Happy Birthday Kuldeep
બસમાં જગ્યા માટે રૂમાલ નાખનારા દોસ્તો ક્યાં ગયા ?
પોતે વરસાદમાં ભીંજાઇને છત્રી આપનારા દોસ્તો ક્યાં ગયા ?
પોતે વરસાદમાં ભીંજાઇને છત્રી આપનારા દોસ્તો ક્યાં ગયા ?
હકથી દાદાગીરી કરીને ઉધાર માંગનારા દોસ્તો ક્યાં ગયા ?
પૈસાથી નહિ પરંતુ દિલથી બધાને માપનારા દોસ્તો ક્યાં ગયા ?
પૈસાથી નહિ પરંતુ દિલથી બધાને માપનારા દોસ્તો ક્યાં ગયા ?
પોતે કબૂલીને બીજાનું પાપ ઢાંક્નારા દોસ્તો ક્યાં ગયા ?
માધુરીનું ગીત પડદા પર જોઇને નાચનારા દોસ્તો ક્યાં ગયા ?
માધુરીનું ગીત પડદા પર જોઇને નાચનારા દોસ્તો ક્યાં ગયા ?
ગંદી ગાળ આપીને જ બોલાવનારા દોસ્તો ક્યાં ગયા ?
અને છોકરીઓ સામે બસ એકીટસે તાક્નારા દોસ્તો ક્યાં ગયા ?
અને છોકરીઓ સામે બસ એકીટસે તાક્નારા દોસ્તો ક્યાં ગયા ?
ગુલ્લો મારીને પિકચર જોવા ભાગનારા દોસ્તો ક્યાં ગયા ?
નવરાત્રીમાં તૈયાર થઇ આખી રાત જાગનારા દોસ્તો ક્યાં ગયા ?
નવરાત્રીમાં તૈયાર થઇ આખી રાત જાગનારા દોસ્તો ક્યાં ગયા ?
ભૂલમાંથી માસ્તર સામે બધું જ બાફનારા દોસ્તો ક્યાં ગયા ?
દુ:ખી હોઇએ ત્યારે દિલથી ખભે હાથ રાખનારા દોસ્તો ક્યાં ગયા ?
દુ:ખી હોઇએ ત્યારે દિલથી ખભે હાથ રાખનારા દોસ્તો ક્યાં ગયા ?
કવિમિત્ર મૃગાંક શાહની કવિતાના શબ્દોનો છેડો દરેકને પોતાના દોસ્તો સાથે ક્યાંકને ક્યાંક અડતો હોય એવું ચોક્કસ અનુભવ્યું હશે જ. હું જ્યારે સ્કુલમાં ભણતો ત્યારે અમારા એક ધોરણમાં ઓછામાં ઓછા 300 વિદ્યાર્થીઓ ભણતા અને એમાં પણ જ્યારે સ્કુલે જવાનો સમય હોય અને સ્કુલ છુટવાનો સમય હોય ત્યારે સહયોગની ઓછામાં ઓછી 4-5 બસ ભરાઇને આવતી અને એમાં અનેક મિત્રો બનતાં. પણ કુલદિપ ત્યારે એટલા બધા ટચમાં ન આવ્યો કારણ એક જ રહ્યું કે એ શાંત સ્વભાવ અને નાના મિત્રવર્તુળમાં રહેનાર હતો. કૉલેજ સમયે મૃગેશ સાથે એની ઓળખાણ થઇ અને પહેલી જ ઓળખાણમાં વાત કુન્દનિકા કાપડિયાની બુક હિમાલયના સિદ્ધયોગીની થાય ત્યારે કહેવાનું ઓછું હોય કે આ મિત્રતાના મૂળિયા ઉંડે સુધી ઉતરશે ! પહેલા GM અને પછી Bundy India માં અનુભવ લઇને એ તો Australia ઉપડ્યો... જો એમ થાતું હોય કે કામ કરતાં કરતાં તક મળી અને Australia જતો રહ્યો તો એ વાત ચોક્ક્સ ભુલ ભરેલી ગણવી પડે. કારણ કે આપણે કશું જ નક્કી ન કરનારાઓના લિસ્ટમાં આવીએ તો સામે છેડે કુલદિપને પ્રી ડિસાઇડેડ મેન ગણવો પડે. એને પોતાના સપનાઓનો સોદાગર ગણવો પડે. કુલદિપે સપના જોયા છે અને એને સાચા પાડ્યા છે. કુલદિપ એટલે હંમેશા બે કદમ આગળ વિચારનારો... એકદમ શાંત પણ ક્યારે સ્ટ્રોક મારીને સામે વાળાની બોલતી બંધ કરી દે એ કહેવાય નહી. એ રાહુલ દ્રવિડની જેમ જીવનરૂપી પ્લે ગ્રાઉન્ડ પર consistency થી રમનારો બંદો ! ભરપુર Sense of humour ધરાવતો મિત્ર. તો કુલદિપ એટલે નિખાલસતાથી મૈત્રી નિભાવી જાણનારો એક અલગ જ મિત્ર. ક્યારેક તો એકદમ જ સામે પ્રગટ થઇને બોલી ઉઠે કે કેવું છે અજીત (કોઇપણ જાણ વગર ઘરે કે શૉ-રૂમ પર ગમે ત્યારે આવી જાય) અને આપણે આશ્ચર્યથી પુછવું પડે કે Australiaથી ક્યારે આવ્યો. અને પાછો કહે કેવું રહ્યું સરપ્રાઇઝ. કુલદિપ એટલે અનેક મિત્રોમાં હંમેશા મળવું ગમે એવો મજાનો મિત્ર. કુલદિપ એટલે એક એવું વ્યક્તિત્વ કે જેની સાથે તમે વાતો કરો ત્યારે એની વાતોની કક્ષા પણ એક અલગ જ પ્રકારની હોય. જીવનમાં ખુબ જ ઓછા એવા હોય છે કે જેમના વ્યવહારમાં કે જીવનશૈલીમાં પોતાના વારસાની ઝલક સતત વર્તાતી હોય કુલદિપ એમાંનો એક છે એવું ચોક્ક્સ કહી શકાય. હજુ પણ એ મજાના દિવસો યાદ આવે છે કે તારા ધાબા પર ભેગા થવું અને વાતો કરવી કે IPCL township ના ગાર્ડનમાં બેસીને વાતો કરવી અને એમ જ મહિસાગરના કિનારે જઇને બેસી રહેવું અને વાતો કરવી. ત્યારે બાઇક પર મહિસાગરનો તટ પણ નજીક લાગતો. એ દિવસો તો પાછા નહી આવે પણ હવેથી તું જ્યારે પણ આવે ને ત્યારે ઘરથી દૂર કુદરતના સાનિધ્યમાં નિકળી પડવું છે એ તો પાક્કું જ છે !!!!! એટલે થોડા દિવસો ઘરથી દૂર કુદરતના સાનિધ્ય માટે સ્પેર કરી જ રાખજે... છેલ્લા એટલું જ કહેવાનું કે કુલદિપ એટલે ધીર-ગંભીર અને સતત સંપર્કમાં રહેવું ગમે એવું વ્યક્તિત્વ. કુલદિપ એટલે જીવનમાં મળેલ એક રોયલ બાપુ મિત્ર !!!! આવા મજાના મિત્ર કુલદિપ ઝાલાને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ. Wherever your feet may take, whatever endeavour you lay hands on. It will always be successful. Happy Birthday Kuldeep. અને છેલ્લી વાત Gang of 4+√4 પાર્ટીના રૂપિયા ટ્રાન્સફર થાય એની રાહ જોવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો