શનિવાર, 5 નવેમ્બર, 2022

KPSWA

ઉપસ્થિત સૌને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ ......

મન હોય મેળાવડો હોય અને જ્યારે પોતિકાપણાની  હૂંફ હોય ત્યારે જે મિલન થાય એનું નામ સ્નેહમિલન બાકીના મેળાવાળા એ તો મેળા કહેવાય જેમાં માત્ર ને માત્ર મનોરંજન હોય મનને હલકું કરી આનંદનો ઓછવ કરવાનો હોય એ મેળો કહેવાય પણ જ્યાં લાગણી હોય ભાવના હોય અને ભાઇચારા સાથે સંસ્કૃતિની ધરોહર સાથે જે મિલન હોય એને ખરું સ્નેહમિલન કહેવાય !  અને આજે જ્યારે પર્થના આંગણે KPSWA ના બેનર નીચે નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે એ સ્નેહમિલન ખરા અર્થમાં એક નવો જ માઇલસ્ટોનને સર કરી રહ્યું છે. અહિં ઉપસ્થિત સૌ પાટીદારોની કોમન વાત કઇ તો જવાબ છે કે પ્રત્યેક પાટીદાર એના ડીએનએમાં સાહસીકતાનો ગુણ લઇને આવ્યો છે તો પ્રત્યેક પાટીદાર આસ્તિક છે પોતાના કામ પ્રત્યે વફાદાર છે પોતાના કુટુંબ માટે સર્વસ્વ અર્પી દેવા તૈયાર છે. આવા આપણે સૌ જ્યારે અત્યારે એક મિલનના ભાગ રૂપે ભેગા થયા છીએ ત્યારે સૌ પ્રથમ શરૂઆત પ્રાર્થનાથી કરીએ ! કારણ કે .....

મનોજ ખંડેરિયાના શબ્દોમાં ....

રસમ અમારી જુદી ને રિવાજ સાવ નોખા,
અમારે મન તો બસ શબ્દો જ કંકુ ને ચોખા.

બસ તો એ પ્રાર્થના રૂપી શબ્દોથી ભગવાનના ચરણોમાં આપણે અભિષેક કરીએ. 

 ============== 

ચાલો ફરીથી ઉજવણીમાં જોડાઇએ તો ..... સૌથી પહેલા એક સાદો પ્રશ્ન કે ....

આ દિવાળી અને નવું વર્ષ વળી શું ? તો જવાબ છે કે ...

વર્ષના અંતની 24મી અગિયારસ આશો મહિનામાં આવે ને પ્રત્યેક ઘરમાં શરૂ થાય એક નવો જ અસિતત્વનો ઉત્સવ ! આંગણાંમાં રંગોળી અને ટોડલે દિવડાની ઝાકમઝાળ એટલે દિવાળીનો પર્વ ! નાનેરાથી લઇને મોટા સૌના મનોવિશ્વમાં જ્યાં આનંદને જ સ્થાન હોય એ દિવાળી ! અંધારિયાના એ દિવસોમાં દિવડો જાણે સૌ માટે પ્રકાશનો પર્યાય બની ઉઠતો હોય છે. અમાસની એ અંધારી રાત ક્યાંક સૌ માટે દિવડા થકી તો ક્યાંક ફટાકડાના થકી પ્રકાશ, આનંદ અને હરખના અતિરેક સાથે ભરેલી હોય છે.  એ અંધારી રાત પછી જે સબરસ લઇ લો સબરસના અવાજ સાથે નવલી પ્રભાત આવે છે એ સૌ માટે ભરપુર ખુશી અને પોઝિટીવિટીથી ભરેલી હોય છે. એક બીજાને મળવાનો અનેરો આનંદ હોય છે અને જ્યારે આવો મજાનો દિવસ પ્રત્યેકનો પતતો હોય અને આકાશમાં અંધારૂ આકાર લેતું હોય ત્યારે એ આકાશમાં પાતળી કોર સાથે ઉગેલો એ ચંદ્ર જાણે આપણને કહી રહ્યો હોય છે કે એ ભાઇ જો ને ગઇકાલે તો હું હતો જ નહી અને આજે તારી સામે મારા અસ્તિત્વને થોડું ઉજાગર કરીને આવ્યો છું  અને આવનારા 15 દિવસ સુધી હું સતત મારા અસ્તિત્વને આમ જ વિસ્તારો જઇશ બસ તું પણ તારા આ નવા વર્ષે આમ જ રોજ પ્રતિ ક્ષણ આમ જ વિસ્તરતો જા .. વિસ્તરતો જા અને તારા અસિતત્વને વધારતો જા ! સાલમુબારક ....

પ્રત્યેક માટે નવું વર્ષ આ સંદેશા સમાન હોય છે અને ત્યારે

અત્યારે આપણે સૌ જ્યારે નવા વર્ષની ઉજવણીના ભાગ રૂપે ભેગા થયા છીએ ત્યારે એક પતિ – એક બાપ નવા વર્ષને કેવા અંદાજમાં મુલવતો હોય છે તો એનો જવાબ અંકિત ત્રિવેદીની એક રચનામાં છે કે ....

 

મારા સપના તારી આંખે સાચ્ચા પડતા જાય
એને નવું વર્ષ કહેવાય
હું કંઇ પણ ના બોલું તો પણ તરત તમને સમજાય
એને નવું વર્ષ કહેવાય...

ખુલ્લી સવાર જેવું જીવશું કાયમ મસ્ત મજાનું,
પકડાઇ જવાની મજા પડે ને એવું કાઢશું બહાનું ,
લાભ, શુભ ને ચોઘડિયા પણ અંદરથી શરમાય
એને નવું વર્ષ કહેવાય....

જીવન એવું જીવશું જીવશું જાણે સહજ અવતરે પ્રાસ,
વ્હાલ નીતરતા શ્વાસમાં ઘૂંટશુ ઇશ્વરનો અહેસાસ
ટૂંકમાં, તારી સાથે દિવસો ઉત્સવ થઇ ઉજવાય
એને નવું વર્ષ કહેવાય.....

આ નવો મિજાજ જાણે પ્રત્યેક પાટીદારના ઘરમાં હોય છે કારણ કે એમ કહેવાય છે કે તહેવાર અને વહેવાર પાટીદારના જ ! પાટિદાર માટે પ્રત્યેક ઉત્સવ જાણે અસિતત્વનો ઉત્સવ ! આયોજન અને અખિલાઇનો પર્યાય એટલે પાટીદાર !

પ્રભાવ અને વૈભવ ની વચ્ચે જીવતો પાટીદાર !

ખુદ્દારી, ખમીરી અને ખાનદાની સાથે જીવનભર જીવી જાણે એ પાટીદાર !

કોઇપણ ક્ષેત્રમાં સત્તા, શાણપણ કે શતરંજ ના પ્યાદા ગોઠવી શકે અને જીતની બાજી મારી શકે એ પાટીદાર !

અરસ્પરસ સ્નેહ અને ભાતૃભાવ થકી સતત પરિવારની કે મિત્રોની કે સમાજની ચિંતા કરી એમને મદદરૂપ થવું એ જ જાણે પાટીદાર નો આગવૉ અંદાજ!

આટલું જ નહી -  દાન - ધર્મ અને કર્મનો મહિમા જેણે ખરા અર્થમાં આત્મસાત કર્યો હોય એવી જો કોઈ કોમ્યુનિટી હોય તો ગર્વ થી કહી શકાય કે એ પાટીદાર!

ભારતમાં જ ગુજરાતની બહાર પગ મુકો એટલે તમને પાટીદાર ક્યાં મળે તો છેલ્લા 200-400  વર્ષનો ઇતિહાસ બોલે છે કે પ્રત્યેક નગરમાં જે પણ બેન્સોનો ધંધો કરનાર મળે એ મોટે ભાગે પાટીદાર જ નિકળે ! સમય બદલાયો થોડા સમીકરણો બદલાય અને પ્રત્યેક ધંધામાં કે જોબમાં પાટીદારોનું વરચસ્વ સતત  વધતું જ રહ્યું ! અને પછી તો સિલિકોન વેલી હોય કે સાઇબિરીયાનો પહાડી પ્રદેશ, સહારાનું રણ હોય કે સેસલ્સ આઇલેન્ડ હોય, નાસા હોય કે નાઈજીરીયા નું જંગલ , ફિલ્મ ઇન્ડસ્ટીઝ હોય કે ક્રિકેટનું મેદાન હોય, મોટેલ હોય કે મરજીવારૂપિ છલાંગ, બધે જ કોઇકને કોઈક ને કોઈ પાટીદાર સતત વિશ્વના ખૂણે ખૂણે શ્વાસી રહ્યો છે. જે રણમાં પણ સરોવર બનાવવાનું સપનું જોઈ શકે અને મંગળ પર કે ચંદ્ર પર જમીન લઈ પોતાની પત્ની કે બાળક ને રીજવી શકે જેના સપના હિમાલય ને સર કરવાની પણ હોય અને પેસેફિકના ઊંડાણને માપવાની હોય એ પાટીદાર !

અને એટલે જ કહેવું હોય તો ચોક્ક્સ કહી શકાય કે શુદ્ધમ બુદ્ધમ મહાપ્રજ્ઞામડિંતમ સણવંડિત એટલે કે શુદ્ધ, જાગૃત, મહાન બુદ્ધિથી સુશોભિત અને યુદ્ધના મેદાનમાં કુશળ છે પાટીદાર છે.

=================

જૂનું બધું યે નવું થાય, એ નવું વરસ કહેવાય
થવા જેઉં યે ઘણું થાય, એ નવું વરસ કહેવાય

 

દોડી દોડી હાંફી હાંફી
ભાગો જેની પાછળ
એ જ અચાનક આવી ઊભું
રહે આપણી આગળ

 

ઇચ્છો એવું બધું થાય એ નવું વરસ કહેવાય !
થવા જેવું ઘણું થાય એ નવું વરસ કહેવાય !

 

તારા વિના બધું જ જૂનું
એવું ગમતી વ્યક્તિને કહેજો
નવા વરસે થોડું તો થોડું
એની સાથે રહેજો

 

આખા જગમાં જેટલું સુખ હોય
બધું તમારું થાય...
થવા જેવું ઘણું થાય એ નવું વરસ કહેવાય !

 

નવા વરસે એ બધું જીવો
જે કદીયે જીવ્યા  ન્હોતા
નવા વરસે એ બધું કહો
જે ક્દીયે બોલ્યા નહોતા

 

નવા વરસમાં સમય આપનો
નવો શરૂ થાય...
થવા જેવું ઘણું થાય એ નવું વરસ કહેવાય !

 

અજવાળાનો ડર લાગે તો
અંધારાને મળજો
એક નાનકડો દીપ પ્રગટાવી
સૂરજ સામે ધરજો

 

નવાવરસે જે પણ થાય એ બધું
મજાનું થાય....
થવા જેવું ઘણું થાય એ નવું વરસ કહેવાય !

પર્થના આંગણે જ્યારે આ KPSWA ના બેનર નીચે 5 મા વર્ષની મજાની ઉજવણી આકાર પામી છે ત્યારે થોડા ઇતિહાસ તરફ નજર નાખીએ તો ચોક્ક્સ કહેવાનું મન થાય કે જ્યારે 4 વર્ષ પહેલા આવા સ્નેહ મિલનની શરૂઆત કરી હતી ત્યારે માત્ર 87 વ્યક્તિઓ હતાં વર્ષો વર્ષ સંખ્યામાં ઉમેરો થતો ગયો અને આજે 250 ના નાવા માઇલ્સ્ટોનને ટચ કરી ચુક્યા છીએ

જે બતાવે છે કે વિદેશમાં રહેતા – પર્થમાં રહેતા પ્રત્યેક પટેલના મનમાં હ્રદયમાં કે એના આખા કુટુંબનાં પ્રત્યેક શ્વાસમાં હજી ભારતીય સંસ્કૃતિની ધરોહર એમ ને એમ સચવાઇને પડી છે. પર્થમાં પાટીદારો કેટલા તો આ હોલમાં ભેગા થયેલા 250 જણા ! ના .... ! મને અત્યારે ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી એક વાત યાદ આવે છે. ચાલો બક્ષીના જ શબ્દોમાં એ વાત તમને કહું .... !  એકવાર એક ઉત્સાહી પાટીદારને તુક્કો સૂઝ્યો કે દુનિયાભરના પાટીદારોની વસ્તીગણતરી કરવી. એણે ધર્મજથી શરૂ કર્યું, ઉતરસંડા, પેટલાદ, નડિયાદ, આણંદ, ઉમરેઠ... ઉપર મહેસાણા પછી કાઠિયાવાડ થઇને અરબી સમુદ્ર ઓળંગી કમ્પાલા, મોમ્બાસા, ઝાંઝિબાર, એડિસ અબાબ પછી મોઝામ્બિક, ઝિમ્બાબ્વે, રહોડેશિયા, દક્ષિણ આફિકા... આગળ ફરી એટલાંટિક મહાસાગર પાર કરી ન્યુયોર્ક, ફિલાડેલ્ફિયા, શિકાગો , બોસ્ટન થઇને આખું અમેરિકા અને બીજે છેડે લોસ એનિજ્લિસ, સાન ફ્રાંન્સિસ્કો ... ઉપર કેનેડેમાં મોંટ્રિયલ, ક્વિબેક અને ત્યાંથી ઉત્તર ધ્રુવ ! ઉત્તર ધ્રુવ જઇને એ થાકી ગયો. એને થયું કે જીવનભરનું કામ પુરૂ થયું – ઘણા પાટીદારો ગણાઇ ગયા ! ઉત્તર ધ્રુવથી એ પાછો ફરી રહ્યો હતો ત્યારે એને એક બીજો પાટીદાર મળ્યો એ પણ પાટીદારની ગણતરી કરવા દક્ષિણ ધ્રુવની પાસે આવેલા ન્યુઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયાથી નિકળ્યો હતો. દક્ષિણ ધ્રુવવાળાએ ઉત્તર ધ્રુવવાળાનું લિસ્ટ જોતા કહ્યું કે, આમા બાકીની અડધી દુનિયાના પાટીદારો તો આવ્યા જ નથી ! અમારા ન્યુઝિલેન્ડ – ઓસ્ટ્રેલિયામાં જે પાટીદાર વસાહતો છે એનું શું ? છેવટે બન્ને એકબીજાનું લિસ્ટ જોઇને બેહોશ થઇ ગ્યા હતા. પાટીદારોની વસ્તી ગણતરી શકય જ નથી.

 ચંદ્રકાન્ત બક્ષીની આ વાત જો આપણા પર્થ માટે કરીએ તો આપણે સૌ ક્યાંક એક તાંતણે બંધાઇને આ ચાલ્સ રીલી કોમ્યુનિટી સેન્ટરમાં ભેગા થયા છીએ એના વિચારનું બીજ આજથી 4 વર્ષ પહેલાં રમેશભાઇ પનારાના મગજમાં આવ્યું હતું અને એ વિચાર ફણગો થઇને ફૂટ્યો અને એ ફણગો પ્રતિ વર્ષ સતત વધતો જ રહે છે અને વિસ્તરતો જ રહે છે. અને હજુ એ અનેક નવા માઇલસ્ટોન સર કરશે જ એમાં કોઇ બે મત નથી જ ! પણ અત્યારે એ રમેશભાઇ પનારા જે આપણી વચ્ચે છે એમને બે શબ્દો કહેવા માટે સ્ટેજ પર આમંત્રીત કરું છું.

 

ગુરુવાર, 3 નવેમ્બર, 2022

મોરબીનો એ જુલતો પુલ યાદ બનીને રહી ગયો !






એ પણ એક સમય હતો- જમાનો હતો  કે રાજા વિદેશ પ્રવાસે જતાં અને ત્યાં એમને જે ગમી જતું એ પોતાના રાજ્યમાં એવું જ ઉભુ કરાવતાં અને પ્રજાને સુવિધાઓ પુરી પાડતાં ! આવા અનેક પ્રજા લક્ષી કામો એ સમયે થયા જ છે. આવી જ રીતે યુરોપ ફરી આવેલા રાજા વાઘજી ઠાકોરને એ સમયે ફ્રાંસનું પેરિસ મનમાં વસી ગયેલું અને મોરબીને એવો જ ઓપ આપવાની એમણે જાણે નેમ લીધી અને આજે પણ મોરબીની એ જુની ગલીઓમાં આંટો મારીએ તો ક્યાંક એવી ગલી કે કોઇક વસ્તુનો ઓપ એ બાંધણી ચોક્ક્સ નજરે ચડી આવે જે પેરિસમાં એ સમયે જોવા મળતી ! અને એના કારણે જ મોરબી સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાતું ! મહારાજાની એ યુરોપ સફરમાં એમને ગમી ગયેલી – આકર્ષી ગયેલી એક વાત એટલે સસ્પેન્શન બ્રીજ ! ચોક્ક્સ પ્રકારના લાકડા – મજ્બૂત તાર અને થોડા જરૂરી સામાન મંગાવવામાં આવે છે અને  આખરે 1887 માં મહારાજા વાઘજી ઠાકોરે મોરબીની ધરોહરમાં એક યશકલ્ગી રૂપી પીછું ઉમેરતાં સશ્પેનશન બ્રીજનું નિર્માણ કર્યું અને એ સસ્પેનશન બ્રીજ પ્રજાને અર્પણ કર્યો ! સરળ શૈલીમાં ગામઠી ભાષામાં એનું નામ પડી ગ્યું જુલતો પુલ  જે 1.25 મિટર પહોળો અને 233 મીટર લાંબો હતો. નાના હતાં ત્યારે વિશ્વની સાત અજાયબીઓના લિસ્ટમાં ક્યાંક બેબીલોનના હેંગિગ ગાર્ડનનો ઉલ્લેખ આવતો પણ અમારે મન તો મોરબીનો આ પુલ જ જાણે બધું !  સમગ્ર ભારતમાં આવા જુલતા પુલ માત્ર બે જ જગ્યાએ છે ઋષિકેશમાં રામ જુલા અને લક્ષમણ જુલાના રૂપે અને મોરબીમાં મચ્છુ નદીની ઉપર ! મચ્છુ નદી પર 50- 60 ફૂટ ઉંચાઇ ઉપરનો આ પુલ દરબારગઢ અને સામે કાંઠે આવેલ લખધિરજી કોલોજને જોડનારો હતો. પહેલા તો આ પુલ રાજવી પરિવાર જ ઉપયોગમાં લેતા હતાં પરંતુ પ્રજાલક્ષી નિર્ણય લઇને લોકો માટે પણ એ ખુલ્લો મુકાયો અને સમય જતાં એની જવાબદારી મોરબી નગરપાલિકાને સોંપાઇ. સમય વિત્યો ટેકનોલોજીનો નવો યુગ આવ્યો – નવા પર્યટન સ્થળો પણ અસ્તિત્વમાં આવ્યા અને 21મી સદીના પડઘમ પણ સમ્યા પણ 134 વર્ષ જુનો એ જુલતો પુલ હજી ગઇકાલ સુધી લોક આકર્ષણના પર્યાય સમો રહ્યો. 2001માં ભુકંપ આવ્યો ત્યારે તે થોડું નુકાશાન પામ્યો હતો અને સાવચેતીના પગલા રૂપે એને બંધ કરી દેવાયો હતો. બાદમાં ઓરેવા ટ્રસ્ટને એના મેન્ટેન્નસની જવાબદારી અપાઇ હતી અને જીંદાલ કંપની સાથે મળીને રીનોવેટ કરી  ફરીથી એ પુલને જનતા માટે ખુલ્લો મુકાયો ! અને 21મી સદીમાં પણ એ જુલતા પુલના ટીકીટના દર જનતા માટે માત્ર 10 રૂપિયા તો  બાળકો માટે 5 રૂપિયા અને સ્કુલના બાળકો માટે તો માત્ર 2 રૂપિયા જ હતાં. પણ સમયની બલીહારી એવી કે થોડા જ વર્ષોમાં ફરીથી એને બંધ કરી દેવાની નોબત આવી ! છેલ્લા કેટલાક વર્ષોથી બંધ પડેલો પુલ છેલ્લા 7 મહિનામાં 2 કરોડના ખર્ચે રિપેરિંગ થયો અને બસ કારતકના પહેલા જ દિવસે - નવા વર્ષે જનતા માટે ખુલ્લો મુકાયો માત્ર પાંચ દિવસ થયા અને છઠ્ઠા દિવસની સાંજે સૂરજ આથમવાની તૈયારીમાં હતો ત્યારે એ મોરબીની શાન સમા જુલતા પુલ સામે કાળદેવાતાએ ક્યાંક માથું ઉચ્ક્યું અને પુલ પર ઉભેલા અનેક મોરબીવાસીઓને મચ્છુના ખોળામાં એ પુલ સાહીત સમાવતા ગ્યા ! હ્રદય વ્યથિત કરી મુકે એવા દ્રશ્યો સર્જાયા અનેકે ક્યાંક કોઇક સ્વજન ખોયું તો કોઇકે મિત્ર તો કોઇકે ભાઇ તો કોઇકે બહેન તો કોઇકે પોતાનો લાડકવાયો ખોયો ! પાડા પુલ પર ઉભા રહીને એ પુલ તરફ જોતા ત્યારે જાણે એમ લાગી ઉઠતું કે મા મચ્છુ પોતાના માથા પર એક મુકુટ ધારણ કરીને ઉભી છે. પણ એ કાળમુખા દિવસે જાણે માં નો એ મુકુટ છિનવી ગ્યો – મોરબીની આન – બાન અને શાન સમો એ પુલ તુટ્યો અને અનેક કુટુંબના મનોરથ પણ ! સમગ્ર નગરમાં એક સન્નાટો હતો જો હતી તો માત્ર પ્રાર્થાનાઓ હતી. છેલ્લા દશકમાં વિશ્વ સમક્ષ અલ્ગ જ અંદાજમાં ઉભરી આવેલું મોરબી તરત જ રાહત કાર્યમાં જોડાયું અને શક્ય એટલાના જીવ બચાવાયા પળ ભરમાં બલ્ડ ડૉનેશન માટે પણ લાઇનો લગી  શક્ય એવી મદદ સૌ કોઇ કરી રહ્યા હતાં. ક્યાંક કન્તિભાઇ અમૃતિયા પોતે નદીમાં ઉભા રહીને બચાવ કાર્યમાં લાગી ચુક્યા હતાં તો ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મોરબીની મુલાકાતે આવી પહોંચ્યા ! ક્ષણનો ય વિલંબ કર્યા વગર અનેક સંસ્થાઓ – સહયોગીઓએ સૌએ શક્ય એટલી મદદ કરવાની શરૂ કરી દીધી. માનવતા ફરીથી જાણે બમણા જોશથી આળસ મરડીને બેઠી થઇ. રડાવી મુકતા – ધ્રુજાવી દેતા એ દૃશ્ય મોરબીવાસીઓ ક્યારેય નહી જ ભુલી શકે પણ આ હકિકત ના બીજા છેડે મારી એ વાત પણ લાખી રાખજો કે મોરબી કાળની આ થપાટને પચાવી જાશે  -  કેવી રીતે ? તો જવાબ છે  -  માં મચ્છુના ખોળામાં સુતેલા એ સૌને યાદ રાખી અંજલી આપી એમના કુટુંબીજનોને શક્ય એટલી મદદ કરી એ સૌના હાથમાં હાથ આપી સાથે દોડી માનવતાના નવા શિખરો સર કરીશું ને ત્યારે ક્યાંક કાળદેવતા પણ તાજુબ પામી અમને મોરબીવાસીઓની હિંમતને દાદ આપતા હશે ! આ હિંમત અને જુસ્સો તો છે પણ અત્યારે તો અમારી પાસે પ્રાર્થના એ જ વિકલ્પ છે, અનેક પરિજનો સ્વજનો અને મિત્રોની સદગતિ માટે પ્રાર્થના જ છે આશ્વાસનના શબ્દો ખુટી પડે છે અને મન પોકારી ઉઠે છે  

असतोमा सद्गमय ।

तमसोमा ज्योतिर् गमय ।

मृत्योर्मामृतं गमय ॥

ॐ शान्ति शान्ति शान्तिः ।।

              ========================


જુલતો પુલ મારા માટે પણ એક આકર્ષણ જ રહ્યો ! હું નાનો હતો ત્યારે મને મનહરભાઇ સૌ પ્રથમ જુલતા પુલ પર લઇ ગયા હતાં, એકાદવાર ભદ્રેશભાઇ પણ નગરદરવાજાની એ દુકાનેથી લઇ ગયા હતા એવું કંઇક યાદ છે, આ ઉપરાંત  લગભગ 2008 – 10 ની વચ્ચે હું હિરલ અને પપ્પા-મમ્મી મોરબી જતાં હતાં ત્યારે ગ્યા હતાં અને ત્યારનો ફોટો મેં વર્ષો સુધી FBના પ્રોફાઇલ પર રાખ્યો હતો. અને છેલ્લા 19 – 03- 2016 ના રોજ કવિ અનિલ જોશી, ખાચર સર અને દિલીપ સર સાથે જુલતા પુલની મુલાકાત લીધી હતી.  

રવિવાર, 7 ઑગસ્ટ, 2022

ઓસ્ટ્રેલિયાની ધરતી પર ફાફડાની મોજ !!!!!



રસોડાનો સીધો સંબંધ ક્યાંક આપણી જઠરાગ્નીને સ્પર્શે. એટલે જ તો શ્રી કૃષ્ણએ ગીતાના 15મા અધ્યાયના 14મા શ્લોકમાં કહ્યું છે કે


अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रित: |

प्राणापानसमायुक्त: पचाम्यन्नं चतुर्विधम् || 14||


એટલે કે આ જગતના સમસ્ત જીવ માત્રના પેટમાં જનાર ચારે પ્રકારના અન્નને પ્રાણ અને અપાનની ક્રિયા થકી પચાવનાર અગ્નિ હું જ છું. અત્યારે બીજો પણ એક પ્રસંગ યાદ આવે છે કે- મહાભારતમાં જ્યારે ઋષિ દુર્વાશા એમના શિષ્યો સાથે પાંડવોના વનવાસ સમયે એમની કુટીરે આવે છે અને દ્રૌપદીને કહે છે અમે સ્નાન કરીને આવીએ છીએ ભોજન તૈયાર રાખજો –પણ, ઘરમાં અન્ન હતું નહી !  અને દ્રૌપદી શ્રીકૃષ્ણને યાદ કરે છે અને શ્રીકૃષ્ણ આવી પહોંચે છે અને કહે છે, તું જોતો ખરી ક્યાંક કંઇક પડ્યું હશે ! અને દ્રોપદી થોડું ફંફોશે છે ત્યાં એને રાંધેલા વાસણમાં માંડ એક ભાતનો દાણો મળે છે અને શ્રીકૃષ્ણને વ્યથિત હ્રદયે કહે છે જોવો કેશવ, માત્ર આ એક દાણો અન્ન જ મળ્યું છે અને તમે કહો છો કશુંક હશે ! અને શ્રીકૃષ્ણ એ ભાતનો એક દાણો આરોગે છે અને સમસ્ત જગતના પ્રત્યેક જીવમાત્રની હોજરી ભરાઇ જાય છે. દુર્વશા, દ્રૌપદી પાસે પાછા તો આવે છે પણ આશિર્વાદ આપી પાછા ફરે છે. તો ક્યાંક બીજે છેડે આપણે આ અન્નનો મહિમા અન્નપૂર્ણાદેવી સાથે કર્યો છે. એટલે જ તો ક્યાંક મજાની રસોઇ બનાવી પિરસનારને આપણે અન્નપૂર્ણા કહી ઉઠતા હોઇએ છીએ. પણ આજે મારે, કુરુકક્ષેત્રના યુદ્ધમાં રોજ રાત્રે રસોઇ બનાવનાર ઉડુપી રાજા જેવા એક રોહિતભાઇની વાત કરવી છે.


તમે વિદેશની ધરતી પર હો, અને કોઇક ભારતીય મળે એટલે તો એમ થાય કે વાહ ! અને એમાંય જો ગુજરાતી મળી આવે તો તો સીધુ જ યાદ આવી જાય કે જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ! અને એમાંય જો ક્યાંક ભાવતું ખાવાનું મળી જાય તો તો પુછવું જ શું ? આજે આ વાત એટલે કરવી પડે છે કે અમે ઓસ્ટ્રેલીયામાં આવ્યા એનો આજે 66 મો દિવસ હતો અને હિરલ અને આષિશના મિત્ર રોહિતભાઇ અને શ્રદ્ધાભાભીને ત્યાં રવિવારની સવારે બ્રંચ નિમંત્રણ હતું.  આ પહેલા એમના ઓછામાં ઓછા ત્રણથી ચાર વખત ફોન આવી ગ્યા પણ ક્યાંક મેળ પડતો ન હતો અને આખરે આ રવિવારે એમના નિમંત્રણને માન આપીને અમે એમના ઘરે પહોંચ્યા ! ઓસ્ટ્રેલિયાની ધરતી હોય અને ફાફડા મળે એ વિચાર જ ક્યાંક સ્વપ્ન સમાન લાગી ઉઠે. પણ રોહિતભાઇની ફફડા બનાવવા પર પુરી હાથોટી !  અને જાણે, મને વડોદરાના જૈન મંદિર પાસે ઉભા રહી વહેંચનારા એ બાપ-દિકરાના ફાફડા યાદ આવી ગ્યા, તો ક્યાંક વડોદરામાં ITI ગોરવા પાસે લારી (મયુર) પર ફાફડા વહેંચનારા એ રાજકોટના કાકા યાદ આવી ગ્યા. ફફડાની ફાવટ બધાને નથી હોતી. ચણાનો લોટ-અજમો- મરી-મીઠું-સોડા અને તેલ આ બધું ચોક્ક્સ પ્રમાણમાં મિશ્રણ કરી  લોટ તૈયાર કરી હાથની હથેળીના જે ભાગમાં ચંદ્ર હોય એ છેડાથી બળ લગાવી - શક્ય એટલી પાતળી પટ્ટી પર લોટને ખેંચી જવો એ જ ક્યાંક ખરી કરામત છે, બાકી, જાડા રહી જતાં ફાફડા ક્યાંક કાચા રહી જતા હોય છે અને મજા નથી આપતાં – તો ક્યાંક બન્યા પછી ક્યાં સુધી તેલમાં તળવાએ પણ ચોક્ક્સ ગણતરી માંગી લેનારું છે. પણ, જે રીતે રોહિતભાઇ ફાફડા બનાવી રહ્યા હતાં એ દ્રશ્ય જ ક્યાંક એમના એ લગાવની-આવડતની સાબિતી પુરનારું હતું અને જ્યારે એ ફાફડાની  મરચા અને સંભાર (ગાજર અને પપૈયા બન્નેના સંભાર મજાના બનેલા હતાં અને સાથે કાકડી) સાથે લ્હેજત (લીજ્જ્ત) માણવાનું બન્યું ત્યારે તો ખરેખર બોલી જ જવાયું કે વાહ ! પછી તો એટલા ફફડા ખાધા કે જાણે બપોરનું જમવાનું જ પતી ગ્યું. ફાફડા-વણેલા ગાંઠિયા અને ખમણનો એ બ્રેકફાસ્ટ જાણે અમારા સૌ માટે લંચ બની રહ્યો ! આજે આ ફાફડા મજાના લાગ્યા એમાં બીજા બે પરિબળોનો પણ સંગમ હતો ! રોહિતભાઇ અને શ્રદ્ધાભાભીના આમંત્રણમાં ભાવની ભીનાશ હતી અને પ્રત્યેક પળે કાઠિયાવાડી આગ્રહ હતો. અને મને ક્યાંક યાદ આવી ગ્યો એ કાઠિયાવાડનો દુહો કે....


કાઠિયાવાડમાં તું કોક ‘દી, ભૂલો પડને ભગવાન,

તું થાને મારો મોંઘેરો મહેમાન, તને સ્વર્ગ ભુલાવું મારા શામળા......


ઓસ્ટ્રેલિયાની ધરતી પર સમદરની પાર ફાફડાની મિજબાની પિરસી દરિયા જેવી મોજ કરાવા માટે રહિતભાઇ અને શ્રદ્ધાભાભીનો તહે દિલથી આભાર !

સોમવાર, 18 એપ્રિલ, 2022

Tushar

આમ તો આપણે ત્યાં કોઇની યાદમાં સ્મરણાંજલિકા વહેંચવાનો નિયમ છે જેમાં ભગવાનના ભજનો હોય કે થોડા ઘણા શ્લોક હોય કે થોડી આધ્યાત્મિક વાતો હોય પણ જ્યારે અનેક માટે ભગવાનની સમકક્ષ હોય એવા અનોખા પાત્ર માટે જ આ કામ કરવાનું હોય ત્યારે ક્યાક એ સ્મરણ ન રહેતા સ્મૃતિ વિશેષ થઈ પડે છે. અને થોડા મિત્રો, થોડા સગાવ્હાલા અને તુષારના જ થોડા શિક્ષકોના અથાક પ્રયત્નો શરૂ થાય અને સોશિયલ મીડિયા થકી તુષારને લાગતાં વળગતા સૌને મેસેજ આપાય કે તમારે તુષાર માટે કઈ કહેવું હોય તો અમને લખી મોકલશો ! તુષાર પ્રત્યેની એ ભાવના- એની એ દાસ્તાન આખરે  "આઓ અંદાજે સફર સબકો સિખાતે જાયે, રાહ મે નક્ષે કદમ મિલાતે જાયે".... ની ટેગલાઈન સાથે "ડો. તુષાર એફ. પટેલ અવિસ્મરણીય સ્મૃતિ" ના ટાઇટલ સાથે આજે હાથમાં છે ત્યારે લાગણી અને અશ્રુબિંદુ સહ એનો અભિષેક થતો અનુભવું છું. આમ જોવા જઈએ તો  લાગણી - ભાવના - વ્યથા  અને આભાર સાથેનો તુષારને એક ટ્રીબ્યુટ આપતું એક તુષારનામા જ વાંચીએ ત્યારે આ સ્મૃતિવિશેષ આપણને લાગી ઊઠે છે. હા, એ વાત પણ પાકી જ છે કે તુષારને ચાહનારા આ બુકમાં છે એથી વિશેષ હજુ ઘણા છે ક્યાંક એમને મેસેજ નથી પહોચ્યો તો ક્યાંક એમને પોતાની લાગણી કે ભાવનાને શબ્દદેહ આપતા નથી ફાવતું એ હકીકત પણ સ્વીકારવી રહી.

 

આ અવિસ્મરણીય સ્મૃતિ ગ્રંથમાં ક્યાંક સેવાની સુવાસની મધુરમ છેતો ક્યાંક કરૂણા છે તો ક્યાંક થેંક્સ ગિવિંગ છે તો ક્યાંક વેદના અને અફસોસની વણજાર છે તો ક્યાક વિષાદ વચ્ચે પણ યાદ કરી ઉઠતાં તુષારના કર્મોના પ્રેરણાના પગરવ છે. ક્યાંક કાવ્યરૂપે તો ક્યાંક શબ્દોના સ્પંદનમાં સતત તુષાર સૌને યાદ આવ્યો છે. આ બધાની વચ્ચે ક્યાંક એના કર્તવ્ય પરાયણ સ્વભાવની વાત છે તો ક્યાંક એના આદર્શની વાત છે.  ક્યાંક એના કર્મોની મહેક છે તો ક્યાંક એના માટે રૂપિયા નહી પણ માણસ મહત્વનો છે એવી અનેરી સુવાસ છે.

શ્રદ્ધા સુમન બાદ શુભેચ્છા સંદેશથી શરૂ થયેલ આ સ્મૃતિ વિશેષની કહાની જ્યારે તુષાર : મારો માનસપૂત્ર પર આવે છે ત્યારે એક નવી જ શીખરયાત્રા શરૂ થતી હોય એવું લાગે છે. તો 1995ની બેચ બોલે છે ત્યારે જાણે તુષારમય સૌ બોલતા હોય એવું લાગે છે. અને આ બેચે આ મિત્રોએ એ આજે પણ તુષારને સતત સાથે રાખ્યો છે એના વિચારોને પૂરી મક્કમતાથી પૂરા કરવા હરહંમેશ પ્રયત્નો કર્યા છે તુષારના સપના એ એમના સપના બની ચૂક્યા છે એ માટે આજે એમનો તહે દિલથી આભાર માનવો જ રહ્યો. એ સૌ મારા દોસ્તો પણ છે જ એટલે આ એમને નહી જ ગમે પણ જો હું નહી કહું તો ક્યાંક હું નગુણો કહેવાવું ! તુષાર માટે અને 95ની બેચ માટે  nostalgia ની ઈવેન્ટ બાદ સૌની બેચ બની રહી અને સૌ એના જ બની રહ્યા. એટલે એ સૌ મિત્રો સાથે તુષારની ચેતનાને વંદન ! 

સ્મૃતિવનના ચિત્રો જોવું છુ ત્યારે એમ થઈ ઊઠે છે કે આજે લોકો વચ્ચે તુષાર જેટલો પ્રસ્તુત છે એટલો જ આવતી કાલે  - નવી જનરેશન માટે પણ એ એટલો જ પ્રસ્તુત રહેશે એ પાકી વાત છે. તુષાર સ્મૃતિવનમાં એનું મોન્યુમેંટ જાણે આપણને સૌને કહી રહ્યું છે કે એ દોસ્ત હું તમારી સાથે જ છુ જોવોને મારા વિચારોને તમે કેટલા અપનાવ્યા છે એને પૂરા કરવા તમે જે કરો છો એ જ મારી જીત છે માત્ર માધ્યમ તમે બનો છો બીજો શું ફર્ક છે. આજે જ્યારે એ તુષારનું મોન્યુમેંટ જોવું છુ અને અને સામે ઉભો રહું છુ ત્યારે એમ થાય છે કે જો કોઈક થાકીને કે હારીને આવેલો માણસ સામે ઊભો રહેશે તો જાણે અંદરથી તુષારનો આવાજ આવશે કે એ દોસ્ત તને ખબર છે તું થાક્યો છો - એ તારો વહેમ છે -  દોડ હીમતથી દોડ હજુ તો તું  હિમાલય ચડી શકે એટલું સામાર્થ્ય તારામાં પડ્યું છે. જોને હું સતત દોડ્યો અરે છેલ્લા શ્વાસ સુધી દોડ્યો અને આજે પણ મારી એ દોડ ક્યાંક મારા મિત્રો મારા સગા કે મારા પરિવારજાનો પ્રતિક્ષણ શ્વાસી જ રહ્યા છે.

 

દિલિપ સારે જે રીતે તુષારનો જીવનવૃતાંત રજૂ કર્યો છે એ વાંચતાં તો એમ થાય કે જાણે આ તુષારનામારૂપી વાત ક્યાંક અનેક માટે પ્રેરણારૂપ સાબિત થશે ! આશ્વાશનના ઓળીપા વચ્ચે પણ તુષારના શબ્દો આવે છે ત્યારે જાણે એક પવનની લહેરખી એવી આવી જાય છે કે જાણે તુષાર સામે જ છે અને જાણે તુષાર એની અનેરી અદામાં જ કઈક કહી રહ્યો હોય એવું પ્રતીત થયા વિના નથી રહેતું. આ ગ્રંથના દરેક પાનાં પર ક્યાક ને ક્યાંક ગામના લોકોની સંવેદના અનેક સમયે સામે આવી ઊઠે છે. તો અનેક શિક્ષકોના આશીર્વાદ છડી પોકારી ઊઠે છે તો ક્યાંક તુષાર નથીની વેદનામાં સર પાસેથી દુહા નીકળી પડ્યા છે એ સંવેદના દેખાઈ ઊઠે છે. અનેક મિત્રોની જુબાં બોલે છે અને છેલ્લે જ્યારે હું છુ જ... તારી આસપાસ ના ટાઇટલ નીચે વિન્નીની કવિતા આવે છે ત્યારે આ ગ્રંથ ખરા અર્થમાં તુષાર માટે આપણાં સૌ માટે અવિસ્મરણીય બની રહે છે.

 

ટૂંકમાં સામાજીક સંબંધોની વણજાર જેની પાસે હતી, પોતાના જ કર્મક્ષેત્રમાં અનેક સહયોગીઓનો જેને અનેરો સાથ હતો તો  જે અનેક મિત્રોનો ખજાનો હતો અને એ ખાજાનાનો કોહિનૂર પોતે હોવા છતાં એ સાવ સહજ જ હતો અને આ બધાની વચ્ચે દરેક સાથે પારિવારિક હુફ જેવો નાતો હતો એ તુષાર બસ તુષાર હતો... બસ એ તુષાર હતો... તુષાર હતો.... અને આ અવિસ્મરણીય ગ્રંથ આ સમાજના અનેક યવાનોને તુષાર બનવા કે તુષારના નકસે કદમ પર ચાલવા મજબૂર કરશે એ પાકકું છે  અને છેલ્લા એટલું ચોક્કસ કહીશ કે જેમ ઓશોની સમાધિ પર લખ્યું છે કે Osho Never born, never Die. Only visited this planet earth…. એવું જ તુષાર માટે પણ ચોક્કસ કહીશ કે Tushar born to win the heart, heal the heart and to rule the thousands of heart. Salutation to Dr. Tushar. તુષારની ચેતનાને પ્રણામ.

  

 

 

 

 

મંગળવાર, 22 માર્ચ, 2022

Story Telling

कहानी शुरू कहां से होती है ? कोइ जिग्याशा से । कोइ प्रश्न से या कोइ शब्द के बहाव से । और वो कहानी तब तक चलती है जब तक जब एक लगाव बना रहता है । कहानी मे कुछ एमोशंल बोंन्दिंग बना रहता है तब मजा आता है । वही तो कहानी की जान कही जाती है । कहानी वो होती है जो शब्द हमे खुद कही ले जाये या वो पात्र मे हम कही अपने को ही महेसुस करे ।

कहानी मे तब हि मजा आता है जब उसे कहेना वाला  उसके रचियिता के जुते मे पैर रखने मे काबील होते है । और जब ये होता है तब समजो वो सामने वाले को कही ना कही कीसी ना कीसी रूप मे मजबूर कर रहा है ये पक्का होता है ।

 अगर कुछ गहरे लफ्जो मे कहे तो कहा जा शकता है कि कहानी वो बोली हुइ दास्तान है जो हर पिछ्ली पीढी नइ पीढी को कुछ ना कुछ बया कर के बताती जाती है । कुछ शिखाती जाती है ।

जब कोइ छोटे बच्चे कोइ चांद दिखाते है और दो लब्ज जब हम उस चांद के बारे में बोलते है वहां शुरु होती है कहाँनी । और वो जो बोलने वाला होता है उसके शब्दो की ताकत वो कहानी की सीमा तय करती है ।

 

कहानी छोटी भी होती है और कहानी बडी भी होती है । कहाँनी मै एक बहाव होता है ।  और जब उस बहाव मे उस कहनी मै एक एक करके कइ पात्र केरेक्टॅर आने लगते है तब वो नोवेल बन जाती है । नोवल और कहानी मे बस इतना ही फासला रह जाता है । हम हैरी पोटर को कहानी भी कह शकते है और नोवल भी कह शकते है । वैसे तो जब हैरी पोटर की कहानी लिखी गइ तो जे के रोवलिंग को यही कहा जा रहा था कि बच्चो की किताबे इतनी नही बिकती । उसमे कुछ मुनाफा नही हो पाता । अरे उनको पुरा नाम जोआन रोवलिंग लिखने से भी रोका गया और जे के रोवलिंग रखने को कहा गया था । लेकिन उस किताबने सारे रेकोर्ड तोड दिये । बीकी खुब बीकी सिर्फ बच्चो ने ही नही बडो ने भी पढी और उनके फेन बन गये ।

कहानी शुरु कहां पे होती है ?

कहानी कहीं पे शुरु होती है वो बेड टाइम स्टोरी से या सायद वो कही वो स्कुल के क्लास से या सायद वो कही कीसी पुछे गये प्रशन के जवाब मे । वो सायद कीसी किताब के पहेले पन्ने से भी शुरु हो शकती है । सायद वो कहिं त्रुथ और डेर की गेम में त्रुथ बनके सामने आ सकती है । सायद वो कहीं दु:ख के मंजरो सै निकाल शकती है तो कही वो दुसरो की आवाज बन कर भी आ शकती है ।

 

एसा कहा जाता है कि एक रिसर्च के मुताबीत दो लोगो के बीच मे जो बाते चलती है उसमे कही ना कही 65 % बातो मे कहानी ही होती है ।

अगर हम गुजराती की बात करे तो धुमकेतु है । आजभी कहीं ना कहीं वो अली डोशा जिंदा मिल जाता है । कहीं हमारे दिमाग से वो काबुली वाला आ उठता है । गुजराती मे कइ लेखको ने अपने बातो मे कहानीया लैखि है जैसे आप गुणवंत शाह को, चंद्र्कांत बक्सी को ले शकते है । अरे आइ के विझळी वाळा उनकी कहानीया बच्चो मे सबसे फेवरीट है । अभी कुछ दो तीन साल पहेले हि उना के शिक्सक आनंद ठाकर की भी पेनड्राइव नामक अच्ची किताब आइ थी । कइ रियल बातो को शरद ठाकर बहोत बढिया तरीके से हमारे सामने पेस कर देते है । तो हमारे बरोडा के हि जवाहर परिख जी ने एक मेक नामक जो सामयिक चलाया था उसमे वो हर वकत एक मजे की बात लेके आते थे । कभी कुछ कविता भी एक कहानी बया कर जाती है उसे नेरेटीव पोयम्स कहा झाता है ।  

 

कहाँनी होती है कभी सच्ची तो कभी पुरी काल्पनीक । कही वो रूठे को मनाती है तो कही वो उन्ही रुठी हुइ बातो से पेदा होती है । कही वो सेंस ओफ ह्युमर से भरी होती है तो कही वो बीना सेंस की होने के बाबजुत मजा दे जाती है । कही वो श्रद्धा से भरी होती है तो कही वो जीत का निश्चय लीये खडे वीर के भांती होती है । कहीं वो सरहद की कहानी के रूप में होती है तो कहीं वो अपने ही कमरे से शुरु हो जाती है । कहीं पारदर्शीता होती है तो कहीं नजाकत से भरी होती है । कही वो मन को झकझोर कर जाती है तो कही वो हमारी आंखो को आंसुओ से भर देती है । कही वो सीधी दिल को छू जाती है तो कही वो हमारे रोमटे खडे कर देती है । कही पे ज्ञान की कही पे शिक्सा की तो कही पे शाणपण की बातो के रूप मे कहानी हमारे सामने होती है। कहानी कही पे सच्ची होती है । कही पे पुरे जुठ से भरी होती है । कही वो सायद सायंस फिक्स्न भी हो शकती हे या फिर वो सायद एक कोइ दंत कथा भी हो शकती है सायद वो कही एक कीसी की बायोग्राफी भी हो शकती है । आज की कहाँनी का लेटेस्ट रूप कोन सा है एक ही जवाब है सायद वो डोक्युमेट्न्ट्री है या वो कोइ सोर्ट फिल्म है । हर एक फिल्म एक कहानी है ।

 

हमारे पूर्व राष्ट्रपति अब्दुल कलाम हो या आज की जनरेशन के आदर्श ज्ञान वत्सल स्वामी हो या कोइ भी स्कूल का एक टीचर तब ही बच्चे को अच्छा लग पाया है जब उनकी बातो मे कहानी आइ है । कही पे युध्ध की कहाँनी बन रही होती है तो कही पे प्रेम की । हर एक पिकचर अपने आप मे एक कहानी है । अपने आप मे एक जिंदा तस्वीर है । किसी फिल्म मेकर ने बहुत ही सच कहा था की हर एक सख्स की अपनी निजी जिंदगी एक पिकचर है । उसमे कहीं न कहीं एक संघर्ष या एक रोमांच की घडी है जीसे हम पडदो पे ढाल शकते है । एक स्टोरी कहीं एक मोटीवेशन बन जाती है हजारो – लाखो लोगो के लिये एक इंस्पिरेशन बन जाती है ।  जो दिखाइ देता है की मुवी एनेमी एट ध गेट मे ।

 

युवा नोआ हरारी ने कहा है की यह दुनिया जिसमे हम सब जी रहे है वह एक स्टोरी से ज्यादा कुछ भी नही है ।

रामायण और महाभारत के रूप मे एक बडी कहानी है तो उनमे से अनेक छोटी छोटी कहानीया है । उपनिषद रुपी ग्यान की गंगा बहाने वाली अनेक कहानीया है । जाताक कथाए है । हमारे पास कहाँनी सुफी की है । ताओ की है । झेन परंपरा कि कहाँनीया है ।  अरेबियन नाइट के रूप मे है । टारजन और लिलिपुट क़े रूपअ मे है ।  टाइम ट्रावेल की अनगिनत कहानिया है । जब भी हम कोइ ना कोइ फ्युचर की बात करते है तब हम कहीं ना कहीं कहानी से जुडे होते है ।  जो कहानीया बच्चो को जकड के रखती है ।

 

H G Wells, O Henry, Enid Blyton, Agatha Christie, Virginia Woolf, Mark Twain, William Faulkner, Jumpa Lahiri  …..

 

 

શનિવાર, 8 જાન્યુઆરી, 2022

Mother's Hut


અમારી પશ્ચિમ બંગાળની સફરનો એ લગભગ દસમો દિવસ હતો. સવારમાં બહેરામપુરથી નિકળ્યા હતાં અને આજે નાદિયા જીલ્લામાં ફરવાનું હતું એ નક્કી જ હતું. પણ અમને એ ક્યાં ખબર હતી કે આજે નસીબમાં એટલો ખરાબ રસ્તો આવશે કે થાક બમણો લગશે ! રસ્તાના એ બંધનને તોડતા તોડતા અનેક વેપારીઓને મળતાં મળતાં અમે આગળ વધી રહ્યાં હતાં અને લગભગ સાંજ પડ્યે આ જીલ્લાના મુખ્ય મથક ક્રિસનગરમાં આવી પહોંચ્યા અને લીસ્ટમાં હતાં એ વેપારીઓને મળ્યા ત્યાં તો લગભગ સાંજ થઇ ચુકી હતી. સંધ્યા દેવી પર નિશા દેવી પોતાનું વર્ચસ્વ વધારી રહી હતી અને અંધકાર પોતાની પકડ મજબૂત કરતો જતો હતો અને અમને કકડીને ભૂખ પણ લાગી હતી. એક બંગાળી વેપારીને એના કાઉન્ટર પર મળીને નિકળી રહ્યાં હતાં અને સારું જમવાનું મળે એના માટે એની સાથે થોડી વાતો કરી અને એણે મને બે ચાર રેફરન્સ બતાવ્યા અને ખાસ ભાર મુકીને કહ્યું કે થોડું દૂર પડશે પણ શક્ય હોય તો Mother’s Hut માં જાવ ! ત્યાં બધી માતાઓ જ હશે ! ત્યારે તો કંઇ ખાસ સમજાયું નહી પણ જ્યારે પહોંચ્યા અને જોયું ત્યારે તો થયું કે વાહ !!!! What an innovative Idea ! જાણે આ સ્થળ અમારો આખા દિવસનો થાક હરી લેવા માટે જ નસીબમાં હતું એવું લાગ્યું !  

25 મી ડિસેમ્બર અને પહેલી જાન્યુઆરીની વચ્ચેનો એ દિવસ હતો એટલે પ્રાંગણમાં એક મજાનો મોટો સાન્તાકલોઝ ઊભો કરાયો હતો અને ખુબ જ સરસ રીતે ડેકોરેશન પણ કરાયું હતું. કેટલાક જુવાનીયાઓ ત્યાં મજાની સેલ્ફી લઇ રહ્યાં હતાં તો કોઇ અલગ અદામાં મજાનો ફોટો પડાવી રહ્યાં હતાં. અમે જેવા પ્રિમાઇસીસમાં દાખલ થયાં કે તરત જ અમને આવકારવા એક સ્ત્રી ઉભી હતી. ત્યાં જુદા જુદા વિભાગો જોઇને મારે પુછવું પડ્યું કે અહીંયા અને ત્યાં શું ફર્ક છે. અમે ઇચ્છા થાય ત્યાં બેસીને ગમે તે ઓર્ડર કરી શકીએ. હા, એ કદાચ અમારું હિંન્દી સમજવા સક્ષમ નહી હોય એટલે આંગળીનો ઇશારો કરીને સમજાવ્યું કે અહીંયા કે ત્યાં ગમે ત્યાં બેસો બધું એક જ છે. આખરે થોડું આગળ ચાલીને હું એક જગ્યાએ ઊભો રહી ગયો અને પિતળની પ્લેટ પર લખેલું એક લખાણ વાંચવા લાગ્યો અને હવે મારી આંખો આ જગ્યાના માલિકને કે આ લખાણ લખનારને શોધી રહી હતી. તો સૌથી પહેલા તો એ જ શબ્દો – જેનાથી હું સ્પેલ બાઉન્ડ થયો હતો એ શબ્દો જ .....

This Basudha (The Earth) has been built with soil. In keeping with that theory, we have flowing streams on the surface of the Earth. And there are fish in the rivers. On the lithosphere, there are flora and fauna. And if we look at the Arc in the front side, the circle atop the date tree is, as if, the Sun in the firmament and the full moon in the night sky. The domes of different shapes around embody the nocturnal celestial bodies and the triangular mountains. This whole cosmos is thus envisaged in the eye of the artisan. What is more, is that the tiny casement at the right-hand side represents the ingress to worldly affairs and the window at the left-hand side marks the exodus. The epicentre of all creation and destruction of all harmony and discordance, is the ten- armed Goddess. The progenitor of power- our own mother earth.

 

આ વાંચતા જ જાણે મને મારો ખોરાક મળી ગયો એવું લાગી ઉઠ્યું ! જૈમિન અને શ્યામ કાઉન્ટરની નજીકના ટેબલ પાસે ગોઠવાઇચુક્યા હતાં અને કંઇક ઓર્ડર પણ આપી ચુક્યાં હતાં. મને બોલાવી રહ્યાં હતાં. હું ટેબલ પર તો બેઠો પણ ક્યાંક સ્તબ્ધ બનેલો હું આસપાસ સતત નિરીક્ષણ કરી રહ્યો હતો અને દરેક નજરે કંઇક અલગ જેવું હું સતત મહેસુસ કરી રહ્યો હતો. ક્યાંક એક સરખો ડ્રેસ પહેરેલી અનેક સ્ત્રીઓ હતી. ક્યાંક એકની એક મોનોટોનશ બેઠકને ટાળવા માટે કે નવી ફિલિંગ લેવા માટે જાણે multi ambiance ઊભો કરાયો હતો. એમાં ક્યાંક કાફે જેવું તો ક્યાંક આંબા નીચે તંબુ બાંધીને આખો દરબારી માહોલ ઊભો કરાયો હતો. તો ક્યાંક ખુલ્લામાં ટેબલ ખુરશી ગોઠવાયા હતાં. તો ક્યાંક ફાઇવ સ્ટાર હોટલમાં હોય એ લૂક અપાયો હતો જ્યાં પણ નજર જતી હતી ત્યાં ક્યાંક ને ક્યાંક કોઇક એસ્થેટિક સેન્સ દેખા દેતી હતી તો કોઇક અલગ જ થીમ આકાર પામેલી નજરે ચડતી હતી.  આખરે મારાથી ન જ રહેવાયું અને કાઉન્ટર પર મારી ઓળખાણ આપી અને ત્યાંના મુખ્ય વ્યક્તિને મળવાની પરવાનગી માંગી. થોડી વારમાં અમારું ભોજન ચાલું હતું ત્યાં કોઇ એક ભાઇ અમને મળવા આવી ચુક્યા અને પોતાનો પરિચય આપ્યો અને કહ્યું તમે ફ્રી થઇ જાવ અને આપણે મુલાકાત કરીએ. આખરે અમારી એ મુલાકાતની ઘડી આવી અને થોડી જ ક્ષણોમાં કોઇપણ જાતની ઔપચારિકતા વગર અમારી સામે એક સિમ્પલ અને સરળ વ્યક્તિત્વ બેઠું હતું. એમનું નામ અરિંદમ ગરાઇ હતું. મેં પુછ્યું આખરે આ  Mother’s Hut નો કોન્સેપ્ટ અને વિચાર શું છે એ મને અત: થી ઇતી શુધી જણાવો. અને  અરિંદમ ગરાઇએ Mother’s Hut ની દસ્તાન શરૂ કરે છે. આગળની વાત એમના જ શબ્દોમાં ....

Mother’s Hut નામ રાખવા પાછળનો મુખ્ય ઉદેશ્ય જ એ છે કે અહિં આસપાસમાં રહેતાં અને જેમને જરૂરત છે એવી કોઇપણ ઉંમરની સ્ત્રી આવીને કામ કરે ! પોતાની એક આઇડેન્ટીટી બનાવે ! પોતે સક્ષમ છે એ પ્રુવ કરે ! અને સમાજને કંઇક આપી રહ્યાં છે એ ફિલ કરે ! પોતાના કુટુંબના નિર્વાહમાં એ એક હિસ્સો બને !  આજે અહિંયા આસપાસમાંથી આવતી આવી 150 કરતાં વધારે મધર્સ છે. અમારી આ Mother’s Hut નો લગભગ 99 ટકા સ્ટાફ આવી મધર્સ જ છે. 2013માં 15 એપ્રિલે (બંગાળીઓનું નવું વર્ષ) આ Mother’s Hut શરૂ કર્યું હતું ત્યારે 12 x 12 ની જગ્યા અને બે મધર્સના સહયોગથી શરૂ કરેલું એ આજે વિસ્તરીને આટલું મોટું બન્યું છે. આજે અહિંયા 300 કરતાં વધારે સિટિંગ અરેન્ઝમેન્ટ છે. આજે પણ 2013માં જ્યારે શરૂ કર્યું ત્યારે જે મધર જોડાઇ હતી એમાંની એક મધર આજે પણ કાર્યરત છે જે એ જ ડેડિકેશનથી કામ કરે છે અને આજ સુધી એક પણ રજા લીધી નથી. ટુંકમાં કહું તો અહીં કામ કરતી બધી જ માતાઓ માટે ક્યાંક Mother’s Hut એ એમનું બીજું ઘર છે. તંદુર હોય કે ચાઇનિઝ – બિરયાની હોય કે પિત્ઝા અહીંની મધર બધું જ બનાવે છે.  ખરા અર્થમાં અહીં જે ફૂડ પિરસાય છે એ માત્ર ફૂડ નથી હોતું એ Food with Feelings હોય છે. અને એ બનાવવાની એમને ટ્રેઇનિંગ અપાય છે એટલું જ નહી તમારે કસ્ટમર સામે કેવી રીતે પેશ આવવું કે કેવા પ્રકારનો ટેસ્ટ કઇ વાનગીમાં જરૂરી છે એ વાતોનો ખ્યાલ આવે એ માટે ક્યારે પાર્ક સ્ટ્રીટ બાર્બેક્યુ કે હલ્દીરામ (કોલકોતા) કે પછી શેરે પંજાબ (કોલાઘાટ) કે આહાર જે દિલ્હી ચંદીગઢ હાઇવે પર છે એવી જગ્યાઓ પર મુલાકાત કરાવીએ છીએ અને ટ્રેઇનિંગ અપાય છે આ જગ્યા પર પહોંચવા માટે ક્યારેક અમે રાજધાની જેવી ટ્રેઇન બુક કરાવીએ છીએ તો આ વખતે પ્લેનમાં લઇ જવાના હતાં પણ ક્યાંક કોરોના થોડો નડતરરૂપ બન્યો ! આ બધાની વચ્ચે નિત્યક્ર્મ મુજબ 8:30 કલાકે સમુહમાં એક સંસ્કૃત પ્રાર્થના પણ કરાય છે.

એક પેટ્રોલપંપ ચલાવનાર માલિકને એક વિચાર આવે કે બાજુની જગ્યામાં કંઇક શરૂ કરીએ અને બે માતાઓના સહયોગથી 12 x 12 ની જગ્યામાં એ વિચારનું વાવેતર થાય અને અનાથ બન્ધુગરાઇનો એ  એક વિચાર આજે ઘેઘુર વડલો બની ચુક્યો છે. અને ક્યાંક સૌવિક રાયએ એ વડલાને આપેલું નામ Mother’s Hut આજે એક બ્રાંડ કે પોતાની આઇડેન્ટીટી સાથે એક અલગ જ ઓળખ સાથે અનેક ગાથાઓ લખી રહ્યું છે. અનેક લોકોનું પસંદગીનું કે ગમતીલું સ્થાન છે. અને મને વિશ્વાસ છે કે હજુ આ વિચાર કે સ્પાર્ક કંઇ કેટલીય ખુશીઓ વચ્ચે અનેક માઇલસ્ટોન સર કરીને અનેક માઇલોની સફર ખેડશે ! આજે પણ Mother’s Hut ની એપ પર  ઓનલાઇન ટેબલ બુક કરાવીને કે પોતાની વાનગી બુક કરાવીને ફેમિલી સાથે, મિત્રો સાથે કે એકલા ક્યાંક ખૂણો શોધીને એકલતાને માણવા આવનારા અનેક લોકો છે.

સમય ખુબ જ ઓછો હતો અને અમારે મોડું થઇ રહ્યું હતું આખરે મેં એમની પાસે રજા માંગી ! પણ મને રોકતાં મિ. ગરાઇએ કહ્યું કે થોડો સમય રોકાવ અમારી અહીંની મધર્સ પાસેથી એમના જ હાથે બનાવેલું કંઇક (one type of kind gesture) તમારે લેતા જ જવાનું છે. અને આખરે શામલાદીદી અને સુપ્રિયાદીદીના (અમાંના એક 2013 થી જોડાયેલા છે.) હાથે બનેલી કોઇક વાનગી અમને ત્રણેયને અપાઇ અને અમે આખરે અરવિંદ ગરાઇનો આભાર માનીને વિદાઇ લીધી. હા, પણ જતાં જતાં અમારી ગાડીનું ડિઝલ બાજુમાં એમના જ પંપ પરથી ભરાવવાનું ભુલ્યા નહી, કારણ કે આ એ વ્યક્તિને અને એ જગ્યાને સલામ હતી કે જ્યાંથી કમાલ કરી જનારો એક સ્પાર્ક ઉદભવ્યો હતો.  આખરે મન એક જ વિચારે ચડેલું હતું કે એક વિચાર પર કામ કરવામાં આવે અને જો એ ફણગો થઇને ફૂટે તો કેવો વડલો બને એનું Mother’s Hut થી મોટું બીજું ઉદાહરણ શું હોઇ શકે !!! અને છેલ્લે સ્વામી વિવેકાનંદે કહેલી એક વાત યાદ આવી ગઇ કે “Take up one idea. Make that one idea your life, think of it, dream of it, live on that idea. Let me brain, muscles, nerves, every part of your body be full of that idea and just leave every other idea alone. This is the way to success.”  



============


पश्चिम बंगाल की सफर का सायद हमारा वो दसवां दिन था । बहेरामपुर से सुबह हम निकल चुके थे और आज हमें नादिया जिल्ले में टहलना था वो तय था । लेकिन हमे क्या मालुम था कि आज हमारे नसीब में सबसे खराब रास्ता होगा और हमारी थकान आज दोगुना होगी । रास्ते का वो बंधन तोडते हुए हम तह्सिलो से गुजरते हुए व्यपारियों को मिलते हुए हम आगे बढ रहे थे और साम होने को ही थी । हम नादिया के मुख्य मथक क्रिसनगर पहोंच चुके थे । लिस्ट में थे उन व्यपारियों को मिल चुके थे । संध्या देवी पर निशा देवी अपनी पकड़ मजबुत कर रही थी और अंधकार अपना वर्चस्व बढ़ा रहा था । एक और हमे भूख भी लग चुकी थी । एक बंगाली टाइल्स के व्यपारी जो आज के दिन का हमारा मिलने वाले व्य्पाअरियो के लिस्ट में लास्ट था उनसे जब हम बिदा ले रहे थे तभी मेंने उनसे पुछा की क्या आप बता सकेते है कि क्रिसनगर में हमे खाना कहां अच्छा मिलेगा । उस व्यपारीने हमें थोडे रेफरन्सीस दिये लेकिन उन में से उसने हमे बोला थोडा दूर जरूर हैं लकिन अगर Mother’s Hut जा सकतें है तो वहीं जाईए आपको मजा आयेगा और सभी माताएँ ही वहीं खाना बनाती है और मजा भी आयेगा । उनकी इतनी बात में तो हम कुछ ज्यादा समज नही पाये लेकिन जब हम Mother’s Hut पहुँचे और देखा तो सीधा फिल ही हो गया कि wow ! This is a perfect place ! what an innovative idea ! हमे महसूस हुआ की सायद ये जगह हमारी आज के पुरे दिन की थकान दुर कर देगा और हुआ भी कुछ एसा ही ।

25 दिसम्बर और 1 जनवरी के बिच का कोइ एक दिन था । इसलिये आंगन में एक बड़े सांता को बनाया गया था और अच्छे तरीके से आसापास में सजावट भी कि गइ थी । कुछ यंगस्टर्स वहां सेल्फि ले रहे थे तो कोइ कुछ अलग ही पोज मे खड़े होकर फोटो खिंचवा रहे थे । हम जैसे ही प्रिमाइसीस में दाखिल हुए कि एक औरत हमारे स्वागत के लिये और गाइड करने के लिये खडी हुई थी । वहां अलग अलग बैठ्क और सेक्सन देख मुझे उनसे पुछ्ना पडा की यहां और वहां उन दोनो जगह में क्या फर्क है । क्या हम कहीं भी बैठ कर कुछ भी ओर्डर कर शकते है सायद वो हमारी बात समज चुकी थी लेकिन हिंन्दी में बोलना सायद उनके लिये कठीन था इसलिये उन्होने उंग्ली के इसारे से हमे समजा दिया की सब कुछ एक ही है । आप कहीं पे बैठ कर कुछ भी ओर्डर कर सकते हो । हम तीनो आगे की और बढ़े । मैं थोड़ा ही आगे बढा हुंगा और एक जगह पर पित्तल की प्लेट पर लिखा हुआ कुछ पढ़ने के लिये रुक गया । वो पढ़ने के बाद मेरी निगाहें वो लिखने वाले को या इस रेस्तोरां के मालिक को ढूँढ रही थी । लेकिन आज - वोही शब्द जो मैंने पढ़ें थे और में कहीं स्पेल बाउन्ड हो उठा वहीं से.....

 

This Basudha (The Earth) has been built with soil. In keeping with that theory, we have flowing streams on the surface of the Earth. And there are fish in the rivers. On the lithosphere, there are flora and fauna. And if we look at the Arc in the front side, the circle atop the date tree is, as if, the Sun in the firmament and the full moon in the night sky. The domes of different shapes around embody the nocturnal celestial bodies and the triangular mountains. This whole cosmos is thus envisaged in the eye of the artisan. What is more, is that the tiny casement at the right-hand side represents the ingress to worldly affairs and the window at the left-hand side marks the exodus. The epicentre of all creation and destruction of all harmony and discordance, is the ten- armed Goddess. The progenitor of power- our own mother earth.

 

ये पढ़ते ही मुझे ऎसा लगा की मुझे आज मेरा खाना मिल गया । जैमिन और श्याम काउंटर के नजदिक बैठ चुके थे और मुझे बुला रहे थे । वो कुछ ओर्डर भी दे चुके थे और वो टेबल पर भी आ चुका था । लेकिन कुछ सहमा हुआ सा मैं आसपास सब कुछ देख रहा था मानो की में सबकुछ ओब्जर्व कर रहा था । कहीं पे एक सी एप्रोन पहनी हुइ स्त्रीया खाना परोस रही थी तो काँच की खिड़की से दिख रहां था कि कइ स्त्रियां अंदर किचन में खाना बना रही है । बहार एक तरह की मोनोटोनस बैठक को तोडने के लिये और आये हुए महेमान को अपने मूड के आधार पर बैठने के लिये म्ल्टी एम्बिंयास खडा किया गया था । जिसमें कहीं पे काफे कि फिलिंग थी तो कहीं पे आम के पैड के निचे तंबु लगाकर दरबारी माहोल बनाया गया था । कहीं पे खुले में ढाबे की फिलिंग लाने के लिये खुले में टेबल बिछाये गये थे तो कहीं पे फाइव स्टार हटोल जैसा जमावडा किया गया था । जहां पर भी नजर जा रही थी समजो मुझे कहीं ना कहीं कोइ ना कोइ एस्थेटीक सेन्स नजर आ ही रही थी या फिर कोइ थीम नजर आ रही थी । आखिरकार मुझसे रहा ही नही गया और में काउंटर पर पहोंचा और मेरा परिचय दिया । मैंने यहां के मालिक या फिर कोइ एसा सख्स जो मुझे यहां की पुरी कहानी बता सके एसे बंदे से मिलने की खवाहिश रखी । थोड़ी ही देर में हमारा खाना चल रहा था तब हमारे सामने एक सख्स बडी अदब के साथ मौजुद हुआ और परिचय देने के बाद हमसे कहा गया कि आप आराम से खाना ले लो बाद में हम बात करेंगे । आखिरकार वो घड़ी आ गई हमारी फिर से उनके साथ मुलाकात हुइ । मैं इसबार भी महेसुस कर रहा था कि हमारे सामने जो व्यक्तित्व वैठा है वो बड़ा सिंपल और एकदम सरल है । उनका नाम अरिंदम गराइ । मैंने उनसे सीधा ही पुछा कि आप मुजे ये बताइए कि ये Mother’s Hut कोन्सेप्ट क्या है । ये विचार क्या है । मुजे शुरु से लेकर आज तक की कुछ कहानी बताइए । और अरिंदम गराइ ने अपने शब्दो मे Mother’s Hut की दास्तान बताना शुरू किया – आगे उनके ही शब्दो में उनकी जुबानी .....

Mother’s Hut नाम रखने का मुख्य उदेश्य ही यही है की यहां आसपास में रहने वाली और जरूरत है उन सब माताओ को काम मिले । वो खुद अपनी पहचान बनायें । वो अपने आप को प्रुव करे । वो फिल करे किं वो समाज का वो हिस्सा है जो समाज को कुछ दे भी सकतें है । वो कुछ कमायें और अपने परिवार को मजबूत बनाने में अपना सहयोग दे । आज यहां पर आसपास से आने वाली 150 से भी ज्यादा मधर्स है । हां, हम उन्हे मधर के नाम से ही पुकारते है और यही उनकी पह्चान है । Mother’s Hut में आज 99 % काम सिर्फ और सिर्फ मधर ही करतीं है समजो 99 % स्टाफ उनका ही है । 2013 में 15 अप्रैल (बंगाली न्यु यर) के दिन Mother’s Hut शुरु किया था । तब हमरी शरूआत 12 x 12 कि एक छोटी सी जगह से हुइ थी और हमारे पास सहयोग के लिये उस वक्त दो मधर्स थी और वो जगह आज फैलकर इतनी बडी हो गइ है । आज यहां पर 300 से ज्यादा सिटिंग अरैंजमेन्ट है । आज भी 2013 में शुरु किया था तब जो मधर थी उनमें से एक आज भी है और उन्होने आज तक एक भी छुट्टी नही ली है । वो हररोज पुरे डेडिकेशन से काम करती है । अगर में ये बोलूं की यहां पर काम कर रही हर मधर के लिये ये उनका दूसरा घर है तो कुछ गलत नही होगा । तंदूर हो या चाइनिस, बिरयानी हो या पित्झा यहां की मधर्स सब कुछ बनाती है । बल्की में तो ये कहुंगा की यहां आये हुए महेमानो की थाली में सिर्फ खाना नही परोसाया जाता उनकी थाली मे जो खाना होता है वो food – “Food with Feelings” होता हैं । और ये बनाने की हम उन्हें ट्रईनिंग भी देते है । इतना ही नही, कस्टमर के सामने कैसे पेस आते है या किस किसम का टेस्ट किस चीज में जरूरी होता है ये बताने के लिये या समजाने के लिये हम उन्हें कभी पार्क स्ट्रीट बार्बेक्यु तो कभी हल्दीराम (कोलकोता) तो कभी शेरे पंजाब (कोलाघाट) तो कभी आहार (जो दिल्ही चंदिगढ हाइवे पर है) की विजिट भी करवाते है और कस्टमर बन के पेश आने को कहेते है ताकी उन्हे मालुम पडे की उनको कैसे दुसरो के सामने पैश आना है । पिछली बार दिल्ही उन्हे हम राजधानी एक्स्प्रेस से लेके गये थे । इसबार प्लेन से ले जाने का मनसुबा था लेकिन कोरोना की बजह से ये हो नही पाया । अरे हा, यहां पर हररोज 8:30 को सब मातायें साथ मिलकर एक संस्कृत प्रार्थना भी करती है ।

यहां पर अरिंदम गराइ की बात तो खत्म होती है लेकिन मेरे मन में कइ सवाल आ रहे थे । पेट्रोलपंप के मालिक को एक विचार आता है कि पास में पड़ी हुइ जगह में कुछ किया जाये और दो माता के सहयोग से 12 x 12 कि जगह में वो विचार का बिज बोया जाता है । और अनाथ बंधुगराइ की वो सोच आज एक बडा दरखत बन चुका है । दुसरी और सौविक राय ने उस सोच को दिया हुआ नाम Mother’s Hut आज एक ब्रांड बन चुका है । अपनी एक युनिक पह्चान के साथ एक अलग ही गाथा लिख रहा है । कइ लोगो का पसंद्गी का प्लेस बना हुआ है । और मुझे तो विश्वास है कि अभी तो ये स्पार्क या ये विचार कइ खुशीओ के साथ कइ माइलस्टोन सर करतें हुए माइलो कि सफर तय करेगा । Mother’s Hut की ओनलाइन एप के जरीयें अपनी पसंदगी का टेबल वुक करके आने वालों की भिड़ आज भी इतनी ही रहती है । उनमें से कोइ फेमिली के साथ होता है तो कोइ दोस्तो के साथ होते है तो कोइ हमारे जैसे अनजान भी होते है । लेकिन आने वाले कहीं ना कहीं कोइ यादगार लम्हा लेके जाते है ।

हमारे पास समय बहोत कम था । हमे देर हो रही थी । मेंने मि. अरिंदम गराइ से बिदा मांगी । लेकिन उन्हो ने हमे रोका और वहां कि मधर्स के हाथो बना छोटा सा एक कान्ड गेस्चर लेने को कन्विंस किया और श्यामलादिदी और सुप्रियादिदी के हाथो हमे हमारे सफर के लिये कुछ मिठा दिया गया । वो यादगार लम्हा हम क्लिक करना नही चुके । हमने अरिंदम गराइ का आभार माना और निकल पडे । हम बहार आ चुके थे । गाड़ी में बैठ चुके थे और हमने हमारी गाड़ी वहां से सीधी बगल में पेट्रोल पंप पर ले ली और डिजल फिल करवाया । ये वो ही पंप था जहां से Mother’s Hut बनाने का स्पार्क यहां के मालिक को हुआ था । डिजल भरवाना का मकसद यही था कि ये एक सलाम उस मालिक को था जिसने एक नया माइल्स्टोन स्थापित किया था । मेरा मन कइ विचारो से भरा हुआ था और में सोच रहा था कि किसी एक विचार पर पुरी कायनात लगा दि जाये तो क्या नही हो शकता । किसी विचार का बोया हुआ बिज आगे जा कर कितना बडा दरखत  बन सकता है इसका Mother’s Hut से उमदा और  क्या उदाहरण हो शकता है । और अंत में मुझे स्वामि विवेकानंद का एक क्वोट याद आ गया कि .... “Take up one idea. Make that one idea your life, think of it, dream of it, live on that idea. Let me brain, muscles, nerves, every part of your body be full of that idea and just leave every other idea alone. This is the way to success.”