skip to main |
skip to sidebar
આઇ.ડી. પંચાલ સર
આઇ.ડી. પંચાલ સર બસ આ જ નામ બધાને મોઢે ! ઇન્દ્રવદન પંચાલ એટલે IPCL સ્કુલમાં Physics જેવો વિષય ભણાવનાર સર. જો કોઇને જોઇને એના વિષે અભિપ્રાય બાંધી લેવાનો તમારો સ્વભાવ હોય તો એ આ સર ના કિસ્સામાં સદંતર ખોટો જ પડે ! એકદમ કડક અને મોટો જાડો અવાજ કદાચ આ ઇમ્પ્રેસનમાં મદદ કરે પરંતુ જ્યારે એમને માણવાનું બને ત્યારે એ બધું જ ખોટું પડતું જણાય અને સામે ઉભરી આવે એક શાંત, નિખાલસ, સહજ અને સેન્સ ઓફ હ્યુમરથી ભરેલા પંચાલ સર ! મજાની વાત તો એ છે કે IPCL સ્કુલમાં કોઇ શિક્ષક નબળા હોય એવું લાગ્યું જ નથી ઉપરથી એવું કહેવાનું મન થાય કે બાળકો નહી શિક્ષકો વચ્ચે સારું ભણાવવાની હેલ્ધી કોમ્પિટીશન થાતી. આ સર પણ સૌના પ્રિય થઇ પડતા તો બીજી બાજુ જ્યારે સર પોતાના વર્ગમાં કોઇ વિદ્યાર્થીને બોલાવતા તો એનો રોલ નંબર લઇને બોલાવતા. યસ, આજે પણ ઘણાને સરના કારણે જ પોતાનો રોલ નંબર યાદ હોય એવા ઘણા મિત્રો મળી આવે છે જેમ કે મૃગેશને બોલવતી વખતે કહ્યું હતું C/2 (century/2 =50)... તો વળી ઓજસને C/2 + 1 (century/2+ 1 =51) કહીને બોલાવતા. વાહ આ પણ બાળકોના દિલ પર રાજ કરી જવાની મજાની રીતે છે. જે બતાવી આપે કે સરની યાદશકિત પણ જોરદાર છે. આ સર સૌના દિલમાં વસી જનારા અને આપણને મોટેથી હસાવીને પોતે એકદમ શાંતીથી હસનારા સ્વભાવના છે. આજે પણ જો આપણને ક્યાંક જોઇ જાય તો સામેથી બોલાવી ઉઠે એવા આ અદભુત શંકરભક્ત વ્યક્તિત્વને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો