શિક્ષકદિન નિમિત્તેની વાર્ષિક વ્યાખ્યાનમાળાના એક વ્યાખ્યાનમાં આજે રિલાયન્સ સ્કુલમાં જવાનું બન્યું. સાથે હતા મિત્ર અભિમાન્યુ મોદી. જો કે આજની વ્યાખ્યાનમાળાનો મુખ્ય હિરો જ અભિમાન્યુ હતો. હું તો માત્ર સાથે હતો. હા, એ જ અભિમાન્યુ મોદી જે સંદેશ ન્યુઝ પેપરમાં ટિંન્ડરબોક્સ અને મુવી રિકોલ એમ બે કૉલમ ચલાવે છે તો મુંબઇ સમાચારમાં મોન્ટાઝ અને કેનવાસ નામની કૉલમ ચલાવે છે.
સમય થયો, અભિમાન્યુ પોડિયમ પર અને સામે રિલાયન્સ સ્કુલના કામયાબ શિક્ષકોનું પ્રેક્ષકગણ. શિક્ષણ જગત સાથે સંકળાયેલ વાત અને એમાં પણ વર્તમાન પરિસ્થિતીમાં શૈક્ષણિક ક્ષેત્રે અડચણરૂપ અનેક બાબતો પર એટલા સરસ ઉદારણો સાથે રજુઆત કરી બતાવી કે બસ લેકચરના અંતે આફ્રીન... અફ્રીન... આફ્રીન એવું બોલી જ જવાયું. હા, અભિમાન્યુ મોદીએ ટુંક સમયમાં એક સારા વક્તા તરીકેની જે છાપ ઉભી કરી છે એ વાતનો પુરાવો આજનું એનું આ લેક્ચર હતું.
આ લેક્ચર હતું પોઇન્ટ ટુ પોઇન્ટ, કન્ટેન્ટ ટુ કન્ટેન્ટ અને સમયસર પુરુ કરી બતાવી સામેવાળાને કેમ ખુબ જ સરસ રીતે કન્વિન્સ કરી શકાય એનો ઉત્તમ નમુનો. આ લેક્ચર હતું અનેક મોટીવેશન વાતોથી ભરપુર તો આ લેક્ચર હતું ભવિષ્યમાં થનારા બાળક અને શિક્ષક વચ્ચેના એક અલગ જ પ્રકારના અને એક અલગ જ લેવલના કોમ્યુનિકેશનની વાતોનું ! આ લેક્ચર હતું સ્ક્રિપ્ટથી હીરો અને રિયલ લાઇફમાં સમય આવ્યે ઝિરો સાબિત થતા અને બોખલાઇ ઉઠતા માણસોની એ શરમજનક મોમેન્ટ કે જેનો એને સમનો કરવો પડ્યો જીવનમાં બાકી રહેલી શિક્ષણની આધુરપથી .... આવી અનેક વાતો સાથે કંઇક વિચારતા કરી મુકે એવી અનેક ક્ષણોથી ભરપુર આ સમય જીવનનો યાદગાર સમય બની રહ્યો..
આ લેક્ચર હતું એક સારા માણસ બનવાનું અને દરેક વિદ્યાર્થીને બીજુ કશું જ નહી એક સારા માણસ બનાવવાના સપના જોવાનું ! એના સપનાને પાંખો આપવાની વાતોનું ! અરે, આ લેક્ચરનો મુખ્ય પંચ તો ત્યારે હતો કે જ્યારે ઉપસ્થિત શિક્ષકો સમક્ષ મજાની ક્ષણ આવી અને એણે કહ્યું અને સાબિત કરી બતાવ્યું કે બાળકો મા-બાપ કરતા શિક્ષકો સાથે વધુ મન ટુ મન કનેક્ટેડ હોય છે. વાહ, એની આ વાત અને આ વાત કરવાની શૈલી પર સૌ ફિદા થયા હતાં. તો એણે લેક્ચર દરમ્યાન એક ખુબ જ સરસ ક્વોટ કર્યુ કે Teachers are not teaching instrument but teachers are advance learner. તો ખુબ જ સરસ વાત તો એ કરી કે આજ સુધી આ જગતને explore કરવાનું કામ માત્ર શિક્ષણે જ કર્યુ છે.
આવી તો અનેક વાતો અને ઉદારણો સાથે આ વ્યક્તિએ સૌના મન હરી લીધા. અને સાબિત કરી બતાવ્યું કે કેમ અભિમાન્યુ મોદીનું નામ એક સારા વક્તા તરીકે લેવાય છે. અને કહેવું જ પડશે કે અભિમાન્યુના રૂપમાં ગુજરાતી પ્રજાને સ્ટેજનો એક નવો આઇકોન મળ્યો છે જેની પાસે અલગ જ વિચારો સાથે નવા જ વિષયો સાથે અને નવા જ રૂપમાં વાતને લઇને એને રજુ કરવાની મજાની અને આગવી શૈલી છે. રિધમ છે અને એનો DNA ટેસ્ટ કહે છે અભિમન્યુ સ્ટેજના સ્પિરિટને ઝીલનારો અને એ જ વટથી વહેંચનારો છે . સ્ટેજ અને માઇક્રોફોનના આ માણસને માણીને આજે એવું લાગ્યું કે સાત કોઠા વિંધીને બેઠેલો આ અભિમાન્યુને આજ સુધી માણવાનું કેમ બન્યું નહી ? જે હોય તે મજા આવી અને ફિદા જ થવાય એવી એમની સહજ શૈલી અને નિખાલસ રજુઆત એને જીવનમાં એક નવી ઉંચાઇ બક્ષસે જ અને હજુ નવા આયામો સર કરો એવી આશા સાથે અભિનંદન.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો