મારા માટે આ ખરેખર એક અજબ સંયોગ છે. ગઇકાલે એટલે કે 23 એપ્રિલે આખી દુનિયાએ World book and Copyright day ઉજવ્યો અને આવતીકાલે આખુ ઓસ્ટ્રેલિયા ANZAC DAy ઉજવશે. બસ અત્યારે જ મેં વિક્ટર ફેસી ના પિતા A B Fecey ની આત્મકથા A Frotunate Life પુરી કરી અને લખવા બેઠો છું. ક્યાંક વિક્ટર અને Bert ને ખરા અર્થમાં આ જ મારી સાચી અંજલી હશે.
A Frotunate Life એ માત્ર એક જીવન વૃંતાત નથી એ તો પ્રત્યેક પાને એક પ્રેરણાનો સ્રોત વહાવતી કહાની છે. જીવન જીવી જવાની નહી પ્રત્યેક પળે લડી લેવાની વાત છે. ગમે તેવો કપરો વણાંક આવે તો પણ ક્યાંક રસ્તો શોધી લેવાની એક અનોખી દાસ્તાન છે. જો વિચારો છે તો ક્યાંક કુદરત તમને સહાય કરવા તત્પર છે એવી આશા જન્માવતી આ અનોખી દાસ્તાન છે. આજે પણ દરેકની જીંદગી ક્યાંક પ્રાઇડ અને રીગ્રેટની કશ્મકશ વચ્ચે જીવાતી હોય છે અને લોકો એક વણાંક પર થાક અને હતાશા અનુભવતાં હોય છે એમના માટે આ પુસ્તક એક માઇલ્સ્ટોન સાબિત થાય એમ છે. આ પુસ્તકમાં થી શું પ્રેરણા મળી ? તો જવાબ તૈયાર જ છે કે …સિદ્ધાંતો જીતાડે છે. ડિસિપ્લિન ડિરાઇવ કરો તો ગમે તે કપરા લાગતા સમયને પણ તમે જીતી શકો છો. સતત કંઇક નવું શીખવાની કે ગમે તેવા પડકાર જનક લાગતાં કામને પણ સ્વિકારીને આગળ વધીએ તો એ થશે જ ! કોઇનાથી પણ ડર્યા વગર સત્ય રજુ કરવામાં લગીરેય શરમ ન રાખનારો સાચો લિડર સાબિત થાય છે. પછી ભલે ને સામે ગમે તેવો મોટો કર્નલ ઉભો હોય. આ બધાની વચ્ચે મારે ચોક્ક્સ કહેવાનું મન થાય કે નિયતી તો ચોક્ક્સ પણે ક્યાંક કામ કરે જ છે. ચોક્ક્સ લોકોને મળાવે છે. ચોક્ક્સ જગ્યાએ લઇ જાય છે. અને જીંદગીને એક રોલર કોસ્ટરની જેમ ઉપર નીચે લઇ જાય છે. પણ જે હોય તે આ પુસ્તક વાંચ્યા બાદ જીવનની એ રોલર કોસ્ટર રાઇડના પડાવો ક્યાંક કેટલાક અંશે સહજ લાગશે એ વાત પાક્કી છે. આ માત્ર હું જ કહું છું એવું નથી કદાચ આ શબ્દો આ પુસ્તક વાંચનારા પ્રત્યેક વાચકના હશે. યુદ્ધના મેદાનમાં પોતાના દેશવાસીઓ તરફથી મોક્લાયેલ અનેક વસ્તુઓમાંથી પોતાના નસીબમાં મોજા આવે અને એમાંથી એક મજાનો મેસેજ નિકળે કે “ We wish the soldier that gets this parcel the best of luck and health and safe return home to his loved ones when the war is over.” અને અનાયાશે એ જ Evelyn સામે ચાલીને મળે અને પછી બન્ને લગ્ન પણ કરે ! ક્યાંક ભાગ્યે જ બનતી એક ઘટનાઓમાંની આ ઘટના ગણવી રહી. અદભૂત ! એક ક્રિયેટીવ વિચાર અને પછી એ વિચારનું ખરુ પડવું અને ક્યાંક ભેગા થવું વાહ...! ક્યાંક આ આખા વિચાર પર એક સોર્ટ સ્ટોરી બને એમ છે. આખા પુસ્તકમાં મને ગમેલા કેટલાક કિસ્સાઓમાંનો સૌથી વધુ ગમેલો કિસ્સો એટલે આ જ !
આ પુસ્તક એટલું ચોક્ક્સ કહી જાય છે કે જે હોય તે લડો ! લડશો તો જીતશો ! કંઇક કરી લેવા ફાંફા મારો કશુંક થશે જ ! વાહ, અદભૂત પુસ્તક અને લોકોને ચોક્ક્સ રીફર કરવાનું મન થાય એવું મજાનું પુસ્તક ! અને જ્યારે એવું જાણ્યું કે ઘરના સભ્યો એ લેખકનું આ લખાણ freemental press આપ્યું અને પછી એમના પર છોડી દીધું ત્યારે આજે આ World book and Copyright day ના અંતિમ ચરણમાં freemental press ને પણ એક સલામ ! ખરા અર્થમાં તો આ પુસ્તક Western Australia માં રહેતા પ્રત્યેક ઓસ્ટ્રેલિયને વાંચવું અને વસાવવું જોઇએ. મને આ પુસ્તક કેવી રીતે મળ્યું એની પણ એક મજાની કહાની છે. હું છેલ્લા ચાર વર્ષથી અહિં છું અને એક દિવસે લગભગ 4 માર્ચે હું મિરાબુકા લાઇબ્રેરીમાં મારા દિકરા સાથે ગયો હતો અને ત્યાં હું પુસ્તકો જોઇ રહ્યો હતો ત્યારે એક લાઇબ્રેરીયનને મેં પુછ્યું કે મારે Western Australia વિશે વધારે જાણવું છે તો થોડા પુસ્તક રીફર કરો ને ! અને એ લેડીએ મને થોડા પુસ્તકોના નામ જણાવ્યા અને એમાંનું એક પુસ્તક એટલે A Frotunate Life ! પછી તો નવરાશના સમયમાં વાંચતો ગયો અને Bert ના જીવન પ્રવાહમાં વહેતો રહ્યો ! અને હજું પણ એ જ પ્રવાહમાં છું. મારી ગુજરાતી ભાષામાં કેટલીય વાતો ટ્રાંન્સલેટ કરીને લોકો વચ્ચે વહેંચીશ એ તો એક અલગ જ દાસ્તાન હશે. ANZAC DAy આવી રહ્યો છે અને હવે કેટલાક નામોને ઓળખતો થયો છું એનો ગર્વ છે અને કદાચ એને માટે ક્યાંક freemental press જેવી સંસ્થાઓને ખરા અર્થમાં ધન્ય્વાદ આપવા રહ્યા.
Ajit kalariya
beyondreflectionsbyajit.blogspot.com

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો