બુધવાર, 22 મે, 2019

Vertical - એક અનોખો ચિલોચાતરતો નવો કાવ્ય સંગ્રહ



માણસના મનમાં કે કલ્પનામાં આવેલી વાત જ્યારે શબ્દ સ્વરૂપે લય પામે ત્યારે કવિતાનો જન્મ થાય. આપણા મનમાં ઘુંટાતી કોઇ વાતને કે આપણી વ્યથાને કોઇ કવિ એવી રીતે રજુ કરી આ
પે કે જાણે હું જ એ શબ્દને (કવિતાની કોઇ લાઇનને) જીવું છું એવું બને ત્યારે વાહ.. વાહ.. પોકારી ઉઠવું પડે. અને આવો જ કંઇક અનુભવ મને મૃગાંક શાહનો નવો બહાર પડેલો કાવ્યસંગ્રહ વર્ટિકલ્સ વાંચતા વાંચતા પાને પાને થયો છે. જીવનમાં જોયેલી કે અનુભવેલી કે શક્યતા- અશક્યતાના શિલ્પ પર રચાયેલી અનેક વાતો પાને પાને સુપર્બ રીતે એક જ ધારમાં ધારદાર રીતે લખી છે. ક્યાંક વાસ્તવિકતાનો ચેતોવિસ્તાર છે તો કયાંક ખારો પણ હક્કિકતથી ભરપૂર કટાક્ષ વિચારતા કરી મુકે એવો છે . પાને પાને એક જ ધારમાં વરસી પડતી કવિતા. વાહ મૃગાંકભાઇ તમારી વર્ટિકલ્સ તો કમાલ જ છે. વર્ટિકલ્સ હાથમાં લીધી અને વાંચવાનું શરૂ કર્યુ પછી એકી બેઠકે પુરી કરી એવું કહીશ તો કદાચ વર્ટિકલ્સને અન્યાય થાય એવું લાગે એટલે મારે એવું કહેવું પડશે કે તમારી વર્ટિકલ્સ એકી શ્વાસે વાંચી. એક જ શ્વાસમાં અનેકોત્સવને માણવાનો અનુભવ તમારી વર્ટિકલ્સને જાય છે. ગુજરાતી કાવ્યવિશ્વમાં વર્ટિકલ્સ કંઇક અલગ જ ઇતિહાસ રચીને આગળ વધશે એમાં કોઇ શંકાને સ્થાન નથી. મૃગાંકભાઇનો આગળનો કાવ્યસંગ્રહ વજૂદ જે રીતે વાચકો એ પોંખ્યો હતો એ જ રીતે આ વર્ટિકલ્સને પણ જોરદાર પ્રતિસાદ મળશે જ. આ સંગ્રહમાં એક પણ કવિતા છંદશ નથી, અછંદશ પણ નથી, કે હાઇકુ કહેવાય એવી પણ નથી. ગુજરાતી ભાષા કે સાહિત્યમાં આ એક નવો જ પ્રયોગ છે નવો જ વણાંક છે. હેટ્સ ઓફ મૃગાંકભાઇ. અને છેલ્લા એટલું જ કહીશ કે તમારા હાથે જ્યારે મને વર્સિકલ્સ મળી અને જે ક્ષણો સાથે રહ્યા તે પણ વર્ટિકલ્સ જ હતી એવું કહું તો એમાં કોઇ અતિશ્યોક્તિ નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો