રવિવાર, 30 જૂન, 2019

એક શિક્ષકની વિદાય સમયે દિલ બોલે છે.



You are an embodiment of optimism and hard work. Thank you for inspiring us in every aspects of life. we will miss you sir ! Little dedication towards you in the form of letter.
એક શિક્ષક જ્યારે સ્કુલમાંથી વિદાય લેતા હોય અને દિકરી વળાવતા હોઇએ એવો પ્રસંગ ઉભો થાય ત્યારે ચોક્ક્સ સમજવું કે જીવન ઉપલ્બદ્ધીઓથી ભરેલું છે. હા, આજે હું આવા જ એક શિક્ષકની વાત કરી રહ્યો છું. બે દિવસ પહેલા જ મિત્ર એવા યજ્ઞેશ પંડિયા સરનો ફોન આવ્યો કે અજીત સર તમને ખબર છે જોરૂભા ખાચર સર રિટાયર્મેન્ટ લઇ લેવાનો નિર્ણય લઇ ચુક્યા છે. મોબાઇલ પર એમના શબ્દો મને કાન પર હજુ પણ અથડાઇ રહ્યા છે કે આજે સ્ટાફમાં ઘણા શિક્ષકો આ નિર્ણય સાંભળીને રડી પડ્યા, તો ઘણા શિક્ષકોએ નિર્ણય બદલવા માટે રિક્વેસ્ટ પણ કરી જોઇ. એ જ રાત્રે હું સરની ઘરે જઇ આવ્યો અને સરને કહ્યું કે સર શું કરવા ઉતાવળ કરો છો ? મને ખબર જ છે કે તમારે ફાઇનાન્સયલી કે બીજી કોઇ તકલીફ તો નથી જ ! પણ એક સેવાના રૂપમાં કામ ચાલું રાખો તમે કેટકેટલાના રોલ મૉડેલ છો. તમે કેટકેટલાના પ્રેરણાના સ્ત્રોત છો... પણ નિર્ણય અફર હતો અને ઉંડે ઉંડે મને પણ થાતું હતું કે સાચો પણ છે... બસ આજે સર સ્કુલમાં છેલ્લો દિવસ ફરજ બજાવશે અને એક શ્રેષ્ઠ શિક્ષક અને એક શ્રેષ્ઠ આચાર્યના રૂપમાં વિદાય લેશે. ગુણવંત શાહ કહે છે એમ આચાર્ય ક્યારેય લાચાર્ય ન હોવો જોઇએ. જોરૂભા ખાચર સરને અમે ક્યારેય લાચાર્યના રૂપમાં જોયા નથી એમ અમે ગર્વથી કહી જ શકીએ. ખરા અર્થમાં એમણે આચાર્ય પદને ગરીમાપૂર્ણ રીતે શોભાવ્યું છે એનો ગર્વ અમને જીવનભર રહેશે જ. જીવનના બધા જ પાસઓને તમે બખુબી પ્રમાણ્યા છે તેનો પણ અમને ગર્વ રહેશે જ. તમારી આગળની યાત્રા માટે પણ તમે પહેલેથી જ સજ્જ છો માટે અમારે તો ભગવાનને એટલી જ પ્રાથના કરવાની કે બસ તમને ગમે એ બધું જ તમે પામી શકો. બાકી તમારા જેવા સદાકાળ યુવાન એવા આચાર્ય જ ખરેખર શિક્ષ્ણત્વનો સાચો પાયો છે જેની ઉપજ રૂપે જ અમે અમારા ઘડતરને ગણી શકીએ અને અભિમાન લઇ શકીએ. એક આદર્શ આચાર્યને, સિધ્ધાંત પર જ જીવન વ્યતિત કરનાર એક આચાર્યને અને સહજતા-સરળતા અને સાત્વિકતાથી જીવનને જીવનાર એક આચાર્યને આજના દિવસે સો સો સલામ... !
તમારા વિધ્યાર્થી તરીકે ઓળખાણ આપવાનો ગર્વ થાય એવો તમારા હાથ નીચે કશું જ ન ભણેલો છતાં કલ્પી ન શકાય એટલું ભણેલો અને ગણેલો વિધ્યાર્થી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો