શુક્રવાર, 19 એપ્રિલ, 2019

હર્ષ એક પરિચય


હર્ષ એટલે જેના જીવનમાં ખરેખર આનંદ અને ઉલ્લાસ ભરેલ હતો એવું અનોખું વ્યક્તિત્વ કે જેણે પોતાના નામને ખરા અર્થમાં સાર્થક કર્યું . જીવનની પ્રત્યેક ક્ષણને ભરપૂર માણી અને જીવી,  એવું ગમતું ઉલ્લાસ અને નિખાલસતાથી ભરેલ વ્યક્તિત્વ એટલે હર્ષ. જીવનની પ્રત્યેક પળે દરેક સાથે હળીભળી અને મોજ કરાવતું સૌનું પ્રિય પાત્ર એટલે હર્ષ .જીવનના પ્રત્યેક વણાંક પર લોકો સાથે સતત નવા આયામ સર કરી પોતાના સંબંધોનું સરોવર મોટું કરનાર અનોખું વ્યક્તિત્વ એટલે હર્ષ.

ભણવાની સાથે સાથે સ્વીમીગ, ટેબલ ટેનિસ કે લોન ટેનિસ એ એના પ્રિય રમતના ક્ષેત્રો હતા તો વળી સ્કેટીંગમાં તો હર્ષ અનેક મેડલ જીતી એક વર્ષે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નામ લખાવી ચુક્યો હતો. પોતાનો ભાઈ હોય કે બહેન પોતે કંઈક નવું જાણ્યું એ શેર ન કરે તો એ હર્ષ કેમનો ? કંઈક નવું ખાવા જવાનું હોય કે જોવા જવાનું હોય હર્ષ એકલો ક્યારેય ન જ હોય. ખાઈ ને ખવરાવનારો હતો તો વળી મહેફિલ માણીને મોજ કરનારો જીવ હતો. મોબલાઈ હોય કે ઓટોમોબાઇલ હોય નોલેજની બાબતમાં એ પોતાની ઉમર કરતાંય ઘણો આગળ રહેતો, નવા અપડેટેડ ગેઝએટ એ તો એની હંમેશા પહેલી પસંદ રહેતી

દરેક તહેવારને જલસો કરીને સાથે ઉજવ્યા તો દરેક બર્થ ડે એક ઉત્સવ બની રહેતો

પીઝા મળે તો જાણે દુનિયાનું સર્વસ્વ મળી ગયું એવું લાગતું

આખા ઘરમાં નાનાથી માંડીને મોટા સુધી સૌના પ્રિયતાનો પર્યાય એટલે હર્ષ

તારૂ મિત્ર વર્તુળ પણ મોટું અને પાછા બધા જમાના સાથે અપડેટ, નવી ટેક્નોલોજી અને નવી વિચારધારાની પુરેપુરી ખબર રહેતી એવું પૂર્ણકળાંએ ખીલેલ અનોખું વ્યક્તિત્વ એટલે હર્ષ, અને પાછું આ બધૂ જાણીને વહેંચવું એ તો એનો પ્રિય વિષય, 

તારા આ અપડેશનના કારણે જ તો તારા પપ્પાની સરળતાને ફેશનનો નવો આયામ મળ્યો હતો.

કંજ અને ઓમ તારી આસપાસ મામા અને કાકાની બૂમો પાડીને ફર્યા કરતા તો મોટાઓ વચ્ચે ક્યાંરેક શાણપણની એવી વાત વહેંચી દેતો કે બસ બધા હસ્યા કરે. ઉત્સાહ, ઉમંગ અને સફળતાના પર્યાય સામો સવસાણી પરિવારનો કદમા સૌથી ઉંચો એવો એક વ્હાલપનો દરિયો એવો હર્ષ આજે તને શબ્દાંજલિ આપતા હૈયું ધ્રૂજે છે અને શબ્દો ઓછા પડે છે તારી ખોટ અમે કેમ કરીને પૂરીશું  ? છતાં તું અમારી પાસે અમારે હૈયે જ વસેલો છો અને કાયમ રહીશ એમાં કોઈ શંકા નથી. છેલ્લા વેદના એ જ શબ્દો સાથે તને પ્રાર્થના કે

અસતો માં સદગમય।

તમસો માં જ્યોતિર્ગમય।

મૃત્યુર્માં અમૃતં ગામય।

==========================
===========================================================================

હર્ષ એટલે જેના જીવનમાં ખરેખર આનંદ અને ઉલ્લાસ ભરેલો હતો એવું અનોખું અનોખું વ્યક્તિત્વ કે જેણે પોતાના નામને ખરા અર્થમાં સાર્થક કરેલું હતું.
ક્યાંક તું સ્કેટિંગમાં માસ્તર હતો તો ક્યાંક આ દુ:ખદ ઘટના જ્યારે બની ત્યારે તું ટેનિસ રમવા જાતો હતો. હજુ તો તારા 10 ધોરણના વેકેશનનો આ પહેલો દિવસ માણવા જ તો જતો હતો. 
કદાચ આખા ઘરમાં પ્રિયતાનો પર્યાય જ તું હતો. તારી ચોઇસ એ તારા અપડેશનને હંમેશા બયા કરતી હતી તો તારી જુદી પડી આવતી પર્સનાલીટી એ તારું નોખું વ્યક્તિત્વ હતું 
ક્યાંક તારી જીદે જ તો થોડા અંશે તારા પપ્પાની સરળતાને એક ફેશનનો નવો આયામ મલ્યો હતો. 
ફાસ્ટફુડ ખાવું એ તો જાણે તારા માટે મોટી મહેફીલ બની રહેતી. તું માત્ર ખાઇને છ્ટકી જનારો ન હ્તો પણ ખવરાવીને ખાનારો માણસ હતો. 
તને ગમતી ગેઝેટની દુનિયા હજુ તો તારા પપ્પા તને આપવા માટે આતુર હતા. 
હા તને ગેઝેટ એટલા ગમતા કે તું કંઇક નવું જોતો એટલે તારી માંગ તરત જ આવી જતી કારણ કે તું રહેતો પણ એવા જ અપડેટેડ માણસોના ટચમાં. 
તું કંઇક જાણીને એને વહેંચનારાઓમાં સ્થાન ધરાવતો 

બધા ભાઇ બહેનોમાં કદમાં સૌથી ઉંચો પણ જીવન આટ્લું  જ જીવ્યો કોઇ માનવા તૈયાર નથી. 
તારો ઉતરાયણનો ક્રેઝ તો તારો વેકેશનમાં ફરવા જવાનો ક્રેઝ અમને આખા ફેમિલીને જલસા કરાવતો     
કંજ અને ઓમ પણ તારી આસપાસ મામા અને કાકાની બુમો પાડીને ફર્યા કરતા તો મોટાઓ વચ્ચે ક્યારેક શાણપણથી એવી વાત વહેંચી દેતો કે બસ બધા હસ્યા કરતા.

જીવનમાં ક્યારેય ન પુરાય એવી ખોટ એટલે હર્ષની અણધારેલી વિદાય.


શબ્દાંજલી-હ્રદયાંજલી-યાદાંજલી-શ્રદ્ધાંજલી
----------------------------------------
----------------------- 
સહજ અને મળતાવળું એક 17 વર્ષનું વ્યકતિત્વ એટલે હર્ષ. 9 તારીખની સાંજે હર્ષ હજુ તો આત્મજયોતિ મંદિરમાં એના અદા (નારયણભાઇ)ને બધા જ ભગવાનના દર્શન કરીને મળે છે અને કહે છે અદા હવે હું જાવું છું કથા ચાલુ છે ને તમારે આગળ જવાનું હશે... અને એ મળીને ઘરે પહોંચે છે. આગલા દિવસે એના ટેનિસના સર મળ્યા હતા અને નક્કી કર્યું હતું કે કાલ સાંજથી હું રમવા આવીશ. લગભગ સાંજના સાડા સાતની આસપાસ ઘરેથી એકટિવા લઇને એ ટેનિસ રમવા નિકળે છે અને ઘરથી માંડ અડધો કિમી દુર ગયો હશે અને એક એક્સિડન્ટ થાય છે. માથામાં ઇન્જરી થાય છે. હજુ સવારે જ શૈલેષ કાકા(પોતાના પપ્પા)ને કહ્યું હતું કે આપણે કાલે જઇને હેલમેટ લઇ આવીશું. પણ નિયતિ કંઇક અલગ જ વણાંક લઇને ઉભી હતી કાળદેવતાને એ મંજુર ન હતું. એક્સિડન્ટ બાદ અનેક દવા અને દુવાની સામે પરિજનો અને સ્વજનો સૌની હાર થઇ અને માત્ર કાળદેવતાનું જ ધાર્યુ થયું. માણસજાતને સદીઓથી મૃત્યુંજય બનતા રોકતી એક માત્ર પળ એટલે મૃત્યુ. બસ આ પળ જ સાબિત કરી આપે છે હજુ કંઇક એવું છે જ્યાં માણસે વિજયી બનવાના વલખા પુરે પુરા માર્યા છતાં સફળ થયો નથી અને મૃત્યુંજ્ય બન્યો નથી. સ્વજન મૃત્યુ પામે અને માત્ર યાદો જ એક અસ્તિત્વ બનીને રહી જાય છે. એના વિચારોનો વિસ્તાર વધે છે પણ સત્ય એનું એ જ રહે છે કે હવે એ ક્યારેય આપણી વચ્ચે નથી. હર્ષ આજે અમારી વચ્ચે નથી એ કડવી વાસ્તવિકતાનો ઘુંટડો ઉતાર્યે જ છુટકો છે છતાં મારે કહેવું પડે છે કે મૃત્યુનો સ્વિકાર પરિજનોને હાઇડ્રોજન સાઇનાઇડ જેટલો જ ઘાતક લાગતો હોય છે. આજે એ જ અનુભૂતિ મને પણ થાય છે. આજે મન ફરીફરીને ઉતર શોધે છે કે જીવન 17 વર્ષ જેટલું ટુંકું પણ હોઇ શકે ? આજે મારું મન કઠોપનિષદના નચિકેતાની જેમ યમરાજ સાથે સંવાદ ઇચ્છે છે. ક્યાંક એ ચિત્રગુપ્તના ચોપડાના હિસાબો જોવા મન વલખા મારે છે. પણ મજબુરી એ જ છે કે હું નચિકેતા નથી. નચીકેતાની જેમ યમરાજ પાસે પહોંચતા આવડતું નથી. પણ એ પણ એક હક્કિત છે કે હવે મારે અને હર્ષના પરિવારજનો કે સ્વજનોએ જીવનના અંત સુધી માત્ર ને માત્ર હર્ષની યાદો સાથે જ જીવવું પડશે. 
ખરેખર તો હર્ષ એના નામને ચરિતાર્થ કરીને જ જીવન જીવ્યો એ સતત હસતો રહ્યો. મેં એને ક્યારેય ખરાબ મુડમાં જોયો જ નથીને ! એ સતત વિકસતો રહ્યો. એના ખરા વિકાસની શરૂઆત તો હવે હતી, એ ખરા અર્થમાં એના પપ્પાની જેમ સંબંધોનો માણસ હતો એને વિદાય દેવા એના અનેક મિત્રો અને શિક્ષકો આવી ગયા હતાં એ વાતની એ સાક્ષી પુરતા હતાં. વિદાયવેળાએ દરેક ડૂસકાં અને કારૂણ્ય રૂદન પાછળ મેં એના પ્રત્યેની લાગણીની હુંફ અને લગાવને અનુભવ્યો. જો એ હજુ જીવ્યો હોત તો આ હૂંફ અને આ લગાવનો ઘેરાવો ઘણો મોટો હોત. પણ...આ જો વાળી વાત હવે એક કડવો ઘુંટડો બની ચુકી છે અને એને સ્વિકાર્યે જ છુટકો. ચંદ્રકાંત બક્ષીએ કહ્યું એ જ મારી મનો દશા હતી કે મૃત્યુ ઇશ્વરમાં વિશ્વાસ અને અવિશ્વાસ બન્ને લાવી દે છે. એ આત્માની અંતિમ હાર છે.કંજ મને અનેક પ્રશ્નો પુછે છે થોડા જવાબો આપીને મારે કહી દેવું પડે છે હજુ સુધી આ પ્રશ્નનો જવાબ શોધાયો નથી કે મારી પાસે નથી. મારે મારું અજ્ઞાન સ્વિકારી લેવું પડે છે. છેલ્લે કહી દવું છું કે હર્ષમામા આકાશમાં સ્ટાર બની ગયાં. છતાંય એ પણ એક હક્કિત છે કે સત્ય સ્વિકારીને લાગણીઓને ઝુકાવવી પડે છે. હર્ષ સાથે વિતાવેલી પળો એ જ યાદો છે એ સત્યને ગળે લગાવવું જ પડે છે. પરિવારમાં સૌથી વધુ સ્પોર્ટસમેન સ્પિરિટ એનામાં જ હતો. કારણ કે સ્પોર્ટસ તો એની રગેરગમાં હતું. એ ટેબલ ટેનિસ અને ફુટબોલ સરસ રમતો તો વળી ક્યાંક એ સ્કેટિંગ તો ક્યાંક ટેનિસ એના ફેવરીટ સ્પોર્ટસ હતાં. સ્કેટિંગમાં એ નોનસ્ટોપ 4 કલાકની રેસમાં લિમ્કાબુકમાં પોતાનું નામ નોંધાવી ચુક્યો હતો, હર્ષ પોતે એક સારો સ્વિમર પણ હતો. તો આ દર્દનાક ક્ષણ પણ ત્યારે જ બની જ્યારે એ ટેનિસ રમવા જતો હતો. ધોરણ 10ની એક્ઝામ આપ્યા બાદ પહેલો જ દિવસ તો હતો કે એ રમવા માટે જતો હતો. જ્યારે આ લખું છું ત્યારે એમ થાય છે કે દોસ્ત તારું રિઝલ્ટ અમે કેવી રીતે જોઇશું. આ તે કેવો ન્યાય કે પરિક્ષાના પરિણામ પહેલા જ જીવનનું પરિણામ પુરુ થઇ જાય ! તારું રિઝલ્ટ એ જ કદાચ અમારા માટેની છેલ્લી યાદ બની રહેશે.. સાચું કહું તારા વગર શૈલેષકાકા સામે જીદ્દ કોણ કરશે ? આરગ્યુમેન્ટ કોણ કરશે ? મારી સાથે પક્ષલઇને રાજશ્રી, કિનું કે ઉર્જાને હેરાન કોણ કરશે ? પરિવારના છ ભાઇ-બહેનના ગ્રુપમાંથી પાંચ થઇ ગ્યા... તને ખબર છે એ પાંચેય તારી સાથેના ફોટા શોધી શોધીની ભૂતકાળને યાદ કરીને આંખો ભીની કરી દે છે... તારા વગર અમને બધાને એ જય અંબેનો monster shake ફિક્કો લાગાશે એનું શું ? કિનું કહે છે એમ કે તારી સાથે હજુ કોફી કલ્ચરમાં જવાનું પણ બાકી હતું એનું શું ? મને એ દિવસ યાદ આવી જાય છે કે આપણે બધા જ સીધા બરીસ્તામાં ગયા હતા અને એકમાત્ર તું જ હતો કે જેને કેપેચિનો પીને ભરપુર વખાણ કર્યા હતા આપણે બન્ને જ એક પક્ષમાં હતા....હંમેશા એવું બનતું કે ત્રણેય બહેનોના વિચારો આપણા બંન્નેના વિચારોથી થોડા અલગ પડતાં અને આપણે બંન્ને એક થઇ જાતા... ચાચુ જોડે ગુબાલજાંબુની શરત કોણ લગાવશે ? આવી તો કેટલી યાદોને અમે વાગોળશું...તું ખરેખર તારા પપ્પાની જેમ જ મહેફિલનો માણસ હતો. એક્લા એકલા માણવું એ તારી ફિતરત ન હતી. સાચું કહું હું શૈલેષ કાકા સાથે વાતો કરતો ત્યારે કાકા કહેતા કે કુમાર મારે હર્ષની ઇચ્છા છે એ જ કરવું છે. તારા માટે એ હંમેશા તારી માંગ પુરી કરી આપવા તૈયાર જ રહેતા પણ એ થોડા સમયની રાહ જોનારા હતાં અને તું મારી જેમ તરત જ જોઇએ વાળો હતો. મને ખબર છે તને મારી જેમ જ ગેઝેટસ ખૂબ ગમતાં. ઓટોમોબાઇ હોય કે મોબાઇલ હોય તને એ બધામાં ખુબ જ રસ પડતો અને એ તારા પ્રિય ક્ષેત્રો પણ હતાં. તું આ બધામાં ફુલ્લી અપડેટ રહેતો. પણ હવે આ બધું માત્ર વાતો જ બનીને રહી ગયું છે. અને તું એક યાદ.... દરેક તહેવાર સાથે ઉજવ્યા છે દરેક તહેવારને એક મહેફિલ બનાવીને ઉજવ્યો છે અને હવે એ બધું તારા વગર ફિક્કું લાગશે એ પણ એક હક્કિકત છે. તમારા 6 ભાઇ-બહેનોમાંથી મને સૌથી વધું તરફદારી કરવી ગમતી એ જ પાત્ર આજે નથી એનો વસવસો કાયમ કોરી ખાસે. માનસપટ પર તારી સાથે વિતાવેલ ક્ષણો એક ચલચિત્રની જેમ સતત પસાર થયા જ કરે છે. તો કંજ અને ઓમ પણ તને એટલો જ મિસ કરશે કારણ કે એમને પણ તારી સાથે રહેવાની અને ફરવાની એટલી જ મજા આવતી. આજે પણ રસિલાઆન્ટિ (તારા મમ્મી- માંની મમતા) મને વેધક પ્રશ્ન પુછે છે કે તમે બધાએ એને રોક્યો કેમ નહી? પણ અમે સૌ અને અમારી અઢળક દુવાઓ સામે કાળ દેવતાનો વિજય થયો બસ એ જ શબ્દો છે બીજુ તો શું કહું ? પરિવારે એક ઉત્સાહિત, હિંમત અને સાહસથી તરવરતો યુવાન ખોયો છે જેની ખોટ કેમેય કરીને પુરાય એમ નથી. હિંમત રાખવી જ પડશે અને સત્યને સ્વિકારવું પડશે. કોણ તને યાદ નહી કરે. આખા સંયુક્ત કુટુંબમાં સૌથી ઉંચો તું અને જીવન આટલું જ જીવ્યો... મન નથી મનતું. પણ મન મજબૂત કરવું પડે છે અને સત્યને સ્વિકારવું પડે છે યાદોને જ જીવંત રાખવી પડશે અને જીવવું પડશે. બાકી અત્યારનો સમય તો તારી સદગતિ થાય એ પ્રાથનાનો છે તો બસ છેલ્લે એ જ વેદની પ્રાથના 
અસતો મા સદગમય
તમસો મા જ્યોતિર્ગમય
મૃત્યોર્મા અમૃતં ગમય ॥