રવિવાર, 30 જૂન, 2019

એક શિક્ષકની વિદાય સમયે દિલ બોલે છે.



You are an embodiment of optimism and hard work. Thank you for inspiring us in every aspects of life. we will miss you sir ! Little dedication towards you in the form of letter.
એક શિક્ષક જ્યારે સ્કુલમાંથી વિદાય લેતા હોય અને દિકરી વળાવતા હોઇએ એવો પ્રસંગ ઉભો થાય ત્યારે ચોક્ક્સ સમજવું કે જીવન ઉપલ્બદ્ધીઓથી ભરેલું છે. હા, આજે હું આવા જ એક શિક્ષકની વાત કરી રહ્યો છું. બે દિવસ પહેલા જ મિત્ર એવા યજ્ઞેશ પંડિયા સરનો ફોન આવ્યો કે અજીત સર તમને ખબર છે જોરૂભા ખાચર સર રિટાયર્મેન્ટ લઇ લેવાનો નિર્ણય લઇ ચુક્યા છે. મોબાઇલ પર એમના શબ્દો મને કાન પર હજુ પણ અથડાઇ રહ્યા છે કે આજે સ્ટાફમાં ઘણા શિક્ષકો આ નિર્ણય સાંભળીને રડી પડ્યા, તો ઘણા શિક્ષકોએ નિર્ણય બદલવા માટે રિક્વેસ્ટ પણ કરી જોઇ. એ જ રાત્રે હું સરની ઘરે જઇ આવ્યો અને સરને કહ્યું કે સર શું કરવા ઉતાવળ કરો છો ? મને ખબર જ છે કે તમારે ફાઇનાન્સયલી કે બીજી કોઇ તકલીફ તો નથી જ ! પણ એક સેવાના રૂપમાં કામ ચાલું રાખો તમે કેટકેટલાના રોલ મૉડેલ છો. તમે કેટકેટલાના પ્રેરણાના સ્ત્રોત છો... પણ નિર્ણય અફર હતો અને ઉંડે ઉંડે મને પણ થાતું હતું કે સાચો પણ છે... બસ આજે સર સ્કુલમાં છેલ્લો દિવસ ફરજ બજાવશે અને એક શ્રેષ્ઠ શિક્ષક અને એક શ્રેષ્ઠ આચાર્યના રૂપમાં વિદાય લેશે. ગુણવંત શાહ કહે છે એમ આચાર્ય ક્યારેય લાચાર્ય ન હોવો જોઇએ. જોરૂભા ખાચર સરને અમે ક્યારેય લાચાર્યના રૂપમાં જોયા નથી એમ અમે ગર્વથી કહી જ શકીએ. ખરા અર્થમાં એમણે આચાર્ય પદને ગરીમાપૂર્ણ રીતે શોભાવ્યું છે એનો ગર્વ અમને જીવનભર રહેશે જ. જીવનના બધા જ પાસઓને તમે બખુબી પ્રમાણ્યા છે તેનો પણ અમને ગર્વ રહેશે જ. તમારી આગળની યાત્રા માટે પણ તમે પહેલેથી જ સજ્જ છો માટે અમારે તો ભગવાનને એટલી જ પ્રાથના કરવાની કે બસ તમને ગમે એ બધું જ તમે પામી શકો. બાકી તમારા જેવા સદાકાળ યુવાન એવા આચાર્ય જ ખરેખર શિક્ષ્ણત્વનો સાચો પાયો છે જેની ઉપજ રૂપે જ અમે અમારા ઘડતરને ગણી શકીએ અને અભિમાન લઇ શકીએ. એક આદર્શ આચાર્યને, સિધ્ધાંત પર જ જીવન વ્યતિત કરનાર એક આચાર્યને અને સહજતા-સરળતા અને સાત્વિકતાથી જીવનને જીવનાર એક આચાર્યને આજના દિવસે સો સો સલામ... !
તમારા વિધ્યાર્થી તરીકે ઓળખાણ આપવાનો ગર્વ થાય એવો તમારા હાથ નીચે કશું જ ન ભણેલો છતાં કલ્પી ન શકાય એટલું ભણેલો અને ગણેલો વિધ્યાર્થી.

Book Review (29/06/2018)




યુરોપમાં બરફનાં પંખી એટલે ગુણવંત શાહના યુરોપીય દેશોના પ્રવાસ વર્ણનનું એક મજાનું પુસ્તક. પ્રવાસ વર્ણન કેટલું સરળ, સહજ અને નિખાલસ હોઇ શકે એ જો અનુભવવું હોય તો આ પુસ્તક વાંચવું જ રહ્યું. સહજ શૈલીમાં વ્યાખ્યાકિય રીતે કંઇક સમજાવી દેવું એ તેમની જન્મજાત આવડત. કેવી રીતે.... ? તો જોઇ લો આ પુસ્તકમાં જ ગુણવંત ભાઇએ યુરોપને વર્ણવતા લખ્યું છે કે... “ યુરોપ એટલે પશ્ચિમી સંસ્કૃતિનું પારણું. અહીં કળાનો, નૂતન રાજકીય વિચારધારાઓનો અને વૈજ્ઞાનિક આવિષકારોનો ઉદય થયો. આ ક્ષેત્રમાં થયેલા વિકાસની અસર આખી દુનિયા પર પડી. વીસમી સદીના પૂર્વાર્ધમાં જ મુખ્યત્વે યુરોપની ધરતી પર બે મહાયુદ્ધો ખેલાણાં. છેલ્લી ત્રણ સદીઓમાં યુરોપની કર્મઠ ગોરી પ્રજાએ સહસ્રબાજુ બનીને આખા જગતમાં નૌકાઓ દ્વારા પહોંચીને વેપારવણજનાં તથા રાજકાજનાં થાણાં ઊભાં કર્યા. બધેબધ ગોરી પ્રજાઓ દુનિયાની ઘઉંવર્ણી અને અશ્વેત પ્રજા પર રાજ કરવા લાગી. જગતમાં ખૂણેખાંચરે યુરોપીય સંસ્કાર અને જીવનશૈલી પહોંચવા લાગ્યાં.”.... તો વળી બીજે ઠેકાણે સૌથી મોટી માર્મિક વાત એવી બખૂબીથી રજૂ કરી કે... “ પ્રશ્ન થાય, યુરોપ પર પ્રભાવ કોનો ? મેકિયાવેલી, નેપોલિયન, હિટલર, મુસોલીની, ચર્ચિલ કે દ-ગોલનો? કે પછી શેકસ્પિયર, વર્ડ્ઝવર્થ, શેલી,વૉલ્તેયર, રૂસો કે જ્યાં પોલ સાર્ત્ર કે બર્ટ્રાન્ડ રસેલનો ? કે પછી સર આઇઝેક ન્યૂટન, મદામ ક્યુરી, આઇનસ્ટાઇન જેવા વિજ્ઞાનીઓનો ? કે પછી મોઝાર્ટ, બિથોવન કે વાન ગોગનો ? જવાબ કંઇક આવો હોઇ શકે : અનેક દેશોમાં વહેંચાયેલી, જુદી ભાષાઓ બોલતી, જુદી રાજકીય શૈલી અનુસરતી અને જુદા ધર્મો પાળતી યુરોપીય પ્રજા ગોરી ચામડી ઉપરાંત અન્ય કેટલાક સમાન લક્ષણો ધરાવે છે. આ લક્ષણોમાં મુખ્ય ત્રણ ગણાવી શકાય : 1) કર્મનિષ્ઠા 2) શિસ્તપ્રેમ 3) સાહસપ્રિતી.” ..... ફરવા તો ઘણા ઘણા જાય પણ ફરીને ત્યાંને કલ્ચરને માણવું, માપવું અને સારી-નરસી બાબતો બેધડક કહેવી એ પણ એક મોટો અભ્યાસ માંગી લે છે. જેની અનુભૂતિ વાંચતા વાંચતા સતત થયા જ કરે... તો વળી ક્યાંક મને ગુણવંત શાહ એક ભવિષ્યવેતા જેવા લાગ્યા કારણ કે... “ ધીરે ધીરે આપણે સરખા ચલણ તરફ ખસી રહ્યા છીએ. પ્રજાઓનું વૈવિધ્ય જળવાય, એમની ભાષા, સંસ્કૃતિ અને જીવનરીતી જળવાય તે સાથે વિશ્વકક્ષાએ એક્તાનો પિંડ બંધાતો જાય એવા સંકેતોથી 21મી સદી શોભી ઉઠે તો નવાઇ નહી.” આ વર્ણન 1979ની આસપાસનું છે અને આજે 21મી સદીના 17 વર્ષો વિતી ચુક્યા છે ત્યારે એ સમયે કહેલી વાત સાચી પડતી જણાય છે. તો વળી, લાયપ્ઝિગમાં શાકાહારી જ બની રહેવા માટે વેઠેલી ભૂખ “ બધા જ પેન્ટ ઢીલા પડી ગયાં અને પાચનતંત્ર ખોરવાયું તે નફામાં. વિ.આઇ.પી. ભૂખે મરે તેય દબદબાપૂર્વક ! ફાઇવસ્ટાર હોટલનો ભૂખમરો પણ ખર્ચાળ હોય છે.” જેવા શબ્દોમાં બખૂબી રજુ થાય છે. તો વળી જ્યારે બીજા દેશમાં ગયા ત્યાં પણ આ જ વાતને અલગ શબ્દોમાં ખૂબ જ અસરકારક શબ્દોમાં રજુ કરી કે “ મારો અત્યંત સ્ટેટસ અને ખાનગી ભૂખમરો બાઅદબ, બામુલાયજા ચાલુ જ રહ્યો.” આવી જ રીતે વાત વાતમાં હાઇવે અને ફ્રી વે જેવા શબ્દો કે આખરી પરાજય સાથે વોટરલૂ શબ્દ કેવી રીતે જોડાયો એવી અનેક વાતો સમજાવી જાય એ જ ગુણવંત શાહ... પોતાની પાસે પૈસા નથી એ વાતને એવા તો શબ્દમાં રજુ કરે કે જાણે આપણને ફોરેઇન ફરવા જઇએ ત્યારે એ વાક્યને એક મસમોટા હથિયાર તરીકે સાથે રાખવાનું મન થાય... “ હું વિટામિન ‘ડી’ ની અર્થાત ડૉલરની ડેફિસિયન્સીથી પીડાતો હતો.” ગ્રીસ અને ઇજિપ્તની મુલાકાતનું પેજ તો એ દેશોનો છાજે એવા જ શબ્દોથી થયું છે તો ફ્રાંસમાં જઇને લિબર્ટી, ઇક્વોલિટી અને ફ્રેટર્નિટી જેવા શબ્દો ન ભૂલે અને ગટરના ઢાંકણા પર ગરમી મળે એ હેતુતી રાત પસાર કરનાર ગરીબગુરબાંને પણ ન ભૂલે. ટુંકમાં કહું તો ...પાને પાને શબ્દોની ઉત્ક્રાંતિ ખૂબ જ સરસ સમજ આપી જાય છે તો ડગલે ને પગલે ક્યાંક આપણી તુલના સાંસ્કૃતિક રીતે તો ક્યાંક મનોવૈજ્ઞાનિક રીતે કરી આપતું આ પુસ્તક માત્ર સેલ્ફી લેવા કે ફોટા પડાવા કે કોઇ ટ્રાવેલ એજન્ટને શરણે જઇને એની આંખે યુરોપ કે દુનિયાના કેટકેટલાય દેશો ફરનાર આજની જનરેશનને કંઇક નવું વિચારી પોતાની રીતે પોતાની આંખે એ દેશને કેમ જોવો માણવો અને સમજવો એ જાણવામાં મદદરૂપ થાય એમ છે. મને તો એમ લાગે છે કે આ પુસ્તક વંચાય અને પછી જો યુરોપની ટ્રીપ પર જો કોઇ જાય તો માત્ર ફોટા જ અપલોડ ન થાય પરંતુ # ટેગ છોડીને કંઇક લખાણ પણ જોડાય... જે હોય તે અત્યારે તો હું આ પુસ્તકના રોમાંચે યુરોપ ફરી આવ્યાનો સંતોષ પામ્યો છું પરંતુ મન તો ત્યાં ક્યારે જવાશે એના ચકડોળે ચડેલું છે. છતાં છેલ્લે ગુણવંત શાહના એક મજાના વાક્યથી જ મારી વાતને પૂર્ણવિરામ મુકુ કે “ “બધું જ થીજી જાય એવી આકરી ઠંડીમાં પણ જીવનના ધબકારા હાર નથી સ્વિકારતા. બરફના સફેદ રણમાં પણ જંગલ દબાતે સાદે જીવતું રહે છે.”

Happy Birthday Rasklal Patadiya Sir.



નામ કદાચ અડધી સ્કુલના વિધ્યાર્થીઓને નહી ખબર હોય. પાટડિયા સર બસ આ સરનેઇમ સાથે જ ઓળખાતું અને સ્કુલમાં અંગ્રેજી વિષય ભણાવતા સર એટલે એક અનોખું વ્યક્તિત્વ. જેમને ભણવું હતું એમના માટે ફેવરીટ સર હતાં બાકી મારા જેવા કે જેને ગણિત અને વિજ્ઞાન સિવાય બીજા કોઇ વિષયમાં ઇન્ટરેસ્ટ જ ન હતો એમને કંઇ લાગતું વળગતું નહી. એમેય અંગ્રેજી આપણને કાલે ય નહોતું ગમતું અને આજેય નથી ગમતું.... હા... હા.. હા. પણ એક વાત ચોક્ક્સ કહીશ કે પાટડિયા સર જ્યારે ગ્રામર ભણાવતા ત્યારે જે ગ્રામરનો ચોપડો બનતો એ આખા ગુજરાતમાં કોઇ ન કરાવે એવો અદભુત તૈયાર થાતો. મજા આવતી. એમાં પાછા સર અનેક ઉદાહરણો આપતા અને બહારના નામ લઇ આવતા ત્યારે પિરિયડ ઇન્ટરેસ્ટિગ બની રહેતો. એકદમ સાદુ અને સહજ એમનું જીવન અને એવું જ એમનું વ્યક્તિત્વ એમને ખરેખર એક અનેરી ગરીમા બક્ષતું. શિયાળાની ઠંડીમાં જ્યારે માથે મફલર બાંધીને આવતા ત્યારે જાણે સહજ પણે આખું વ્યક્તિત્વ બોલી ઉઠતું કે આ ભાઇ સૌરાષ્ટ્રના છે. જો કે જ્યારે ગુજરાતી બોલતા ત્યારે એમના શબ્દો પણ આ હક્કિકત કહી જ આપતા. અંગ્રેજીના શિક્ષક પણ ચિત્રના પણ એટલા જ માહિર. એમના ઘરે એ પણ મેં જોયા હતાં તો વળી ચોક્ક્સ કહેવાનું મન થાય કે હમણા થોડા વર્ષો પહેલા જ થયેલ નોસ્ટાલ્જિયા નામની મોટી ઇવેન્ટનો લોગો પણ સરે જ ડિઝાઇન કરી આપ્યો હતા. સર પોતે એક સારા વાચક અને અમારી વચ્ચે ખુબ જ સરળતાથી ટોલ્સટોયની વાતો વહેંચતા તો એ સમયે વૉર એન્ડ પીસની વાત કરતાં. હા, એમણે ખુબ જ અંગ્રેજી નોવેલ્સ વાંચી. તો દિલીપ સરના મતે એમના સ્કેચ અને ચિત્રોનું જો પ્રદર્શન ગોઠવાયું હોય તો એ પોતે એક ઉંચા દરરજાના ચિત્રકાર ચોક્ક્સ સાબિત થયા હોત તો વળી એમને લલિતકલા એકેડેમિનો ચિત્રકાર તરીકેનો એવોર્ડ પણ મળ્યો હતો. એમને જુની ક્લાસીક ફિલ્મો જોવાનો પણ એટલો જ શોખ. એક રીતે સરને મેં જયારે નજીકથી માણ્યા છે ત્યારે તેઓ મને નિજાનંદી લાગ્યા છે. આજે પણ એ દિવસ મને યાદ છે કે મારી સામેના ઘરે એટલે અનંત આનંદના ઘરે એક સાંજે સર એમના દિકરા વિરેનભાઇ સાથે આવ્યા હતા કારણ કે વિરેનભાઇ અને આનંત આનંદ બન્ને સાથે ભણતા હતાં હું સરને જોઇ ગયો અને કહ્યું સર આવો મારી ઘરે. અને સર આવ્યા અને મેં કહ્યું સર આ 9th ના વેકેશનમાં મારે થોડું ગ્રામર શિખવું છે થોડો સમય આપજો ને ! મને કહ્યું આવી જા હું વિરેનને પણ ઘરે કરાવવાનો જ છું સાથે તું પણ બેસજે... અને લગભગ આખું વેકેશન ભણ્યો પછી શું ? ફી પુછી તો કે એ તો મારે લેવાની જ નથી. તું વિરેન સાથે ભણ્યો મેં તને ક્યાં સ્પેશિયલ ભણાવ્યો છે. આવા મુઠી ઉંચેરા માનવીને શું આપી શકવાના ? આજે સરનો જન્મ દિવસ છે ત્યારે એટલું ચોક્ક્સ કહીશ કે સર આજે પણ તમારા પ્રત્યેનો આદર એ જ રીતે અકબંધ સચવાયેલ છે અને જીવનભર રહેશે એમાં કોઇ શંકા નથી. I take pride in having the best teacher like you because not all people are lucky enough to end up with the best teacher. Happy Birthday sir !

રવિવાર, 16 જૂન, 2019

Happy Father's Day



વર્ષોથી કંઇ જ ફેરફાર કર્યા વગર પૃથ્વી સૂર્યની આસપાસ પોતાની ધરી પર ફર્યા જ કરે છે એવી જ રીતે સતત મારા જન્મથી તન-મન-ધનથી આગળ પાછળ રહેનાર અને સતત આંગળી પકડીને આ જગતનો પરિચય કરાવનાર અનોખી માટીનું વ્યક્તિત્વ એટલે પપ્પા. દરેકનું જીવન એક છત્રછાયા નીચે ભરપુર જીવાતું હોય છે અને એ છત્ર એટલે પિતારૂપી વડલો. જીવનમાં અનેક વિષોય ભણ્યો અને એમને માણ્યા પણ એટલા જ પણ આ પપ્પારૂપી વિષયની ફિલોસોફી ડગલેને પગલે બીજા બધા વિષય કરતા હંમેશા બે ગજ ચડતી અનુભવી. કેમેસ્ટ્રીમાં ભણતા કે આવર્તકોષ્ટકમાં રહેલ તત્વો સમુહ મુજબના અને આવર્ત મુજબના ગુણધર્મો ધરાવતા અને એ પ્રમાણે એમની લાક્ષણીકતા ઓળખી શકાતી. પણ કુટુંબરૂપી કોષ્ટક(ઘરમાં) રહેતા બધા જ સભ્યો પોતાની લાક્ષણિક અદામાં જ જીવે પણ એ બધી અદાઓને ચુપચાપ અનુરૂપ થઇને પ્રતિક્ષણ જીવી જતું પાત્ર મેં પપ્પાના રૂપે જોયું. જીવનના દરેક અધુરા દાખલાનું ગણિત પુરુ કરવાની ચાવી માત્ર ને માત્ર પપ્પા પાસે છે. કરેલી ભુલોનો જવાબ પપ્પા પાસેથી મળે છે એવું અનેક સમયે અનુભવ્યું. દુનિયાથી થાકીને આવીએ ત્યારે જે બાહો ફેલાવીને હાથમાં હાથ પરોવીને એમ કહે કે ચાલ ફરી નવી ઇનિંગ રમીએ એ પપ્પા. જ્યાં જીત અને હારના ગણિત ખોટા પડે અને માત્ર Care નું મંડાય એ જ પપ્પા. સમાજના દરેક નિયમોના બચાવનું મુખ્ય કેંન્દ્ર પપ્પા જ છે. પોતાના જ નાનકડા વિશ્વમાં રમ્યા કરતો બાપ પોતાનો દિકરો આખા વિશ્વમાં રમ્યા કરે અને ભમ્યા કરે એ જ સપના જોવે. જાણે એવું લાગે એના સપનાની બુક તો બંધ જ થઇ ગઇ. કંઇ જ બોલ્યા વગર મોઢા પરની રેખાઓને વાંચીને કોઇપણ ભાષાનો ઉપયોગ કર્યા વગર આખે આખું પ્રકરણ સમજી જાય એ પિતાની લાગણીની ભાષાને કોણ બીજુ વ્યક્ત કરી શકે ? ફિઝિક્સનો એક નિયમ હોય છે કે આઘાત અને પ્રત્યાઘાત સરખા મુલ્યના અને પરસ્પર વિરૂધ્ધ દિશામાં હોય છે. આવું ક્યાંક જીવનમાં બની જાય તો પણ આપણા પ્રત્યેનું આકર્ષણ તો એમના માટે એમનું એમ જ હોય અને એ પણ કોઇ પ્રત્યાઘાત વગર એ પપ્પા. ત્યાં બધું જ ચાલે, ત્યાં સુધી કે જીદને સાચી પાડવા માટેના ધમપછાડાથી લઇને હારની કહાની રડતા રડતા ખભે માથુ મુકીને કહી શકાય ત્યાં સુધી બધું જ. જન્મથી લઇને મૃત્યુ સુધી સતત આપણા શરીર રૂપી બાયોલોજીને ચુપચાપ ઓબ્ઝર્વ કર્યા કરે એ પપ્પા. જ્યાં બધા જ વિચારેલા ભૂગોળ સમય સાથે ખોટા પડે અને પ્રતિક્ષણ સાથે છે અહેસાસ અપાવે એ પપ્પા. આ એક જ સૂર્ય એવો છે જે જીવનમાં આપણા માટે સતત તપે છે છતાં તાપ તો એ પોતે ભોગવે અને આપણને સતત શાતા આપે છે. છેલ્લા એટલું કહીશ કે જીવનની પળે પળે તમારામાં એક નવા વૃક્ષને ઉછરતું જોવું છું અને એ જ રીતે મારામાં હું પ્રતિક્ષણ એક રૂપાંતરણને મહેસુસ કરું છું. આજે નહી તો કાલે જો આ જગત અજીતનું ડેરિવેશન કરશે તો છેલ્લે તો મનસુખ કાલરિયા જ નિકળશે એ પાકું.... Once again Happy Father’s Day Papa.

ગુરુવાર, 13 જૂન, 2019

Happy Birthday Komal Savsani




Happy Birthday Komal Savsani

              Count your life by smiles, not tears. Count your age by friends not years. Happy Birth day Komal. તારી આ બર્થ ડે એટલે એક એવો પડાવ છે કે જ્યાં તું અનેક ચડાવ-ઉતારની રમતને જોઇને ઉભી છો. તો એક નવી maturity સાથે નવા પડાવ પર ઉભી છો. પરિવાર પ્રત્યેની નવી જવાબદારી સાથે ઉભી છો, લડી રહી છો અને એમાં સફળ પણ છો જ અને આજના દિવસે તું તારી આ જવાબદારીઓમાં વધુ સફળ થાય એવી શુભેચ્છાઓ. હા, કિનુ આજે માત્ર તારો જ જન્મ દિવસ નથી પણ આજે તારા મમ્મી-પપ્પા માટે તારામાં રહેલા હર્ષનો પણ જન્મદિવસ છે એને તું બખુબી નિભાવજે. એમાં તારી સફળતા એ જ તારી સૌથી મોટી જીત સાબીત થાશે. આજે હું તને ચોક્ક્સ કહીશ કે સમય ઝખમ આપે છે તો એને સમય પર રૂઝવવાની તાકાત પણ આપે જ છે. આપણું પૃથ્વી પર હોવું એ જ સાબિત કરી આપે છે કે આપણે કોઇ ચોક્ક્સ કામ માટે હજુ રોકાયેલા છીએ એને પુરુ  કરવાનું બાકી છે. તો બસ એ માટે સતત કંઇક કરતા રહેવું અને The Motherનું એક ક્વોટ છે કે  Perfection is not a summit, it is not an extreme. There is no extreme : whatsoever you do, there is always the possibility of something better and exactly this possibility of something better is the very meaning of progress.” ને યાદ રાખીને સત્તત આગળ વધજે. પ્રત્યેક સવાર એક નવો સંદેશો લઇને આવે છે ક્યાંક એને પામવા માટે પ્રતિક્ષણ Alchemist બનીને ક્રિયેશનના નવા કૉલને પકડવા માટે તૈયાર રહેવું પડે છે. બાકી સામાન્ય જીંદગી તો અનેક જન્મોનું ચક્કર આપતી જ જાય છે. અને એ અનેક લોકો જીવે છે પણ આપણે એમાંના નથી એ યાદ રાખવાનું છે અને ઝઝુમવાનું છે કંઇક prove કરવાનું છે.  હજુ પણ કહું છું હર્ષ સામાન્ય ન હતો, ક્યાંક એને  ઓળખવામાં જેમ ભુલ કરી ગ્યાં એમ આવનારા સમયમાં કુદરતના સંકેતોને ઓળખવામાં પાછું ન પડાય એ સત્તત ધ્યાન રાખવાનું છે. અને જીવનના ઉદેશ્યને પાર પાડવાનો છે. એક વાત હંમેશા યાદ રાખજે  હર્ષ આપણી કમજોરી નહી આપણી તાકાત હતો અને હજી પણ છે જ ! ફર્ક માત્ર એટલો જ છે કે એ હવે યાદ સ્વરૂપે અને  વિચાર સ્વરૂપે છે. એને આપણે હર્ષના રૂપમાં જ  જીવી અને જીતી બતાવવાનું છે. શરૂઆત તારે જ કરવાની છે અને સમગ્ર પરિવારને જીવંત રાખવાનો છે.  એ તાકાત હવે તારા મમ્મી-પપ્પા માટે, કુટુંબ માટે તારે બનવાનું છે. તારે પ્રતિક્ષણ કિનું અને હર્ષ એમ બન્નેનો રોલ અદા કરતા રહેવાનો છે. અને મને પુરો વિશ્વાસ છે કે એમાં તું ખુબ જ સરસ રીતે સફળ થઇશ જ. જીવનના આ નવા અધ્યાયને બખુબી પ્રમાણ અને જીત એવી અનેક શુભકામનાઓ. જીવનની ફિલોસોફી કહે છે કે   Man walks, talks and does every activity only with the blessings of God. Man cannot overtake desire of a God. It is the only karma which follow soft footed. પણ આ બધી જ વાતોને અતિક્રમીને  હજુ તો તારે જીવનને ખૂબ જ માણવાનું છે ગગનને  ચારે કોર  પાંખ ફેલાવીને ઉડવાનું છે. નવું જાણવા સતત ધમપછાડા કરવાના છે અને હર્ષની જેમ જ નવું નવું બધું જ કરવાનું છે પપ્પા-મમ્મી પાસે બેધડક માંગવાનું છે અને એમને પણ એન્જોય કરવવાનું છે. બસ તું આમ જ જીવે એટલે બધું જ આવી ગયું વિશ્વવિજેતા જ છો એમ હરક્ષણ માનજે અને પ્રતિક્ષણ એમ જ જીવજે. અંતમાં ફરીથી એક વખત હર્ષ બની નવારૂપે જીવતી કિનુને HAPPY BIRTHDAY.

સોમવાર, 10 જૂન, 2019

Yuvraj Singh(11/06/19)




જેને જોઇને આપણને એમના જેવું જીવવાની કે એમના જેવું કંઇક કરી બતાવવાની તાલાવેલી જાગે ત્યારે એ વ્યક્તિ આપણા માટે એક રોલમોડેલ છે એમ ચોક્ક્સ સમજવું. હા, આજે કંઇ કેટલાયનો રોલ મોડૅલ એવા યુવરાજ સિંગે ક્રિકેટ જગતમાંથી સંન્યાસ લેવાની વાત કહી ત્યારે એમ ચોક્ક્સ કહેવાનું મન થાય કે ક્રિકેટ જગતમાં એક લીજેન્ડના સન્યાસની વાત આવી છે અને આવવી જ જોઇએ, એમાં કંઇ ખોટું પણ નથી જ. એ પ્રત્યેક ખેલાડીનો પોતિકો નિર્ણય છે એનો અફસોસ નથી. પણ..... એ સ્ફુર્તિથી લાગતી કેચ માટેની ડાઇવ, એ સ્ફુર્તિથી બોલ પકડવા 
માટે થાતી ફિલ્ડિંગ કે એ જ સ્ફુર્તિથી સિક્સ મારવા માટે ઉંચકાતું એ બેટ હવે ઇન્ટરનેશનલ ક્રિકેટ જગતમાં એક યાદ બનીને રહી જાશે. 6 બોલમાં મારેલી 6 સિક્સ મારો દિકરો કંજ youtubeમાં કેટલીય વખત જોઇ ચુક્યો હશે. અનેક લોકોની એ પ્રેરણા હશે. એક કલ્પના જેવી લાગતી વાત યુવીએ સાચી કરી બતાવી. પોતાના મિજાજથી ક્રિકેટ રમાય એ છેલ્લે સુધી એણે સાબિત કરી બતાવ્યું. જે હોય તે યુવી આપણો તો હીરો હતો જ અને રહેશે જ ! અરે એ જ્યારે ડાઇવ લાગાવીને સુપર્બ ફિલ્ડિંગ કરતો ત્યારે જોન્ટી રોડ્સ કરતા ચડી જાતો એવું લાગતું તો વળી એ ભારતનો જોન્ટી કહેવાતો. એક ક્રિકેટર Dashing અને Killer instinct થી ભરપુર હોય એનું એ પહેલું ઉદાહરણ યુવી છે. જીદ, પેશન અને ફેશનનો ભારતીય ક્રિકેટ જગતનો અલગ જ પર્યાય એટલે યુવરાજ. પોતાની ખરાબ તબીયતને ન ગણકારીને WORLD CUP ની છેલ્લી 3-4 મેચ રમીને દેશને 2011 નો WORLD CUP અપાવ્યો. અને પાછળથી કેન્સર જેવી બિમારી નીકળી અને એને પણ ક્રિકેટ ગ્રાઉન્ડ સમજીને ભરપુર માત આપી પાછો ફર્યો. પોતાની આખી અહીં સુધીની સફર The Test of my life બુક લખીને વર્ણવી. જે ખરેખર ખુબ જ સરસ રીતે લખાયેલી છે. આ બુક મારી અમુક પ્રિય બુક્સમાં સ્થાન ધરાવે છે. અને એક ચાહકની જેમ જ મારા collectionમાં છે જ. મજાની બીજી વાત કહું જ્યારે 2005-06 માં ટીમ શ્રીલંકા સામે રમવા વડોદરા આવી હતી ત્યારે આપણે ટ્યુશન ક્લાસ ચલાવતા અને સાંજે 7 વાગ્યાની આસપાસ દિપક સરનો ફોન આવ્યો કે અજીત આવી જા તાજમાં જવાની વ્યવસ્થા થઇ છે કદાચ કોઇ મળી જાય...? ભાઇ, આવો ફોન હોય અને રાહ ઓછી જોવાની હોય... આપણા LML STAR ને આદત મુજબ સીટ પર બેસીને જ કીક મારી અને સીધા જ પહોંચ્યા હોટલ તાજ પર. અને નસીબ સાથે હોય તો બીજુ શું જોઇએ ? ફોયરમાં થોડા આંટા માર્યા અને ટીમના ત્રણ ખેલાડીઓ આવ્યા. હાઇટેડ યુવરાજ દેખાયો અને આનંદ ઓ...હો....હો... આનંદની કોઇ સીમાનો પાર ન હતો. મોજ જ મોજ.... એમ કંઇ ઓછું ભુલાય જતાં જતાં રસ્તામાંથી મેં ડાયરી લઇ લીધી હતી. અને તરત જ જેવો યુવરાજ, આર.પી. સિંગ અને મુરલી કાર્તિક સાથે નજીક આવ્યો ડાયરી ખોલીને ઓટોગ્રાફ લઇ લીધો. Yes, બંદા પાસે યુવરાજનો ઓટોગ્રાફ છે. જે આજની સેલ્ફી સમજી લેવી. કારણ કે ત્યારે સેલ્ફીનો ઉદભવ ન હોતો થયો એટલે બાકી હોત જ...! જે હોય તે Yuvraj Singh ખરા અર્થમાં સિંહની જેમ જ રમ્યો અને જીવ્યો. હવે યુવરાજને જીવનની નવી પોતિકી ઇનિંગ માટે અઢળક શુભેચ્છઓ.