હાલમાં Veer Narmad South Gujarat University માં Business and Industrial Management વિભાગમાં એક પ્રાધ્યાપિકા તરીકે કામ કરી રહ્યા છે. પણ પોતાની અંદરના વિચાર અને ક્યુરિયોસિટી જાણે જીવનના રહસ્યોને પામવા માટે પાછું વિજ્ઞાન તરફ ખેંચી જતું હોય એવું સતત લાગે. કારણ કે મનીષાબેનને એમ કહી દેવામાં આવે કે તમારે આજે અત્યારે જ બ્લેક હોલ કે સ્ટિફન્સ હિકિન્સ કે રીલેટીવીટીની વાતો કે પછી મિચિઓ કાકુની વાતો કે પછી થોડી સાઇન્સને લાગતી મજાની વાતો વહેંચવાની છે તો તરત જ તૈયાર થઇ જાય. અને એક અલગ વિશ્વમાં સૌને લઇ જાય. અને જીવનમાં કદીય ન માણ્યું હોય એવું મજાનું એક લેક્ચર માણવા મળે. હવે વિચારો કે Management ના એક પ્રોફેસર પોતાના વાંચન વિશ્વના સથવારે બ્રહ્માંડના રહસ્યોને ઉજાગર કરે ત્યારે ચોક્ક્સ કહેવાનું મન થાય કે વાહ આ વ્યક્તિત્વ સમાજ માટે એક અલગ જ રોલમૉડેલ છે. હા, એ ચોક્કસ કે એ સાયન્સ ભણેલા છે એટલે એ એમનો પોતીકો શોખ છે. આમ મનીષાબેન ક્યાંક જુદુ પડી આવતું અને નોંધ લેવા જેવું વ્યક્તિત્વ છે જ.
અને હવે આજે મારે વાત કરવી છે વિજ્ઞાનની જ ! તો .... ચોક્ક્સ કહીશ કે વિજ્ઞાન એટલે લગભગ દરેકને ગમતો મજાનો વિષય. એમાં પણ જો માર્ક્સ શબ્દ કાઢી નાખીએ તો બધાને આ વિષય મજાનો જ લાગે ! કારણ એક જ છે કે આ વિષય ક્યુરિયોસિટીથી ભરપુર છે. અરે, જો માર્ક્સ શબ્દ નિકળી જાય તો નાના હોય કે મોટા બધાને આ વિષય ગમે જ ! ગેલિલિયો, ન્યૂટન કે આઇન્સ્ટાઇન બધા જ ગમવા લાગે....તો આ વાત સાથે એમ ચોક્ક્સ કહેવાનું મન થાય કે ગુજરાતી સાહિત્ય જગતની થોડી પીછે હઠ રહી હોય તો એ ક્ષેત્ર વિજ્ઞાન સાથે જોડાયેલ નૉવેલનું રહ્યું છે. હા, વિજ્ઞાન આધારિત નોવેલ ખુબ જ ઓછી લખાઇ છે. છતાં ગુજરાતી ભષામાં વિજ્ઞાન પર જે કંઇ લખાયું છે એ ચોક્ક્સ વંચાયુ છે અને વહેંચાયું છે. અને કદાચ આ બાબતનું ઉજળું પાસુ સફારી જેવા મેગેઝિનને ગણી શકાય. પણ આજે વાત કરવી છે નૉવેલની ! ગુજરાતી ભાષામાં આ ક્ષેત્રમાં પણ મનીષાબેનનું યોગદાન અદ્દભુત રહ્યું છે.અને એ પણ એમની નોવેલ સત- અસતથી! હા, ગુજરાતીમાં લખાયેલ ખૂબ જ ઓછી વિજ્ઞાન આધારીત નોવેલમાં શિરમોર નામ છે: સત- અસત! અને એને લઈને આનંદ અને ખુશીના સમાચાર એ છે કે આ નોવેલ પર આધારિત એક નાટક તૈયાર થયું છે અને 15th September ના રોજ “Nimit come back soon” ના ટાઇટલ સાથે સુરતમાં રજૂ થવા જઇ રહ્યું છે. મનિષાબેન આ સફળતા માટે તમને અઢળક શુભેચ્છાઓ. થોડા દિવસો પહેલા જ હું અને દિલીપ સર વાત કરતાં હતાં કે સત- અસત પર ખરેખર એક પિક્ચર બનવું જોઇએ. કારણ કે નોવેલનો શબ્દે શબ્દ એક ડાયલોગ છે અને જ્યારે વાંચીએ ત્યારે એમ થાય કે જાણે નજર સમક્ષ જ આખું દ્રશ્ય આવી રહ્યું છે. સતત એમ થાય કે મૂવીનો આખો પ્લોટ તૈયાર જ છે.તો ખૂટે છે શું એ નથી સમજાતું ? છતાં આનંદની વાત તો એ છે આજે નાટક સુધી આ વાત આવી ખરી. અને હજુ આશા છે કે નાટક સુધી પહોંચેલા આ ખુશીના સમાચાર આવતીકાલે મૂવીના રૂપમાં પણ સાંભળવા ચોક્ક્સ મળશે જ ! કારણ કે હવે આ નોવેલ અંગ્રેજીમાં પણ ટૂંક સમયમાં જ આવી રહી છે.વિશ્વના કોઇક ખૂણામાંથી કોઇકને સ્પાર્ક થાય અને આ કામ થાય એની રાહ જોઇ રહ્યો છું. આ એટલા માટે કહેવું પડે કે આ નવલકથા તૈયાર થઇ એની પાછળ ક્યાંક એક સત્ય હકિકત જોડાયેલ છે તો ક્યાંક આ નવલકથામાં The grand Design, Theory of everything, A brief history of time, The Tibetan book of Dead, A New Science of Life, Synchrodestiny જેવી અંગ્રેજી બુક્સ તો વળી ડૂબેલા સૂરજનું અજવાળું, કૃષ્ણનું જીવનસંગીત અને શક્યતાના શિલ્પી શ્રી અરવિંદ જેવા ગુજરાતી પુસ્તકો સંદર્ભગ્રંથો તરીકે લેવાયા છે. હવે જરા વિચારો કે ખરેખર નવલકથાનો પ્લોટ કેવો બન્યો હોય. બાકી અત્યારે તો મનીષાબેન અને Theatre of generation next ના નાટય કલાકારોને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. બીટવીન ધ લાઇન્સ એક મજાની અને છેલ્લી વાત પણ કહી દઉં કે મનીષાબેન પોતે પણ એક નાટ્ય કલાકાર રહી ચુક્યા છે.એમ જ તો મલ્ટીટેલેન્ટેડ શબ્દ ઓછો વપરાય. તો વિજ્ઞાન સાથે અનોખો નાતો ધરાવતા અને કાયમ આટલું બધું કેવી રીતે મેનેજ કરી લો છો એ કોયડો બનાવી દેતા મનીષાબેનને ફરીથી “Nimit come back soon” માટે અઢળક શુભેચ્છાઓ.
ગઈકાલે આ નાટક જોવાની તક મળી... ખરેખર બહુ જ સરસ રીતે લખાયેલ અને એટલી જ સારી રીતે ભજવાયેલું... આભાર
જવાબ આપોકાઢી નાખોકેટલીક જગ્યાએ સંવાદ બરાબર સ્પષ્ટ નથી સમજાતા બની શકે કે સાઉન્ડ સિસ્ટમ ની ખામી હોય
મારે ડૉ ગુણવંતભાઈ નો સંપર્ક કરવો છે. હું ખુબ અધીરો થયો છું.. આ લોકડાઉન્ન ના દિવસોમાં મે તેમને ખુબ ખુબ સાંભળ્યા છે..plz atleast e mail or cell no.
જવાબ આપોકાઢી નાખોCA Kiran Kanani Pune ૯૮૨૨૦૪૯૩૨૧