બુધવાર, 26 ફેબ્રુઆરી, 2020

On Foundation Day of School






તમે સ્કૂલના કેમ્પસમાં પગ મુકો એટલે કંઇક અલગ જ અહેસાસ થાય. હા, છથી સાત સરકારી સ્કૂલોને ભેગી કરો એવું તો સ્કૂલનું મજાનું મોટું કેમ્પસ. આ મજાના સ્કૂલના કેમ્પસ પર ક્યાંક RCC અને આસ્ફાલ્ટ પથરાયેલા તો ક્યાંક ઘાંસ તો ક્યાંક માટી, તો વળી ક્યાંક બગીચામાં પથરાયેલી મજાની લૉન તો ક્યાંક રેતી. આમ, એક જ કેમ્પસ પર બધાનો સમન્વય અને એ પણ બધે જ પોતાની કોઇ આગવી ઓળખ સાથે ! તો વળી સ્કૂલના કેમ્પસમાં 75 કરતાં વધારે વૃક્ષોનો વૈભવ હતો. ક્યાંક નિલગીરીના વૃક્ષોની તો ક્યાંક આસોપાલવના વૃક્ષોની આખી હારમાળા હતી. ચાર મોટા આંબા તો વળી લીમડો, ઉમરડો, સોનમહોર અને કરણના ઝાડ પણ હતાં. એક લીલા બહેરાનું ઝાડ કે જેના થડનો વ્યાસ 3 ફૂટ કરતાં પણ વધારે હતો. અરે ! હા, ભાગ્યે જ ક્યાંક જોવા મળતું એલીફન્ટ ઇયર ટ્રી પણ આ સ્કૂલના કેમ્પસમાં હોય. તમે માની શકો કે કેમ્પસના એક ખૂણામાં મહોગનીનું ઝાડ પણ હોય. વિદ્યાર્થીઓના નસીબની મજા એ હતી કે આ મોટી સ્કૂલના કેમ્પસમાં શિક્ષકોના પ્રયત્નો થકી જ એક મજાની નર્સરી પણ આકાર પામી અને એની અંદર એક આર્ટીફિશિયલ તળાવને પણ આકાર અપાયો અને એમાં કમળ પણ ઉગાડ્યા હતાં. હા, આવો તો વૃક્ષ વૈભવ સ્કૂલના પ્રાંગણમાં જોવા મળે. આવા સુંદર કુદરતી સાનિધ્યમાં વિદ્યાર્થીઓની સાથે સાથે ત્યાં પક્ષીઓનો કલરવ પણ મજાનો રહેતો. ક્યારેક કળા કરતો મોર મળી આવે તો ક્યારેક ચકલી કે કબુતરનું ક્લાસ રૂમમાં આવી જવું તો ક્યારેક ચોમાસાના એ દિવસોમાં વાઇપરનું દેખાઇ ઉઠવું, તો ક્યાંકથી ધામણનું મળી આવવું એ તો જાણે એકદમ સામાન્ય વાત હતી.સ્કૂલના પશ્ચિમ છેડા પર એક મજાનો બગીચો જેમાં સવારની પાળી પુરી થાય અને બપોરની પાળી ચાલુ થાય એની વચ્ચેના સમયમાં વિદ્યાર્થીઓ પોતાના ગ્રુપમાં બેસીને વાતો કરતાં કે રમત રમતાં. આ બગીચામાં એક મજાનું મોટા સ્ટોનમાંથી બનાવેલું કોઇ કળીનું શિલ્પ હતું જે સ્કૂલની શોભા વધારનારું હતું.
સ્કૂલને પૂર્વ અને પશ્ચિમ દિશામાં એમ બે ગેટ. અને ત્યાંથી ચાલીને જાવ એટલે સ્કૂલના દરવાજા સુધી આસ્ફાલ્ટથી પથરાયેલો રોડ. પૂર્વ દિશાના ગેટ પરથી આવો અને એ રોડ પર ચાલો એટલે સ્કૂલના દરવાજાની સામે જ તમને મળે મજાનો સ્ટાફરૂમ.આ સ્ટાફરૂમ એટલે બે વિભાગમાં વહેંચાયેલ સ્કૂલનો બરાબર મધ્યભાગ.આ સ્ટાફરૂમમાં જ્યારે બે પાળીમાં સ્કૂલ ચાલતી ત્યારે 250 કરતાં વધારે શિક્ષકો રિશેષના સમયે વાતો કરતાં કે નાસ્તો કરતાં તમને જોવા મળે. અને ત્યાં જઇને રેન્ડમલી કોઇપણ એક શિક્ષકને મળવાનું અને થોડી વાતો કરવાની એટલે તમને અહેસાસ થઇ જાય કે વાહ બંદે મેં દમ તો હૈ ! એ દમ કેવો ???... તો કહેવું પડે કે...
એમાં કોઇ ભરપુર સેન્સ-ઓફ-હ્યુમરથી ભરેલ શિક્ષક મળી આવે, તો કોઇ સહજ અને સરળતાથી ભરેલ શિક્ષક મળી આવે એવું બને! કોઇ ગોલ્ડ મેડાલિસ્ટ મળી આવે તો કોઇ અનોખી હટકે ક્રિએટિવિટીનો બેતાજ બાદશાહ મળી આવે એવું પણ બને !
લોકસાહિત્યને રજુ કરવાની અનોખી આવડત હોય કે જેની નોંધ આખુ રાજ્ય લેતું હોય એવું મજાનું પ્રભાવશાળી વ્યક્તિત્વ કે જે એકાઉન્ટ ભણાવતા હોય એ મળી આવે એવું બની શકે, તો વળી જેનું સ્કૂલના દરેક ફંકશનમાં અનેરું યોગદાન હોય એવા એકાઉન્ટ ભણાવતા એકાદ મેડમ મળી આવે એવુ પણ બને !
અંગ્રેજી ભણાવનાર શિક્ષક પોતે એક અનોખા પત્રકાર અને પર્વતારોહક હોય કે જેમણે K2 સર કરેલ હોય એ ક્યાંક મળી જાય એમ પણ બને.તો ક્યાંક તમને ગુજરાતી કે બાયોલોજી ભણાવનારા એવા મેડમ પણ મળી આવે કે જે એક સારા કવિયત્રી હોય અને એમના કાવ્યસંગ્રહ પણ પ્રકાશિત થઇ ચુક્યો હોય.
ગુજરાતી ભણાવતા એક એવા સર પણ મળે કે એ વ્યાકરણ તો એવું ભણાવે કે વર્ગમાં જ તમને બધું યાદ રહી જાય અને છંદ ગાતા-ગાતા ઘરે પહોંચો અને પાછા એ જ સર સરદાર પટેલ પર સારામાં સારું વ્યાખ્યાન આપે અને આખા ગુજરાતમાં નામના પણ મેળવી હોય. તો હિંદી ભણાવતા એકદમ સીધા લાગતા પાતળા મેડમમાં તમને અધ્યાત્મનો અનેરો રંગ છલકતો જોવા મળે એવું પણ બને. એસેમ્બલીમાં અનેક શિક્ષકો મજાની વાતો અને વાર્તા કહીને સૌના આકર્ષણનું કેન્દ્ર બનતા અને ફરીથી એ સર ક્યારે આવે એની આતુરતાથી રાહ જોવાતી હોય એમાંનું કોઇ મળે એમ પણ બને! ભાષા ભણાવતા સર હોય કે મેડમ બધાની પોતાની એક આગવી ઓળખ ક્યાંકને ક્યાંક જોવા મળે જ!
બીજાને અઘરા લાગતા નકશાઓને એકદમ સરળ રીતે સમજાવી બતાવે તો વળી વધારાનો સમય કાઢીને વિશ્વના બીજા અનેક દેશની આગવી ઓળખ પણ સમજાવી બતાવે અને સાથે સાથે કરન્ટ અફેરની ચર્ચા પણ કરે એવા સમાજવિદ્યાના બન્ને મેડમમાંથી એકાદ મળી આવે એવું પણ બને ! તો વળી કાફકાને વાંચી ચુક્યા હોય અને એમના પર એમનો પ્રભાવ હોય એવા ફિઝિક્સના સર મળી આવે એવું પણ બને !
મજાની નવી નવી કવિતા બોલનારા અને તમે એ કવિતાના લયમાં વહ્યા જ કરો કે પછી ઔરંગઝેબનો એવો તો એકપાત્રિય અભિનય કરે કે સામે બેઠેલા સૌ મંત્રમુગ્ધ થઇને જોયા જ કરે એવા અભિનયના રાજા અને કોઇપણ પ્રવાસનું રમત રમતમાં આયોજન કરી આપે એવા ગણિત વિષય ભણાવતા સર મળી આવે એવું પણ બને ! તો વળી ઇન્ડિયન ફિલ્મનો આખો એનસાઈલોપીડિયા કહી શકાય એવા ગણિત ભણાવતા સર ક્યાંક હાયર સેકન્ડરીમાંથી મળી આવે, તો ગણિતના ગમે-તેવા દાખલાની રકમ જોઇને જ જવાબ બોલી દે એવા કોઇ મહારથી શિક્ષક પણ મળી જાય એમ પણ બને !
મજાનું ઉચ્ચ કક્ષાનું પેઇન્ટીંગ કરતા હોય એવા અંગ્રેજી ભણાવતા સર મળી આવે એમ બને ! તો વળી જેમને આયુર્વેદનો આખો મોટો ખજાનો કહી શકાય અને જેમની પાસે મેડિકલ સાઇન્સનું ઇન્ટરનેશનલ કક્ષાનું નોલેજ હોય જેની નોંધ TOI પણ લીધી હોય એવા અંગ્રેજી ભણાવતા સર પણ મળી આવે એવું બને !
ક્યાંકથી આવીને દેખાઇ ઉઠતી ચકલી કે ચોમાસામાં ક્યાંકથી ચડી આવતા પશુ-પક્ષી કે જંતુ કે પછી વનસ્પતિ કે કોઇ ફૂલને બતાવીને મજાની ઉંડાણ પૂર્વકની સમજ આપી જાય એવા જીવનભર યાદ રહી જનારા બાયોલોજીના મેડમ મળી જાય એવું પણ બને ! તો વળી કોમર્સમાંથી એક મેડમ એવા પણ મળે કે જે એક સારા ગાયિકા હોય અને સારા કોરિયોગ્રાફરની ભુમિકા અનેક સમયે અદા કરી ચુક્યા હોય.
લાઇબ્રેરીના સરને મળો તો ખબર પડે કે અરે આ તો ઉચ્ચ કક્ષાના વાદક અને ગાયક છે તો વળી બાળકો માટે એક મજાના સ્ટોરી ટેલર પણ છે. તો વળી સંગીત હોય કે ચિત્ર હોય કે કલાની કોઇપણ વાત હોય મજાની ક્રિયેટીવીટી ક્યાંકને ક્યાંક સતત કોઇકનામાં છલકતી જોવા મળે જ ! રાજ્યના લલિતકલા એકેડેમીના અનેક સમયે વિજેતા બની સન્માન પામ્યા હોય અને એક અનેરા શિલ્પકાર,આર્ટિસ્ટ અને સ્ટેજક્રાફ્ટ ડિઝાઇનરની આવડતના બેતાજ બાદશાહ હોય એવા મજાના આર્ટના શિક્ષક મળી આવે એવું પણ બને ! તો વળી શાસ્ત્રીય સંગીત તો દરેક સંગીત શિક્ષક જાણતા હોય પણ તલત મહેમુદ થી લઇને રફી અને મેહમુદ થી લઇને જગજીત સુધીના કોઇના પણ ગીત ગાઇ શકે અને દરેકને અપીલ કરી શકે એવા ઉચ્ચ દરજાનાં સંગીત શિક્ષક મળી આવે એવું પણ બને. આ બધામાં વળી કોઇ ગીતાના ચાહક મળી આવે તો વળી કોઇ જનરલ નોલેજથી છલોછલ સર કે મેડમ મળી આવે એમ પણ બને ! બસ આ બધાનો યેનકેન પ્રકારેણ લાભ તો છેલ્લે વિદ્યાર્થીઓને જ મળતો. દરેક સર અને મેડમ લાગણી અને વાત્સલ્યથી ભરેલા અને એના થકી બધાને સતત ભીંજવનારા મુઠી ઉંચેરા માનવ. એક પછી એક દરેક વિદ્યાર્થીને કોઇને કોઇ રીતે પ્રમોટ કરવા દરેક શિક્ષક હંમેશા તૈયાર જ રહેતા. ટુંકમાં કહું તો દરેક શિક્ષક કોઇને કોઇ વધારાની ટેલેન્ટથી ભરેલા કારણ કે આ આખો સ્ટાફ પોતાના પેશનને જીવતું રાખનારો સ્ટાફ હતો. એ પેશનને બાળક વચ્ચે હોંશે હોંશે વહેંચતા એ એમની મજા હતી અને એ એમની મહાનતા હતી. જાણે મલ્ટીટાસ્કીંગ અને મલ્ટીટેલેન્ટીંગ શિક્ષકોની આખી એક વણજાર અહીંના વિદ્યાર્થીઓ માટે હતી એમ કહી શકાય. આનાથી પણ આગળ વધીને કહું તો કહીશ કે બીજી સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે કોમ્પિટીશન હોય પણ આ સ્કૂલની કહાની કંઇક અલગ જ કારણ કે વિદ્યાર્થીઓ વચ્ચે જઇને કોણ વધારે સારું ભણાવે એ શિક્ષકની હેલ્ધી કોમ્પિટીશન વિદ્યાર્થીઓ માણતા અને એમાં વિદ્યાર્થીઓ અઢળક પામતાં.
સ્ટાફરૂમની બીલકુલ બાજુમાં આચાર્યનો રૂમ. આજે પણ આ રૂમમાં પહોંચો તો એક સમયે જીતાયેલી અનેક ટ્રોફી અને સિલ્ડ સ્કૂલના ગર્વની સાક્ષી પુરતા નજરે ચડે. આ રૂમ પછી તરત જ શરૂ થાય વિદ્યાર્થી વિશ્વના રૂમની. હા, જેને ક્લાસ કહો, શાળાનો રૂમ કહો કે વર્ગખંડ કહો જે કહો તે ??? કેટલા વર્ગખંડ ??? એક – બે – ત્રણ ના....રે.... ના... બે મંજિલા ઇમારત અને બે વિભાગની આ સ્કૂલમાં કુલ 69 વર્ગખંડો. અરે આ પણ ઓછા પડે.... અને સ્કૂલના એકથી બાર ધોરણને બે પાળીમાં ચલાવવા પડે. કોઇપણ ધોરણમાં A થી F સુધીના વર્ગ હોય એ સામાન્ય બાબત અને દરેક ક્લાસમાં સરેરાશ 50 વિદ્યાર્થી હોય એ હિસાબે 300 વિદ્યાર્થીઓ એક જ ધોરણમાં હોય ! જે સામાન્ય રીતે એક સ્કૂલની કુલ સંખ્યાનો આંકડો થાય...આ હિસાબે એક સમયે સ્કૂલમાં કુલ 5000 કરતાં વધારે વિદ્યાર્થીઓ ભણતા. ચારેબાજુ વર્ગખંડ અને વચ્ચે મજાની ખુલ્લી જગ્યા ! આ જગ્યામાં જ ઉભા રહીને પ્રાર્થના થાય અને અનેક સ્પર્ધાઓના આયોજન થાય. ક્યારેક રૂમની આગળની પરસાળમાં ઉભા રહીને જ વેદમંત્રની પ્રાથના થતી હોય એવું દ્રશ્ય પણ બનતું. તો એ એસેબ્લીમાં કોઇ સુવિચાર કે સમાચાર કે કંઇક રજુ કરવાની હંમેશાં અનેક વિદ્યાર્થીઓની તત્પરતા રહેતી. અને એસેમ્બલીના સમાપન સમયે જ્યારે રાષ્ટ્રગીત ગવાતું ત્યારે જાણે કંઇક અલગ જ ફિલિંગ દરેક વિદ્યાર્થી મહેસુસ કરતો, જાણે દેશદાઝ એમ જ દરેકમાં જાગી ઉઠતી એવું લાગતું અને એમાં પણ જ્યારે કોઇ રાષ્ટ્રગીત વખતે હલી ઉઠે અને એ જો કોઇ સર કે મેડમની નજરે ચડી જાય ત્યારે એને પડતો માર હંમેશાં ચર્ચાનો મુદ્દો બની ઉઠતો.... વાહ, દરેકના દિવસની શરૂઆત જ આવી કંઇક મજાથી થાતી.
લાઇબ્રેરીની તો વાત જ શું કરવી ? સ્કૂલની આ લાઇબ્રેરીમાં પાંત્રીસ જેટલા તો મેગેઝિનસ અને પાંચથી છ ન્યૂઝ પેપર આવે અને લગભગ દરેક લેખકના પુસ્તક મળી જ આવે. ભગવતગૌમંડલ, ગુજરાતી વિશ્વજ્ઞાન કોષ કે પ્રવિણસાગર પણ આ સ્કૂલની લાઇબ્રેરીમાંથી મળી જ આવે. ઝવેરચંદ મેઘાણીનું કોઇ પુસ્તક હોય કે હરકિશન મહેતાની કોઇ નોવેલ બધુ જ મળે એવી સમૃદ્ધ તો સ્કૂલની લાઇબ્રેરી.
ફિઝિક્સ-કેમેસ્ટ્રી અને બાયોલોજીના લેબરૂમની તો વાત જ શું કરવી ? એની સાચી વેલ્યુ તો જ્યારે બહારની સ્કૂલના વિદ્યાર્થી પ્રેક્ટ્રીક્લની પરીક્ષા આપવા માટે આવતા ત્યારે થાતી કારણ કે તેઓ તરત જ બોલી ઉઠતા કે “વાહ, પ્રેકટીક્લના ઇન્સ્ટ્રુમેન્ટ એકદમ લેટેસ્ટ છે એટલે એક્યુરેટ રીઝલ્ટ આવશે. ટેસ્ટટ્યુબ તો નવી જ મળે છે તો વળી પીપેટ પર આંકડા ચોખ્ખા વંચાય એટલી નવી છે. ઓહ બાયોલોજીની લેબમાં તો આટલા સ્પેસીમેન અમે પહેલી વખત જોયા અને એ પણ આટલા ક્લિયર દેખાઇ ઉઠે એવા !” આમ સ્કૂલની લેબનો પોતાનો વટ હતો. અને એની પાછળ સ્કૂલના ટીચરોની પારદર્શક અને ખંતીલી મહેનત કારણભુત રહેતી.
સ્કૂલની બહાર આવો એટલે તમને પરફેક્શન સાથે બનેલા બાસ્કેટબોલના એ બે મેદાન જોવા મળે અને બીલકુલ બાજુમાં વૉલીબોલનું ગ્રાઉન્ડ... આ ગ્રાઉન્ડની બરાબર બાજુમાં કલાનું એક આખું મજાનું બિલ્ડિંગ જેને કલામંદિર ચોક્ક્સ કહી શકાય. જેમાં ચિત્ર, સંગીત, સુથારીકામ કે દરજીકામના ક્લાસ લેવાતા. હા, ત્યાં એક ક્લાસ ઇલેક્ટ્રીક ઇન્સ્ટ્રુમેન્ટનો ક્લાસ પણ રહેતો. વિશાળ રૂમ અને એક એકથી ચડે એવા ક્રિએટીવ શિક્ષકો એ જાણે આ કલામંદિરની અનેરી ઓળખ! અને બિલકુલ આવી જ રીતે પી.ટી.ના પિરિયડમાં રમવા માટે પણ ભરપુર સુવિધા મળતી. બપોરની પાળીને શનિવારે સવારે સ્કૂલ હોય અને એમાં પાછો પહેલો પિરિયડ એમ.ડી.નો હોય અને એમાં છસ્સો સાતસો થી વધારે વિદ્યાર્થીઓ ઉંચાઇ પ્રમાણે લાઇન બનાવીને ઉભા હોય અને એમાં પણ શિયાળાની સવાર હોય અને ગ્રાઉન્ડ પર ડ્રમના આધારે સર કસરત કરાવતા હોય એ દ્રશ્ય પણ મજાનું બની રહેતું. આવું જ મજાનું એક દૃશ્ય જ્યારે સ્કૂલ છુટતી ત્યારે રચાતું, જ્યારે સ્કૂલ છૂટતી ત્યારે સ્કૂલમાંથી 2500 કરતાં વધારે વિદ્યાર્થીઓ છુટતા. અને બપોરની પાળીમાં પણ આટલી જ સંખ્યા રહેતી. શહેરના દરેક ખૂણે વિદ્યાર્થીને પહોંચાડવા માટે લગભગ ત્રીસ-પાંત્રીસ બસ આવતી... કેટલીક કંપનીની પોતાની બસ તો વળી કેટલીક પ્રાઇવેટ બસ... અરે એવું લાગે જાણે બસનો એક કાફલો ક્યાંક જવા ઉપડ્યો છે.
રમત-ગમત હોય કે બીજી કોઇ ઇતર પ્રવૃતિ હોય સ્કૂલ હંમેશા આગળ જ હોય અને એમાં શિક્ષકોનું અનેરૂ યોગદાન હોય જ ! આજથી પાંત્રીસ-ચાલીસ વર્ષ પહેલા આ સ્કૂલમાં સ્વિમિંગ કે ટેબલટેનિસ જેવી રમત-ગમતને પણ અવકાશ હતો એની પણ કોમ્પિટીશન થાતી. દર વર્ષે સ્કૂલના વાર્ષિક પ્રોગ્રામ ઓપન એઇર થિએટરમાં થાતા તો વળી અમુક સાંસ્કૃતિક કાર્યક્રમો કે બીજા આયોજનો કોમ્યુનિટી હોલમાં થાતા. આ બધામાં શિક્ષકોની સાથે સાથે પેરેન્ટસનું પણ એટલું જ ઇન્વોલમેન્ટ રહેતું. સાહિત્યના અનેક સત્રો થાતા તો વળી કલા માટે એક સમયે માટીમાંથી કંઇક ક્રિએટીવ કરી ક્રિએટિવિટીને વાચા આપવા માટે એક મોટો વર્કશોપ પણ આયોજન પામ્યો અને બાળકોની એ ક્રિએટિવિટીને તપાવીને ટેરાકોટા પણ ચડાવાયો અને પ્રદર્શનમાં પણ એ નમુના રજુ કરાયા હતા. તો વળી, દર વર્ષે યુવક મહોત્સવ જેવી સ્પર્ધામાં સ્કૂલમાંથી બસ ભરાય એટલા વિદ્યાર્થીઓ ભાગ લેવા જતા અને અનેક ઇનામો જીતીને આવતાં. આવો પ્રભાવ હતો આ મજાની સ્કૂલનો !
આ સ્કુલ એટલે IPCLની ગુજરાતી માધ્યમની મજાની મારી સ્કૂલ. હા, હું અહીં જ ભણ્યો અને અહીં જ ઘડાયો. હા, હું ચોક્ક્સ કહીશ કે મારા ઘડતરમાં મારી સ્કૂલ અને મને ભણાવનારા શિક્ષકોનો અમુલ્ય ફાળો રહ્યો. આજે આ સ્કૂલ તો છે પણ નામ બદલાઇ ચુક્યું છે આજે એ Reliance School કહેવાય છે. વિદ્યાર્થીઓ ખૂબ જ ઓછા છે પણ જ્યારે એના પ્રાંગણમાં જાવું છું ત્યારે રોમેરોમ જાગી ઉઠે છે. શૈશવના એ સ્મરણોમાં સરી પડું છું. અને પરિસરમાં પહોંચું છું તો ક્યાંક પ્રાર્થનાનો એ ધ્વનિ સંભળાઇ ઉઠ્યાનો ભાસ થાય છે. તો કોઇક નાના બાળકને જોવું છું ત્યારે એમાં ક્યાંક હું મારું જ બાળપણ શોધી લઉં છું. લાઇબ્રેરીમાં પગ મુકુ છું ત્યારે યાદ આવી જાય છે કે સફારી વાંચવા માટે કે અભિયાનના પહેલા પેજ પર કાન્તિ ભટ્ટનો તંત્રી લેખ વાંચવા કેવી દોટ લગાવતો. સવારના સાતથી સાંજના પાંચ સુધી સતત સ્કૂલ ધબકતી અને રોજ હજારો વિદ્યાર્થીઓ કંઇક પામતા. કોઇકને ચીડવવાનું તો કોઇક મિત્ર માટે સામેવાળા સાથે ફાઇટ કરી લેવાની એ મજા હતી, એ મસ્તી હતી અને ક્યાંક રોમેરોમમાં જે નિર્દોષતા હતી એને હું ક્યાંક શોધું છું. અને વિચારે ચડી જાઉં છું કે... મારી સાથે કે આગળ પાછળ ભણનારા મિત્રો ક્યાં છે એવું વિચારું છું ત્યારે યાદ આવે છે..... અરે સ્કૂલના એસ્લ્યુમિનસની તો વાત જ શું કરવી કોઇ મારી જેમ બીઝનેસમેન તો કોઇ પત્રકાર, કોઇ એક્ટિવીસ્ટ તો કોઇ ડૉકટર, કોઇ શિક્ષક તો કોઇ એન્જિન્યર, કોઇ ગવર્નમેન્ટમાં તો કોઇ ગુગલમાં, કોઇ પોતાની કંપનીના માલિક તો કોઇ કલાના ઉચ્ચ દરર્જાના કલાકાર, કોઇ મેનેજર તો કોઇ મિલિટ્રીમાં, કોઇ મિલિયોનેર તો કોઇ બિલિયોનેર, કોઇ આઇટીમાં તો કોઇ આઇઆઇટીમાં, કોઇ દેશમાં તો કોઇ વિદેશમાં સ્કૂલમાં જોયેલા સપનાને બધા આજે કોઇને કોઇ રીતે પુરા કરી રહ્યા છે. અને ગગનને ચારે-કોર પાંખ ફેલાવીને ઉડી રહ્યા છે. 2016માં ડૉ. તુષાર અને એની ટીમે જે નોસ્ટાલ્જિયા ઇવેન્ટ કરી ત્યારે અનેકને મળાયું તો અનેક ગુરૂજનોને મળ્યાનો આનંદ હતો. ત્યારે 800 કરતા વધારે વિદ્યાર્થીઓ અને અનેક ગુરૂજનો એ જ કેમ્પસ પર હતાં. અનેકની મહેનતનો સરવાળો અને અકલ્પનીય એ આયોજન હતું. પણ સાચું કહું આયોજન અને નવા વિચારોને વાચા આપવાની ગળથૂથી આ જ સ્કૂલે દરેક વિદ્યાર્થીને પાઇ હોય એવું લાગે છે. અને આજે સ્કૂલનો ફાઉન્ડેશન ડે છે. ત્યારે જીવનમાં ડગલે-ને-પગલે સતત કંઇક નવું શિખવી દરેક પળે જુસ્સો વધારી આપનાર ગુરૂજનો અને એ ધન્ય ધરાને એ કેમ્પસને દિલથી વંદન ! સ્કૂલનો આ વિચાર એક ફણગો થઇ ફૂટ્યો અને આજે એના ફળ જગતના ચારે ખૂણે ફેલાયા છે એનો અનેરો ગર્વ છે. છેલ્લે મનોજ ખંડેરિયાના શબ્દમાં સ્કૂલ અને સ્કૂલના શિક્ષકો માટે એટલું જ કહીશ કે...
“ મને સદ્ભાગ્ય કે શબ્દો મળ્યાં તારે નગર જવા,
ચરણ લઇ દોડવા બેસું તો વર્ષોના વરસ લાગે.”

રવિવાર, 12 જાન્યુઆરી, 2020

Happy Birthday Ojas

Just because I am not getting
Don’t think I am a tramp
Don’t think my tries are nothing but scrap.
Don’t think I will always have empty hands.
Just because I am not winning
Don’t think I will leave the ground.
Don’t think I am the sun behind the cloud.
Don’t think I will hide under the shroud.
I have tried in all directions movements are so fast.
I know that every single moment I used is now past.
I have been learning to carve my own path.
And don’t think I will be lost in the dark.
Just because I am not moving
Don’t think I can not walk
Don’t think I am a dead stone on the path.
Don’t think my stay is without any cause.
I just have to wait for right time to come across
And my actions will have desire upshot….

હા, આ કવિતા લખનાર મિત્ર એટલે ઓજસ તેરેદેસાઇ. આજે એનો જન્મદિવસ Happy Birthday Ojas.
ઓજસ એક એવો મિત્ર કે જે ખરેખર કવિતાના લયને પામ્યો ! એણે ઘણી સરસ કવિતાઓ લખી છે અને મેં એને માણી પણ છે. ઓજસ એટલે હ્યુમરનો માણસ ! ઓજસ ન હોય તો મહેફિલ અધુરી લાગે… તો કોઇપણ ચાલુ વાતમાં ઓજસ શું બોલશે એ પ્રેડિક્ટ કરવું એ સૌથી અધરું કામ ! હંમેશા દિલ ખોલીને ઠલવાઇ જનારો માણસ એટલે ઓજસ !  અને ગમેતેવી ખરાબ પરિસ્થિતીમાં પણ સામેની વ્યક્તિને હસાવી શકે એ ઓજસ ! ટુંકમાં ખાવું-પિવું અને જલસા કરવા એ ઓજસની ફિતરત ! ગમે તેવી સિરિયસ વાત હોય એને મજાકના સ્વરૂપે લાવે મુકવી એ આવડતનો કિમિયાગર એટલે ઓજસ.
ફોર્ક કેમ પકડાય એ ઓજસે મને શિખવ્યું. 12thમાં અને કોલેજ સમયે અમે ખુબ જ બહારનું ખાવાનું ખાધું અને ફર્યા પણ એટલું જ ! જ્યારે કોલેજના પ્રથમ વર્ષમાં ફેઇલ થયા અને ટ્યુશન રાખ્યું ત્યારે બે જ અઠવાડિયામાં સર બોલી ઉઠ્યા કે અ’લા ગાંડાઓ તમે ફેઇલ કેમ થયા ! જવાબ એક જ હતો મનમાં એમ જ હતું કે કોલેજમાં તો જલસા જ કરવાના અને પાસ તો એમ જ થઇ જવાય... હા...હા... હા.. ! ચાલો છોડો એ વાત, પણ છ મહિના પછી જ્યારે ફરી પરિક્ષા આપી ત્યારે રીઝલ્ટમાં સ્ટેટીસટીક્સમાં પ્રથમ આવનાર હું હતો અને મેથ્સમાં પ્રથમ આવનાર ઓજસ હતો. અને એ પણ એવા માર્કસ સાથે કે પ્રથમ ટ્રાયલે પાસ થનાર પણ આટલા માર્ક્સ ન હોતા લાવી શક્યા. આ મજા છે. ઓજસની !!!!! જો ઓજસ કોઇ કામ લઇને વડગી પડ્યો તો તો પછી કંઇ પુછવું જ નહી ને !  કોલેજના એ દિવસોમાં ઓજસનું ઘર અમારા સૌ મિત્રો માટે એક ખાસ પડાવ સમાન રહેતું. હા, મારી ભુકંપ પરની સ્ક્રિપ્ટ પણ મેં એના ઘરે જ લખેલી. તો બસ જ્યારે નવા ફ્રેસર્સ તરીકેની લાઇફ જીવતા ત્યારે અમારો આ પ્રિય મિત્ર ફ્રેંચ સિંગર Alizee નો દિવાનો હતો અરે ત્યાં સુધી કહી શકાય કે કદાચ ભારતમાં રહેતો  સૌથી Alizee મોટો ફેન હતો. ઘણી ઘણી કહી શકાય એવી કવિતાઓ ત્યારે લખાઇ હતી. અમારી વચ્ચે આવીને અનેક ફ્રેચ શબ્દો બોલતો અને એ શબ્દોના મતલબ પણ અમને સમજાવતો. ટુંકમાં ઓજસ એટલે Alizee નો પાક્કો દિવાનો.
 
આજે પણ મારા છોકરાને કે નિલેશ કે મૃગેશના છોકરાને સહજતાથી હસાવી પાડે એ ઓજસ. ઓજસને જોઇને જ કંજ ક્યારેક હસી પડે એવો તો ઓજસનો કરીશ્મા !
એક સમયે જ્યારે ઓરેકલ જેવી કંપનીમાં ઓજસ જોબ કરતો ત્યારે હું એને અનેક સમયે કહેતો કે તને ખબર છે તું Lerry Ellisonની  Oracle કંપનીમાં જૉબ કરે છે ત્યારે એ હંમેશા એટલું જ કહેતો કે મને એવું કંઇ લાગતું જ નથી ને !  બસ હું મારું કામ કરું એમાં શું ? અને ઉપરથી મને કહેતો કે તારી જેમ જ મને મારો કઝિન પણ કહે છે કે ઓજસ તું Oracle માં જોબ કરે છે જોરદાર કહેવાય. આમ ઓજસ હંમેશા ડાઉન-ટુ-અર્થ જ રહ્યો એ એનું વધારાનું જમા પાસું.
અમે જ્યારે ભણતા ત્યારે ઓજસ એનીડબ્લેટનની બુક્સ  વાંચીને પોતાનું અંગ્રેજી સુધારતો તો વળી અનેક સમયે મારા ઉચ્ચારોની ભુલ મને સમજાવવાની માથાકુટ પણ કરી છે તો હંમેશા અંગ્રેજી બોલતી વખતે એના એક્ષન્ટ એકદમ પરફેક્ટ રહેતા અને એ આજે પણ એ જણાઇ આવે છે.
ઓજસ IT નો માણસ એટલે મારા ટાઇલ્સ ઝોન માટે એણે મને GST પહેલા  અને પછી એમ બન્ને સમયે મારી અનુકુળતા મુજબના બિલિંગ સોફ્ટવેર બનાવી આપ્યા હતાં અને એક સમયે તો મને મોબાઇલ ઍપ પણ બનાવી આપવા માટે કહ્યું હતું. એટલે ટુંકમાં મિત્ર માટે સમય પણ કાઢે અને કામ પણ કરી આપે અને જરૂર પડે ત્યારે સાથે પણ ઉભો રહે એ ઓજસ.
પોતે પોતાના જ લગ્નમાં વરરાજા બનીને નિકળે અને કાલા ઘોડા સર્કલે પહોંચ્યા પછી કહે કે અ’લા અજીત હું તો સુટ જ ઘરે ભુલી ગયો એ ઓજસ ! છતાં એની આવી અનેક વાતો પર મજા આવે અને સતત મળવાનું મન થાય એવો મિત્ર એટલે ઓજસ ! અને પાછો મળે ત્યારે તમારું મગજ ખાલી કરી આપે એવો મિત્ર એટલે ઓજસ.  સામેવાળાની નકલ કરવાની રીત કે એની બોલવાની છટા જોઇને જ તમે હસી પડે એ ઓજસ.
છતાં જીવનરૂપી ખેલના અનેક પહેલું પર એક નિર્દોશ બાળકની જેમ રમતા ઓજસને જોયો છો તો બીજા છેડા પર અનેક સમયે એક ફાઇટરની જેમ જ જોરદાર ફાઇટ કરતાં પણ એને જોયો છે. આવી અનેક વાતોનો સાક્ષી એની સાથે અનેક સમયે હું રહ્યો છું. તો હજુ પણ એ જ જલસા એની સાથે ચાલુ જ રહેવાના છે
અને છેલ્લા એટલું જ કહીશ કે  જેનામાં હજુ પણ એક બાળક જીવે છે એવા મજાના મિત્ર ઓજસને આજે ફરીથી જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ.

ગુરુવાર, 19 ડિસેમ્બર, 2019

મારી લેખન તસ્બી



ઇબ્રાહિમભાઇ હંમેશા એમની વૉલ પર ખુબ જ ઇન્ફોરમેટીવ માહિતી રજુ કરતાં હોય છે જેમાં હંમેશા અનુભવના ભાથા સાથેની સરળતા વર્તાતી હોય છે. અને એમની રમજાન મહિનાની દરેક પોસ્ટના સરવાળાના અંતે પ્રાપ્ત થતું પુસ્તક એટલે મારી લેખન તસ્બી.

લેખનની પણ તસ્બી(માળા) હોય અને એને પણ જ્યારે મિત્રોનો સાથ મળે ત્યારે જે પ્રાપ્ત થાય એ અનોખો વિચાર વૈભવ હોય અને આવો મજાનો વિચાર વૈભવ વહેંચવાનું કામ મારી લેખન તસ્બીના પુસ્તક થકી ઇબ્રાહિમભાઇએ ખુબ જ સરસ રીતે કર્યું છે.
આ પુસ્તકમાં ધર્મની સહજ ચર્ચા છે. તો જીવનમાં મળેલા અનુભવોનું મજાનું વિશ્લેષણ છે. દરેક વાત ખુબ જ માર્મિક્તાથી સહજ રીતે રજુ થઇ છે. તો દરેક પાને એવું લાગે કે જાણે આ વાત તો મારા કુટુંબમાં કે જીવનના કોઇ વણાંક પર મેં ક્યાંક માણેલી કે સાંભળેલી. ટુંકમાં કહું તો દરેક વાત આપણને પોતીકી લાગે.
આ પુસ્તકમાં ધર્મની વાતો છે તો ધર્મ સાથે સંકળાયેલ વિજ્ઞાન પણ બોલે છે તો જીવનરૂપી ઇતિહાસમાં માણેલ હક્કિતોનું વર્ણન છે તો પોતાના વતનની કહાની છે તો હલકી ફિલૉસોફીમાં જીવનની કહાની બોલે છે. તો અપભ્રંસ પામેલા શબ્દો પોતાની કહાની બોલે છે તો અતીતના સ્મરણો બોલે છે. તો ક્યાંક દુવા તો ક્યાંક દવા બોલે છે. તો ક્યાંક નિયમ તો ક્યાંક નિર્ણય બોલે છે. અને આ બધાથી ઉપર દરેક તસ્બીના અંતે જ્યારે એમના જ મિત્રોની ટિપ્પણી બોલે ત્યારે એમ લાગે કે વાહ આ તો મજાની વાત થઇ ગઇ. હા, દરેક લેખ પર મિત્રો થકી રજુ થયેલા વિચારો બોલે છે. અને વાંચતા વાંચતા પુસ્તક ક્યારે પુરુ થઇ જાય એનું ધ્યાન પણ ન રહે અને એમ થયા કરે કે હજુ વધારે હોત તો મજા આવે.
ટુંકમાં એકી બેઠકે વાંચી જવું ગમે એવું મજાનું પુસ્તક.
નોંધ : મને એક સમયે વિચાર આવ્યો હતો કે Facebook પર અનેક લોકો ખુબ જ સરસ પોસ્ટ મુકતા હોય છે. આવી ખુબ જ સરસ પોસ્ટનું સંકલન કરીને 200-250 પોસ્ટ ભેગી કરીને એક મજાનું પુસ્તક બને એમ છે જેમાં વિષય વૈવિધ્ય સાથે સાથે લખાણના લયનું વૈવિધ્ય પણ માણવા મળે જે એક અભ્યાસનો વિષય બને એમ છે. આવી જ કંઇક વાત બની ઇબ્રાહિમ ત્રવાડીના પુસ્તક મારી લેખન તસ્બીમાં કારણ કે ઇબ્રાહિમભાઇના મિત્ર અશોકભાઇ અને અતુલભાઇએ તસ્બી રચવાનું કહ્યું અને આ 33 તસ્બી એવી સરસ રીતે રજુ થઇ કે બસ પુસ્તક બને એવો જ વિકલ્પ રહ્યો. ટુંકમાં Facebook પર ઇબ્રાહિમભાઇની વૉલ પર લખાયેલ પોસ્ટનું comments સાથે રજુ થતું પુસ્તક એટલે મારી લેખન તસ્બી. શરૂઆતમાં પારસે મને યાદ કરાવ્યું હતું કે અજીતભાઇ આપણે આ પુસ્તક ચોક્ક્સ વાંચીશું અને પછી જ્યારે અતુલ રાવે વાત ગુજરાત પર માહિતી શેર કરી ત્યારે તો ન જ રહેવાયું અને આ પુસ્તક વાંચી લીધું.

સરદાર પટેલનું પુનરાગમ !



વીસમી સદીમાં આ પૃથ્વીએ અસંખ્ય ચડાવ-ઉતારો જોયા અને એમાં પણ એની શરૂઆતથી મધ્યભાગ સુધી એટલે કે ઇ.સ. 1900 થી ઇ.સ. 1950ના સમયગાળા દરમ્યાન એશિયા અને આફ્રિકાના અનેક દેશ યુરોપિય દેશની પકડમાંથી મુક્તિ માટેની લડત લડી રહ્યા હતાં અને એમાં ભારત પણ બાકી ન હોતું. અને એ સમયે ત્રણ ચહેરા સમગ્ર ભારતવર્ષના લોકમાનસ પર છવાયેલ હતાં. હા, એ ત્રણ નામ એટલે ગાંધીજી, જવાહરલાલ નહેરૂ અને સરદાર વલ્લભભાઇ પટેલ. આ ત્રણે નામમાં આજ સુધી સૌથી વધુ ઉપેક્ષા પમેલું નામ એટલે સરદાર વલ્લભભાઇ પટેલનું. સરદારને ખોબે ખોબે ન્
યાય આપવાનું કામ ગુણવંત શાહે આ પુસ્તકના પાને પાને કર્યું છે. યશ, કિર્તિ અને પદ બધુ જ જતું કરી શકે એ સરદાર એનો સતત અહેસાસ કરાવે એવું મજાનું આ પુસ્તક.
આ પુસ્તકમાં આગળ વધાતાં જઇએ એમ ઇતિહાસની તરજો પરથી ધૂળ ઉડે છે અને સત્ય હક્કિકતો જાણે સામે આવીને ઉભી રહી જાય છે. ઇતિહાસમાં બનેલી ભુલો જાણે આળસમરડીને ફરીથી સામે આવે છે અને આપણને એ જ દાયકામાં પાછા ધકેલી દે એવી પ્રતિતી સતત થયા કરે એવું મજાનું પુસ્તક. આ બધામાં સતત એમ થાય કે જાણે ‘જો અને તો’ ના ગણિત તો વાહિયાત છે અને આ જ સત્ય કેમ ન સ્વિકારાયું ? આટલો મોટો અન્યાય તો કદી સહન કરાતો હશે ? પણ, અન્યાય પણ સહન થાય અને એ પણ મોઢા પરની રેખા બદલાયા વગર. અને છતાં દરેક શ્વાસ દેશહિતનું જ વિચારે એ સરદાર.
આટલો અન્યાય અને છતાં સરદાર દરેક પગલે ચૂપ રહે અને પોતાનું કામ કર્યે જાય ત્યારે ચોક્ક્સ કહેવાનું મન થાય કે ગાંધીની અહિંસા કરતાં સરદારની મૌન ધારી સહનશીલતા બે ગજ ચડનારી હતી. તો સરદારના અભય અને દંભમુકત જીવન સામે નહેરૂની પ્રતિભા સતત વમણી લાગે.
એ દરેક બાબત કે જ્યાં સરદાર પોતાના દરેક નિર્ણય પર અડગ રહ્યા અને હરપળ પોતાની દુરંદેશીથી દેશહિતનું જ વિચાર્યુ અને બળવો ન કરીને ચુપ જ રહ્યા જેવી અનેક હક્કિકતો જ્યારે સામે આવે ત્યારે આપોઆપ જ સરદારનું ક્દ સતત મોટું થતું લાગ્યા કરે. અને ત્યારે મનમાં જે ભાવ જાગે એ એવો તો છે કે “આ પુસ્તક સરદારના વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યુ, સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પણ ઉંચું હોય એવો ભાવ થયા વિના રહેતો નથી.”
ટુંકમાં કહું તો ક્યાંક ગીતાના માધ્યમથી તો ક્યાંક રામાયણ-મહાભારતના પાત્રો કે પ્રસંગનો ઉલ્લેખ કરીને સરદારને થયેલ અન્યાયનું પ્રક્ષાલન કરવાનો નિખાલસ પ્રયાસ એટલે સરદાર પટેલનું પુનરાગમન પુસ્તક. ગુણવંત શાહના અન્ય પુસ્તકોની જેમ જ આ પુસ્તક પણ અનેક મજાની ફુટનોટથી ભરેલું છે. તો આ પુસ્તક વાંચતા વાંચતા સતત સરદારમય રહી જવાય. આ પુસ્તક વાંચ્યા પછી કોઇનો પણ સરદાર પ્રેમ બમણો થશે જ એવી મને પુરી આશા છે.
ટુંકમાં સરદાર પટેલનું પુનરાગમ એટલે એક એવું મજાનું પુસ્તક કે જેમાં વાતો નવી છે એવું નથી પણ વાતોને જે રીતે વણી લઇને પૃથકકરણ કરાયું છે એ રીત મજાની છે આજના પરિપ્રેક્ષ્યમાં જે વાતો થઇ છે એ નવું ચિત્ર આપે છે. આ પુસ્તક માટે એટલું તો ચોક્ક્સ કહીશ કે સરદાર પર લખાયેલા અનેક પુસ્તકોમાં આ પુસ્તક પોતાની અલગ છાપ છોડી જનારૂ ચોક્ક્સ સાબિત થશે.

Gandhiji in dream

મને આવેલ ું ગ ુંધીજીન ું સ્વપ્ન
કારે યાત્રે ભાનલાભાાં ન આલે તેલી એક ઘટના આકાય ઩ાભી ગઇ. આજે ભાયે તભાયી સભક્ષ એની જ લાત કયલી છે. જો ભાાંડીને લાત કર ાં તો કારે યાત્રે જ્માયે હ ાં સ તો અને જ્માયે ઉઠ્યો એ ફે સભમખાંડ લચ્ચે ભાયી લાતો આ઩ણા પ્રિમ ફાપ સાથે થઇ અને નસીફજોગે એ પ્રતથથક્ષણ ભને માદ યહી ગઇ એ આ઩ણા સૌન ાં નસીફ સભજો.
તો પ્રભત્રો, ભાયી ગાાંધીજી સાથે થમેરી એ ગ ફ્તગૂની ભજાની ળરૂઆત ફસ ગાાંધીજીના એ ફોખા સ્મભત સાથે થઇ જેભાાં ભને ફાપ એ આપ્રળલાથદ આ઩તા કયું ાં કે કદકયી ભ્ત્રી ભને ગલથ છે તાયા ઩ય આજે જ્માયે દેળની ગલથભેન્ટ નાગકયકોના ઩ોતના યક્ષણ ભાટે જે કામદા ફનાવ્મા છે એના ભાટે ત ાં જાતે જ સજાગ ફની અને તાયા પ્ર઩તાને જે યીતે સભજાલીને એભના ભાટે અને તાયા ઩ોતાના ભાટે તે હેલ્ભેટ રેલાડાવ્મો એ સભગ્ર ગાભ અને ળહેય ભાટે એક ભોટી િેયણા છે. ભને ચોક્કક્કસ પ્રલશ્વાસ છે કે તાયી આ ઩હેરને જોઇને ફીજા અનેક ઩ણ જાગી ઉઠ્ળે અને તાયી જેભ જ એ ઩ણ તાયા ઩ગરે ઩ગરે ચારળે. ફસ ફાપ આટલ ાં ફોરીને
ભાયી સાભે જોઇને એટલ ાં સયસ હસી ઉઠ્મા કે એ ક્ષણ ભાયા
જીલનની સૌથી માદગાય ક્ષણ ફની યહી. સાચ ાં કહ ાં એ મલપ્નની
ક્ષણ આજે અત્માયે જ્માયે તભાયી સભક્ષ લણથં  ાં ં  ાં ત્માયે ઩ણ
ભાયા યોભે યોભભાાં એક અનેયો યોભાાંચ છે.
હ ાં ભાયા એ મલપ્નના બાલપ્રલશ્વભા ાં ખોલાઇ જં  ાં એ ઩હરે ા હજ
ભાયે તભને એ મલપ્નની થોડી લાતો કયી રેલી છે અગા઱
ફાપએ ભને સાફાળી આ઩તા કયું ાં કે ભ્ત્રી તને ખફય છે જેભ ત ાં
તાયા આખા ગાભભાાં ઩પ્઩ાના ફાઇકની ઩ાછ઱ ફેસીને હેલ્ભેટ
઩હેયનાયી એકરી જ છો ને એભ એક સભમે હ ાં ઩ણ અનેક
ચ઱લ઱ોભાાં અનેક આંદોરનોભાાં અનેક કૂચભાાં ભાયા પ્રલચાય
સાથે અને થોડા પ્રભત્રો સાથે પ્રનક્ક઱ી ઩ડયો હતો અને
જોતજોતાભા ાં તો આખ ાં બાયત જોડાઇ ચક્ ાં હત. ાં ફસ ભાયી આ
રડત અને તાયી રડતભા ાં કાંઇ ભોટો પકથ નથી જ. ત ાં તાયા ઩પ્઩ા
સાથે જ નથી રડી ત ાં હલ્ે ભેટ ન ઩હયે નાયા અને કામદાનો બગાં
કયનાયા દયેકના ભન સાથે રડી જો. ત ાં જો જે આજે નહી તો
કારે તાયી આ સજાગતા આખા ગાભ ભાટે ળહેય ભાટે અને દેળ
ભાટે ઩કયલથતનન ાં કાયણ ફનળે. ભાટે ત ાંક્ામાં ઩ણ જા હલ્ે ભેટ
઩હેયીને જ જજે. તને જોઇને ફીજી અનેક ભ્ત્રીઓના ભન તાયી
઩ાછ઱ જોડાઇ જળે અને એ ઩ણ એના પ્ર઩તાને સભજાલળે અને દેળને સાચી કદળા ભ઱ળે.
આગ઱ ફાપ એ લાત ફદરતા કયું ાં કે ભ્ત્રી તે જે યીતે તાયા ભમ્ભીને પ્રાસ્મટક ન લા઩યલાની સરાહ આ઩ી એ ઩ણ ભાયા ધ્માનભાાં છે જ ! તાયી મલછતા િત્મેની અલેયનેળ ઩ણ ભાયા ધ્માન ફહાય નથી જ ! ફસ આભ જ રડતી યહેજે ! જજ ભતી યહેજે ! અને આલી નાની ળરૂઆત જ દેળને ફદરલા ભાટે કાપી હોમ છે. આજે નહી તો કારે એના ઩કયણાભ આલળે જ ! તાયા જેલા જ નલય લાનો જ દેળન ાં બપ્રલષ્મ છે. હજ ભાયે ઘણ ાં કહેં  ાં છે ઩ણ હલે ઩છી.... ફસ આટલ ાં ફોલ્મા અને ભમ્ભીનો આલાજ આવ્મો કે ભ્ત્રી ચાર ઉઠ્ મક રે જલાન ાં છે. અને સદનસીફે ભને માદ યહી ગઇ ફાપ સાથેની ગ ફ્તગૂ સાથેની એ પ્રતથથક્ષણ એ જ ! ફાપ આભ જ પયીથી િેયણા આ઩લા આલી ઉઠ્ો એલી યાહ જોતી ભ્ત્રી. ....

સોમવાર, 16 ડિસેમ્બર, 2019

Happy Birthday Kuldeep



Happy Birthday Kuldeep
બસમાં જગ્યા માટે રૂમાલ નાખનારા દોસ્તો ક્યાં ગયા ?
પોતે વરસાદમાં ભીંજાઇને છત્રી આપનારા દોસ્તો ક્યાં ગયા ?
હકથી દાદાગીરી કરીને ઉધાર માંગનારા દોસ્તો ક્યાં ગયા ?
પૈસાથી નહિ પરંતુ દિલથી બધાને માપનારા દોસ્તો ક્યાં ગયા ?
પોતે કબૂલીને બીજાનું પાપ ઢાંક્નારા દોસ્તો ક્યાં ગયા ?
માધુરીનું ગીત પડદા પર જોઇને નાચનારા દોસ્તો ક્યાં ગયા ?
ગંદી ગાળ આપીને જ બોલાવનારા દોસ્તો ક્યાં ગયા ?
અને છોકરીઓ સામે બસ એકીટસે તાક્નારા દોસ્તો ક્યાં ગયા ?
ગુલ્લો મારીને પિકચર જોવા ભાગનારા દોસ્તો ક્યાં ગયા ?
નવરાત્રીમાં તૈયાર થઇ આખી રાત જાગનારા દોસ્તો ક્યાં ગયા ?
ભૂલમાંથી માસ્તર સામે બધું જ બાફનારા દોસ્તો ક્યાં ગયા ?
દુ:ખી હોઇએ ત્યારે દિલથી ખભે હાથ રાખનારા દોસ્તો ક્યાં ગયા ?
કવિમિત્ર મૃગાંક શાહની કવિતાના શબ્દોનો છેડો દરેકને પોતાના દોસ્તો સાથે ક્યાંકને ક્યાંક અડતો હોય એવું ચોક્કસ અનુભવ્યું હશે જ. હું જ્યારે સ્કુલમાં ભણતો ત્યારે અમારા એક ધોરણમાં ઓછામાં ઓછા 300 વિદ્યાર્થીઓ ભણતા અને એમાં પણ જ્યારે સ્કુલે જવાનો સમય હોય અને સ્કુલ છુટવાનો સમય હોય ત્યારે સહયોગની ઓછામાં ઓછી 4-5 બસ ભરાઇને આવતી અને એમાં અનેક મિત્રો બનતાં. પણ કુલદિપ ત્યારે એટલા બધા ટચમાં ન આવ્યો કારણ એક જ રહ્યું કે એ શાંત સ્વભાવ અને નાના મિત્રવર્તુળમાં રહેનાર હતો. કૉલેજ સમયે મૃગેશ સાથે એની ઓળખાણ થઇ અને પહેલી જ ઓળખાણમાં વાત કુન્દનિકા કાપડિયાની બુક હિમાલયના સિદ્ધયોગીની થાય ત્યારે કહેવાનું ઓછું હોય કે આ મિત્રતાના મૂળિયા ઉંડે સુધી ઉતરશે ! પહેલા GM અને પછી Bundy India માં અનુભવ લઇને એ તો Australia ઉપડ્યો... જો એમ થાતું હોય કે કામ કરતાં કરતાં તક મળી અને Australia જતો રહ્યો તો એ વાત ચોક્ક્સ ભુલ ભરેલી ગણવી પડે. કારણ કે આપણે કશું જ નક્કી ન કરનારાઓના લિસ્ટમાં આવીએ તો સામે છેડે કુલદિપને પ્રી ડિસાઇડેડ મેન ગણવો પડે. એને પોતાના સપનાઓનો સોદાગર ગણવો પડે. કુલદિપે સપના જોયા છે અને એને સાચા પાડ્યા છે. કુલદિપ એટલે હંમેશા બે કદમ આગળ વિચારનારો... એકદમ શાંત પણ ક્યારે સ્ટ્રોક મારીને સામે વાળાની બોલતી બંધ કરી દે એ કહેવાય નહી. એ રાહુલ દ્રવિડની જેમ જીવનરૂપી પ્લે ગ્રાઉન્ડ પર consistency થી રમનારો બંદો ! ભરપુર Sense of humour ધરાવતો મિત્ર. તો કુલદિપ એટલે નિખાલસતાથી મૈત્રી નિભાવી જાણનારો એક અલગ જ મિત્ર. ક્યારેક તો એકદમ જ સામે પ્રગટ થઇને બોલી ઉઠે કે કેવું છે અજીત (કોઇપણ જાણ વગર ઘરે કે શૉ-રૂમ પર ગમે ત્યારે આવી જાય) અને આપણે આશ્ચર્યથી પુછવું પડે કે Australiaથી ક્યારે આવ્યો. અને પાછો કહે કેવું રહ્યું સરપ્રાઇઝ. કુલદિપ એટલે અનેક મિત્રોમાં હંમેશા મળવું ગમે એવો મજાનો મિત્ર. કુલદિપ એટલે એક એવું વ્યક્તિત્વ કે જેની સાથે તમે વાતો કરો ત્યારે એની વાતોની કક્ષા પણ એક અલગ જ પ્રકારની હોય. જીવનમાં ખુબ જ ઓછા એવા હોય છે કે જેમના વ્યવહારમાં કે જીવનશૈલીમાં પોતાના વારસાની ઝલક સતત વર્તાતી હોય કુલદિપ એમાંનો એક છે એવું ચોક્ક્સ કહી શકાય. હજુ પણ એ મજાના દિવસો યાદ આવે છે કે તારા ધાબા પર ભેગા થવું અને વાતો કરવી કે IPCL township ના ગાર્ડનમાં બેસીને વાતો કરવી અને એમ જ મહિસાગરના કિનારે જઇને બેસી રહેવું અને વાતો કરવી. ત્યારે બાઇક પર મહિસાગરનો તટ પણ નજીક લાગતો. એ દિવસો તો પાછા નહી આવે પણ હવેથી તું જ્યારે પણ આવે ને ત્યારે ઘરથી દૂર કુદરતના સાનિધ્યમાં નિકળી પડવું છે એ તો પાક્કું જ છે !!!!! એટલે થોડા દિવસો ઘરથી દૂર કુદરતના સાનિધ્ય માટે સ્પેર કરી જ રાખજે... છેલ્લા એટલું જ કહેવાનું કે કુલદિપ એટલે ધીર-ગંભીર અને સતત સંપર્કમાં રહેવું ગમે એવું વ્યક્તિત્વ. કુલદિપ એટલે જીવનમાં મળેલ એક રોયલ બાપુ મિત્ર !!!! આવા મજાના મિત્ર કુલદિપ ઝાલાને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ. Wherever your feet may take, whatever endeavour you lay hands on. It will always be successful. Happy Birthday Kuldeep. અને છેલ્લી વાત Gang of 4+√4 પાર્ટીના રૂપિયા ટ્રાન્સફર થાય એની રાહ જોવે છે.

Happy Birthday Papa



Happy Birthday Papa,
ધનુષની પણછને જેટલી પાછળ તરફ ખેંચો એટલે દૂર સુધી એ તીર જાય અને એટલો જ એનો વેગ વધે ! મારા જીવનરૂપી ધનુષમાં હરહંમેશ મેં પણછને વારંવાર ખેંચી છે અને ભરપુર ઉપયોગ કર્યો છે. અને મારા જીવનની આ પણછ એટલે પાપ્પા. મારી દરેક જીત પર તેઓ હંમેશા ખુશ થયા છે તો દરેક હાર પર મારા ઇનહેલર બન્યા છે. જીવનની દરેક પળ પર શાંત રહેવાનું શિખવ્યું છે તો પોતાના નિર્ણય પર હંમેશા અડગ રહેવાની અને આગળ વધવાની પ્રેરણા આપી છે. અભિમાનરૂપી અજગરના ભરડામાં ક્યારેય ન સપડાઇ જવાય એ માટે હંમેશા ટકોર કરી છે. પોતના શાણપણથી મને સતત કંડાર્યો છે. પોતાની જાત પર વિશ્વાસ કરીને પોતાના જ બળ પર હંમેશા ઉભા રહેવું એવું હંમેશા શીખવ્યું અને સાથે સાથે જીવનના ઉંડાણને માણતા અને વર્તમાનમાં જીવતા પ્રતિક્ષણ શિખવ્યું અને છતાં મને નિડર, સાહસિક અને જીવંત માણસ બનાવવામાં હંમેશા પ્રતિક્ષણ મદદ કરી છે. પ્રેમ કરવો અને પ્રેમ આપવો એ હંમેશા એમનો સ્વભાવ રહ્યો છે તો હંમેશા હક્ક માટે લડતા જોયા છે. અને મને પણ એ જ શિખ્વ્યું છે. લોકો વચ્ચે મેં હંમેશા એમને સંવેદના અને ભાવનાથી ભરેલા જોયા છે. બીજા માટે હંમેશા ઘસાઇ છુટનારા અને સંબંધોના સરોવરને સાચવનારા તરીકે સતત જોયા છે. મારા જ જીવનના દરેક ચળકતા પડાવ પાછળ એમનો ઘસારો મેં સતત જોયો છે. નિખાલસ, સહજ અને બધે જ ભળી જનાર વ્યક્તિ તરીકે પપ્પાને જોયા છે. આ બધાથી પર મને તો તમે હંમેશા નરસિંહ મહેતા જ લાગ્યા છો. છતાં તમારો આધ્યાત્મિક લગાવ હંમેશા મને આકર્ષતો રહ્યો છે અને જેને મે હંમેશા અનુસરવાનું એક સપનું જોયું છે. છુટ શબ્દ ખુબ જ નાનો છે પણ જો એ ખરા અર્થમાં મળે ને તો સામેવાળી વ્યક્તિ કંઇ પણ કરવા અને વિચારવા પુરેપુરો સક્ષમ બની જાય અને આવી જ ભરપુર છુટ મને સતત મળી અને તેથી જ આજે હું કંઇક અલગ છું. મારી પોતાની એક ઓળખ છે આ બધા માટે Thank you papa.મને મારા જીવનરૂપી પ્લે ગ્રાઉન્ડ પર હંમેશા ટેસ્ટ, વન-ડે કે 20-20 જે રમવું હોય તે રમવા માટે કાયમ પોતના હસ્તાક્ષર કરી આપનાર પપ્પાનો આજે 66મો જન્મદિવસ. Happy Birthday Papa.