મંગળવાર, 11 સપ્ટેમ્બર, 2018

Happy Birthday Kanj


27/08/2018
પ્રિય પુત્ર કંજ,  

                                                     આ જગત સદીઓથી અનેક ઘટનાઓ અને હક્કિકતોનું સાક્ષી રહ્યું છે એમાંની એક હક્કિક્ત એટલે આજથી બરાબર 10 વર્ષ પહેલા 27/08/2008 ના રોજ મારા જીવનમાં ઘટેલી અલભ્ય ક્ષણ એટલે તારો જન્મ... HAPPY BIRTHDAY KANJ...રોજે રોજ તને સતત મોટો થતો માણ્યો છે. તો તને એક અલગ જ mature world માં પગ મુકતા જોયો છે. તને તારા અલગ જ ભાવવિશ્વમાં રમતા જોયો છે. ક્યાંક તને અલગ જ લાગણીના તંતુ સાથે બંધાતા જોયો છે. તો ક્યાંક તને અનેક પ્રશ્નો પુછીને તારી જીજ્ઞાષા સંતોષતો જોય છે. તારા સ્પિરીટને માણ્યો છે તો ક્યાંક તને સતત મજબૂત બનતો જોયો છે. તારા દ્રષ્ટિકોણને(કોઇપણ બાબતને કેવી રીતે જોઇને મુલવવી) એક અલગ જ એંગલ પર બદલાતા(mature થાતા) જોયો છે તો ક્યાંક તને સતત લાગણીઓમાં ભીંજાતા જોયો છે. તારા વિચારોને વાચા આપતા જોયો છે તો ક્યાંક તને સતત જીવન સાથે તાલ મિલાવીને રમતા જોયો છે. તો તને મમ્મી સાથે બેસીને ભણતા કે સંગીતને માણતા જોયો છે. તો ક્યાંક મારી સાથે એક અલગ જ પૅશનથી ક્રિકેટ રમતા જોયો છે. બા અને દાદા સાથે વાતચીતમાં તને અનેક વખત તારી sense of humour થી counter કરતા જોયો છે. તારી દલીલોએ મને અનેક વખતે વિચારતો કરી મુક્યો છે. બીગબેન્ગ, ટાઇમ ઝોન, ઍલિયન્સ, યુનિવર્સ, બ્લેક હૉલ, બર્મુડા ટ્રાયંગલ, ગુગલ અર્થ જેવા અનેક શબ્દો સાથે સંકળાયેલા પ્રશ્નો પુછ્યા પછી મારી પાસેથી જવાબ સાંભળતા કંજને જ્યારે પણ હું જોવું છું ત્યારે એ દ્રષ્ય મારા જીવનનું સૌથી સુંદર દ્રષ્ય હોય છે. સાચું કહું જ્યારે હું ઘરે આવું અને તે કંઇક નવું સર્જન કરીને રાખ્યું હોય અને જે ઉત્સુકતાથી તું મને બતાવતો હોય ત્યારે મને જે આનંદ મળતો હોય છે એ શબ્દાતીત હોય છે. આ બધાથી પર હજુ ઘણું ઘણું શીખવાનું છે, હજુ ઘણું ઘણું પામવાનું છે. જેમ જેમ વધુ ને વઘુ તું જાણતો જઇશ એમ એમ તને સમજાતું જશે કે હજુ તો હું કશું જ જાણતો નથી.. જે જાણું છું એ તો તલભર માત્ર છે. છતાં કંઇક નવું જાણવાની તારી જીજ્ઞાષાને છોડતો નહી એ સતત વધાર જે... તારે તો હજી ઘણું ઘણું મેળવવાનું છે તો... તું વૃક્ષની લીલાશને પામજે, આકાશની વિશાળતાને આંબજે, દરિયાની ઊંડાઇને માપજે, સફળતાની મિઠાશને ચાખજે, નિષ્ફળતાની ખારાશને પચાવજે, લાગણીઓની હુંફમાં રમજે, જ્યાં જા ત્યાં અનરાધાર બનીને વરસજે, ક્યાંક થીજીને તો ક્યાંક પીગળીને હૂંફ પામજે, ક્યાંક પંખીઓના કલરવને માણજે, ક્યાંક અનંત શૂન્યતાને પામવા મથજે, પર્વતની ધાર પર ઊભો રહીને જે કરવું હોય એ કરજે, અને છેલ્લે નડતરરૂપ બધા જ બંધનોને તોડજે... કવિ સુરેશ દલાલ કહે છે એમ કે...
ભરેલા સરોવર ખાલી કરો
કે ખાલી સરોવર ભરો
તમને ઇચ્છા થાય એમ કરો....
આ દુનિયા તારી છે આ આકાશ તારું છે માત્ર ઉડવાનો વિચાર હોવો જોઇએ ફિનિક્ક્ષ પક્ષીની જેમ રાખમાંથી બેઠા થઇને લડવાનો મક્ક્મ ઇરાદો હોવો જોઇએ. સપના પુરા કરવાની તમન્ના હોવી જોઇએ. તારા 11માં વર્ષની પ્રભાતે હું તને આહવાન આપું છું જા ઉડી લે... જા લડી લે... તારા વિચારોને વાચા આપ ... એક નવો જ વણાંક આપ....તારા સપનાઓની પાંખો ફેલાવી તો જો, જગત તને તારું જ લાગશે.... એ જગતમાં તારી જાતે જ તારી એક અનેરી ઓળખ બનાવ... હું આગળ પણ નહીં, પાછળ પણ નહીં. તારી સાથે જ છું...
ઉઠ બાંધ કમર ક્યા ડરતા હૈ
ફિર દેખ ખુદા ક્યા કરતા હૈ...
- મમ્મી પપ્પા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો