skip to main |
skip to sidebar
પેનડ્રાઇવ વાર્તા સંગ્રહ(28/05/2018)
ઘણા સમય પછી મારું મન એક અનેરા વાર્તા વિશ્વમાં પ્રવેશ્યુ છે પરંતુ આ સમયે હું એક અલગ જ ભાવવિશ્વમાં ધકેલાયેલ હૌઉં એવું સતત લાગ્યું, તો ક્યાંક રોમાંચ કે રોમાંસની અનુભૂતી પણ લાગી. દરેક વાર્તા વાંચ્યા પછી મને સતત એવું લાગ્યું કે જાણે આ તો કોઇ નવલકથાનો એક ભાગ વાંચ્યો. માર્સ મિસ્ટરી વાંચ્યા પછી તો ખરેખર એમ જ લાગ્યું કે હું કોઇ મસમોટા ફિકશનનો નાનકડો ભાગ વાંચી ગયો અને ફોન કરીને કહી દઉં કે ભાઇ આગળનું વર્ણન કરો મોજ પડી ગઇ.... દરેક વાર્તામાં પાને પાને સતત એવી અનુભૂતિ થતી રહી કે પાત્રો સાથે હું છું અને ક્યાંક પાત્રો મારી નજર સમક્ષ જ રમી રહ્યા છે. પેનડ્રાઇવની વાર્તાઓ વાંચ્યા પછી મને લાગ્યું કે વિચારોને વાચા મળે અને પાત્રો મનમાં રમવા લાગે ત્યારે વાર્તા જન્મે... અને આ વિચારોને આનંદે ખૂબ જ સરસ રીતે આલેખ્યા છે તો પાત્રોને ખૂબ જ સરસ રીતે પોંખ્યા છે. ખરેખર પેનડ્રાઇવ વાર્તા સંગ્રહ વાંચી રહ્યો ત્યારે મને ગર્વ થયો કે હું આનંદ ઠાકરને એના જ ઘરે ઉનામાં મળેલો છું તો ક્યાંક એ દિવસના જુના સંસ્મરણો યાદ આવી ગયા. વાહ આનંદ વાહ આ વાર્તા સંગ્રહ બધાને જ ગમશે અને તારી યશકલ્ગીમાં નવું ઉમેરાયેલ પીંછું તને નવા આયામો તરફ ચોક્ક્સ લઇ જશે....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો