શનિવાર, 14 સપ્ટેમ્બર, 2019

જીવન શું છે ?

જીવન શું છે ? આ પ્રશ્ન પુછું છું ત્યારે ખબર છે કેવા કેવા ઉત્તર મળે છે. મારી જીત એ જીવન છે તો મારી દરેક હાર પછી મળતો નવો જુસ્સો એ જીવન છે. એક સૈનિકને પુછું તો જવાબ મળે છે યુદ્ધ એ જીવન છે કે શાંતિએ જીવન છે એ કશ્મકશમાં હજુ જીવું છું. એક ડૉકટરને પુછું છું ત્યારે ઉત્તર મળે છે દવા કે દુવા શું અસર કરે છે એ કશ્મકશમાં જીવનને શોધું છું. એક શિક્ષકને પુછું છું ત્યારે ઉત્તર મળે છે હું ભણાવું તો છું પણ શું હું ખુદ ભણી ચુક્યો છું આ કશ્મકશમાં દિવસો વિતાવું છું એ જીવન છે. એક વૈજ્ઞાનિકને પુછું છું ત્યારે ઉત્તર મળે છે આ ટેકનોલોજી કે અદ્યાત્મને જોડતો સેતુ શોધવા મથું છું એ જીવન છે. એક સર્વિસ મેનને પુછું છું ત્યારે ઉત્તર મળે છે આમ જ રોજ એક જ રૂટ પર પસાર થતા દિવસો એ જ કે એને પેલે પાર પર પણ કંઇક છે એ વિચારું છું  એ જ જીંદગી છે.
છેલ્લે હું થાક્યો ક્યાં ગયો ખબર છે એક નદી પાસે એને પુછ્યું જીવન શું છે ? બસ એ તો ખળખળ વહેતી રહી. જંગલને જઇને પુછ્યું જીવન શું છે ? બસ એ તો એમ જ રહ્યું માત્ર ક્યાંક કોઇ પ્રાણીનો આવજ કે માત્ર કોઇ સુકાયેલ પાંદનો ખળખળાટ કે એકાદ પવનની લહેરખી. દરિયાને જઇને પુછ્યું જીવન શું છે ? એ જ ઘુઘવાતા મોજાનો આવજ અને જાણે રીધમ સાથેનો એનું ક્ષીણ થઇ જવા સુધીનું મૌન. પહાડને જઇને પુછ્યું જીવન શું છે ? જાણે વર્ષોથી તપસ્યા કરતા એમ જ ઉભા રહેવું એ જ જીવન છે.   

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો