શનિવાર, 8 જાન્યુઆરી, 2022

Mother's Hut


અમારી પશ્ચિમ બંગાળની સફરનો એ લગભગ દસમો દિવસ હતો. સવારમાં બહેરામપુરથી નિકળ્યા હતાં અને આજે નાદિયા જીલ્લામાં ફરવાનું હતું એ નક્કી જ હતું. પણ અમને એ ક્યાં ખબર હતી કે આજે નસીબમાં એટલો ખરાબ રસ્તો આવશે કે થાક બમણો લગશે ! રસ્તાના એ બંધનને તોડતા તોડતા અનેક વેપારીઓને મળતાં મળતાં અમે આગળ વધી રહ્યાં હતાં અને લગભગ સાંજ પડ્યે આ જીલ્લાના મુખ્ય મથક ક્રિસનગરમાં આવી પહોંચ્યા અને લીસ્ટમાં હતાં એ વેપારીઓને મળ્યા ત્યાં તો લગભગ સાંજ થઇ ચુકી હતી. સંધ્યા દેવી પર નિશા દેવી પોતાનું વર્ચસ્વ વધારી રહી હતી અને અંધકાર પોતાની પકડ મજબૂત કરતો જતો હતો અને અમને કકડીને ભૂખ પણ લાગી હતી. એક બંગાળી વેપારીને એના કાઉન્ટર પર મળીને નિકળી રહ્યાં હતાં અને સારું જમવાનું મળે એના માટે એની સાથે થોડી વાતો કરી અને એણે મને બે ચાર રેફરન્સ બતાવ્યા અને ખાસ ભાર મુકીને કહ્યું કે થોડું દૂર પડશે પણ શક્ય હોય તો Mother’s Hut માં જાવ ! ત્યાં બધી માતાઓ જ હશે ! ત્યારે તો કંઇ ખાસ સમજાયું નહી પણ જ્યારે પહોંચ્યા અને જોયું ત્યારે તો થયું કે વાહ !!!! What an innovative Idea ! જાણે આ સ્થળ અમારો આખા દિવસનો થાક હરી લેવા માટે જ નસીબમાં હતું એવું લાગ્યું !  

25 મી ડિસેમ્બર અને પહેલી જાન્યુઆરીની વચ્ચેનો એ દિવસ હતો એટલે પ્રાંગણમાં એક મજાનો મોટો સાન્તાકલોઝ ઊભો કરાયો હતો અને ખુબ જ સરસ રીતે ડેકોરેશન પણ કરાયું હતું. કેટલાક જુવાનીયાઓ ત્યાં મજાની સેલ્ફી લઇ રહ્યાં હતાં તો કોઇ અલગ અદામાં મજાનો ફોટો પડાવી રહ્યાં હતાં. અમે જેવા પ્રિમાઇસીસમાં દાખલ થયાં કે તરત જ અમને આવકારવા એક સ્ત્રી ઉભી હતી. ત્યાં જુદા જુદા વિભાગો જોઇને મારે પુછવું પડ્યું કે અહીંયા અને ત્યાં શું ફર્ક છે. અમે ઇચ્છા થાય ત્યાં બેસીને ગમે તે ઓર્ડર કરી શકીએ. હા, એ કદાચ અમારું હિંન્દી સમજવા સક્ષમ નહી હોય એટલે આંગળીનો ઇશારો કરીને સમજાવ્યું કે અહીંયા કે ત્યાં ગમે ત્યાં બેસો બધું એક જ છે. આખરે થોડું આગળ ચાલીને હું એક જગ્યાએ ઊભો રહી ગયો અને પિતળની પ્લેટ પર લખેલું એક લખાણ વાંચવા લાગ્યો અને હવે મારી આંખો આ જગ્યાના માલિકને કે આ લખાણ લખનારને શોધી રહી હતી. તો સૌથી પહેલા તો એ જ શબ્દો – જેનાથી હું સ્પેલ બાઉન્ડ થયો હતો એ શબ્દો જ .....

This Basudha (The Earth) has been built with soil. In keeping with that theory, we have flowing streams on the surface of the Earth. And there are fish in the rivers. On the lithosphere, there are flora and fauna. And if we look at the Arc in the front side, the circle atop the date tree is, as if, the Sun in the firmament and the full moon in the night sky. The domes of different shapes around embody the nocturnal celestial bodies and the triangular mountains. This whole cosmos is thus envisaged in the eye of the artisan. What is more, is that the tiny casement at the right-hand side represents the ingress to worldly affairs and the window at the left-hand side marks the exodus. The epicentre of all creation and destruction of all harmony and discordance, is the ten- armed Goddess. The progenitor of power- our own mother earth.

 

આ વાંચતા જ જાણે મને મારો ખોરાક મળી ગયો એવું લાગી ઉઠ્યું ! જૈમિન અને શ્યામ કાઉન્ટરની નજીકના ટેબલ પાસે ગોઠવાઇચુક્યા હતાં અને કંઇક ઓર્ડર પણ આપી ચુક્યાં હતાં. મને બોલાવી રહ્યાં હતાં. હું ટેબલ પર તો બેઠો પણ ક્યાંક સ્તબ્ધ બનેલો હું આસપાસ સતત નિરીક્ષણ કરી રહ્યો હતો અને દરેક નજરે કંઇક અલગ જેવું હું સતત મહેસુસ કરી રહ્યો હતો. ક્યાંક એક સરખો ડ્રેસ પહેરેલી અનેક સ્ત્રીઓ હતી. ક્યાંક એકની એક મોનોટોનશ બેઠકને ટાળવા માટે કે નવી ફિલિંગ લેવા માટે જાણે multi ambiance ઊભો કરાયો હતો. એમાં ક્યાંક કાફે જેવું તો ક્યાંક આંબા નીચે તંબુ બાંધીને આખો દરબારી માહોલ ઊભો કરાયો હતો. તો ક્યાંક ખુલ્લામાં ટેબલ ખુરશી ગોઠવાયા હતાં. તો ક્યાંક ફાઇવ સ્ટાર હોટલમાં હોય એ લૂક અપાયો હતો જ્યાં પણ નજર જતી હતી ત્યાં ક્યાંક ને ક્યાંક કોઇક એસ્થેટિક સેન્સ દેખા દેતી હતી તો કોઇક અલગ જ થીમ આકાર પામેલી નજરે ચડતી હતી.  આખરે મારાથી ન જ રહેવાયું અને કાઉન્ટર પર મારી ઓળખાણ આપી અને ત્યાંના મુખ્ય વ્યક્તિને મળવાની પરવાનગી માંગી. થોડી વારમાં અમારું ભોજન ચાલું હતું ત્યાં કોઇ એક ભાઇ અમને મળવા આવી ચુક્યા અને પોતાનો પરિચય આપ્યો અને કહ્યું તમે ફ્રી થઇ જાવ અને આપણે મુલાકાત કરીએ. આખરે અમારી એ મુલાકાતની ઘડી આવી અને થોડી જ ક્ષણોમાં કોઇપણ જાતની ઔપચારિકતા વગર અમારી સામે એક સિમ્પલ અને સરળ વ્યક્તિત્વ બેઠું હતું. એમનું નામ અરિંદમ ગરાઇ હતું. મેં પુછ્યું આખરે આ  Mother’s Hut નો કોન્સેપ્ટ અને વિચાર શું છે એ મને અત: થી ઇતી શુધી જણાવો. અને  અરિંદમ ગરાઇએ Mother’s Hut ની દસ્તાન શરૂ કરે છે. આગળની વાત એમના જ શબ્દોમાં ....

Mother’s Hut નામ રાખવા પાછળનો મુખ્ય ઉદેશ્ય જ એ છે કે અહિં આસપાસમાં રહેતાં અને જેમને જરૂરત છે એવી કોઇપણ ઉંમરની સ્ત્રી આવીને કામ કરે ! પોતાની એક આઇડેન્ટીટી બનાવે ! પોતે સક્ષમ છે એ પ્રુવ કરે ! અને સમાજને કંઇક આપી રહ્યાં છે એ ફિલ કરે ! પોતાના કુટુંબના નિર્વાહમાં એ એક હિસ્સો બને !  આજે અહિંયા આસપાસમાંથી આવતી આવી 150 કરતાં વધારે મધર્સ છે. અમારી આ Mother’s Hut નો લગભગ 99 ટકા સ્ટાફ આવી મધર્સ જ છે. 2013માં 15 એપ્રિલે (બંગાળીઓનું નવું વર્ષ) આ Mother’s Hut શરૂ કર્યું હતું ત્યારે 12 x 12 ની જગ્યા અને બે મધર્સના સહયોગથી શરૂ કરેલું એ આજે વિસ્તરીને આટલું મોટું બન્યું છે. આજે અહિંયા 300 કરતાં વધારે સિટિંગ અરેન્ઝમેન્ટ છે. આજે પણ 2013માં જ્યારે શરૂ કર્યું ત્યારે જે મધર જોડાઇ હતી એમાંની એક મધર આજે પણ કાર્યરત છે જે એ જ ડેડિકેશનથી કામ કરે છે અને આજ સુધી એક પણ રજા લીધી નથી. ટુંકમાં કહું તો અહીં કામ કરતી બધી જ માતાઓ માટે ક્યાંક Mother’s Hut એ એમનું બીજું ઘર છે. તંદુર હોય કે ચાઇનિઝ – બિરયાની હોય કે પિત્ઝા અહીંની મધર બધું જ બનાવે છે.  ખરા અર્થમાં અહીં જે ફૂડ પિરસાય છે એ માત્ર ફૂડ નથી હોતું એ Food with Feelings હોય છે. અને એ બનાવવાની એમને ટ્રેઇનિંગ અપાય છે એટલું જ નહી તમારે કસ્ટમર સામે કેવી રીતે પેશ આવવું કે કેવા પ્રકારનો ટેસ્ટ કઇ વાનગીમાં જરૂરી છે એ વાતોનો ખ્યાલ આવે એ માટે ક્યારે પાર્ક સ્ટ્રીટ બાર્બેક્યુ કે હલ્દીરામ (કોલકોતા) કે પછી શેરે પંજાબ (કોલાઘાટ) કે આહાર જે દિલ્હી ચંદીગઢ હાઇવે પર છે એવી જગ્યાઓ પર મુલાકાત કરાવીએ છીએ અને ટ્રેઇનિંગ અપાય છે આ જગ્યા પર પહોંચવા માટે ક્યારેક અમે રાજધાની જેવી ટ્રેઇન બુક કરાવીએ છીએ તો આ વખતે પ્લેનમાં લઇ જવાના હતાં પણ ક્યાંક કોરોના થોડો નડતરરૂપ બન્યો ! આ બધાની વચ્ચે નિત્યક્ર્મ મુજબ 8:30 કલાકે સમુહમાં એક સંસ્કૃત પ્રાર્થના પણ કરાય છે.

એક પેટ્રોલપંપ ચલાવનાર માલિકને એક વિચાર આવે કે બાજુની જગ્યામાં કંઇક શરૂ કરીએ અને બે માતાઓના સહયોગથી 12 x 12 ની જગ્યામાં એ વિચારનું વાવેતર થાય અને અનાથ બન્ધુગરાઇનો એ  એક વિચાર આજે ઘેઘુર વડલો બની ચુક્યો છે. અને ક્યાંક સૌવિક રાયએ એ વડલાને આપેલું નામ Mother’s Hut આજે એક બ્રાંડ કે પોતાની આઇડેન્ટીટી સાથે એક અલગ જ ઓળખ સાથે અનેક ગાથાઓ લખી રહ્યું છે. અનેક લોકોનું પસંદગીનું કે ગમતીલું સ્થાન છે. અને મને વિશ્વાસ છે કે હજુ આ વિચાર કે સ્પાર્ક કંઇ કેટલીય ખુશીઓ વચ્ચે અનેક માઇલસ્ટોન સર કરીને અનેક માઇલોની સફર ખેડશે ! આજે પણ Mother’s Hut ની એપ પર  ઓનલાઇન ટેબલ બુક કરાવીને કે પોતાની વાનગી બુક કરાવીને ફેમિલી સાથે, મિત્રો સાથે કે એકલા ક્યાંક ખૂણો શોધીને એકલતાને માણવા આવનારા અનેક લોકો છે.

સમય ખુબ જ ઓછો હતો અને અમારે મોડું થઇ રહ્યું હતું આખરે મેં એમની પાસે રજા માંગી ! પણ મને રોકતાં મિ. ગરાઇએ કહ્યું કે થોડો સમય રોકાવ અમારી અહીંની મધર્સ પાસેથી એમના જ હાથે બનાવેલું કંઇક (one type of kind gesture) તમારે લેતા જ જવાનું છે. અને આખરે શામલાદીદી અને સુપ્રિયાદીદીના (અમાંના એક 2013 થી જોડાયેલા છે.) હાથે બનેલી કોઇક વાનગી અમને ત્રણેયને અપાઇ અને અમે આખરે અરવિંદ ગરાઇનો આભાર માનીને વિદાઇ લીધી. હા, પણ જતાં જતાં અમારી ગાડીનું ડિઝલ બાજુમાં એમના જ પંપ પરથી ભરાવવાનું ભુલ્યા નહી, કારણ કે આ એ વ્યક્તિને અને એ જગ્યાને સલામ હતી કે જ્યાંથી કમાલ કરી જનારો એક સ્પાર્ક ઉદભવ્યો હતો.  આખરે મન એક જ વિચારે ચડેલું હતું કે એક વિચાર પર કામ કરવામાં આવે અને જો એ ફણગો થઇને ફૂટે તો કેવો વડલો બને એનું Mother’s Hut થી મોટું બીજું ઉદાહરણ શું હોઇ શકે !!! અને છેલ્લે સ્વામી વિવેકાનંદે કહેલી એક વાત યાદ આવી ગઇ કે “Take up one idea. Make that one idea your life, think of it, dream of it, live on that idea. Let me brain, muscles, nerves, every part of your body be full of that idea and just leave every other idea alone. This is the way to success.”  



============


पश्चिम बंगाल की सफर का सायद हमारा वो दसवां दिन था । बहेरामपुर से सुबह हम निकल चुके थे और आज हमें नादिया जिल्ले में टहलना था वो तय था । लेकिन हमे क्या मालुम था कि आज हमारे नसीब में सबसे खराब रास्ता होगा और हमारी थकान आज दोगुना होगी । रास्ते का वो बंधन तोडते हुए हम तह्सिलो से गुजरते हुए व्यपारियों को मिलते हुए हम आगे बढ रहे थे और साम होने को ही थी । हम नादिया के मुख्य मथक क्रिसनगर पहोंच चुके थे । लिस्ट में थे उन व्यपारियों को मिल चुके थे । संध्या देवी पर निशा देवी अपनी पकड़ मजबुत कर रही थी और अंधकार अपना वर्चस्व बढ़ा रहा था । एक और हमे भूख भी लग चुकी थी । एक बंगाली टाइल्स के व्यपारी जो आज के दिन का हमारा मिलने वाले व्य्पाअरियो के लिस्ट में लास्ट था उनसे जब हम बिदा ले रहे थे तभी मेंने उनसे पुछा की क्या आप बता सकेते है कि क्रिसनगर में हमे खाना कहां अच्छा मिलेगा । उस व्यपारीने हमें थोडे रेफरन्सीस दिये लेकिन उन में से उसने हमे बोला थोडा दूर जरूर हैं लकिन अगर Mother’s Hut जा सकतें है तो वहीं जाईए आपको मजा आयेगा और सभी माताएँ ही वहीं खाना बनाती है और मजा भी आयेगा । उनकी इतनी बात में तो हम कुछ ज्यादा समज नही पाये लेकिन जब हम Mother’s Hut पहुँचे और देखा तो सीधा फिल ही हो गया कि wow ! This is a perfect place ! what an innovative idea ! हमे महसूस हुआ की सायद ये जगह हमारी आज के पुरे दिन की थकान दुर कर देगा और हुआ भी कुछ एसा ही ।

25 दिसम्बर और 1 जनवरी के बिच का कोइ एक दिन था । इसलिये आंगन में एक बड़े सांता को बनाया गया था और अच्छे तरीके से आसापास में सजावट भी कि गइ थी । कुछ यंगस्टर्स वहां सेल्फि ले रहे थे तो कोइ कुछ अलग ही पोज मे खड़े होकर फोटो खिंचवा रहे थे । हम जैसे ही प्रिमाइसीस में दाखिल हुए कि एक औरत हमारे स्वागत के लिये और गाइड करने के लिये खडी हुई थी । वहां अलग अलग बैठ्क और सेक्सन देख मुझे उनसे पुछ्ना पडा की यहां और वहां उन दोनो जगह में क्या फर्क है । क्या हम कहीं भी बैठ कर कुछ भी ओर्डर कर शकते है सायद वो हमारी बात समज चुकी थी लेकिन हिंन्दी में बोलना सायद उनके लिये कठीन था इसलिये उन्होने उंग्ली के इसारे से हमे समजा दिया की सब कुछ एक ही है । आप कहीं पे बैठ कर कुछ भी ओर्डर कर सकते हो । हम तीनो आगे की और बढ़े । मैं थोड़ा ही आगे बढा हुंगा और एक जगह पर पित्तल की प्लेट पर लिखा हुआ कुछ पढ़ने के लिये रुक गया । वो पढ़ने के बाद मेरी निगाहें वो लिखने वाले को या इस रेस्तोरां के मालिक को ढूँढ रही थी । लेकिन आज - वोही शब्द जो मैंने पढ़ें थे और में कहीं स्पेल बाउन्ड हो उठा वहीं से.....

 

This Basudha (The Earth) has been built with soil. In keeping with that theory, we have flowing streams on the surface of the Earth. And there are fish in the rivers. On the lithosphere, there are flora and fauna. And if we look at the Arc in the front side, the circle atop the date tree is, as if, the Sun in the firmament and the full moon in the night sky. The domes of different shapes around embody the nocturnal celestial bodies and the triangular mountains. This whole cosmos is thus envisaged in the eye of the artisan. What is more, is that the tiny casement at the right-hand side represents the ingress to worldly affairs and the window at the left-hand side marks the exodus. The epicentre of all creation and destruction of all harmony and discordance, is the ten- armed Goddess. The progenitor of power- our own mother earth.

 

ये पढ़ते ही मुझे ऎसा लगा की मुझे आज मेरा खाना मिल गया । जैमिन और श्याम काउंटर के नजदिक बैठ चुके थे और मुझे बुला रहे थे । वो कुछ ओर्डर भी दे चुके थे और वो टेबल पर भी आ चुका था । लेकिन कुछ सहमा हुआ सा मैं आसपास सब कुछ देख रहा था मानो की में सबकुछ ओब्जर्व कर रहा था । कहीं पे एक सी एप्रोन पहनी हुइ स्त्रीया खाना परोस रही थी तो काँच की खिड़की से दिख रहां था कि कइ स्त्रियां अंदर किचन में खाना बना रही है । बहार एक तरह की मोनोटोनस बैठक को तोडने के लिये और आये हुए महेमान को अपने मूड के आधार पर बैठने के लिये म्ल्टी एम्बिंयास खडा किया गया था । जिसमें कहीं पे काफे कि फिलिंग थी तो कहीं पे आम के पैड के निचे तंबु लगाकर दरबारी माहोल बनाया गया था । कहीं पे खुले में ढाबे की फिलिंग लाने के लिये खुले में टेबल बिछाये गये थे तो कहीं पे फाइव स्टार हटोल जैसा जमावडा किया गया था । जहां पर भी नजर जा रही थी समजो मुझे कहीं ना कहीं कोइ ना कोइ एस्थेटीक सेन्स नजर आ ही रही थी या फिर कोइ थीम नजर आ रही थी । आखिरकार मुझसे रहा ही नही गया और में काउंटर पर पहोंचा और मेरा परिचय दिया । मैंने यहां के मालिक या फिर कोइ एसा सख्स जो मुझे यहां की पुरी कहानी बता सके एसे बंदे से मिलने की खवाहिश रखी । थोड़ी ही देर में हमारा खाना चल रहा था तब हमारे सामने एक सख्स बडी अदब के साथ मौजुद हुआ और परिचय देने के बाद हमसे कहा गया कि आप आराम से खाना ले लो बाद में हम बात करेंगे । आखिरकार वो घड़ी आ गई हमारी फिर से उनके साथ मुलाकात हुइ । मैं इसबार भी महेसुस कर रहा था कि हमारे सामने जो व्यक्तित्व वैठा है वो बड़ा सिंपल और एकदम सरल है । उनका नाम अरिंदम गराइ । मैंने उनसे सीधा ही पुछा कि आप मुजे ये बताइए कि ये Mother’s Hut कोन्सेप्ट क्या है । ये विचार क्या है । मुजे शुरु से लेकर आज तक की कुछ कहानी बताइए । और अरिंदम गराइ ने अपने शब्दो मे Mother’s Hut की दास्तान बताना शुरू किया – आगे उनके ही शब्दो में उनकी जुबानी .....

Mother’s Hut नाम रखने का मुख्य उदेश्य ही यही है की यहां आसपास में रहने वाली और जरूरत है उन सब माताओ को काम मिले । वो खुद अपनी पहचान बनायें । वो अपने आप को प्रुव करे । वो फिल करे किं वो समाज का वो हिस्सा है जो समाज को कुछ दे भी सकतें है । वो कुछ कमायें और अपने परिवार को मजबूत बनाने में अपना सहयोग दे । आज यहां पर आसपास से आने वाली 150 से भी ज्यादा मधर्स है । हां, हम उन्हे मधर के नाम से ही पुकारते है और यही उनकी पह्चान है । Mother’s Hut में आज 99 % काम सिर्फ और सिर्फ मधर ही करतीं है समजो 99 % स्टाफ उनका ही है । 2013 में 15 अप्रैल (बंगाली न्यु यर) के दिन Mother’s Hut शुरु किया था । तब हमरी शरूआत 12 x 12 कि एक छोटी सी जगह से हुइ थी और हमारे पास सहयोग के लिये उस वक्त दो मधर्स थी और वो जगह आज फैलकर इतनी बडी हो गइ है । आज यहां पर 300 से ज्यादा सिटिंग अरैंजमेन्ट है । आज भी 2013 में शुरु किया था तब जो मधर थी उनमें से एक आज भी है और उन्होने आज तक एक भी छुट्टी नही ली है । वो हररोज पुरे डेडिकेशन से काम करती है । अगर में ये बोलूं की यहां पर काम कर रही हर मधर के लिये ये उनका दूसरा घर है तो कुछ गलत नही होगा । तंदूर हो या चाइनिस, बिरयानी हो या पित्झा यहां की मधर्स सब कुछ बनाती है । बल्की में तो ये कहुंगा की यहां आये हुए महेमानो की थाली में सिर्फ खाना नही परोसाया जाता उनकी थाली मे जो खाना होता है वो food – “Food with Feelings” होता हैं । और ये बनाने की हम उन्हें ट्रईनिंग भी देते है । इतना ही नही, कस्टमर के सामने कैसे पेस आते है या किस किसम का टेस्ट किस चीज में जरूरी होता है ये बताने के लिये या समजाने के लिये हम उन्हें कभी पार्क स्ट्रीट बार्बेक्यु तो कभी हल्दीराम (कोलकोता) तो कभी शेरे पंजाब (कोलाघाट) तो कभी आहार (जो दिल्ही चंदिगढ हाइवे पर है) की विजिट भी करवाते है और कस्टमर बन के पेश आने को कहेते है ताकी उन्हे मालुम पडे की उनको कैसे दुसरो के सामने पैश आना है । पिछली बार दिल्ही उन्हे हम राजधानी एक्स्प्रेस से लेके गये थे । इसबार प्लेन से ले जाने का मनसुबा था लेकिन कोरोना की बजह से ये हो नही पाया । अरे हा, यहां पर हररोज 8:30 को सब मातायें साथ मिलकर एक संस्कृत प्रार्थना भी करती है ।

यहां पर अरिंदम गराइ की बात तो खत्म होती है लेकिन मेरे मन में कइ सवाल आ रहे थे । पेट्रोलपंप के मालिक को एक विचार आता है कि पास में पड़ी हुइ जगह में कुछ किया जाये और दो माता के सहयोग से 12 x 12 कि जगह में वो विचार का बिज बोया जाता है । और अनाथ बंधुगराइ की वो सोच आज एक बडा दरखत बन चुका है । दुसरी और सौविक राय ने उस सोच को दिया हुआ नाम Mother’s Hut आज एक ब्रांड बन चुका है । अपनी एक युनिक पह्चान के साथ एक अलग ही गाथा लिख रहा है । कइ लोगो का पसंद्गी का प्लेस बना हुआ है । और मुझे तो विश्वास है कि अभी तो ये स्पार्क या ये विचार कइ खुशीओ के साथ कइ माइलस्टोन सर करतें हुए माइलो कि सफर तय करेगा । Mother’s Hut की ओनलाइन एप के जरीयें अपनी पसंदगी का टेबल वुक करके आने वालों की भिड़ आज भी इतनी ही रहती है । उनमें से कोइ फेमिली के साथ होता है तो कोइ दोस्तो के साथ होते है तो कोइ हमारे जैसे अनजान भी होते है । लेकिन आने वाले कहीं ना कहीं कोइ यादगार लम्हा लेके जाते है ।

हमारे पास समय बहोत कम था । हमे देर हो रही थी । मेंने मि. अरिंदम गराइ से बिदा मांगी । लेकिन उन्हो ने हमे रोका और वहां कि मधर्स के हाथो बना छोटा सा एक कान्ड गेस्चर लेने को कन्विंस किया और श्यामलादिदी और सुप्रियादिदी के हाथो हमे हमारे सफर के लिये कुछ मिठा दिया गया । वो यादगार लम्हा हम क्लिक करना नही चुके । हमने अरिंदम गराइ का आभार माना और निकल पडे । हम बहार आ चुके थे । गाड़ी में बैठ चुके थे और हमने हमारी गाड़ी वहां से सीधी बगल में पेट्रोल पंप पर ले ली और डिजल फिल करवाया । ये वो ही पंप था जहां से Mother’s Hut बनाने का स्पार्क यहां के मालिक को हुआ था । डिजल भरवाना का मकसद यही था कि ये एक सलाम उस मालिक को था जिसने एक नया माइल्स्टोन स्थापित किया था । मेरा मन कइ विचारो से भरा हुआ था और में सोच रहा था कि किसी एक विचार पर पुरी कायनात लगा दि जाये तो क्या नही हो शकता । किसी विचार का बोया हुआ बिज आगे जा कर कितना बडा दरखत  बन सकता है इसका Mother’s Hut से उमदा और  क्या उदाहरण हो शकता है । और अंत में मुझे स्वामि विवेकानंद का एक क्वोट याद आ गया कि .... “Take up one idea. Make that one idea your life, think of it, dream of it, live on that idea. Let me brain, muscles, nerves, every part of your body be full of that idea and just leave every other idea alone. This is the way to success.”    

રવિવાર, 21 નવેમ્બર, 2021

માણસજાત માટે ક્યાંક સતત વફદારીનો પર્યાય બનેલ શ્વાનના જીનેટિકથી લઇને જોજનો દોડતા રહેવાની અનોખી કહાની..... !




ક્યાંક કદથી તો ક્યાંક કલરથી તો ક્યાંક એની ઉંચાઇના આધારે  જુદા જુદા પ્રકારમાં વહેંચાયેલી આ જગતની 349 જુદી જુદી પ્રજાતિનાં શ્વાનની દાસ્તાન જ અનોખી છે. પરંતુ એના શારીરીક વર્ગીકરણના આધારે જોવા જઇએ તો 99% પ્રજાતિના જીન્સ લગભગ સરખા જ છે. અરે પોતાની જ જાતિ નહી, એમના પૂર્વજો એવા વરૂઓની સાથે પણ જો સરખામણી થાય તો એમની સાથે પણ લગભગ 99% જીન્સ એમને મળતા જ આવે છે. હા, એ જ વરૂઓ કે જે પર્યાવરણની શૃંખલામાં કે પોષણકળીમાં કોઇથી ન ડરનારા અને વર્ષોથી શિકારની શૃંખલામાં ટોચના સ્થાને જ બીરાજમાન છે.  તો સૌથી મોટો પ્રશ્ન એ કે - આ વરૂઓમાંથી  શ્વાનનું evolution કેવી રીતે થયું ????  અને આ પ્રશ્નનો જવાબ ક્યાંક એના ચહેરાના ભાગમાં રહેલા મસલ્સના ફેરફારોને આધીન છે જે ક્યાંક વરૂ અને શ્વાનની જાતિને જુદી પાડે છે. વરૂની કંપેરિઝનમાં આ ફેરફારને જોવા જઇએ તો માત્ર હસ્કી પ્રજાતિને બાદ કરતાં લગભગ દરેક શ્વાન પ્રજાતિમાં આઇબ્રોને ઊંચી કરી એક સ્પેશિયલ એક્ષપ્રેશન આપવાની ક્ષમતા છે. હા, હસ્કી કે જે અત્યારની બધી જ પ્રજાતિમાં વરૂની સૌથી નજીકની પ્રજાતિ ગણાય છે એમની આઇબ્રો જ માત્ર મુવમેન્ટ નથી આપતી બાકી દરેક પ્રજાતિના શ્વાનની આઇબ્રો મુવમેન્ટ આપે જ છે. આઇબ્રોને લગતું આવું સંશોધન રશિયન વૈજ્ઞાનિક પ્રો. RuiDioagu કર્યું છે .

 

આજથી લગભગ 14,000 વર્ષ પહેલા આજે આપણા ઘરમાં કે ગલીમાં જોવા મળતા શ્વાન એના પૂર્વજ એવા વરૂમાંથી ઉતરી આવ્યા એવું એક સંશોધન કહે છે. ક્યાંક થોડી સાભ્યતા સાથે અને પ્રેમની અનેરી પરિભાષા સાથે આપણી વચ્ચે રહેલા આ શ્વાનના જીનેટીક્સનો અભ્યાસ જ્યારે રશિયન વૈજ્ઞાનિકોએ સિલ્વર ફોકસ પ્રજાતિથી એમની માણસો વચ્ચે રહેવાની આદત અને આક્રમકતા જેવા મુદ્દાઓથી શરૂ કર્યો ત્યારે એ સંશોધનમાં આવેલા પરિણામો આશ્ચર્ય પમાડે એવા નિવડ્યા. તેઓ ક્યાંક માણસ જાત સાથે ભળી જવાની અને એમની સાથે પ્રતિક્રિયા આપવાની ઇન્દ્રિયો ધરાવનારા સાબિત થયા. અરે, એટલું જ નહી, અભ્યાસમાં એ પણ પુરવાર પણ થયું કે 10 કે તેથી વધારે પેઢી કે પછી આવનારી નવી પેઢીમાં માત્ર એના વર્તન જ નહી પણ એમનામાં કેટલાક શારીરીક ફેરફારો પણ દેખા દેતા હતાં જે ક્યાંક પરિસ્થિતીજન્ય કે એમ જ અનુકુલન સાધીને આવેલા ફેરફારો ગણી શકાય. આ ફેરફારો કેવા ??? તો જવાબ છે કે -  કાનના અકારમાં થતો ફેરફાર કે પુંછડીના આકારમાં થતો ફેરફાર કે વાળના કલરમાં થતો ફેરફાર કે ચામડીના આવરણમાં થતો ફેરફાર.  હા, જો શરૂઆતથી જ વાત કરીએ તો ક્યાંક વરૂના કાન એકદમ ટટ્ટાર અને સીધા હોય છે. જ્યારે શ્વાનના કાન થોડા મુવમેન્ટ સાથેના હોય છે તો ક્યાંક એ વળેલા કે નમેલા પણ હોય છે. અરે, એની લાળની થીકનેસમાં પણ બદલાવ આવે છે. તો ક્યાંક દાંત નાના બને છે અને ક્યાંક એમના કદમાં પણ આવા જ ફેરફાર દેખાતા હોય છે. સંપર્કમાં આવ્યા બાદના આ બધા ફેરફારો માટે જવાબદાર છે એ તત્વ ???? એનું નામ ડોમેસ્ટીકેશન સિંડ્રોમ !  તો પાછો એ પ્રશ્ન થાય કે આ ડોમેસ્ટીકેશન સિંડ્રોમ આ શારિરીક ફેરફારો માટે કેવી રીતે જવાબદાર સાબિત થાય. તો એના માટે પાછા પહોંચવું પડે જ્યાંથી વાત શરૂ થઇ હતી એ જ વાત પર કે આ બધા માટે જવાબદાર છે એની આઇબ્રો!!!! હા, આઇબ્રોમાં આવેલો ફેરફાર સીધો જ સંકળાયેલ છે એનામાં રહેલા multi potent stem cells જે સૌથી ઊંચા પ્રકારના ન્યુરલ ક્રેસ્ટ સેલ તરીકે ઓળખાય છે. જે સીધા જ રૂપાંતર પામી વિકસી રહેલા ગર્ભમાં જ ફેરફાર જન્માવે છે અને જે મસલ્સ કે કોમળ હાડકાઓ કે ચામડીના કલરના કોષોને બદલીને નવા રૂપે નવી પેઢીમાં આવે છે. અરે, આ જ કોષો ક્યાંક એડ્રિનાલ ગ્રંથીનું નિર્માણ કરતાં હોય છે. હા, અમાંથી જ એડ્રિનાલીન બનતું હોય છે. હા, એ જ એડ્રિનાલિન કે જે ક્યાંક ફાઇટ કરવા કે કુદકો મારવા જેવા વિચારો સાથે જોડાયેલ આક્રમક વર્તુણુક પાછળ કારણભુત હોય છે. તો વરૂઓમાંથી રૂપાંતરણની આ પ્રક્રિયામાં વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે એ પ્રજાતિમાંથી એડ્રિનાલ ગ્રંથી ક્યાંક નાની બની છે અને એમાંથી સ્રવતા સ્રાવ પણ ઘટે છે. જેની સીધી જ અસર એ માણસજાતના સહયોગથી શરૂ થાય છે. એ પોતાના કોઇક માલિકનું માનતા શીખે છે તો ક્યાંક એનામાં થોડી શાંત પ્રકૃતિ આવિર્ભાવ પામે છે. અને આ બધાની વચ્ચે જ્યારે એની વર્તણુકમાં ક્યાંક જ્યારે પ્રેમનો ભાગ દેખાઇ ઉઠે છે ત્યારે એનામાં પ્રેમનો હોર્મોન ગણાતો ઓક્સિટોસિન રીલીઝ થતો હોય છે !!!! અને ક્યાંક આ ઓક્સિટોસિન જ શ્વાન પ્રજાતિને માણસનો મિત્ર બનવામાં મદદરૂપ થાયો છે. અને આ કંપની એવી તો હોય છે કે ક્યાંક વ્યક્તિના જીવનમાં આવેલું આ પાત્ર જ્યારે છોડીને જાય છે ત્યારે એ વેદના પારાવાર બની રહે છે અને આવો જ મજાનો એક ડાયલોગ Togo પિક્ચરમાં બોલાયો છે એ યાદ આવે છે કે If you are lucky enough to have known a great one  they never really leave. They stay with you as long as you live.  Harnessed to your heard, giving their all…. Always.

 


Togo મુવી એક સત્ય ઘટના પર બનેલું છે ! 1925 માં અલાસ્કામાં ડિફથેરિયા એપેડેમિક શરૂ થયો અને અનેક બાળકોને પોતાના શિકાર બનાવ્યા અને બાળકોને બચાવી લેવા માટે સિરમ ખુબ જ જરૂરી બને છે. બરફના એ દિવસોમાં આખુ અલાસ્કા દરિયા સાથે થીજી જતું હોય છે. અને એક બાજુ બરફના તોફાનોનો પણ એટલો જ ભય રહેતો હોય છે. પ્લેન તો હતાં પણ ગમે ત્યારે વાતાવરણ બદલતા પર્વતના આ પ્રદેશમાં એ મોસમમાં ઉડવું શક્ય જ ન હતું. અને ત્યારે આજે છે એટલા સક્ષમ પ્લેન હતાં પણ નહી. હજુ નવા નવા જ શોધાયા હતાં. અલાસ્કામાં જે ત્રણ પ્લેન હતાં એ vintage biplanes  હતાં જે પોતાની ખુલ્લી કોક પીટ અને વોટર કુલ એંન્જિન ટેકનોલોજી સાથે ઉડી શકે એવી કોઇ જ શક્યતા ત્યારે  હતી નહી. અને વાતાવરણ આ સમયે એવું હતું કે જેણે છેલ્લા 20 વર્ષના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા હતાં -46 ડિગ્રી અને ઓછામાં ઓછો 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન વાઇ રહ્યો હતો.  લક્ષ્મણ મુર્છીત થયા ત્યારે જેમ હનુમાન રાત્રીના પ્રહરમાં આખો સંજીવની પર્વત લાવી આપે છે તેવી જ રીતે આ પેન્ડેમિકના સમયમાં સિરમ લાવી આપવા માટે માત્ર ને માત્ર સ્લેઝ ડોગ જ એક ઉપાય બચે છે, 24 કલાકમાં એટલે કે એક દિવસમાં 145 કિમી જેટલું અંતર 40 કિગ્રાના વજન સાથે લઇ જવામાં આ સ્લેઝ ડોગ સક્ષમ હોય છે.  અને 1925માં સિરમની એ રીલેમાં કુલ 20 સ્લેજ ટીમોના સહારે આખી કાયનાત બને છે. આ આખી રીલે રેસ સાડા પાંચ દિવસમાં 1085 કિમીનું અંતર કાપીને નોમના બાળકોના જીવ બચાવી લે છે. ઇતિહાસમાં આ રેસ ક્યાંક Great race of Mercy  કે The Serum run તરીકે ઓળખાય છે. જેમાં Togo નામના શ્વાનની વફાદારી અને સમજણ કે એની સતેજ ઇન્દ્રિયો જે બરફના તોફાનને ઓળખી લે છે અને કેમ કરીને કયો રસ્તો પકડવો એ બધામાં કામ લાગી જાય છે. 12 વર્ષનો આ Togo એના મશર Leonhard Seppala નો પ્રિય હોય છે.    જો આ મુવી ન જોયું હોય તો તમારા દિકરા કે દિકરીને સાથે બેસાડીને ખાસ જોજો !!!!  જેમાંથી 19 ટીમો લગભગ સરેરાશ 31 માઇલ જેટલું દોડી હતી. જ્યારે 1 ટીમ જેમાં Togo મુખ્ય લીડ ડોગ તરીકે હતો એ  420 કિમીના રેકોર્ડ સાથે દોડી હતી. ન્યુ યોર્ક સેન્ટ્રલ પાર્કમાં આજે પણ એ રેકોર્ડની યાદમાં એક મજાના શ્વાનનું સ્ટેચ્યુ ઊભું જ છે. પણ કમનસીબે એ Togo નું નથી એ તો Baltoનું છે. જે દવાખાના પર સિરમ પહોંચાડનારી છેલ્લી ટીમ હતી એના લીડ ડોગનું હતું.... ખરો હીરો તો ક્યાંક એ છેલ્લા પડાવ પહેલા ઘાયલ થઇને માલિકના ખોળામાં અંતિમ શ્વાસ લઇ રહ્યો હતો.... પરંતુ Togo ની ખરી કદર તો 2011 માં ટાઇમ મેગેઝીને Togo the most heroic animal of all time” ના ટાઇટલ નીચે કરી ત્યારે થઇ હતી. ટુંકમાં સૈકાઓથી માણસજાત માટે મસિહારૂપ સાબિત થયેલ આ પ્રજાતિ આપણી આજે પણ વિશ્વના કોઇક ખૂણે પ્રતિક્ષણે કોઇક બલિદાનના રૂપે તો કોઇક કમ્પેનિયનશીપના રૂપે અનેરી દાસ્તાન લખી જ રહી હોય છે.

 



શુક્રવાર, 12 નવેમ્બર, 2021

સદીઓથી માણસજાતના મસિહા એવા શ્વાનની એક અનોખી ખેપની સાચી દાસ્તાન અને એ પણ પ્રથમ વિશ્વયુદ્ધના પડઘમ વચ્ચે !




Nome Dogs ની ન ભૂતો ન ભવિષ્યતિ જેવી એક મજાની કહાની છે. વિશ્વયુધ્ધમાં જર્મની સામે ટકી રહેવા 3 વ્યક્તિઓએ પાર પાડેલ એક અશક્ય લાગતા મિશનની કહાની છે ! અને એ ત્રણ નામમાં પહેલું નામ ફ્રાંસના Chasseur Alpin ના 22 મી બટાલીયનના captain Moufflet (ઉંમર – 46 વર્ષ), બીજુ નામ Lieutenant Rene Robert Hass (ઉંમર 34 વર્ષ)  અને ત્રીજુ અને મહત્વનું નામ કે જે અલાસ્કાના ઇતિહાસમાં એક Legendary નામ ગણાય છે અને અલાસ્કા – કેનેડા કે અમેરિકા આખું જેને એક સર્વશ્રેષ્ઠ musher (સ્લેઝ ચલાવનાર ડ્રાઇવર) તરીકે ઓળખતું હતું એ સ્કોટીશ અમેરિકન Scotty Alan ! હા, એ જ Scotty Alan કે જેમના જીવનને જોઇને લેખક Jack London “The call of the Wild” બુક લખી હતી. અને પાછળથી મુવી પણ બન્યું હતું.

જ્યારે તમે બરફના તોફાનમાં કશું જ જોવાને સક્ષમ ન હો, સુસવાટા મારતો પવન વાતો હોય, અને બરફ પણ એકધારો સતત વરસી રહ્યો હોય ચારેકોર જાણે બરફનું સામ્રાજ્ય હોય અને એક ખામોશ સન્ન્નાટો એ બરફના સામ્રાજ્ય પર અડીંગો જમાવીને બેઠો હોય ત્યારે તમારો લીડ ડોગ (સ્લેઝમાં સૌથી આગળ ચાલનારો વફાદાર અને હોશિયાર શ્વાન) રસ્તો ભટ્ક્યા વગર તમને મુકામે પહોંચાડી દે ત્યારે એ ક્યાંક ખરો મસિહા સાબિત થતો હોય  છે. અને કોઇ ડોગને આવી રીતે ટ્રેઇન કરવો એ પણ એક એટલી જ મહત્વની વાત છે. અને આવા કાબિલેદાદ ટ્રેઇનરોમાંનું એક નામ એટલે Scotty Alan. અને, આ સ્કોટી એલને જ  ત્યારે All Alaska Sweepstakes જે અલાસ્કામાં જે મોટામાં મોટી રેસ ગણાય છે એ ત્રણ વખત જીતી હતી. (ઇ.સ. 1909/1911/1912 આ રેસ આશરે 1770 કિમી ની હોય છે.)



Esther Birdsall Darling અને Scotty Alan એ સાથે મળીને અલાસ્કામાં એક મજાની મોટી kennel (એક પ્રકારનો વાડો જ્યાં શ્વાનને રખાતા હોય અને એમનું સંવર્ધન થાતું હોય) ધરાવતા અને બન્ને શ્વાનપ્રેમી જીવ બ્રીડના સંવર્ધન અને કાળજી માટે પુરેપુરો સમય આપતા... Esther Birdsall Darling પોતે લેખક અને કવિયત્રી હતાં એમણે 1912માં અલાસ્કાના સ્ટેટ ફ્લાવર Myosotis માટે The Alaska Forget –Me – Not નામની કવિતા લખેલ જે ખુબ જ ખ્યાતિ પામેલ ! ચાલો એ કવિતા પણ માણી જ લઇએ......

In this far away Alaska,
With its deep and trackless snows,
Winter comes so quickly,
And so slowly goes,
That the fair and fleeting summer
is a dream of brief delight,
With its air so soft and balmy
And its days so long and bright.

And it seems as if to pay us
For the gray months bleak and cold,
That the smallest, simple blossoms
Here some rare new charms unfold,
And of all these welcome flowers
Answering to the sun’s warm glow,
There are none that touch the heart strings
Like “Forget-Me-Nots”, I know.

 

So in looking for an emblem
For this Empire of the North,
We will choose this azure flower
That the sunny hours bring forth.
For we want men to remember
That Alaska’s here to stay,
Though she slept unknown for ages,
And awakened in a day.

 

And we want them to remember,
Though her heart is one of gold,
There are many other treasures
That she offers to unfold.
She has men of brawn and muscle;
She has men of brain and fire,
Who will help to win her honors
And achieve her soul’s desire.

 

She has women who have followed
Where the brave frontiersmen roam,
Who are sure that where the heart is,
There can always be a home.
And Alaska has her children,
who no fairer land have known,
Yet the love of our whole country
In each little mind is sown.

 

So we want to tell the nation
That the mines and golden sands
Yield no richer, surer fortune
That our loyal hearts and hands.
And although the say we’re living
In the “Land that God forgot”.
We’ll recall Alaska to the

પણ આપણે વાત કરતાં હતાં એક સિકરેટ મિશનની .... ! પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થઇ ચુક્યુ હતું અને એક દેશ બીજા દેશથી બચવા સતત મહેનત કરી જ રહ્યો હતો અને એમાં ફ્રાંસ પણ કેમ બાકાત હોય ! એના મિશનના એક ભાગ રૂપે અલ્સ્કાથી ફ્રાંસ સુધી 440 સ્લેઝ શ્વાનની આખી એક ખેપ લગાવવાની  હતી અને એ પણ વિશ્વયુદ્ધના ઓછાયામાં એની એક આખી અનોખી દાસ્તાન છે.

આ એક સિકરેટ મિશન હતું. જેમાં ફ્રાંસથી બે ઓફિસરને મોકલવામાં આવે છે. અને આ સમય પ્રથમ વિશ્વયુદ્ધનો હતો. જર્મની ની સામે ટકી રહેવા માટે Vosge બાજુ ની બોર્ડર પર બર્ફના એ મહિનાઓમાં બોર્ડૅર પર સ્પ્લાઇ પુરી પાડવા માટે એક જ વિકલ્પ હતો અને એ સ્લેઝ ! અને એના માટે જરૂર હતી અસંખ્ય સ્લેઝ ડોગની ! પર્વતના સીધા અને ઊંચા ઢોળાવ પર અને ક્યાંક ઊંડી ખીણો ના ભાગમાં સક્ષમ રીતે કામ કરી શકે એવી એક જ આશા હતી સ્લેઝ ડોગ. શિયાળાના એ દિવસોમાં સતત વરસતો બરફ અને બરફાચ્છાદિત આખો પ્રદેશ જાણે સફર માટે અગ્મય બની રહેતો હોય છે. અને એવામાં આ સમયે ખાવાનું કે બીજી કોઇ શસ્ત્ર સામગ્ર કેવી રીતે પહોંચતી કરવી એ જ મુખ્ય યક્ષ પ્રશ્ન બની રહેવાનો હતો. યુદ્ધના એ સમયમાં કોઇ ઘાયલને કેમ કરીને પાછો લાવવો કે યોગ્ય સારવાર માટે ચોક્ક્સ જગ્યાએ પહોંચતો કેવી રીતે કરવો એ જ મુખ્ય પ્રશ્ન હતો. અને જો પ્રથમ હરોળના આ સૈનિકો જ ક્યાંક સફળ ન રહે તો આખા ફ્રાંસને જર્મની એમ જ પોતિકું કરી લેવામાં સફળ રહે એ પાક્કુ હતું.  અને આ બધાનો એક જ વિકલ્પ હતો સ્લેઝ ડોગ !

captain Moufflet  ને ખભે આ જવાબદારી આવે છે અને એને સાથ આપવા માટે Lieutenant Rene Robert Hass પર પસંદગી ઉતરે છે કારણ કે Hass નોમમાં(અલાસ્કાનું એક ટાઉન) દશ વર્ષ રહી ચુક્યા છે અને એમને Scotty Alan સાથે સારો સંપર્ક પણ છે.

4651 માઇલ દૂરથી યુદ્ધના માહોલમાં આવી રીતે અલાસ્કાથી ફ્રાંસ 450 જેટલા શ્વાનને લઇને આવવું એ કંઇ ખાવાના ખેલ ન હતાં. અને આ મિશન લગભગ નિરાશાની પારાકાષ્ઠા પર જ હતું. અનેક પ્રશ્નો અને પેટા પ્રશ્નો વચ્ચે પિડાદાયક વર્ષ તો એમ પણ હતું જ તો એક વધારાની પીડા વહોરી લેવામાં વાંધો શો ? એમ વિચારીને અનેક શક્યતા અને અશક્યતાના સમીકરણો વચ્ચે આખરે ફ્રાંસના મિનિસ્ટર ઓફ વૉર તરફથી કેપ્ટનમુફલેને 40 સ્લેઝ ટીમ જેમાં 400 સ્લેઝ ડોગ લઇ આવવાના મીશનની લીલી ઝંડી મળે છે ! અને આ અશક્ય દેખાતા કારનામાને અંઝામ આપવા માટે માત્રને માત્ર 120 દિવસ જ હાથમાં હતા ! છતાં મુફલેટ અને હાસ બન્ને પોતાના પર પૂર્ણ વિશ્વાસ ધરાવનારા હતાં. પરંતુ ક્યાંક એ સ્વિકારવું રહ્યું કે સમય અને કામ વચ્ચે જાણે એક રેસ ચાલી રહી હતી એ આ બન્ને સારી રીતે જાણતા જ હતાં કારણ કે જુલાઇ મહિનો ચાલુ થઇ ચુક્યો હતો અને શિયાળો માત્ર ચાર મહિના જ દૂર હતો. અને અલ્સકા પહોંચતા એમય કરતાં એકાદ મહિનો તો લાગી જ જાય. અને પાછા ત્યાં સ્લેઝ ડોગ શોધવામાં અને ખરીદવામાં બીજો એક દોઢ મહિના જેટલો સમય ઓછામાં ઓછો ગણવો પડે કારણે સંખ્યા 400 ની હતી.

આખરે 2 અઠવાડિયાની દરિયાઇ મુસફરી બાદ તેઓ ન્યુયોર્ક બંદર પર ઉતર્યા, જ્યાંથી તેમણે એક મિશનને અંજામ આપવાનો હતો.  25મી ઑગ્સ્ટ 1915 ના રોજ મુફલે ન્યુયોર્કમાં ફ્રેંચ કાઉન્સીલરને મળે છે અને બધો વહિવટ 18,333 ડોલરમાં પતાવ્યો ! જે ધારણા કરતાં ઘણો ઓછો હતો કારણ કે યુદ્ધનો સમય હોવાથી એક્ષચેન્ઝ રેટ ઊંચો હશે એમ માનેલું હતું. પરંતુ ખરી તકલીફ હવે શરૂ થવાની હતી, આજુ બાજુ ગમે ત્યાં જર્મન જાસુસ હોઇ શકે એ બીકે આગળ જવા કોઇ પોતાનું જહાજ આપવા તૈયાર ન હતું. 26 ઓગસ્ટે મુફલે અને હાસ બન્ને બીજી કોઇ શક્યતાને શોધવા બેઠા, બોસ્ટનમાં પણ એ જ કહાની બની. કોઇ જહાજ ન મળ્યું અને પુરતાં પૈસા પણ ન હતાં. આખરે મુફલેએ અમેરિકાને છોડ્યું અને કેનેડાના ઉતરીય ભાગમાં આવેલા ક્યુબેક તરફ જવાનું નક્કી કરી જ લીધું. અને એમ પણ કેનેડા યુદ્ધમાં ફ્રાંસના પડખે હતું જ ! અને સમગ્ર કેનેડામાં 5th Division માં ગમે ત્યાં ફરી શકવાની પરવાનગી વાળો એક દાસ્તાવેજ પણ મુફલેએ લઇ લીધો.  5th Divisionશું છે ? તો કેનેડાનો આખો ઉતરીય પ્રાંત કે જેમાં ક્યુબેકથી લઇને લેબરેડોર (હા, અહીં જ લેબરેડોર નસલ વિકસી અને પ્રખ્યાત થઇ) સુધીનો આખો પ્રદેશ કેનેડાનો 5th Division કહેવાય છે. અને અહીંની વર્ષોથી રહેતા Montagnais લોકો શ્વાન સાથે મજાનું જીવન જીવનારા છે !

અહીંથી મુફલેએ હાસને અલ્સકા મોકલ્યા જ્યાંથી એમણે 100 લીડ ડોગ (સ્લેઝમાં સૌથી આગળ ચાલનારો શ્વાન લીડ ડોગ કહેવાતો હોય છે જે બીજા બધા કરતાં હોશિયાર અને રસ્તાને પારખનારો હોય ! ) લઇ આવવાનું મિશન આપ્યું અને પોતે કેનેડાના ઉત્તરી પૂર્વીય પ્રદેશમાં જવાનું નક્કી કર્યું. 300 શ્વાન ખરીદવાના અશક્ય લાગતા મિશન પર કેપ્ટન મુફલે પોતે હતાં. મુફલેએ ફ્રાંસ કરતાં ત્રણ ગણા મોટા પ્રદેશના અતંરીયાળ પ્રદેશને ખુંદ્યો, અંદર જંગલોમાં ગયા, નદી અને સરોવરના કિનારાના પ્રદેશમાં ગયા અને દૂર ક્યાંક વસ્તી અનેક જુદી જુદી પ્રજાતિના કબીલાને પણ મળ્યા. પણ આખો પ્રદેશ જાણે જંગલ જેવો ભયાવહ ! એક બાજુ સમય સતત વહી રહ્યો હતો યુદ્ધ માથા પર હતું અને શિયાળો સતત નજીક આવી દસ્તક દઇ રહ્યો હતો. એમના જોઇતા શ્વાન માટે ઇન્યુટ લોકો અને સફેદ પ્રજાતિના લોકોનો સંપર્ક અનીવાર્ય હતો એ ચોક્ક્સ પણે જાણતા હતાં. પરંતુ વિચરતી પ્રજાતિના એ Montagnais લોકો પાનખરની આ મોસમમાં ક્યાંક બીજે જતાં રહ્યાં હતાં. નકશો ખોલ્યો અને જાણ્યું તો નજીકમાં નજીક Montagnais જ્યાં મળી શકે એ જગ્યા Point Blue અને  Roberval હતી. જે જંગલનો એક અંતરીયાળ ભાગ હતો. ત્યાં પહોંચવુંએ પણ એક સાહસકથા જેવું જ હતું ! ક્યુબેકમાં મુફલેએ ફ્રાંસથી આવી વસેલા લોકોનો સંપર્ક કરવાનું શરૂ કર્યું જેમાં એક નામ સેનેટર Monsieur de Saint Victor નું હતું જે એક ખુબ જ મોટી ચોકલેટ કંપની ના માલિક અને Anticosti ટાપુના માલિક હતાં. જ્યાંથી મુફલેને ઘણા બધા સંપર્ક મળ્યા. સંપર્ક મળતા તરત જ મોટા નકશા લઇને આખી ટેરીટરીનો અભ્યાસ કર્યો અને Kiskissink પ્રદેશ પણ જોયો જ્યાં સૌથી વધુ શક્યતા હતી ! અને આખરે પહેલી ખેપ રંગ લાવી જેમાં Point Blue માંથી 13,  Peribonkaમાંથી 11,  Shipshawમાંથી 5 અને Kenogamiમાંથી 28 શ્વાન મેળવવામાં મુફલે સફળ રહ્યા અને બીજા થોડા ઘણા God bout નામની જ્ગ્યાએથી આવી રહ્યા હતાં. ત્યાર બાદ લગભગ 60 જેટલા Lac st. John  થી મેળવ્યા અને બીજા લેબરેડોરથી પણ મળ્યા. આમ મુફલેએ પોતાના સંપર્ક થકી લગભગ 350 શ્વાન મેળવી લીધા ! પરંતુ મંજીલ હજી ઘણી દૂર હતી. કારણ કે ક્યુબેકનો અંતરીયાળ પ્રદેશ ક્યુબેકથી ઘણો દૂર હતો. અને ત્યાં સુધી પહોંચવા ઘણું ઘણું કહી શકાય એટલું અંતર કાપવાનું હતું. Roberval થી Peribonka નું અંતર સમય બચાવવા માટે કેનોઇ(Canoe) ભાડે કરીને કાપ્યું ! Jaklutami  નામની જગ્યાએથી પાછા  21 ડોલરના હિસાબે 30 શ્વાનખરીદ્યા, તો પાછા Indian Reserves માંથી 16 ડોલરના હિસાબે ખરીદ્યા. પણ આ બધા શ્વાનને કોઇક ચોક્ક્સ ડ્રાઇવરની જરૂર હતી કે જે એમને ચોક્ક્સ રીતે દોરીને આગળ લઇ જાય.

 

તો બીજી બાજુ રેને હાસ મુફલેથી છુટ્ટા પડ્યા બાદ એક અઠવાડીયા પછી કેનેડાનો આખો પ્રદેશ ટ્રેનથી પાર કરીને બીજા બે અઠવાડિયા બાદ બોટ મારફતે અલાસ્કામાં નોમ (Nome – કેનેડાનોએકપ્રદેશ) પહોંચ્યા. હાસ અહીં લગભગ 10 વર્ષ રહી ચુક્યા હતાં. હાસ ખુદ એક ખુબ જ સરસ Musher (સ્લેઝ ચલાવનાર વ્યક્તિ) હતાં. અરે, એમનું પેશન હતું એમ કહીએ તો પણ કશું ખોટું નથી. હા, વિશ્વ પ્રસિદ્ધ સ્કોટી એલનના પણ એ પ્રિય Musher હતાં સાથે સાથે મિત્ર પણ હતાં. અને તરત જ એમણે સ્કોટી એલનને ટેલીગ્રામ કર્યો કે તે તાત્કાલીક કામથી આવી રહ્યા છે અને તું 100 જેટલા લીડ ડોગ તૈયાર રાખ એવો સંદેશો પણ મોકલ્યો. અલાસ્કાના આ પ્રદેશમાં રહેતા દરેક શ્વાનની સ્કોટી એલનને એકદમ સાચી ઓળખ અને પરખ હતી. હેસ જાણતા હતાં કે અહિંના એસ્કિમોને શ્વાન સાથે રહેવું અને વાતો કરવી ખુબ જ ગમે છે. તેથી તેઓ જ્યારે અલગ અલગ જગ્યા એ જુદા જુદા એસ્કિમોને મળ્યા ત્યારે કંઇ જ એમને વાંધા જનક કે આપતિ જનક ન જ લાગ્યું. અને મહત્વની વાત એ હતી કે સ્કોટી એલન જાણતા હતાં કે Labs, Malamutes, Huskies, Great Danes, Racing dogs ક્યાંથી અને કેવી રીતે મેળવવા. સાથે સાથે સ્કોટી એલનને એ પણ ખબર હતી કે એમની સાર સંભાળ કેમ રાખવી કે એમને એક સાથે કેમ કરીને રાખવા એ જન્મજાત આવડત એમનામાં પહેલેથી જ હતી. ટુંકમાં ઓછા પ્રયત્ને કેવી રીતે એ બધા પર કમાન્ડ મેળવી લેવો એ જાણે એમના માટે ડાબા હાથનો ખેલ હતો. અને આખરે બન્નેએ ભેગા મળીને કુલ 106 લીડ ડોગ મેળવી લીધા. સાથે સાથે સ્લેઝ અને એનો સરોસામાન પણ ! એમના ખોરાક માટેની 2 ટન જેટલી Salmon પણ લેવાઇ ગઇ ! અને આખરે અત્યાર સુધી છુપી રહેલી વાત પહેલી વખત ક્યાંક સમાચારમાં આવી -  25Th Sep 1915ના  Nome Daily News માં  સમાચાર આવ્યા કે “ The best dogs in Alaska are heading off to the front lines of the war in Europe ” …. હાસે સ્કોટી એલનના વાડા (Kennel) ના બધા જ શ્વાન ખરીદી લીધા છે. અને આખરે આ વાત નોમથી અલાસ્કા અને અલાસ્કાથી ન્યુયોર્ક સુધી અખબારમાં આવી જ ગઇ. હાસને ખબર જ હતી કે આ વાતની જર્મનો ખાસ નોંધ લેશે જ ! માટે એક જ રસ્તો હતો કે બને એટલું ઝડપથી નિકળીને પહોંચી જવું. પરંતુ દરિયાઇ માર્ગે સેનેટર એક જ જહાજ હતું જે નોમ અને સિયેટલ વચ્ચે હતું એટલે રાહ જોવા સિવાય કોઇ ઉપાય ન હતો. ત્રણ દિવસના ઇન્તઝાર બાદ આખરે એ વહાણ આવ્યું અને એ 106 શ્વાનને બોર્ડ કરાયા. ઉત્તરમાં કદી ન આકાર પામેલી અને દુનિયાના કોઇ ખૂણામાં આજ દિન સુધી ન બનેલી ઘટના આકાર પામી રહી હતી કે શહેરની ગલી મધ્યેથી આજે સવારે સેનેટર તરફ જતી 106 શ્વાનની આખી એક વણઝાર જે એક જ દોરડે બંધાયેલી હતી. એટલી લાંબી હરોળ હતી કે જાણે ત્રણ લોકોમોટીવ જોડાય તોય એ લોકોમોટીવ નાની લાગે. 50 જેટલા માણસો આ વણઝારને ઘાટ સુધી લઇ જનારા હતાં. આ સાહસ ક્યાંક શ્વાસ થંભાવી દેનારું હતું તો એક ભુલ ક્યાંક બે શ્વાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતી પણ પેદા કરી શકે એવી ઝાલીમ હતી. ! જેમાં માત્ર સમય બગડે એવું જ નહી પણ તેઓ એકબીજાને મારી નાખે એવું પણ બને એવી પુરી શક્યતા હતી. ! છતાં કોઇપણ જાતની અડચણ વગર ક્યાંય અટક્યા વગર સીધા જ બંદર સુધી પહોંચી જવાયું ! એ નસીબની અસ્ક્યામત હતી. 15 દિવસની દરિયાઇ મુસાફરી બાદ આખરે હાસ અને સ્કોટી એલન પોતાના 100 શ્વાનસાથે 9 ઓક્ટોબરે સવારે 8:30 વાગ્યે સિયેટલ આવ્યા અને એ જ દિવસે રાત્રે 9 વાગ્યે વાન કુંવર જવા માટે નિકળી પડ્યા. અને 10 મી ઓક્ટોબરે સવારે 142.6 માઇલનું અંતર કાપીને વાનકુંવર પહોંચી પણ ગયા. ત્યાં કેનેડિયન પેસેફિક રેલ્વેના એક એજન્ટ સાથે વાતચીત કરીને જાણ્યું કે આ 100 શ્વાન સાથે કેવી રીતે કેનેડાના પેલા છેડે પહોંચવું. અને રાત્રે  2 વાગ્યે અમણે વાનકુવર છોડ્યું. અને આ 3500 કિ,મી. ની સફરમાં દરેક પગલે એક ખતરો હતો એ પણ પાક્કુ હતું કારણ કે જર્મન ક્યાંક ને ક્યાંક દરેક ઠેકાણે સતત અલર્ટ હતાં. છતાં ક્યાંક ને ક્યાંક અમેરિકા કરતાં કેનેડા થોડું સેઇફ ચોક્ક્સ હતું. કેનેડાના પશ્ચિમ છેડે ઓન્ટારિયોમાં માઇગ્રેટ થયેલ જર્મનો મોટી સંખ્યામાં ત્યાં હતાં જ !  અને જો આ વાત એમના સુધી પહોંચે તો ટ્રેનને કોઇ પણ રીતે પીછો કરીને લઇ જવાતા શ્વાનને છુટ્ટા કરાવી શકે એમાં કોઇ બે મત ન હતો. તો બીજી બાજુ એ પણ ખબર હતી કે જો આ શ્વાનને ચોક્ક્સ સમયે પ્રોપર કસરત નહી મળે અને ખાવાનું નહી મળે તો એ જીવી નહી શકે ! માટે એ કાળજી પણ એટલી જ જરૂરી હતી. આખરે Calgary માં 14 ઓકટોબરે સવારે 10 વાગ્યે બધા શ્વાન ઉતારાયા અને સ્કોટી એલન અને તેના હસ્કી ફરીથી છાપે ચડ્યા ! સ્કોટી એલને રીપોર્ટૅરને કોઇ જ ઇન્ટરવ્યુ આપ્યો નહી. આખરે એના 100 શ્વાન સાથે The Calgary herald માંએ ન્યુઝ આવ્યા જ ! મુફલેએ આ સમાચાર જોયા એટલે એ તરત જ ત્યાં પહોંચ્યા. એમણે વોર ટાઇમના સેન્સર બોર્ડના ચિફ Major Ernest Chalmers ને તરત જ ટેલીગ્રાફ કર્યો. આમ તો, ચાલ્મર ક્રુર ગણાતો કારણ કે જે પણ ન્યુઝ પેપર એમના ઓર્ડૅરને માન તું નહી એને બંધ કરાવી દેતા. આ બધી કસ્મકસ વચ્ચે રસ્તો કરતાં કરતાં આખરે 27 ઓક્ટોબરે રાત્રે 2 વાગ્યે એક પણ શ્વાનની ખાનખરાબી વગર આખરે ક્યુબેક પહોંચ્યા. 29 ઓક્ટોબરે બધા જ શ્વાન ક્યુબેકમાં હતાં.

આમ, આખરે બધી જ અડચણોને પાર કરીને લગભગ અઢી મહીનાના જેટલા સમય બાદ મુફ્લે અને હાસ પોતાના 440 શ્વાન સાથે ક્યુબેકમાં હતાં. જે એમની ધારણા કરતાં વધારે હતાં.  શહેરની બહાર જ્યાં exposition ground હતું ત્યાં 440 શ્વાન ફ્રાંસ જવા તૈયાર હતાં. ક્યાંકને ક્યાંક કુદરત કોઇક રીતે આ ફ્રેચમેનોને સતત અપ્રત્યક્ષ રીતે મદદ કરી રહી હતી કારણ કે આ ગ્રાઉન્ડની બાજુમાં જ ગવરન્મેન્ટનો શસ્ત્ર પ્રક્ષેપણ અને ટેસ્ટિંગ માટેનો એક વિભાગ હતો. અને આ એક મજાની વાત હતી કારણ કે ફાઇરિંગ અને થતા ધડાકાની એ અલાસ્કન અને કેનેડીયન ડોગ પર શું અસર થાય છે એ જ જોવાનો અને અભ્યાસનો આ મજાનો સમય એમને નસીબમાં હતો. અને એ અવાજોથી આ આખી નસલ એવી મજાની રીતે ટેવાઇ ગઇજેનો ફાયદો ફ્રાંસને અઠવાડિયા પછી Vosges માં ખૂબ જ મોટો થવાનો હતો.   

The Canadian Pacific Railroad ના એજન્ટે બાહેધારી આપી હતી કે તેઓ કેનેડિયન ઘોડાઓને સમયાંતરે ફ્રાંસ મોકલતા જ હોય છે.તેથી શ્વાન એ કંઇ મોટો પ્રશ્ન નથી જ ! પરંતુ છેલ્લા સમયે એમણે પોતાનો નિર્ણય બદલ્યો ! અને મુફલેની આશાઓ પર પાણી ફરી વળ્યું ! મુફલે એ બીજા કેનેડિયન અને બ્રિટીશ જહાજ માલિકોનો સંપર્ક કર્યો અને એ બધા તરફથી પણ મુફલેને માત્રને માત્ર નિરાશા જ સાંપડી. અને એ સમયે ક્યુબેક એક જ એવું મહત્વનું બંદર હતું જ્યાંથી શસ્ત્ર સરંજામ અને બીજી મહત્વની વસ્તુઓ યુરોપમાં જતી હતી. અનેક પ્રકારની માંગ વચ્ચે પણ અહિંયા જહાજ મળવું મુશ્કેલ હતું કારણ કે બ્રીટન યુદ્ધના આ સમયમાં ચારે બાજુથી કંઇને કંઇ મંગાવી રહ્યું હતું એટલે ક્યાંક ને ક્યાંક બધા જહાજ રોકાયેલા હતાં તો જેમની પાસે જહાજ હતાં એમને જર્મન યુ બોટ નો (જર્મન યુબોટ જે એક સબમરીન હતી જેના સહારે જર્મનીએ વિશ્વયુદ્ધ દરમ્યાન લગભગ 5000 જેટલા જહાજો દરિયામાં ડુબાડી દીધા હતાં.) ભયાનક ખોફ હતો. અને આ બાજુ સમય એનું કામ કરી રહ્યો હતો અને શિયાળો દસ્તક દઇ રહ્યો હતો અને જો હવે ન નિકળાયું તો ગમે ત્યારે સમદ્ર થીજી જાશે અને નિકળી સકાશે નહી અને આખું મિશન માત્ર ડિપોર્ટ ન થવાના કારણે ફેઇલ થઇ ઉઠશે ! મુફલેએ ફરીથી કેનેડિયન પેસિફિક રેલ્વે સાથે મુલાકાત કરી અને રજુઆત કરી અને આખરે ચોક્ક્સ શરોતો ને આધીન એ શ્વાનને લઇ ને જવાનું નક્કી થયું. અને એ Antonia નામનું જહાજ 18 નવેમ્બરે ફ્રાંસ જવા માટે ઉપડશે એવું નક્કી થયું પરંતુ બે દિવસ બાદ ફરીથી એક ખરાબ સમાચાર આવ્યા કે છેલ્લા આ જહાજ જે ઘોડાઓની ખેપ મારી આવ્યું એને એપિડેમિકના કારણે ક્વારન્ટીન કરવું પડશે..... અને એક બાજુ આખું બંદર ક્યારેય પણ થીજી જશે એવો ભય હતો.

એક બાજુ બે અઠવાડિયાથી એટલામાં જ રહેતા શ્વાન પણ કંટાળ્યા હતાં. એમને પોતાની આવડત અને અનુભવના આધારે સ્કોટી એલન સતત સંભાળી રહ્યો હતો. આખરે તપાસના અંતે જાણવા મળ્યું કે 21 નવેમ્બરે The Pomeranian યુરોપ તરફ જઇ રહ્યું છે. Pomeranian પેલા Antonia જેટલું મોટું ન હતું અને થોડી મરામત્ત માંગી લેનારું પણ હતું. કેપ્ટને શરત મુકી કે દરેક શ્વાનને એક પેટીમાં પુરીને લઇ જવો પડશે તો જ હું મંજુરી આપીશ પણ સ્કોટી એલને એ વાત ને નકારી કાઢી અને કહ્યું આ તો આપણી બધી વાતો માનનારા મજાના શ્વાન છે. એમને ખુલ્લી હવા તો જોઇશે જ ! અને કેપ્ટનને મનાવી લેવા માટે સ્કોટી એલન એમને રાત્રે એ જ શ્વાનની વચ્ચે રહેવા લઇ ગયો અને આખરે સ્કોટી એલનનો એ જુગાર સફળ રહ્યો અને જહાજના ડેક પર શ્વાનને ખુલ્લા ફરવા દેવા પર એ સહમત થયો. 21 મી નવેમ્બરની વહેલી સવારે 5 વાગ્યેThe Pomeranian નામના એ જહાજે  440 શ્વાન લઇને ક્યુબેક શહેરથી ફ્રાંસ જવા નિકળ્યુ. અને નસીબ બે ડગલા ખરેખર આગળ ચાલતું હતું કારણ કે બંદરેથી નિકળનારું એ જહાજ The Pomeranian સૌથી છેલ્લું જહાજ હતું. જહાજ નિકળ્યું તો ખરું પરંતુ જર્મન યુબોટનો ભય ક્ષણે ક્ષણ સતાવી રહ્યો હતો એટલે રાત્રે જ જવાનું અને આગળ વધવાનું નક્કી થયું. પરંતુ સફરના બે દિવસ બાદ બ્રિટીશ રોયલ નેવીનો The Pomeranian પર સંદેશો આવ્યો કે નજીકમાં જ જર્મન યુબોટ છે. અને કેપ્ટને તરત જ જહાજની દિશા બદલી અને એને ઉત્તર તરફ લઇ લીધું. ઉત્તરના બર્ફિલા જંજાવાતના આ સમયે જર્મન યુબોટ એમ પણ એ રૂટ ટાળશે. ભયાનક જંજાવાત સામે The Pomeranianએક આખી રાત પસાર કરી ! કેટલાક બોક્સ જે શ્વાનને લઇ જતાં હતાં એ પડી ગયા તો કેટલાક તૂટી ગયા. એ જંજાવાત એવો હતો કે દરેકને મનમાં એમ જ હતું કે આપણા અડધો અડધ શ્વાન આપણે ગુમાવી ચુક્યા છીએ. સમુદ્રના એ ઠંડા પાણી થી પલળેલા એ શ્વાન એવા ગરીબ લાગી રહ્યા હતાં કે એક સમયે ક્યાંક એમ થાય કે જાણે આ પગલું ખોટું ભરાયું છે અરે, એ બીચારા એવી હાલતમાં હતાં કે ભસી શકે એવી સ્થિતીમાં પણ ન હતાં. અને સાંજે જ્યારે ગણતરી કરી તો માત્ર  ચાર શ્વાન મરી ચુક્યા હતાં. પણ કેટલાકને પોતાના જ નખના ઉઝરડા પોતાના શરીર પર હતાં તો ક્યાંક કોઇક ક્યાંક પટકાયા એની વેદના હતી. છતાં નસીબ ફ્રાંસની તરફેણમાં જ હતું અને 14 દિવસની દરિયાઇ સફર બાદ આખરે 5 ડિસેમ્બરે જહાજ પહોંચ્યું અને 436 શ્વાનના પગ ફ્રાંસની ધરતી પર હતાં. શ્વાનની જ એક નસલનું નામ ધરાવતું જહાજ Pomeranian માત્ર 4 જશ્વાનને ગુમાવીને ફ્રાંસના કિનારા પર આવી ચુક્યું હતું એ એક ચમત્કારથી ઓછી વાત ન હતી. આ આખી સફરના અંતે જહાજના કેપ્ટનના શબ્દો હતાં કે આ આખા સમય દરમ્યાન બધા જ શ્વાન ખૂબ જ સરસ રીતે વર્ત્યા અંધારું થતાં જ તેઓ સૂવા અંદર જતાં રહેતા અને આખી રાત કોઇ જ હલ ચલ વગર એમને બાંધેલી ચેઇનનો પણ અવાજ ન આવે એમ એકદમ શાંતિથી પસાર કરી દેતા. આ તો એટલા મજાના સાથીદારો છે કે કોઇ આંધળા માણસની બાજુમાં હોય તો એમ કહી દે કે અમારી આજુ બાજુ કોઇ નથી જ !  ફ્રાંસની ધરતી પર આવેલા આ શ્વાન હવે નવો અધ્યાય શરૂ કરવાના હતાં પણ, ફ્રાંસના સૈનિકો એ આજ સુધી અલાસ્કન ડોગ જોયા ન હતાં. એમણે જ્યારે જોયા ત્યારે એમ જ થયું કે અડધી દુનિયા ફરીને લાવવામાં આવેલા આ અલાસ્કન ડોગ એવા તો શું કામમાં આવશે કે જે માણસ કે ઘોડા કે ખચ્ચર પણ કરી શકવાને સક્ષમ નથી. પરંતુ ફ્રેંચ આર્મીમેનના સભ્યોની એમની સાથેની દોસ્તી વધતી ગઇ અને સમજણ પણપછી સમજાયું કે આ તો બરફની ચાદર પર ચલાનારા ખરા ફરીસ્તાઓ છે. હાસ એમની રીતે આગળ વધી રહ્યા હતાં અને સ્કોટી એક પછી એક ટ્રેઇનરને તૈયાર કરી રહ્યો હતો. એકાદ અઠવાડિયામાં ટ્રેઇનિંગ પુરી થઇ અને આખરે ફ્રન્ટલાઇન પર મોકલવાનું નક્કી થયું. આખરે જ્યારે સ્કોટીએ ફ્રન્ટલાઇન પર પોતાના અલાસ્કન સાથીદારો સાથે જવાની તૈયારી બતાવી ત્યારે ફ્રાંસના ડિફેન્સે એમને ના પાડી ! કારણ કે સ્કોટી પોતે એક અમેરિકન હતાં અને અમેરિકા હજુ યુદ્ધમાં ક્યાંય પોતાની તરફેણ જાહેર કરી રહ્યું ન હતું. આમ, સ્કોટી માટે પોતાના પ્રિય લીડ ડોગને પણ જવા દઇને મિશન પુરૂ થયું. પરંતુ એ જ અલાસ્કન ફરીસ્તાઓ એ ફ્રાંસને સરહદ પર અનેક પ્રકારની સહાય પહોંચાડવામાં મદદ કરી અને ખરા સૈનિક બની રહ્યા તો ક્યાંક ફરીસ્તા બની રહ્યા એ ઇતિહાસ ફ્રાંસમાં સુવર્ણ અક્ષરે લખાયેલ છે. ક્યાંક બરફમાં ફસાયેલાઓને બહાર કાઢ્યા તો ક્યાંક ઘાયલ સૈનિકોને યોગ્ય જગ્યાએ લઇ ગયા. અનેક કામમાં મદદરૂપ સાબિત થયા ! પછીના 4 વર્ષ સુધી ચાલેલા યુદ્ધના એ દિવસોમાં બરફના તોફાન વચ્ચે પણ એ અલાસ્કન સૈનિકો સતત ક્યાંકને ક્યાંક ફ્રાંસના ખરા વફાદાર સૈનિક બની રહ્યા અને જર્મની હાંફતું રહ્યું. બીજા જ વર્ષે ફ્રાંસની મિલિટરીએ અને ગવર્નમેન્ટે આ અલાસ્કન અને કેનેડીયન વોરિયર તરફનો આભાર વ્યક્ત કરવા એમને Croix de Guerre એવોર્ડથી નવાજ્યા ! અને ફ્રાંસના ઇતિહાસમાં અને દુનિયામાં આ પહેલી ઘટના હતી કે જેમાં કોઇ પ્રાણીને મેડલ અને એવોર્ડ આપીને સન્માન કરાયું હોય.એ અલાસ્કન ડોગના બદલામાં  મેડલ ગર્વભેર લેનાર Esther Birdsall Darling અને Scotty Alan જ હતાં.

આજે પણ એ જ અલાસ્કન બ્રીડની પેઢીના શ્વાન ક્યાંક ફ્રાંસમાં એમ જ ફરી રહ્યા છે અને પોતાના પૂર્વજોનું નામ રોશન કરી રહ્યા છે.  આ આખા મિશનમાં સ્કોટી એલનનો ફાળો અને બલીદાન એટલો મહત્વનો છે કે ન પુછો વાત અને અની જ ક્યાંક વાત યાદ કરીને આ સફરની વાત પુરી કરીએ તો The Call of the wild મુવીનો બક અને સ્કોટી એલન વચ્ચેનો સંવાદ યાદ આવે છે કે Your ancestors use to roam here and mine too. Back to when we were wild. We come and go don’t we ? This is always here. અને આટલું કહ્યા પછી પોતાની સાથે આવેલા બકને કહે છે ચાલ મને કશી જ ખબર નથી ક્યાં જવું તું જ લીડ કર હું તારી પાછળ આવીશ. .... !!!!!