શનિવાર, 22 સપ્ટેમ્બર, 2018

Nike એક પોપ્યુલર અને અલગ જ પૅશન ધરાવતી બ્રાંડ



NIKE એક એવી બ્રાન્ડ કે જે નાના-મોટા, ગરીબ, શ્રીમંત કે મિડલક્લાસ બધાને ખબર હોય. અંદરથી એને પામવાનો ઇરાદો હોય.... જો કોઇ પૈસા ટકે સુખી છે તો NIKE એનો સ્ટેટસ સિંબોલ છે, જો કોઇ મિડલકલાસ ફેમિલીનો છે તો NIKE એનું સપનું છે. જો મિડલક્લાસનો છોકરો એનો કોઇ ઉપયોગ કરી રહ્યુ હોય તો એ એનું પૅશન છે. જો કોઇ ગરીબ છે તો પણ ક્યાંક ઉંડે ઉંડે એકાદ બીજ પડેલા હશે કે મારે આનો એક દિવસ ઉપભોગ કરવો છે. હા, એની તમન્ના તો છે જ. અરે... હું કાંઇ ભારત જ ની વાત નથી કરતો એ તો આફ્રીકાની ગંદી ચાલીમાં કે બ્રાઝિલના ફવેલા (મુંબઇની ધારાવી જેવો જ એકદમ ભરચક વિસ્તાર ધરાવતી જગ્યા)નો કોઇ સ્કુલમાં ભણતો છોકરો હોય એને પણ NIKE નું નામ ખબર જ છે અને એનું મનમાં ક્યાંક એક પૅશન પણ છે. Swoosh નો લૉગો ધરાવતી આ કંપની દુનિયાના ચોરૈ-ને-ચૌટે વખણાઇ છે અને ચર્ચાઇ છે. નવાઇની વાત તો એ લાગશે કે ૩૦ જુન 1971માં છેક NIKE એવું નામ આપવામાં આવ્યું. એની પહેલા 25 જાન્યુઆરી 1964 માં કંપની સ્થપાઇ ત્યારે એનું નામ Blue Ribbon Sports એવું હતું. Bill Bowerman અને Phil Knight ભેગા મળીને આ કંપની ચાલુ કરી. NIKE નામ વિજયના દેવી (ગ્રીક) પરથી લેવામાં આવ્યું અને એને સાચા અર્થમાં સાર્થક કર્યુ કારણ કે આજે NIKEની નેટવર્થ 29.6 બિલીયન ડોલર જેટલી થવા જાય છે. વિજય જ વિજય.... NIKE માત્ર બૂટ જ બનાવે એવું નથી NIKE એક એવી મલ્ટીનેશનલ કંપની છે જે ડિઝાઇન અને ડેપલૉપમેન્ટ સાથે footwear, apparel, equipment, accessories અને servicesમાં દુનિયામાં એક અલગ જ ઇમેઝ બનાવી ચૂકી છે. NIKE બ્રાંડનો Swoosh લૉગો અને “ Just Do It ” ની ટૅગ લાઇન વિશ્વની સૌથી સફળ અને વિશ્વાસનીય ગણવામાં આવે છે. આ લૉગો અને ટૅગ લાઇન પાછળ(ઍડર્વટાઇઝ્મેન્ટ) કંપની દર વર્ષે પોતાની ઇંકમના 10 % ખર્ચ કરે છે. એક સર્વે તો એમ પણ કહે છે 80% વેચાયેલ વસ્તુ કોઇ intended purpose પર નથી વહેચાઇ, એ તો વહેંચાઇ છે બ્રાંડના લૉગો પર કે એક ફેશન કે એક સ્ટેટસ સિંબોલ પર... અને એને સતત પ્રેઝંટ કરવા માટે NIKE હંમેશા તૈયાર જ હોય છે. Ilie Nastase, Steve Preforntaine, Carl Lewis, Jackie Joyner-Kersee, Sebastian Coe, Ronaldinho, Wayne Rooney, Micheal Jordan, Kobe Bryant, Roger Federer, Rafael Nadal, Ronaldo, Neymar, Cristiano Ronaldo, Kylian Mbappe, Zlatan Ibrahimovic, Thierry Henry, Didier, Drogba, Francesco Totti, Harry Kane, Andres Iniesta , Eden Hazard, Tiger Woods અને Rory Mcllroy જેવા ખેલાડીઓ ને NIKE સ્પોન્સર કર્યા. તો એક વાત ચોક્ક્સ કહેવી પડે કે 1984 માં Micheal Jordan આવ્યા અને સાથે સાથે Spike Lee અને Mars Blackmon થી NIKE ને એક જોરદાર બુમીગ મળી ગયું.... આટલા પ્રમોટરો જો એક જ બ્રાંડને સમયે સમયે પ્રમોટ કરતાં હોય તો કોઇપણ દેશની Urban Fashion કે hip hop fashionની દુનિયામાં NIKE હોવાની જ... અને જો ત્યાં હોય તો એ તો બમણા વેગથી એડવર્ટાઇઝ પામવાની જ.. અને એ જ બન્યું... એક સ્ટેટ્સ સિંબોલ કે એક પૅશન બ્રાંડ તરીકે છેલ્લા 35 વર્ષ કરતા વધારે વર્ષોથી એ રાજ કરી રહી છે.આજ કાલ NIKE નવા જ અંદાજમાં પોતાની ઍડર્વટાઇઝમેન્ટ કરી રહી છે. " MAKE THE WORLD LISTEN. "The louder we play, the more we change the game.. પૅશન કેવું હોય એ જોવું હોય તો NIKE બ્રાંડની એક જ પ્રોડક્ટ NIKE Sneakers Airના શોખીનો કેવા છે એનો વિડિયો (લિંક પર ક્લિક કરીને) જ જોઇ લો... હવે મારે કશું જ કહેવું નથી.... https://youtu.be/bNzmKrJBJ8c

મંગળવાર, 18 સપ્ટેમ્બર, 2018

37 વર્ષે જાત સાથે વાતો....


જીવનની સૌથી સુંદર પળ કઇ ?  તો હું ચોક્કસ કહીશ કે,  જ્યારે હું મારી સાથે જ હૌવું છું,  એ પળ ! હા, જ્યારે હું મારી સાથે જ વાતો કરું છું ત્યારે હું અજીત મટીને કંઇક અલગ જ હોવાની અનુભૂતિ કરું છું. મારું એકાંત એ મારી સૌથી મોટી તાકાત લાગી છે. ત્યાંથી હું કંઇક અનેરા પાઠ ભણીને આવું છું. જીવનની સરસ પળ કઇ ? તો હું ચોક્ક્સ કહીશ કે, જ્યારે હું કોઇક સાથે મારા વિચારોને વ્યકત કરીને કે એને વાગોળી કે એને પાંખો આપવા હું જ્યારે ઠલવાઇ જવાની ઝંખના સાથે પુરેપુરો વ્યક્ત થઇ જાવું છું એ પળ હંમેશા મને સૌથી સરસ પળ લાગી છે.(ઘણીવાર આવું બને છે રાજશ્રી સાથે તો મિત્રો સાથે તો કેટલાક મારા પ્રિય શિક્ષકો સમક્ષ) જીવનની  સરળ પળ કઇ ?  તો હું ચોક્ક્સ કહીશ કે, જ્યારે હું પ્રવાસમાં હોવું છું, એમાં પણ જ્યારે હું એકલો હોવું છું એ પળ કે એ પળો મને હંમેશા સૌથી સરસ પળ લાગી છે.... જીવનની રસાળ પળ કઇ ?  તો હું ચોક્ક્સ કહીશ કે,  જ્યારે કોઇક સુંદર પુસ્તક મને એક અલગ જ ફિલૉસોફિકલ લેવલ પર લઇ જાય કે કોઇ પુસ્તક મને વિચારતો કરી મુકે, કે FBની કોઇ પોસ્ટ મને વિચારોના વંટોળમાં લઇ જાય કે કોઇ સરસ આર્ટિકલ મનને ઝંકઝોળ કરી જાય  એ પળ મને હંમેશા સૌથી રસાળ પળ લાગી છે. અનેક સુંદર પળો, અનેક સરસ પળો, અનેક સરળ પળો અનેક રસાળ પળોનો સમન્વય એટલે 37 વર્ષનું મારું  સહજ જીવન. આ 37 વર્ષના જીવનમાં મિત્રોની મીઠાસ પામ્યા તો ક્યાંક સ્નેહ અને સંબંધના સરોવર રચ્યા. ક્યાંક પ્રેમના વર્તુળો રચ્યા તો ક્યાંક એકલતાના એકાંતને પામવા મથ્યો. આ બધામાં મેં સતત કોઇ-ને-કોઇ રીતે ક્યાંક એક સૂક્ષ્મ રૂપાંતરણ મહેસુસ કર્યુ છે. તો વળી મારી જીદ્દને કરણે જ એ રૂપાંતરણને અટકતું પણ મહેસુસ કર્યુ છે. આવી ક્ષણો માણવી એ જ મને જીવનનું સાર્થક્ય લાગ્યું છે. આ બધુ છતાં જીવને  મને શો બોધ  આપ્યો ? તો ચોક્ક્સ કહીશ કે,  એક એવી સમજણ આપી કે ક્યાંક નિષ્ફળતા પણ મીઠી લાગી.... ક્યાંક પરાયા પણ પોતીકા લાગ્યા... અને છેલ્લે એક જ વાકયમાં કહેવું હોય તો કહીશ કે જીંદગી ખરેખર જીવી જવા અને માણી જવા જેવી મહેસુસ કરી.....ક્ષિતીજને આંબી જવાની હોંસ હજુ પણ ક્યાંક ફુફાળા મારે છે ત્યારે જીવનના 37 વર્ષો એક જીતનો અહેસાસ અપાવી જાય છે. છેલ્લે એક સુંદર કવિતા, કવિતાના રચયિતાનું નામ ખબર નથી પરંતુ ગમી જાય એવી ચોક્ક્સ છે....
Life is a river flowing,
Beautiful and challenging.
Begins with birth,
Ends with death,
Same source.
Life is a treasure,
Its contents has no measure.
Down the river of our life,
Roars raindrops of love and strife,
Laughter, dreams and sorrows.
Life,like the river splits into arms,
Moving where we want it to strum,
With  courage and right attitude,
Not to forget HIS gratitude,
Either be islanded between our negative thoughts,
Or plunge down into a long waterfall of depressive  noughts.
Let the sparkling water of life flow through us adventurously,
Vibrating, exciting and luxuriously,
Awakening every cell and fibre in us.
As the river of our life takes a turn and a bend,
We never know what it will send.
All we have to do is follow the right
path,
And not cross HIS wrath.

બુધવાર, 12 સપ્ટેમ્બર, 2018

ઉદયાસ્ત : દ્વારકા-સોમનાથ


ઉદયાસ્ત : દ્વારકા-સોમનાથ
નિપેશ પંડયા લિખીત નવલકથા એટલે ઉદયાસ્ત. સદીઓથી કે યુગોથી જાણીતા સૌરાષ્ટ્રના બે સ્થળો સાથે સંકળાયેલ નવલકથા એટલે ઉદયાસ્ત. હા, સોમનાથ અને દ્વારકા ! એક સામાન્ય પ્રશ્ન પુછું...? આ બંન્ને સ્થળો વચ્ચે કોઇ સંબંધ હોઇ શકે ? છે..., અરે, ભુતકાળમાં હશે કદાચ.... ઉદયાસ્ત વાંચો ત્યારે આવો અનુભવ ચોક્ક્સ થાય. કદાચ હું ત્યાં સુધી કહીશ કે આ નવલકથા વાંચ્યા પછી સોમનાથ અને દ્વારકા બીજી વખત જાવ ત્યારે તમારી આંખો બીજુ કંઇક ચોક્ક્સ શોધતી હશે. આ નવલકથા વાંચ્યા પછી ચોક્ક્સ કહેવાનું મન થાય કે સામાન્ય માણસની આંખો જે નથી શોધી શકતી, નથી પામી શકતી એ વાતો નિપેશભાઇએ સોમનાથ અને દ્વારકાના મંદિરની દિવાલો પરથી કે એ ભૂમિ પરથી પામી. વાંચતા વાંચતા ઇતિહાસ એવો તો પેરેલલ ચાલે કે આપણે પણ ત્યાં જ હોવાની અનુભૂતિ પામીએ. એક સામાન્ય ગામડા ગામના માણસની બુદ્ધિ અને એક પંડિતની દેશ પ્રત્યેની અનોખી સુઝ કેવી રીતે બધું બદલી શકે એની કહાની એટલે ઉદયાસ્ત. ક્યાંક સો ટચની શ્રદ્ધા, તો ક્યાંક ભારોભાર વિશ્વાસ. ક્યાંક ઝનૂન, તો ક્યાંક બુદ્ધિચાતુર્ય. ક્યાંક સાહસ, તો ક્યાંક મુર્ખામી. ક્યાંક વિરહ તો ક્યાંક વેદનાથી ભરેલા ઉદયાસ્તના શબ્દો પ્રતિપળ કહાનીમાં આપણને હાજર હોવાનો સતત અહેસાસ કરાવે. ઇતિહાસની હક્કિકતોને આધારે લખાયેલ આ નવલકથા વાંચ્યા પછી મન સતત એક જ પ્રશ્ન પુછ્યા કરે છે, આ નવલકથા નથી જ... આ જ સાચો ઇતિહાસ છે... જે ક્યાંક ખોવાયો છે.. જે ક્યાંક તોડમરોડ પામ્યો છે... જે ક્યાંક જાણીકરીને ભૂલાવી દેવાયો છે.... જે ક્યાંક ચૂકાયો છે.... વર્ષો સુધી જે કોઇ ન પામી શક્યું એ નિપેશભાઇ સોમનાથ જઇને પામી આવ્યા અને ગુજરાતી સાહિત્ય જગતને ઉદયાસ્તની ભેટ આપી. ઉદયાસ્ત વાંચ્યા પછી શબ્દો ઓછા પડે છે. રોમાંચ ઓસરવાનું નામ જ નથી લેતો. નિપેષભાઇ સાથે વાત થઇ ત્યારે મને કહ્યું કે ઉદયાસ્તનો બીજો ભાગ આવી રહ્યો છે. Willingly waiting…..
પારસભાઇ તમારો ખાસ આભાર કે જામનગરની મુલાકાત દરમ્યાન તમે મને આવી સુંદર નવલકથા વાંચવા માટે આપી.

Happy Birthday Rajshree



8/09/2018
Happy Birthday Rajshree,
                        
જન્મદિવસ એટલે શું? 364 દિવસ અને લીપવર્ષમાં 365 દિવસ પછી જીવનમાં આવતો એક એવો ચકરાવો કે જ્યાં ઊભા રહીને આખા વર્ષના પડઘાઓ(echoes) એક ફ્લેસબેકમાં પસાર થાય, તો સાથે સાથે આવનારા નવા વર્ષના પડઘમ આપણને સતત અનેક હિતેચ્છુઓની wish(પ્રાથના)માંથી સતત મળ્યા કરે એવો એક ખૂબસરસ પડાવ. તારા જીવનના આવા 32મા પડાવ પર તને આજે તને અનેક શુભેચ્છાઓ... જન્મદિવસ એટલે આપણા માટે આપણું પોતાનું પોતીકું નવુંવર્ષ. તારા જીવનના તારા આ પોતીકા નવા વર્ષ પર તને કહીશ કે....
દરેક શ્વાસે સદા મુસ્કુરાતી તું રાજશ્રી, 
હંમેશા સૌમ્ય બની વિહરતી તું રાજશ્રી.


ઘડતર – વળતર છોડો...
માણવું અને મોજમાં રહેવું...

એ જ તારો મંત્ર...

ફિકર- ફિરાક છોડો...
હસવું અને હસતા રહેવું...   
એ જ તારો મંત્ર...


Does and Don’t વળી શું ? 
ખીલુવું અને ખીલતા રહેવું...

એ જ તારો મંત્ર...

બંધન અને બાધા વળી શું ? 
લડવું અને લડતા રહેવું (fighting spirit in life)

એ જ તારો મંત્ર...

ચાલ, ....
આજે બત્રીસમેં વર્ષે
નક્કી કરીએ
બત્રીસે કોઠે દિવા પ્રગટાવી
ભમીએ-ફરીએ
જશ્ન મનાવીએ
એકમેકમાં ખોવાઇને
ક્યાંક નવસર્જન કરીએ.

ચાલ ફરીથી....
ક્યાંક F&D કે આણંદ કે વિદ્યાનગરનો
ચકરાવો લગાવીએ...
કોઇક મળી જાય તો ફરીથી
કહી દઇએ આ મારી ફિયાન્સી
અને તું કહી દેજે આ મારો ફિયાન્સ.

           રાજશ્રી એટલે એક એવું વ્યક્તિત્વ કે જ્યાં એ હોય ત્યાં એક આલગ વ્યક્તિત્વના પરફ્યુમ્સના છાંટાંમાં તમે ભીંજાયા વગર ન રહી શકો. રાજશ્રી એટલે એક એવું વ્યક્તિત્વ કે જે તમને લાગણીના તંતુમાં તો બાંધે પણ સામે છેડે તમે પણ અનાયાસે અનેક ભાવનાઓના અનુબંધમાં બંધાયા વગર ન રહી શકો.
           સહજ રૂઆબ, સહજ પ્રદર્શન, સહજ મીઠાશ અને સહજ નિખાલસતાનો સમન્વય એટલે રાજશ્રી. સફળતાની ચિંતા ન કરે પણ શમણા પુરા થાય એની ખેવના કરે એ રાજ્શ્રી. પ્રદર્શનની ચિંતા ન કરે પણ પરફેકશન માટે કંઇક કરે એ રાજ્શ્રી. એક એવું વ્યક્તિત્વ કે જેને મળનાર દરેક કહે કે રાજ્શ્રીને મળો કે મિલનયુગ શરૂ થાય. સાચું કહું એકલતાને ફોલીખાવાનો પડાવ એટલે રાજશ્રી. સામેવાળી વ્યક્તિ ડ્રેસિંગ સેન્સ વખાણે જ... કારણ કે એ તારી પર્સનાલીટી છે જેની તને બખૂબી અંદરથી પૂરેપૂરી ઓળખ છે. કોઇકે તને ચીમનાબાઇ કહીને તો કોઇકે તને હર હેવીનેસના હુલામણા નામથી નવાઝી છે. એક પ્યારી માં અને સહજ પત્નીમા રૂપમાં સદાય હસતી અને ખિલખિલાતી રાજશ્રી darlingને ફરીથી એકવાર આકાશભરીને શુભેચ્છાઓ સાથે Happy Birthday.

મંગળવાર, 11 સપ્ટેમ્બર, 2018

Happy Birthday Kanj


27/08/2018
પ્રિય પુત્ર કંજ,  

                                                     આ જગત સદીઓથી અનેક ઘટનાઓ અને હક્કિકતોનું સાક્ષી રહ્યું છે એમાંની એક હક્કિક્ત એટલે આજથી બરાબર 10 વર્ષ પહેલા 27/08/2008 ના રોજ મારા જીવનમાં ઘટેલી અલભ્ય ક્ષણ એટલે તારો જન્મ... HAPPY BIRTHDAY KANJ...રોજે રોજ તને સતત મોટો થતો માણ્યો છે. તો તને એક અલગ જ mature world માં પગ મુકતા જોયો છે. તને તારા અલગ જ ભાવવિશ્વમાં રમતા જોયો છે. ક્યાંક તને અલગ જ લાગણીના તંતુ સાથે બંધાતા જોયો છે. તો ક્યાંક તને અનેક પ્રશ્નો પુછીને તારી જીજ્ઞાષા સંતોષતો જોય છે. તારા સ્પિરીટને માણ્યો છે તો ક્યાંક તને સતત મજબૂત બનતો જોયો છે. તારા દ્રષ્ટિકોણને(કોઇપણ બાબતને કેવી રીતે જોઇને મુલવવી) એક અલગ જ એંગલ પર બદલાતા(mature થાતા) જોયો છે તો ક્યાંક તને સતત લાગણીઓમાં ભીંજાતા જોયો છે. તારા વિચારોને વાચા આપતા જોયો છે તો ક્યાંક તને સતત જીવન સાથે તાલ મિલાવીને રમતા જોયો છે. તો તને મમ્મી સાથે બેસીને ભણતા કે સંગીતને માણતા જોયો છે. તો ક્યાંક મારી સાથે એક અલગ જ પૅશનથી ક્રિકેટ રમતા જોયો છે. બા અને દાદા સાથે વાતચીતમાં તને અનેક વખત તારી sense of humour થી counter કરતા જોયો છે. તારી દલીલોએ મને અનેક વખતે વિચારતો કરી મુક્યો છે. બીગબેન્ગ, ટાઇમ ઝોન, ઍલિયન્સ, યુનિવર્સ, બ્લેક હૉલ, બર્મુડા ટ્રાયંગલ, ગુગલ અર્થ જેવા અનેક શબ્દો સાથે સંકળાયેલા પ્રશ્નો પુછ્યા પછી મારી પાસેથી જવાબ સાંભળતા કંજને જ્યારે પણ હું જોવું છું ત્યારે એ દ્રષ્ય મારા જીવનનું સૌથી સુંદર દ્રષ્ય હોય છે. સાચું કહું જ્યારે હું ઘરે આવું અને તે કંઇક નવું સર્જન કરીને રાખ્યું હોય અને જે ઉત્સુકતાથી તું મને બતાવતો હોય ત્યારે મને જે આનંદ મળતો હોય છે એ શબ્દાતીત હોય છે. આ બધાથી પર હજુ ઘણું ઘણું શીખવાનું છે, હજુ ઘણું ઘણું પામવાનું છે. જેમ જેમ વધુ ને વઘુ તું જાણતો જઇશ એમ એમ તને સમજાતું જશે કે હજુ તો હું કશું જ જાણતો નથી.. જે જાણું છું એ તો તલભર માત્ર છે. છતાં કંઇક નવું જાણવાની તારી જીજ્ઞાષાને છોડતો નહી એ સતત વધાર જે... તારે તો હજી ઘણું ઘણું મેળવવાનું છે તો... તું વૃક્ષની લીલાશને પામજે, આકાશની વિશાળતાને આંબજે, દરિયાની ઊંડાઇને માપજે, સફળતાની મિઠાશને ચાખજે, નિષ્ફળતાની ખારાશને પચાવજે, લાગણીઓની હુંફમાં રમજે, જ્યાં જા ત્યાં અનરાધાર બનીને વરસજે, ક્યાંક થીજીને તો ક્યાંક પીગળીને હૂંફ પામજે, ક્યાંક પંખીઓના કલરવને માણજે, ક્યાંક અનંત શૂન્યતાને પામવા મથજે, પર્વતની ધાર પર ઊભો રહીને જે કરવું હોય એ કરજે, અને છેલ્લે નડતરરૂપ બધા જ બંધનોને તોડજે... કવિ સુરેશ દલાલ કહે છે એમ કે...
ભરેલા સરોવર ખાલી કરો
કે ખાલી સરોવર ભરો
તમને ઇચ્છા થાય એમ કરો....
આ દુનિયા તારી છે આ આકાશ તારું છે માત્ર ઉડવાનો વિચાર હોવો જોઇએ ફિનિક્ક્ષ પક્ષીની જેમ રાખમાંથી બેઠા થઇને લડવાનો મક્ક્મ ઇરાદો હોવો જોઇએ. સપના પુરા કરવાની તમન્ના હોવી જોઇએ. તારા 11માં વર્ષની પ્રભાતે હું તને આહવાન આપું છું જા ઉડી લે... જા લડી લે... તારા વિચારોને વાચા આપ ... એક નવો જ વણાંક આપ....તારા સપનાઓની પાંખો ફેલાવી તો જો, જગત તને તારું જ લાગશે.... એ જગતમાં તારી જાતે જ તારી એક અનેરી ઓળખ બનાવ... હું આગળ પણ નહીં, પાછળ પણ નહીં. તારી સાથે જ છું...
ઉઠ બાંધ કમર ક્યા ડરતા હૈ
ફિર દેખ ખુદા ક્યા કરતા હૈ...
- મમ્મી પપ્પા