============================
============================
તુષાર અમે મિત્રો તને શું આપી શકીએ શબ્દાંજલી સાથે હ્રદયાંજલી સહ અમારા સૌની મિત્રાંજલી.
તુષાર એક હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉકટર હતો. એક એવો ડૉકટર કે જેના ગળામાં સૂર અને હ્રદયમાં તાલ કાયમ હોય, એવો તો એને સંગીતનો શોખ હતો. એક એવો ડૉકટર કે જે મિઝલસનો માણસ હતો. એક એવો ડૉકટર કે જે મિત્રતાનો એક અલગ જ પર્યાય હતો. એક એવો ડૉકટર કે જે લાગણી, ભાવના અને સંવાદનો અનોખો સેતુ હતો. એક એવો ડૉકટર કે જેને બીજાના દુખ પોતિકા લાગતા. એક એવો ડૉકટર કે જેને નાના હોય કે મોટા સૌનો મેળાવળો ગમતો. એક એવો ડૉકટર કે જે બધા વચ્ચે ખડખડાટ હસી પણ શકે અને સૌને હસાવી પણ શકે. એક એવો ડૉકટર કે જે હંમેશા ફિટ અને હિટ જ રહેતો. એક એવો ડૉકટર કે જેનામાં પોતાના કે બીજાના કોઇપણ કામ માટે એનામાં એક ફાઇટિંગ સ્પિરીટ જીવતો. એક એવો ડૉકટર કે જે હંમેશા પોતાના સપના કે વિચારોને પુરા કરવા સૌને સાથે લઇને મંડી પડતો. એક એવો ડૉકટર કે જેને બીબાઢાળ જીંદગી જરાયે પસંદ ન હોતી. એક અનોખી પર્સનાલિટી અને ડેશિંગનેશ એને હંમેશા બીજા કરતાં જુદી પાડતી. હા, ડૉકટર પાસે એક પોતિકું નોખું તરી આવતું ઇન્સટિંગસ હોય એ તુષારે સૌને બતાવ્યું. સાચું કહું એ ડૉકટર પછી હતો એ સાચા દિલનો એક દિલદાર હતો. અનેકના દિલને ફરીથી દોડતા કરનાર એક મસીહા હતો. એક સેવાભાવી સજ્જ્ન હતો તો વળી સ્વજનને પણ મિત્ર કરતાં વહાલો લાગે એવો એ વ્હાલપનો દરિયો હતો. મિત્રોમાં એ કર્ણને પણ વટી જાય એવો મિત્ર હતો. તો કોઇ સુદામા સમા મિત્ર માટે એ ખરા અર્થમાં અનેક વખતે કૃષ્ણ બનનાર મિત્ર હતો. સાચું કહું એની પાસે અર્જુનની ઋજુતા પણ હતી અને લક્ષ્મણનો મન્યુ પણ હતો. છતાં સૌના મનમાં એ મર્યાદા પુરષોતમ રામ જેવો જ હતો. તુષારને એક વાક્યમાં વર્ણવો હોય તો કહી શકાય કે દુનિયાનો કોઇપણ માણસ એને જેટલો પ્રેમ આપે એને એ અનેક ગણો કરીને પાછો આપનાર અલગ જ માટીનું નોખું વ્યક્તિત્વ હતો. મિત્ર, હજુ તો અમારે આ તારા અનેક ગણા પ્રેમનું ઋણ ચુકવવાનું બાકી હતું એ અમે કેમ કરીને ચુકવશું ? તું તો અમને સૌને ઋણી જ રાખતો ગયો. અનેક ટેલેન્ટ અને ટાસ્કથી ભરેલ જીવન તું તો જીવ્યો સાથે સાથે અમને પણ શીખવ્યું... પણ હવેનું શું ? અનેક શિક્ષકો અને તારા સ્ટાફના મેમ્બરોને જ્યારે તારી વિદાય સમયે રડતાં જોયાને ત્યારે ખરેખર તારું કદ કેટલું મોટું હતું એ જોઇને આનંદ થતો હતો પણ એને જોવા તું જ ન હોતો એ વિચાર આવતો ત્યારે મન વ્યથિત થઇને રોવા લાગે છે. સાચું કહું યાદો જેવું કશું જો જીવનમાં ન હોત તો માણસ આવા સમયે શું કરે એ વિચારે મનમાં અનેક વંટોળ ચડે છે. આખો દિવસ હું અને વિલકેશ એક જ કામ કરીએ છીએ તારી સાથેની યાદોને યાદ કરીને એ જ ફોટા ફરીફરીને શૅર કરીએ છીએ. હવે તારી સાથેની વિતાવેલી પળોની યાદો એ જ અમારા સૌ માટે સૌથી કિંમતી સોગાત છે જેને અમે અમારા છેલ્લા શ્વાસ સુધી અમારા દિલમાં સાચવીને રાખીશું. પ્રભુ છેલ્લા તને અમારા સૌની એક જ અરજ છે કે અમારા મિત્રને તારા ચરણોમાં સ્થાન આપજે. We really miss you dear……તારી ખોટ ભરી શકે એવો મિત્ર શોધું છું ક્યાંય ન મળ્યો... તારી ખોટ ભરી શકે એવો દિલદાર ડૉકટર શોધું છું ક્યાંય ન મ્ળ્યો... તારી ખોટ માત્ર મિત્રને કે પરિવારજનો ને જ છે એ ખોટી વાત છે તારે ખોટ સમગ્ર સમાજને છે, તો તારી ખોટ સમગ્ર મેડિકલ જગતને છે તો તારી ખોટ સમગ્ર ગુજરાત કે ભારત વર્ષને છે. તું એક લિજેન્ડ હતો અને લિજેન્ડ રૂપે જ અમારા સૌના દિલમાં રહીશ. તુષાર... તુષાર... કહીને બોલાવતા શબ્દો અને વિલકેશ અને હિતેશના નામની બુમો તારા અવાજમાં સતત મારા કર્ણપટલ પર ભાષે છે.... આ દુખ કેમય કરીને વિસરાય એવું લાગતું નથી. ફરીથી પ્રભુ એક જ પ્રાર્થના કે......

==================
===========================
આજે રાત્રીના 8 વાગ્યે ડૉ. તુષાર પટેલની વડોદરામાં પ્રાર્થના સભા યોજાઇ. તુષાર એવું તો સંબંધોનું સરોવર રચતો ગયો કે એને ઓળખતી જે પણ વ્યક્તિને મળો એ એમ જ કહે કે હજુ એમ લાગે છે કે હજુ ક્યાંકથી એ આવશે... ખરેખર મન વાત સ્વિકારવા તૈયાર જ નથી. છતાં એ વાસ્તવિકતા સ્વિકારવી જ પડશે કે તુષાર હવે પંચમહાભૂતમાં વિલિન થઇ ચૂક્યો છે. એ સદેહે આપણી વચ્ચે નથી પરંતુ આપણામાં એ ક્યાંક તો સતત જીવે જ છે જેની પ્રતિતિ આજે આ પ્રાથનાસભામાં થઇ હતી કે જેમાં 1000 થી વધુ માણસો ડૉ. તુષારના નામ પર હાજર હતાં.... જેમાં અનેક સ્વજનો, સમાજના આગેવાનો, મિત્રો, શિક્ષકો કે ડો. વી. સી. ચૌહાણ જેવા અનેક ડૉકટર મિત્રો પણ હાજર રહ્યા હતાં. સમાજના એક વડિલશ્રીએ તુષારનો ટુંકમાં પરિચય આપીને તુષારના IPCL શાળાના સર શ્રી દિલિપ મહેતા સરને શબ્દાંજલી અર્પવા માટે વિનંતી કરી જેમાં સરે શ્રીઅરવિંદના સાવિત્રીની વાતથી શરૂઆત કરી અને ખૂબ જ સરસ વાત કરી કે મિંમાંસા મનમાંથી આવે છે અને પ્રાથના હ્રદયમાંથી આવે છે. તો વળી ડેનીયલ ગોલમેનના પુસ્તક ઇમોશનલ ઇન્ટેલીજન્સની વાત કરી જેમાં મસ્તિકના બે પ્રદેશની વાત કરી જેમાં રેશનલ બ્રેઇન અને ઇમોશનલ બ્રેઇનનો ઉલ્લેખ કર્યો અને ખૂબ જ સરસ રીતે કહ્યું કે દરેકમાં કોઇ એક ભાગ ખૂબ સરસ રીતે કામ કરતા હોય છે અને જે-તે વ્યક્તિ એમાં નિપૂણ હોય છે પણ તુષાર એક એવું વ્યક્તિત્વ હતું કે જેના બ્રેઇનનાં બન્ને પાર્ટ ખૂબ જ સરસ રીતે એકટિવ હતા. અને આ વાતને જ સંગીત સાથે રીલેટ કરી અને તુષારના સંગીતના પેશન સાથેની વાત કરી તો વળી એના પેશનની વાત કરી ખૂબ જ સરસ રીતે કહ્યુ કે તુષાર એટલે સૂર, શિક્ષણ અને સુહ્રદયનું સંગમ ધરાવતો અદભુત ડોકટર. તો વળી જેનામાં સુનેતૃત્વ, સંગઠન, સર્જરી અને સર્જનનો અદભુત સમન્વય થયો છે એવું નોખું પડી આવતું વ્યકિતત્વ. સમાજ પ્રત્યેની એની કર્તવ્યનિષ્ઠાની વાતો કરી તો એના વાવેલા વિચારો એળે નહી જાય એની વાત કરી. સમગ્ર IPCL શાળાનો fraternity નો શુક્ર તારક ખરી પડ્યો છે એવું સર જ્યારે બોલ્યા ત્યારે સૌની આંખના ખૂણા તુષારની યાદ સાથે ભીના હતાં. તુષાર સાથેની થોડી વાતો યાદ કરી અને ફરીથી એ વાતો સાથે સૌ પોતાના ભાવવિશ્વમાં તુષારમય બની ચુક્યા હતાં. સરે ખૂબ જ સરસ રીતે ખાચર સરે તુષાર પર લખેલ 9 દુહાઓ રજુ કર્યા. ખાચર સર ભલે હાજર ન રહ્યા પણ તમારા દુહાના શબ્દો, એ કહેવામાં સો ટકા સમર્થ હતાં કે તમે કેવો હ્રદયનો વલોપાત અનુભ્વયો છે. તો ખૂબ જ અલ્પ શબ્દોમાં હાલના IPCL શાળાના આચાર્ય શ્રી S.B. Solanki સરે પરિવારજનોનું, સમાજનું, શાળાના શિક્ષકોનું, મિત્રોનું અને સૌ આપ્તજનોનું દુ:ખ એક શોક ઠરાવ વાંચીને વ્યક્ત કર્યું. આ સમગ્ર સમય દરમ્યાન સૌ પોતાના તુષાર સાથેના સંસ્મરણોમાં ડૂબેલા હતાં તો એમાંના બે ત્રણ વ્યક્તિઓએ હિંમત કરીને પોતાના તુષાર પ્રત્યેના ભાવ અને સંસ્મરણો રજુ કર્યા અને તુષારને પોતાની શબ્દાંજલી અર્પી. અને છેલ્લા મોબાઇલની લાઇટ ચાલુ કરીને હાથ ઉંચો કરીને તુષાર માટે કરાયેલી પ્રાથના, ગાયત્રીમંત્ર અને મૃત્યુંજય મંત્રની ગુંજ સાથે કરીલી પ્રાથાન... હે, પ્રભુ વડોદરાના એક ખૂણામાં ભેગા થયેલા સૌના હ્રદયમાં તુષાર હજુ છે જ અને રહેશે જ માત્ર સૌની પ્રાર્થના સ્વિકારીને એને સદગતિ આપજે. એ જ સૌની હ્રદયની ભાવના અને લાગણી હતી. સાચું કહું સમગ્ર સમય દરમ્યાન એવું લાગતું હતું કે સમય થંભી ગયો છે અને સમગ્ર વાતાવરણ તુષારમય બની ગયું હતું. ઉપસ્થિત સૌની મનોસ્થિતી કે માનસપટ્ટ પર તુષાર સાથે ગાળેલી પળો અને પ્રાથાન જ હતાં. અને હોય જ ને કેમ કે તુષાર સમેવાળી વ્યકિતમાં રહેલા પોટેન્શિયલને જગાવનારો અને એમાં આનંદ પામનારો અલગ જ માટીનો નોખો જીવ હતો. દરેકને સહજતાથી ઓળખનારો અને એની સાથે એવી રીતે જ રહેનારો વ્યક્તિ હતો. આ ખોટ એટ્લી મોટી છે કે જેને કોઇ બીજો તુષાર ભરી શકે એમ નથી પણ દિલિપ સરે કહ્યું એમ જ કે આપણે ભેગા મળીને એના સપના પુરા કરવા પડશે એ જ કદાચ એને સાચી અંજલી હશે. છેલ્લે એક વાત કહું ત્યાં હાજર સૌના અનેકના નિશબ્દ ચહેરા ઘણું ઘણું કહી રહ્યાં હતાં પણ દુ:ખે શબ્દો જ છીનવી જ લીધા હતાં. છતાં...છતાં...છતાં એક જ વાત કહીશ કે તુષાર તું ખરા અર્થમાં એક લિજેન્ડ હતો અને હજુ પણ સૌના દિલમાં લિજેન્ડરૂપે જ રહીશ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો