બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

પ્રિય મિત્ર ડેનિશ,

પ્રિય મિત્ર ડેનિશ,




BP Sorrento જોઇન કર્યું ત્યારે તું ભારત હતો અને થોડા દિવસ પછી જ્યારે તું આવવાનો હતો ત્યારે અભીએ તારો પરિચય આપતાં એટલું કહ્યું હતું કે અજીતભાઇ હવે નાઇટના કિંગ આવી ગયા છે. તારા પરિચયના આ શબ્દો મને આજીવન યાદ રહેશે. પછી શું ? પહેલી મુલાકાત થઇ વાતો થઇ અને મિત્રતા ગાઢ થઇ ! ખુલીને વાતો કરતાં થયા અને તારી પાસે ઘણું ઘણું કહી શકાય એટલું શીખ્યો ! હું નવો હતો અને કામ ઘણા બાકી રહેતા, તું દરેક વખતે મને સમજાવતો અને એક બે સમયે તો તે મને કામનું આખું લીસ્ટ પણ બનાવી આપ્યું તું ! એ બધું  જ બરાબર યાદ છે, તને મેં તકલીફો આપી પણ તારી મને કરેક્ટ કરવાની રીતોએ આજે મને એટલો તો પાવરફૂલ બનાવી દીધો કે આજે મારી પછીની શિફ્ટ વાળાને મજા હોય છે. મિતાલીના એ શબ્દો કે અજીત તારી શિફ્ટમાં રોજ કંઇક બાકી હોય છે અને ડેનિશને નવું કંઇક કરવું હોય છે તો એ કરી શકતો નથી ત્યારે મને એમ થતું કે આમાં વળી નવું તો શું કરવું હશે ???? પણ સમયે મને એ પણ શીખવ્યું અને આજે કંઇક નવું હું પણ કરી લઉં છું. કુલરૂમમાં એકદમ પરફેકશન સાથે બધું જ એક જ લાઇનમાં ગોઠવવામાં તારી સાથે કોઇ જ ન આવી શકે એ વાસ્તવિક્તા પણ સ્વિકારવી રહી. એક પર્ફેકશીયાનિસ્ટ તરીકે, એક ધીર-ગંભીર વ્યક્તિત્વ તરીકે કે પછી એક વફાદાર, પારદર્શક અને લાગણીશીલ વ્યક્તિ તરીકે મેં ડેનિશને કાયમ જોયો છે એનો સતત ગર્વ રહેશે. આપણી વાતોમાં જ્યારે તું ગણાવતો કે આજે આ કામ કરીને BPને આટલો ફાયદો કારાવી આપ્યો ત્યારે તારા પ્રત્યે સહેજે માન ઉપજી આવતું. આ બધાની વચ્ચે, BP Sorrento માં હવે ડિનિશનો સાથ નહી મળે એ વાત ચોક્ક્સ ખટકે છે પણ સમયને અને નિયમને આધીન રહેવું પડતું હોય છે એ વાસ્તવિકતા સ્વિકારવી રહી. જ્યાં પણ જા ત્યાં પોતાના પ્રભાવ અને સ્વભાવ થકી તું જીતવાનો એ પક્કું જ છે માટે Wish you all the best! અને જલ્દી પ્રમોશન મેળવીને મીઠાઇ ખવડાવવા આવજે એની આતુરતાથી રાહ જોવું છું ! Once Again Wish you all the Best!

-          Ajit Kalaria  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો