શુક્રવાર, 30 ડિસેમ્બર, 2016

2017 welcome


HAPPY NEW YEAR,

WELCOME 2017

અત્યારે હું, -  નરેન્દ્ર સર, નાનકાણી સર, કલ્પેશ સર અને રાકેશ સર સાથે શ્રીનાથજી જવા માટે નીક્ળી ચુકયો છું. રાત્રીના બાર વાગ્યા છે. અમે  પહોંચ્યા છીએ. નવા વર્ષે દસ્તક દઇ દિધી છે.  કાર ડ્રાઇવ કરતા કરતા વિચાર આવે છે કે આ પૃથ્વી પરના સૌથી ધનવાન અને સૌથી ગરીબ માણસ વચ્ચે કઇ બાબતમાં સામ્યતા છે. બસ આ વિચાર અમારા શિક્ષક ગૃપમાં અત્યારે જ પુછ્યો અને કારમાં ચર્ચાનો દોર શરૂ થયો. મારા મને, મને જ  જવાબ આપ્યો કે આ  બંન્ને ગમે ત્યારે ઇચ્છે ત્યારે પોતાના વિચારોની દુનિયામાં ગરકાવ થઇ  શકે છે. આવી જ રીતે બંન્ને ઉંઘમાં  પોતાના સપના પણ જોઇ શકે છે. અરે બસ હવે મારું મગજ કંઇક અલગ જ વિચારવા લાગ્યું કારણ કે આફટર ઓલ હું સાયન્સ સ્ટુડન્ટ ખરો ને ! આ દુનિયાનો દરેક માણસ નાનો હોય કે મોટો હોય, વૃધ્ધ હોય કે નાનું બાળ હોય, જાડો હોય કે પાતળો હોય, જાગતો હોય કે સૂતો હોય,  ખુબસુરત હોય કે ન ગમે એવો હોય, કામ નો હોય કે નકામો હોય જેવો હોય એવો એ આખુ વર્ષ મુસાફરી તો સરખી જ કરે છે. અરે હા મિત્રો હું કંઇ માણસે બનાવેલી વાડાબંધીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની વાત થોડી કરું છું. હું તો અખીલ બ્રહ્માડની વાત કરું છું. વિષ્વૃત પર 40,000 કિ.મી. નો ઘેરાવો ધરાવતી અને  પોતાની ધરી પર ફરતી આ પૃથ્વી એક ચકરાવો પુરો કરવામાં 24 કલાક લે છે. એ હિસાબે  1666 કિ.મી. પર ક્લાકની પૃથ્વીની  સ્પીડ થઇ. જેમ જેમ પૃથવીના ધ્રુવ પ્રદેશ તરફ જાવ એમ એમ  એ સ્પીડ ઘટતી જાય. એ હિસાબે ભારતમાં રહેલ દરેક વ્યકિત એટલીસ્ટ 1000 – 1200 કિ.મી. પર કલાક ની ઝડપે ફરતો હોય છે.    એટલે કે પૃથ્વી પરનો દરેક વ્યકિત ભલે તે જાગતો હોય કે  ઉંઘતો હોય, દવાખાનામાં હોય કે કોમાંમાં હોય કે પછી એ મારી જેમ ડ્રાઇવ કરતો હોય  એ દરેકે દરેક વ્યકિત દર કલાકે 1666 (ભારતવાસી  1000 – 1200 )કિમીની મુસાફરી કરે છે એ વાત ફાઇનલ . પિકચર અભી બાકી હૈ મેરે દોસ્ત કારણો ઘણા છે. પૃથ્વી પોતાની ભ્રમણ કક્ષામાં સૂર્યની આસપાસ પણ ફરે જ છે. અને આવી જ  ભ્રમણ કક્ષાની નવી શરૂઆત હજુ હમાણા જ થઇ છે. હા 2017 નો એક નવો ચકરાવો. પૃથ્વી સૂર્યથી 150 મિલિયન કિ.મી. દુર છે. અને 942 મિલિયન કિ.મી.ના ઘેરાવામાં એ પોતાનું ભ્રમણ પુર્ણ કરે છે. એ જોતા પૃથ્વી સૂર્યની આસપાસ 1,07,000 કિ.મી. પર કલાકની ઝડપે ફરે છે. આવી જ રીતે આપણું પુરૂ સૌર મંડળ 6,75,000 કિ.મી.ની ઝડપે ફરે છે. અને આ બધાનો સમાવેશ કરનાર આપણી ગેલેક્ષી પણ સતત દર કલાકે 36,00,000 કિ.મી. ની ઝડપે ફરે છે. એટલે જો આ બધાનો સરવાળો કરીએ તો આ પૃથ્વી પર નો દરેક માણસ દર કલાકે 43,83,610 કિ.મી. ની ઝડપે મુસાફરી કરે જ છે. આજ સુધી સાંભળેલા શબ્દો કે સમય ક્દીયે પાછો નથી આવતો, દરેક ક્ષણ ભુતકાળ બનતી જાય છે. આપણી સામેથી વહેતી નદી ક્યારેય એ જ નદી નથી જ હોતી કારણ એનો પ્રવાહ એમાં રહેલું પાણી સતત બદલાતું રહે છે!  એમ આપણી દરેક કલાકની, દરેક મિનિટની, દરેક સેકન્ડની આ યુનિવર્સની સાપેક્ષે થતી મુસાફરી પણ ક્યારેય એ પોંઇન્ટ પર પાછી આવવાની નથી. અને એથી જ કદાચ નવી ક્ષણને નવી પળના સાક્ષી હોવાના આનંદમાં  પૃથ્વીના આ નવા ચકરાવાને 31 મી ડિસેમ્બરની રાતે ગુડ બાય કહી નવા વર્ષને આવકારવા ર્ન્યુઝીલેન્ડથી લઇ ને  અલાસ્કા (બંન્ને વચ્ચે 26 કલાક નો ડિફરન્સ)નું માનવ મહેરામણ ઉત્સાહી હોય છે. વધારે એક્યુરેસીથી કહીએ તો રશિયાના ઇસ્ટર્ન મોસ્ટ વિલેઝ Naukan Haykahથી  લઇને   અલાસ્કાના મોસ્ટ વેસ્ટર્ન વેલ્સ (બંન્ને વચ્ચે 21 કલાકનો ડિફરન્સ છે.  ) પ્રદેશનો માનવ નવા વર્ષને આવકારવા તૈયાર છે. અત્યારે આ પળે  ભારત 2017 ની વધામણી કરી રહ્યુ છે તો ભારતની પૂર્વોતર દેશો આ ઉજવણી કરી ચુક્યા છે બીજી બાજુ પશ્ચિમોતમ દેશો હજુ રાહ જોઇ રહ્યા છે. આ સાપેક્ષ વાદ પણ વિચારતા કરી મુકે એવો છે. આવું જ કંઇક ક્યાંક અલગ અલગ જગ્યાએ આ ક્ષણે સતત બનતું હશે.   અત્યારે  કંઇ કેટલાય લોકો હવાઇ મુસાફરી કરતા હશે અને કોઇક હોશિયાર પાયલટ થોડી અટપટી ગણતરીઓ કરી અક્ષાંક્ષ રેખાંશ ને ધ્યાનમાં રાખી ટાઇમ ઝોન મુજબ ગણતરી કરી કોઇક પોઇન્ટ પર  એનાઉન્સ કરે કે અત્યારે આપણે ફ્લાણા ફલાણા દેશ પરથી ઉડી રહ્યા છીએ અને એ મુજબ રાતના 12 વાગ્યા છે તો હેપી ન્યુ યર. આ સુખદ આંચકો આપી શકે એવા કેટલા ગણવાના. જો હું પાયલટ હોઉં તો તો આ કામ કરું જ ...  તો બસ આવા જ કંઇક અલગ જ અંદાજમાં દર કલાકે 43,83,610 કિ.મી. ની ઝડપે મુસાફરી કરતા કરતા 2017ના વર્ષને જીતી જવા હર ક્ષણ, હર પળ હું તૈયાર જ છું.  બાકી તો નરેન્દ્ર સરે અમીર અને ગરીબના સરખા સમયની બબતમાં કહેલો દુહો ખરેખર સાચો જ છે. કે, ....

"રણ  જીતણ કંકણ બંધણ પુત્રવધાયુ  થાય,  
આ ત્રણ ટાણા હરખરા એમાં કોણ રંક કોણ રાય".......


નોંધ: બાકી આજે 2016ના વર્ષના છેલ્લા દિવસે International Atomic Time  દુનિયામાં  પોતાની મુકેલી 200 highly precise atomic clock મુજબ 1 સેકન્ડનો ઉમેરો કરશે એ વાતની આજની પેઢી કે જે કાયમ મોબાઇલ ફોનમાં ઓટોમેટીક ટાઇમ ઝોન સેટ કરીને રાખે છે એની એને  ક્યાં ખબર હોવાની !!!  જાણે આવી વાતનો ભાર તો એક સ્ટુડન્ટને માથે જનરલ નોલેઝના નામે થોપી દેવાયો છે. એવું સતત લાગ્યા જ કરે... 

શુક્રવાર, 21 ઑક્ટોબર, 2016

perth

મોરબીથી 15 કિમી દુર બગથળા ગામમાં જન્મેલા મનસુખભાઇ અને લાભુબેન બંન્ને એ ક્યારેય એવું નહી વિચાર્યુ  હોય કે જીવનમાં એક દિવાળી એવી પણ આવશે કે તેઓ  પોતાના દિકરા- દિકરી – પૌત્ર અને દોહિત્રીઓ સાથે એક બીજા જ ખંડમાં દિવાળીની  ઉજવણી કરશે. Yes પપ્પા અને મમ્મી આજે તમારો વડલો શાખા અને પ્રશાખાઓ સાથે Australia માં હાજર છે. Credit goes to Ashish and Hiral. Really Heartily thanks. આવનારા થોડા દિવસો હવે  Australia ને માણવાનું છે જાણવાનું છે અને ખાસ તો મારે ભોમિયા બની ને કંઇક અલગ જ લઇને , કંઇક અલગ જ શીખીને જાવું છે. આજે ૧૭૬ દિવસ પછી કંજ બા અને દાદાને મળી રહ્યો છે. હા એણે મારી પાસે દિવસો ગણાવ્યા છે. તો બીજી બાજુ અમે જૈષ્ણવીને પહેલી વખત જોઇશું અને રમાડીશું તેનો આનંદ છે. બાકી ફરવું અને નવી પેઢીના (new generation) ના લોકો સાથે updated life જીવવી એ જ મારો  ઉદેશ્ય  છે. 

Australia a glace



Aboriginal Australians માટે એમ કહેવાય છે કે તેઓ સૌ પ્રથમ Australia ની ભૂમી પર 40000 થી 70000 વર્ષ પહેલા સાઉથ ઇસ્ટ એશિયામાંથી દરિયાઇ માર્ગે આવ્યા હતા. ત્યારે સમગ્ર ખંડમાં લગભગ 3.5 લાખ થી 7.5 લાખ લોકો હશે એવું archaeological વિભાગનું માનવું છે.  આર્ટિસ્ટીક, મ્યુઝિકલ અને સ્પિરીચ્યુઅલ (આધ્યાત્મિક) સભ્યતાએ આ પૃથ્વી પર સચવાયેલી ખૂબ જ જૂની પરંપરાઓમાંની એક છે. Archaeological discussion માં એવું પણ કહેવામાં આવ્યું કે એક સમયે તાસ્માનિયા અને ન્યુ ગુયેના Australia ખંડ સાથે જોડાયેલા  હશે ત્યારે લોકોનું અહિં સ્થળાંતર થયું હશે. 10000 થી 12000 વર્ષ પહેલા તાસ્માનિયા Australia થી છુટુ પડ્યુ હશે એમ માનવામાં આવે છે.  1788 પછી યુરોપિયનો Australia આવ્યા અને 19મી સદી ના અંત સુધીમાં સમગ્ર ખંડ પર અધિપત્ય જમાવવામાં સફળ રહ્યા. 1606 માં સૌ પ્રથમ Willem Janszoom એક ડચ નાવિક Australia ને શોધવામં સફળ રહ્યો અને નવા શોધાયેલા પ્રદેશને New Holland નામ આપી દીધું. એ જ વર્ષમાં Spanish expedition  Pedro Fernandes de Queiros ત્યાં જ નજીક New Hebrides આવ્યો અને તે જગ્યાને Austrialia del Espiritu Santo (Southern Land of Holy Spirit) એવું નામ આપ્યું. 1619 માં એક ડ્ચ મેન Frederick de Houtman વેસ્ટર્ન Australia માં Coral reef શોધવામાં સફ્ળ રહ્યો અને નામ આપી દીધું Houtman Abrolnos, (Abrolhos being a Portuguese word meaning look out). છતાં  ઇતિહાસમાં જેનું નામ નોંધાયેલ હોય એવી પ્રથમ વ્યકિત કે જેણે યુરોપમાંથી આવીને  Australia ની ધરતી પર પહેલો પગ મુક્યો હોય  એમાં ડચ નેવિગેટર Willem Janszoon  ( 1606) છે. બીજા 29 જેટલા ડચ નેવિગેટરોએ વેસ્ટર્ન અને સાઉથર્ન ભાગને શોધી વળ્યા. 1770 સુધી ડચ સિવાય કોઇ બીજા યુરોપિયન આવ્યા ન હતા પરંતુ 1770 માં lieutenant James Cook Australiaના પૂર્વોતર છેડા પર Botany Bay (now in Sydney) પર HMS ENDEAVOUR મારફતે   આવી પહોંચ્યા. અને પછી તો 1788 માં પહેલી British fleet 11 નૌસેનાના કાફલા સાથે  બોટની બે પર આવી પહોંચ્યા. જેમાં 192 સ્ત્રીઓ અને 586 પુરૂષો હતા. બોટની બે પર આવ્યા પછી 26 જાન્યુઆરી 1788 ના દિવસે તેઓ JACKSON PORT પર 26 જાન્યારી 1788 પર ઉતર્યા અને પાછ્ળથી આ જ તારીખ Australia ના ઇતિહાસમાં Australia national Day date તરીકે નક્કી કરવામાં આવી. 1788 થી 1868 ના સમયગાળામાં 1,61 700 લોકો (convicts) ન્યુ સાઉથ વેલ્સ અને વેસ્ટર્ન Australia માં આવ્યા. સોનું અને ખનીજની શોધે Australia ને એક અનેરો વિકાસ બક્ષ્યો. By the way late 1880’s a majority of people living in the Australia colonies were native born although over 90 % were British and Irish heritage. 4,16,000 Australian men 1914 થી 1918 ના સમયગાળા દરમ્યાન ચાલેલા પ્રથમ વિશ્વયુધ્ધમાં જોડાયેલા અને ત્યારે ત્યાંની કુલ વસ્તી 4.9 મિલિયન હતી. ત્યાર બાદ 1930 ના ડિપ્રેશનના સમયે Australia ભારે સપડાયુ હતું જેનું મુખ્ય કારણ જોવા જઇએ heavy dependence on exports (especially primary products) ગણી શકાય જેમાં ઉન અને ઘઉં મુખ્ય ગણાય. હા, આ જ વર્ષમાં 21 વર્ષના ક્રિકેટ લિજેન્ડ Don Bradman ને 452 નોટ આઉટ રહીને રેકોર્ડ બનાવ્યો હતો. ત્યાર બાદ 1939 માં 3જી સપ્ટેમ્બરે ત્યાંના વડપ્રધાન Robert Menzies રેડિયો પરથી જાહેર કર્યુ કે “My fellow Australians. It is my melancholy duty to inform you, officially that in consequence of the persistence by Germany in her invasion of Poland. Great Britain has declared war upon her and that as a result, Australia is also at war. ”હા, ટુંક માં આ શબ્દો Australia ના બીજા વિશ્વ યુધ્ધમાં હાજર હોવાના હતા. Australia માં 1950 થી 1960 માં standard of living and leisure time ની બાબતમાં ખુબ જ પ્રગતી થઇ. આ સમય દરમ્યાન ઉન અને ઘઉંના ભાવ પણ આસમાને પહોંચ્યા હતા. 1950 માં 113 મિલિયન sheep હતા જે 1965 માં 171 મિલિયન થયા. એનાથી પ્રોડકશન 5,18,00 થી 8,19,000 ટન પર પહોંચી ગયું. જેની અસર એવી થઇ કે  Australia માં 1966 માં માત્ર 14 % જ rural Australia માં રહેવા વાળા બચ્યા. 8% જ લોકો ખેતી પર નભનાર બચ્યા. બસ પછી તો Australia એ પ્રગતીની બાબતમાં પાછું ફરીને જોયું જ નથી.
આંકડા ઘણા બધા છે સમય ઓછો છે ફરી ક્યારેક વધારે... અત્યારે flight is ready to take off…..

Kangaroos and Australians now  on the way …..………

છતાં જતાં જતાં થોડા wikipedia ના આંકડા પર એક નજર.....
The geography of the country is extremely diverse, ranging from the snow-capped mountains of the Australian Alps and Tasmania to large deserts, tropical and temperate forests.

Australia is a country, and a continent. It is located in Oceania between the Indian Ocean and the South Pacific Ocean. It is the sixth largest country in the world with a total area of 7,686,850 square kilometres (2,967,910 sq mi) (including Lord Howe Island andMacquarie Island), making it slightly smaller than the 48 states of the contiguous United States and 31.5 times larger than the United Kingdom. The Australian mainland has a total coastline length of 35,877 km (22,293 mi) with an additional 23,859 km (14,825 mi) of island coastlines.[1] There are 758 estuaries around the country with most located in the tropical and sub-tropical zones.  It has no land borders. The northernmost points of the country are the Cape York Peninsula of Queensland and the Top End of the Northern Territory. The western half of Australia consists of the Western Plateau, which rises to mountain heights near the west coast and falls to lower elevations near the continental centre. The Western Plateau region is generally flat, though broken by various mountain ranges such as the Hamersley Range, the MacDonnell Ranges, and the Musgrave Range. Surface water is generally lacking in the Western Plateau, although there are several larger rivers in the west and north, such as the Murchison, Ashburton, and Victoria river.

સોમવાર, 29 ઑગસ્ટ, 2016

HAPPY BIRTHDAY KANJ.....

પ્રિય પુત્ર કંજ
એક આંકડાનું (singal digit) જીંદગીનું આ તારું છેલ્લું વર્ષ છે. હા તું નવમાં વર્ષમાં પ્રવેશી ચુક્યો છો. આવતી 27 મી ઓગ્સટથી તારા જીવનમાં ઉમેરાતા વર્ષો બે આંકડાના હશે. તો તારા નવમાં વર્ષના શુભ દિવસે સૌ પ્રથમ તો HAPPY BIRTHDAY…આ નવ વર્ષો કેવી રીતે ક્યાં પસાર થયા એ જોવા માટે જો જીવનરૂપી ફિલ્મને રીવાઇન્ડ કરીએ તો માનસપટ પર અનેક આકર્ષક ચિત્રો ઉપસી આવે છે. એ જ નાનક્ડો કંજ કે જેને તેડી- તેડીને ફરતા હતાં. એ જ નાનક્ડો કંજ કે જે દોડતા દોડતા પડી જતો અને ફોસલાવીને હસાવતા બા –દાદા મમ્મી- પપ્પા ! આજે પણ નજર સામે પડતો – આખળતો અને ઉભો થઇને ચારે બાજુ દોડાદોડી કરતો કંજ તરત યાદ આવી જાય છે. સમય એનું કામ કરે છે. આઠ વર્ષો કેમ કરીને તારી સાથે તને સમજાવતા – રમાડતા – ભણાવતા વીતી ચુક્યા એ ખબર પણ નથી પડી. કંઇક જોઇને તેને જાણવાની તારી curiosity મને અનેરો આનંદ બક્ષે છે. તારા પુછાયેલા પ્રશ્નોના જ્યારે જવાબ આપુ ત્યારે શાંતીથી સાંભળતા તને અનેક વખત જોયો છે. તો વળી અનેક વખત પાછો પ્રત્યુતર વાળતા કે બીજો પ્રશ્ન કરતા પણ જોયો છે. તારા જીવનમાં અનેક વખત મેં સ્વયંભૂ discipline પણ જોઇ છે જેનો મને એક અનેરો આનંદ છે. તને અનેક વખત એક્લો બેસીને પુરી સભાનતા સાથે કર્મ કરતા જોયો છે. પપ્પા એમ મોટેથી બુમ પાડીને મોબાઇલમાં બોલતો અને વાતો કરતો પણ તને ખુબ માણ્યો છે. પુત્ર આજે મારે તને કંઇક કહેવું છે. જીવનના સૂરજને બતાવવો છે.  તો સાંભળ....

રોજ સવારે ઉગતો સૂર્યોદય આપણા નવા ઉદેશ્યને જન્મ આપવા જ આવે છે. અને પછી સૂર્યોદયને પામી ચૂકેલો અને સૂરજ બની ચૂકેલો સૂર્ય એ એક તપતી ક્ષણ છે. એ ક્ષણ આપણને પણ કર્મ કરવાનું આહવાન આપે છે. એ આપણા કર્મનો નિર્દેશ છે. અને ફરીથી સંધ્યા સમયે કુમળો અને મનને આનંદથી ભરી દેતો સૂર્ય જ્યારે આથમે છે ત્યારે જતા જતા કહેતો જાય છે કે હવે મારું કર્મ કાર્ય પુરૂ થાય છે. તારા આજના દિવસના ઉદશ્યના કર્મ પણ પૂર્ણતાને આરે હશે. એમાં જ્યાં જ્યાં તને નિષ્ફળતા મળી હશે કે થોડાક માટે પણ તું રહી ગયો હશે એ બધી જ બાબતોનો સરવાળો કરીને મારા અસ્ત સમય પછી જે અંધકાર ફેલાયને એમાં ઓગાળી દેજે. અને પછી જે સફળતાઓ બચી હોય એને એ જ અંધકારને ચીરીને ચમકતા તારાઓની જેમ તારા કર્મની ફળશ્રુતિ સમજજે. અને હજુ પણ આગળ વધવાની પ્રેરણા લેતો રહેજે. અને એ જ પ્રેરણાને કાલના તારા જીવનના નવા સૂર્યોદય સાથેના નવા ઉદેશ્યમાં ભેળવી દેજે..

કાલે સવારે ફરીથી સૂર્યનો ઉદય થશે અને અનેક નવા પુષ્પો આ સુંદર સૃષ્ટિને પુલકિત કરશે. આ સૃષ્ટિની સુંદરતામાં ઉમેરો કરવાનું કામ એ પુષ્પો તો કરે જ છે. પણ એ કામ તારે પણ કરવાનું છે કરણ કે તારું નામ કંજ છે.  કમળને સંસ્કૃતમાં કંજ કહે છે. રોજ સવારે સૂર્યોદય ,  સાથે સુંદર વિચારો સાથે રોજે રોજ નવા કંજનો ઉદય થાય એ જ આશિર્વાદ.. પુત્ર આપણી સૌથી મોટી સફળતા શું છે ? તો એટલું જ કહીશ કે આ સુંદર સૃષટિના વિધ્વંશક પરીબળો સામે આપણે કુદરત સાથે તાલ મીલાવીને સતત કંઇક નવું સર્જન કરવું. તું સર્જનહાર બનજે કારણ કે બ્રહ્માના હજાર નામમાં એક નામ કંજ પણ છે જ. તો પુત્ર આપણો દરેક દિવસ સુંદર  ઉદેશ્યથી શરૂ થાય અને અંતે એક સુંદર સર્જન સાથે પૂર્ણ થાય એવા આશિર્વાદ....

 ONCE AGAIN HAPPY BIRHTDAY KANJ  ……………..

HAPPY BIRTHDAY MATAJI...

ભારતીય સંસ્કૃતિએ ગુરૂ-શિષ્ય પરંપરાની સંસ્કૃતિ છે. અહિં જન્મેલું બાળક રામાયણ અને મહાભારતની વર્તાઓ સાંભળીને મોટું થતું હોય છે અને એના સહારે જીવનમાં આવતી  અનેક કસોટીઓમાંથી બહાર પણ  આવતું હોય છે. પરંતુ ત્યાર પછીનું જીવન જે મનુષ્યો અલખની શોધમાં વ્યતિત કરતા માંગતા હોય,  કે કંઇક પામવાની ભાવના સાથે જીવતા હોય,  કે સ્વકેન્દ્રિતા છોડીને વસુધૈવ કુટુંબકમની ભાવનાને પામવા મથતા હોય,  કે અનંતના માર્ગની ખોજ એ એક ઉદેશ્ય હોય એવા લાગણી સભર મનુષ્યોને વેદો અને ઉપનિષદો તરફ વળવું પડે છે. સમાજની વચ્ચે રહીને આ માર્ગની પ્રગતી કરવા માટે  ગીતાના રહસ્યોને જાણવા પડે છે. અને આ કામ કોઇ એકલાથી થઇ શકે એમ નથી એના માટે આપણી  જ્ઞાનપિપાષા સંતોષી શકે એવા ગુરૂની આવશ્યકતા હોય છે. પરમહંસ યોગાનંદ હોય કે શ્રીકૃષ્ણપ્રેમની વાત હોય કે સ્વામી વિવેકાનંદની વાત હોય  યોગ્ય સમય થાય ત્યારે આવા જ્ઞાનને પુરૂ પાડવા ગુરૂ તરત જ એમનો પ્રબંધ કરી લેતા હોય છે એ આ ભારતીય સંસ્કૃતિની બીજી જમા બાજુ છે.  આવો જ કંઇક અનુભવ મારો પણ છે. મારા પપ્પા (સસરા- નારાયણભાઇ)ના માધ્યમથી પૂજ્ય સ્વામિની અમીતાનંદજીનો પરીચય થયો અને ઉપનિષદોના જ્ઞાનને પામવાનું બન્યું. હજુ આ જ્ઞાન યજ્ઞ ચાલું જ છે. જ્યાં જ્ઞાનામૃતનો સાગર પડ્યો છે. જ્યાં સહજતા અને કરૂણા એમના વ્યક્તિત્વમાં ચોવીસે કલાક પ્રગટે છે. જ્યાં શાણપણ અને ભોળપણનો સમનવય છે અને જ્યાં અપડેશન અમારા કરતા પહેલા ત્યાં દસ્તક દઇ દેતું હોય છે એવા સ્વામિનીજીને આજે એમના જન્મદિવસ પર હાર્દિક અભીનંદન અને ભગવાનને એક જ પ્રાથના કે તમને એટલું અપડેશન આપે કે ભારતીય સંસકૃતિની અલભ્ય જ્ઞાન જે તમે સાચવીને બેઠા છો તે સતત અમને સરળતાથી મળતું રહે.
Once again mataji HAPPY BIRTHDAY…..

HAPPY BIRTHDAY DILIP SIR

શિક્ષકને  વિધ્યાર્થીનો પહેલો રોલ મોડલ કહી શકાય. અને જે શિક્ષક આ કક્ષાએ પહોંચી શકે એ શિક્ષત્વને પામ્યો છે એમ કહી શકાય. મારા જીવનની વાત કરીએ તો સ્કુલથી માંડીને કોલેજ સુધી ઘણા શિક્ષકો મળ્યા દરેક પાસેથી ઘણું કહી શકાય એટલું શિખ્યો. પ્રથમ હરોળમાં રાખી  શકાય એવા ઘણા શિક્ષક મળ્યા.  મારા જીવનમાં શિક્ષત્વને (શિક્ષણને) આત્મસાત કરનારા મેં અનુભવેલા આઠ શિક્ષકો છે. પરંતુ આ હરોળમાંથી પણ મારે કોઇ એકને પ્રથમ નંબર આપવો જ હોય તો એ થોડું અઘરું જરૂર લાગવાનું... પરંતુ એક એવા શિક્ષક કે જેના વિચારો સાથે મારા વિચારો હંમેશા વ્હેતા મેં અનુભવ્યા છે,જ્યાંથી મને હંમેશા નવા વિચારો મળ્યા છે. જ્યાંથી મારી પુસ્તકો સાથેની મૈત્રી શરૂ થઇ.   જ્યાં મેં મારી કોઇપણ વ્યાથા કે મુંજવણને કોઇ જ જાતના ક્ષોભ વગર વર્ણવી છે.કયો વિષય મેં એમની સાથે ડિસ્કસ નહી કર્યો હોય એ નવાઇ છે. આજની જનરેશન સાથે ફુલ્લી અપડેટ.  ભણતર પત્યા પછી પણ મેં જેઁમની પાસેથી ગણતર ચાલુ રાખ્યું છે. જ્યાં મને એમના પોતાના જેટલો જ પ્રેમ મળ્યો છે. એમની ઘરે કેટલીય વખત રાતના એક – બે કે તેથીય વધારે વાગ્યા સુધી જ્ઞાનની (વિશ્વસફરની) વાતો કરી હશે. મારા જીવનમાં મેં અનુભવેલા બેસ્ટ કહી શકાય એવા Dilip Kumar N Mehta.  સરને આજે એમની વર્ષગાંઠ પર હાર્દિક અભિનંદન સર. સાંજે પાર્ટી લેવા આવું છું. HAPPY BIRTHDAY SIR. MANY MANY HAPPY RETURNS OF THE DAY SIR.

આ જ વર્ષમાં જ્યારે સરદાર ભવનમાં તમારા લેકચર વખતે મૃગાંક શાહે તમારો પરિચય આપ્યો હતો એ કાબીલેદાદ હતો અને એમાં પાછું તમારા માટેનું ઉદબોધન કે દિલિપભાઇ અજાતશત્રુ માણસ છે. એ ખરેખર સાચું છે. તો મારા જીવનના એકમાત્ર અજાતશત્રુ કહી શકાય એવા સર once again Happy Birthday....

એક ઘડી મળી છે સુખની ....

આજના આ છેતરવાના સ્પર્ધાત્મક યુગમાં સૌથી મહત્વનો પ્રશ્ન પોતાને મળી લેવાનો છે.કારણ કે સૌથી મોટી છેતરામણી ત્યાં જ થાય છે. ક્યારેક મને થાય છે કે પોતાની સાથે જ સંવાદ કરી જીવવાવાળા આ જગતમાં કેટલા? પોતાની જ  સાથે સંવાદ કરી જીવનારાઓ નિડર, સાહસિક, પ્રમાણિક, આનંદિત, લાગણીશીલ અને મસ્તરામ હોવા જોઇએ એવું મને સતત લાગ્યું છે. હું આવા કેટલાય માણસોને મળ્યો છું. એમ પણ આજના જગતમાં પોતાને  સ્વ સુધી પહોંચાડવા માટે હજારો રુપિયાની ફિ સાથે લાખ્ખો પ.પૂ.ધ.ધૂ ઓ તૈયાર જ છે. એનો કોઇ મતલબ પણ નથી. પોતાને મળી લેવા માટે સેલ્ફઅવેરનેસ કેળવવી એ  પહેલું પગથિયું છે. પોતાને મળી લેનારો માણસ મને હંમેશા  કાં સાહિત્યનો, કાં કવિતાનો કાં સંગીતનો (એટલે કે કંઇક ક્રિયેશન) માણસ લાગ્યો છે. કોઇકે કહ્યું છે કે  Self-talk reflects your innermost feelings. પોતાને મળી લેનારો માણસ એકાંતપ્રેમી હોય છે. એ એક્લતાના એવરેસ્ટ પર બેઠો હોય છે અને ત્યાં જ એ સૌથી સરસ રીતે પોતાની જાતને મળી લેતો હોય છે. અને ત્યાં સમય નામનું પરિમાણ ખરી પડતું હોય છે. Your self-talk creates your reality. કેટલીયવાર મને એવું પણ લાગે છે કે માણસ જ્યારે જીવનની દુખી (ખરાબ) અવસ્થામાં હોય છે ત્યારે પોતાને મળવાનો પ્રયત્ન કરતો હોય છે અને ત્યાં તે નિષ્ફળ પણ જતો હોય છે મને હંમેશા એવું પણ લાગ્યું છે કે પોતાને મળનારો માણસ સૌથી વધારે ઉતક્રાંત માનવ છે. કારણ કે તે નસીબમાં માનનારો નથી હોતો, તે સમયની સાથે સાથે પોતાના behaviour ને સરસ રીતે કંડારનાર હોય છે. પોતાને મળી લેનારો માણસ કયારેક ખોટી વાત ચાલતી હોય ત્યારે ચુપ બેઠેલો પણ જોવા મળે છે ને કારણ કે તે કંઇક પામી ચુક્યો હોય છે. એને એ વાતોની કંઇ જ પડી હોતી નથી.  આવી જ વાત ઓજસ તેરેદેસાઇએ  “ વિચારું છું આજે પોતાને જ  મળી લઉં ” ના ટાઇટલથી લખી છે તે ખરેખર માણવા જેવી છે  ....

એક ઘડી મળી છે સુખની, જીવન ભરનું એમાં હસી લઉં
છોડી ફિકર ભવિષ્યના દુખની ,  આજ દિનમાં  સુખને રળી લઉં .

નસીબનાં વાંક નબળા કાઢે, વિપતનાં પડકાર ચાલ આજે  ઝીલી લઉં
નથી ગભરાતો ભુલો કરતા ને સ્વિકારતાં, એના થકી આજે થોડું ભણી લઉં.

જુસ્સો દરિયાનાં મોજા જેવો, ખર્ચ કરતાં આજે એને શીખી લઉં
ગુસ્સો સંબંધોને ઓગાળી નાખે, દાઝું છતાં એને ગળી જાઉં.

નથી વિચાર્યું ક્દી પોતાની માટે, થોડો સ્વાર્થી પણ આજે બની જાઉં
અરજ મન ની સાંભળીને છેવટે, પોતાની માટે શ્વાસ લેતાં શીખી જાઉં.

HAPPY FATHERS DAY PAPA.....

આજે કેવો સુંદર સુયોગ કે ઘરમાં દિકરો કે દિકરી પિતાને ફાધર્સ ડે વિશ કરશે તો બીજી બાજુ પત્ની પોતાના પતી માટે વટસાવિત્રીનું વ્રત કરશે. સમગ્ર કુટુંબ આજે બાગબાનમય લાગશે. સમગ્ર વિશ્વમાં પોતાની યુનિક્નેશ પછી જીવનચિત્રનાં પરિપટ પર બીજું કોઇ યુનિક પાત્ર નજર સામે તરી આવતું હોય તો તે પિતા જ હોઇ શકે. પિતા જ એક એવી ઇમેજ છે કે જે આપણને સતત પીઠપાછળ ઉભેલ સહારાનો પ્રતિક્ષણ અહેસાસ અપાવે છે. પિતા જીવનમાં ઉંચી ઉડાન ઉડવા માટેની પાંખોનું બળ છે, તો પિતા જીવનમાં મોટી હરણફાળ ભરવા માટે સતત ઇંધણ આપતું ઉર્જાનું પાવર સ્ટેશન છે, તો પિતા જીવનના દરેક ડગલે આત્મવિશ્વાસ પુરો  પાડનારા ઇશ્વર છે. તો પિતા જ આંગળી પકડી આ જગતનો પરિચય કરવનાર ગુગલ છે. આપણા માટે જીવનભર સતત કંઇક ને કંઇક રીતે ઘસાયા કરતું આપણા જીવનનું એક માત્ર પાત્ર પિતા જ છે. સતત compromise શબ્દને ચરિતાર્થ કર્યા કરતું પાત્ર પણ પિતા જ છે. આપણે આપણા બાળકની જેટલી કાળજી રાખીએ તેના જેટલી કે તેના કરતા પણ વધારે કાળજી આપણા પિતા લઇ લેતા હોય છે જાણે કે વ્યાજ કરતાં મૂડી વધારે વ્હાલી હોય એ  કહાવતને ચરિતાર્થ ન કરવી હોય.પાછું આ બધુ જોતા એવું લાગ્યા કરે કે કદાચ હજું પણ કયાંક બાકી રહેલા પિતૃત્વના ગુણો તરફનો જ એમનો અંગુલી નિર્દેશ છે. આપણા માટે સતત ચિંતીત પરંતુ લોખંડની જેમ પોતે સતત ક્ષીણ થાય એની જરા પણ ચિંતા નહી. ઘસાતા જવું અને ઘસરકાનો અહેસાસ કોઇને થવા દેવો નહી એનું નામ પિતા. કદાચ આ બધું જોવા માટે કુદરતે દરેકને એક સૂક્ષ્મ દૃષ્ટિ આપી હોત તો આ સંસારમાં લાગણીવિહિન મનુષ્ય શોધવો મુશ્કેલ થઇ પડેત. આવી જ સૂક્ષ્મતાને રામ કદાચ વનવાસ ગમનના સમયે દશરથમાં પામી ગયા હશે. દેવવ્રત(ગંગાપુત્ર) શાંતનું માટે આવી સૂક્ષ્મતાને જોઇ શક્યા હશે. બલીદાન નો પર્યાય ડિક્ષનરીમાં નહી પરંતુ જીવનમાં શોધવો હોય તો તે પિતા જ મળી શકે. હું તો માનું છું દરેક પુત્રમાં ક્યાંક ને ક્યાંક રોજે રોજ થોડાઘણા અંશે કંઇક પિતાના ગુણોનું રૂપાંતરણ (transcendence )  થતું જ હોય છે. આ સૂક્ષ્મ પ્રક્રિયા મેં ઘણી વખત મારાં પણ અનુભવી છે. ગણિતની ભાષામાં કહીયે તો Limit tends Ajit Kalaria to Mansukh kalaria….  HAPPY FATHERS DAY…….

34 માંં વર્ષની પ્રભાતે જાત સાથેનો સંંવાદ

આજે સવારે  જ્યારે 9 વાગશે ત્યારે આ જગત પર મારી હયાતીને 34 વર્ષ પુરા થશે. આજે 35માં વર્ષની પ્રભાતે મારે,  મને જ કંઇક કહેવું હોય તો શું કહેવું.....
 તો મારી ડાયરીમાંથી જ મને એક કવિતા મળી આવી
Reawaken the soul
The heart
The spirit
That runs through you
That breaths life into you
That Shapes your world

Reawaken to a new you
A you that beats in
Harmony with the universe
A you that transcends
A you that is eternal

Reawaken, unleash, exude
Celebrate, love, surrender
Reawaken to yourself……
Reawaken to yourself……

જીવનના ૩૪ વર્ષમાં શું શીખાયું તો કહી શકાય કે  શાણાને શાણો કહેવામાં વાંધો નથી પણ  મૂર્ખને મૂર્ખ કહેવામાં  હિંમતની સાથે સાથે સામે વાળાની દુશ્મનાવટની પણ તૈયારી રાખવી પડશે. બે ન્યુ જનરેશનના યુવાનો સાથે ઉભા રહીને વાત કરવા માટે સતત અપડેટ રહેવું પડશે. આજની પેઢીના acceptance અને  Ignorance સ્વિકારવા પડશે... હું એક શિક્ષક હતો એટલે  NXG શું ઇચ્છે છે, એમના વિચારો કેવી રીતે વહી રહ્યા છે, તેની સારી રીતે ખબર જ છે.  બીજા ભલે કહેતા હોય પરંતુ હું તો પુરા વિશ્વાસ સાથે કહીશ કે ભારતનું ભવિષ્ય ખુબ જ કાબીલેદાદ અને સમજુ પેઢીના હાથમાં સરકી રહ્યુ છે આ હું એટલે કહી રહ્યો છું કે હું સતત આ પેઢી સાથે જ રહ્યો છું અને એમની સાથે કદમથી ક્દમ મીલાવીને આગળ વધી રહ્યો છું એની મજા જ કંઇક ઓર જ છે. અંકુર કે ક્રિષ્ના જેવા કેટલાય
Students હશે જે આ વાંચી રહ્યા હશે અને પછી discussion પણ થાશે. આ મજા છે NXG ની !
અમારા business માં નિશાંત શાહ , શ્યામ મહેતા , રુષભ મહેતા કે અજીત તેરેદેસાઇ ને મળીએ ત્યારે NXG ના પગરવ સંભળાયા વિના રહી શકતા નથી. અમારા કરતા એક કે બે દશક વધારે મોટા એવા નિલેશકાકા કે દિલીપ સર જેવા વ્યકિતને મળાય ત્યારે એ generation માં પણ NXG ના વિચારો જોઇને આનંદ થતો હોય છે. Smartness ને બાજુ પર રાખીને thoughtfulness ને પ્રાધન્ય  આપનારી આજની generation 100 ટકા કદમ મિલાવીને ચાલવા લાયક છે. નવી પેઢી પોતાના વિચારોની સાથે સાથે હકારાત્મક અભિગમ ધરાવનારી આવી છે. એમના  Status symbol અને maturity લેવલ બદલાયા છે. આજે જયારે કેટલીયવાર કંજની સ્કુલમાં પેરેન્ટસ મીટીંગમાં જાઉં છું ત્યારે અલગ જ તરી આવતા કેટલાય કપલોને જોઉં છું ત્યારે ખરેખર એમ થાય કે આવનારી પેઢીનું ભવિષ્ય ખુબ જ લાયક parents જતનથી એક અલગ જ  અંદાજમાં ઉછેરી રહ્યા છે. તો વળી ક્યારેક NXG સાથે કદમ મિલાવીને ચાલનારી મારી વાઇફ પ્રત્યે પણ આવી જ લાગણી થય છે.  જો આજે મારે ઇશ્વર પાસે કંઇ માંગવું જ હોય તો હું એટલું જ માંગીશ કે I-phone 6 થી લઇને વિશ્વ સફરને પોતાનો મંત્ર બનાવનારી NEXT GENERATION personality જ જીવનમાં મળ્યા  કરે....

બાકી મારા માટે તો દરેકે દરેક દિવસ જન્મ દિવસ જ છે અને દરેક દિવસ નવું વર્ષ જ છે. રોજ સવારે ઉગતો સૂરજ મારા માટે નવી આશાનું કિરણ જ છે અને નવા ઉદેશ્યનો ઉદય છે. મને જીંદગી જીવાઇ ગઇ એ કહેવા વાળા જરાય નથી ગમતા. જીંદગી તો જીવી જવા માટે છે. જીતી જવા માટે છે. અને એ જ જીવી ગયેલા 34 વર્ષોએ એક સમજણનો સેતુ રચી આપ્યો છે તો એ જ 34 વર્ષોએ સંબંધોના સરોવર રચવામાં પણ એટલો જ ફાળો આપ્યો છે. આ જ 34 વર્ષોએ એક સ્ટેંન્ડ આપ્યું છે એક અલગ જ વેલ્યુ આપી છે. I am too happy to create change. And in last I would like to say that what is my ultimate learning? Always listen to your instincts and have the confidence, conviction and trust in yourself to follow them.

બસ તો ફરીથી એ જ મસ્તીમાં,  એ જ અદામાં, એ જ નશામાં જીંદગીને જીવી જવા અને જીતી જવા હું તૈયાર જ છું.  અને હંમેશા રહીશ !!!!!!!

Reawaken to yourself……
Reawaken to yourself……