજ કે યુનિવર્સિટીમાં  સારામાં સારા સ્ટુડન્ટ નિર્માણ પામે છે કારણ કે ત્યાં  બધુ જ મગજ થી થાય છે   પરંતુ એમની કલાકાર બનવાની ક્ષમતા ત્યારે જ ખીલે છે જ્યારે એ કલાની ચરમ સીમાને પામે છે ત્યારે સર્જન આવે છે. અને આ સર્જન નિકળે છે ક્યાંથી  તો  હ્ર્દયમાંથી  ....

 વિજ્ઞાન ની વાત હોય અને આઇન્સ્ટાઇન ને યાદ ન કરીએ એ કેમ ચાલે
ગુણવંત શાહે સરસ વાત કરી છે કે બુધ્ધિયુક્ત શ્રધ્ધા કોને કહેવાય તે સમજવા માતેનું ઉતમ ઉદાહરણ આઇન્સ્ટાઇન કહેવાય પ્રજ્ઞાની ઉચ્ચ અવસ્થામાં જે પરમ હોય તે જ સમીપ હોઇ શકે.  ..
સૌથી વધુ સુંદર અને સૌથી વધુ ગહન
એવી સંવેદના
તે રહસ્યમય બાબત અંગેની સંવેદના છે
એ સંવેદના જ બધા સાચા વિજ્ઞાનની ખેતી છે
જેને માટે આ સંવેદના અજાણી છે
અને જે વિસ્મયથી છલકતો નથી
તે માણસ મરેલો જ ગણાય
ઉત્કૃષ્ટ તર્ક શકિતની હાજરી અંગેની લાગણીમય શ્રધ્ધા
આ અગાધ, અગમ્ય સૃષ્ટિમાં પ્રગટ થતી રહે છે
મારો ભગવાન અંગેનો ક્યાલ કંઇક આવો છે.

આઇનસ્ટાઇન ખૂબ સરસ વાત કરી હતી  કે જ્યારે મેં વૈજ્ઞાનિક રીતે શોધખોળ શરૂ કરી હતી ત્યારે હું એવા ભ્રમ માં હતો કે આજે નહી તો કાલે વિજ્ઞાનના  સહારે બધુ જ જાણી લેવાશે. પરંતુ હું જેમ જેમ જાણતો ગયો તેમતેમ અનુભવાતુ ગયુ કે હજુ તો હું કશુ જ જાણતો નથી.જેમ જેમ જાણતો ગયો એમ એમ મને મારું અજ્ઞાન સમજાતું ગયું . હજુ તો એટલું જાણવાનું બાકી છે કે જે જાણયુ એ તો તલ ભર માત્ર છે. હું એક વૈજ્ઞાનિક કરતા એક રહસ્યવાદી કહેડાવવાનું વધુ પસંદ કરીશ. મેં તો માત્ર કુદરતના થોડા રહસ્યો ખોલવાનો પ્રયત્ન કર્યો છે અને એમાં એક બે જગ્યાએ સફળ થયો છું. આ એક બે વાતો પરથી મને અવું જાણવા મળ્યુ કે હ્જુ તો ઘણા મોટા રહસ્યો બાકી છે.   આવી જ રીતે મરવાના થોડા દિવસો પહેલા આઇનસ્ટાઇન ને એક મિત્ર એ પુછયુ હતુ કે હવે ત્રીજુ વિશ્વ યુધ્ધ થશે કે નહી. અને જો થશે તો પછી ના જગત વિશે શું કહીશ. તો આઇનસ્ટાઇને જવાબ આપ્યો હતો કે જો ત્રીજુ વિશ્વ યુધ્ધ થશે તો એના પછી થનારું યુધ્ધ એવું હશે કે જેમાં ઉપયોગમાં લેવાતા હથિયાર પથ્થર યુગ ના જ હશે કારણ કે ત્રીજા વિશ્વયુધ્ધ માં કોઇના બચવાની સંભાવના જ નથી અને જો કોઇ ભુલથી બચી ગયુ તો એને ફરી સમગ્ર ઇતિહાસ ને દોહરાવવો જ પડશે. આવી જ વાત એડિંગટને કહી હતી કે મેં જ્યારે વિચારવાનું શરૂ કર્યુ ત્યારે મને આ જગત એક વસ્તુ લાગતી હતી. પણ હવે હું કહીશ કે more and more the world is looking not like a thing but like a thought. આ જગત મને એક વિચાર લાગે છે. જ્યારે સ્ટેટ ઓફ માંઇન્ડ આ અવસ્થાએ પહોંચે ત્યારે સર્જન  શક્ય બને છે. ત્યારે ક્રીએટીવીટી પૂર્ણ કક્ષાએ સાક્ષાત્કાર પામશે.
એક ગમતું ગીત વારંવાર સાંભળવું ખુબ જ ગમે છે. પણ એક દુ:ખદ ઘટના કે એક ન ભુલાય એવો પ્રસંગ કે બનાવ વારંવાર યાદ આવી જાય તો પણ એમ થાય કે આ કેમ યાદ આવી ગયો એના પર પ્રભુત્વ મેળવવા જ આપણે કંઇક ગમતું કરીએ છીએ . આપણી વૃતિ , આપણું ચિત એ તરફ જ ઢળેલું રહે છે. અને જયારે કંઇક ગમતું  થતું હોય ત્યારે જ કંઇક સર્જન ની અવસ્થા પેદા થતી હોય છે. ઘણાને રેડિયો ચાલું હોય ત્યારે વાંચવાની ટેવ હોય છે. અને એ બધુ પાછું યાદ રહી જાતું હોય છે. શું છે આ ? આ બીજું  કશું જ નથી એ તો માત્ર સારા માં સારી ચિત્ત અવસ્થા માં પહોંચવા માટેનું માધ્ય્મ છે. જ્યાં તમે એકલા જ છો. અને અહિં જ સારામાં સારી સર્જન ની તકો પડેલી છે.
There is a big difference between memory and knowledge.

જ્યારે આપણી કંઇક શિખવાની ધગશ કે ભાવના વિકાસ પામે ત્યારે ખરેખર સાચા શિક્ષણનો વિકાશ થતો હોય છે.આ અવસ્થામાં કે આ સ્ટેટ ઓફ માંઇન્ડ માં  સતત કંઇક શિખતા રહેવા થી ચેતના ની અવસ્થા નો એક અલગ જ વિકાસ થતો હોય છે. એક સ્પાર્ક માં રહેવાય છે. જો એક સ્પાર્ક હશે તો ક્યાંક એમાં કોઇક વાતની જીજ્ઞાશા નો ફણગો હશે. આ સ્પાર્ક અને જીજ્ઞાશા જો ભેગા થયા તો ક્યાંક સાહસ જન્મ લેશે. અને જો સાહસ નો ઉભરો ઠલવાયો તો નવસર્જન 100 % માની જ લેવાનું ! સ્ટેટ ઓફ માઇન્ડ થી લઇને સર્જન સુધીની આ સફર એ સાચું શિક્ષણ છે. જે  કોલેજ ના વર્ષો પછી પતી નથી જાતું હકિક્તમાં એ ત્યાર પછી જ વિકસ પામે છે. પરંતુ આપણે એક એવી કોમ્યુનિટિ કે  કોમ્પીટીશનની મયાજાળ પાથરી બેઠા છીએ કે આપણે જીવનને એક મશીન થી વેષેશ કશું જ રહેવા નથી દીધું. જો માત્ર આપણે જ મશીન બની ગયા હોઇએ અને વાત ત્યાં જ અટકી જતી હોય તો કશો વાંધો નથી. પરંતુ આપણે તો આવનારી પેઢી પણ એમ જ કરે એમાં જાજો રસ છે. શિક્ષણના નામે કરીયરના નામે , આવનારી પેઢીના ક્રિયેટીવ માઇન્ડ ને સતત્ત ખતમ કરતા જ જઇએ છીએ. એને એક મશીન બનાવી દિધું છે. આપણે બે જ પ્રકારના લોકો જોયા છે એક ભોગની પાછ્ળ ભાગવા વાળા અને બીજા ભોગથી વિપરીત ભાગવા વાળા . હક્કિતમાં સાચો માર્ગ આ બન્ન્નેની વચ્ચે છે જે આપણે સ્વિકારવા તૈયાર જ નથી.આવું જ બને છે જીવન ભર આપણી સાથે , આપણે  સતત ભાગીએ છીએ વિજ્ઞાન પાછળ અને શાંતિ શોધવા મથીએ છીએ વિજ્ઞાન માંથી .. વિજ્ઞાન સુખ આપી શકે શાંતી  નહી. એ પાયાનો ભેદ જ ભુલાય ગયો છે. કારણ કે વિજ્ઞાને આપણ ને માત્ર  અનેક ચોઇસ ના દરવાજા ખોલી આપ્યા છે  આપણે   ખોટી દિશામાં દોડવા લાગ્યા છીએ.એ વાત જ ભુલાઇ ગઇ છે.

આપણને ભૌતિક સુખસગવડો સાથે જીવવાનું ફાવી ગયું છે. પેઢી દર પેઢી જે વિકાસ થયો છે તે અકલ્પનિય છે. અને  ક્યાંક રેનસમવેર આવીને આતંક મચાવી જાય છે. બાકી તો હતા ત્યાં ને ત્યાં . આ શું બતાવે છે ? આપણે આપણા  રોજીંદા જીવનને એક બીબાઢાળ ની જેમ ઢાળીને આપણી જ માનસીકતા પર આકરો ઘા કરી દઇએ છીએ. આપણી વૈચારીક ક્ષમતાને જાણે આપણે  ખતમ જ કરી નાખી છે. આપણા બૌધિક લેવલને આપણે એક બાઉંડ્રીમાં સિમિત કરી લીધું છે. આપણી જ જીંદગીમાં આપણે છેલ્લા 10 વર્ષમાં કરેલા એવા 10 કામ નો હિસાબ મેળવવો જોઇએ કે જેમાં અલગ જ કામ કર્યાનો પરિતોષ થયો હોવો જોઇએ. જેમાં એમ થયું હોય કે આપણું પૃથ્વી પર આવવું સાર્થક થાય. બસ આમને આમ ચક્કર કાપ્યા જ કરીએ છીએ. છેલ્લા એમ થાય છે કે આપણે બધા શું છીએ? એક સારામાં સારા એજન્ટ છીએ, ક્યાંક ધર્મના સારામાં સારા એજન્ટ છીએ તો ક્યાંક પોતાનો વંશવેલો આગળ વધારનારા સારામાં સારા એજન્ટ છીએ, સીમીત જ્ઞાનને સતત વહેંચનારા સારામાં સારા એજન્ટ છીએ. અને સૌથી મોટી વાત કે આપણે સ્વિકારેલી ધારણાઓ કે માન્યતાઓને સહજતાથી કે સરળતાથી આવનારી પેઢીમાં થોપી દેનારા એજન્ટ છીએ. આ બધાથી પર થઇને એટલે કે એજન્ટ મટીને એક માનવ બનવાનું શરૂ કરીશું ત્યારે અલ્હા- ઇશ્વર કે ક્રાઇસ્ટ બાજુમાં જ ઉભેલા દેખાશે. એજન્ટ બનાવાનું છોડવું પડશે. ધારીએ એટલું સરળ નથી આ શિક્ષણ મેળવવું નથી  જાતે જ શિક્ષિત થવું પડશે કોઇ શિક્ષક નથી એટલે અઘરુ છે .અને એટલે જ કોઇ તૈયાર નથી.

આજે આપણે સૌ ઇન્ટરનેટ વાપરીને અભિભૂત થઇએ છીએ. એ ઇંટરનેટ 80 -90 ના દશકામાં અમેરિકન ડિફેન્સ વાપરતું હતું. જો તેઓ ત્યારે આટલા એડવાન્સ હતા તો અતાયારે કયાં હશે. આપણા અને અમેરિકાના લોકો વચ્ચે પાયા નો તફાવત શું છે ખબર છે. ત્યાં વિચારશીલો ને સ્થાન છે. ત્યાં વિચારોની કદર છે. અહીં એક નવો બહાર પડેલો સ્ટુડન્ટ કે ફ્રેશર જો કંઇક નવો વિચાર આપે તો એને હશીને ફગાવી દેવામાં માસ્ટરી છે. જ્યારે એડૅવાન્સ કંટ્રીઝમાં જો તમારી પાસે વિચાર છે કંઇક નવું સર્જન છે તો એને અમે આવકારવા તૈયાર જ છીએ . તમારા વિચારોને આવકારવા કે નવાજવા કે સ્વિકારવા અમે સ્કોલરશીપ આપવા તૈયાર છીએ તો કે અમે પ્રમોટ કરવા તૈયાર છીએ કે સ્પોનસર્શીપ આપવા તૈયાર છીએ. જ્યારે અહિં તદન ઉલટું છે હું તને સ્પોન્સર કરું એ પહેલા તું મને મારો ફાયદો કે મારી સિક્યોરીટી બતાવ તો વાત જામે. સાહેબ આ રીતમાં આઇ- ફોન ન જ શોધાય. અને એટલે જ આપણા આ શૈક્ષણીક વૈચારીક અભિગમના અભાવે જ આપની બિઝનેસ પોલીસી આપણને મલ્ટીપલ જ શીખવી શકે છે અને જીવનના અંત સુધી એ જ ચાલ્યા કરે છે. સાહેબ આપણે વૈજ્ઞાનિકો ખોતા જઇએ છીએ અને રોબોટ સતત પેદા કરતા જઇએ છીએ. કારણ એક જ છે કે આપણે કોમ્ટિટીશન ને મહત્વ આપી બેઠા છીએ અને પરફેક્શન શબ્દ ને ભૂલતા જઈએ છીએ.
Necessity is the mother of inventionઆ સુત્ર હતુ ૧૪ મી કે ૧૫ મી સદી માં . આજની સદીમાં જો આ વાત કહેવી હોય તો એમ કહેવું પડે કે Laziness is the mother of invention. આપણા આજના જગતમાં થાતા બધા જ ઇંવેનશન માત્રને માત્ર ભૌતિકતા તરફના જ છે બધી જ શોધખોળો એવા બિંદુ તરફ જઇ રહી છે કે જ્યાં માણસ માત્ર ને માત્ર ક્મ્ફર્ટને માણી શકે. કમ્ફર્ટ એ શિક્ષણ નથી. હા, એ વાત ચોક્ક્સ છે કે તમારી જરૂરીયાત સંશોધન નું કારણ બનવું જોઇએ. આ શિક્ષણ ક્યાંક લુપ્ત થયુ હોય એવું લાગે છે અને એના પરીણામ સ્વરૂપે ગુજરાતમાં કોઇ વૈજ્ઞાનિક પેદા નથી થતો અને એ ટેલેન્ટ હોય છે તો એ વિદેશ જતો રહે છે. અને જ્યારે એ કાઠુ કાઢે ત્યારે આપણે એક ઝંડો લઇને નિકળી પડ્યે છીએ કે આ તો અમારા ત્યાંનું રતન છે. અરે ભાઇ એની આ ટેલેન્ટ માટે તમારા તરફ થી મળેલો સહયોગ કેટલો એ તો જોઇ જોવો. તમારું વાતાવરણ અનુરૂપ ન હોતું ત્યારે જ તો એને ક્યાંક બીજે જવું પડ્યુ છે ને ! વિચારવું પડ્શે અને કંઇક નક્કર પગલા પણ ભરવા પડશે આ બાબત માં ...

ક્રિયેશન પછી મારો ત્રીજો મુદ્દો છે ભય સામે લડીને અભય ને પમવાનો ...
ડર શબ્દને માણસે જીવન સાથે વણી લીધો છે. ડર સે આગે જીત હૈ બોલતા આવડી ગયું છે હજી તરતા નથી આવડયું..
દરેક માણસ ક્યાંક ને ક્યાંક કોઇક ને કોઇક ભય થી ચોક્ક્સ મૃત્યુપર્યંત  પિડાતો હોય છે. પછી ભલે ને એ નેપોલિયન જ કેમ ન હોય. હા , હકિકત માં નેપોલિયન ની હાર નું કારણ એનામાં રહેલો એક ફોબિયા હતો. લવો જણાવી જ દઉં...
નેપોલિયન જયારે 6 મહિનાનો હતો ત્યારે  એક બિલાડી તેના ઉપર આવી ગઇ તી પરંતુ તરત જ પાછળથી કોઇક આવી ગયુ અને મામલો થાળે પડી ગયો પણ બિલાડી નો ફોબિયા કાયમ રહી ગયો. નેલ્સર ને આ વાત ની ખબર પડી અને 17 બિલાડી ને લઇને નેપોલિયન ની સામે ઉતર્યો . નેપોલિયને એના પછીના સેનાપતિને કહ્યુ કે હવે આજે મારાથી કશુ જ નહી થાય અને બસ આ એક જ વાત એની હાર નું કારણ બની.

આવી જ રીતે છેલ્લા કશુ જ નહી તો પોતે જે વિષિયશ સર્કલ માં ફર્યા કરે છે એની બહાર નીકળી ને કંઇક કરવાનો ડર ...  બસ એના માટે જીવનપર્યંત શિક્ષણ પામતા રહેવું પડશે..
ડરવાનું શું કરવા હવે તો રાક્ષસ પણ મણસ માં ટ્રાંસફોર્મ થઇ ગયો છે. આપણું ટ્રાંન્સફોર્મેશન એક ઊંચી કક્ષા એ પહૉંચી ચુકયું છે અને એ પ્રક્રિયા હજુ પણ ચાલું જ છે.
વર્ષો પહેલાથી  જે વિચારો ચાલું હતા એ જ હજું ચાલું છે ક્યાંક કોઇક લાઇનની બહાર જઇને કામ કરે છે તો આપણે તેને વખોડી કઢીએ ચીએ. આ વખોડવા પાછળ કયાંક ડર કામ કરે છે   જો આપણે આવું નથી કરતા તો આપણ ને તેનો વિચાર ગમે છે જયારે આપણને તેનો વિચાર ગમે છે ત્યારે આપણું  શિક્ષણ આપણ ને એ તરફ ઢાળે છે. જે આપણને  કંઇક વિચારવા મજબૂર કરે છે. અને ક્યારેક સાથ આપવા તત્પર પણ થઇએ છીએ.  પણ જ્યારે આપણો સાથ  હિંમત થી નહી પરંતુ સહાનૂભૂતિથી હોય  ત્યારે પાછા હતા ત્યાં ને ત્યાં.  સહાનૂભૂતિ સામે વાળાને દસ ડગલા પાછ્ળ ધકેલી દે છે.  સહાનુભૂતિ ને સ્થાને હિંમત ને સ્થાન આપવું પડશે. કશું નહી તો આ બાબતનું શિક્ષણ આપણા ઘર થી ચાલુ કરવું પડશે. હિંમત અને સહાનુભૂતિ ના ભેદ ને સમજવો પડશે.

માણસ પહેલેથી જ સ્વાવૃતિનો સ્વામી રહ્યો છે. અને બસ આ એક વાત જ શિક્ષણના અર્ધવગમનનું કારણ રહી છે. આ જ વાતને એક ઉદાહરણ દ્વારા સમજીએ... એક ગામ છે ગમમાં લગભગ પચાસેક ઘર છે. એ જ સામાન્ય વાત દરેક ઘરવાળા બહારથી ભેગા છે. પણ અંદર થી (મન થી) જોજનો દૂર છે. કારણ મનમાં ખૂબ જ ખરાબ કોમ્પીટીશન છે. પણ આ બધાને પાછા ભેગા કરી શકે એવી એક જ વસ્તુ છે. બીક ! ડર ! ક્યાંક કોઇક જાતની સિક્યોરીટીનો ડર છે તો ક્યાંક સર્વાઇવલ નો ડર છે તો ક્યાંક છેલ્લે મૃત્યુ નો ડર છે.  જો કદાચ માણસ જાતે આ શબ્દ પર જીવનમાં સાચો વિજ્ય મેળવી લીધો હોત તો આ પૃથ્વી પર કોઇનું અસ્તીત્વ હોત કે નહી એ જ મોટો પ્રશ્ન હોત. કારણ દરેક ને કોમ્પીટીશન કરીને બીજા કરતા યેન કેન પ્રકારેણ આગળ વધવું છે. કારણ કે માણસ ને એકલતાના ડરની કલ્પના હજી સુધી નથી. પણ ડર છે માણસ ને ક્યાંક કોઇક વાઘનો , ક્યાંક કોઇક આતંક્વાદનો, ક્યાંક કોઇક કુદરતી આપતીનો અને એ ડરમાં જ  આજ સુધી આ પૃથ્વી પર માનવ જાત ટકી શકી છે. અને ક્યાંકને ક્યાંક શિક્ષણના ભાગરૂપે મૃત્યુ સામે હજી લડત ચાલુ જ છે. આપણ ને ન ફાવતી બાબતો ને ડરમાં ખપાવવાનું આપણને ફાવી ગ્યું છે,


સૌથી મહત્વની વાત આપણે આ સૃષ્ટિ પર આવ્યા છીએ તો કંઇક કરવું પડશે , અમુક સીમાઓ ને તોડીને એનાથી આગળ વધવું જ પડશે. જયારે પ્રકૃતિ અને માનવ નો સુમેળ થાય ત્યારે કંઇક અલૌકિક કંઇક અપ્રાપ્ય નો જન્મ થતો હોય છે. આ અલૌલિક ની પ્રાપ્તિ માટે એક સઘન સાધનાની જરૂર છે. આ સાધના માનવને એક સંગીત એક લય આપે છે. જે એક સત્યના સાક્ષાત્કાર સુધી પહોંચવા માટેનું મહત્વનું પગથિયું છે. આના માટે આપણું પગલું એ દિશામાં હોવું જોઇએ કે જ્યાં જીવનના એક અભીગમને જાણવા માટે વિરાટ માં પગ મુકવાની તાકાત કેળવેલી હોવી જોઇએ. વિરાટમાં ભળી જવાની વિલિન થઇ જવાની ભાવના રાખવી પડ્શે. આના માટે  સઘન સાધના ના શિક્ષણ ની જરૂર છે. જે જાતે જ મેળવવાનું છે.
ચીન માં બનેલી એક વાર્તા યાદ આવે છે.  ચીન માં એક ફકીર થઇ ગયો . એણે અભય ને પામવા માટે ભયની સામે લડાઇ શરૂ કરી દેધી. માનવ સમાજ છોડીને એ દૂર જંગલમાં જઇ ને રહેવા લાગ્યો જ્યાં બધા જ જંગલી પ્રાણીઓ રહેતા હતા. નક્કી કર્યુ હતુ કે ભય છોડવો જ છે તો આ બધાની વચ્ચે રહેવું જ પડશે. અને આમ કરતા કરતા એણે ખરેખર અભયને પામી લીધો. હવે સાપ એના આખા શરીર પર આંટો મારીને જતો રહેતો તો ય એ થોડો પણ હલતો નહી. ક્યારેક વાઘ પણ બાજુમાં આવી જતો તો પણ એને કંઇ જ ફર્ક પડતો નહી. ખરેખર માણસે પ્રાણી પ્રત્યે અભય પામી લીધું . ધીરે ધીરે એની એ ખ્યાતી આખા ચીન માં ફેલાઇ ગઇ, લોકો એના દર્શને આવવા લાગ્યા અને અનેક અનુભવો લઇને પાછા જતા. કેટલીક વખત લોકો પ્રાણીઓના અવાજ સાંભળીને બાજુમાં મકાન હતું એમાં  ભરાઇ જતા અને જોતા કે કોઇ જંગલી પ્રાણી એની પાસે આવતું પણ કંઇ જ કરતું નહી. જોરદાર. પણ એવામાં એક યુવાન  બુધ્ધ ભિક્ષુક ત્યાં આવી ચડયો અને વાતો કરતા હતાં ત્યાં વાઘની ગર્જના થઇ અને નવયુવાન તો ડરી ગયો પેલા ફકીરે ઉપદેશ આપવાનો શરૂ કર્યો કે આમ જ જો તું ડર્યા કરીશ તો તું ભગવાન ને ક્યારેય પામી નહી શકે, તું સત્યને ક્યારેય ઉપલ્બધ્ધ નહી થઇ શકે. અભય ને પ્રાપ્ત કર. એના માટે લડ. એના પ્રયત્નો કર. અને આ બાજુ આ યુવાન એટલો ડરેલો હતો કે હવે કંઇ બોલવું પણ એના માટે અઘરું હતું એટલે એણે વિનંતી કરી કે પહેલા મને મહેરબાની કરીને પાણી આપો . જેવો એ અભયને પામેલો માણસ પાણી લેવા માટે ગયો કે તરત જ પેલા યુવાને એની બેસવાની જે જગ્યા હતી જે પથ્થર હતો એના પર લખી નાખ્યુ નમો બુધ્ધાય .. પેલો આવીને જેવો પગ મુકવા જાય છે કે તરત જ બુમ પાડી કે આ શું છે હવે હું આ આશન પર કેવી રીતે બેસીસ. અને યુવાને કહું કે અભય ને તો તમે પણ નથી પામ્યા માત્ર પગ મુકવાથી તમે પણ ડરો છો મારા ડરનો અને તામારા ડરનો માત્ર પ્રકાર જુદો છે. તો તો તમે પણ મોક્ષને નથી પામી શકવાના .. તમારો અભય હકિક્તમાં અભય છે જ નહી. ખાલી તમારા ભય નું ટ્રાંસ્ફોરમેશન છે. અભય પામવું એ એક બીજી વાત છે અને ભય નું એક ભય માં થી બીજા ભય માં ટ્રાન્સફોર્મેશન થવું એ બીજી વાત છે.

 મારો ચોથો મુદ્દો છે એક  human being બની ને સત્યને પામવું.  ...
આપણને સત્યને પામવાની વાતો ક્યાંક ફિલોસોફીમાં કરવાનું કે ક્યાંક આધ્યાતમના બે પુઠા વચ્ચે જ રાખી ને એને મમરાવવાનું ફાવી ગ્યું છે. આપણને બીજાના સત્યમાં જ રસ હોય છે. એના સત્યને પકડી ને આપણે જીવી જવું છે.
સત્ય નવું છે કે જુનુ એ મહત્વનું નથી સત્ય તો સત્ય છે અને એક જ છે માત્ર યુગે યુગે એની અભિવ્યકિત બદલાય છે જેવી રીતે મારે જીવવા માટે મારે જ શ્વાસ લેવા પડ્શે એવી રીતે મારા સત્યને પામવા માટે મારે જ કંઇક સઘન પ્રયત્નો કરેવા પડશે અને જયારે હું મારા જ સત્યને પામીશ ત્યારે એ સત્ય એ જ હશે જે કૃષ્ણ ને લાધ્યુ તું જે બુધ્ધ પામ્યા તા જે મહાવીર પામ્યા તા ,,... એને મારે જ પામવું પડશે હું એને એમની પાસેથી ઉધાર નહી લઇ શકું એને મારે જ મારા માં ઉતારવું પડ્શે. કદાચ એના માટે પણ આગળ મેં કહ્યું એમ આ જીવન  ઓછું પડે.
આપણું જીવન આપણે હંમેશા રેલ્વેના ટ્રેક ની જેમ સીધુ જ ચાલે એમ ઇચ્છીએ છીએ . we don’t like or need twist or we don’t want to go on the path of twist . બસ આ વાત , આ વિચાર જ  આપણ ને સમાન્ય બનાવી મુકે છે.
જયારે આપણે રામ જેવા બનવાનું આચરણ કરીએ છીએ કે આપણે ગાંધી જેવા બનવાનું આચરણ કરીએ છીએ ત્યારે આપણે આપણા હોવા પણું જ ખોઇ બેસીએ છીએ. આવું જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે તે ક્ષણથી જ આપણે આપણું હોવા પણું ખોઇ દેવાની શરૂઆત કરી દઇએ છીએ. આત્યારે આ ક્ષણે મારે શું કરવું એ ક્ષણ ની ઘટના કે પરીસ્થિતી પર નિર્ભર કરે છે. એ કદાચ રામ જેવું જ હશે કે સામાન્ય માણસ જેવું હશે કે આ જગતમાં અત્યાર સુધી ન થયેલું કંઇક અલગ જ કામ પણ થાય કે જે તમારું કદાચ અવતાર કૃત્ય સાબિત કરી બતાવે. આપણે એટલું બધું શિખી લીધું છે કે આ શિખવા માટે શિખેલું બધું ભૂલવું પડશે. અને આ ભૂલવા માટે કદાચ આપણું જીવન ઓછું પડે .આ બતાવે છે સમગ્ર જીવન એક શિક્ષણ છે. સવાર થી લઇને સાંજ સુધી આપણે એક જ કામ કરીએ છીએ બસ સતત માસ્ક બદલતા જઇએ છીએ. જેની સામે જઇએ છીએ એને ગમે એને અનુરૂપ હોય અવો ચહેરો તૈયાર અને લાગી પડો. અને  દોડી દોડી ને એટલા ચહેરા બદલી નાખીએ છીએ કે આપણો સાચો ચહેરો જ ક્યાંક ભૂલી જઇએ છીએ. અને છેલ્લા બધામાંથી જે મોસ્ટ કોમન કહી શકાય એ ચહેરો એ માસ્ક પહેરીને એક બીબામાં જીંદગી પુરી કરી લઇએ છીએ. જ્યાં પોતે જ નથી ત્યાં વળી સત્ય ને પામવાની વાત  જ વાહિયાત છે.
 આપણી સૌથી મોટી કમજોરી શું છે ખબર છે આપણે બાળક્ને આઇન્સ્ટાઇન વિશે ભણાવીએ છીએ. લિયો નાર્દો દ વિંસી વિશે ભણાવીએ છીએ. પણ એ કેમ આવા સંશોધનો કરી શક્યા  એની પાછ્ળના રહ્સ્યો કે એની પાછ્ળની શક્યતાઓ નથી ભણાવતા કે નથી બતાવતા. આપણે બાળકને સતત એ બાતાવવામાં ફેઇલ ગયા છીએ કે તેઓ પોતાની રીધમ માં જ પોતાના લય માં જ પોતાના મગજને રાખતા તા!!! એમાંથી જે સર્જન થયુ એ સત્યોનમુખ હતું એ બાજુ બતાવવી પડ્શે.
 કહેવું પડશે અને સમજવું પડ્શે કે નોલેજ એકલું પુરતું નથી. બીઇંગ એ જરૂરીયાત થઇ ગઇ છે. એટલું પણ પુરતુ નથી કે દુર ઊભા રહીને જોયા કરીએ. એક થઇ જવું પડશે. ડૂબી જવું પડ્શે. જાત ને ઓગાળી દેવી પડશે. ત્યારે સત્ય સમજાશે. સત્યને પામવા માટે આટલી દોડ લગાવવી જ પડ્શે.  

આપણી શિક્ષણ પ્રથાએ શું આપ્યું તો સારામાં સારી  ડિસિપ્લીન આપી.  આ ડિસિપ્લીનથી શું થયું ... માણસ એક મશીન બનતો ગયો. માણસની વિચાર પ્રક્રિયા પર બ્રેક વાગી. ક્યાંક પોતાની ચેતનાને મારી નાખી . માણસ ને હોશ વગરનો બનાવી દીધો. એની અંદર વિવેક આવ્યો પણ વિચાર નાશ પામ્યો. ડિસિપ્લીને માણસને એક ઘેટા વૃતિ માં નાખી દીધો છે. એક મળદુ બનાવી દીધો છે. આપણે હંમેશા ઉલટું કરતા આવ્યા છીએ કે પહેલા ડિસિપ્લીન પછી વિવેક . હકિકત એવી છે કે તમારા વિવેક માંથી ડિસિપ્લીન ડીરાઇવૅડ થવી જોઇએ. અને પછી જે વીવેક જાગશે એમાં અનુશાશન હશે.

અને મારો છેલ્લો મુદ્દો છે યોગ –સાધના – ધ્યાન ને ઉપલબધ્ધ થાવું ...
બધા જ માણસ શાંતિ માટે ભાગે છે દોડે છે પરંતુ બધા જ પ્રયત્નો તેનાથી વિપરીત દિશામાં થાય છે.
સાચું કહું  આપણને બધાને  ભૌતિક રીતે બહારથી અપડેટ થતા સારું આવડી ગયું છે અંદરથી એટલું જ અપડેટ થવું હોય તો જીવનના છેલ્લા શ્વાસ સુધી કંઇક કરવું  જરૂરી છે. એ વાત જ ભુલી ગયા છીએ.   જેમ જેમ હું અંદર ઉતરતો જાય છે  એમ એમ મેં વિલિન થતો જાય છે  અને  જેમ  જેમ હું બહાર નિકળતો જાય છે   એમ એમ મેં સધન થતો જાય છે. આપણે આ વાત સારા માં સારી રીતે ગોખી લીધી છે.  હું મારી જ વાત કરું તો, હું જ્યારે નાનો હતો ત્યારે અહીં થી જ સ્ટેજ પરથી જ ખૂબ બોલતો ત્યારે એક જુસ્સો હતો હું આમ કરેને દુનિયાને કે દેશને બદલી નાખીશ.. જેમ જેમ વાંચતો ગયો એમ એમ સમજાતું ગયું કે ભાઇ આજુબાજુ વાળાને કે એના વિચારોને બદલી શકીએ તોય ઘણું. પાછું જેમ જેમ વાંચન ની સાથે સાથે ચિંતન થતું ગયું એમ એમ સમજાતું ગયું કે ભાઇ આજુબાજુ વાળાને છોડ આપણામાં ય બદલાવ આવે તોય ભયો ભયો. !!!

આજ સુધી સાધના ને પામેલા લોકો કેમ ઓછા છે ? સાધના ને પામેલા લોકો કલા તરફ વળેલા છે ધર્મ તરફ વળેલા છે વિજ્ઞાન તરફ વળેલા છે કે પછી ભૌતિકવાદ . હા  ભૌતિકવાદ પણ એ કક્ષા એ ક્યારેક પહોંચાડી શકે છે ?  આ છે સંશોધન નો વિષય . આ છે સાચું શિક્ષણ

શિક્ષણ ક્યાં છે ? તો મને શિક્ષણ પુસ્તકમાં , સ્કુલમાં, વાતોમાં, પ્રયોગશાળામાં, નિષ્ફળતામાં – સફળતામાં અને અધ્યાતમમાં દેખાયું છે. એના કરતા વધારે મને ચિંતનમાં વિચારોમાં દેખાયું છે. એના કરતા વધારે ધ્યાન માં દેખાયું છે. એના કરતા વધારે કર્મ યોગમાં દેખાયું છે. અને આ શિક્ષણ મને જીવનના અંત સુધી દેખાયું છે.
In last I would like to say :     ….

શિક્ષણ વ્યવસ્થા એ પ્રોબલેમ નથી. બસ ખાલી એનો અંત એક પ્રોબલેમ છે. હું આ દેશની શિક્ષણ વ્યવસ્થાને જરાય વખોડતો નથી. એ સારામાં સારી છે સારામાં સારું નોલેજ પિરસાય છે બધુ જ છે ખાલી નથી અપાતું સ્કુલો કોલેજો કે વિશ્વવિધ્યાલયો માં એ માત્ર ને માત્ર શાણપણ છે. અની વાત તો કોઇ માંડ માંડ કરે છે. એક હોનહાર વિધ્યાર્થી સરસ મજાનો ગ્રેજ્યુએટ કે માસ્ટર્સ કરીને બજારમાં આવે છે અને થાય છે શું બસ એ એક ફૂટબોલની જેમ આમ થી તેમ ફેંકાયા કરશે. કારણ શું તો એક જ શાણાલાલ પાસે નોલેજ હતું ડિગ્રી હતી પણ શાણપણ નો અભાવ હતો. આ શાણપણ કેળવવા અંત સુધી શિક્ષણ જરૂરી છે. એક બાગમાં જેમ જેમ છોડની સંખ્યા વધે છે એમ પુષ્પની સંખ્યા વધવાની જ છે. પરંતુ અહિંયા ઉલટું છે. રોજ રોજ વિધ્યાર્થી ઓ વધે છે સ્કુલો કોલેજો વધે છે. પણ જ્ઞાન જે પ્રકારે વધવું જોઇએ એ નથી વધતું. આપણે કંઇક અલગ જ દિશામાં જ આગળ વધી રહ્યા છીએ એ ચોક્ક્સ વાત છે. મિત્રો આપણી કોમ્તિટીશન કંઇક ખોટા માર્ગે છે. ક્યાંક કંઇક ખૂટે છે.  ક્યાંક લય ખોરવાયો છે.

પૃથ્વી ની ઉત્પત્તિ પછી પહેલી વખતે આપણે એક એવા પડાવ પર આવીને ઊભા છીએ કે જ્યાં ધર્મ અને વિજ્ઞાન અડખે પડખે ઊભા છે. બંન્ને ના +v   -ve પાસા જોવાની હિંમત આ માનવજાતે કેળવી છે. પૂર્વ અને પશ્ચિમ વિચારોમાં  સાથે ચાલી રહ્યા છે  આ દુનિયામાં પતિક્ષણ આવા જે અનેક  દિશામાં ક્યાંકને કયાંક જે પ્રયત્નો થાય છે એ  પ્રયત્નોના યજ્ઞમાં થોડી આહુતિ આપ્વાનું કામ અહિં ઉપસ્થિત શિક્ષકો કરતા વધુ સારું કોણ કરી શકશે.
જેમ મેડમ બ્લેવેટ્સ્કી જ્યાં જ્યાં જતા ત્યાં ગાડીમાં બેઠા બેઠા પોતાના પર્સ માંથી બહાર કંઇક ફેંક્યા કરતા અને એક દિવસ કોઇકે પુછ્યુ કે આ શું કરો છો તો કહ્યું કે અલગ અલગ મોસમના ફૂલો ના બીજ છે. તો આનો ફાયદો તમે કેવી રીતે લઇ શકશો. તો ખૂબ જ સરસ જવાબ આપ્યો કે જયારે આ બીજ અંકુરણ પામીને ફૂલ આવશે ત્યારે એ ફૂલ ને જોઇને કોઇ આનંદ પામશે કોઇ એની સુગંધ પામશે તો એનો આનંદ એ મારો આનંદ બની રહેશે એવી જ રીતે મેં પ્રાપ્ત કરેલા વિચારો હું તમારી વચ્ચે વહેંચવા આવ્યો કે કયાંક કદાચ થોડો સ્પાર્ક થઇ જાય અને એક ચિનગારી ક્રાંતિ લાવી દે ... thanks

માર્ક ટવેન હંમેશા એક મજાક કર્યા કરતો હતો કે એક વખત એવું થયું કે આખી દુનિયા ના લોકો ના વિચાર તો કેટલાય દિવસો થી છે જ કે ચંદ્ર પર માણસ હશે, પરંતુ એનો કોઇ ઉપાય હજુ સુધી શોધાયો ન હતો. માણસો કેટલાય સમય થી વિચારે છે કે ચંદ્ર પર માણસ હ્શે, પરંતુ ત્યાં સંદેશો કેવી રીતે પહોંચાડવો. તો દુનિયાના લોકો એ એક દિવસ નક્કી કર્યો અને નક્કી થયુ કે એ દિવસે બપોરે 12 વાગ્યે આખી દુનિયાના લોકો એ ભેગા થઇને બૂ એવી બૂમ પાડવી. એક મિનિટ માટે આખી દુનિયા એક જોરદાર અવાજ થી ભરાઇ જશે. જો આટલા બધા ભેગા થઇને બુમ પાડશે તો ચંદ્ર પર અવાજ પહોંચી જશે અને જો ત્યાં કોઇ હશે તો ચોક્ક્સ કંઇક ઉતર આપશે. અને આખરે દિવસ આવી ગયો લોકો રસ્તા પર આવી ગયા ધાબા પર આવી ગયા , પહાડો પર ચડી ગયા અને આખરે નિયત સમયે આવી ગયો પરંતુ એક જોરદાર અવાજ ની જગ્યાએ આખી પૃથ્વી પર એક સન્નાટો છવાઇ ગયો કારણ કે બધાના મગજ માં એક જ વાત હતી કે આટલો મોટો આવાજ હું પણ માણી લઉં એક વખત કે શું થાય છે અને બસ આ એક જ વિચાર માં આખી પૃથ્વી પર સન્નાટો છવાઇ ગયો. પણ એક ફાયદો થઇ ગયો કે સન્નાટાની સમજ આવી ગઇ.