સોમવાર, 2 સપ્ટેમ્બર, 2019

Arif Mohmmad Khan

આરિફ મોહમ્મદ ખાન હાંસિયામાં ધકેલાઇ ગયેલ વ્યક્તિત્વને ફરીથી હાસિંયા બહાર લાવવા બદલ નરેન્દ્ર મોદી એન્ડ કં. નો આભાર અને આરિફ મોહમ્મદ ખાનને દિલથીઅભિનંદન...
 ===================================



 છેલ્લા બે દશકાથી મિડિયા માટે જરાય નવું નામ નથી અને છેલ્લા દશકાથી સમગ્ર ભારતવર્ષમાં જેમનું નામ એમના સેક્યુલર જવાબોથી યાદ રખાયું છે એ નામ એટલે આરિફ મોહમ્મદ ખાન ! જ્ઞાનપિપાસુ આ માણસ એક એવી ઓળખ ઉભી કરી ચુક્યા છે કે દરેક ક્ષેત્રમાં એમનું નામ આદર સહ લેવાય છે. એમનો એક આખો જુદો તરી આવતો ચાહક વર્ગ છે તો એમના પોતાના જ કહી શકાય એવા અનેક વિરોધીઓ પણ છે કારણ કે પોતાની પાસે જે નોલેજ છે એનો ભરપુર ઉપયોગ કરીને લોકો સમક્ષ ઇસ્લામના કટ્ટરવાદના સણસણતા જવાબ આપ્યા છે અને સાચા અર્થમાં સેક્યુલર બન્યા છે. એમની અનેક સ્પિચ અને ઇન્ટરવ્યુ સતત અલગ અલગ ચેનલ પર પ્રસારિત થતા હોય છે જેના વ્યુઅરસ અને લાઇક બીજા કરતાં ચઢિયાતા હોય છે. આરિફ ખાન પોતાના માટે આદર્શવાદી ઉમદા અને વિશ્વાસુ વ્યક્તિત્વની ઓળખ ઉભી કરનાર એક મુઠી ઉચેરા રાષ્ટ્રવાદી નેતા સાબિત થયા છે. ઇસ્લામમાં રહેલ જ્ડતા અને અપરિવર્તનશીલતાનો ખુલીનો સતત વિરોધ કરનારા એકલપંથી નેતા લાગ્યા છે. તો ક્યાંક એવું લાગે કે એકલો જાને રે એકલો જાને રે ગીતને જીવીને જીતનારા લાગ્યા છે. કારણ કે જો એમના પોલિટિકલ કરિયરની વાત કરીએ તો ચોક્ક્સ એમ દેખાઇ આવે કે સમયે સમયે એ એકલા પડ્યા છે અને છતાં હાર્યા નથી. પોતાના વિચારો, પોતાના નિર્ણયો અને પોતાની જુબાન પર કાયમ રહ્યા છે. એને માટે પોતાના રાજકિય કરિયરની લેશમાત્ર ચિંતા કર્યા વગર સતત લડ્યા અને આદરપાત્ર બન્યા. 1951 માં ઉતર પ્રદેશના બુલંદશહરના બારહ બસ્તીમાં જન્મેલા આરીફ મોહમદ ખાનની પોલિટીકલ કરિયર વિદ્યાર્થી નેતા તરીકે સૌ પ્રથમ legislative assemblyમાં ભારતિય ક્રાંતિ દલ તરફથી બુલંદશહરના સિયાનાથી થાય છે અને આરિફભાઇ હારે છે. પણ 1977માં 26 વર્ષની ઉમરે ઉતર પ્રદેશ વિધાન સભાના સભ્ય તરીકે ચુંટાઇ આવે છે. . પછીથી INCમાં જોડાયા અને 1980- 1984 લોકસભાના સભ્ય રહ્યા. હા, 1980 માં INC ના ઉમેદવાર તરીકે કાનપુરથી જીતીને લોકસભામાં પહોંચ્યા અને પછી ફરીથી 1984માં બહારિચથી જીત્યા પણ 1986માં Muslim Personal Law Bill માં મતભેદના કારણે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. એ સમયે તેઓ ટ્રીપલ તલાક બિલ પાસ ના થયું (શાહ બાનો કેશ) એના વિરોધમાં હતાં. અને કહેતા હતા કે આમાં તો 3 વર્ષના જેલની કાયદો હોવો જોઇએ. હા, 35 વર્ષની ઉમરે સાંસદમાંથી વોકઆઉટ કરી જાય અને એક સમયે All India Muslim Personal Law Board ને નાબુદ કરવા માટે એમણે વકાલત પણ કરી હતી. એક તરફ એમનો આ જુસ્સો અને એક તરફ જ્ઞાનથી ભરેલા શાંત અને નિખાલસ માણસ માટે એક સમયે તો વિરોધીઓને પણ મનમાં સલામ મારી જવાનું મન થાય કારણ કે અંદરખાને તો એમના મુદ્દા પર સહમત થાવાનું મન થાય જ(કારણ કે એમને માત્ર વૉટ બેંકની પડી હોય છે.). કોંગેસ છોડ્યા બાદ આરીફભાઇએ જનતા દલ જોઇન કર્યુ... પણ ત્યાં પણ બહાર રહેવાનો જ વખત આવ્યો કારણ કે બીજા બળવાખોર કોંગ્રેસ નેતા જનતા દલનો ચહેરો બની ચુક્યા હતા. અને વી.પી. સિંહે પણ એ જ વ્યુહાત્મક ચાલ ચાલીને એમને કેમ્પેઇનથી દુર જ રાખ્યા કારણ કે રૂઢિવાદી મુસ્લિમ નેતાઓની પ્રતિક્રિયા સતત ખુંચતી હતી. છતાં આનંદની વાત એ હતી કે 1989ના ઇલેક્શનમાં ચુંટાઇને આવ્યા ત્યારે તેઓ Union Minister of Civil Aviation and Energy ના પદ પર રહ્યા હતાં. 1998માં ફરીથી બાહરીચથી લડ્યા અને જીત્યા પણ આ વખતે જનતા દળ સાથે ન હતાં ફરીથી નવી પાર્ટી હતી અને એ જીત BSP સાથેની હતી. ફરીથી એક વળાંક આવે અને 2004માં BJP સાથે જોડાય અને કેસરગંજથી લડે છે અને હારે છે. 2007માં એમ કહીને BJP સાથે ફરીથી છેડો ફાડે છે કે મને અન્યાય થાય છે. આમ પોલિટીકલ કરિયરમાં અનેક ચડાવ ઉતાર અને છતાં બધાની નજરમાં અનેરૂ સ્થાન લેનારા આરીફ ખાન સતત મુઠ્ઠી ઉંચેરા સાબિત થયા છે. એમનું રાજકારણ હંમેશા પક્ષ રહિત રહ્યું છે કારણ કે જ્યારે જરૂર હતી ત્યારે કોંગ્રેસના જ બીલનો(ટ્રીપલ તલાક બિલ પાસ ન કરવા પર, સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ પણ સાંસદમાં વોટબેન્ક સાચવવા ભરેલું પગલું એમને જરાય મંજુર ન હોતું.- શાહ બાનો કેશ) વિરોધ કરીને તેઓ પોતાના વિચાર પર અડગ રહ્યા અને એમનું એ એક મુદ્દા પર તીખી પ્રતિક્રિયા આપીને 1986માં કોંગ્રેસ છોડવી અને 2018-19માં ભાજપના શાસનમાં ટ્રીપલ તલાક બીલનું પાસ થવું એ બતાવે છે કે એમની દુરંદેશી, એમની વિચાર ક્ષમતા અને એમનો નિર્ણય 35ની ઉમરે પણ કેટલો કાબીલે દાદ હતો. એમનો એ વિચાર એમની એ જીદ આખરે 2018-19 માં સાચી ઠરી અને ખુલીને મજાના ઇન્ટરવ્યુ આપ્યા. આમ એક અર્થ માં ટ્રિપલ તલાક બિલના પ્રણેતાનું બિરૂદ એમને આપીએ તો એમાં કશું ખોટું નથી જ ! અરે એટલું જ નહી 1986 માં રાજીવ ગાંધી જ્યારે પુછે છે કે તમને આમાં શું ખોટું લાગે છે ત્યારે આરિફ ખાન કહે છે કે “ I found nothing wrong with judgment. In fact, the Quran says any amount spent on the destitute is a ‘beautiful loan to God’. It was blasphemy for anyone to object to money being given to a destitute.” આ હિંમત હતી એમની કે પ્રાઇમ મિનિસ્ટરને પણ પોતાના વિચાર બેજીજક કહી શકે. એ જ શાહ બાનો કેશમાં જ્યારે આરીફભાઇ પક્ષ છોડી દે છે અને એ જ કેશમાં પાછળથી નવો વણાંક આવે છે ત્યારે નરસિંહ રાવે તો એમ પણ કહ્યું હતું કે “તુમ બહોત જીદ્દી હો. શાહ બાનો ને ભી અપના સ્ટેંડ બદલ લિયા હૈ.” પણ પોતાનું સ્ટેન્ડ બદલે એ આરીફ ખાન નહી. અને આજે જ્યારે એમને કેરલના રાજ્યપાલ નિયુક્ત કરાયા છે ત્યારે મોદી અને અમીત શાહને સલામ આપવી જ પડે કારણે એમણે ભારતમાં વર્ષોથી ક્યાંક સતત ઉપેક્ષાનો ભોગ બનનાર કોહીનુરને યોગ્ય ઉંચાઇ બક્ષવાનું કે એને નવાજવાનું ઉમદા કામ કર્યું છે. સરળતા, સહજતા, નિખાલસતા અને જ્ઞાનના પર્યાય એવા આરીફ મોહમ્મદ ખાનની યોગ્ય કદર થઇ છે. નસીબ જોગે દિલ્હીમાં દારા સુકોહ સ્મરણ યાત્રા સમયે એમને ગુણવંત શાહ સાથે બે કલાક જેટલો સમય મળવાનું અને માણવાનું બન્યું હતું. એમની બોલીમાં એક નજાકત વર્તાતી હતી તો ક્યાંક સતત એમની સુફીઝમની વાતો સીધી હ્રદય સુધી પહોંચતી હતી. જીવનમાં મળેલા અને માણેલા એ 2 ક્લાક ખરેખર યાદગાર હતાં. જયારે એમને ગવર્નર બન્યા એ વાતની જાણ થઇ ત્યારે એમનો પ્રતિભાવ પણ એટલો જ મુઠ્ઠી ઉંચેરો સાબિત થાય એવો અખિલાઇ ભર્યો રહ્યો... તો એમના શબ્દોમાં એમની જુબાની “ I was born in Uttar Pradesh, which is one end of the country, and Kerala is on the other end. This role will help me understand the diversity of the country.” તો વળી વધુમાં India Today TV સાથેની વાતચીતમાં ઉમેર્યુ કે “it doesn’t matter if the state is in alignment or not with the Central government, I hold a Constitutional post and I will serve my duties towards the people of Kerala.”
અનાથી વધુ મોટા સેક્યુલર શબ્દો બીજા શું હોઇ શકે ? તો વળી કોઇકે પુછ્યું કે આ સમયે રાહુલ ગાંધી વાયનાડથી જીત્યા છે અને એક સમયે આરીફ ખાન તમે પોતે કોંગ્રેસમાં હતા તમારું સ્ટેન્ડ શું રહેશે ? તો એના જવાબમાં કહે છે કે “ If Rahul Gandhi comes to meet me, I will be more than happy to meet him and help him with anything.”
ફરીથી કહીશ કે નરેન્દ્ર મોદીએ intellectual, secular અને dedicated માણસને ગવર્નર બનવીને દેશની સાચી સેવા જ કરી છે. હાંસિયામાં ધકેલાઇ ગયેલ આરિફ મોહમ્મદ ખાનને હાંસિયાની બહાર લાવવામાં તમારું આ યોગદાનની ઇતિહાસ બખુબી નોંધ લેશે અને આવનારા ભવિષ્યમાં જગત આ લેવાયેલ નિર્ણયના સુંદર પરિણામો જોશે જ ! ફરીથીઅભિનંદન આરીફ મોહમ્મદ ખાન you defiantly deserve this and I can extend my words and wish you to be a vice president of India some day.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો