શુક્રવાર, 12 નવેમ્બર, 2021

સદીઓથી માણસજાતના મસિહા એવા શ્વાનની એક અનોખી ખેપની સાચી દાસ્તાન અને એ પણ પ્રથમ વિશ્વયુદ્ધના પડઘમ વચ્ચે !




Nome Dogs ની ન ભૂતો ન ભવિષ્યતિ જેવી એક મજાની કહાની છે. વિશ્વયુધ્ધમાં જર્મની સામે ટકી રહેવા 3 વ્યક્તિઓએ પાર પાડેલ એક અશક્ય લાગતા મિશનની કહાની છે ! અને એ ત્રણ નામમાં પહેલું નામ ફ્રાંસના Chasseur Alpin ના 22 મી બટાલીયનના captain Moufflet (ઉંમર – 46 વર્ષ), બીજુ નામ Lieutenant Rene Robert Hass (ઉંમર 34 વર્ષ)  અને ત્રીજુ અને મહત્વનું નામ કે જે અલાસ્કાના ઇતિહાસમાં એક Legendary નામ ગણાય છે અને અલાસ્કા – કેનેડા કે અમેરિકા આખું જેને એક સર્વશ્રેષ્ઠ musher (સ્લેઝ ચલાવનાર ડ્રાઇવર) તરીકે ઓળખતું હતું એ સ્કોટીશ અમેરિકન Scotty Alan ! હા, એ જ Scotty Alan કે જેમના જીવનને જોઇને લેખક Jack London “The call of the Wild” બુક લખી હતી. અને પાછળથી મુવી પણ બન્યું હતું.

જ્યારે તમે બરફના તોફાનમાં કશું જ જોવાને સક્ષમ ન હો, સુસવાટા મારતો પવન વાતો હોય, અને બરફ પણ એકધારો સતત વરસી રહ્યો હોય ચારેકોર જાણે બરફનું સામ્રાજ્ય હોય અને એક ખામોશ સન્ન્નાટો એ બરફના સામ્રાજ્ય પર અડીંગો જમાવીને બેઠો હોય ત્યારે તમારો લીડ ડોગ (સ્લેઝમાં સૌથી આગળ ચાલનારો વફાદાર અને હોશિયાર શ્વાન) રસ્તો ભટ્ક્યા વગર તમને મુકામે પહોંચાડી દે ત્યારે એ ક્યાંક ખરો મસિહા સાબિત થતો હોય  છે. અને કોઇ ડોગને આવી રીતે ટ્રેઇન કરવો એ પણ એક એટલી જ મહત્વની વાત છે. અને આવા કાબિલેદાદ ટ્રેઇનરોમાંનું એક નામ એટલે Scotty Alan. અને, આ સ્કોટી એલને જ  ત્યારે All Alaska Sweepstakes જે અલાસ્કામાં જે મોટામાં મોટી રેસ ગણાય છે એ ત્રણ વખત જીતી હતી. (ઇ.સ. 1909/1911/1912 આ રેસ આશરે 1770 કિમી ની હોય છે.)



Esther Birdsall Darling અને Scotty Alan એ સાથે મળીને અલાસ્કામાં એક મજાની મોટી kennel (એક પ્રકારનો વાડો જ્યાં શ્વાનને રખાતા હોય અને એમનું સંવર્ધન થાતું હોય) ધરાવતા અને બન્ને શ્વાનપ્રેમી જીવ બ્રીડના સંવર્ધન અને કાળજી માટે પુરેપુરો સમય આપતા... Esther Birdsall Darling પોતે લેખક અને કવિયત્રી હતાં એમણે 1912માં અલાસ્કાના સ્ટેટ ફ્લાવર Myosotis માટે The Alaska Forget –Me – Not નામની કવિતા લખેલ જે ખુબ જ ખ્યાતિ પામેલ ! ચાલો એ કવિતા પણ માણી જ લઇએ......

In this far away Alaska,
With its deep and trackless snows,
Winter comes so quickly,
And so slowly goes,
That the fair and fleeting summer
is a dream of brief delight,
With its air so soft and balmy
And its days so long and bright.

And it seems as if to pay us
For the gray months bleak and cold,
That the smallest, simple blossoms
Here some rare new charms unfold,
And of all these welcome flowers
Answering to the sun’s warm glow,
There are none that touch the heart strings
Like “Forget-Me-Nots”, I know.

 

So in looking for an emblem
For this Empire of the North,
We will choose this azure flower
That the sunny hours bring forth.
For we want men to remember
That Alaska’s here to stay,
Though she slept unknown for ages,
And awakened in a day.

 

And we want them to remember,
Though her heart is one of gold,
There are many other treasures
That she offers to unfold.
She has men of brawn and muscle;
She has men of brain and fire,
Who will help to win her honors
And achieve her soul’s desire.

 

She has women who have followed
Where the brave frontiersmen roam,
Who are sure that where the heart is,
There can always be a home.
And Alaska has her children,
who no fairer land have known,
Yet the love of our whole country
In each little mind is sown.

 

So we want to tell the nation
That the mines and golden sands
Yield no richer, surer fortune
That our loyal hearts and hands.
And although the say we’re living
In the “Land that God forgot”.
We’ll recall Alaska to the

પણ આપણે વાત કરતાં હતાં એક સિકરેટ મિશનની .... ! પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થઇ ચુક્યુ હતું અને એક દેશ બીજા દેશથી બચવા સતત મહેનત કરી જ રહ્યો હતો અને એમાં ફ્રાંસ પણ કેમ બાકાત હોય ! એના મિશનના એક ભાગ રૂપે અલ્સ્કાથી ફ્રાંસ સુધી 440 સ્લેઝ શ્વાનની આખી એક ખેપ લગાવવાની  હતી અને એ પણ વિશ્વયુદ્ધના ઓછાયામાં એની એક આખી અનોખી દાસ્તાન છે.

આ એક સિકરેટ મિશન હતું. જેમાં ફ્રાંસથી બે ઓફિસરને મોકલવામાં આવે છે. અને આ સમય પ્રથમ વિશ્વયુદ્ધનો હતો. જર્મની ની સામે ટકી રહેવા માટે Vosge બાજુ ની બોર્ડર પર બર્ફના એ મહિનાઓમાં બોર્ડૅર પર સ્પ્લાઇ પુરી પાડવા માટે એક જ વિકલ્પ હતો અને એ સ્લેઝ ! અને એના માટે જરૂર હતી અસંખ્ય સ્લેઝ ડોગની ! પર્વતના સીધા અને ઊંચા ઢોળાવ પર અને ક્યાંક ઊંડી ખીણો ના ભાગમાં સક્ષમ રીતે કામ કરી શકે એવી એક જ આશા હતી સ્લેઝ ડોગ. શિયાળાના એ દિવસોમાં સતત વરસતો બરફ અને બરફાચ્છાદિત આખો પ્રદેશ જાણે સફર માટે અગ્મય બની રહેતો હોય છે. અને એવામાં આ સમયે ખાવાનું કે બીજી કોઇ શસ્ત્ર સામગ્ર કેવી રીતે પહોંચતી કરવી એ જ મુખ્ય યક્ષ પ્રશ્ન બની રહેવાનો હતો. યુદ્ધના એ સમયમાં કોઇ ઘાયલને કેમ કરીને પાછો લાવવો કે યોગ્ય સારવાર માટે ચોક્ક્સ જગ્યાએ પહોંચતો કેવી રીતે કરવો એ જ મુખ્ય પ્રશ્ન હતો. અને જો પ્રથમ હરોળના આ સૈનિકો જ ક્યાંક સફળ ન રહે તો આખા ફ્રાંસને જર્મની એમ જ પોતિકું કરી લેવામાં સફળ રહે એ પાક્કુ હતું.  અને આ બધાનો એક જ વિકલ્પ હતો સ્લેઝ ડોગ !

captain Moufflet  ને ખભે આ જવાબદારી આવે છે અને એને સાથ આપવા માટે Lieutenant Rene Robert Hass પર પસંદગી ઉતરે છે કારણ કે Hass નોમમાં(અલાસ્કાનું એક ટાઉન) દશ વર્ષ રહી ચુક્યા છે અને એમને Scotty Alan સાથે સારો સંપર્ક પણ છે.

4651 માઇલ દૂરથી યુદ્ધના માહોલમાં આવી રીતે અલાસ્કાથી ફ્રાંસ 450 જેટલા શ્વાનને લઇને આવવું એ કંઇ ખાવાના ખેલ ન હતાં. અને આ મિશન લગભગ નિરાશાની પારાકાષ્ઠા પર જ હતું. અનેક પ્રશ્નો અને પેટા પ્રશ્નો વચ્ચે પિડાદાયક વર્ષ તો એમ પણ હતું જ તો એક વધારાની પીડા વહોરી લેવામાં વાંધો શો ? એમ વિચારીને અનેક શક્યતા અને અશક્યતાના સમીકરણો વચ્ચે આખરે ફ્રાંસના મિનિસ્ટર ઓફ વૉર તરફથી કેપ્ટનમુફલેને 40 સ્લેઝ ટીમ જેમાં 400 સ્લેઝ ડોગ લઇ આવવાના મીશનની લીલી ઝંડી મળે છે ! અને આ અશક્ય દેખાતા કારનામાને અંઝામ આપવા માટે માત્રને માત્ર 120 દિવસ જ હાથમાં હતા ! છતાં મુફલેટ અને હાસ બન્ને પોતાના પર પૂર્ણ વિશ્વાસ ધરાવનારા હતાં. પરંતુ ક્યાંક એ સ્વિકારવું રહ્યું કે સમય અને કામ વચ્ચે જાણે એક રેસ ચાલી રહી હતી એ આ બન્ને સારી રીતે જાણતા જ હતાં કારણ કે જુલાઇ મહિનો ચાલુ થઇ ચુક્યો હતો અને શિયાળો માત્ર ચાર મહિના જ દૂર હતો. અને અલ્સકા પહોંચતા એમય કરતાં એકાદ મહિનો તો લાગી જ જાય. અને પાછા ત્યાં સ્લેઝ ડોગ શોધવામાં અને ખરીદવામાં બીજો એક દોઢ મહિના જેટલો સમય ઓછામાં ઓછો ગણવો પડે કારણે સંખ્યા 400 ની હતી.

આખરે 2 અઠવાડિયાની દરિયાઇ મુસફરી બાદ તેઓ ન્યુયોર્ક બંદર પર ઉતર્યા, જ્યાંથી તેમણે એક મિશનને અંજામ આપવાનો હતો.  25મી ઑગ્સ્ટ 1915 ના રોજ મુફલે ન્યુયોર્કમાં ફ્રેંચ કાઉન્સીલરને મળે છે અને બધો વહિવટ 18,333 ડોલરમાં પતાવ્યો ! જે ધારણા કરતાં ઘણો ઓછો હતો કારણ કે યુદ્ધનો સમય હોવાથી એક્ષચેન્ઝ રેટ ઊંચો હશે એમ માનેલું હતું. પરંતુ ખરી તકલીફ હવે શરૂ થવાની હતી, આજુ બાજુ ગમે ત્યાં જર્મન જાસુસ હોઇ શકે એ બીકે આગળ જવા કોઇ પોતાનું જહાજ આપવા તૈયાર ન હતું. 26 ઓગસ્ટે મુફલે અને હાસ બન્ને બીજી કોઇ શક્યતાને શોધવા બેઠા, બોસ્ટનમાં પણ એ જ કહાની બની. કોઇ જહાજ ન મળ્યું અને પુરતાં પૈસા પણ ન હતાં. આખરે મુફલેએ અમેરિકાને છોડ્યું અને કેનેડાના ઉતરીય ભાગમાં આવેલા ક્યુબેક તરફ જવાનું નક્કી કરી જ લીધું. અને એમ પણ કેનેડા યુદ્ધમાં ફ્રાંસના પડખે હતું જ ! અને સમગ્ર કેનેડામાં 5th Division માં ગમે ત્યાં ફરી શકવાની પરવાનગી વાળો એક દાસ્તાવેજ પણ મુફલેએ લઇ લીધો.  5th Divisionશું છે ? તો કેનેડાનો આખો ઉતરીય પ્રાંત કે જેમાં ક્યુબેકથી લઇને લેબરેડોર (હા, અહીં જ લેબરેડોર નસલ વિકસી અને પ્રખ્યાત થઇ) સુધીનો આખો પ્રદેશ કેનેડાનો 5th Division કહેવાય છે. અને અહીંની વર્ષોથી રહેતા Montagnais લોકો શ્વાન સાથે મજાનું જીવન જીવનારા છે !

અહીંથી મુફલેએ હાસને અલ્સકા મોકલ્યા જ્યાંથી એમણે 100 લીડ ડોગ (સ્લેઝમાં સૌથી આગળ ચાલનારો શ્વાન લીડ ડોગ કહેવાતો હોય છે જે બીજા બધા કરતાં હોશિયાર અને રસ્તાને પારખનારો હોય ! ) લઇ આવવાનું મિશન આપ્યું અને પોતે કેનેડાના ઉત્તરી પૂર્વીય પ્રદેશમાં જવાનું નક્કી કર્યું. 300 શ્વાન ખરીદવાના અશક્ય લાગતા મિશન પર કેપ્ટન મુફલે પોતે હતાં. મુફલેએ ફ્રાંસ કરતાં ત્રણ ગણા મોટા પ્રદેશના અતંરીયાળ પ્રદેશને ખુંદ્યો, અંદર જંગલોમાં ગયા, નદી અને સરોવરના કિનારાના પ્રદેશમાં ગયા અને દૂર ક્યાંક વસ્તી અનેક જુદી જુદી પ્રજાતિના કબીલાને પણ મળ્યા. પણ આખો પ્રદેશ જાણે જંગલ જેવો ભયાવહ ! એક બાજુ સમય સતત વહી રહ્યો હતો યુદ્ધ માથા પર હતું અને શિયાળો સતત નજીક આવી દસ્તક દઇ રહ્યો હતો. એમના જોઇતા શ્વાન માટે ઇન્યુટ લોકો અને સફેદ પ્રજાતિના લોકોનો સંપર્ક અનીવાર્ય હતો એ ચોક્ક્સ પણે જાણતા હતાં. પરંતુ વિચરતી પ્રજાતિના એ Montagnais લોકો પાનખરની આ મોસમમાં ક્યાંક બીજે જતાં રહ્યાં હતાં. નકશો ખોલ્યો અને જાણ્યું તો નજીકમાં નજીક Montagnais જ્યાં મળી શકે એ જગ્યા Point Blue અને  Roberval હતી. જે જંગલનો એક અંતરીયાળ ભાગ હતો. ત્યાં પહોંચવુંએ પણ એક સાહસકથા જેવું જ હતું ! ક્યુબેકમાં મુફલેએ ફ્રાંસથી આવી વસેલા લોકોનો સંપર્ક કરવાનું શરૂ કર્યું જેમાં એક નામ સેનેટર Monsieur de Saint Victor નું હતું જે એક ખુબ જ મોટી ચોકલેટ કંપની ના માલિક અને Anticosti ટાપુના માલિક હતાં. જ્યાંથી મુફલેને ઘણા બધા સંપર્ક મળ્યા. સંપર્ક મળતા તરત જ મોટા નકશા લઇને આખી ટેરીટરીનો અભ્યાસ કર્યો અને Kiskissink પ્રદેશ પણ જોયો જ્યાં સૌથી વધુ શક્યતા હતી ! અને આખરે પહેલી ખેપ રંગ લાવી જેમાં Point Blue માંથી 13,  Peribonkaમાંથી 11,  Shipshawમાંથી 5 અને Kenogamiમાંથી 28 શ્વાન મેળવવામાં મુફલે સફળ રહ્યા અને બીજા થોડા ઘણા God bout નામની જ્ગ્યાએથી આવી રહ્યા હતાં. ત્યાર બાદ લગભગ 60 જેટલા Lac st. John  થી મેળવ્યા અને બીજા લેબરેડોરથી પણ મળ્યા. આમ મુફલેએ પોતાના સંપર્ક થકી લગભગ 350 શ્વાન મેળવી લીધા ! પરંતુ મંજીલ હજી ઘણી દૂર હતી. કારણ કે ક્યુબેકનો અંતરીયાળ પ્રદેશ ક્યુબેકથી ઘણો દૂર હતો. અને ત્યાં સુધી પહોંચવા ઘણું ઘણું કહી શકાય એટલું અંતર કાપવાનું હતું. Roberval થી Peribonka નું અંતર સમય બચાવવા માટે કેનોઇ(Canoe) ભાડે કરીને કાપ્યું ! Jaklutami  નામની જગ્યાએથી પાછા  21 ડોલરના હિસાબે 30 શ્વાનખરીદ્યા, તો પાછા Indian Reserves માંથી 16 ડોલરના હિસાબે ખરીદ્યા. પણ આ બધા શ્વાનને કોઇક ચોક્ક્સ ડ્રાઇવરની જરૂર હતી કે જે એમને ચોક્ક્સ રીતે દોરીને આગળ લઇ જાય.

 

તો બીજી બાજુ રેને હાસ મુફલેથી છુટ્ટા પડ્યા બાદ એક અઠવાડીયા પછી કેનેડાનો આખો પ્રદેશ ટ્રેનથી પાર કરીને બીજા બે અઠવાડિયા બાદ બોટ મારફતે અલાસ્કામાં નોમ (Nome – કેનેડાનોએકપ્રદેશ) પહોંચ્યા. હાસ અહીં લગભગ 10 વર્ષ રહી ચુક્યા હતાં. હાસ ખુદ એક ખુબ જ સરસ Musher (સ્લેઝ ચલાવનાર વ્યક્તિ) હતાં. અરે, એમનું પેશન હતું એમ કહીએ તો પણ કશું ખોટું નથી. હા, વિશ્વ પ્રસિદ્ધ સ્કોટી એલનના પણ એ પ્રિય Musher હતાં સાથે સાથે મિત્ર પણ હતાં. અને તરત જ એમણે સ્કોટી એલનને ટેલીગ્રામ કર્યો કે તે તાત્કાલીક કામથી આવી રહ્યા છે અને તું 100 જેટલા લીડ ડોગ તૈયાર રાખ એવો સંદેશો પણ મોકલ્યો. અલાસ્કાના આ પ્રદેશમાં રહેતા દરેક શ્વાનની સ્કોટી એલનને એકદમ સાચી ઓળખ અને પરખ હતી. હેસ જાણતા હતાં કે અહિંના એસ્કિમોને શ્વાન સાથે રહેવું અને વાતો કરવી ખુબ જ ગમે છે. તેથી તેઓ જ્યારે અલગ અલગ જગ્યા એ જુદા જુદા એસ્કિમોને મળ્યા ત્યારે કંઇ જ એમને વાંધા જનક કે આપતિ જનક ન જ લાગ્યું. અને મહત્વની વાત એ હતી કે સ્કોટી એલન જાણતા હતાં કે Labs, Malamutes, Huskies, Great Danes, Racing dogs ક્યાંથી અને કેવી રીતે મેળવવા. સાથે સાથે સ્કોટી એલનને એ પણ ખબર હતી કે એમની સાર સંભાળ કેમ રાખવી કે એમને એક સાથે કેમ કરીને રાખવા એ જન્મજાત આવડત એમનામાં પહેલેથી જ હતી. ટુંકમાં ઓછા પ્રયત્ને કેવી રીતે એ બધા પર કમાન્ડ મેળવી લેવો એ જાણે એમના માટે ડાબા હાથનો ખેલ હતો. અને આખરે બન્નેએ ભેગા મળીને કુલ 106 લીડ ડોગ મેળવી લીધા. સાથે સાથે સ્લેઝ અને એનો સરોસામાન પણ ! એમના ખોરાક માટેની 2 ટન જેટલી Salmon પણ લેવાઇ ગઇ ! અને આખરે અત્યાર સુધી છુપી રહેલી વાત પહેલી વખત ક્યાંક સમાચારમાં આવી -  25Th Sep 1915ના  Nome Daily News માં  સમાચાર આવ્યા કે “ The best dogs in Alaska are heading off to the front lines of the war in Europe ” …. હાસે સ્કોટી એલનના વાડા (Kennel) ના બધા જ શ્વાન ખરીદી લીધા છે. અને આખરે આ વાત નોમથી અલાસ્કા અને અલાસ્કાથી ન્યુયોર્ક સુધી અખબારમાં આવી જ ગઇ. હાસને ખબર જ હતી કે આ વાતની જર્મનો ખાસ નોંધ લેશે જ ! માટે એક જ રસ્તો હતો કે બને એટલું ઝડપથી નિકળીને પહોંચી જવું. પરંતુ દરિયાઇ માર્ગે સેનેટર એક જ જહાજ હતું જે નોમ અને સિયેટલ વચ્ચે હતું એટલે રાહ જોવા સિવાય કોઇ ઉપાય ન હતો. ત્રણ દિવસના ઇન્તઝાર બાદ આખરે એ વહાણ આવ્યું અને એ 106 શ્વાનને બોર્ડ કરાયા. ઉત્તરમાં કદી ન આકાર પામેલી અને દુનિયાના કોઇ ખૂણામાં આજ દિન સુધી ન બનેલી ઘટના આકાર પામી રહી હતી કે શહેરની ગલી મધ્યેથી આજે સવારે સેનેટર તરફ જતી 106 શ્વાનની આખી એક વણઝાર જે એક જ દોરડે બંધાયેલી હતી. એટલી લાંબી હરોળ હતી કે જાણે ત્રણ લોકોમોટીવ જોડાય તોય એ લોકોમોટીવ નાની લાગે. 50 જેટલા માણસો આ વણઝારને ઘાટ સુધી લઇ જનારા હતાં. આ સાહસ ક્યાંક શ્વાસ થંભાવી દેનારું હતું તો એક ભુલ ક્યાંક બે શ્વાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતી પણ પેદા કરી શકે એવી ઝાલીમ હતી. ! જેમાં માત્ર સમય બગડે એવું જ નહી પણ તેઓ એકબીજાને મારી નાખે એવું પણ બને એવી પુરી શક્યતા હતી. ! છતાં કોઇપણ જાતની અડચણ વગર ક્યાંય અટક્યા વગર સીધા જ બંદર સુધી પહોંચી જવાયું ! એ નસીબની અસ્ક્યામત હતી. 15 દિવસની દરિયાઇ મુસાફરી બાદ આખરે હાસ અને સ્કોટી એલન પોતાના 100 શ્વાનસાથે 9 ઓક્ટોબરે સવારે 8:30 વાગ્યે સિયેટલ આવ્યા અને એ જ દિવસે રાત્રે 9 વાગ્યે વાન કુંવર જવા માટે નિકળી પડ્યા. અને 10 મી ઓક્ટોબરે સવારે 142.6 માઇલનું અંતર કાપીને વાનકુંવર પહોંચી પણ ગયા. ત્યાં કેનેડિયન પેસેફિક રેલ્વેના એક એજન્ટ સાથે વાતચીત કરીને જાણ્યું કે આ 100 શ્વાન સાથે કેવી રીતે કેનેડાના પેલા છેડે પહોંચવું. અને રાત્રે  2 વાગ્યે અમણે વાનકુવર છોડ્યું. અને આ 3500 કિ,મી. ની સફરમાં દરેક પગલે એક ખતરો હતો એ પણ પાક્કુ હતું કારણ કે જર્મન ક્યાંક ને ક્યાંક દરેક ઠેકાણે સતત અલર્ટ હતાં. છતાં ક્યાંક ને ક્યાંક અમેરિકા કરતાં કેનેડા થોડું સેઇફ ચોક્ક્સ હતું. કેનેડાના પશ્ચિમ છેડે ઓન્ટારિયોમાં માઇગ્રેટ થયેલ જર્મનો મોટી સંખ્યામાં ત્યાં હતાં જ !  અને જો આ વાત એમના સુધી પહોંચે તો ટ્રેનને કોઇ પણ રીતે પીછો કરીને લઇ જવાતા શ્વાનને છુટ્ટા કરાવી શકે એમાં કોઇ બે મત ન હતો. તો બીજી બાજુ એ પણ ખબર હતી કે જો આ શ્વાનને ચોક્ક્સ સમયે પ્રોપર કસરત નહી મળે અને ખાવાનું નહી મળે તો એ જીવી નહી શકે ! માટે એ કાળજી પણ એટલી જ જરૂરી હતી. આખરે Calgary માં 14 ઓકટોબરે સવારે 10 વાગ્યે બધા શ્વાન ઉતારાયા અને સ્કોટી એલન અને તેના હસ્કી ફરીથી છાપે ચડ્યા ! સ્કોટી એલને રીપોર્ટૅરને કોઇ જ ઇન્ટરવ્યુ આપ્યો નહી. આખરે એના 100 શ્વાન સાથે The Calgary herald માંએ ન્યુઝ આવ્યા જ ! મુફલેએ આ સમાચાર જોયા એટલે એ તરત જ ત્યાં પહોંચ્યા. એમણે વોર ટાઇમના સેન્સર બોર્ડના ચિફ Major Ernest Chalmers ને તરત જ ટેલીગ્રાફ કર્યો. આમ તો, ચાલ્મર ક્રુર ગણાતો કારણ કે જે પણ ન્યુઝ પેપર એમના ઓર્ડૅરને માન તું નહી એને બંધ કરાવી દેતા. આ બધી કસ્મકસ વચ્ચે રસ્તો કરતાં કરતાં આખરે 27 ઓક્ટોબરે રાત્રે 2 વાગ્યે એક પણ શ્વાનની ખાનખરાબી વગર આખરે ક્યુબેક પહોંચ્યા. 29 ઓક્ટોબરે બધા જ શ્વાન ક્યુબેકમાં હતાં.

આમ, આખરે બધી જ અડચણોને પાર કરીને લગભગ અઢી મહીનાના જેટલા સમય બાદ મુફ્લે અને હાસ પોતાના 440 શ્વાન સાથે ક્યુબેકમાં હતાં. જે એમની ધારણા કરતાં વધારે હતાં.  શહેરની બહાર જ્યાં exposition ground હતું ત્યાં 440 શ્વાન ફ્રાંસ જવા તૈયાર હતાં. ક્યાંકને ક્યાંક કુદરત કોઇક રીતે આ ફ્રેચમેનોને સતત અપ્રત્યક્ષ રીતે મદદ કરી રહી હતી કારણ કે આ ગ્રાઉન્ડની બાજુમાં જ ગવરન્મેન્ટનો શસ્ત્ર પ્રક્ષેપણ અને ટેસ્ટિંગ માટેનો એક વિભાગ હતો. અને આ એક મજાની વાત હતી કારણ કે ફાઇરિંગ અને થતા ધડાકાની એ અલાસ્કન અને કેનેડીયન ડોગ પર શું અસર થાય છે એ જ જોવાનો અને અભ્યાસનો આ મજાનો સમય એમને નસીબમાં હતો. અને એ અવાજોથી આ આખી નસલ એવી મજાની રીતે ટેવાઇ ગઇજેનો ફાયદો ફ્રાંસને અઠવાડિયા પછી Vosges માં ખૂબ જ મોટો થવાનો હતો.   

The Canadian Pacific Railroad ના એજન્ટે બાહેધારી આપી હતી કે તેઓ કેનેડિયન ઘોડાઓને સમયાંતરે ફ્રાંસ મોકલતા જ હોય છે.તેથી શ્વાન એ કંઇ મોટો પ્રશ્ન નથી જ ! પરંતુ છેલ્લા સમયે એમણે પોતાનો નિર્ણય બદલ્યો ! અને મુફલેની આશાઓ પર પાણી ફરી વળ્યું ! મુફલે એ બીજા કેનેડિયન અને બ્રિટીશ જહાજ માલિકોનો સંપર્ક કર્યો અને એ બધા તરફથી પણ મુફલેને માત્રને માત્ર નિરાશા જ સાંપડી. અને એ સમયે ક્યુબેક એક જ એવું મહત્વનું બંદર હતું જ્યાંથી શસ્ત્ર સરંજામ અને બીજી મહત્વની વસ્તુઓ યુરોપમાં જતી હતી. અનેક પ્રકારની માંગ વચ્ચે પણ અહિંયા જહાજ મળવું મુશ્કેલ હતું કારણ કે બ્રીટન યુદ્ધના આ સમયમાં ચારે બાજુથી કંઇને કંઇ મંગાવી રહ્યું હતું એટલે ક્યાંક ને ક્યાંક બધા જહાજ રોકાયેલા હતાં તો જેમની પાસે જહાજ હતાં એમને જર્મન યુ બોટ નો (જર્મન યુબોટ જે એક સબમરીન હતી જેના સહારે જર્મનીએ વિશ્વયુદ્ધ દરમ્યાન લગભગ 5000 જેટલા જહાજો દરિયામાં ડુબાડી દીધા હતાં.) ભયાનક ખોફ હતો. અને આ બાજુ સમય એનું કામ કરી રહ્યો હતો અને શિયાળો દસ્તક દઇ રહ્યો હતો અને જો હવે ન નિકળાયું તો ગમે ત્યારે સમદ્ર થીજી જાશે અને નિકળી સકાશે નહી અને આખું મિશન માત્ર ડિપોર્ટ ન થવાના કારણે ફેઇલ થઇ ઉઠશે ! મુફલેએ ફરીથી કેનેડિયન પેસિફિક રેલ્વે સાથે મુલાકાત કરી અને રજુઆત કરી અને આખરે ચોક્ક્સ શરોતો ને આધીન એ શ્વાનને લઇ ને જવાનું નક્કી થયું. અને એ Antonia નામનું જહાજ 18 નવેમ્બરે ફ્રાંસ જવા માટે ઉપડશે એવું નક્કી થયું પરંતુ બે દિવસ બાદ ફરીથી એક ખરાબ સમાચાર આવ્યા કે છેલ્લા આ જહાજ જે ઘોડાઓની ખેપ મારી આવ્યું એને એપિડેમિકના કારણે ક્વારન્ટીન કરવું પડશે..... અને એક બાજુ આખું બંદર ક્યારેય પણ થીજી જશે એવો ભય હતો.

એક બાજુ બે અઠવાડિયાથી એટલામાં જ રહેતા શ્વાન પણ કંટાળ્યા હતાં. એમને પોતાની આવડત અને અનુભવના આધારે સ્કોટી એલન સતત સંભાળી રહ્યો હતો. આખરે તપાસના અંતે જાણવા મળ્યું કે 21 નવેમ્બરે The Pomeranian યુરોપ તરફ જઇ રહ્યું છે. Pomeranian પેલા Antonia જેટલું મોટું ન હતું અને થોડી મરામત્ત માંગી લેનારું પણ હતું. કેપ્ટને શરત મુકી કે દરેક શ્વાનને એક પેટીમાં પુરીને લઇ જવો પડશે તો જ હું મંજુરી આપીશ પણ સ્કોટી એલને એ વાત ને નકારી કાઢી અને કહ્યું આ તો આપણી બધી વાતો માનનારા મજાના શ્વાન છે. એમને ખુલ્લી હવા તો જોઇશે જ ! અને કેપ્ટનને મનાવી લેવા માટે સ્કોટી એલન એમને રાત્રે એ જ શ્વાનની વચ્ચે રહેવા લઇ ગયો અને આખરે સ્કોટી એલનનો એ જુગાર સફળ રહ્યો અને જહાજના ડેક પર શ્વાનને ખુલ્લા ફરવા દેવા પર એ સહમત થયો. 21 મી નવેમ્બરની વહેલી સવારે 5 વાગ્યેThe Pomeranian નામના એ જહાજે  440 શ્વાન લઇને ક્યુબેક શહેરથી ફ્રાંસ જવા નિકળ્યુ. અને નસીબ બે ડગલા ખરેખર આગળ ચાલતું હતું કારણ કે બંદરેથી નિકળનારું એ જહાજ The Pomeranian સૌથી છેલ્લું જહાજ હતું. જહાજ નિકળ્યું તો ખરું પરંતુ જર્મન યુબોટનો ભય ક્ષણે ક્ષણ સતાવી રહ્યો હતો એટલે રાત્રે જ જવાનું અને આગળ વધવાનું નક્કી થયું. પરંતુ સફરના બે દિવસ બાદ બ્રિટીશ રોયલ નેવીનો The Pomeranian પર સંદેશો આવ્યો કે નજીકમાં જ જર્મન યુબોટ છે. અને કેપ્ટને તરત જ જહાજની દિશા બદલી અને એને ઉત્તર તરફ લઇ લીધું. ઉત્તરના બર્ફિલા જંજાવાતના આ સમયે જર્મન યુબોટ એમ પણ એ રૂટ ટાળશે. ભયાનક જંજાવાત સામે The Pomeranianએક આખી રાત પસાર કરી ! કેટલાક બોક્સ જે શ્વાનને લઇ જતાં હતાં એ પડી ગયા તો કેટલાક તૂટી ગયા. એ જંજાવાત એવો હતો કે દરેકને મનમાં એમ જ હતું કે આપણા અડધો અડધ શ્વાન આપણે ગુમાવી ચુક્યા છીએ. સમુદ્રના એ ઠંડા પાણી થી પલળેલા એ શ્વાન એવા ગરીબ લાગી રહ્યા હતાં કે એક સમયે ક્યાંક એમ થાય કે જાણે આ પગલું ખોટું ભરાયું છે અરે, એ બીચારા એવી હાલતમાં હતાં કે ભસી શકે એવી સ્થિતીમાં પણ ન હતાં. અને સાંજે જ્યારે ગણતરી કરી તો માત્ર  ચાર શ્વાન મરી ચુક્યા હતાં. પણ કેટલાકને પોતાના જ નખના ઉઝરડા પોતાના શરીર પર હતાં તો ક્યાંક કોઇક ક્યાંક પટકાયા એની વેદના હતી. છતાં નસીબ ફ્રાંસની તરફેણમાં જ હતું અને 14 દિવસની દરિયાઇ સફર બાદ આખરે 5 ડિસેમ્બરે જહાજ પહોંચ્યું અને 436 શ્વાનના પગ ફ્રાંસની ધરતી પર હતાં. શ્વાનની જ એક નસલનું નામ ધરાવતું જહાજ Pomeranian માત્ર 4 જશ્વાનને ગુમાવીને ફ્રાંસના કિનારા પર આવી ચુક્યું હતું એ એક ચમત્કારથી ઓછી વાત ન હતી. આ આખી સફરના અંતે જહાજના કેપ્ટનના શબ્દો હતાં કે આ આખા સમય દરમ્યાન બધા જ શ્વાન ખૂબ જ સરસ રીતે વર્ત્યા અંધારું થતાં જ તેઓ સૂવા અંદર જતાં રહેતા અને આખી રાત કોઇ જ હલ ચલ વગર એમને બાંધેલી ચેઇનનો પણ અવાજ ન આવે એમ એકદમ શાંતિથી પસાર કરી દેતા. આ તો એટલા મજાના સાથીદારો છે કે કોઇ આંધળા માણસની બાજુમાં હોય તો એમ કહી દે કે અમારી આજુ બાજુ કોઇ નથી જ !  ફ્રાંસની ધરતી પર આવેલા આ શ્વાન હવે નવો અધ્યાય શરૂ કરવાના હતાં પણ, ફ્રાંસના સૈનિકો એ આજ સુધી અલાસ્કન ડોગ જોયા ન હતાં. એમણે જ્યારે જોયા ત્યારે એમ જ થયું કે અડધી દુનિયા ફરીને લાવવામાં આવેલા આ અલાસ્કન ડોગ એવા તો શું કામમાં આવશે કે જે માણસ કે ઘોડા કે ખચ્ચર પણ કરી શકવાને સક્ષમ નથી. પરંતુ ફ્રેંચ આર્મીમેનના સભ્યોની એમની સાથેની દોસ્તી વધતી ગઇ અને સમજણ પણપછી સમજાયું કે આ તો બરફની ચાદર પર ચલાનારા ખરા ફરીસ્તાઓ છે. હાસ એમની રીતે આગળ વધી રહ્યા હતાં અને સ્કોટી એક પછી એક ટ્રેઇનરને તૈયાર કરી રહ્યો હતો. એકાદ અઠવાડિયામાં ટ્રેઇનિંગ પુરી થઇ અને આખરે ફ્રન્ટલાઇન પર મોકલવાનું નક્કી થયું. આખરે જ્યારે સ્કોટીએ ફ્રન્ટલાઇન પર પોતાના અલાસ્કન સાથીદારો સાથે જવાની તૈયારી બતાવી ત્યારે ફ્રાંસના ડિફેન્સે એમને ના પાડી ! કારણ કે સ્કોટી પોતે એક અમેરિકન હતાં અને અમેરિકા હજુ યુદ્ધમાં ક્યાંય પોતાની તરફેણ જાહેર કરી રહ્યું ન હતું. આમ, સ્કોટી માટે પોતાના પ્રિય લીડ ડોગને પણ જવા દઇને મિશન પુરૂ થયું. પરંતુ એ જ અલાસ્કન ફરીસ્તાઓ એ ફ્રાંસને સરહદ પર અનેક પ્રકારની સહાય પહોંચાડવામાં મદદ કરી અને ખરા સૈનિક બની રહ્યા તો ક્યાંક ફરીસ્તા બની રહ્યા એ ઇતિહાસ ફ્રાંસમાં સુવર્ણ અક્ષરે લખાયેલ છે. ક્યાંક બરફમાં ફસાયેલાઓને બહાર કાઢ્યા તો ક્યાંક ઘાયલ સૈનિકોને યોગ્ય જગ્યાએ લઇ ગયા. અનેક કામમાં મદદરૂપ સાબિત થયા ! પછીના 4 વર્ષ સુધી ચાલેલા યુદ્ધના એ દિવસોમાં બરફના તોફાન વચ્ચે પણ એ અલાસ્કન સૈનિકો સતત ક્યાંકને ક્યાંક ફ્રાંસના ખરા વફાદાર સૈનિક બની રહ્યા અને જર્મની હાંફતું રહ્યું. બીજા જ વર્ષે ફ્રાંસની મિલિટરીએ અને ગવર્નમેન્ટે આ અલાસ્કન અને કેનેડીયન વોરિયર તરફનો આભાર વ્યક્ત કરવા એમને Croix de Guerre એવોર્ડથી નવાજ્યા ! અને ફ્રાંસના ઇતિહાસમાં અને દુનિયામાં આ પહેલી ઘટના હતી કે જેમાં કોઇ પ્રાણીને મેડલ અને એવોર્ડ આપીને સન્માન કરાયું હોય.એ અલાસ્કન ડોગના બદલામાં  મેડલ ગર્વભેર લેનાર Esther Birdsall Darling અને Scotty Alan જ હતાં.

આજે પણ એ જ અલાસ્કન બ્રીડની પેઢીના શ્વાન ક્યાંક ફ્રાંસમાં એમ જ ફરી રહ્યા છે અને પોતાના પૂર્વજોનું નામ રોશન કરી રહ્યા છે.  આ આખા મિશનમાં સ્કોટી એલનનો ફાળો અને બલીદાન એટલો મહત્વનો છે કે ન પુછો વાત અને અની જ ક્યાંક વાત યાદ કરીને આ સફરની વાત પુરી કરીએ તો The Call of the wild મુવીનો બક અને સ્કોટી એલન વચ્ચેનો સંવાદ યાદ આવે છે કે Your ancestors use to roam here and mine too. Back to when we were wild. We come and go don’t we ? This is always here. અને આટલું કહ્યા પછી પોતાની સાથે આવેલા બકને કહે છે ચાલ મને કશી જ ખબર નથી ક્યાં જવું તું જ લીડ કર હું તારી પાછળ આવીશ. .... !!!!!







 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો