શનિવાર, 8 જાન્યુઆરી, 2022

Mother's Hut


અમારી પશ્ચિમ બંગાળની સફરનો એ લગભગ દસમો દિવસ હતો. સવારમાં બહેરામપુરથી નિકળ્યા હતાં અને આજે નાદિયા જીલ્લામાં ફરવાનું હતું એ નક્કી જ હતું. પણ અમને એ ક્યાં ખબર હતી કે આજે નસીબમાં એટલો ખરાબ રસ્તો આવશે કે થાક બમણો લગશે ! રસ્તાના એ બંધનને તોડતા તોડતા અનેક વેપારીઓને મળતાં મળતાં અમે આગળ વધી રહ્યાં હતાં અને લગભગ સાંજ પડ્યે આ જીલ્લાના મુખ્ય મથક ક્રિસનગરમાં આવી પહોંચ્યા અને લીસ્ટમાં હતાં એ વેપારીઓને મળ્યા ત્યાં તો લગભગ સાંજ થઇ ચુકી હતી. સંધ્યા દેવી પર નિશા દેવી પોતાનું વર્ચસ્વ વધારી રહી હતી અને અંધકાર પોતાની પકડ મજબૂત કરતો જતો હતો અને અમને કકડીને ભૂખ પણ લાગી હતી. એક બંગાળી વેપારીને એના કાઉન્ટર પર મળીને નિકળી રહ્યાં હતાં અને સારું જમવાનું મળે એના માટે એની સાથે થોડી વાતો કરી અને એણે મને બે ચાર રેફરન્સ બતાવ્યા અને ખાસ ભાર મુકીને કહ્યું કે થોડું દૂર પડશે પણ શક્ય હોય તો Mother’s Hut માં જાવ ! ત્યાં બધી માતાઓ જ હશે ! ત્યારે તો કંઇ ખાસ સમજાયું નહી પણ જ્યારે પહોંચ્યા અને જોયું ત્યારે તો થયું કે વાહ !!!! What an innovative Idea ! જાણે આ સ્થળ અમારો આખા દિવસનો થાક હરી લેવા માટે જ નસીબમાં હતું એવું લાગ્યું !  

25 મી ડિસેમ્બર અને પહેલી જાન્યુઆરીની વચ્ચેનો એ દિવસ હતો એટલે પ્રાંગણમાં એક મજાનો મોટો સાન્તાકલોઝ ઊભો કરાયો હતો અને ખુબ જ સરસ રીતે ડેકોરેશન પણ કરાયું હતું. કેટલાક જુવાનીયાઓ ત્યાં મજાની સેલ્ફી લઇ રહ્યાં હતાં તો કોઇ અલગ અદામાં મજાનો ફોટો પડાવી રહ્યાં હતાં. અમે જેવા પ્રિમાઇસીસમાં દાખલ થયાં કે તરત જ અમને આવકારવા એક સ્ત્રી ઉભી હતી. ત્યાં જુદા જુદા વિભાગો જોઇને મારે પુછવું પડ્યું કે અહીંયા અને ત્યાં શું ફર્ક છે. અમે ઇચ્છા થાય ત્યાં બેસીને ગમે તે ઓર્ડર કરી શકીએ. હા, એ કદાચ અમારું હિંન્દી સમજવા સક્ષમ નહી હોય એટલે આંગળીનો ઇશારો કરીને સમજાવ્યું કે અહીંયા કે ત્યાં ગમે ત્યાં બેસો બધું એક જ છે. આખરે થોડું આગળ ચાલીને હું એક જગ્યાએ ઊભો રહી ગયો અને પિતળની પ્લેટ પર લખેલું એક લખાણ વાંચવા લાગ્યો અને હવે મારી આંખો આ જગ્યાના માલિકને કે આ લખાણ લખનારને શોધી રહી હતી. તો સૌથી પહેલા તો એ જ શબ્દો – જેનાથી હું સ્પેલ બાઉન્ડ થયો હતો એ શબ્દો જ .....

This Basudha (The Earth) has been built with soil. In keeping with that theory, we have flowing streams on the surface of the Earth. And there are fish in the rivers. On the lithosphere, there are flora and fauna. And if we look at the Arc in the front side, the circle atop the date tree is, as if, the Sun in the firmament and the full moon in the night sky. The domes of different shapes around embody the nocturnal celestial bodies and the triangular mountains. This whole cosmos is thus envisaged in the eye of the artisan. What is more, is that the tiny casement at the right-hand side represents the ingress to worldly affairs and the window at the left-hand side marks the exodus. The epicentre of all creation and destruction of all harmony and discordance, is the ten- armed Goddess. The progenitor of power- our own mother earth.

 

આ વાંચતા જ જાણે મને મારો ખોરાક મળી ગયો એવું લાગી ઉઠ્યું ! જૈમિન અને શ્યામ કાઉન્ટરની નજીકના ટેબલ પાસે ગોઠવાઇચુક્યા હતાં અને કંઇક ઓર્ડર પણ આપી ચુક્યાં હતાં. મને બોલાવી રહ્યાં હતાં. હું ટેબલ પર તો બેઠો પણ ક્યાંક સ્તબ્ધ બનેલો હું આસપાસ સતત નિરીક્ષણ કરી રહ્યો હતો અને દરેક નજરે કંઇક અલગ જેવું હું સતત મહેસુસ કરી રહ્યો હતો. ક્યાંક એક સરખો ડ્રેસ પહેરેલી અનેક સ્ત્રીઓ હતી. ક્યાંક એકની એક મોનોટોનશ બેઠકને ટાળવા માટે કે નવી ફિલિંગ લેવા માટે જાણે multi ambiance ઊભો કરાયો હતો. એમાં ક્યાંક કાફે જેવું તો ક્યાંક આંબા નીચે તંબુ બાંધીને આખો દરબારી માહોલ ઊભો કરાયો હતો. તો ક્યાંક ખુલ્લામાં ટેબલ ખુરશી ગોઠવાયા હતાં. તો ક્યાંક ફાઇવ સ્ટાર હોટલમાં હોય એ લૂક અપાયો હતો જ્યાં પણ નજર જતી હતી ત્યાં ક્યાંક ને ક્યાંક કોઇક એસ્થેટિક સેન્સ દેખા દેતી હતી તો કોઇક અલગ જ થીમ આકાર પામેલી નજરે ચડતી હતી.  આખરે મારાથી ન જ રહેવાયું અને કાઉન્ટર પર મારી ઓળખાણ આપી અને ત્યાંના મુખ્ય વ્યક્તિને મળવાની પરવાનગી માંગી. થોડી વારમાં અમારું ભોજન ચાલું હતું ત્યાં કોઇ એક ભાઇ અમને મળવા આવી ચુક્યા અને પોતાનો પરિચય આપ્યો અને કહ્યું તમે ફ્રી થઇ જાવ અને આપણે મુલાકાત કરીએ. આખરે અમારી એ મુલાકાતની ઘડી આવી અને થોડી જ ક્ષણોમાં કોઇપણ જાતની ઔપચારિકતા વગર અમારી સામે એક સિમ્પલ અને સરળ વ્યક્તિત્વ બેઠું હતું. એમનું નામ અરિંદમ ગરાઇ હતું. મેં પુછ્યું આખરે આ  Mother’s Hut નો કોન્સેપ્ટ અને વિચાર શું છે એ મને અત: થી ઇતી શુધી જણાવો. અને  અરિંદમ ગરાઇએ Mother’s Hut ની દસ્તાન શરૂ કરે છે. આગળની વાત એમના જ શબ્દોમાં ....

Mother’s Hut નામ રાખવા પાછળનો મુખ્ય ઉદેશ્ય જ એ છે કે અહિં આસપાસમાં રહેતાં અને જેમને જરૂરત છે એવી કોઇપણ ઉંમરની સ્ત્રી આવીને કામ કરે ! પોતાની એક આઇડેન્ટીટી બનાવે ! પોતે સક્ષમ છે એ પ્રુવ કરે ! અને સમાજને કંઇક આપી રહ્યાં છે એ ફિલ કરે ! પોતાના કુટુંબના નિર્વાહમાં એ એક હિસ્સો બને !  આજે અહિંયા આસપાસમાંથી આવતી આવી 150 કરતાં વધારે મધર્સ છે. અમારી આ Mother’s Hut નો લગભગ 99 ટકા સ્ટાફ આવી મધર્સ જ છે. 2013માં 15 એપ્રિલે (બંગાળીઓનું નવું વર્ષ) આ Mother’s Hut શરૂ કર્યું હતું ત્યારે 12 x 12 ની જગ્યા અને બે મધર્સના સહયોગથી શરૂ કરેલું એ આજે વિસ્તરીને આટલું મોટું બન્યું છે. આજે અહિંયા 300 કરતાં વધારે સિટિંગ અરેન્ઝમેન્ટ છે. આજે પણ 2013માં જ્યારે શરૂ કર્યું ત્યારે જે મધર જોડાઇ હતી એમાંની એક મધર આજે પણ કાર્યરત છે જે એ જ ડેડિકેશનથી કામ કરે છે અને આજ સુધી એક પણ રજા લીધી નથી. ટુંકમાં કહું તો અહીં કામ કરતી બધી જ માતાઓ માટે ક્યાંક Mother’s Hut એ એમનું બીજું ઘર છે. તંદુર હોય કે ચાઇનિઝ – બિરયાની હોય કે પિત્ઝા અહીંની મધર બધું જ બનાવે છે.  ખરા અર્થમાં અહીં જે ફૂડ પિરસાય છે એ માત્ર ફૂડ નથી હોતું એ Food with Feelings હોય છે. અને એ બનાવવાની એમને ટ્રેઇનિંગ અપાય છે એટલું જ નહી તમારે કસ્ટમર સામે કેવી રીતે પેશ આવવું કે કેવા પ્રકારનો ટેસ્ટ કઇ વાનગીમાં જરૂરી છે એ વાતોનો ખ્યાલ આવે એ માટે ક્યારે પાર્ક સ્ટ્રીટ બાર્બેક્યુ કે હલ્દીરામ (કોલકોતા) કે પછી શેરે પંજાબ (કોલાઘાટ) કે આહાર જે દિલ્હી ચંદીગઢ હાઇવે પર છે એવી જગ્યાઓ પર મુલાકાત કરાવીએ છીએ અને ટ્રેઇનિંગ અપાય છે આ જગ્યા પર પહોંચવા માટે ક્યારેક અમે રાજધાની જેવી ટ્રેઇન બુક કરાવીએ છીએ તો આ વખતે પ્લેનમાં લઇ જવાના હતાં પણ ક્યાંક કોરોના થોડો નડતરરૂપ બન્યો ! આ બધાની વચ્ચે નિત્યક્ર્મ મુજબ 8:30 કલાકે સમુહમાં એક સંસ્કૃત પ્રાર્થના પણ કરાય છે.

એક પેટ્રોલપંપ ચલાવનાર માલિકને એક વિચાર આવે કે બાજુની જગ્યામાં કંઇક શરૂ કરીએ અને બે માતાઓના સહયોગથી 12 x 12 ની જગ્યામાં એ વિચારનું વાવેતર થાય અને અનાથ બન્ધુગરાઇનો એ  એક વિચાર આજે ઘેઘુર વડલો બની ચુક્યો છે. અને ક્યાંક સૌવિક રાયએ એ વડલાને આપેલું નામ Mother’s Hut આજે એક બ્રાંડ કે પોતાની આઇડેન્ટીટી સાથે એક અલગ જ ઓળખ સાથે અનેક ગાથાઓ લખી રહ્યું છે. અનેક લોકોનું પસંદગીનું કે ગમતીલું સ્થાન છે. અને મને વિશ્વાસ છે કે હજુ આ વિચાર કે સ્પાર્ક કંઇ કેટલીય ખુશીઓ વચ્ચે અનેક માઇલસ્ટોન સર કરીને અનેક માઇલોની સફર ખેડશે ! આજે પણ Mother’s Hut ની એપ પર  ઓનલાઇન ટેબલ બુક કરાવીને કે પોતાની વાનગી બુક કરાવીને ફેમિલી સાથે, મિત્રો સાથે કે એકલા ક્યાંક ખૂણો શોધીને એકલતાને માણવા આવનારા અનેક લોકો છે.

સમય ખુબ જ ઓછો હતો અને અમારે મોડું થઇ રહ્યું હતું આખરે મેં એમની પાસે રજા માંગી ! પણ મને રોકતાં મિ. ગરાઇએ કહ્યું કે થોડો સમય રોકાવ અમારી અહીંની મધર્સ પાસેથી એમના જ હાથે બનાવેલું કંઇક (one type of kind gesture) તમારે લેતા જ જવાનું છે. અને આખરે શામલાદીદી અને સુપ્રિયાદીદીના (અમાંના એક 2013 થી જોડાયેલા છે.) હાથે બનેલી કોઇક વાનગી અમને ત્રણેયને અપાઇ અને અમે આખરે અરવિંદ ગરાઇનો આભાર માનીને વિદાઇ લીધી. હા, પણ જતાં જતાં અમારી ગાડીનું ડિઝલ બાજુમાં એમના જ પંપ પરથી ભરાવવાનું ભુલ્યા નહી, કારણ કે આ એ વ્યક્તિને અને એ જગ્યાને સલામ હતી કે જ્યાંથી કમાલ કરી જનારો એક સ્પાર્ક ઉદભવ્યો હતો.  આખરે મન એક જ વિચારે ચડેલું હતું કે એક વિચાર પર કામ કરવામાં આવે અને જો એ ફણગો થઇને ફૂટે તો કેવો વડલો બને એનું Mother’s Hut થી મોટું બીજું ઉદાહરણ શું હોઇ શકે !!! અને છેલ્લે સ્વામી વિવેકાનંદે કહેલી એક વાત યાદ આવી ગઇ કે “Take up one idea. Make that one idea your life, think of it, dream of it, live on that idea. Let me brain, muscles, nerves, every part of your body be full of that idea and just leave every other idea alone. This is the way to success.”  



============


पश्चिम बंगाल की सफर का सायद हमारा वो दसवां दिन था । बहेरामपुर से सुबह हम निकल चुके थे और आज हमें नादिया जिल्ले में टहलना था वो तय था । लेकिन हमे क्या मालुम था कि आज हमारे नसीब में सबसे खराब रास्ता होगा और हमारी थकान आज दोगुना होगी । रास्ते का वो बंधन तोडते हुए हम तह्सिलो से गुजरते हुए व्यपारियों को मिलते हुए हम आगे बढ रहे थे और साम होने को ही थी । हम नादिया के मुख्य मथक क्रिसनगर पहोंच चुके थे । लिस्ट में थे उन व्यपारियों को मिल चुके थे । संध्या देवी पर निशा देवी अपनी पकड़ मजबुत कर रही थी और अंधकार अपना वर्चस्व बढ़ा रहा था । एक और हमे भूख भी लग चुकी थी । एक बंगाली टाइल्स के व्यपारी जो आज के दिन का हमारा मिलने वाले व्य्पाअरियो के लिस्ट में लास्ट था उनसे जब हम बिदा ले रहे थे तभी मेंने उनसे पुछा की क्या आप बता सकेते है कि क्रिसनगर में हमे खाना कहां अच्छा मिलेगा । उस व्यपारीने हमें थोडे रेफरन्सीस दिये लेकिन उन में से उसने हमे बोला थोडा दूर जरूर हैं लकिन अगर Mother’s Hut जा सकतें है तो वहीं जाईए आपको मजा आयेगा और सभी माताएँ ही वहीं खाना बनाती है और मजा भी आयेगा । उनकी इतनी बात में तो हम कुछ ज्यादा समज नही पाये लेकिन जब हम Mother’s Hut पहुँचे और देखा तो सीधा फिल ही हो गया कि wow ! This is a perfect place ! what an innovative idea ! हमे महसूस हुआ की सायद ये जगह हमारी आज के पुरे दिन की थकान दुर कर देगा और हुआ भी कुछ एसा ही ।

25 दिसम्बर और 1 जनवरी के बिच का कोइ एक दिन था । इसलिये आंगन में एक बड़े सांता को बनाया गया था और अच्छे तरीके से आसापास में सजावट भी कि गइ थी । कुछ यंगस्टर्स वहां सेल्फि ले रहे थे तो कोइ कुछ अलग ही पोज मे खड़े होकर फोटो खिंचवा रहे थे । हम जैसे ही प्रिमाइसीस में दाखिल हुए कि एक औरत हमारे स्वागत के लिये और गाइड करने के लिये खडी हुई थी । वहां अलग अलग बैठ्क और सेक्सन देख मुझे उनसे पुछ्ना पडा की यहां और वहां उन दोनो जगह में क्या फर्क है । क्या हम कहीं भी बैठ कर कुछ भी ओर्डर कर शकते है सायद वो हमारी बात समज चुकी थी लेकिन हिंन्दी में बोलना सायद उनके लिये कठीन था इसलिये उन्होने उंग्ली के इसारे से हमे समजा दिया की सब कुछ एक ही है । आप कहीं पे बैठ कर कुछ भी ओर्डर कर सकते हो । हम तीनो आगे की और बढ़े । मैं थोड़ा ही आगे बढा हुंगा और एक जगह पर पित्तल की प्लेट पर लिखा हुआ कुछ पढ़ने के लिये रुक गया । वो पढ़ने के बाद मेरी निगाहें वो लिखने वाले को या इस रेस्तोरां के मालिक को ढूँढ रही थी । लेकिन आज - वोही शब्द जो मैंने पढ़ें थे और में कहीं स्पेल बाउन्ड हो उठा वहीं से.....

 

This Basudha (The Earth) has been built with soil. In keeping with that theory, we have flowing streams on the surface of the Earth. And there are fish in the rivers. On the lithosphere, there are flora and fauna. And if we look at the Arc in the front side, the circle atop the date tree is, as if, the Sun in the firmament and the full moon in the night sky. The domes of different shapes around embody the nocturnal celestial bodies and the triangular mountains. This whole cosmos is thus envisaged in the eye of the artisan. What is more, is that the tiny casement at the right-hand side represents the ingress to worldly affairs and the window at the left-hand side marks the exodus. The epicentre of all creation and destruction of all harmony and discordance, is the ten- armed Goddess. The progenitor of power- our own mother earth.

 

ये पढ़ते ही मुझे ऎसा लगा की मुझे आज मेरा खाना मिल गया । जैमिन और श्याम काउंटर के नजदिक बैठ चुके थे और मुझे बुला रहे थे । वो कुछ ओर्डर भी दे चुके थे और वो टेबल पर भी आ चुका था । लेकिन कुछ सहमा हुआ सा मैं आसपास सब कुछ देख रहा था मानो की में सबकुछ ओब्जर्व कर रहा था । कहीं पे एक सी एप्रोन पहनी हुइ स्त्रीया खाना परोस रही थी तो काँच की खिड़की से दिख रहां था कि कइ स्त्रियां अंदर किचन में खाना बना रही है । बहार एक तरह की मोनोटोनस बैठक को तोडने के लिये और आये हुए महेमान को अपने मूड के आधार पर बैठने के लिये म्ल्टी एम्बिंयास खडा किया गया था । जिसमें कहीं पे काफे कि फिलिंग थी तो कहीं पे आम के पैड के निचे तंबु लगाकर दरबारी माहोल बनाया गया था । कहीं पे खुले में ढाबे की फिलिंग लाने के लिये खुले में टेबल बिछाये गये थे तो कहीं पे फाइव स्टार हटोल जैसा जमावडा किया गया था । जहां पर भी नजर जा रही थी समजो मुझे कहीं ना कहीं कोइ ना कोइ एस्थेटीक सेन्स नजर आ ही रही थी या फिर कोइ थीम नजर आ रही थी । आखिरकार मुझसे रहा ही नही गया और में काउंटर पर पहोंचा और मेरा परिचय दिया । मैंने यहां के मालिक या फिर कोइ एसा सख्स जो मुझे यहां की पुरी कहानी बता सके एसे बंदे से मिलने की खवाहिश रखी । थोड़ी ही देर में हमारा खाना चल रहा था तब हमारे सामने एक सख्स बडी अदब के साथ मौजुद हुआ और परिचय देने के बाद हमसे कहा गया कि आप आराम से खाना ले लो बाद में हम बात करेंगे । आखिरकार वो घड़ी आ गई हमारी फिर से उनके साथ मुलाकात हुइ । मैं इसबार भी महेसुस कर रहा था कि हमारे सामने जो व्यक्तित्व वैठा है वो बड़ा सिंपल और एकदम सरल है । उनका नाम अरिंदम गराइ । मैंने उनसे सीधा ही पुछा कि आप मुजे ये बताइए कि ये Mother’s Hut कोन्सेप्ट क्या है । ये विचार क्या है । मुजे शुरु से लेकर आज तक की कुछ कहानी बताइए । और अरिंदम गराइ ने अपने शब्दो मे Mother’s Hut की दास्तान बताना शुरू किया – आगे उनके ही शब्दो में उनकी जुबानी .....

Mother’s Hut नाम रखने का मुख्य उदेश्य ही यही है की यहां आसपास में रहने वाली और जरूरत है उन सब माताओ को काम मिले । वो खुद अपनी पहचान बनायें । वो अपने आप को प्रुव करे । वो फिल करे किं वो समाज का वो हिस्सा है जो समाज को कुछ दे भी सकतें है । वो कुछ कमायें और अपने परिवार को मजबूत बनाने में अपना सहयोग दे । आज यहां पर आसपास से आने वाली 150 से भी ज्यादा मधर्स है । हां, हम उन्हे मधर के नाम से ही पुकारते है और यही उनकी पह्चान है । Mother’s Hut में आज 99 % काम सिर्फ और सिर्फ मधर ही करतीं है समजो 99 % स्टाफ उनका ही है । 2013 में 15 अप्रैल (बंगाली न्यु यर) के दिन Mother’s Hut शुरु किया था । तब हमरी शरूआत 12 x 12 कि एक छोटी सी जगह से हुइ थी और हमारे पास सहयोग के लिये उस वक्त दो मधर्स थी और वो जगह आज फैलकर इतनी बडी हो गइ है । आज यहां पर 300 से ज्यादा सिटिंग अरैंजमेन्ट है । आज भी 2013 में शुरु किया था तब जो मधर थी उनमें से एक आज भी है और उन्होने आज तक एक भी छुट्टी नही ली है । वो हररोज पुरे डेडिकेशन से काम करती है । अगर में ये बोलूं की यहां पर काम कर रही हर मधर के लिये ये उनका दूसरा घर है तो कुछ गलत नही होगा । तंदूर हो या चाइनिस, बिरयानी हो या पित्झा यहां की मधर्स सब कुछ बनाती है । बल्की में तो ये कहुंगा की यहां आये हुए महेमानो की थाली में सिर्फ खाना नही परोसाया जाता उनकी थाली मे जो खाना होता है वो food – “Food with Feelings” होता हैं । और ये बनाने की हम उन्हें ट्रईनिंग भी देते है । इतना ही नही, कस्टमर के सामने कैसे पेस आते है या किस किसम का टेस्ट किस चीज में जरूरी होता है ये बताने के लिये या समजाने के लिये हम उन्हें कभी पार्क स्ट्रीट बार्बेक्यु तो कभी हल्दीराम (कोलकोता) तो कभी शेरे पंजाब (कोलाघाट) तो कभी आहार (जो दिल्ही चंदिगढ हाइवे पर है) की विजिट भी करवाते है और कस्टमर बन के पेश आने को कहेते है ताकी उन्हे मालुम पडे की उनको कैसे दुसरो के सामने पैश आना है । पिछली बार दिल्ही उन्हे हम राजधानी एक्स्प्रेस से लेके गये थे । इसबार प्लेन से ले जाने का मनसुबा था लेकिन कोरोना की बजह से ये हो नही पाया । अरे हा, यहां पर हररोज 8:30 को सब मातायें साथ मिलकर एक संस्कृत प्रार्थना भी करती है ।

यहां पर अरिंदम गराइ की बात तो खत्म होती है लेकिन मेरे मन में कइ सवाल आ रहे थे । पेट्रोलपंप के मालिक को एक विचार आता है कि पास में पड़ी हुइ जगह में कुछ किया जाये और दो माता के सहयोग से 12 x 12 कि जगह में वो विचार का बिज बोया जाता है । और अनाथ बंधुगराइ की वो सोच आज एक बडा दरखत बन चुका है । दुसरी और सौविक राय ने उस सोच को दिया हुआ नाम Mother’s Hut आज एक ब्रांड बन चुका है । अपनी एक युनिक पह्चान के साथ एक अलग ही गाथा लिख रहा है । कइ लोगो का पसंद्गी का प्लेस बना हुआ है । और मुझे तो विश्वास है कि अभी तो ये स्पार्क या ये विचार कइ खुशीओ के साथ कइ माइलस्टोन सर करतें हुए माइलो कि सफर तय करेगा । Mother’s Hut की ओनलाइन एप के जरीयें अपनी पसंदगी का टेबल वुक करके आने वालों की भिड़ आज भी इतनी ही रहती है । उनमें से कोइ फेमिली के साथ होता है तो कोइ दोस्तो के साथ होते है तो कोइ हमारे जैसे अनजान भी होते है । लेकिन आने वाले कहीं ना कहीं कोइ यादगार लम्हा लेके जाते है ।

हमारे पास समय बहोत कम था । हमे देर हो रही थी । मेंने मि. अरिंदम गराइ से बिदा मांगी । लेकिन उन्हो ने हमे रोका और वहां कि मधर्स के हाथो बना छोटा सा एक कान्ड गेस्चर लेने को कन्विंस किया और श्यामलादिदी और सुप्रियादिदी के हाथो हमे हमारे सफर के लिये कुछ मिठा दिया गया । वो यादगार लम्हा हम क्लिक करना नही चुके । हमने अरिंदम गराइ का आभार माना और निकल पडे । हम बहार आ चुके थे । गाड़ी में बैठ चुके थे और हमने हमारी गाड़ी वहां से सीधी बगल में पेट्रोल पंप पर ले ली और डिजल फिल करवाया । ये वो ही पंप था जहां से Mother’s Hut बनाने का स्पार्क यहां के मालिक को हुआ था । डिजल भरवाना का मकसद यही था कि ये एक सलाम उस मालिक को था जिसने एक नया माइल्स्टोन स्थापित किया था । मेरा मन कइ विचारो से भरा हुआ था और में सोच रहा था कि किसी एक विचार पर पुरी कायनात लगा दि जाये तो क्या नही हो शकता । किसी विचार का बोया हुआ बिज आगे जा कर कितना बडा दरखत  बन सकता है इसका Mother’s Hut से उमदा और  क्या उदाहरण हो शकता है । और अंत में मुझे स्वामि विवेकानंद का एक क्वोट याद आ गया कि .... “Take up one idea. Make that one idea your life, think of it, dream of it, live on that idea. Let me brain, muscles, nerves, every part of your body be full of that idea and just leave every other idea alone. This is the way to success.”    

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો