ક્યાંક કદથી તો ક્યાંક કલરથી તો ક્યાંક
એની ઉંચાઇના આધારે જુદા જુદા પ્રકારમાં
વહેંચાયેલી આ જગતની 349 જુદી જુદી
પ્રજાતિનાં શ્વાનની દાસ્તાન જ અનોખી છે. પરંતુ એના
શારીરીક વર્ગીકરણના આધારે જોવા જઇએ તો 99% પ્રજાતિના જીન્સ
લગભગ સરખા જ છે. અરે પોતાની જ જાતિ નહી, એમના પૂર્વજો એવા વરૂઓની સાથે પણ જો સરખામણી થાય તો એમની સાથે પણ
લગભગ 99% જીન્સ એમને મળતા જ આવે છે. હા, એ જ વરૂઓ કે જે પર્યાવરણની શૃંખલામાં
કે પોષણકળીમાં કોઇથી ન ડરનારા અને વર્ષોથી શિકારની શૃંખલામાં ટોચના સ્થાને જ
બીરાજમાન છે. તો સૌથી મોટો પ્રશ્ન એ કે - આ વરૂઓમાંથી શ્વાનનું evolution કેવી રીતે થયું ???? અને આ પ્રશ્નનો જવાબ ક્યાંક એના ચહેરાના ભાગમાં રહેલા
મસલ્સના ફેરફારોને આધીન છે જે ક્યાંક વરૂ અને શ્વાનની જાતિને જુદી પાડે છે. વરૂની કંપેરિઝનમાં આ ફેરફારને જોવા જઇએ તો માત્ર હસ્કી પ્રજાતિને બાદ
કરતાં લગભગ દરેક શ્વાન પ્રજાતિમાં આઇબ્રોને ઊંચી કરી એક સ્પેશિયલ એક્ષપ્રેશન
આપવાની ક્ષમતા છે. હા, હસ્કી કે જે અત્યારની બધી જ પ્રજાતિમાં વરૂની સૌથી નજીકની પ્રજાતિ
ગણાય છે એમની આઇબ્રો જ માત્ર મુવમેન્ટ નથી આપતી બાકી દરેક પ્રજાતિના શ્વાનની
આઇબ્રો મુવમેન્ટ આપે જ છે. આઇબ્રોને લગતું આવું સંશોધન રશિયન
વૈજ્ઞાનિક પ્રો. RuiDioagu કર્યું છે .
આજથી લગભગ 14,000 વર્ષ પહેલા આજે આપણા ઘરમાં કે ગલીમાં જોવા મળતા શ્વાન એના પૂર્વજ એવા
વરૂમાંથી ઉતરી આવ્યા એવું એક સંશોધન કહે છે. ક્યાંક થોડી સાભ્યતા સાથે અને પ્રેમની
અનેરી પરિભાષા સાથે આપણી વચ્ચે રહેલા આ શ્વાનના જીનેટીક્સનો અભ્યાસ જ્યારે રશિયન
વૈજ્ઞાનિકોએ સિલ્વર ફોકસ પ્રજાતિથી એમની માણસો વચ્ચે રહેવાની આદત અને આક્રમકતા
જેવા મુદ્દાઓથી શરૂ કર્યો ત્યારે એ સંશોધનમાં આવેલા પરિણામો આશ્ચર્ય પમાડે એવા
નિવડ્યા. તેઓ ક્યાંક માણસ જાત સાથે ભળી જવાની અને
એમની સાથે પ્રતિક્રિયા આપવાની ઇન્દ્રિયો ધરાવનારા સાબિત થયા. અરે, એટલું જ નહી, અભ્યાસમાં એ પણ પુરવાર પણ થયું કે 10 કે તેથી વધારે પેઢી કે પછી આવનારી નવી પેઢીમાં માત્ર એના વર્તન જ નહી
પણ એમનામાં કેટલાક શારીરીક ફેરફારો પણ દેખા દેતા હતાં જે ક્યાંક પરિસ્થિતીજન્ય કે
એમ જ અનુકુલન સાધીને આવેલા ફેરફારો ગણી શકાય. આ ફેરફારો કેવા ??? તો જવાબ છે કે
- કાનના અકારમાં થતો ફેરફાર કે પુંછડીના
આકારમાં થતો ફેરફાર કે વાળના કલરમાં થતો ફેરફાર કે ચામડીના આવરણમાં થતો ફેરફાર. હા, જો શરૂઆતથી જ વાત કરીએ તો ક્યાંક વરૂના કાન એકદમ ટટ્ટાર અને સીધા
હોય છે. જ્યારે શ્વાનના કાન થોડા મુવમેન્ટ
સાથેના હોય છે તો ક્યાંક એ વળેલા કે નમેલા પણ હોય છે. અરે, એની લાળની થીકનેસમાં પણ બદલાવ આવે છે. તો ક્યાંક દાંત નાના બને છે અને ક્યાંક એમના કદમાં પણ આવા જ ફેરફાર
દેખાતા હોય છે. સંપર્કમાં આવ્યા બાદના આ બધા ફેરફારો
માટે જવાબદાર છે એ તત્વ ???? એનું નામ ડોમેસ્ટીકેશન સિંડ્રોમ ! તો પાછો એ પ્રશ્ન થાય કે આ ડોમેસ્ટીકેશન
સિંડ્રોમ આ શારિરીક ફેરફારો માટે કેવી રીતે જવાબદાર સાબિત થાય. તો એના માટે પાછા પહોંચવું પડે જ્યાંથી વાત શરૂ થઇ હતી એ જ વાત પર કે
આ બધા માટે જવાબદાર છે એની આઇબ્રો!!!! હા, આઇબ્રોમાં આવેલો ફેરફાર સીધો જ સંકળાયેલ છે એનામાં રહેલા multi
potent stem cells જે સૌથી ઊંચા પ્રકારના ન્યુરલ ક્રેસ્ટ
સેલ તરીકે ઓળખાય છે. જે સીધા જ રૂપાંતર પામી વિકસી રહેલા
ગર્ભમાં જ ફેરફાર જન્માવે છે અને જે મસલ્સ કે કોમળ હાડકાઓ કે ચામડીના કલરના કોષોને
બદલીને નવા રૂપે નવી પેઢીમાં આવે છે. અરે, આ જ કોષો ક્યાંક એડ્રિનાલ ગ્રંથીનું નિર્માણ કરતાં હોય છે. હા, અમાંથી જ એડ્રિનાલીન બનતું હોય છે. હા, એ જ એડ્રિનાલિન કે જે ક્યાંક ફાઇટ કરવા
કે કુદકો મારવા જેવા વિચારો સાથે જોડાયેલ આક્રમક વર્તુણુક પાછળ કારણભુત હોય છે. તો વરૂઓમાંથી રૂપાંતરણની આ પ્રક્રિયામાં વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે એ
પ્રજાતિમાંથી એડ્રિનાલ ગ્રંથી ક્યાંક નાની બની છે અને એમાંથી સ્રવતા સ્રાવ પણ ઘટે
છે. જેની સીધી જ અસર એ માણસજાતના સહયોગથી શરૂ
થાય છે. એ પોતાના કોઇક માલિકનું માનતા શીખે છે
તો ક્યાંક એનામાં થોડી શાંત પ્રકૃતિ આવિર્ભાવ પામે છે. અને આ બધાની વચ્ચે જ્યારે એની વર્તણુકમાં ક્યાંક જ્યારે પ્રેમનો ભાગ
દેખાઇ ઉઠે છે ત્યારે એનામાં પ્રેમનો હોર્મોન ગણાતો ઓક્સિટોસિન રીલીઝ થતો હોય છે !!!! અને ક્યાંક આ ઓક્સિટોસિન જ શ્વાન પ્રજાતિને માણસનો મિત્ર બનવામાં
મદદરૂપ થાયો છે. અને આ કંપની એવી તો હોય છે કે ક્યાંક વ્યક્તિના જીવનમાં આવેલું આ
પાત્ર જ્યારે છોડીને જાય છે ત્યારે એ વેદના પારાવાર બની રહે છે અને આવો જ મજાનો એક
ડાયલોગ Togo પિક્ચરમાં બોલાયો છે એ યાદ આવે છે કે If
you are lucky enough to have known a great one
they never really leave. They stay with you as long as you live. Harnessed to your heard, giving their all….
Always.
આ Togo મુવી એક સત્ય ઘટના પર બનેલું છે ! 1925 માં અલાસ્કામાં ડિફથેરિયા એપેડેમિક શરૂ થયો અને અનેક બાળકોને પોતાના શિકાર બનાવ્યા અને બાળકોને બચાવી લેવા માટે સિરમ ખુબ જ જરૂરી બને છે. બરફના એ દિવસોમાં આખુ અલાસ્કા દરિયા સાથે થીજી જતું હોય છે. અને એક બાજુ બરફના તોફાનોનો પણ એટલો જ ભય રહેતો હોય છે. પ્લેન તો હતાં પણ ગમે ત્યારે વાતાવરણ બદલતા પર્વતના આ પ્રદેશમાં એ મોસમમાં ઉડવું શક્ય જ ન હતું. અને ત્યારે આજે છે એટલા સક્ષમ પ્લેન હતાં પણ નહી. હજુ નવા નવા જ શોધાયા હતાં. અલાસ્કામાં જે ત્રણ પ્લેન હતાં એ vintage biplanes હતાં જે પોતાની ખુલ્લી કોક પીટ અને વોટર કુલ એંન્જિન ટેકનોલોજી સાથે ઉડી શકે એવી કોઇ જ શક્યતા ત્યારે હતી નહી. અને વાતાવરણ આ સમયે એવું હતું કે જેણે છેલ્લા 20 વર્ષના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા હતાં -46 ડિગ્રી અને ઓછામાં ઓછો 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન વાઇ રહ્યો હતો. લક્ષ્મણ મુર્છીત થયા ત્યારે જેમ હનુમાન રાત્રીના પ્રહરમાં આખો સંજીવની પર્વત લાવી આપે છે તેવી જ રીતે આ પેન્ડેમિકના સમયમાં સિરમ લાવી આપવા માટે માત્ર ને માત્ર સ્લેઝ ડોગ જ એક ઉપાય બચે છે, 24 કલાકમાં એટલે કે એક દિવસમાં 145 કિમી જેટલું અંતર 40 કિગ્રાના વજન સાથે લઇ જવામાં આ સ્લેઝ ડોગ સક્ષમ હોય છે. અને 1925માં સિરમની એ રીલેમાં કુલ 20 સ્લેજ ટીમોના સહારે આખી કાયનાત બને છે. આ આખી રીલે રેસ સાડા પાંચ દિવસમાં 1085 કિમીનું અંતર કાપીને નોમના બાળકોના જીવ બચાવી લે છે. ઇતિહાસમાં આ રેસ ક્યાંક Great race of Mercy કે The Serum run તરીકે ઓળખાય છે. જેમાં Togo નામના શ્વાનની વફાદારી અને સમજણ કે એની સતેજ ઇન્દ્રિયો જે બરફના તોફાનને ઓળખી લે છે અને કેમ કરીને કયો રસ્તો પકડવો એ બધામાં કામ લાગી જાય છે. 12 વર્ષનો આ Togo એના મશર Leonhard Seppala નો પ્રિય હોય છે. જો આ મુવી ન જોયું હોય તો તમારા દિકરા કે દિકરીને સાથે બેસાડીને ખાસ જોજો !!!! જેમાંથી 19 ટીમો લગભગ સરેરાશ 31 માઇલ જેટલું દોડી હતી. જ્યારે 1 ટીમ જેમાં Togo મુખ્ય લીડ ડોગ તરીકે હતો એ 420 કિમીના રેકોર્ડ સાથે દોડી હતી. ન્યુ યોર્ક સેન્ટ્રલ પાર્કમાં આજે પણ એ રેકોર્ડની યાદમાં એક મજાના શ્વાનનું સ્ટેચ્યુ ઊભું જ છે. પણ કમનસીબે એ Togo નું નથી એ તો Baltoનું છે. જે દવાખાના પર સિરમ પહોંચાડનારી છેલ્લી ટીમ હતી એના લીડ ડોગનું હતું.... ખરો હીરો તો ક્યાંક એ છેલ્લા પડાવ પહેલા ઘાયલ થઇને માલિકના ખોળામાં અંતિમ શ્વાસ લઇ રહ્યો હતો.... પરંતુ Togo ની ખરી કદર તો 2011 માં ટાઇમ મેગેઝીને Togo the most heroic animal of all time” ના ટાઇટલ નીચે કરી ત્યારે થઇ હતી. ટુંકમાં સૈકાઓથી માણસજાત માટે મસિહારૂપ સાબિત થયેલ આ પ્રજાતિ આપણી આજે પણ વિશ્વના કોઇક ખૂણે પ્રતિક્ષણે કોઇક બલિદાનના રૂપે તો કોઇક કમ્પેનિયનશીપના રૂપે અનેરી દાસ્તાન લખી જ રહી હોય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો