મંગળવાર, 28 મે, 2019

પરમાણુ મુવી (28/05/2019)



આજે પરમાણુ મુવી જોયું. હા, નામ પરથી જ મને આકર્ષણ હતું અને મને પિકચર વિશે કશું જ જાણ્યા વગર પણ આખી કહાની ખબર હતી જે હું કંજને પિકચર જોવા જતાં પહેલા જ કહી ચુક્યો હતો અને જે કહ્યુ હતું એ જ બધુ પિકચરમાં આવતા કંજ ખુશ થઇને મને કહેતો હતો પપ્પા તમને આ બધુ મુવી જોયા પહેલા કેમ ખબર હતું અને મારી પાસે એક જ જવાબ હતો દિકરા 1998..... હા, પિકચર જોયા પછી અત્યારે હું મારા ફલેસબેકમાં જ છું.... 1998 હું 12 સાયન્સનો વિધ્યાર્થી અને એ સમયે નોલેજ મેળવવા બહારનું પણ એટલું જ વંચતો તો ક્યારેક તો રાત્રે પપ્પા બાજુમાં સુતા હોય અને બુક્સની અંદર બુકસ રાખીને કોઇ રોમાંચક કહાની પણ વાંચતા હોઇએ અને દરરોજ લગભગ લાઇબ્રેરીમાં પણ પહોંચી જતો એટલે બધી જ કહાની મોઢે હતી. કેવી રીતે અમેરીકન સેટેલાઇટસને હંફાવીને કામ પાર પાડ્યુ ત્યાંથી લઇને બધુ જ... સાઇન્સના સ્ટુડન્ટ એટલે અણુ-પરમાણુ-મોલસંકલ્પના ભણનારા અને ન્યુટ્રોન-ઇલેક્ટ્રોનને ગણનારા... જ્યારે ન્યુટ્રોનનું પ્રતાડન ભણ્યા ત્યારે શરીર પરનો રોમાંચ કંઇક અલગ જ હતો. અને એ જ રોમાંચ આજે ફરીથી પરમાણુ પિકચરે પુરો પાડયો. કાલે જ કંજને કહ્યુ હતું કે કંજ એ સમયે ત્રણથી ચાર મહિના સુધી ડુંગળી અને બટાટાના ભાવ સમગ્ર ભારતમાં આસમાને હતાં. હા, એ સમયે ડુંગળી 60 થી 80 રૂપિયા કીલો મળતી હતી. અને એ બધી જ ઠલવાઇ હતી પોખરણમાં ન્યુક્લિયર બોમ્બની આસપાસ.... કંજે મને ત્યારે પણ પુછ્યુ હતું કે પપ્પા એનું કારણ શું અને જવાબ હતો રેડિયેશનને ઘટાડવા માટે... અને એ જ ડાયલોગ જ્યારે પિકચરમાં આવ્યો ત્યારે કંજ મારી સામે જોઇને હસ્યો... દસ વર્ષના દિકરાને શું સમજાવું કે તારો બાપ અને નિલેશ અંકલ સાથે આવતા ત્યારે મજાક મજાકમાં વાત કરતા કે દોસ્ત જો પરમાણું હુમલો થાય તો બટાટા અને ડુંગળીના મોટા ઢગલામાં અંદર ઘુસી જવાનું અને પછી બધુ જ નાશ પામશે પણ તમે એવા ને એવા જ બહાર નીકળશો.....હા, 1998માં જ્યારે ભારતે પહેલી વખત ન્યુક્લિઅર ટેસ્ટ કર્યો ત્યારે બીજુ બધુ વાંચતો હતો ત્યારે ખબર પડી હતી કે આની પહેલા પણ ઇંદિરા ગાંધી જ્યારે પ્રાઇમમિનિસ્ટર હતા ત્યારે પણ ભારત એક પરમાણુ ટેસ્ટ મે મહિનામાં જ 1974માં કરી ચુક્યું હતું. ત્યારે તો ગુગલ ન હતું પણ અત્યારે લખું છું અને માહિતી મળે છે કે 18 મે 1974 માં સ્માઇલીંગ બુદ્ધા નામે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ત્યારે બપોરે 2:34:55 પર ભારતે પહેલો ન્યુક્લિયર ટેસ્ટ કર્યો હતો. ત્યાંથી પણ આગળ જઇએ તો કહી શકાય કે ઓપન હાઇમરે જ્યારે પહેલી વખત ન્યુક્લિયર બોમ્બ બનાવ્યો હશે ત્યારે તેને સ્વપને પણ ખ્યાલ નહી હોય કે 16 જુલાઇ 1942 નો 5:30નો સમય હિરોશિમા અને નાગાશાકી માટે એક કાલક્ષણ બનીને કાયમ માટે રહી જશે... હા, અત્યાર સુધીમાં પૃથ્વી પર કુલ 2056 ન્યુક્લિયર ટેસ્ટ થઇ ચુક્યા છે જેમાં અમેરિકા એક જ એવું છે જેણે યુદ્ધમાં તેનો જાપાન પર ઉપયોગ કરીને તેને તબાહ કરી દિધુ હતું... એટલું જ નહી અત્યાર સુધીમાં સૌથી વધારે વિસ્ફોટ પણ અમેરિકા જ કરી ચુક્યુ છે જેનો આંકડો 1050 ને વટાવી જાય છે. તો બીજા નંબરે રશિયા(715), યુકે (45),ફ્રાંસ(210) તો ચીન (45) વિસ્ફોટ કરી ચુક્યું છે આ પાંચ રાષ્ટ્રો NPT કહેવાય છે તો NON NPT રાષ્ટ્રોમાં ભારત, પાકિસ્તાન અને નોર્થ કોરિયા છે જે દરેક 6 ન્યુક્લિયર વિસ્ફોટ કરી ચુક્યા છે. યુદ્ધના લેખાજોખા હોય અને ઇઝરાયેલનું નામ ન હોય એ કેમ ચાલે... તો જાણી લો કે ઇઝરાયેલ ભલે લિસ્ટમાં ન હોય પણ એને undeclared Nuclear power તરીકે જ ઓળખવામાં આવે છે. કારણ કે એક અંદાઝ મુઝબ ઇઝરાયેલ પાસે 60- 400 ન્યુક્લિયર બોમ્બ હશે એવું માનવામાં આવે છે. તો નોર્થ કોરિયાના કિમ જોંગ જે હમણા થોડા સમયથી શાંતિ દર્શાવતા થયા છે બાકી જે કાયમ પરમાણું બોમ્બનું બટન દબાવી દેવાની જ વાત કરતા હોય છે એમની પાસે 15 જેટ્લા પરમાણું બોમ્બ હોવાનું માનવામાં આવે છે. તો પાકિસ્તાન પાસે (120 – 130), ભારત પાસે (110-120), ચીન પાસે (270), ફ્રાંસ પાસે (280-300), યુકે પાસે (120- 215), રશિયા પાસે (6000 કરતા વધારે) અને અમેરિકા પાસે (6000 – 7000) પરમાણું બોમ્બ છે. આંકડા જોતા તો કોક અને પેપ્સીનું કોલ્ડ વોર કે સેટેલાઇટ્સ છોડ્વાનું કોલ્ડ વૉર જાણે પરમાણું બોમ્બ વધારે બનાવવા પર આવીને અટક્યું હોય એવું લાગ્યા કરે. પણ હકિક્કતમાં આ જ કોલ્ડ વોર અંદરથી એક ભીષણ યુદ્ધના ભણકારા છે. કારણ કે અમેરિકા અને રશિયા પાસે ઓછામાં ઓછા 2000 બોમ્બ મિસાઇલ્સમાં એવી રીતે લોડેડ છે કે બસ બટન દબાવવાની જ વાર... સમજુ તો સાઉથ આફ્રિકા કહેવાય કે એક સમયે પાસે 6 બોમ્બ હતા અને આજે એ રેસમાંથી બહાર છે. તો એક સમયે રશિયાનો જ ભાગ હતા એવા બેલુરાસ પાસે 81, કઝકિસ્તાન પાસે 1400 અને યુક્રેન પાસે 5000 બોમ્બ છે. ખરેખર આંક્ડા જોઇને એમ જ લાગે કે દુનિયા આજે પ્રતિક્ષણ પરમાણું બોમ્બ નામના જ્વાળામુખીના મુખ તરફ જ ધકેલાઇ રહી છે. જે ક્યારેક વિકરાળ સ્વરૂપનો પરિચય કરાવશે જ, પણ છેક એવું પણ નથી જ કે આ બધા વિસ્ફોટ કરીને વિનાશને જ નોતરશે જો એનો સદઉપયોગ કરીને સાચી દિશામાં એ જ એનર્જી વાપરવામાં આવે તો ખૂબ જ મોટ જથ્થામાં વિજળી પેદા કરી શકાય એમ છે. બાકી જે હોય તે, પરમાણું પિકચરે મને મજ્બૂર કર્યો અને આ બધુ લખ્યું બાકી 1998માં વાજપેયીની સરકારે લીધેલ નિર્ણય ખરેખર યોગ્ય જ હતો અને જે શક્તિ ઓપરેશન હેઠળ વ્હાઇટ હાઉસ, તાજમહલ અને કુંભકરણ એ ત્રણ નામ હેઠળ કરેલ પરિક્ષણો જરૂરી જ હતા, એના કારણે જ આપણને દુનિયાના બીજા દેશો માન આપતા થયા અને ભારતનું નામ મહાસત્તાના લિસ્ટમાં બોલાતું થયું તો વળી મનમોહનસિંહની સરકાર હતી ત્યારે જો ચીને વીટો પાવર વાપર્યો ન હોત તો તો આપણે પણ NPT ના લિસ્ટમાં જ હોત..... ખેર જે હોય તે પણ જોહ્ન અબ્રાહમે ખૂબ જ સરસ એકટિંગ કરી છે તો અભિષેક શર્માના નિર્દેશનને પણ દાદ દેવી પડે. અને મુવી પણ એવા સમયે રિલીઝ થઇ કે જ્યારે કિમ જોંગ ફુંફાડા મારે છે... મુવી જોયા પછી દરેક ભારતીય ગર્વ તો જરૂર અનુભવશે કે અમે પણ હરીફાઇમાં છીએ. તો મુવીના અંતમાં ડૉ. અબ્દુલ કલામ અને વાજ્પેયજીનો એ સમયનો લાલ કૅપ પહેરેલો ફોટો જોઇને ખરેખર રોમેરોમ આનંદથી પ્રસરી જાય છે. અને જ્યારે પહેલો બોમ્બ ફેંકાયો અને ઓપન હાઇમરે જે શ્લોક બોલ્યો હતો એ જ શ્લોક અનાયાસે આવી જાય છે કે
દિવિ સૂર્યસહસ્ત્રસ્ય ભવેદ્યુગપદુત્થિતા | યદિ ભા: સદૃશી સા સ્યાદ ભાસસ્તસ્ય મહાત્મન: ॥ (અધ્યાય 11 , શ્લોક 12)
“ જો આકાશમાં હજારો સૂર્યોનું તેજ એકસાથે પ્રકાશી ઊઠયું હોય તો તે તેજ વિશ્વરૂપ પરમાત્માના તેજ જેવું કંઇક લાગે.
જય હિંદ....

પેનડ્રાઇવ વાર્તા સંગ્રહ(28/05/2018)




ઘણા સમય પછી મારું મન એક અનેરા વાર્તા વિશ્વમાં પ્રવેશ્યુ છે પરંતુ આ સમયે હું એક અલગ જ ભાવવિશ્વમાં ધકેલાયેલ હૌઉં એવું સતત લાગ્યું, તો ક્યાંક રોમાંચ કે રોમાંસની અન
ુભૂતી પણ લાગી. દરેક વાર્તા વાંચ્યા પછી મને સતત એવું લાગ્યું કે જાણે આ તો કોઇ નવલકથાનો એક ભાગ વાંચ્યો. માર્સ મિસ્ટરી વાંચ્યા પછી તો ખરેખર એમ જ લાગ્યું કે હું કોઇ મસમોટા ફિકશનનો નાનકડો ભાગ વાંચી ગયો અને ફોન કરીને કહી દઉં કે ભાઇ આગળનું વર્ણન કરો મોજ પડી ગઇ.... દરેક વાર્તામાં પાને પાને સતત એવી અનુભૂતિ થતી રહી કે પાત્રો સાથે હું છું અને ક્યાંક પાત્રો મારી નજર સમક્ષ જ રમી રહ્યા છે. પેનડ્રાઇવની વાર્તાઓ વાંચ્યા પછી મને લાગ્યું કે વિચારોને વાચા મળે અને પાત્રો મનમાં રમવા લાગે ત્યારે વાર્તા જન્મે... અને આ વિચારોને આનંદે ખૂબ જ સરસ રીતે આલેખ્યા છે તો પાત્રોને ખૂબ જ સરસ રીતે પોંખ્યા છે. ખરેખર પેનડ્રાઇવ વાર્તા સંગ્રહ વાંચી રહ્યો ત્યારે મને ગર્વ થયો કે હું આનંદ ઠાકરને એના જ ઘરે ઉનામાં મળેલો છું તો ક્યાંક એ દિવસના જુના સંસ્મરણો યાદ આવી ગયા. વાહ આનંદ વાહ આ વાર્તા સંગ્રહ બધાને જ ગમશે અને તારી યશકલ્ગીમાં નવું ઉમેરાયેલ પીંછું તને નવા આયામો તરફ ચોક્ક્સ લઇ જશે....

નરેન્દ્ર મોદી અને અમીત શાહનું ટીમ વર્ક જીતી ગયું....(23/05/2019)


નરેન્દ્ર મોદી અને અમીત શાહનું ટીમ વર્ક જીતી ગયું.... 

 2019ના ઇલેકશન રીઝલ્ટે સાબીત કરી આપ્યું છે કે ચિત્તે કી ચાલ, બાઝ કી નઝર ઔર અમીત શાહ કે કેન્ડિડેટ પર શક નહી કિયા કરતે.... અને મહેબુબા મુફ્તીએ સ્વિકારીયુ અને કહ્યુ એ જ મોટી વાત છે કે કાશ કોંગ્રેસ પાસે પણ એક અમીત શાહ હોત ! આ જીત પાછળ 26 મે 2014 થી જ લાગેલી મહેનત છે ભાઇ, એમ જ આ વિજય નથી મળી જાતો.
M M War બારામુલાનો BJP candidate જ્યારે એમ કહેતો હોય કે “My motivation for joining politics was to eradicate gun from Kashmir. This is my objective even now.” ત્યારે અમીત શાહ માટે ફરીથી એમ કહેવાનું મન થાય કે ચિતે કી ચાલ, બાઝ કી નઝર ઔર અમીત શાહ કે candidate પર 100 બાર સોચને પર મજબુર હોના પડતા હૈ.
437 સીટ પરથી લડી રહેલ ભાજપ 120 નવા ચહેરા સાથે મેદાનમાં ઉતરવાની હિંમત રાખે એ પક્ષ જ જીતી શકે. તો 55 મહિલાઓને સ્થાન આપી શકે એ જ જીતી શકે. કોંગ્રેસ આજે પણ પોતાના જુના નેતાઓને છોડવા તૈયાર નથી... અરે બોલતા જ નહી.... ભજપમાંથી સુષ્મા સ્વ
રાજ, અરૂણ જેટલી ઉમાભારતી, શાહનવાઝ હુશૈન, અડવાણી કે સાંતા કુમાર (HP-CM) 2019ના ઇલેક્શન નથી જ લડયા. આજકાલ સુરજેવાલા જ્યારે બોલે છે ત્યારે એમની બોડી લેંગવેજ એમ જ કહેતી હોય છે કે માત્ર ને માત્ર વિરોધ સિવાય કંઇ જ ઠોસ નથી. આમના કરતા અંબિકા સોની બોલતા ત્યારે પ્રભાવ પડતો એવું સત્તત લાગે છે. ખરેખર એક સારો રીપ્રેઝેન્ટેટીવ પક્ષની એક અલગ જ ઓળખ હોય છે અને નવી પેઢીનું આકર્ષણ એ વાત જ ક્યાંક કોંગ્રેસમાં ભુલાઇ છે. આમ જ ચાલ્યું તો ચોક્ક્સ કહેવું જ પડશે કે હજુ પણ કોંગ્રેસ ટુટવાની.... અમીત શાહ હોય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય ચોકિદાર ચોર હૈ નો નારો હોય કે રાફેલનો મુદ્દો હોય કે 15,00,00 નો મુદ્દો હોય, જે હોય એને જે હોય એ દરેક મુદ્દાને સહજતાથી પોઝિટીવ બનાવ્યો.... આવું કોંગ્રેસ ક્યારેય નથી કરી શકી. એ તો માત્ર ઉર્મિલા મતોર્ડેકરની વાતોને પણ પોઝિટીવ લઇને પ્રચાર ન કરી શક્યા અને લગભગ એ સીટ ખોશે જ. માત્ર ને માત્ર વિરોધ અને બુમો પાડીને જ વિરોધ એ જ કોંગ્રેસનું મુખ્ય પાસું રહ્યું. સાધ્વી પ્રજ્ઞા ઠાકુર હોય કે સાક્ષી મહારાજ હોય એને ક્યાંથી અને કોની સામે ઉભા રાખવા એ ગણિતમાં જે જીત હતી એ જ ગણિત મોટી જીતનું ગણિત છે.
પરબાનીની સીટ પર કોઇ રીપીટ નથી થયું તો પણ પોતાના એ જ કેન્ડિડેટની ઉપર ભરોશો મુકી શકે એ જ અમીત શાહ. તો વર્ધામાં પણ 2004 પછી દરેક પક્ષ બદલાયો છે તો પણ પોતાના કેન્ડિડેટ પર વિશ્વાસ મુકી શકે એ જ અમીત શાહ. સામેના પક્ષમાંથી આવેલા ઉમેદવારને યોગ્ય જગ્યાએથી સીટ આપી અને જીતાડ્યા એ જ મહત્વનું ગણિત. જ્યારે કોંગ્રેસ આ બાબતમાં પણ સંપુર્ણપણે ફેઇલ. લો જોઇ લો....
મદનગોપાલ મેઘવાન(બિકાનેર), માનવેન્દ્રસિંગ (જસવંતસિંહના દિકરા- બારમેર), અશોક દોહારે(ઇટવાહ), કૈશર જહાન(સિતપુર), કિર્તિ આઝાદ(ધનબાદ), વિણાદેવી(મંગુર), પપ્પુસિંગ(પુરનિયા) હોય કે શત્રુધ્નસિન્હા(પટનાસહિબ) ભાજપમાંથી ગયેલા બધા જ ખામોશ થઇ ગયા... વાંક એમનો નથી આમાં પણ કોંગ્રેસ જ જવાબદાર છે. કારણ કે દિશાહિન કેમ્પેઇન અને મનોબળની સતત કમી.... જ્યારે ભાજ્પમાં પક્ષ પલટો કરીને આવેલા લગભગ જીતી રહ્યા છે જે બતાવે છે કે કેટલું ગ્રાઉન્ડ વર્ક કામ કરી ગયું....
પોતાની જ પાર્ટીનો મેમ્બર બીજી પાર્ટીમાં જઇને લડે તો હિસારની સીટ પર સીધા જ IAS બ્રિજેન્દ્રસિંગ ને ઉભા રાખી દિધા. જે એક રાજ્યસભાના મેમ્બર બિરેન્દ્રસિંગના જ દિકરા છે.
અશ્વિનીકુમાર ચોપરા પંજાબ કેશરીના એડિટર પોતાની constituencyમાં નથી દેખાયા અને એક બે controversial matterમાં પણ નામ આવ્યું તો પડતા મુક્યા અને સંજય ભાટિયાને કરનાલથી ટિકિટ આપી.
સિરસાની સીટ પરના ઉમેદવાર ચરણસિંગ રોરી જે 1,15,736 વૉટથી જીત્યા હતા એ અ વખતે INLD પક્ષ તરફથી લડી રહ્યા છે તો IPS ઓફિસરની પત્ની સુનિતા દુગ્ગલ પર પસંદગી કરાઇ. આવું જ કુરુક્ષેત્રમાં બન્યું.
રોહતકમાં કોંગ્રેસના MP આવતા એમને જ ટિકિટ આપી. આવું તો ઘણી બેઠકો પર બંગાળ અને બિહારના દરેક BJP candidate ની આવી જ કહાની મળી આવે તો એવું જ કંઇક કર્ણાટકમાં જોવા મળે. અનેક MP અને MLA જે પક્ષ પલ્ટો કરીને આવ્યા છે એમને પહેલા ઉભા રખાયા છે.
એ હરિસચંદ્ર મીના જેવા DGP માંથી politician બનેલ વ્યક્તિત્વને હટાવી પણ શકે અને એના સ્થાને MA Bed થયેલ જશકૌર મીના(દૌસા)ને લાવે તો સાથે સાથે નોન મેટરીક્યુલેટ રંજીતા કોલીને(ભરતપુર) ટીકીટ પણ આપી શકે. 2014 માં જશવંત સિંગની જગ્યાએ કોંગ્રેસમાંથી આવેલ સોના રામને લડાવે અને જીતે છતાંય કૈલાશ ચોધરી (MLA)ને લડાવે. હા, હું બાડમેર ની જ વાત કરું છું.
S P Baghel આગ્રાથી લડી રહ્યા છે અને સપામાંથી લોકસભા અને રાજ્યસભાના મેમ્બર છે.
અલ્હાબાદથી રીટા બહુગુણા જોષી ઉભા છે જેમની કાર્કિર્દી જોતા એમ કહેવાનું મન થાય કે હવે હવા બદલાઇ છે. .
Rita Bahuguna Joshi is daughter of Late H.N.Bahuguna, former Chief Minister of UP. Her mother, Late Kamla Bahuguna, was an ex-MP. She holds an MA and a PhD in History and is a professor in Medieval and Modern History at the University of Allahabad. She is also a recipient of a United Nations Award of Excellence as being among the "Most Distinguished Women in South Asia".[1] She authored two history books before joining the Indian National Congress.
2019માં SPનો ગઢ ગણાતા બદાયુની સીટ પર મુલાયમસિંઘના ભત્રીજા ધર્મેન્દ્ર યાદવની સામે લડવા માટે, મુલાયમ સિંઘ યાદવની સામે BSP ની ટિકિટ પર લડી ચુકેલ સંઘમિત્રા મૌર્યને ટિકિટ આપવી એ તો ખરેખર જોરદાર છે. જોઇ લો સંઘમિત્રા મૌર્ય સર્ચ કરીને !
રામશંકર કથેરિયાને આ વખતે આગ્રાથી ન લડાવાતા ઇટવાહથી લડાવાય છે કારણ કે સામે INC candidate ત્યાંનો જ 2014 નો BJP candidate છે જે ત્યારે 1.72 લાખ વૉટથી જીત્યો હતા.
ફતેહપુર સિક્રીની સીટ રાજબ્બરની સામે ત્રણ વખત હારનાર રાજ કુમાર ચહેર પર વિશ્વાસ મુકી શકે. આવી જ રીતે મૈનપુરીથી પ્રેમસિંગ શાક્ય પર વિશ્વાસ મુકી શકે.
કોલારની સીટ પર કોઇ સર્પ્રાઇઝ ઉમેદવાર પણ મુકી શકે અને કટકમાં એક Cop ને લાવીને ઉમેદવાર તરીકે મુકી શકે તો વળી બોલાંગીરના અપક્ષમાંથી ઉભેલ ઉમેદવારની શાળીને શોધીને સામે ઉભા રાખી શકે એ જ અમીતશાહની ચાલ વાહ....
ફુલપુરની સીટ ઉ.પ્ર.ના ડેપ્યુટી સી.એમ. કેશવ પ્રસાદ મૌર્યને ટિકિટ ન આપીને શ્રીમતી કેશરી પટેલને આપી શકે છે.
અશોક રાવત (BSPમાંથી) જે મિસરીખથી લડી રહ્યા છે
સાંભલની સીટ પરથી સત્યપાલસિંગને હટાવીને 3થી 4 દાવેદારોમાંથી પરમેશ્વરલાલ શૈનીની પસંદગી.
કોઇપણ જાતની ચિંતા વગર કેન્દ્રિયમંત્રીની ક્રિષ્ન રાજની ટિકિટ કાપી સહજાનપુરથી અરુણ સાગરને ઉભા કરી દેવા એ હિંમત કયા પક્ષમાં છે.
ક્યાં candidate repeat કરવા અને ક્યાં change કરવા એ ગણિત તો બાકી અમીત શાહનું જ.
એક ડૉનની પત્ની હેના સાહિબની સામે બીજો કોઇ એવો જ શોધી એની પત્નીને ઉભી રાખવી વાહ...
આર. કે. પટેલ (બંદા) જે BSPમાંથી આવ્યા. જે લગભગ જીતી રહ્યા છે.
આમ તો જ જોવા જઇએ તો લગભગ દરેક સીટ પાછળ છેલ્લા 2 વર્ષથી કરેલી મહેનત દેખાય છે. જે હોય તે ભાજપા ને અભિનંદન અને પુરેપુરી રીતે deserve કરતા જ હતા. બાકી જે હોય તે અમીત શાહ લાઇવ થઇ રહ્યા છે સાંભળવા તો પડશે...
કહ્યુ હતુ ને કે જે હોય તે આવશે તો મોદી જ....

બુધવાર, 22 મે, 2019

ઇલેક્શનની અટારીએથી...



ઇલેક્શનની અટારીએથી...
========================
Justin Trudeauનું એક ક્વૉટ છે કે, “I am a teacher. It's how I define myself. A good teacher isn't someone who gives the answers out to their kids but is understanding of needs and challenges and gives tools to help other people succeed. That's the way I see myself, so whatever it is that I will do eventually after politics, it'll have to do a lot with teaching.”
જે હોય તે 2019નું લોકસભા ઇલેકશન ઘણા ઘણા રંગ લઇને આવ્યું છે. મજા તો એ છે કે ક્યાંક જોતા એવું સતત લાગે છે કે લોકશાહી શબ્દની પકડ મજબુત બની છે. દરેક પક્ષ અને દરેક નેતાને બરાબર કમર કસવા પર મજબુર કરી દીધા છે.આમ તો મને આ 20, 21, 22 ત્રણ દિવસનું રીઝલ્ટ પહેલાનું વૅકેશન પણ ખૂબ જ ગમ્યું. જુઓને ચંદ્રબાબુ કેવા ફરવા નીકળી પડ્યા મજા આવી જોવાની...! આ ઇલેક્શને દરેકને ચાણક્યની ચાલે ચાલતા કરી દીધા. અને ખરેખર એવી ઘણી ચાલ ચલાઇ કે કેટલાય તો બરાબર ઉંઘતા ઝડપાયા... હા.. હા... હા... જે હોય તે આ ચૂંટણીમાં ઉડેલા થોડા રંગો ખરેખર મજાના છે,જાણે એ રંગોએ ચૂંટણીને એક નવો જ મિજાજ બક્ષ્યો છે એવું લાગે છે. ફિલ્મસ્ટારોને લો કે,રમતવીરોને લો કે, IAS-IPS અધિકારીઓને લો કે,Industrialist લો કે,Businessman લો કે, બ્યુરોક્રેટસ લો કે,રાજા લો કે, કોઇ સાધુ કે સાધ્વીને લો,બધાએ 2019ની ચૂંટણીને પોંખવાનો એક અલગ જ પ્રયાસ કર્યો છે. તો ચાલો થોડો એ બધાનો નઝારો જોઇએ,જે સીટ (constituency) પર આખા ભારતની નજર હશે. અરે! હા, એક વાત કહી દઉં,આ આખી વાતમાં મારે ગુજરાતનો ક્યાંય ઉલ્લેખ નથી કરવો કારણ કે આ ગુજરાતી વાંચનારા એ બધુ જાણે જ છે અને ચર્ચા પણ કરી જ ચૂક્યા છે,તો સાથે સાથે હું પૂર્વોતર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની પણ ચર્ચા નથી કરતો.કારણ કે અભ્યાસ કરવા થોડો સમય ઓછો પડયો છે. તો મહેરબાનો... કદરદાનો અને ખાસ ખાસ જીજ્ઞાસુઓ તૈયાર થઇ જાવ,શરૂ કરીએ 2019ના ઇલેકશની થોડી મજાની સીટો(constituency) અને એના મજાના ઉમેદવારોની થોડી કહાની....
એક જનરલ નોલેજનો સવાલ કે,
આજ સુધી થયેલા બધા ઇલેકશનોમાં સૌથી વધારે વૉટથી કોણ જીત્યું છે?
તો જવાબ છે: વર્ષ 2004માં અનિલ બાસુએ આરંભગઢથી 5,92,502 વૉટથી જીત મેળવી હતી.
તો બાયપોલ ઇલેકશનમાં બીડથી 2014માં 6,96,321 વૉટથી જીત મેળવી હતી. અને આ વખતે વારાણસીથી આ રેકોર્ડ તૂટશે એવી ઘણાને આશા છે. ચાલો બીજો સવાલ આ 2019ના ઇલેકશનમાં સૌથી વધુ ઉમેદવારો કંઇ સીટ પરથી ઉભા હતાં ?
તો જવાબ છે નિઝામાબાદ.
185 ઉમેદવારો અને ચૂંટણી પંચે દરેક બુથ પર 12 EVM ગોઠવ્યા હતાં.. અરે યારો... આટલી તો સીટ કોઇ એક પક્ષને આવે તો તોડજોડના ગણિત ચાલુ કરી દે... જે હોય તે ચાલો થોડી બીજી મજાની વાતો કરીએ....
અમીત શાહના હોમવર્કની તો શું વાત કરવી? ભાજપના 184ના પહેલા લીસ્ટમાં જ 4 મુસ્લિમ ચહેરાઓને સ્થાન અને એમાં પણ 3 તો પાછા જમ્મુ કશ્મીરના Sofi Youssaf, M M War અને Khalid Jahangir. પાછી મજાની વાત તો એ કે આ ત્રણે કોઇને કોઇ રીતે મિલિટ્રી સાથે સંકળાયેલ નામ... સામેવાળા દરેકને ટક્કર આપે એવા નામ.
ભલે એમ કહેવાતું હોય કે ચૂંટણી જાતિવાદ, ધર્મવાદ, કુટુંબવાદ કે પ્રદેશવાદથી પર આ ચૂંટણી છે. પરંતુ એવું કંઇ જ નથી.. ? ચૂંટણી જીતવા માટે દરેક પક્ષે કોઇને કોઇ રીતે એનો સહારો લીધો જ છે. અરે જાતિ તો છોડો,જો એ જ નામ અને એ જ સરનેઇમનો બંદો હાજર હોય તો એને ઉભો રાખવામાં કોઇ પક્ષે પાછું વળીને જોયું નથી.
👉🏻ચાલો બધુ જ છોડો માત્ર એક સરખી સરનેમ ધરાવતા મુખ્ય પક્ષના કોમ્પિટીટરનું લીસ્ટ તપાસવું છે તો લો.....
✍🏻ભાજપનો યંગ ચહેરો એટલે અનુરાગ ઠાકુર.. અરે! હા, એ જ કે જે ફિર એક બાર મોદી. લખેલું ટી-શર્ટ પહેરીને સંસદમાં આવ્યો હતો. એ સુપર હિરોની સામે પણ કોંગ્રેસ 5 વખત MLA રહી ચૂકેલ રામલાલ ઠાકુરને લઇ આવી છે અને જંગ રસાકસીનો બનાવી દીધો છે. ઉદયપુરમાં અર્જુનલાલ મીના(BJP) સામે રઘુવીરસિંગ મીના(INC) છે. અલમોરાની સીટ પરથી અજય ટમટા(BJP) અને પ્રદિપ ટમટા(INC) છે. મંડીની સીટ પર રામ સ્વરૂપ શર્મા(BJP) અને આશ્રય શર્મા(INC) છે. દૌસાથી જસકૌર મીના(BJP) અને સવિતા મીના(INC) છે. ધરમેન્દ્ર બિકાનેરથી લડતા હતાં. આ વખતે આ સીટ પણ મજાની બની છે. અર્જુન મેઘવાલ (IAS- BJP )ની સામે મદનગોપાલ મેઘવાલ (IPS- INC) ને ઉભા રાખ્યા છે.આમ આ સીટ IAS અને IPSની ટક્કર વાળી સીટ બની છે. ડુમકાની સીટ પર સુનિલ સોરેન(BJP) છે,તો સામે સીબુ સોરેન(JMM) છે. જે ત્રણ વખત CM રહી ચૂક્યા છે. ખુંટીથી અર્જુન મુંડા (BJP)ની સામે કાલીચરન મુંડા(INC) છે. લોહારદાગાથી સુદર્શન ભગત(BJP) છે, તો સુખદેવ ભગત(INC) છે. લાલગંજથી નીલમ સોનકર(BJP) તો સામે પંકજ સોનકર(INC) છે. સાલેમપુરથી રવિન્દ્ર કુશવાહા(BJP) છે તો સામે આર.એસ.કે. કુશવાહા(INC) છે. શાહઝાંનપુરથી અરૂણ સાગર(BJP) છે તો સામે બ્રહ્મસ્વરૂપ સાગર(BSP) છે. સ્રવસ્તીથી દાદન મીશ્રા(BJP) છે તો સામે રામશિરોમણી મિશ્રા(BSP) છે. બાંકાની સીટ પર ગિરિધારી યાદવ (JDU) છે,તો સામે જય પ્રકાશ નારયણ યાદવ (RJD) છે. પૂર્વી ચંપારણથી રાધા મોહન સિંગ (LJP) તો,સામે આકાશકુમાર સિંગ (INC) છે. મહાસમુદની સીટ પર ચુન્નીલાલ શહુ(BJP) અને ધર્મેન્દ્ર શહુ(INC) લડી રહ્યા છે. બંગાળના રાણાઘાટમાં તો રૂપાલી બીસવાસ (TMC), મિનાતી બીસવાસ (INC) અને રામા બીસવાસ(CPIM) વચ્ચે જંગ છે. તો અહિં BJPના ઉમેદવાર મુકુટ અધિકારીનું ડો. રાજીનામુ ન સ્વિકારાતા માત્ર 19 દિવસ પહેલા જગન્નાથ સરકારનું નામ આવ્યું. અને ચાર વચ્ચે જંગ છે. આવું જ પુરુલિયામાં છે.જ્યોતિરમની મહતો (BJP), નેપાલ મહતો (INC), મ્રિગાંકા મહતો (TMC) અને બીરસિંગ મહતો(CPIM) વચ્ચે જંગ છે. માલધા દક્ષિણની સીટ પરથી શ્રીરૂપા મિત્રા ચૌધરી (BJP) અને અબુ હસન ખાન ચૌધરી(INC) વચ્ચે ટક્કર છે. જહારગામથી ત્રણ હેમ્બરામ લડી રહ્યા છે.જેમાં ડૉ. કુમાર હેમ્બરામન(BJP) IIT Engineer છે. બર્ધમાનપૂર્વ થી બે દાસ લડી રહ્યા છે. બિષ્નુપુરથી બે ખાન લડી રહ્યા છે. બોલાંગીરથી કલિકેશ સિંગ દિઓ(BJD) અને એમના સાળી સંગીતાકુમારી દિઓ(BJP) લડી રહ્યા છે. ભદ્રકથી અભિમાન્યુ શેઠી(BJP) અને મધુમિતા શેઠી(INC) લડી રહ્યા છે. માધેપુરમાં દિનેશચંદ્ર યાદવ , શરદ યાદવ અને પપ્પુ યાદવ વચ્ચે જંગ છે. કડપાની સીટ પર ત્રણ રેડ્ડી લડી રહ્યા છે. એવી જ રીતે નેલ્લોરની સીટ પર પણ ત્રણ રેડ્ડી લડી રહ્યા છે. મલ્કાજગીરી અને રાજમપેટથી બે રેડ્ડી છે તો, મહેબુબાનગરથી બે નાઇક છે. સિકંદરાબાદથી બે યાદવ સામ-સામે છે. ખમામથી બે રાવ છે,તો પાછા ચેવલાથી ત્રણ રેડ્ડી છે. બેંગલોર નોર્થથી બે ગોવડા સામે સામે છે. તો રાયચુરથી બે નાયક છે. કોલ્હાપુરથી બે માંડલીક છે. સાદોલથી હિમાદ્રી સિંગ અને પ્રમિલા સિંગ બે મહિલાઓ સામે જંગ છે. સાંગલીથી બે પાટીલ સામસામે છે. આંબેડકરનગરથી ભાજપના હરીઓમ પાંડે અને BSPના રાકેશ પાંડે સામે સામે છે. આઝમગઢથી BJPના દિનેશ યાદવ અને SPના અખિલેશ યાદવ સામ સામે છે.હકીકતમાં અહીંથી મુલાયમ લડતા હતા.
બોલો છે ને જાતિવાદ.... છોડો બીજી મજાની વાત કહું,
👉🏻અમેઠીમાં રાહુલ ગાંધી અને સ્મૃતિ ઇરાની સામ સામે છે અને અમેઠીમાં તો એ હાલત છે કે રાહુલ ગાંધીને વાયનાડ એક બીજી જગ્યાએથી પણ લડવું પડ્યું છે.હશે જે હોય તે આખા દેશે આ કુટુંબ પરંપરા ચાલી આવતી જોઇ છે.પણ આ એક જ કુટુંબ છે એવું થોડું છે તો લો અનેક CM કે MP ના દીકરા-દીકરી કે પત્નિ લડી જ રહ્યા છે....
👉🏻રંજીત રાજન એક એવું નામ છે કે જે સાંસદમાં એક સમયે Harley Davidson પર આવેલા અને એના ફોટા ખૂબ વાઇરલ થયા હતા.એમના પતિ પણ માધેપુરથી અપક્ષમાં લડી રહ્યા છે.પતિ-પત્નિ બંન્ને બોલો! ગઢવાલની સીટ પણ ટક્કર વાળી બની ચૂકી છે.કારણ કે ભાજપના હાલના MP મે. જનરલ ભુવનચંદ્રનો દીકરો મનિષ કુમાર કોંગ્રેસમાંથી લડી રહ્યો છે. તો સામે ભાજપે ત્યાંના MLA તિર્થસિંગ રાવતને ઉભા રાખ્યા છે. હાજીપુરની સીટ પર પણ ધમાસણ જોરદાર છે.કારણ કે LJPના પશુપતિ કુમાર પારસ ઉભા છે,જે પાસવાનના ભાઇ છે,તો RJDના શ્રીચંદ્ર રાવ છે,જે તેજસ્વી યાદવના ખાસ કહેવાય છે. જમુઇથી LJPના ચિરાગ પાસવાન ઉભા છે,જે રામવિલાસ પાસવાનના દીકરા છે,તો સામે RSLPના ભુદેવ ચૌધરી ઉભા છે. સુંદરગઢની સીટ પરથી સુનિતાબિસવાલ(BJD) જે હેમનંદ બિસવાલ CMની પુત્રી છે,તે લડી રહ્યા છે તો સામે જુઆલ ઓરામ(BJP) અને જ્યોર્જ તિર્કિ (INC) છે. હસનથી પ્રજ્વલ રેવના જે એક સમયના PM એચ. ડી. દેવીગોડાના મોટા દીકરા છે તે ઉભા છે. તો મંડ્યાથી નિખિલ ગૌડા ઉભા,જે કુમાર સ્વામીના દીકરા છે,તો શિમોગાથી મધુ બંગારપ્પા ઉભા છે જે શેરકોપ્પા બાંગરપ્પા એક સમયના CMના દીકરા છે. સાંગલીથી વિશાલ પાટીલ લડી રહ્યા છે,જે એક સમયના CM વસંતદાદા પાટીલના દીકરા છે. મુંબઇ નોર્થની સીટ પણ પુનમ મહાજન(BJP) અને પ્રિયા દત્ત(INC) ના કારણે ચર્ચામાં છે. પુનમ મહાજન પણ પ્રમોદ મહાજનના દીકરી છે. વિશાખાપટ્ટનમથી ડી. પુરન્દેશ્વરી(BJP) લડી રહ્યા છે, જે N.T. Ramarao ( CM) ના દિકરી છે. સિસિર અધિકારી કાંન્થીથી લડી રહ્યા છે તો તેમનો દીકરો દિબયેન્દુ અધીકારી તુમલકથી લડી રહ્યો છે. જાંગીપુરની સીટ પણ આ વખતે પ્રણવ મુખર્જીના દીકરા અભિજીત મુખર્જી માટે ખરાખરીનો જંગ છે કારણ કે સામે મફુજા ખાતુન (INC) ત્રિપલ તલાકના બીલ પછી છોડીને BJPમાં જોડાયા છે અને એ જ ઉભા છે. ગુરગાંવથી રાવ ઇન્દ્રજીત સિંગ જે એક સમયના CM બિરેન્દ્રસિંગના પુત્ર છે. રોહતકથી દિપેન્દરસિંગ હુડા જે ભુપેન્દ્ર સિંગ હુડાના દીકરા છે અને એ પોતે પણ સોનીપતથી લડી રહ્યા છે. જોધપુરથી વૈભવ ગેહલોત જે અશોક ગેહલોતના દીકરા છે. તો વળી રાજસ્થાનમાં જ દુષ્યંત સિંગ જ્વારભાટાથી લડી રહ્યા છે,જે વસુંધરા રાજેના દીકરા છે.પ્રયાગરાજની સીટ પરથી રીટા બહુગુણા જોષી લડી રહ્યા છે,જે એક સમયના CM હેમવતી નંદન બહુગુણાના દીકરી છે. રીટા ઉત્તર પ્રદેશ government ના cabinet minister છે તો ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમીટીના 2007- 12 પ્રમુખ હતા.અને આ વખતે ભાજપમાંથી લડી રહ્યા છે.બારામતી એક એવી જગ્યા કે જ્યાંથી BJP અને શિવસેનાને જીતવું છે પણ વર્ષોથી NCPનો ગઢ છે આ વખતે પણ ત્યાંથી સુપ્રિયા સુલે એટલે શરદ પવારની દિકરી એક CMની દિકરી લડી રહી છે. એટાની સીટ પરથી BJPના ઉમેદવાર રાજવીર સિંહ લડી રહ્યા છે,જે કલ્યાણસિંહ એક સમયના CM ના દીકરા છે. પાટલીપુત્રથી લાલુપ્રસાદ યાદવની દીકરી મિસા ભારતી લડી રહી છે. જામુઇથી ચિરાગ પાસવાન લડી રહ્યા છે જે રામવિલાસ પાસવાનના દીકરા છે. આઝમગઢથી અખિલેશ યાદવ લડી રહ્યા છે. જેમાના પિતા મુલાયમ સિંહ આ જ સીટ પરથી લડતા હતા.પરંતુ આ વખતે મૈનપુરીથી લડી રહ્યા છે તો અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ કનૌઝથી લડી રહ્યા છે. એમની સામે BJPના સુબ્રત પાઠક ઉભા છે અમિત શાહે જેનું campaign ઘર કા લડકા ઉસે વૉટ દો થી શરૂ કર્યુ.અખિલેશ યાદવે 8 માર્ચે મહિલા દિને 3 મહિલાઓને ટિકિટ આપી હતી એમાંની એક એટલે ખેરીથી SP ઉમેદવાર પૂર્વી વર્મા છે જેનું ફેમિલી બેકગ્રાઉન્ડ કંઇક એવું છે કે એમના પિતા બાલગોવિંદ વર્મા 3 વખત MP રહ્યા છે, તો માતા ઉષા વર્મા જે હરદોઇથી લડી રહ્યા છે એ પણ 3 વખત MP રહ્યા છે.અને ભાઇ રવિ પ્રકાશ વર્મા પણ 3 વખત MP રહ્યા છે. પટિયાલાથી કેપ્ટન અમરીન્દરસિંગની પત્ની પ્રિનત કૌર લડી રહ્યા છે.બારમેરની સીટે પણ રંગ પકડયો છે,એક સમયના ભાજપના મુખ્ય સૂત્રધરમાં જેમનું નામ હતું એવા જશવંત સિંગના દીકરા માનવેન્દ્ર સિંગ કોંગ્રેસની સીટ પરથી લડી રહ્યા છે. નાસિકની સીટનું પણ કંઇક એવું જ છે કે,સમીર ભુજબલ(INC) જે છગન ભુજબલનો ભત્રીજો છે.એની સામે હેમંત ગોડસે(BJP) એના એ જ 2014 ના જ ઉમેદવાર છે.બાકી એક મજાની વાત કહી દઉં કે આ સીટ પરથી કોઇ ઉમેદવાર રીપીટ થયો નથી. નાગૌરથી ડૉ. જ્યોતિ મિર્ધા(INC) નથુરામ જે 6 વખત MP હતાં એમના દીકરી છે. ઝાંસીથી બૈધનાથ ગ્રુપના અનુરાગ શર્મા છે. જે પંડિત વિશ્વનાથ શર્માના દિકરા છે. સમષ્ટિપુરથી રામચંદ્ર પાસવાન(LJP) જે રામવિલાસ પાસવાનના ભાઇ છે એ લડી રહ્યા છે. નાગરકુરનુલથી કુમારી બાંગારૂ શ્રુતિ(BJP) લડી રહી છે જે લક્ષ્મણ બાંગારૂની દીકરી છે. થૈનીથી ઓ.પી.રવિન્દ્રનાથ કુમાર (AIADMK)લડી રહ્યા છે,જે ત્યાંના Deputy CM છે. શિવગંગાથી કાર્તિ ચિદમબરમ લડી રહ્યા છે જે પી. ચિદમ્બરમના દીકરા છે, રામનાથપુરમથી અનવર રાજા(AIADMK) લડી રહ્યા છે,જે એક સમયના મિનિસ્ટર વી.ટી. નટરાજનના દીકરા છે. ચેન્નાઇ સાઉથથી તમિલાચી થાન્ગાપાંડિયન(DMK) લડી રહ્યા છે જે વી. થાંગાપાડિયનના દીકરી છે. બેંગ્લોર રૂરલથી ડી.કે. સુરેશ લડી રહ્યા છે. જે ડી.કે. શિવકુમારના ભાઇ છે. મવાલથી પાર્થ પવાર(NCP) લડી રહ્યો છે જે અજિત પવારનો દીકરો છે. કોલ્હાપુરથી સંજય માંડલીક લડી રહ્યા છે,જે સદાશિવરાવ માંડલીકના પુત્ર છે. બારામતીથી લડતી કંચન રાહુલ કુલ(BJP)નો સમગ્ર પરિવાર રાજકરણ સાથે સંકલાયેલ છે. સિધીથી અજયસિંગ રાહુલ(INC) મિનિસ્ટર અર્જુનસિંગના પુત્ર છે. ભારતના ઇતિહાસમાં પહેલી વખત એવું બની રહ્યું છે કે બાપ assembly માં છે અને દીકરો Parliament માટે તૈયાર થયો છે. હા, હું મધ્ય પ્રદેશના છિંદવાડાની જ વાત કરું છું. કમલનાથ અને તેના દીકરા નકુલનાથની !
👉🏻સત્તાનો નશો એવો ચડતો હોય છે કે એને છોડવો ખૂબ અઘરો છે. હા, હું એટલા માટે કહી રહ્યો છું કે આ 2019ની ચૂંટણીમાં ઘણા CM પણ MP બનવાની દોડમાંથી બાકી નથી. ડુમકાની સીટ પર BJP ના ઉમેદવાર સુનિલ સોરેન છે તો સામે JMMના ઉમેદવાર સીબુ સોરેન છે.જે ત્રણ વખત CM રહી ચૂક્યા છે. નૈનીતાલથી હરીશ રાવત જે EX CM હતા એ લડી રહ્યા છે.જેમણે 1980માં મુરલી મનોહર જોષીને હરાવ્યા હતા.આવી જ રીતે સોનીપતથી ભુપેન્દ્રસિંગ હુડા લડી રહ્યા છે.ભટીંડાથી અમરીંન્દર સિંગ લડી રહ્યા છે.નાંદેડથી અશોક ચૌહાણ(INC) CM પોતે લડી રહ્યા છે. આઝમગઢથી અખિલેશ યાદવ લડી રહ્યા છે. જે ઉત્તર પ્રદેશના CM હતા.ડોમરિયાથી 3 દિવસીય CMનું બિરુદ જેની પાસે છે અને જે One Day Wonder તરીકે ઓળખાય છે એવા કોંગેસના દિગ્જ્જ નેતા જગદંબિકા પાલ આ વખતે BJP ની સીટ પરથી લડી રહ્યા છે. એક સમયના કર્ણાટકના CM ડી.આર.એમ. વીરપ્પા મોઇલી અત્યારે ચિકબાલપુરથી લડી રહ્યા છે.જ્યારે એક સમયના PM એચ. ડી. દેવીગોડા પોતે તુમકુરથી ઉભા છે.
👉🏻2019 ની ચૂંટણીમાં રંગ પૂરવામાં ફિલ્મસ્ટારોએ પણ કંઇ બાકી રાખ્યું નથી. તો આવો જોઇએ ફિલ્મી અંદાઝ મેં ઇલેકશન ક્યા બોલતા હૈ...
ગુરદાસપુરથી સન્ની દેઓલ લડી રહ્યો છે અને એમની સામે સુનિલ ઝાખર ઉભા છે,એમના પિતા સામે લડવાની એક સમયે ધર્મેન્દ્રએ ના પાડી હતી. તો આ વખતે એમનું નામ સ્વિસબેંકમાં એકાઉન્ટ હોવામાં આવ્યું છે. ફરીદકોટથી મોહમદ સાદિક એક ફૉક સિંગર લડી રહ્યા છે. એમની સામે ગુલઝાર સિંગ રાનિકે છે,તો આપ ઉમેદવાર પ્રો. સાધુસિંગ છે, જે એમ કહે છે કે હું એક માત્ર MP પંજાબમાંથી એવો છું કે જેણે 25 કરોડની પુરેપુરી ગ્રાંટ વપરી છે. આમ પણ એમની છાપ એક clean politician તરીકેની તો છે,જે બતાવે છે કે ફરીદકોટની સીટમાં પણ ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ફતેહપુર સિક્રીથી CONGના ઉમેદવાર તરીકે અભિનેતા રાજબબર લડી રહ્યા છે,જે 2014માં ગાઝિયાબાદથી વિજયકુમાર સિંગ સામે 5.47 લાખ વૉટથી હાર્યા હતા. ગોરખપુરની સીટ પરથી BJPના ઉમેદવાર તરીકે રવિ કિશન છે, જે પોતે એક ભોજપુરી એકટર છે. મથુરાના BJPના ઉમેદવાર તરીકે હેમા માલિની લડી રહી છે.રામપુરથી BJPના ઉમેદવાર તરીકે જ્યા પ્રદા છે,જેની સામે SP ના આઝમખાન છે,જે ખરેખર કાંટાની ટક્કર છે. ઉલુબેરિયાથી બંગાળી અભિનેતા જોય બેનરજી (BJP) લડી રહ્યા છે તો સામે સોમારાનીશ્રી રોય (INC) , સજદા અહેમદ (TMC). અને ડૉ. મકસુદા ખાટુન (CPIM) છે આમ ચાર દિગ્જજો વચ્ચે ઉલુબેરિયામાં જંગ જામેલો છે. મુરસિદાબાદ કે જ્યાં 80 % મુસ્લિમ વસ્તી છે,ત્યાં હુમાયુ કબીર(BJP),જે હમણાં હમણાં જ TMCમાંથી આવ્યા છે તો સામે અબુ હિના (INC) જે MLA છે, જનાબ અબુ તહેર ખાન (TMC) જે INCમાંથી આવ્યા છે,તો બદ્દરૂદઝા ખાન (CPIM) માંથી સામ સામે છે આમ મુરસિદાબાદમાં પણ ચાર વચ્ચે બરાબરીનો જંગ છે. શત્રુધ્ન સિન્હા પટના સાહિબથી કોંગ્રેસ પક્ષ તરફથી લડી રહ્યા છે આ જંગ બરાબરનો જામ્યો છે. ઘાટલથી એકટર દિપક અધિકારી લડી રહ્યા છે જેમની સામે ભારતી ઘોષ જે એક IPS છે તે ઉભા છે. બેલુરઘાટથી અર્પિતા ઘોષ (TMC) જે એક થિયેટર આર્ટિસ્ટમાંથી એક્ટિવિસ્ટ બને અને એમાંથી પાછા એક રાજકરણી... પોતે 2014 ના MP તો છે જ... અસનસોલની સીટ પરથી બાબુલ સુપ્રિયો(BJP) લડી રહ્યા છે જે એક પ્લેબેક સિંગર, ટેલિવિઝન હોસ્ટ અને એક્ટર છે. આ જ સીટ પરથી મુનમુન સેન લડતા હતાં પણ આ વખતે શ્રીમતી દેવ વર્મા(TMC) છે. કેન્દ્રપાની સીટ પરથી અનુભવ મોહતે(BJD) લડી રહ્યા છે જે પોતે એક સિને સ્ટાર છે અને રાજ્યસભાના મેમ્બર પણ છે જ. તો સામે બૈજ્યંત પાંડા(BJP) અને ધરણીધર નાયક(INC) ઉભા છે.આમ પાકો ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ચાલાકુડ્યથી ઇનોસન્ટ એક અભિનેતા લડી રહ્યા છે અને બાકીના બે ઉમેદવારોના કારણે આ સીટ dreams of stalwarts કહેવાઇ રહી છે. બેંગ્લોર સેંટ્રલથી પ્રકાશ રાજ એક ફિલ્મ અભિનેતા લડી રહ્યા છે અને સામે પી.સી. મોહન અને રીઝવાન આર્સદ છે,જેનાથી જંગ ત્રિકોણીય બન્યો છે. મુંબઇ નોર્થથી ઉર્મિલા માતોર્ડેકર(INC) ઉભા છે અમરાવતીથી નવતીત કૌર(INC) ઉભા છે જે એક એકટર છે. તો વળી યાદ છે તો કહી દઉં કે ચંડીગઢથી કિરણ ખેર લડી રહ્યા છે.
👉🏻2019ની ચૂંટણીમાં મજાના રંગ તો ત્યારે પુરાતા દેખાય,જ્યારે જે –તે સીટ પરથી ત્રિપાંખિયો જંગ જામતો નજરે આવે... તો આવો આવી થોડી મહત્વની સીટો જોઇએ.... આગ્રાની સીટ પણ એક એવી સીટ છે જ્યાં એસ. પી. સિંગ ભગેલ(BJP), પ્રીતા હરીત(INC) જે Income Tax officer છે અને મનોજકુમાર(BSP) વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. બદૌનમાં પણ સંગમિત્રા(BJP) મૌર્યા લડી રહ્યા છે,જે પોતે MPના દીકરી છે તો સામે સલીમ ઇકબાલ શેરવાની(INC) છે જે પોતે 4 વખત MP રહી ચુક્યા છે અને ધરમેન્દ્ર યાદવ(SP) જે અખિલેશનો ભત્રીજો થાય એ અને 2014 માં 1.66 લાખ વૉટથી જીતી ગયા હતા એમની વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. બંડાની સીટનું ગણીત તો ખૂબ જ જોરદાર છે કે BJPના ઉમેદવાર તરીકે આર. કે. પટેલ છે,જે BSPમાંથી આવ્યા છે.તો CONG માંથી બાલકુંવર પટેલ છે,જે SP માંથી CONGમાં જોડાયા છે,તો SP ના ઉમેદવાર તરીકે શ્યામચંદ્ર ગુપ્તા છે જે BJP માંથી જોડાયા છે.બધા પક્ષ પાસે બીજા પક્ષનો ઉમેદવાર છે. બરૈલીની સીટ પર સંતોષકુમાર ગંગવાર (BJP) લડી રહ્યા છે,તો પ્રવિણ અરોરા(INC) અને ભાગવતશરણ ગંગવાર(SP) સામસામે લડી રહ્યા છે. ગૌતમ બુદ્ધનગરની સીટ પર BJPના ઉમેદવાર મહેશ શર્માની સામે CONGના ઉમેદવાર ડૉ. અરવિંદસિંગ ચૌહાણ છે,જે છેલ્લા 30 વર્ષથી નોઇડા યુનિ.ના ચાન્સેલર છે તો BSPના ઉમેદવાર તરીકે સતબિર નાગર છે. જે પોતે 2009માં MP રહી ચુક્યા છે. આમ,અહીં પણ ત્રિપાંખિયો જંગ છે. કેશરગંજની સીટ જે પોલિટીકલ કેપિટલ ઓફ સીમાંચલ કહેવાય છે,ત્યાં પણ JDUના મોહમુદ અસરફ, INCના મોહમદ જાદવ અને AIMMSના અખત્રુલ ઇમરાન જે બિહારના ઔવેસી કહેવાય છે,એમની વચ્ચે જંગ છે.માધેપુરમાં દિનેશચંદ્ર યાદવ,શરદ યાદવ અને પપ્પુ યાદવ વચ્ચે જંગ છે.કોરપાતમાં જયારામ પાંગી(BJP), સ્પતગીરી ઉલકા(INC) અને જીણા હિકકા(BJD) જે બધા જ કૉંધ સમાજના જ છે એમ ત્યાં ત્રિપાંખિયો જંગ છે.કાલહંડીથી બસંતકુમાર પાન્ડા(BJP) જે સ્ટેટ પ્રેસિડંટ, ભક્ત ચરણ દાસ(INC) અને અર્કા કેશરી દિઓ (BJD) વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. ભુવનેશ્વરની સીટ એક બ્યુરોક્રેટ્સની સીટ બની ચુકી છે કારણ કે અપરાજીતા સારંગી(BJP) EX- IAS, જનાર્દન પતી(INC) AUTHOR અને પારસકુમાર(BJD) Mumbai police chief વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. થીરૂવંતમપુરમ એટલે શશી થરૂર અને આ વખતે ત્યાં ત્રિકોણીય જંગ જામ્યો છે. આજ રીતે અતિંગલમાં પણ ત્રિકોણીય જંગ જામ્યો છે. પરભાનીની સીટ પર પણ સંજય જાધવ (BJP)છે જે એક સરપ્રાઇઝ છે તો સામે રાજેશ વિતેકર છે તો ભૂમિ આંદોલનના(ખેડૂતોની એ વિશાળકાય રેલીએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું) કારણે ઉભા થયેલ દત્તાત્રેય કરબત અને સ્વપનીલ કોલી જેવા નવા નામ છે. સોલાપુરથી પણ બરાબરનો ત્રિપાંખિયો જંગ જામ્યો છે. અને ઔરંગાબાદથી પણ એવૉ જ ત્રિપાંખિયો જંગ જામયો છે.
હવે થોડી મજાની અને થોડી હટકે મજા આવે એવી સીટોની કહાની....
👉🏻ભોપાલની સીટે આખા ભારતનું ધ્યાન ખેંચ્યું છે,સાધ્વી પ્રજ્ઞા ઠાકુર અને દિગ્વિજય સિંહ સામસામે છે.
👉🏻રાયબરૈલીની સીટ પર CONGના સોનિયા ગાંધી લડી રહ્યા છે,તો સામે BJPના ઉમેદવાર તરીકે દિનેશ પ્રતાપસિંગ છે, જે CONGના જ MLA હતા એ જ ઉભા છે.
👉🏻આરુકુની સીટ પર કિશોરચંદ્ર દિયો(TDP) ની સામે શ્રુતી દેવી (INC) છે,જે બન્ને ભાઇ બહેન છે.
👉🏻સિવાનની સીટ પર બે ડૉનની પત્ની લડી રહી છે,જેમાં કવિતા સિંગ (JDU) જે અજ્ય સિંગની પત્ની છે જેના પર ઘણા કેશ છે તો સામે હેના શાહબ (RJD) છે જે મોહમદ શાહબુદ્દિન જે (પોતે તિહાર જેલમાં છે)ની પત્ની છે
👉🏻કનકેરથી લડનાર મોહન મંડાવી(BJP) અને બ્રિજેશ ઠાકુર(INC) બન્ને એક જ ઘરના જમાઇ છે,તો એક સમયે બ્રિજેશ મોહનના ઘરમાં ભાડે રહેતા હતાં.
👉🏻સીમલાની સીટની મજા એ છે કે કોંગ્રેસ ડૉ. કર્નલ ધાનીરામ સંનદિલને લાવી તો ભાજપ હાલના MP વિરેન્દ્ર કશ્યપના સાઢુ સુરેશ કશ્યપને લઇ આવી જે પોતે એક રીટાયર્ડ એરવિંગ કમાન્ડર છે. આ ચુંટણી જંગ દેશના સૈનિકો વચ્ચેનો જંગ બની ગયો.
👉🏻તહેરી ગઢવાલમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે.માલા રાજ્ય લક્ષ્મી અને પ્રિતમ સિંગ બંન્નેની લડાઇમાં વળી ત્રીજા ગોપલમની મહારાજ જે ગાયોની કથા કરે છે અને cow activist તરીકે પ્રખ્યાત છે એમની એંન્ટ્રી થઇ છે.આવી જ રીતે ક્રિષ્ના નગર થી કલ્યાન ચૌબે(BJP) લડી રહ્યા છે જે એક ફુટબોલ ખેલાડી છે. ફરીથી યાદ આવે છે તો કહી દઉં કે ઇસ્ટ દિલ્હીથી ગૌતમ ગંભીર લડી રહ્યા છે. તો આ વખતે કોંગ્રેસની ટિકિટ પરથી ધનબાદથી કિર્તી આઝાદ લડી રહ્યા છે.
👉🏻લાતુરની સીટ પર સુધાકર શૃંગારે(BJP)એક મોટા કંસ્ટ્રકશન મેન ઉભા છે તો સામે મછલ્લીંન્દ્ર કામત(INC) એક મસાલાના વેપારી ઉભા છે આમ આ જંગ માલદાર Vs મસાલેદારનો છે.
👉🏻આ બધાની વચ્ચે મજાની વાત તો એ છે કે બોલપુરની સીટ કે જ્યાં શાંતિનિકેતન લાગે છે ત્યાંથી વિશ્વભારતીમાંથી એક શિક્ષક રામપ્રસાદ દાસ(BJP)ઉભા છે.
👉🏻અરે! ભાઇ બિષ્નુપુરની BJPના ઉમેદવારની કહાની પણ કંઇક જોરદાર જ છે કે સૌમિત્રા ખાન 2012માં TMCમાંથી INCમાં આવે અને 2014 માં MP બને. પાછા 2019 જાન્યુઆરીમાં INC છોડીને BJP જોઇન કરે અને ઉમેદવાર તરીકે ઉભા છે.....
👉🏻ગમે તે હોય અંબાલાની સીટ પર આ વખતે કાંટાની ટક્કર તો છે જ. કારણ કે રતનલાલ કટીયાર ભલે 2014માં આવી ગયા,પરંતુ એ 2009 અને 2004માં જેમની સામે હાર્યા હતા એ જ કુમારી સેલજાને કોંગ્રેસે આ વખતે ઉભા રાખ્યા છે. આવી જ રીતે હિસારની સીટ પર IAS બ્રિજેન્દ્ર સિંગ છે તો સામે ભવ્ય બિસનોઇ છે જે માત્ર 26 વર્ષના અને ઓક્ષફર્ડ યુનિ.માંથી ઇકોનોમિક્સ ગ્રેઝ્યુએટ છે.
👉🏻જયપુર રુરલની સીટ એક અલગ જ પ્રકારની સીટ બની ચુકી છે,કારણ કે કર્નલ રાજ્યવર્ધનસિંગ રાઠોડ જે એક ઓલમ્પિક ગોલ્ડમેડાલિસ્ટ પણ છે જેની સામે કોંગ્રેસે ક્રિષ્ના પુનિયાને ઉભી રાખી છે,જે પોતે પણ ઓલમ્પિક ગોલ્ડમેડાલિસ્ટ છે. આમ આ સીટ બે ઓલમ્પિક ગોલ્ડમેડાલિસ્ટ વચ્ચેની સીટ બની ચૂકી છે.
👉🏻ભીલવાડાની સીટ પર સુભાષચંદ્ર બહેરીયા પર ભાજપે વિશ્વાસ મુક્યો છે પણ અહીં આજ સુધી કોઇ ત્રીજી ટર્મમાં કોઇ ચુંટાયું નથી. બાંસવારાની સીટનું પણ કંઇક એવું જ છે કે 1999 પછી કોઇ પક્ષ રીપીટ થયો નથી. UP ના ડિયોરિયામાં પણ 1996 પછી કોઇ પક્ષ રીપીટ નથી થયો.. જૌનપુરની સીટ પર પણ 1989 પછી બીજી ટર્મમાં કોઇ પાર્ટી રીપિટ નથી થઇ.
👉🏻અલવરની સીટ 2019ના લોકસભાની ખાસ અલગ પડી આવતી સીટ છે કારણ કે ભાજપની સીટ પરથી બાલક નાથ લડી રહ્યા છે જે એક સંત છે તો કોંગ્રેસની સીટ પરથી જીતેન્દ્રસિંગ લડી રહ્યા છે જે ત્યાંના રાજા છે. એટલે આ hermit and king વચ્ચેનો જંગ છે. અહેમદનગરથી સુજય વિખે પાટીલ ઉભા છે જે એક ન્યુરોસર્જન છે.
અનેક ક્ષેત્રના અનેક આવડત ધરાવતા અનેક મહનુભાવો પોતાના વિરોધીઓને ટક્કર આપવા 2019માં ઉભરી આવ્યા છે ત્યારે ચોક્ક્સ કહેવાનું મન થાય કે જે હોય તે દેશમાં ખૂણે ખૂણે એક પરિવર્તનનું મોજુ ફરી વળ્યું છે અને કંઇક નવાજુની થાશે અને દેશ આગળ આવશે જ.... અત્યારે તો જ્યારે પરિણામોનું કાઉન્ટ-ડાઉન ચાલુ છે ત્યારે દુષ્યંત કુમારના શબ્દોમાં એટલું જ કહેવાનું મન થાય કે....
थोड़ी आँच बनी रहने दो, थोड़ा धुआँ निकलने दो ।
कल देखोगे कई मुसाफ़िर इसी बहाने आयेंगे ।।
અને છેલ્લા એક જ વાત કહીશ કે જે હોય તે બાકી આવશે તો મોદી જ !!!!

Vertical - એક અનોખો ચિલોચાતરતો નવો કાવ્ય સંગ્રહ



માણસના મનમાં કે કલ્પનામાં આવેલી વાત જ્યારે શબ્દ સ્વરૂપે લય પામે ત્યારે કવિતાનો જન્મ થાય. આપણા મનમાં ઘુંટાતી કોઇ વાતને કે આપણી વ્યથાને કોઇ કવિ એવી રીતે રજુ કરી આ
પે કે જાણે હું જ એ શબ્દને (કવિતાની કોઇ લાઇનને) જીવું છું એવું બને ત્યારે વાહ.. વાહ.. પોકારી ઉઠવું પડે. અને આવો જ કંઇક અનુભવ મને મૃગાંક શાહનો નવો બહાર પડેલો કાવ્યસંગ્રહ વર્ટિકલ્સ વાંચતા વાંચતા પાને પાને થયો છે. જીવનમાં જોયેલી કે અનુભવેલી કે શક્યતા- અશક્યતાના શિલ્પ પર રચાયેલી અનેક વાતો પાને પાને સુપર્બ રીતે એક જ ધારમાં ધારદાર રીતે લખી છે. ક્યાંક વાસ્તવિકતાનો ચેતોવિસ્તાર છે તો કયાંક ખારો પણ હક્કિકતથી ભરપૂર કટાક્ષ વિચારતા કરી મુકે એવો છે . પાને પાને એક જ ધારમાં વરસી પડતી કવિતા. વાહ મૃગાંકભાઇ તમારી વર્ટિકલ્સ તો કમાલ જ છે. વર્ટિકલ્સ હાથમાં લીધી અને વાંચવાનું શરૂ કર્યુ પછી એકી બેઠકે પુરી કરી એવું કહીશ તો કદાચ વર્ટિકલ્સને અન્યાય થાય એવું લાગે એટલે મારે એવું કહેવું પડશે કે તમારી વર્ટિકલ્સ એકી શ્વાસે વાંચી. એક જ શ્વાસમાં અનેકોત્સવને માણવાનો અનુભવ તમારી વર્ટિકલ્સને જાય છે. ગુજરાતી કાવ્યવિશ્વમાં વર્ટિકલ્સ કંઇક અલગ જ ઇતિહાસ રચીને આગળ વધશે એમાં કોઇ શંકાને સ્થાન નથી. મૃગાંકભાઇનો આગળનો કાવ્યસંગ્રહ વજૂદ જે રીતે વાચકો એ પોંખ્યો હતો એ જ રીતે આ વર્ટિકલ્સને પણ જોરદાર પ્રતિસાદ મળશે જ. આ સંગ્રહમાં એક પણ કવિતા છંદશ નથી, અછંદશ પણ નથી, કે હાઇકુ કહેવાય એવી પણ નથી. ગુજરાતી ભાષા કે સાહિત્યમાં આ એક નવો જ પ્રયોગ છે નવો જ વણાંક છે. હેટ્સ ઓફ મૃગાંકભાઇ. અને છેલ્લા એટલું જ કહીશ કે તમારા હાથે જ્યારે મને વર્સિકલ્સ મળી અને જે ક્ષણો સાથે રહ્યા તે પણ વર્ટિકલ્સ જ હતી એવું કહું તો એમાં કોઇ અતિશ્યોક્તિ નથી.

બાપુને અને ભાઇને એક સાથે મળવાનો જીવનનો અમુલ્ય અવસર.......



A cherished moment with Bapu and Dr. Gunvant Shah
પૂજ્ય મોરારી બાપુએ ગુણવંત શાહને “વિચાર યજ્ઞના આચાર્ય” કહ્યા છે તો બીજી બાજુએ ગુણવંત શાહે મોરારી બાપુને “લોકશિક્ષક” શબ્દથી નવાજ્યા છે. વિચારયજ્ઞના આચાર્ય અને લોકશિક્ષક બંન્નેને સાથે સ્ટેજ પરથી સાંભળવાનું જીવનમાં બે ત્રણ વખત બન્યું છે. પણ આજે આ બંન્ને સૂર્યોજ્વલ વ્યક્તિત્વોને એક સાથે રૂબરૂમાં મળવાનું બન્યું એ સદભાગ્ય ગણું છું. ખરેખર અત્યારે તો મનોજ ખંડેરિયાનો શૅર યાદ આવી જાય છે.
ક્ષણને તોડવા બેસું તો વરસોના વરસ લાગે
બુકાની છોડવા બેસું તો વરસોના વરસ લાગે.
સાચું કહું તો જીવનની પ્રત્યેક ક્ષણ કે પળ કંઇક કહેતી જાય છે. પણ જીવનમાં ક્યાંક કેટલીય ક્ષણો એવી પણ હોય છે કે કંઇક પામવા માટે સતત તરસતી હોય છે. જો આવી જ ક્ષણોની હું મારી જીંદગીમાંથી થોડી છણાવટ કરું તો ચોક્ક્સ કહીશ કે પૂજ્ય મોરારી બાપુને ખૂબ જ નજીકથી મળવું અને માણવા એ એક મારી પહેલા નંબરની અભિલાષા હતી. . મારી અંદર પડેલી આ જીજીવિષાશા આજે ગુણવંતભાઇના ઘરે (ટહુકા) પર પુરી થઇ. ભાઇ તમે આવા અમુલ્ય અવસર પર મને યાદ કરીને બોલાવ્યો એનો દિલથી ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે આજે તમે જેને વડોદરું કહીને સતત વ્હાલ કર્યું છે એ જ વડોદરાની મહારાજા સાયાજીરાવ યુનિવર્સિટીમાં તમારા નામના સુવર્ણ ચંદ્રક અપાશે એ વાતે દિલથી અભિનંદન. અને સાથે સાથે તમારી ખૂબ જ સરસ રીતે વડોદરાવાસીઓએ કદર કરી તેનો ગર્વ પણ થાય છે. સાચુ કહું તો ભાઇ આજે તમને અને બાપુને સાથે બેઠેલા જોવું છું ત્યારે મનમાં થાય છે કે ગુજરાતના અવલ્લ નંબરના એક ફિલોસૉફર અને એક અવલ્લ નંબરના મર્મજ્ઞ-જ્ઞાતા સાથે બેઠા છે. બંન્ને વ્યક્તિત્વોએ ગુજરાતને એટલું પિરસ્યું છે કે જેના થકી ગુજરાતીઓ ઘડાયા છે.
ગુણવંતભાઇએ જાહેરમાં એક વખત ખૂબ જ સરસ વાત કરી હતી કે બાપુ તમે મંડપના માણસ અને હું સ્ટેજનો માણસ. પણ આજે જયારે તમે બંન્ને એક સાથે છો ત્યારે અમારા માટે તો એક અખિલ બ્રહ્માંડ સર્જાયાની મનોસ્થિતી.....
હજુ તો દારા સુકોહ યાત્રાનો રોમાંચ ઓસર્યો નથી ત્યાં તો જીવનભર ન ભૂલાય એવા રોમાંચની અદભૂત અનુભૂતી....
અંતમાં ફરીથી મનોજ ખંડેરીયાના જ શબ્દોમાં બાપુ અને ભાઇને કહુ તો....
મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જવા
ચરણ લઇ દોડવા બેસું તો વરસો ના વરસ લાગે.

Happy Birthday Kedar and Arya......




કેદાર એટલે મિત્રતાનો એક નવો અધ્યાય લખાય એવું નોખું તરી આવતું વ્યક્તિત્વ. અમારા સૌમાં અલગ જ સેન્સ ઓફ હ્યુમરથી ભરેલો મિત્ર એટલે કેદાર. અનેક અલગ જ પડી આવતી વાતો અને વિચારોથી ભરેલો મિત્ર એટલે કેદાર. કશુંક નવું જાણવું છે તો જીવનમાં આવા ફુલ્લી અપડેટ મિત્ર જોઇએ જ. સ્કુલ ટાઇમથી જ એ અલગ તરી આવતો, તો વળી અમે સૌએ જ્યારે B.Sc. માં મેથ્સ લીધુ તો એણે Statistics લીધુ. Updation ની બાબતમાં એ કદાચ અમારા સૌ કરતા ઘણો આગળ છે તો વળી મેં અનેક વખતે એને રૂદ્રને ખુબ જ સરસ રીતે સમજાવતા અને વાતો કરતા જોયો છે ત્યારે ચોક્ક્સ એમ કહેવાનું મન થાય કે કેદાર ખુબ જ સરસ રીતે એના દિકરાને ઉછેરી રહ્યો છે (કાબિલેદાદ પેરેન્ટીંગ). આમ તો અમે જ્યારે કોલેજમાં ભણતા ત્યારે NIIT માંથી છુટીને એના ઘર પાસે ગ્રાઉન્ડમાં ખુબ જ ક્રિકેટ રમતા અને પેટ ભરીને નાસ્તો પણ કરતાં તો વળી પતંગ પણ ચગાવતા અને દુર સુધી P&T colony માં પથ્થર પણ ફેંક્તા... એ દિવસો ખરેખર ગોલ્ડન દિવસો હતાં. ક્યારેક વિડિયો ગેઇમ પણ એટલી જ રમતાં તો પિકચરોની કે સૉંગ્સની આપલે પણ કરતાં અને ચર્ચા પણ કરતાં વાહ...શું મજાના એ દિવસો હતા???? કેદાર એ સમયે backstreet boys and vengaboys ના ગીતો સાંભળ તો અને પાછો એનો દિવાનો હતો. મને આ ગીતોની ઓળખનો પ્રથમ શ્રેય હું કેદારને જ આપી શકું. Larger than life એનું favourite હ્તું. એ દિવસોમાં કેદરનું ઘર એટલે અમારા માટેનો રોજનો એક પડાવ હતો. તો આજે પણ કંજ, આરવ કે નંદીશ અમને તારા ઘરે જ આવવાનું કહે છે કારણ કે એમને તારા પેન્ટહાઉસના ધાબા પરથી પ્લેન જોવાની અને રમવાની મજા આવે છે. તને યાદ છે 8-D અને 9-D ની ક્લાસમાં જ્યારે આપણે સાથે ભણતા ત્યારે ગુજરાતી કે હિંદીના પિરિયડમાં આપણને વાંચવાં માટે ઉભા કરતા ત્યારે તું અને હું એવું સ્પિડમાં વાંચતા કે ક્યારેક મેડમ કે સર ખિજાઇ જતાં તો વળી એક સમયે ગીતા મેડમે વખાણ કરતાં કહ્યું હતું કે સારું કહેવાય કે આટલી સ્પિડમાં વાંચી શકો છો. 
કેદાર પાસેથી અઢળક ઇંગલિસ મુવીનું લિસ્ટ મળે અને મજાના પિકચરો જોવા મળે. મેં તો આનો ભરપુર લાભ લીધો છે. આજ સુધીમાં અમે સૌ મિત્રોએ ક્યારેય નથી બદલ્યા એટલા લૂક એ બદલી ચૂક્યો છે. He has charm and sense of fashion. તો વળી પોતે એક સારો ફોટોગ્રાફર પણ છે. ફોટોગ્રાફી એ એનું પૅશન છે. આપણા આ મહાનુભાવ કેદાર વૈજનાપુરકર કંઇ ઓછા મહાન છે એવું જરાય માનવું નહી કારણ કે વર્ષ 2017માં કેદાર આર્યલેન્ડમાં પોતાના ટોપીકનું કંઇક જોરદાર પ્રેઝેન્ટેશન આપી ચુક્યો હતો. આટલી મોટી ગર્વવાળી વાત અને પાર્ટી નથી મળી એનો ખેદ છે બરાબરને Gang of 4+√4 ના બાકીના મિત્રો કંઇ કહેવાનું ?????? ચાલો જે હોય તે બાકી એ દિવસ પણ યાદ છે કે તું વાંદરા સાથે બાઇક પરથી અથડાયો હતો અને ઘણું વાગ્યું હતું તો વળી તારું બાઇક તારી જેમ લાખોમાં એક હોય એમ યુનિક હતું, હા તારું કાવાસાકી બજાજ બોક્સર 25નું જ એવરેજ આપતું હતું.... વાહ લકી મેન... હા ...હા.... હા... છતાં આ બધાથી પર, તું વિચારોથી જે રીતે Update છે એ જ તારા માટેનું એક અલગ પ્લેટફોર્મ સાબિત થશે એવું હું ચોક્ક્સ માનું છું... તારા બ્લોગ પરથી તારા વિચારો વાંચવાનો જે આનંદ આવે છે એ શબ્દાતીત છે.. તો કેદારના બ્લોગમાંથી જ એના જ થોડા વિચારો મુકું છું...
The one who compromises freedom for money, deserves none.
Only thing you change by insulting someone is the respect they have for you.
Your insult are shit to me, I drop them every day.
Respect thy women, they run this species.
Most expected promises are hardest to keep.
Trust me, he who trusts no one is trustworthy.
To mistake is Homo-Sapiens, To learn from them is Homo-Sapiens-Sapiens.
And last but not least… my favourite one….
More you except weaken you grow.
અને છેલ્લા એક મજાની વાત કે Statistical data એમ કહે છે કે આ વિશ્વમાં બાપ-દિકરાની બર્થ ડે એક જ દિવસે આવતી હોય એવો નશીબદાર બાપ દર 1,30,000 લોકોએ એક જ હોય છે. અને એ 1,30,000 માંનો એક કેદાર છે... Yes, Happy Birthday Kedar and Arya. Many many happy returns of the day.

Tushar Patel a legend



એક મોટા મિત્રવર્તુળે એક સ્તંભ સમાન મિત્ર ખોયો છે. મિત્રોમાં પણ લીડ કરીને કંઇક કરી બતાવનાર એક લીડર ખોયો છે. સૌએ એક સરળ અને નિખાલસ મિત્ર ખોયો છે. એક મલ્ટિટેલેન્ટેડ મિત્ર ખોયો છે. અનેક ખૂબીઓથી ભરેલો મિત્ર ખોયો છે. એક શ્રેષ્ઠ ડોક્ટર હોવા છતાં હંમેશા ડાઉન ટુ અર્થ રહેતો અને હંમેશા કોઇની પણ સાથે ભળી ઉઠતો મિત્ર ખોયો છે. વાત માન્યમાં નથી આવતી પણ વાસ્તવિકતાનો ઘુંટળો ગળે ઉતાર્યે જ છુટકો એમ સ્વિકારવું પડે એવું છે. સાચું કહું તુષાર નામનો ચંદ્ર તો હજુ પૂર્ણ કળાએ ખિલ્યો હતો અને આમ જ સીધો અમાસના અંધારામાં પલટાઇ જશે એવું તો અમે કેમ કરીને માની શકીએ. હે ભગવાન જ્યારના દુખદ સમાચાર સાંભળ્યા છે ત્યારનું મગજ એક જ વિચાર કરે છે કે તારે તો ક્યાંક હાર્ટ સર્જરીની જરૂર પડી અને તે અમારી વચ્ચે જીવતા જાગતા અમારા ભગવાનને બોલાવી લીધો. આ તે કેવો ન્યાય છે પ્રભુ ? અનેકના હ્રદયમાં વસનાર અને અનેકના હ્રદયને પાછુ જીવતદાન આપી જીવાડનાર એક મિત્ર સમાન ડો. તુષારને હ્રદયાંજલી આપતા હૈયુ ભરાઇ ઉઠે છે અને શબ્દો ખૂટી પડે છે. પરમાત્મા અમે તને બીજુ તો શું કહીએ અમારા સૌની પ્રાર્થના સ્વિકારીને અમારા મિત્રની આત્માને શાંતિ આપજે.
============================
============================
તુષાર અમે મિત્રો તને શું આપી શકીએ શબ્દાંજલી સાથે હ્રદયાંજલી સહ અમારા સૌની મિત્રાંજલી.
તુષાર એક હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉકટર હતો. એક એવો ડૉકટર કે જેના ગળામાં સૂર અને હ્રદયમાં તાલ કાયમ હોય, એવો તો એને સંગીતનો શોખ હતો. એક એવો ડૉકટર કે જે મિઝલસનો માણસ હતો. એક એવો ડૉકટર કે જે મિત્રતાનો એક અલગ જ પર્યાય હતો. એક એવો ડૉકટર કે જે લાગણી, ભાવના અને સંવાદનો અનોખો સેતુ હતો. એક એવો ડૉકટર કે જેને બીજાના દુખ પોતિકા લાગતા. એક એવો ડૉકટર કે જેને નાના હોય કે મોટા સૌનો મેળાવળો ગમતો. એક એવો ડૉકટર કે જે બધા વચ્ચે ખડખડાટ હસી પણ શકે અને સૌને હસાવી પણ શકે. એક એવો ડૉકટર કે જે હંમેશા ફિટ અને હિટ જ રહેતો. એક એવો ડૉકટર કે જેનામાં પોતાના કે બીજાના કોઇપણ કામ માટે એનામાં એક ફાઇટિંગ સ્પિરીટ જીવતો. એક એવો ડૉકટર કે જે હંમેશા પોતાના સપના કે વિચારોને પુરા કરવા સૌને સાથે લઇને મંડી પડતો. એક એવો ડૉકટર કે જેને બીબાઢાળ જીંદગી જરાયે પસંદ ન હોતી. એક અનોખી પર્સનાલિટી અને ડેશિંગનેશ એને હંમેશા બીજા કરતાં જુદી પાડતી. હા, ડૉકટર પાસે એક પોતિકું નોખું તરી આવતું ઇન્સટિંગસ હોય એ તુષારે સૌને બતાવ્યું. સાચું કહું એ ડૉકટર પછી હતો એ સાચા દિલનો એક દિલદાર હતો. અનેકના દિલને ફરીથી દોડતા કરનાર એક મસીહા હતો. એક સેવાભાવી સજ્જ્ન હતો તો વળી સ્વજનને પણ મિત્ર કરતાં વહાલો લાગે એવો એ વ્હાલપનો દરિયો હતો. મિત્રોમાં એ કર્ણને પણ વટી જાય એવો મિત્ર હતો. તો કોઇ સુદામા સમા મિત્ર માટે એ ખરા અર્થમાં અનેક વખતે કૃષ્ણ બનનાર મિત્ર હતો. સાચું કહું એની પાસે અર્જુનની ઋજુતા પણ હતી અને લક્ષ્મણનો મન્યુ પણ હતો. છતાં સૌના મનમાં એ મર્યાદા પુરષોતમ રામ જેવો જ હતો. તુષારને એક વાક્યમાં વર્ણવો હોય તો કહી શકાય કે દુનિયાનો કોઇપણ માણસ એને જેટલો પ્રેમ આપે એને એ અનેક ગણો કરીને પાછો આપનાર અલગ જ માટીનું નોખું વ્યક્તિત્વ હતો. મિત્ર, હજુ તો અમારે આ તારા અનેક ગણા પ્રેમનું ઋણ ચુકવવાનું બાકી હતું એ અમે કેમ કરીને ચુકવશું ? તું તો અમને સૌને ઋણી જ રાખતો ગયો. અનેક ટેલેન્ટ અને ટાસ્કથી ભરેલ જીવન તું તો જીવ્યો સાથે સાથે અમને પણ શીખવ્યું... પણ હવેનું શું ? અનેક શિક્ષકો અને તારા સ્ટાફના મેમ્બરોને જ્યારે તારી વિદાય સમયે રડતાં જોયાને ત્યારે ખરેખર તારું કદ કેટલું મોટું હતું એ જોઇને આનંદ થતો હતો પણ એને જોવા તું જ ન હોતો એ વિચાર આવતો ત્યારે મન વ્યથિત થઇને રોવા લાગે છે. સાચું કહું યાદો જેવું કશું જો જીવનમાં ન હોત તો માણસ આવા સમયે શું કરે એ વિચારે મનમાં અનેક વંટોળ ચડે છે. આખો દિવસ હું અને વિલકેશ એક જ કામ કરીએ છીએ તારી સાથેની યાદોને યાદ કરીને એ જ ફોટા ફરીફરીને શૅર કરીએ છીએ. હવે તારી સાથેની વિતાવેલી પળોની યાદો એ જ અમારા સૌ માટે સૌથી કિંમતી સોગાત છે જેને અમે અમારા છેલ્લા શ્વાસ સુધી અમારા દિલમાં સાચવીને રાખીશું. પ્રભુ છેલ્લા તને અમારા સૌની એક જ અરજ છે કે અમારા મિત્રને તારા ચરણોમાં સ્થાન આપજે. We really miss you dear……તારી ખોટ ભરી શકે એવો મિત્ર શોધું છું ક્યાંય ન મળ્યો... તારી ખોટ ભરી શકે એવો દિલદાર ડૉકટર શોધું છું ક્યાંય ન મ્ળ્યો... તારી ખોટ માત્ર મિત્રને કે પરિવારજનો ને જ છે એ ખોટી વાત છે તારે ખોટ સમગ્ર સમાજને છે, તો તારી ખોટ સમગ્ર મેડિકલ જગતને છે તો તારી ખોટ સમગ્ર ગુજરાત કે ભારત વર્ષને છે. તું એક લિજેન્ડ હતો અને લિજેન્ડ રૂપે જ અમારા સૌના દિલમાં રહીશ. તુષાર... તુષાર... કહીને બોલાવતા શબ્દો અને વિલકેશ અને હિતેશના નામની બુમો તારા અવાજમાં સતત મારા કર્ણપટલ પર ભાષે છે.... આ દુખ કેમય કરીને વિસરાય એવું લાગતું નથી. ફરીથી પ્રભુ એક જ પ્રાર્થના કે......
==================
===========================

આજે રાત્રીના 8 વાગ્યે ડૉ. તુષાર પટેલની વડોદરામાં પ્રાર્થના સભા યોજાઇ. તુષાર એવું તો સંબંધોનું સરોવર રચતો ગયો કે એને ઓળખતી જે પણ વ્યક્તિને મળો એ એમ જ કહે કે હજુ એમ લાગે છે કે હજુ ક્યાંકથી એ આવશે... ખરેખર મન વાત સ્વિકારવા તૈયાર જ નથી. છતાં એ વાસ્તવિકતા સ્વિકારવી જ પડશે કે તુષાર હવે પંચમહાભૂતમાં વિલિન થઇ ચૂક્યો છે. એ સદેહે આપણી વચ્ચે નથી પરંતુ આપણામાં એ ક્યાંક તો સતત જીવે જ છે જેની પ્રતિતિ આજે આ પ્રાથનાસભામાં થઇ હતી કે જેમાં 1000 થી વધુ માણસો ડૉ. તુષારના નામ પર હાજર હતાં.... જેમાં અનેક સ્વજનો, સમાજના આગેવાનો, મિત્રો, શિક્ષકો કે ડો. વી. સી. ચૌહાણ જેવા અનેક ડૉકટર મિત્રો પણ હાજર રહ્યા હતાં. સમાજના એક વડિલશ્રીએ તુષારનો ટુંકમાં પરિચય આપીને તુષારના IPCL શાળાના સર શ્રી દિલિપ મહેતા સરને શબ્દાંજલી અર્પવા માટે વિનંતી કરી જેમાં સરે શ્રીઅરવિંદના સાવિત્રીની વાતથી શરૂઆત કરી અને ખૂબ જ સરસ વાત કરી કે મિંમાંસા મનમાંથી આવે છે અને પ્રાથના હ્રદયમાંથી આવે છે. તો વળી ડેનીયલ ગોલમેનના પુસ્તક ઇમોશનલ ઇન્ટેલીજન્સની વાત કરી જેમાં મસ્તિકના બે પ્રદેશની વાત કરી જેમાં રેશનલ બ્રેઇન અને ઇમોશનલ બ્રેઇનનો ઉલ્લેખ કર્યો અને ખૂબ જ સરસ રીતે કહ્યું કે દરેકમાં કોઇ એક ભાગ ખૂબ સરસ રીતે કામ કરતા હોય છે અને જે-તે વ્યક્તિ એમાં નિપૂણ હોય છે પણ તુષાર એક એવું વ્યક્તિત્વ હતું કે જેના બ્રેઇનનાં બન્ને પાર્ટ ખૂબ જ સરસ રીતે એકટિવ હતા. અને આ વાતને જ સંગીત સાથે રીલેટ કરી અને તુષારના સંગીતના પેશન સાથેની વાત કરી તો વળી એના પેશનની વાત કરી ખૂબ જ સરસ રીતે કહ્યુ કે તુષાર એટલે સૂર, શિક્ષણ અને સુહ્રદયનું સંગમ ધરાવતો અદભુત ડોકટર. તો વળી જેનામાં સુનેતૃત્વ, સંગઠન, સર્જરી અને સર્જનનો અદભુત સમન્વય થયો છે એવું નોખું પડી આવતું વ્યકિતત્વ. સમાજ પ્રત્યેની એની કર્તવ્યનિષ્ઠાની વાતો કરી તો એના વાવેલા વિચારો એળે નહી જાય એની વાત કરી. સમગ્ર IPCL શાળાનો fraternity નો શુક્ર તારક ખરી પડ્યો છે એવું સર જ્યારે બોલ્યા ત્યારે સૌની આંખના ખૂણા તુષારની યાદ સાથે ભીના હતાં. તુષાર સાથેની થોડી વાતો યાદ કરી અને ફરીથી એ વાતો સાથે સૌ પોતાના ભાવવિશ્વમાં તુષારમય બની ચુક્યા હતાં. સરે ખૂબ જ સરસ રીતે ખાચર સરે તુષાર પર લખેલ 9 દુહાઓ રજુ કર્યા. ખાચર સર ભલે હાજર ન રહ્યા પણ તમારા દુહાના શબ્દો, એ કહેવામાં સો ટકા સમર્થ હતાં કે તમે કેવો હ્રદયનો વલોપાત અનુભ્વયો છે. તો ખૂબ જ અલ્પ શબ્દોમાં હાલના IPCL શાળાના આચાર્ય શ્રી S.B. Solanki સરે પરિવારજનોનું, સમાજનું, શાળાના શિક્ષકોનું, મિત્રોનું અને સૌ આપ્તજનોનું દુ:ખ એક શોક ઠરાવ વાંચીને વ્યક્ત કર્યું. આ સમગ્ર સમય દરમ્યાન સૌ પોતાના તુષાર સાથેના સંસ્મરણોમાં ડૂબેલા હતાં તો એમાંના બે ત્રણ વ્યક્તિઓએ હિંમત કરીને પોતાના તુષાર પ્રત્યેના ભાવ અને સંસ્મરણો રજુ કર્યા અને તુષારને પોતાની શબ્દાંજલી અર્પી. અને છેલ્લા મોબાઇલની લાઇટ ચાલુ કરીને હાથ ઉંચો કરીને તુષાર માટે કરાયેલી પ્રાથના, ગાયત્રીમંત્ર અને મૃત્યુંજય મંત્રની ગુંજ સાથે કરીલી પ્રાથાન... હે, પ્રભુ વડોદરાના એક ખૂણામાં ભેગા થયેલા સૌના હ્રદયમાં તુષાર હજુ છે જ અને રહેશે જ માત્ર સૌની પ્રાર્થના સ્વિકારીને એને સદગતિ આપજે. એ જ સૌની હ્રદયની ભાવના અને લાગણી હતી. સાચું કહું સમગ્ર સમય દરમ્યાન એવું લાગતું હતું કે સમય થંભી ગયો છે અને સમગ્ર વાતાવરણ તુષારમય બની ગયું હતું. ઉપસ્થિત સૌની મનોસ્થિતી કે માનસપટ્ટ પર તુષાર સાથે ગાળેલી પળો અને પ્રાથાન જ હતાં. અને હોય જ ને કેમ કે તુષાર સમેવાળી વ્યકિતમાં રહેલા પોટેન્શિયલને જગાવનારો અને એમાં આનંદ પામનારો અલગ જ માટીનો નોખો જીવ હતો. દરેકને સહજતાથી ઓળખનારો અને એની સાથે એવી રીતે જ રહેનારો વ્યક્તિ હતો. આ ખોટ એટ્લી મોટી છે કે જેને કોઇ બીજો તુષાર ભરી શકે એમ નથી પણ દિલિપ સરે કહ્યું એમ જ કે આપણે ભેગા મળીને એના સપના પુરા કરવા પડશે એ જ કદાચ એને સાચી અંજલી હશે. છેલ્લે એક વાત કહું ત્યાં હાજર સૌના અનેકના નિશબ્દ ચહેરા ઘણું ઘણું કહી રહ્યાં હતાં પણ દુ:ખે શબ્દો જ છીનવી જ લીધા હતાં. છતાં...છતાં...છતાં એક જ વાત કહીશ કે તુષાર તું ખરા અર્થમાં એક લિજેન્ડ હતો અને હજુ પણ સૌના દિલમાં લિજેન્ડરૂપે જ રહીશ.