બુધવાર, 22 મે, 2019

ઇલેક્શનની અટારીએથી...



ઇલેક્શનની અટારીએથી...
========================
Justin Trudeauનું એક ક્વૉટ છે કે, “I am a teacher. It's how I define myself. A good teacher isn't someone who gives the answers out to their kids but is understanding of needs and challenges and gives tools to help other people succeed. That's the way I see myself, so whatever it is that I will do eventually after politics, it'll have to do a lot with teaching.”
જે હોય તે 2019નું લોકસભા ઇલેકશન ઘણા ઘણા રંગ લઇને આવ્યું છે. મજા તો એ છે કે ક્યાંક જોતા એવું સતત લાગે છે કે લોકશાહી શબ્દની પકડ મજબુત બની છે. દરેક પક્ષ અને દરેક નેતાને બરાબર કમર કસવા પર મજબુર કરી દીધા છે.આમ તો મને આ 20, 21, 22 ત્રણ દિવસનું રીઝલ્ટ પહેલાનું વૅકેશન પણ ખૂબ જ ગમ્યું. જુઓને ચંદ્રબાબુ કેવા ફરવા નીકળી પડ્યા મજા આવી જોવાની...! આ ઇલેક્શને દરેકને ચાણક્યની ચાલે ચાલતા કરી દીધા. અને ખરેખર એવી ઘણી ચાલ ચલાઇ કે કેટલાય તો બરાબર ઉંઘતા ઝડપાયા... હા.. હા... હા... જે હોય તે આ ચૂંટણીમાં ઉડેલા થોડા રંગો ખરેખર મજાના છે,જાણે એ રંગોએ ચૂંટણીને એક નવો જ મિજાજ બક્ષ્યો છે એવું લાગે છે. ફિલ્મસ્ટારોને લો કે,રમતવીરોને લો કે, IAS-IPS અધિકારીઓને લો કે,Industrialist લો કે,Businessman લો કે, બ્યુરોક્રેટસ લો કે,રાજા લો કે, કોઇ સાધુ કે સાધ્વીને લો,બધાએ 2019ની ચૂંટણીને પોંખવાનો એક અલગ જ પ્રયાસ કર્યો છે. તો ચાલો થોડો એ બધાનો નઝારો જોઇએ,જે સીટ (constituency) પર આખા ભારતની નજર હશે. અરે! હા, એક વાત કહી દઉં,આ આખી વાતમાં મારે ગુજરાતનો ક્યાંય ઉલ્લેખ નથી કરવો કારણ કે આ ગુજરાતી વાંચનારા એ બધુ જાણે જ છે અને ચર્ચા પણ કરી જ ચૂક્યા છે,તો સાથે સાથે હું પૂર્વોતર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની પણ ચર્ચા નથી કરતો.કારણ કે અભ્યાસ કરવા થોડો સમય ઓછો પડયો છે. તો મહેરબાનો... કદરદાનો અને ખાસ ખાસ જીજ્ઞાસુઓ તૈયાર થઇ જાવ,શરૂ કરીએ 2019ના ઇલેકશની થોડી મજાની સીટો(constituency) અને એના મજાના ઉમેદવારોની થોડી કહાની....
એક જનરલ નોલેજનો સવાલ કે,
આજ સુધી થયેલા બધા ઇલેકશનોમાં સૌથી વધારે વૉટથી કોણ જીત્યું છે?
તો જવાબ છે: વર્ષ 2004માં અનિલ બાસુએ આરંભગઢથી 5,92,502 વૉટથી જીત મેળવી હતી.
તો બાયપોલ ઇલેકશનમાં બીડથી 2014માં 6,96,321 વૉટથી જીત મેળવી હતી. અને આ વખતે વારાણસીથી આ રેકોર્ડ તૂટશે એવી ઘણાને આશા છે. ચાલો બીજો સવાલ આ 2019ના ઇલેકશનમાં સૌથી વધુ ઉમેદવારો કંઇ સીટ પરથી ઉભા હતાં ?
તો જવાબ છે નિઝામાબાદ.
185 ઉમેદવારો અને ચૂંટણી પંચે દરેક બુથ પર 12 EVM ગોઠવ્યા હતાં.. અરે યારો... આટલી તો સીટ કોઇ એક પક્ષને આવે તો તોડજોડના ગણિત ચાલુ કરી દે... જે હોય તે ચાલો થોડી બીજી મજાની વાતો કરીએ....
અમીત શાહના હોમવર્કની તો શું વાત કરવી? ભાજપના 184ના પહેલા લીસ્ટમાં જ 4 મુસ્લિમ ચહેરાઓને સ્થાન અને એમાં પણ 3 તો પાછા જમ્મુ કશ્મીરના Sofi Youssaf, M M War અને Khalid Jahangir. પાછી મજાની વાત તો એ કે આ ત્રણે કોઇને કોઇ રીતે મિલિટ્રી સાથે સંકળાયેલ નામ... સામેવાળા દરેકને ટક્કર આપે એવા નામ.
ભલે એમ કહેવાતું હોય કે ચૂંટણી જાતિવાદ, ધર્મવાદ, કુટુંબવાદ કે પ્રદેશવાદથી પર આ ચૂંટણી છે. પરંતુ એવું કંઇ જ નથી.. ? ચૂંટણી જીતવા માટે દરેક પક્ષે કોઇને કોઇ રીતે એનો સહારો લીધો જ છે. અરે જાતિ તો છોડો,જો એ જ નામ અને એ જ સરનેઇમનો બંદો હાજર હોય તો એને ઉભો રાખવામાં કોઇ પક્ષે પાછું વળીને જોયું નથી.
👉🏻ચાલો બધુ જ છોડો માત્ર એક સરખી સરનેમ ધરાવતા મુખ્ય પક્ષના કોમ્પિટીટરનું લીસ્ટ તપાસવું છે તો લો.....
✍🏻ભાજપનો યંગ ચહેરો એટલે અનુરાગ ઠાકુર.. અરે! હા, એ જ કે જે ફિર એક બાર મોદી. લખેલું ટી-શર્ટ પહેરીને સંસદમાં આવ્યો હતો. એ સુપર હિરોની સામે પણ કોંગ્રેસ 5 વખત MLA રહી ચૂકેલ રામલાલ ઠાકુરને લઇ આવી છે અને જંગ રસાકસીનો બનાવી દીધો છે. ઉદયપુરમાં અર્જુનલાલ મીના(BJP) સામે રઘુવીરસિંગ મીના(INC) છે. અલમોરાની સીટ પરથી અજય ટમટા(BJP) અને પ્રદિપ ટમટા(INC) છે. મંડીની સીટ પર રામ સ્વરૂપ શર્મા(BJP) અને આશ્રય શર્મા(INC) છે. દૌસાથી જસકૌર મીના(BJP) અને સવિતા મીના(INC) છે. ધરમેન્દ્ર બિકાનેરથી લડતા હતાં. આ વખતે આ સીટ પણ મજાની બની છે. અર્જુન મેઘવાલ (IAS- BJP )ની સામે મદનગોપાલ મેઘવાલ (IPS- INC) ને ઉભા રાખ્યા છે.આમ આ સીટ IAS અને IPSની ટક્કર વાળી સીટ બની છે. ડુમકાની સીટ પર સુનિલ સોરેન(BJP) છે,તો સામે સીબુ સોરેન(JMM) છે. જે ત્રણ વખત CM રહી ચૂક્યા છે. ખુંટીથી અર્જુન મુંડા (BJP)ની સામે કાલીચરન મુંડા(INC) છે. લોહારદાગાથી સુદર્શન ભગત(BJP) છે, તો સુખદેવ ભગત(INC) છે. લાલગંજથી નીલમ સોનકર(BJP) તો સામે પંકજ સોનકર(INC) છે. સાલેમપુરથી રવિન્દ્ર કુશવાહા(BJP) છે તો સામે આર.એસ.કે. કુશવાહા(INC) છે. શાહઝાંનપુરથી અરૂણ સાગર(BJP) છે તો સામે બ્રહ્મસ્વરૂપ સાગર(BSP) છે. સ્રવસ્તીથી દાદન મીશ્રા(BJP) છે તો સામે રામશિરોમણી મિશ્રા(BSP) છે. બાંકાની સીટ પર ગિરિધારી યાદવ (JDU) છે,તો સામે જય પ્રકાશ નારયણ યાદવ (RJD) છે. પૂર્વી ચંપારણથી રાધા મોહન સિંગ (LJP) તો,સામે આકાશકુમાર સિંગ (INC) છે. મહાસમુદની સીટ પર ચુન્નીલાલ શહુ(BJP) અને ધર્મેન્દ્ર શહુ(INC) લડી રહ્યા છે. બંગાળના રાણાઘાટમાં તો રૂપાલી બીસવાસ (TMC), મિનાતી બીસવાસ (INC) અને રામા બીસવાસ(CPIM) વચ્ચે જંગ છે. તો અહિં BJPના ઉમેદવાર મુકુટ અધિકારીનું ડો. રાજીનામુ ન સ્વિકારાતા માત્ર 19 દિવસ પહેલા જગન્નાથ સરકારનું નામ આવ્યું. અને ચાર વચ્ચે જંગ છે. આવું જ પુરુલિયામાં છે.જ્યોતિરમની મહતો (BJP), નેપાલ મહતો (INC), મ્રિગાંકા મહતો (TMC) અને બીરસિંગ મહતો(CPIM) વચ્ચે જંગ છે. માલધા દક્ષિણની સીટ પરથી શ્રીરૂપા મિત્રા ચૌધરી (BJP) અને અબુ હસન ખાન ચૌધરી(INC) વચ્ચે ટક્કર છે. જહારગામથી ત્રણ હેમ્બરામ લડી રહ્યા છે.જેમાં ડૉ. કુમાર હેમ્બરામન(BJP) IIT Engineer છે. બર્ધમાનપૂર્વ થી બે દાસ લડી રહ્યા છે. બિષ્નુપુરથી બે ખાન લડી રહ્યા છે. બોલાંગીરથી કલિકેશ સિંગ દિઓ(BJD) અને એમના સાળી સંગીતાકુમારી દિઓ(BJP) લડી રહ્યા છે. ભદ્રકથી અભિમાન્યુ શેઠી(BJP) અને મધુમિતા શેઠી(INC) લડી રહ્યા છે. માધેપુરમાં દિનેશચંદ્ર યાદવ , શરદ યાદવ અને પપ્પુ યાદવ વચ્ચે જંગ છે. કડપાની સીટ પર ત્રણ રેડ્ડી લડી રહ્યા છે. એવી જ રીતે નેલ્લોરની સીટ પર પણ ત્રણ રેડ્ડી લડી રહ્યા છે. મલ્કાજગીરી અને રાજમપેટથી બે રેડ્ડી છે તો, મહેબુબાનગરથી બે નાઇક છે. સિકંદરાબાદથી બે યાદવ સામ-સામે છે. ખમામથી બે રાવ છે,તો પાછા ચેવલાથી ત્રણ રેડ્ડી છે. બેંગલોર નોર્થથી બે ગોવડા સામે સામે છે. તો રાયચુરથી બે નાયક છે. કોલ્હાપુરથી બે માંડલીક છે. સાદોલથી હિમાદ્રી સિંગ અને પ્રમિલા સિંગ બે મહિલાઓ સામે જંગ છે. સાંગલીથી બે પાટીલ સામસામે છે. આંબેડકરનગરથી ભાજપના હરીઓમ પાંડે અને BSPના રાકેશ પાંડે સામે સામે છે. આઝમગઢથી BJPના દિનેશ યાદવ અને SPના અખિલેશ યાદવ સામ સામે છે.હકીકતમાં અહીંથી મુલાયમ લડતા હતા.
બોલો છે ને જાતિવાદ.... છોડો બીજી મજાની વાત કહું,
👉🏻અમેઠીમાં રાહુલ ગાંધી અને સ્મૃતિ ઇરાની સામ સામે છે અને અમેઠીમાં તો એ હાલત છે કે રાહુલ ગાંધીને વાયનાડ એક બીજી જગ્યાએથી પણ લડવું પડ્યું છે.હશે જે હોય તે આખા દેશે આ કુટુંબ પરંપરા ચાલી આવતી જોઇ છે.પણ આ એક જ કુટુંબ છે એવું થોડું છે તો લો અનેક CM કે MP ના દીકરા-દીકરી કે પત્નિ લડી જ રહ્યા છે....
👉🏻રંજીત રાજન એક એવું નામ છે કે જે સાંસદમાં એક સમયે Harley Davidson પર આવેલા અને એના ફોટા ખૂબ વાઇરલ થયા હતા.એમના પતિ પણ માધેપુરથી અપક્ષમાં લડી રહ્યા છે.પતિ-પત્નિ બંન્ને બોલો! ગઢવાલની સીટ પણ ટક્કર વાળી બની ચૂકી છે.કારણ કે ભાજપના હાલના MP મે. જનરલ ભુવનચંદ્રનો દીકરો મનિષ કુમાર કોંગ્રેસમાંથી લડી રહ્યો છે. તો સામે ભાજપે ત્યાંના MLA તિર્થસિંગ રાવતને ઉભા રાખ્યા છે. હાજીપુરની સીટ પર પણ ધમાસણ જોરદાર છે.કારણ કે LJPના પશુપતિ કુમાર પારસ ઉભા છે,જે પાસવાનના ભાઇ છે,તો RJDના શ્રીચંદ્ર રાવ છે,જે તેજસ્વી યાદવના ખાસ કહેવાય છે. જમુઇથી LJPના ચિરાગ પાસવાન ઉભા છે,જે રામવિલાસ પાસવાનના દીકરા છે,તો સામે RSLPના ભુદેવ ચૌધરી ઉભા છે. સુંદરગઢની સીટ પરથી સુનિતાબિસવાલ(BJD) જે હેમનંદ બિસવાલ CMની પુત્રી છે,તે લડી રહ્યા છે તો સામે જુઆલ ઓરામ(BJP) અને જ્યોર્જ તિર્કિ (INC) છે. હસનથી પ્રજ્વલ રેવના જે એક સમયના PM એચ. ડી. દેવીગોડાના મોટા દીકરા છે તે ઉભા છે. તો મંડ્યાથી નિખિલ ગૌડા ઉભા,જે કુમાર સ્વામીના દીકરા છે,તો શિમોગાથી મધુ બંગારપ્પા ઉભા છે જે શેરકોપ્પા બાંગરપ્પા એક સમયના CMના દીકરા છે. સાંગલીથી વિશાલ પાટીલ લડી રહ્યા છે,જે એક સમયના CM વસંતદાદા પાટીલના દીકરા છે. મુંબઇ નોર્થની સીટ પણ પુનમ મહાજન(BJP) અને પ્રિયા દત્ત(INC) ના કારણે ચર્ચામાં છે. પુનમ મહાજન પણ પ્રમોદ મહાજનના દીકરી છે. વિશાખાપટ્ટનમથી ડી. પુરન્દેશ્વરી(BJP) લડી રહ્યા છે, જે N.T. Ramarao ( CM) ના દિકરી છે. સિસિર અધિકારી કાંન્થીથી લડી રહ્યા છે તો તેમનો દીકરો દિબયેન્દુ અધીકારી તુમલકથી લડી રહ્યો છે. જાંગીપુરની સીટ પણ આ વખતે પ્રણવ મુખર્જીના દીકરા અભિજીત મુખર્જી માટે ખરાખરીનો જંગ છે કારણ કે સામે મફુજા ખાતુન (INC) ત્રિપલ તલાકના બીલ પછી છોડીને BJPમાં જોડાયા છે અને એ જ ઉભા છે. ગુરગાંવથી રાવ ઇન્દ્રજીત સિંગ જે એક સમયના CM બિરેન્દ્રસિંગના પુત્ર છે. રોહતકથી દિપેન્દરસિંગ હુડા જે ભુપેન્દ્ર સિંગ હુડાના દીકરા છે અને એ પોતે પણ સોનીપતથી લડી રહ્યા છે. જોધપુરથી વૈભવ ગેહલોત જે અશોક ગેહલોતના દીકરા છે. તો વળી રાજસ્થાનમાં જ દુષ્યંત સિંગ જ્વારભાટાથી લડી રહ્યા છે,જે વસુંધરા રાજેના દીકરા છે.પ્રયાગરાજની સીટ પરથી રીટા બહુગુણા જોષી લડી રહ્યા છે,જે એક સમયના CM હેમવતી નંદન બહુગુણાના દીકરી છે. રીટા ઉત્તર પ્રદેશ government ના cabinet minister છે તો ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમીટીના 2007- 12 પ્રમુખ હતા.અને આ વખતે ભાજપમાંથી લડી રહ્યા છે.બારામતી એક એવી જગ્યા કે જ્યાંથી BJP અને શિવસેનાને જીતવું છે પણ વર્ષોથી NCPનો ગઢ છે આ વખતે પણ ત્યાંથી સુપ્રિયા સુલે એટલે શરદ પવારની દિકરી એક CMની દિકરી લડી રહી છે. એટાની સીટ પરથી BJPના ઉમેદવાર રાજવીર સિંહ લડી રહ્યા છે,જે કલ્યાણસિંહ એક સમયના CM ના દીકરા છે. પાટલીપુત્રથી લાલુપ્રસાદ યાદવની દીકરી મિસા ભારતી લડી રહી છે. જામુઇથી ચિરાગ પાસવાન લડી રહ્યા છે જે રામવિલાસ પાસવાનના દીકરા છે. આઝમગઢથી અખિલેશ યાદવ લડી રહ્યા છે. જેમાના પિતા મુલાયમ સિંહ આ જ સીટ પરથી લડતા હતા.પરંતુ આ વખતે મૈનપુરીથી લડી રહ્યા છે તો અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ કનૌઝથી લડી રહ્યા છે. એમની સામે BJPના સુબ્રત પાઠક ઉભા છે અમિત શાહે જેનું campaign ઘર કા લડકા ઉસે વૉટ દો થી શરૂ કર્યુ.અખિલેશ યાદવે 8 માર્ચે મહિલા દિને 3 મહિલાઓને ટિકિટ આપી હતી એમાંની એક એટલે ખેરીથી SP ઉમેદવાર પૂર્વી વર્મા છે જેનું ફેમિલી બેકગ્રાઉન્ડ કંઇક એવું છે કે એમના પિતા બાલગોવિંદ વર્મા 3 વખત MP રહ્યા છે, તો માતા ઉષા વર્મા જે હરદોઇથી લડી રહ્યા છે એ પણ 3 વખત MP રહ્યા છે.અને ભાઇ રવિ પ્રકાશ વર્મા પણ 3 વખત MP રહ્યા છે. પટિયાલાથી કેપ્ટન અમરીન્દરસિંગની પત્ની પ્રિનત કૌર લડી રહ્યા છે.બારમેરની સીટે પણ રંગ પકડયો છે,એક સમયના ભાજપના મુખ્ય સૂત્રધરમાં જેમનું નામ હતું એવા જશવંત સિંગના દીકરા માનવેન્દ્ર સિંગ કોંગ્રેસની સીટ પરથી લડી રહ્યા છે. નાસિકની સીટનું પણ કંઇક એવું જ છે કે,સમીર ભુજબલ(INC) જે છગન ભુજબલનો ભત્રીજો છે.એની સામે હેમંત ગોડસે(BJP) એના એ જ 2014 ના જ ઉમેદવાર છે.બાકી એક મજાની વાત કહી દઉં કે આ સીટ પરથી કોઇ ઉમેદવાર રીપીટ થયો નથી. નાગૌરથી ડૉ. જ્યોતિ મિર્ધા(INC) નથુરામ જે 6 વખત MP હતાં એમના દીકરી છે. ઝાંસીથી બૈધનાથ ગ્રુપના અનુરાગ શર્મા છે. જે પંડિત વિશ્વનાથ શર્માના દિકરા છે. સમષ્ટિપુરથી રામચંદ્ર પાસવાન(LJP) જે રામવિલાસ પાસવાનના ભાઇ છે એ લડી રહ્યા છે. નાગરકુરનુલથી કુમારી બાંગારૂ શ્રુતિ(BJP) લડી રહી છે જે લક્ષ્મણ બાંગારૂની દીકરી છે. થૈનીથી ઓ.પી.રવિન્દ્રનાથ કુમાર (AIADMK)લડી રહ્યા છે,જે ત્યાંના Deputy CM છે. શિવગંગાથી કાર્તિ ચિદમબરમ લડી રહ્યા છે જે પી. ચિદમ્બરમના દીકરા છે, રામનાથપુરમથી અનવર રાજા(AIADMK) લડી રહ્યા છે,જે એક સમયના મિનિસ્ટર વી.ટી. નટરાજનના દીકરા છે. ચેન્નાઇ સાઉથથી તમિલાચી થાન્ગાપાંડિયન(DMK) લડી રહ્યા છે જે વી. થાંગાપાડિયનના દીકરી છે. બેંગ્લોર રૂરલથી ડી.કે. સુરેશ લડી રહ્યા છે. જે ડી.કે. શિવકુમારના ભાઇ છે. મવાલથી પાર્થ પવાર(NCP) લડી રહ્યો છે જે અજિત પવારનો દીકરો છે. કોલ્હાપુરથી સંજય માંડલીક લડી રહ્યા છે,જે સદાશિવરાવ માંડલીકના પુત્ર છે. બારામતીથી લડતી કંચન રાહુલ કુલ(BJP)નો સમગ્ર પરિવાર રાજકરણ સાથે સંકલાયેલ છે. સિધીથી અજયસિંગ રાહુલ(INC) મિનિસ્ટર અર્જુનસિંગના પુત્ર છે. ભારતના ઇતિહાસમાં પહેલી વખત એવું બની રહ્યું છે કે બાપ assembly માં છે અને દીકરો Parliament માટે તૈયાર થયો છે. હા, હું મધ્ય પ્રદેશના છિંદવાડાની જ વાત કરું છું. કમલનાથ અને તેના દીકરા નકુલનાથની !
👉🏻સત્તાનો નશો એવો ચડતો હોય છે કે એને છોડવો ખૂબ અઘરો છે. હા, હું એટલા માટે કહી રહ્યો છું કે આ 2019ની ચૂંટણીમાં ઘણા CM પણ MP બનવાની દોડમાંથી બાકી નથી. ડુમકાની સીટ પર BJP ના ઉમેદવાર સુનિલ સોરેન છે તો સામે JMMના ઉમેદવાર સીબુ સોરેન છે.જે ત્રણ વખત CM રહી ચૂક્યા છે. નૈનીતાલથી હરીશ રાવત જે EX CM હતા એ લડી રહ્યા છે.જેમણે 1980માં મુરલી મનોહર જોષીને હરાવ્યા હતા.આવી જ રીતે સોનીપતથી ભુપેન્દ્રસિંગ હુડા લડી રહ્યા છે.ભટીંડાથી અમરીંન્દર સિંગ લડી રહ્યા છે.નાંદેડથી અશોક ચૌહાણ(INC) CM પોતે લડી રહ્યા છે. આઝમગઢથી અખિલેશ યાદવ લડી રહ્યા છે. જે ઉત્તર પ્રદેશના CM હતા.ડોમરિયાથી 3 દિવસીય CMનું બિરુદ જેની પાસે છે અને જે One Day Wonder તરીકે ઓળખાય છે એવા કોંગેસના દિગ્જ્જ નેતા જગદંબિકા પાલ આ વખતે BJP ની સીટ પરથી લડી રહ્યા છે. એક સમયના કર્ણાટકના CM ડી.આર.એમ. વીરપ્પા મોઇલી અત્યારે ચિકબાલપુરથી લડી રહ્યા છે.જ્યારે એક સમયના PM એચ. ડી. દેવીગોડા પોતે તુમકુરથી ઉભા છે.
👉🏻2019 ની ચૂંટણીમાં રંગ પૂરવામાં ફિલ્મસ્ટારોએ પણ કંઇ બાકી રાખ્યું નથી. તો આવો જોઇએ ફિલ્મી અંદાઝ મેં ઇલેકશન ક્યા બોલતા હૈ...
ગુરદાસપુરથી સન્ની દેઓલ લડી રહ્યો છે અને એમની સામે સુનિલ ઝાખર ઉભા છે,એમના પિતા સામે લડવાની એક સમયે ધર્મેન્દ્રએ ના પાડી હતી. તો આ વખતે એમનું નામ સ્વિસબેંકમાં એકાઉન્ટ હોવામાં આવ્યું છે. ફરીદકોટથી મોહમદ સાદિક એક ફૉક સિંગર લડી રહ્યા છે. એમની સામે ગુલઝાર સિંગ રાનિકે છે,તો આપ ઉમેદવાર પ્રો. સાધુસિંગ છે, જે એમ કહે છે કે હું એક માત્ર MP પંજાબમાંથી એવો છું કે જેણે 25 કરોડની પુરેપુરી ગ્રાંટ વપરી છે. આમ પણ એમની છાપ એક clean politician તરીકેની તો છે,જે બતાવે છે કે ફરીદકોટની સીટમાં પણ ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ફતેહપુર સિક્રીથી CONGના ઉમેદવાર તરીકે અભિનેતા રાજબબર લડી રહ્યા છે,જે 2014માં ગાઝિયાબાદથી વિજયકુમાર સિંગ સામે 5.47 લાખ વૉટથી હાર્યા હતા. ગોરખપુરની સીટ પરથી BJPના ઉમેદવાર તરીકે રવિ કિશન છે, જે પોતે એક ભોજપુરી એકટર છે. મથુરાના BJPના ઉમેદવાર તરીકે હેમા માલિની લડી રહી છે.રામપુરથી BJPના ઉમેદવાર તરીકે જ્યા પ્રદા છે,જેની સામે SP ના આઝમખાન છે,જે ખરેખર કાંટાની ટક્કર છે. ઉલુબેરિયાથી બંગાળી અભિનેતા જોય બેનરજી (BJP) લડી રહ્યા છે તો સામે સોમારાનીશ્રી રોય (INC) , સજદા અહેમદ (TMC). અને ડૉ. મકસુદા ખાટુન (CPIM) છે આમ ચાર દિગ્જજો વચ્ચે ઉલુબેરિયામાં જંગ જામેલો છે. મુરસિદાબાદ કે જ્યાં 80 % મુસ્લિમ વસ્તી છે,ત્યાં હુમાયુ કબીર(BJP),જે હમણાં હમણાં જ TMCમાંથી આવ્યા છે તો સામે અબુ હિના (INC) જે MLA છે, જનાબ અબુ તહેર ખાન (TMC) જે INCમાંથી આવ્યા છે,તો બદ્દરૂદઝા ખાન (CPIM) માંથી સામ સામે છે આમ મુરસિદાબાદમાં પણ ચાર વચ્ચે બરાબરીનો જંગ છે. શત્રુધ્ન સિન્હા પટના સાહિબથી કોંગ્રેસ પક્ષ તરફથી લડી રહ્યા છે આ જંગ બરાબરનો જામ્યો છે. ઘાટલથી એકટર દિપક અધિકારી લડી રહ્યા છે જેમની સામે ભારતી ઘોષ જે એક IPS છે તે ઉભા છે. બેલુરઘાટથી અર્પિતા ઘોષ (TMC) જે એક થિયેટર આર્ટિસ્ટમાંથી એક્ટિવિસ્ટ બને અને એમાંથી પાછા એક રાજકરણી... પોતે 2014 ના MP તો છે જ... અસનસોલની સીટ પરથી બાબુલ સુપ્રિયો(BJP) લડી રહ્યા છે જે એક પ્લેબેક સિંગર, ટેલિવિઝન હોસ્ટ અને એક્ટર છે. આ જ સીટ પરથી મુનમુન સેન લડતા હતાં પણ આ વખતે શ્રીમતી દેવ વર્મા(TMC) છે. કેન્દ્રપાની સીટ પરથી અનુભવ મોહતે(BJD) લડી રહ્યા છે જે પોતે એક સિને સ્ટાર છે અને રાજ્યસભાના મેમ્બર પણ છે જ. તો સામે બૈજ્યંત પાંડા(BJP) અને ધરણીધર નાયક(INC) ઉભા છે.આમ પાકો ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ચાલાકુડ્યથી ઇનોસન્ટ એક અભિનેતા લડી રહ્યા છે અને બાકીના બે ઉમેદવારોના કારણે આ સીટ dreams of stalwarts કહેવાઇ રહી છે. બેંગ્લોર સેંટ્રલથી પ્રકાશ રાજ એક ફિલ્મ અભિનેતા લડી રહ્યા છે અને સામે પી.સી. મોહન અને રીઝવાન આર્સદ છે,જેનાથી જંગ ત્રિકોણીય બન્યો છે. મુંબઇ નોર્થથી ઉર્મિલા માતોર્ડેકર(INC) ઉભા છે અમરાવતીથી નવતીત કૌર(INC) ઉભા છે જે એક એકટર છે. તો વળી યાદ છે તો કહી દઉં કે ચંડીગઢથી કિરણ ખેર લડી રહ્યા છે.
👉🏻2019ની ચૂંટણીમાં મજાના રંગ તો ત્યારે પુરાતા દેખાય,જ્યારે જે –તે સીટ પરથી ત્રિપાંખિયો જંગ જામતો નજરે આવે... તો આવો આવી થોડી મહત્વની સીટો જોઇએ.... આગ્રાની સીટ પણ એક એવી સીટ છે જ્યાં એસ. પી. સિંગ ભગેલ(BJP), પ્રીતા હરીત(INC) જે Income Tax officer છે અને મનોજકુમાર(BSP) વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. બદૌનમાં પણ સંગમિત્રા(BJP) મૌર્યા લડી રહ્યા છે,જે પોતે MPના દીકરી છે તો સામે સલીમ ઇકબાલ શેરવાની(INC) છે જે પોતે 4 વખત MP રહી ચુક્યા છે અને ધરમેન્દ્ર યાદવ(SP) જે અખિલેશનો ભત્રીજો થાય એ અને 2014 માં 1.66 લાખ વૉટથી જીતી ગયા હતા એમની વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. બંડાની સીટનું ગણીત તો ખૂબ જ જોરદાર છે કે BJPના ઉમેદવાર તરીકે આર. કે. પટેલ છે,જે BSPમાંથી આવ્યા છે.તો CONG માંથી બાલકુંવર પટેલ છે,જે SP માંથી CONGમાં જોડાયા છે,તો SP ના ઉમેદવાર તરીકે શ્યામચંદ્ર ગુપ્તા છે જે BJP માંથી જોડાયા છે.બધા પક્ષ પાસે બીજા પક્ષનો ઉમેદવાર છે. બરૈલીની સીટ પર સંતોષકુમાર ગંગવાર (BJP) લડી રહ્યા છે,તો પ્રવિણ અરોરા(INC) અને ભાગવતશરણ ગંગવાર(SP) સામસામે લડી રહ્યા છે. ગૌતમ બુદ્ધનગરની સીટ પર BJPના ઉમેદવાર મહેશ શર્માની સામે CONGના ઉમેદવાર ડૉ. અરવિંદસિંગ ચૌહાણ છે,જે છેલ્લા 30 વર્ષથી નોઇડા યુનિ.ના ચાન્સેલર છે તો BSPના ઉમેદવાર તરીકે સતબિર નાગર છે. જે પોતે 2009માં MP રહી ચુક્યા છે. આમ,અહીં પણ ત્રિપાંખિયો જંગ છે. કેશરગંજની સીટ જે પોલિટીકલ કેપિટલ ઓફ સીમાંચલ કહેવાય છે,ત્યાં પણ JDUના મોહમુદ અસરફ, INCના મોહમદ જાદવ અને AIMMSના અખત્રુલ ઇમરાન જે બિહારના ઔવેસી કહેવાય છે,એમની વચ્ચે જંગ છે.માધેપુરમાં દિનેશચંદ્ર યાદવ,શરદ યાદવ અને પપ્પુ યાદવ વચ્ચે જંગ છે.કોરપાતમાં જયારામ પાંગી(BJP), સ્પતગીરી ઉલકા(INC) અને જીણા હિકકા(BJD) જે બધા જ કૉંધ સમાજના જ છે એમ ત્યાં ત્રિપાંખિયો જંગ છે.કાલહંડીથી બસંતકુમાર પાન્ડા(BJP) જે સ્ટેટ પ્રેસિડંટ, ભક્ત ચરણ દાસ(INC) અને અર્કા કેશરી દિઓ (BJD) વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. ભુવનેશ્વરની સીટ એક બ્યુરોક્રેટ્સની સીટ બની ચુકી છે કારણ કે અપરાજીતા સારંગી(BJP) EX- IAS, જનાર્દન પતી(INC) AUTHOR અને પારસકુમાર(BJD) Mumbai police chief વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. થીરૂવંતમપુરમ એટલે શશી થરૂર અને આ વખતે ત્યાં ત્રિકોણીય જંગ જામ્યો છે. આજ રીતે અતિંગલમાં પણ ત્રિકોણીય જંગ જામ્યો છે. પરભાનીની સીટ પર પણ સંજય જાધવ (BJP)છે જે એક સરપ્રાઇઝ છે તો સામે રાજેશ વિતેકર છે તો ભૂમિ આંદોલનના(ખેડૂતોની એ વિશાળકાય રેલીએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું) કારણે ઉભા થયેલ દત્તાત્રેય કરબત અને સ્વપનીલ કોલી જેવા નવા નામ છે. સોલાપુરથી પણ બરાબરનો ત્રિપાંખિયો જંગ જામ્યો છે. અને ઔરંગાબાદથી પણ એવૉ જ ત્રિપાંખિયો જંગ જામયો છે.
હવે થોડી મજાની અને થોડી હટકે મજા આવે એવી સીટોની કહાની....
👉🏻ભોપાલની સીટે આખા ભારતનું ધ્યાન ખેંચ્યું છે,સાધ્વી પ્રજ્ઞા ઠાકુર અને દિગ્વિજય સિંહ સામસામે છે.
👉🏻રાયબરૈલીની સીટ પર CONGના સોનિયા ગાંધી લડી રહ્યા છે,તો સામે BJPના ઉમેદવાર તરીકે દિનેશ પ્રતાપસિંગ છે, જે CONGના જ MLA હતા એ જ ઉભા છે.
👉🏻આરુકુની સીટ પર કિશોરચંદ્ર દિયો(TDP) ની સામે શ્રુતી દેવી (INC) છે,જે બન્ને ભાઇ બહેન છે.
👉🏻સિવાનની સીટ પર બે ડૉનની પત્ની લડી રહી છે,જેમાં કવિતા સિંગ (JDU) જે અજ્ય સિંગની પત્ની છે જેના પર ઘણા કેશ છે તો સામે હેના શાહબ (RJD) છે જે મોહમદ શાહબુદ્દિન જે (પોતે તિહાર જેલમાં છે)ની પત્ની છે
👉🏻કનકેરથી લડનાર મોહન મંડાવી(BJP) અને બ્રિજેશ ઠાકુર(INC) બન્ને એક જ ઘરના જમાઇ છે,તો એક સમયે બ્રિજેશ મોહનના ઘરમાં ભાડે રહેતા હતાં.
👉🏻સીમલાની સીટની મજા એ છે કે કોંગ્રેસ ડૉ. કર્નલ ધાનીરામ સંનદિલને લાવી તો ભાજપ હાલના MP વિરેન્દ્ર કશ્યપના સાઢુ સુરેશ કશ્યપને લઇ આવી જે પોતે એક રીટાયર્ડ એરવિંગ કમાન્ડર છે. આ ચુંટણી જંગ દેશના સૈનિકો વચ્ચેનો જંગ બની ગયો.
👉🏻તહેરી ગઢવાલમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે.માલા રાજ્ય લક્ષ્મી અને પ્રિતમ સિંગ બંન્નેની લડાઇમાં વળી ત્રીજા ગોપલમની મહારાજ જે ગાયોની કથા કરે છે અને cow activist તરીકે પ્રખ્યાત છે એમની એંન્ટ્રી થઇ છે.આવી જ રીતે ક્રિષ્ના નગર થી કલ્યાન ચૌબે(BJP) લડી રહ્યા છે જે એક ફુટબોલ ખેલાડી છે. ફરીથી યાદ આવે છે તો કહી દઉં કે ઇસ્ટ દિલ્હીથી ગૌતમ ગંભીર લડી રહ્યા છે. તો આ વખતે કોંગ્રેસની ટિકિટ પરથી ધનબાદથી કિર્તી આઝાદ લડી રહ્યા છે.
👉🏻લાતુરની સીટ પર સુધાકર શૃંગારે(BJP)એક મોટા કંસ્ટ્રકશન મેન ઉભા છે તો સામે મછલ્લીંન્દ્ર કામત(INC) એક મસાલાના વેપારી ઉભા છે આમ આ જંગ માલદાર Vs મસાલેદારનો છે.
👉🏻આ બધાની વચ્ચે મજાની વાત તો એ છે કે બોલપુરની સીટ કે જ્યાં શાંતિનિકેતન લાગે છે ત્યાંથી વિશ્વભારતીમાંથી એક શિક્ષક રામપ્રસાદ દાસ(BJP)ઉભા છે.
👉🏻અરે! ભાઇ બિષ્નુપુરની BJPના ઉમેદવારની કહાની પણ કંઇક જોરદાર જ છે કે સૌમિત્રા ખાન 2012માં TMCમાંથી INCમાં આવે અને 2014 માં MP બને. પાછા 2019 જાન્યુઆરીમાં INC છોડીને BJP જોઇન કરે અને ઉમેદવાર તરીકે ઉભા છે.....
👉🏻ગમે તે હોય અંબાલાની સીટ પર આ વખતે કાંટાની ટક્કર તો છે જ. કારણ કે રતનલાલ કટીયાર ભલે 2014માં આવી ગયા,પરંતુ એ 2009 અને 2004માં જેમની સામે હાર્યા હતા એ જ કુમારી સેલજાને કોંગ્રેસે આ વખતે ઉભા રાખ્યા છે. આવી જ રીતે હિસારની સીટ પર IAS બ્રિજેન્દ્ર સિંગ છે તો સામે ભવ્ય બિસનોઇ છે જે માત્ર 26 વર્ષના અને ઓક્ષફર્ડ યુનિ.માંથી ઇકોનોમિક્સ ગ્રેઝ્યુએટ છે.
👉🏻જયપુર રુરલની સીટ એક અલગ જ પ્રકારની સીટ બની ચુકી છે,કારણ કે કર્નલ રાજ્યવર્ધનસિંગ રાઠોડ જે એક ઓલમ્પિક ગોલ્ડમેડાલિસ્ટ પણ છે જેની સામે કોંગ્રેસે ક્રિષ્ના પુનિયાને ઉભી રાખી છે,જે પોતે પણ ઓલમ્પિક ગોલ્ડમેડાલિસ્ટ છે. આમ આ સીટ બે ઓલમ્પિક ગોલ્ડમેડાલિસ્ટ વચ્ચેની સીટ બની ચૂકી છે.
👉🏻ભીલવાડાની સીટ પર સુભાષચંદ્ર બહેરીયા પર ભાજપે વિશ્વાસ મુક્યો છે પણ અહીં આજ સુધી કોઇ ત્રીજી ટર્મમાં કોઇ ચુંટાયું નથી. બાંસવારાની સીટનું પણ કંઇક એવું જ છે કે 1999 પછી કોઇ પક્ષ રીપીટ થયો નથી. UP ના ડિયોરિયામાં પણ 1996 પછી કોઇ પક્ષ રીપીટ નથી થયો.. જૌનપુરની સીટ પર પણ 1989 પછી બીજી ટર્મમાં કોઇ પાર્ટી રીપિટ નથી થઇ.
👉🏻અલવરની સીટ 2019ના લોકસભાની ખાસ અલગ પડી આવતી સીટ છે કારણ કે ભાજપની સીટ પરથી બાલક નાથ લડી રહ્યા છે જે એક સંત છે તો કોંગ્રેસની સીટ પરથી જીતેન્દ્રસિંગ લડી રહ્યા છે જે ત્યાંના રાજા છે. એટલે આ hermit and king વચ્ચેનો જંગ છે. અહેમદનગરથી સુજય વિખે પાટીલ ઉભા છે જે એક ન્યુરોસર્જન છે.
અનેક ક્ષેત્રના અનેક આવડત ધરાવતા અનેક મહનુભાવો પોતાના વિરોધીઓને ટક્કર આપવા 2019માં ઉભરી આવ્યા છે ત્યારે ચોક્ક્સ કહેવાનું મન થાય કે જે હોય તે દેશમાં ખૂણે ખૂણે એક પરિવર્તનનું મોજુ ફરી વળ્યું છે અને કંઇક નવાજુની થાશે અને દેશ આગળ આવશે જ.... અત્યારે તો જ્યારે પરિણામોનું કાઉન્ટ-ડાઉન ચાલુ છે ત્યારે દુષ્યંત કુમારના શબ્દોમાં એટલું જ કહેવાનું મન થાય કે....
थोड़ी आँच बनी रहने दो, थोड़ा धुआँ निकलने दो ।
कल देखोगे कई मुसाफ़िर इसी बहाने आयेंगे ।।
અને છેલ્લા એક જ વાત કહીશ કે જે હોય તે બાકી આવશે તો મોદી જ !!!!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો