ચર્ચા એટલે વિચારોના આદન-પ્રદાન થકી કોઇ એક વિષય વસ્તુને પામવાનો પ્રયત્ન. અને
આવો પ્રયત્ન સતત ક્યાંકને ક્યાંક કોઇક ને કોઇક જુદા સ્વરૂપે આપણા જીવનનો
હિસ્સો રહ્યો જ છે. જેમ કે ગામડાઓમાં ચોરા
પર ચર્ચા થાતી તો ક્યાંક મેથ્સ કે સાઇન્સના પ્રોબેલમ વર્ષોથી સ્કુલ, કૉલેજ કે યુનિવર્સિટી
કે એની પોતાની કોર્ટરૂમમાં આગવી રીતે સાબિત થયા જ છે અને ચર્ચાને અંતે એની સ્વિકૃતિ થઇ છે. જ્યાં દરેક વિષય કે દરેક બાબત એના એજન્ડા સાથે
રજુ થયા બાદ જ સ્વિકૃતિ પામતી હોય એ માધ્યમનું નામ ચર્ચા આપી શકાય. સમય સાથે એના
સ્વરૂપ ચોક્ક્સ બદલાયા છે. પણ વાત તો એની એ જ છે. ક્યાંક એક સમયે એથેન્સની ટેકરીઓ
પર આવી ચર્ચા પ્લેટો એના શિષ્યો સાથે કરતો
તો વળી ક્યાંક આજે આવી ચર્ચાનું સ્થાન ન્યુઝ ચેનલોએ લીધુ છે. ક્યાંક આવી જ્ઞાન
વર્ધક ચર્ચા માટે જનકનો દરબાર હંમેશા ખુલો રહેતો તો આજે આવી ચર્ચાનું કેન્દ્ર
વિદ્યાર્થી માટે આજનો હાઇટેક ક્લાસ રૂમ
બન્યો છે.
જગતના કોઇક ખૂણે બનેલી ઘટનાને એક અલગ દૃષ્ટિકોણથી ચર્ચવાની છે તો ક્યાંક કોઇ
મજાના પુસ્તકની વાતો વહેંચવી છે. તો
ક્યાંક કોઇ મોટીવેશનલ વાતને કાયમ યાદ રહી જાય એ રીતે રજુ કરવી છે. ક્યાંક કોઇ
વ્યક્તિ વિશેષને ચર્ચિને એના લેખા જોખા જોવાના પ્રયાસ કરવો છે. તો ક્યાંક ગણિત કે
વિજ્ઞાનના એ સમીકરણ કે થિયરીને એના આરંભ
સાથે ચર્ચા કરવી છે તો ક્યાંક વણખેડાયેલ તો ન જણાયેલ જુદા જુદા ક્ષેત્રની વાતો શેર
કરવાનો પ્રયાસ છે
પોલિટીકલ હોય કે આધ્યાત્મિક, પ્રકૃતિ સાથેની મજાની સફર હોય કે ક્યાંક કોઇક
ઇતિહાસના પાના પર કંડારાયેલ તવારિખની કહાની હોય, પ્રસંગ અને પર્વ મજાથી અલગ જ દ્રષ્ટિથી
જોવા અને એના લેખા જોખા સમયાંતરે વિચારવા અને ચર્ચવા હું આપની સમક્ષ છું.
નવા વિષય સાથે અને નવા વિચરોને
અપડેશનને કે ઇતિહાસના એ અધ્યાયને કે જે ક્યાંક નથી જાણ્યો કે ઓછો ચચાર્યો છે એની
વાતો કરવા કે વર્તમાનમાં ઘટેલી કોઇ ઘટના ના લેખાજોખા સાથે યુ ટ્યુબના મધ્યમથી ચર્ચાના ટાઇટલ સાથે તમારી
સમક્ષ આવી રહ્યો છું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો