ગુરુવાર, 14 ફેબ્રુઆરી, 2019

Pulwama Attack



હા આજે હ્રદય પાછું વ્યથિત છે અંદરથી રડે છે પાછી એક નપુંશક હરકત બાજુના દેશના સહારે એક આતંકવાદી સંગઠન કરી શકે અને મારા દેશના જવાન શહિદ થાય ત્યારે એના loss  નો આંકડો ગણવો અઘરો છે એ આ દેશના બજેટમાં સમાઇ શકે એમ નથી. આને પાછા એ ગર્વથી હુમલાની જવાબદારી પણ સ્વિકારે ત્યારે તો આજે વેલેન્ટાઇન ડેનો નશો જ ઉતરી જાય છે. સાહેબ એક જ વાત કહેવી છે બસ આજે કલમ બંધ કરો હમદર્દી વાળી સ્પિચ બંધ કરો અમેરિકા કે યુરોપિય દેશની જેમ તરત જ એક્શન લઇને વળતો હુમલો ઠોકો. આપણા શસ્ત્રાગારમાં શસ્ત્રો પડ્યા પડ્યા કાટ ખાય છે. લાલ આંખ આવા હુમલાઓને રોકી શકે એમ નથી. આપણી સરસ  ચાલતી જીંદગી કોઇ આવીને બે લાફા મારી જાય કે લાત મારી જાય અને આપણે એને સતત માફ કરતા રહીએ એ વાત હિંદુસ્તાનીઓના મીજાજની નથી એ સાબીત કરી બતાવવું પડશે. જૈસ-એ-મોહમદ હોય કે અલ-કાયદા હોય કે લશ્કર-એ-ઓમાર હોય કે લશ્કર-એ-તોયબા હોય કે સિપાહ-એ-સહાબા હોય જે હોય તે ખતમ કરવા પડશે એવી દહેશત એમના મનમાં પેદા કરવી પડશે કે આ દેશની ધરતી પર પગ મુકતા કાંપે. 78 બસમાં સીમાને સુરક્ષીત રાખવા જતા 2547 સૈનિકોની ટુકડી પર જ દુશ્મન 200 કિલો વિસ્ફોટક કારમાં  લઇને સીધો જ હુમલો કરી બતાવે તો સવાલ એ 200 કિલો વિસ્ફોટક આવ્યો ક્યાંથી એ જ સવાલ ? ઇન્ટેલીજન્સ બ્યુરો ક્યાં હતી ? હુમલો થયા પછી દિલ્હી અને મુંબઇને હાઇએલર્ટ પર મુકી દેવામાં આવે એનો શું મતલબ ગણવો ? બીજા કોઇ શહેરમાં હુમલો નહી થાય એની શું ગેરંટી ? હજુ કોઇ વિપક્ષી પોતાનું સ્ટેટમેન્ટ આપવા નથી આવ્યું બાકી એકબીજા પર દોષારોપણ સિવાય કશું જ થવાનું નથી. તમારી સરકાર હતી ત્યારે પણ આવા હુમલા તો થયા જ છે કોઇ કંઇ ઠોશ પરીણામ અપાવ્યું હોય એવું યાદ નથી.  ઇન્ટેલીજન્સ બ્યુરોને એમ કહેવાનું મન થાય કે 200 કિલો વિસ્ફોટક એમ જ આવી નથી જતો એમાં જે હોય એને ઠોકો પોંઇટ બ્લેંક પર. બદલો મહત્વનો નથી, મહત્વનું એ છે કે દુશ્મન આપણા તરફ જોતા પણ ફફડી પડે એ ખોફની જરૂર છે. જો એ ભુલથી પણ જોવે છે અને આપણે એના તરફ જોઇ લઇએ તો એ રસ્તો બદલીને ચાલતી પકડી લે એ ખોફ જરૂરી છે.  એ આપણો એક મારે તો એ દુશમનના 100 મરે એવો ખોફ એના મનમાં પેદા થાય એ જરૂરી છે તો જ ગર્વ અને ફક્રથી ફરી શકાશે. મસુદ મરે એ પુરતુ નથી. આખું સંગઠન સફ થાય એ જરૂરી છે અને આવું જ કંઇક કરીને  દાખલો બેસડવો પડશે. આ તો ખાલી યાદ કરાવું છું કે ચાર ચિનુક હજુ ગયા અઠવાડિયે જ ગુજરાતમાં ઉતર્યા છે એને deploy કરી દેવાનો જ સમય છે. બાકી અત્યારે તો મન મૃગાંક શાહની કવિતા સાથે જ કંઇક આશ્વાશન મેળવે છે કે ......
અલ્લાહના નામ પર મારો છો, અલ્લાહ જ તમારો હિસાબ કરશે.
એક દિવસ આવશે, તમારા જ તમારી સામે મોટો ઇન્કલાબ કરશે.
આતંકવાદીઓ તમે શું માનો છો હિંદની પ્રજા તમને માફ કરશે ?
જવાનોની શહીદી એળે નહી જાય, વીણીવીણીને તમને સાફ કરશે.
તમારી ઉપર દરેક જગ્યાએથી અગ્નિ વર્ષા ઉપરથી આભ કરશે,
એ દિવસો દૂર નથી, જ્યારે મોદી તમારું બધું બાળીને રાખ કરશે.
તમારો ભૂતકાળ તો હીન જ હતો, હવે તમારું ભાવી ખરાબ કરશે,
બહુ થયું, હવે જોઇ લેજો અમારા સૈનિકો તમારો કેવો ઇંસાફ કરશે.
આતંકવાદીઓ, તમારા ઘરની દરેક સ્ત્રી આક્રંદ ને આલાપ કરશે,
ભારતની સમગ્ર પ્રજા તમારી બરબાદી માટે રામનામના જાપ કરશે.
કાશ્મીરમાં ઘૂસીને મારશું અમે એ બધાને જે આવું ઘીન્ન પાપ કરશે.
કાશ્મીર ઇન્ડિયાનું અભિન્ન અંગ છે એનો સ્વીકાર તમારો બાપ કરશે.     

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો