મંગળવાર, 28 મે, 2019

પરમાણુ મુવી (28/05/2019)



આજે પરમાણુ મુવી જોયું. હા, નામ પરથી જ મને આકર્ષણ હતું અને મને પિકચર વિશે કશું જ જાણ્યા વગર પણ આખી કહાની ખબર હતી જે હું કંજને પિકચર જોવા જતાં પહેલા જ કહી ચુક્યો હતો અને જે કહ્યુ હતું એ જ બધુ પિકચરમાં આવતા કંજ ખુશ થઇને મને કહેતો હતો પપ્પા તમને આ બધુ મુવી જોયા પહેલા કેમ ખબર હતું અને મારી પાસે એક જ જવાબ હતો દિકરા 1998..... હા, પિકચર જોયા પછી અત્યારે હું મારા ફલેસબેકમાં જ છું.... 1998 હું 12 સાયન્સનો વિધ્યાર્થી અને એ સમયે નોલેજ મેળવવા બહારનું પણ એટલું જ વંચતો તો ક્યારેક તો રાત્રે પપ્પા બાજુમાં સુતા હોય અને બુક્સની અંદર બુકસ રાખીને કોઇ રોમાંચક કહાની પણ વાંચતા હોઇએ અને દરરોજ લગભગ લાઇબ્રેરીમાં પણ પહોંચી જતો એટલે બધી જ કહાની મોઢે હતી. કેવી રીતે અમેરીકન સેટેલાઇટસને હંફાવીને કામ પાર પાડ્યુ ત્યાંથી લઇને બધુ જ... સાઇન્સના સ્ટુડન્ટ એટલે અણુ-પરમાણુ-મોલસંકલ્પના ભણનારા અને ન્યુટ્રોન-ઇલેક્ટ્રોનને ગણનારા... જ્યારે ન્યુટ્રોનનું પ્રતાડન ભણ્યા ત્યારે શરીર પરનો રોમાંચ કંઇક અલગ જ હતો. અને એ જ રોમાંચ આજે ફરીથી પરમાણુ પિકચરે પુરો પાડયો. કાલે જ કંજને કહ્યુ હતું કે કંજ એ સમયે ત્રણથી ચાર મહિના સુધી ડુંગળી અને બટાટાના ભાવ સમગ્ર ભારતમાં આસમાને હતાં. હા, એ સમયે ડુંગળી 60 થી 80 રૂપિયા કીલો મળતી હતી. અને એ બધી જ ઠલવાઇ હતી પોખરણમાં ન્યુક્લિયર બોમ્બની આસપાસ.... કંજે મને ત્યારે પણ પુછ્યુ હતું કે પપ્પા એનું કારણ શું અને જવાબ હતો રેડિયેશનને ઘટાડવા માટે... અને એ જ ડાયલોગ જ્યારે પિકચરમાં આવ્યો ત્યારે કંજ મારી સામે જોઇને હસ્યો... દસ વર્ષના દિકરાને શું સમજાવું કે તારો બાપ અને નિલેશ અંકલ સાથે આવતા ત્યારે મજાક મજાકમાં વાત કરતા કે દોસ્ત જો પરમાણું હુમલો થાય તો બટાટા અને ડુંગળીના મોટા ઢગલામાં અંદર ઘુસી જવાનું અને પછી બધુ જ નાશ પામશે પણ તમે એવા ને એવા જ બહાર નીકળશો.....હા, 1998માં જ્યારે ભારતે પહેલી વખત ન્યુક્લિઅર ટેસ્ટ કર્યો ત્યારે બીજુ બધુ વાંચતો હતો ત્યારે ખબર પડી હતી કે આની પહેલા પણ ઇંદિરા ગાંધી જ્યારે પ્રાઇમમિનિસ્ટર હતા ત્યારે પણ ભારત એક પરમાણુ ટેસ્ટ મે મહિનામાં જ 1974માં કરી ચુક્યું હતું. ત્યારે તો ગુગલ ન હતું પણ અત્યારે લખું છું અને માહિતી મળે છે કે 18 મે 1974 માં સ્માઇલીંગ બુદ્ધા નામે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ત્યારે બપોરે 2:34:55 પર ભારતે પહેલો ન્યુક્લિયર ટેસ્ટ કર્યો હતો. ત્યાંથી પણ આગળ જઇએ તો કહી શકાય કે ઓપન હાઇમરે જ્યારે પહેલી વખત ન્યુક્લિયર બોમ્બ બનાવ્યો હશે ત્યારે તેને સ્વપને પણ ખ્યાલ નહી હોય કે 16 જુલાઇ 1942 નો 5:30નો સમય હિરોશિમા અને નાગાશાકી માટે એક કાલક્ષણ બનીને કાયમ માટે રહી જશે... હા, અત્યાર સુધીમાં પૃથ્વી પર કુલ 2056 ન્યુક્લિયર ટેસ્ટ થઇ ચુક્યા છે જેમાં અમેરિકા એક જ એવું છે જેણે યુદ્ધમાં તેનો જાપાન પર ઉપયોગ કરીને તેને તબાહ કરી દિધુ હતું... એટલું જ નહી અત્યાર સુધીમાં સૌથી વધારે વિસ્ફોટ પણ અમેરિકા જ કરી ચુક્યુ છે જેનો આંકડો 1050 ને વટાવી જાય છે. તો બીજા નંબરે રશિયા(715), યુકે (45),ફ્રાંસ(210) તો ચીન (45) વિસ્ફોટ કરી ચુક્યું છે આ પાંચ રાષ્ટ્રો NPT કહેવાય છે તો NON NPT રાષ્ટ્રોમાં ભારત, પાકિસ્તાન અને નોર્થ કોરિયા છે જે દરેક 6 ન્યુક્લિયર વિસ્ફોટ કરી ચુક્યા છે. યુદ્ધના લેખાજોખા હોય અને ઇઝરાયેલનું નામ ન હોય એ કેમ ચાલે... તો જાણી લો કે ઇઝરાયેલ ભલે લિસ્ટમાં ન હોય પણ એને undeclared Nuclear power તરીકે જ ઓળખવામાં આવે છે. કારણ કે એક અંદાઝ મુઝબ ઇઝરાયેલ પાસે 60- 400 ન્યુક્લિયર બોમ્બ હશે એવું માનવામાં આવે છે. તો નોર્થ કોરિયાના કિમ જોંગ જે હમણા થોડા સમયથી શાંતિ દર્શાવતા થયા છે બાકી જે કાયમ પરમાણું બોમ્બનું બટન દબાવી દેવાની જ વાત કરતા હોય છે એમની પાસે 15 જેટ્લા પરમાણું બોમ્બ હોવાનું માનવામાં આવે છે. તો પાકિસ્તાન પાસે (120 – 130), ભારત પાસે (110-120), ચીન પાસે (270), ફ્રાંસ પાસે (280-300), યુકે પાસે (120- 215), રશિયા પાસે (6000 કરતા વધારે) અને અમેરિકા પાસે (6000 – 7000) પરમાણું બોમ્બ છે. આંકડા જોતા તો કોક અને પેપ્સીનું કોલ્ડ વોર કે સેટેલાઇટ્સ છોડ્વાનું કોલ્ડ વૉર જાણે પરમાણું બોમ્બ વધારે બનાવવા પર આવીને અટક્યું હોય એવું લાગ્યા કરે. પણ હકિક્કતમાં આ જ કોલ્ડ વોર અંદરથી એક ભીષણ યુદ્ધના ભણકારા છે. કારણ કે અમેરિકા અને રશિયા પાસે ઓછામાં ઓછા 2000 બોમ્બ મિસાઇલ્સમાં એવી રીતે લોડેડ છે કે બસ બટન દબાવવાની જ વાર... સમજુ તો સાઉથ આફ્રિકા કહેવાય કે એક સમયે પાસે 6 બોમ્બ હતા અને આજે એ રેસમાંથી બહાર છે. તો એક સમયે રશિયાનો જ ભાગ હતા એવા બેલુરાસ પાસે 81, કઝકિસ્તાન પાસે 1400 અને યુક્રેન પાસે 5000 બોમ્બ છે. ખરેખર આંક્ડા જોઇને એમ જ લાગે કે દુનિયા આજે પ્રતિક્ષણ પરમાણું બોમ્બ નામના જ્વાળામુખીના મુખ તરફ જ ધકેલાઇ રહી છે. જે ક્યારેક વિકરાળ સ્વરૂપનો પરિચય કરાવશે જ, પણ છેક એવું પણ નથી જ કે આ બધા વિસ્ફોટ કરીને વિનાશને જ નોતરશે જો એનો સદઉપયોગ કરીને સાચી દિશામાં એ જ એનર્જી વાપરવામાં આવે તો ખૂબ જ મોટ જથ્થામાં વિજળી પેદા કરી શકાય એમ છે. બાકી જે હોય તે, પરમાણું પિકચરે મને મજ્બૂર કર્યો અને આ બધુ લખ્યું બાકી 1998માં વાજપેયીની સરકારે લીધેલ નિર્ણય ખરેખર યોગ્ય જ હતો અને જે શક્તિ ઓપરેશન હેઠળ વ્હાઇટ હાઉસ, તાજમહલ અને કુંભકરણ એ ત્રણ નામ હેઠળ કરેલ પરિક્ષણો જરૂરી જ હતા, એના કારણે જ આપણને દુનિયાના બીજા દેશો માન આપતા થયા અને ભારતનું નામ મહાસત્તાના લિસ્ટમાં બોલાતું થયું તો વળી મનમોહનસિંહની સરકાર હતી ત્યારે જો ચીને વીટો પાવર વાપર્યો ન હોત તો તો આપણે પણ NPT ના લિસ્ટમાં જ હોત..... ખેર જે હોય તે પણ જોહ્ન અબ્રાહમે ખૂબ જ સરસ એકટિંગ કરી છે તો અભિષેક શર્માના નિર્દેશનને પણ દાદ દેવી પડે. અને મુવી પણ એવા સમયે રિલીઝ થઇ કે જ્યારે કિમ જોંગ ફુંફાડા મારે છે... મુવી જોયા પછી દરેક ભારતીય ગર્વ તો જરૂર અનુભવશે કે અમે પણ હરીફાઇમાં છીએ. તો મુવીના અંતમાં ડૉ. અબ્દુલ કલામ અને વાજ્પેયજીનો એ સમયનો લાલ કૅપ પહેરેલો ફોટો જોઇને ખરેખર રોમેરોમ આનંદથી પ્રસરી જાય છે. અને જ્યારે પહેલો બોમ્બ ફેંકાયો અને ઓપન હાઇમરે જે શ્લોક બોલ્યો હતો એ જ શ્લોક અનાયાસે આવી જાય છે કે
દિવિ સૂર્યસહસ્ત્રસ્ય ભવેદ્યુગપદુત્થિતા | યદિ ભા: સદૃશી સા સ્યાદ ભાસસ્તસ્ય મહાત્મન: ॥ (અધ્યાય 11 , શ્લોક 12)
“ જો આકાશમાં હજારો સૂર્યોનું તેજ એકસાથે પ્રકાશી ઊઠયું હોય તો તે તેજ વિશ્વરૂપ પરમાત્માના તેજ જેવું કંઇક લાગે.
જય હિંદ....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો