શુક્રવાર, 29 જાન્યુઆરી, 2021

Happy Marriage Anniversary !









આજે ફરીથી સાબિત થયું કે celebration ને વળી કેવું બંધન ? તમારું મન હોય ને ઈચ્છાઓને વાચા આપવી હોય તો તમે જ્યાં છો ત્યાં જ celebration ! આજે મારી 14મી લગ્નતિથિ ! હું અત્યારે મોરબીમાં છુ અને રાજશ્રી વડોદરામાં ! ગઈ કાલે રાત્રે જ એને ફોન કરીને કહ્યું કે બોલ કયું ગીત યાદ આવે છે અને અમારા બન્નેનો એક જ જવાબ હતો બાગબાનનું ગીત મેં “યહાં તું વહાં......" રાજશ્રી એ મજાથી એ ગીત ગાયું અને પછી મેં એને મજાનો લખેલો પત્ર વાંચી બતાવ્યો જાણે સમય અને અંતર બન્ને અમારી વચ્ચે ખરી પડ્યા ! આ પત્ર વાંચી લીધા બાદ એની ખુશી એટલી જ મહેસુસ કરી જેટલી અમે બન્ને સાથે હોઈએ ત્યારે કરી હોય ! પણ આજે જાણે નિલેશકાકાએ બધુ પહેલેથી જ નક્કી કરી રાખેલું કે આજે SEZ VITRIFIED માં અજીતકુમારને કેક કપાવડાવવી જ છે અને અનેક આશ્ચર્ય વચ્ચે મને ઉપર બોલાવવામાં આવ્યો અને સમગ્ર સ્ટાફની સાથે celebration થયું ! રાજશ્રીને online video call જોડ્યો અને જ્શ્ને જલસાનો માહોલ જામ્યો ! દૂરસુદૂર પણ સાથે અમે કેક કાપી અને anniversaryની એક અલગ જ અંદાજમાં યાદગાર ઉજવણી કરી ! SEZ VITRIFIED અને ખાસ કરીને નિલેશકાકાનો ખૂબ ખૂબ આભાર ! ક્યાંક મોરબીમાં કોઈક ફેકટરીમાં આવી ઉજવણી થવી એ જ જાણે મજાની વાત ! જે હોય તે યાદગાર દિવસ બનાવાવ બદલ ફરીથી SEZ VITRIFIED ને Thank you !
આટલી વાત કરી જ નાખી છે તો લો રાજશ્રીને લખેલો મજાનો પત્ર આજે તમારી સમક્ષ પણ મૂકી જ દઉં બીજું શું ?
પ્રિય રાજશ્રી,
Happy Marriage Anniversary,
આપાણી આ 14મી લગ્નતિથિ ! 14th Marriage Anniversary – IVORY તરીકે ઓળખાતી હોય છે. માટે આ 14th શબ્દ જ ન લખવાનો હોય ! ડાયરેક્ટ એમ જ કહેવાનું હોય કે Happy Ivory Marriage Anniversary ! અને આ Ivory anniversary એવી છે કે જેમાં હું અને તું સાથે નથી. જે હોય તે ક્યારેક એવું પણ બને ! અને હું તો કહું છુ કે ક્યાંક તો બન્યું એ સારું પણ થયું કારણ કે કદાચ આ વિરહ જ આપણી અંદર સળવળતી સંવેદનાને કે લાગણી ને વધુ ભીની કરે છે વધુ મજબૂત કરે છે અને નજીક લાવે છે. તેમ છતાં બાગબાનનું એ ગીત સાંભળીને થોડો દિલાસો મેળવીએ !!!!!
“ મેં યહાં તું વહાં......”
જીવન સીધી લીટી જેવુ જ હોવું જોઈએ એવું કોણે કહ્યું ? અને કદાચ જો કોઇકે કહ્યું હોય તો એ મને મંજૂર નથી ! સીધી લીટી પર કે ટ્રેક પર તો ટ્રેન ચાલે ! વાંકાચૂંકા રસ્તા પર ચાલવાની જે મજા છે એમાં આગળ શું છે એનું એકસાઈટમેન્ટ પ્રતિક્ષણ રહેતું હોય છે. હું અને તું બંને આ એકસાઈટમેન્ટને માણનારા છીએ, તો વળી બીજા શબ્દોમાં કહું તો પ્રક્ષેપિત વેગ મેળવવા માટે 45 ડિગ્રીના ખૂણે નમવું પણ પડે ! બસ અત્યારે એમ જ સમજવાનું કે એ 45 ડિગ્રીનો ખૂણો પ્રાપ્ત કરવા થોડી મથામણ કરી રહ્યા છીએ અને પછી સીધો જ પ્રક્ષેપિત વેગ પ્રાપ્ત કરીશું ! જે હોય તે આ બધી મથમણોણો સરવાળો એટ્લે જ જીવન ! આ બધાની વચ્ચે સમયને પ્રતિક્ષણ માણતા રહેવાનું-જાણતા રહેવાનું અને સાથે સાથે દોડતા રહેવાનું. પ્રિયે, 14 વર્ષ સાથે રહીને પામેલી આપણી સમજણ એટેલી નાની થોડી છે કે એ મોરબી-વડોદરા વચ્ચેનું અંતર અતિક્રમી ન શકે ! આટલા વર્ષોના સહવાસમાં આપણે એટલું તો ચોક્કસ પામ્યાં જ છીએ કે આપણાં વચ્ચે કાયમ સમય અને અંતર નામની રાશિ ખરી પડે ! અને એ જ તો આપણી ખરી જીત છે ! Love you darling ! દૂર હોય કે નજીક પ્રત્યેક શ્વાસે શ્વાશી છે તને અને પ્રત્યેક પળે ચૂમી છે તને ! આ મારો પ્રેમ છે તો જીવનના દરેક પડાવ પર તું કદમ મિલાવીને મારી સાથે જ રહી છો અને આપણાં સપના પૂરા કરવા મારી સાથે જ તું ભરપૂર વરસી છો તો અત્યારે પણ મુસળધાર વરસી જ રહી છો. એ જ તો આપણું મિલન ! બાકી તો, મારું પ્રિય વાક્ય હવે તો તું પણ એટલી જ સહજતાથી બોલતી થઈ ગઈ છો કે ‘ યે ભી બીત જાયેગા...’ સાચું કહું, તું આવું બધુ બોલે છે ત્યારે અજીત હમેશા રાજશ્રીમય હોય છે. 21 મી સદીનું આ 21 મુ વર્ષ છે ! કઈક પામી જવાની – કઇંક નવું ક્રિએટિવ કરી જવાની આ સદી છે અને મને પૂરો વિશ્વાસ છે કે આપણે બંને એવું જ કઇંક ઓફ બીટ કરી જવા જ સર્જાયા છીએ. બસ એ ક્ષણ અને એ મોમેન્ટની રાહ છે. હવે વધારે કઈ જ નથી કહેવું પણ છેલ્લા ખલીલ ધનતેજવીની એક કવિતાના શબ્દો થોડા ફેરફાર સાથે તારા માટે .....
લે આ મારી જાત ઓઢાળું તને !
રાજશ્રી ! શી રીતે સંતાડું તને !
તું ભલે દિલમાં રહે કે આંખમાં
ક્યાય પણ નીચી નહી પાડું તને !
કાઇ પણ બોલ્યા વગર જોયા કરું
મૌનની મસ્તીથી રંજાડું તને !
તું નહિ સમજી શકે તારી મહેક
લાવ કોઈ ફૂલ સુઘડું તને !
કોક દિ’ એકાંતમાં ખપ લાગશે
આવ મારી યાદ વળગાળું તને !
તે નિકટથી ચંદ્ર જોયો છે કદી ?
આયનો લઈ આવ દેખડું તને !
ઘર સુધી આવવાની જિદ્દ ન કાર
ઘર નથી, નહિતર હું ના પાડું તને !
લે આ મારી જાત ઓઢાડું તને.......
Love you & Miss you Darling
- Ajit Kalaria

રવિવાર, 10 જાન્યુઆરી, 2021

Happy Birthday Ojas !

 Just because I am not getting

Don’t think I am a tramp
Don’t think my tries are nothing but scrap.
Don’t think I will always have empty hands.
Just because I am not winning
Don’t think I will leave the ground.
Don’t think I am the sun behind the cloud.
Don’t think I will hide under the shroud.
I have tried in all directions movements are so fast.
I know that every single moment I used is now past.
I have been learning to carve my own path.
And don’t think I will be lost in the dark.
Just because I am not moving
Don’t think I can not walk
Don’t think I am a dead stone on the path.
Don’t think my stay is without any cause.
I just have to wait for right time to come across
And my actions will have desire upshot….
હા, આ કવિતા લખનાર મિત્ર એટલે ઓજસ તેરેદેસાઇ. આજે એનો જન્મદિવસ Happy Birthday Ojas.
ઓજસ એક એવો મિત્ર કે જે ખરેખર કવિતાના લયને પામ્યો ! એણે ઘણી સરસ કવિતાઓ લખી છે અને મેં એને માણી પણ છે. ઓજસ એટલે હ્યુમરનો માણસ ! ઓજસ ન હોય તો મહેફિલ અધુરી લાગે… તો કોઇપણ ચાલુ વાતમાં ઓજસ શું બોલશે એ પ્રેડિક્ટ કરવું એ સૌથી અધરું કામ ! હંમેશા દિલ ખોલીને ઠલવાઇ જનારો માણસ એટલે ઓજસ ! અને ગમેતેવી ખરાબ પરિસ્થિતીમાં પણ સામેની વ્યક્તિને હસાવી શકે એ ઓજસ ! ટુંકમાં ખાવું-પિવું અને જલસા કરવા એ ઓજસની ફિતરત ! ગમે તેવી સિરિયસ વાત હોય એને મજાકના સ્વરૂપે લાવે મુકવી એ આવડતનો કિમિયાગર એટલે ઓજસ.
ફોર્ક કેમ પકડાય એ ઓજસે મને શિખવ્યું. 12thમાં અને કોલેજ સમયે અમે ખુબ જ બહારનું ખાવાનું ખાધું અને ફર્યા પણ એટલું જ ! જ્યારે કોલેજના પ્રથમ વર્ષમાં ફેઇલ થયા અને ટ્યુશન રાખ્યું ત્યારે બે જ અઠવાડિયામાં સર બોલી ઉઠ્યા કે અ’લા ગાંડાઓ તમે ફેઇલ કેમ થયા ! જવાબ એક જ હતો મનમાં એમ જ હતું કે કોલેજમાં તો જલસા જ કરવાના અને પાસ તો એમ જ થઇ જવાય... હા...હા... હા.. ! ચાલો છોડો એ વાત, પણ છ મહિના પછી જ્યારે ફરી પરિક્ષા આપી ત્યારે રીઝલ્ટમાં સ્ટેટીસટીક્સમાં પ્રથમ આવનાર હું હતો અને મેથ્સમાં પ્રથમ આવનાર ઓજસ હતો. અને એ પણ એવા માર્કસ સાથે કે પ્રથમ ટ્રાયલે પાસ થનાર પણ આટલા માર્ક્સ ન હોતા લાવી શક્યા. આ મજા છે. ઓજસની !!!!! જો ઓજસ કોઇ કામ લઇને વડગી પડ્યો તો તો પછી કંઇ પુછવું જ નહી ને ! કોલેજના એ દિવસોમાં ઓજસનું ઘર અમારા સૌ મિત્રો માટે એક ખાસ પડાવ સમાન રહેતું. હા, મારી ભુકંપ પરની સ્ક્રિપ્ટ પણ મેં એના ઘરે જ લખેલી. તો બસ જ્યારે નવા ફ્રેસર્સ તરીકેની લાઇફ જીવતા ત્યારે અમારો આ પ્રિય મિત્ર ફ્રેંચ સિંગર Alizee નો દિવાનો હતો અરે ત્યાં સુધી કહી શકાય કે કદાચ ભારતમાં રહેતો સૌથી Alizee મોટો ફેન હતો. ઘણી ઘણી કહી શકાય એવી કવિતાઓ ત્યારે લખાઇ હતી. અમારી વચ્ચે આવીને અનેક ફ્રેચ શબ્દો બોલતો અને એ શબ્દોના મતલબ પણ અમને સમજાવતો. ટુંકમાં ઓજસ એટલે Alizee નો પાક્કો દિવાનો.
આજે પણ મારા છોકરાને કે નિલેશ કે મૃગેશના છોકરાને સહજતાથી હસાવી પાડે એ ઓજસ. ઓજસને જોઇને જ કંજ ક્યારેક હસી પડે એવો તો ઓજસનો કરીશ્મા !
એક સમયે જ્યારે ઓરેકલ જેવી કંપનીમાં ઓજસ જોબ કરતો ત્યારે હું એને અનેક સમયે કહેતો કે તને ખબર છે તું Lerry Ellisonની Oracle કંપનીમાં જૉબ કરે છે ત્યારે એ હંમેશા એટલું જ કહેતો કે મને એવું કંઇ લાગતું જ નથી ને ! બસ હું મારું કામ કરું એમાં શું ? અને ઉપરથી મને કહેતો કે તારી જેમ જ મને મારો કઝિન પણ કહે છે કે ઓજસ તું Oracle માં જોબ કરે છે જોરદાર કહેવાય. આમ ઓજસ હંમેશા ડાઉન-ટુ-અર્થ જ રહ્યો એ એનું વધારાનું જમા પાસું.
અમે જ્યારે ભણતા ત્યારે ઓજસ એનીડબ્લેટનની બુક્સ વાંચીને પોતાનું અંગ્રેજી સુધારતો તો વળી અનેક સમયે મારા ઉચ્ચારોની ભુલ મને સમજાવવાની માથાકુટ પણ કરી છે તો હંમેશા અંગ્રેજી બોલતી વખતે એના એક્ષન્ટ એકદમ પરફેક્ટ રહેતા અને એ આજે પણ એ જણાઇ આવે છે.
ઓજસ IT નો માણસ એટલે મારા ટાઇલ્સ ઝોન માટે એણે મને GST પહેલા અને પછી એમ બન્ને સમયે મારી અનુકુળતા મુજબના બિલિંગ સોફ્ટવેર બનાવી આપ્યા હતાં અને એક સમયે તો મને મોબાઇલ ઍપ પણ બનાવી આપવા માટે કહ્યું હતું. એટલે ટુંકમાં મિત્ર માટે સમય પણ કાઢે અને કામ પણ કરી આપે અને જરૂર પડે ત્યારે સાથે પણ ઉભો રહે એ ઓજસ.
પોતે પોતાના જ લગ્નમાં વરરાજા બનીને નિકળે અને કાલા ઘોડા સર્કલે પહોંચ્યા પછી કહે કે અ’લા અજીત હું તો સુટ જ ઘરે ભુલી ગયો એ ઓજસ ! છતાં એની આવી અનેક વાતો પર મજા આવે અને સતત મળવાનું મન થાય એવો મિત્ર એટલે ઓજસ ! અને પાછો મળે ત્યારે તમારું મગજ ખાલી કરી આપે એવો મિત્ર એટલે ઓજસ. સામેવાળાની નકલ કરવાની રીત કે એની બોલવાની છટા જોઇને જ તમે હસી પડે એ ઓજસ.
છતાં જીવનરૂપી ખેલના અનેક પહેલું પર એક નિર્દોશ બાળકની જેમ રમતા ઓજસને જોયો છો તો બીજા છેડા પર અનેક સમયે એક ફાઇટરની જેમ જ જોરદાર ફાઇટ કરતાં પણ એને જોયો છે. આવી અનેક વાતોનો સાક્ષી એની સાથે અનેક સમયે હું રહ્યો છું. તો હજુ પણ એ જ જલસા એની સાથે ચાલુ જ રહેવાના છે
અને છેલ્લા એટલું જ કહીશ કે જેનામાં હજુ પણ એક બાળક જીવે છે એવા મજાના મિત્ર ઓજસને આજે ફરીથી જન્મદિવસની અઢળક
શુભેચ્છાઓ

રણ, વન અને દરિયો




અનેક પડવોનું સરનામું અને એનો સરવાળો એટલે જીવન ! પણ, પ્રત્યેક પળને કે પ્રત્યેક ક્ષણને કોઈ ફકીરી અદાથી કે બેફિકરાઈથી કે સાક્ષિભાવે જીવાય એ જીવનની સૌથી જીવંત ક્ષણો ! જીનનની આવી અનેક જીવંત ક્ષણોને માણીને એને શબ્દદેહ આપી ગુજરાતી સાહિત્યને એક અનોખો નિબંધ સંગ્રહ આપવાનું કામ રણકાંઠાના શિક્ષક રાકેશ પટેલે કર્યું છે. પોતાની જ કહાની અને પોતિકી સંવેદના થકી પ્રગટેલ મજાનો નિબંધ સંગ્રહ એટલે રણ, વન અને દરિયો. રણ, વન અને દરિયા સાથે વાતો છે અરે એમ કહો કે વાતોનો મનમેળ છે. અને છેલ્લા તો એમ જ કહેવું પડે કે માણસ જ રણઘેલો છે કે રણમય છે.
દરેક પાને કુદરત બોલે છે. અને એમાં કુદરત સાથે થયેલી નિખાલસ વાતો કે ચર્ચાના ટહુકા છે. આ ટહુકાઓમાં ભારોભાર સંવેદના છલકે છે ને હ્રદયની ભાષા છે. ગધ્ય પાને પાને પધ્યની જેમ જ વહી રહ્યું છે. શબ્દોની સંગત છે ને વિચારોની રંગત છે. અનેક અનુભવોનું આલેખન છે ને સહજ ચિત્રણની નિખાલસ રજૂઆત છે. તમે જ્યાં પણ છો ત્યાં તમારી તકલીફોને ભૂલો તો માણવા અને જાણવા જેવુ ઘણું છે એ વાતનો ક્યાંક મજાનો એકરાર છે. ખરા અર્થમાં જીવનની વાત છે ને ઠલવાઇ જવાની વાત છે. એવું લાગે જાણે પ્રકૃતિ અને માણસ વચ્ચે કોઈ ચોક્કસ Etiquets માં વાત ચાલી રહી છે. રણના ઘાસની અર્થછાયાઓમાં જાણે પોતાને શોધવા નીકળી પડ્યા છીએ અને વાંચનારને રણવાસી બનાવી મૂકે એવું આબેહૂબ વર્ણન !
આમતો મને કોઈ પુસ્તકની વાત કરતી વખતે એ જ પુસ્તકના શબ્દો લઈ એની રજૂઆત કરવી ગમતી નથી પણ આજે એ નિયમ તોડવો છે અને રણ, વન અને દરિયો ત્રણેયની મને સૌથી વધારે ગમી ગયેલ વાતો મૂકવી જ છે.
રણ : આકાશમાંથી સોનેરી તડકો રણમાં છલકાઇ રહ્યો છે. મોડી રાત સુધી જાગેલા રણની આંખોમાં હજી સવાર ફૂટી નથી. પંખીઓને પાંખો ફૂટી ગઈ છે. ને પાંખોમાં સૂરજને ભરી ઊંચે ઊંચે ઊડી રહ્યા છે. સોના જેવા પંખીઓના ટહુકા પહેરી પવન પણ ગણગણી રહ્યો છે. દૂર દૂર સુધી યાયાવર પંખીઓ તડકો ચરી રહ્યા છે. તડકામાં હૂંફ છે, ઉષ્મા છે – રણ જેવી ! રાતના ઠરી ગયેલા રણને તડકો જગાડી રહ્યો છે. માગશર માસના આ પાછલા દિવસોમાં તો સરહદ પારથી આવતા હિમ જેવા પવનોથી રણ ધ્રુજતું હોય...! તોય રણ તેના મહેમાનોની આગતા સ્વાગતામાં ક્યારેય પાછા પગલાં ભરતું નથી. સરહદો સુધી આવકારવા પહોંચી જાય છે રણ !
વન : રાત સુવા માથે છે. તેની આંખોમાંથી ઉજાગરાનું અંધારું ઝમી રહ્યું છે ! પણ હિંસક પશુઓ એને સુવા દેતા નથી. ને મોડી રાતના ધુમ્મસ ઊતરી આવે છે ને નેસડાઓ પાસે સળગતા અગ્નિને ઠારી નાખે છે, ત્યારે સિંહ ખુલ્લી છાતીએ મારણ કરવા નીકળે છે ! એનો પંજો ક્રૂર છે ! સાક્ષાત કાળ જેવો ! એમાંથી કોઈ બચી શકતું નથી, કોઈ છટકી શકતું નથી ! ને પછી જંગલ લોહીની વાસ ઓઢી પડ્યું પડ્યું કણસ્યાં કરે છે ! ને બીજી તરફ કાળ જેવા પંજામાથી છૂટવાના વ્યર્થ પ્રયત્નો કરતાં અબોલ પશુઓના ચિત્કારથી જંગલ નામનું પંખી ભીતરથી ફફડી ઊઠે છે, આક્રંદ કરી ઊઠે છે ! મોતનો ખૂની ખેલ જોતાં વૃક્ષો પણ રડી ઊઠે છે. પીગળી ઊઠે ! જંગલના પેટાળમાં આવા કઈ કેટલાઇ રહસ્યો ઘરબાઈને પડ્યા છે. રહસ્યો જો ખોલવામાં આવે તો એક એક યુગ જેટલા લાંબા નીકળે ! અહીં કઈ કેટલાય યુગો વીતી જાય છતાં રહસ્યો તો સાવ અકબંધ જ રહેવાના ! પૃથ્વીલોક પર આવા કેટલાય રહસ્યલોક જીવી રહ્યા છે ! ને આ જંગલ પણ કોઈ રહસ્ય લોકથી ઓછું નથી ! પોતાના સમયથી પહેલા આથમી ગયેલા જીવાત્માઓનું સાક્ષી છે આ જંગલ... ! પૃથ્વી પર ખેલાયેલા કેટલાય યુદ્ધોની જડીબુટ્ટી છે આ જંગલ...! તેથી જ આ જંગલ મારા માટે તો રહસ્યથી ભરપૂર છે ! જંગલના આ રહસ્યોને કોણ ઉકેલશે ? અને કોણ જંગલને તેના ભારમથી મુક્ત કરાવશે ? ચાલો, રાહ જોઈએ... કોઈ યુધ્ધની ! ના, ના ... કોઈ બુદ્ધની !
દરિયો : કેટલીય વખત હારવા છતાં, ખાલી હાથે પાછા ફરવા છતાંય આ માછીમારોમાં અદ્ભુત સાહસ છે, ધૈર્ય છે. ગમેતેવી વિકટ પરિસ્થિતીમાં ય દરિયા સામે ઝઝૂમે છે, બાથ ભીડે છે. પણ નિરાશ થયા વિના એક નવા દિવસની પ્રતિક્ષા કરતાં આ લોકો એની અલગ જ ધૂનમાં જીવતા હોય છે. વહેલી સવારે ચાર પાંચ વાગ્યે દરિયામાં નાવ હંકારી જાય, એની નક્કી કરેલી સીમાઓ સુધી વિસ્તરે, જાળ નાખી બેઠા રહે. પોતે જ પોતાના ધૈર્યની કાયમ કસોટી કર્યા કરે. ને જ્યારે તે ધૈર્યને અતિક્રમી જાય છે ત્યારે તેની નાવ ખુશીઓથી ભરાઇ જાય છે ! ને આંખોમાં એની સ્વપ્નાઓ દરિયાના મોજા પહેરી હિલ્લોળે ચઢે છે. બાળકોની થાળી સુંગંધથી છલકાશે... તૂટેલા રમકડાનું સ્થાન હવે નવા રમકડાં લેશે... ને એની આંખોના દરિયામાં ભરતી આવી ઊઠે છે. એની છલકો મને પણ ભીંજવે છે !
આટલું માણ્યા પછી ચોક્કસ કહેવું જ પડે કે રણની રેતીમાં જે મીરા અને રાધાના નૃત્યના ધ્વનિની ભાળ મેળવી જાણે એ રાકેશ પટેલ ! તો વળી, ન ગમતા વનમાં પણ સ્થિર થઈ જવાની વાત કરે એ રાકેશ પટેલ ! અને જે ધુમ્મસમાં નહાતા દરિયાને કોઈ યોગી જેવો ધીર ગંભીર જોઈ શકે એ રાકેશ પટેલ ! રાકેશ પટેલ સાચું કહું, પ્રત્યેક પ્રસંગ કે વાત શબ્દવિશ્વમાં એવી રીતે રજૂ થઈ છે કે વાચકને સાથે લઈ જાય એવું મજાનું આલેખન કર્યું છે. અદ્ભુત !!!! છેલ્લી વાત કહી દઉં કે રાકેશભાઈ આ પુસ્તક વાંચતી વખતે અનેક સમયે એવું લાગ્યું કે આ વાત આ રીતે તો શાળાના બાળકો સમક્ષ રજૂ થવી જ જોઈએ કારણ કે આવા શબ્દોના વર્ણન થકી જ એમને કોઈ પોતિકા ભાવવિશ્વને રજૂ કરવાની પ્રેરણા જાગશે !

મિત્ર,
Paras Kumar
નો ખુબ આભાર કે જામનગરથી આવું મજાનું પુસ્તક મોકલી આપ્યું!