સોમવાર, 16 ડિસેમ્બર, 2019

Happy Birthday Papa



Happy Birthday Papa,
ધનુષની પણછને જેટલી પાછળ તરફ ખેંચો એટલે દૂર સુધી એ તીર જાય અને એટલો જ એનો વેગ વધે ! મારા જીવનરૂપી ધનુષમાં હરહંમેશ મેં પણછને વારંવાર ખેંચી છે અને ભરપુર ઉપયોગ કર્યો છે. અને મારા જીવનની આ પણછ એટલે પાપ્પા. મારી દરેક જીત પર તેઓ હંમેશા ખુશ થયા છે તો દરેક હાર પર મારા ઇનહેલર બન્યા છે. જીવનની દરેક પળ પર શાંત રહેવાનું શિખવ્યું છે તો પોતાના નિર્ણય પર હંમેશા અડગ રહેવાની અને આગળ વધવાની પ્રેરણા આપી છે. અભિમાનરૂપી અજગરના ભરડામાં ક્યારેય ન સપડાઇ જવાય એ માટે હંમેશા ટકોર કરી છે. પોતના શાણપણથી મને સતત કંડાર્યો છે. પોતાની જાત પર વિશ્વાસ કરીને પોતાના જ બળ પર હંમેશા ઉભા રહેવું એવું હંમેશા શીખવ્યું અને સાથે સાથે જીવનના ઉંડાણને માણતા અને વર્તમાનમાં જીવતા પ્રતિક્ષણ શિખવ્યું અને છતાં મને નિડર, સાહસિક અને જીવંત માણસ બનાવવામાં હંમેશા પ્રતિક્ષણ મદદ કરી છે. પ્રેમ કરવો અને પ્રેમ આપવો એ હંમેશા એમનો સ્વભાવ રહ્યો છે તો હંમેશા હક્ક માટે લડતા જોયા છે. અને મને પણ એ જ શિખ્વ્યું છે. લોકો વચ્ચે મેં હંમેશા એમને સંવેદના અને ભાવનાથી ભરેલા જોયા છે. બીજા માટે હંમેશા ઘસાઇ છુટનારા અને સંબંધોના સરોવરને સાચવનારા તરીકે સતત જોયા છે. મારા જ જીવનના દરેક ચળકતા પડાવ પાછળ એમનો ઘસારો મેં સતત જોયો છે. નિખાલસ, સહજ અને બધે જ ભળી જનાર વ્યક્તિ તરીકે પપ્પાને જોયા છે. આ બધાથી પર મને તો તમે હંમેશા નરસિંહ મહેતા જ લાગ્યા છો. છતાં તમારો આધ્યાત્મિક લગાવ હંમેશા મને આકર્ષતો રહ્યો છે અને જેને મે હંમેશા અનુસરવાનું એક સપનું જોયું છે. છુટ શબ્દ ખુબ જ નાનો છે પણ જો એ ખરા અર્થમાં મળે ને તો સામેવાળી વ્યક્તિ કંઇ પણ કરવા અને વિચારવા પુરેપુરો સક્ષમ બની જાય અને આવી જ ભરપુર છુટ મને સતત મળી અને તેથી જ આજે હું કંઇક અલગ છું. મારી પોતાની એક ઓળખ છે આ બધા માટે Thank you papa.મને મારા જીવનરૂપી પ્લે ગ્રાઉન્ડ પર હંમેશા ટેસ્ટ, વન-ડે કે 20-20 જે રમવું હોય તે રમવા માટે કાયમ પોતના હસ્તાક્ષર કરી આપનાર પપ્પાનો આજે 66મો જન્મદિવસ. Happy Birthday Papa.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો