યુરોપિયન દેશમાં હજુ રેનેશાની દસ્તક પહોંચી ન હતી. અને આમ પણ એમ મનાય છે કે
એની શરૂઆત 14મી સદીમાં સૌ પ્રથમ ઇટલીથી થઇ. બસ સમજો હજુ એના પગરવ શરૂ જ થતાં હશે એ
સમયની વાત છે. ઇટલીથી એક 17 વર્ષનો યુવાન એના બાપ(Niccolò)અને કાકા(Maffeo) સાથે એક લાંબી સફરે નિકળી
પડે છે. આ ત્રણ કોણ તો એક જ જવાબ છે Venetian merchant ! પણ 13મી સદીના અંત ભાગમાં આ
વેપારીઓ બીજા કરતાં કંઇક અલગ વેપાર કરનારા હતાં. કારણ કે એમનો વેપાર યુરોપથી એશિયા
સુધી ફેલાયેલો હતો. વેપારની એક ખેપમાં 1271માં 17 વર્ષનો જુવાન નિકળી પડે છે
ત્યારે એને ક્યાં ખબર હતી કે એનું નામ અનેક સદીઓ સુધી દુનિયા યાદ રાખશે. એ જે
રસ્તે ચંગીઝ ખાનના પૌત્ર કુબલાઇ ખાન સુધી પહોંચ્યા એ સિલ્ક રોડ નિયતીનો નવો નળાંક
હશે એ પણ ક્યાં એમાંના કોઇને ખબર હતી. હા, એ 17 વર્ષના છોકરો રસ્તાને કે ભૌગૌલિક
પ્રદેશને નકશામાં કંડારી લેવાની કળાનો રચયિતા હતો. સાહસિક અને કંઇક કરી છુટવાની
ભાવનાથી ભરેલો આ જુવાન ત્યાર બાદ કુબલાઇના દરબારમાં જ રહી જાય છે અને સારું માન પણ
પામે છે અને 24 વર્ષ પછી જ્યારે તે ઇટલી પાછો આવે છે ત્યારે તે 15000 માઇલની સફર
કરી ચુક્યો હોય છે અને એની પાસે હોય છે પોતે જોયલા પ્રદેશ અને ત્યાંની સંસ્કૃતિ
સાથેનો સમગ્ર નકશો અને પ્રાદેશિક વિવિધતાથી ભરેલું નોલેજ જે આજે પણ એના નામ અને
પ્રવાસ સાથે ઓળખાય છે તો એક સમયે કોલંબસની જેમ અનેક સાહસિક યુવાનો માટેની એ સફર
બાઇબલ હતી. એ સફર બાઇબલનું નામ The
Travels of Marco Polo! (Marco Polo ની આ જીંદગીનામાની
કહાની જોવી હોય તો 20 Episode માં નેટફ્લિક્સ પર છે જ).
અને 17 વર્ષનો યુવાન એટલે Marco Poloપોતે.
અને લગભગ સાડા છ સદી વીતે પછી 1949માં બ્રાઝિલમાં બસ અને કોચ બનાવતી એક કંપની
ચાલુ થાય અને Jose Ruben De La Rosa કંપનીનું નામ Marco Polo રાખે ત્યારે જાણે એમ લાગે
કે ક્યાંક એ નકશા અને રસ્તાનો રાજા ફરી જીવતો થયો.
દુનિયાભરમાં જાણે બ્રાઝિલની આ કંપનીએ Marco Poloની એક આગવી ઓળખ ઉભી કરી.
કારણ કે આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, કોલંબિયા, મેક્સિકો અને સાઉથ આફ્રિકામાં MARCOPOLO ના પોતાના પ્લાન્ટ છે તો 2009માં પોર્ટુગલનો પોતાનો પ્લાન્ટ ઇકોનોમિક
રિસેસનના કારણે બંધ કરવો પડ્યો. બાકી યુરોપમાં પણ પ્લાન્ટ હતો જ.
બ્રાઝિલમાં MARCOPOLO છે તો ભારતમાં TATA છે. ભારતનો એવો કયો વ્યક્તિ હશે જેને TATA નામ મોઢે નહી હોય !
TATA અનેક ક્ષેત્ર સાથે સંકળાયેલ ટ્રસ્ટવર્ધી નામ.
પણ આજે મારે એના એક જ સેગમેન્ટની વાત કરવી છે. TATA ના વાહન ઉત્પાદન
ક્ષેત્રની ! હા, એ જ, જે Tata Motors Limited ના નામે ઓળખાય છે. જે પહેલા Tata Engineering and Locomotive Company(TELCO)ના નામે ઓળખાતું
હતું. ભારતમાં જમશેદપુર, પંતનગર, લખનૌ, સાણંદ, ધારવાડ અને પુનામાં આ Tata Motors Limited ના પ્લાન્ટ આવેલા
છે. તો વિદેશમાં આર્જેન્ટીના, દક્ષિણ આફ્રિકા, બ્રિટેન અને થાઇલેન્ડમાં પણ પોતાના
પ્લાન્ટ આવેલા છે. તો વિદેશની ધરતી પર સ્પેન, બ્રિટેન અને સાઉથ કોરિયામાં પોતાના Research and development centre આવેલા છે.
આ બધાથી પર મજાની વાત એ છે કે 2008માં Tata એ Jaguar Land Rover ને ખરીદી લીધી તો આ જ કહાની પહેલા બની હતી 2004માં સાઉથ કોરિયાની Daewoo કંપની સાથે અને 2005માં સ્પેનની Hispano Carrocera સાથે ! પણ આ બધાની વચ્ચે એક મજાની કહાની બની ગઇ 2006માં. હા, TATA અને MARCOPOLO(બ્રાઝિલની કંપની)ના કોલોબ્રેસનથી. ટુંકમાં કહી
શકાય કે વિશ્વની બે અગ્રેસર કંપનીઓ હવે માર્કેટમાં સાથે મળીને કંઇક નવું જ કરવા જઇ
રહી છે.
હા, એ જ TATA... કે
જે ભારતના automobile ઉત્પાદન ક્ષેત્રે અવલ્લ નંબરનું નામ ધરાવે છે.
એટલું જ નહી, બસ ઉત્પાદન ક્ષેત્રે વિશ્વ કક્ષાએ બીજા નંબરે, ટ્રક ઉત્પાદન ક્ષેત્રે
ચોથા નંબરે અને કાર ઉત્પાદન ક્ષેત્રે વિશ્વમાં જેનો 17મો નંબર છે.
તો બીજી બાજુ સમગ્ર યુરોપ અને બ્રાઝિલ MARCOPOLO ને ઓળખે છે. બસ અને
કોચ બનાવતી આ બ્રાઝિલની કંપની આમ તો 6 ઑગસ્ટ 1949માં બ્રાઝિલના Caxias do Sulમાં સ્થપાઇ અને વિશ્વમાં 60 દેશમાં પોતાનું ઉત્પાદન મોકલ્યું. બોલો દમદાર છે
ને MARCOPOLO પણ !
આ બન્નેના જોડણથી ઉદભવ થયો એક નવા સૂર્યોદયનો ! TATA અને MARCOPOLO એ શરૂઆતમાં લખનૌ ખાતે રોજની 25 બસ બનાવીને
શરૂઆત કરી જે ધારવાડમાં 70 બસ સુધી લઇ જવામાં આવ્યું અને હાલમાં લગભગ ડબલ પ્રોડકશન
કરીને દુનિયામાં સૌથી વધુ પ્રોડકશન કરી પ્રથમ નંબરે છે.
આજે પણ અહીં Tata Marcopolo joint venture માં Tata ના 51% અને Marcopoloના 49 % ની
હિસ્સેદારી છે. આ બન્ને ભેગા મળીને 16 થી 54 સીટની બસ તો 18 થી 45 સીટની Luxury બસ અને Luxury કોચ તથા low floor સીટી બસ બનાવે છે. સોબર લુકમાં દેખાતી આ મજાની
બસ મુંબઇ, અમદાવાદ, દિલ્હી, બેંગ્લોર, કોઇબ્તુર, મૈસુર, કોલકત્તા, ચેન્નાઇ, લખનૌ,
કાનપુર, ચંદીગઢ, પુના, હૈદ્રાબાદ, થાને, ત્રિવેન્દ્રમ, વિશાખાપટ્ટનમ, વિજયવાડા અને
અમૃતસર જેવા મુખ્ય શહેરોમાં સીટીબસ તરીકે અને અનેક મોટી કંપનીઓમાં પોતાના employeeને લાવવા-લઇ જવા માટે AC અને non AC બસ સતત દોડે છે. તો
છેલ્લી વાત કહી દઉં કે આજકાલ Y1 ને લઇને ફરીથી TATA MARCOPOLO ચર્ચામાં છે. હા, Y1 એટલે Electric Hybrid bus. ફરીથી ક્યારેક રસ્તામાં TATA MARCOPOLO એવું લખેલી બસ દેખાય જાય તો TATA ની સાથે સાથે MARCOPOLO શબ્દને પણ યાદ કરી લેજો ક્યાંક એ 650 વર્ષ પહેલા થઇ ગયેલ MARCOPOLOને સાચી અંજલી હશે.