ભારતીય સંસ્કૃતિએ ગુરૂ-શિષ્ય પરંપરાની સંસ્કૃતિ છે. અહિં જન્મેલું બાળક રામાયણ અને મહાભારતની વર્તાઓ સાંભળીને મોટું થતું હોય છે અને એના સહારે જીવનમાં આવતી અનેક કસોટીઓમાંથી બહાર પણ આવતું હોય છે. પરંતુ ત્યાર પછીનું જીવન જે મનુષ્યો અલખની શોધમાં વ્યતિત કરતા માંગતા હોય, કે કંઇક પામવાની ભાવના સાથે જીવતા હોય, કે સ્વકેન્દ્રિતા છોડીને વસુધૈવ કુટુંબકમની ભાવનાને પામવા મથતા હોય, કે અનંતના માર્ગની ખોજ એ એક ઉદેશ્ય હોય એવા લાગણી સભર મનુષ્યોને વેદો અને ઉપનિષદો તરફ વળવું પડે છે. સમાજની વચ્ચે રહીને આ માર્ગની પ્રગતી કરવા માટે ગીતાના રહસ્યોને જાણવા પડે છે. અને આ કામ કોઇ એકલાથી થઇ શકે એમ નથી એના માટે આપણી જ્ઞાનપિપાષા સંતોષી શકે એવા ગુરૂની આવશ્યકતા હોય છે. પરમહંસ યોગાનંદ હોય કે શ્રીકૃષ્ણપ્રેમની વાત હોય કે સ્વામી વિવેકાનંદની વાત હોય યોગ્ય સમય થાય ત્યારે આવા જ્ઞાનને પુરૂ પાડવા ગુરૂ તરત જ એમનો પ્રબંધ કરી લેતા હોય છે એ આ ભારતીય સંસ્કૃતિની બીજી જમા બાજુ છે. આવો જ કંઇક અનુભવ મારો પણ છે. મારા પપ્પા (સસરા- નારાયણભાઇ)ના માધ્યમથી પૂજ્ય સ્વામિની અમીતાનંદજીનો પરીચય થયો અને ઉપનિષદોના જ્ઞાનને પામવાનું બન્યું. હજુ આ જ્ઞાન યજ્ઞ ચાલું જ છે. જ્યાં જ્ઞાનામૃતનો સાગર પડ્યો છે. જ્યાં સહજતા અને કરૂણા એમના વ્યક્તિત્વમાં ચોવીસે કલાક પ્રગટે છે. જ્યાં શાણપણ અને ભોળપણનો સમનવય છે અને જ્યાં અપડેશન અમારા કરતા પહેલા ત્યાં દસ્તક દઇ દેતું હોય છે એવા સ્વામિનીજીને આજે એમના જન્મદિવસ પર હાર્દિક અભીનંદન અને ભગવાનને એક જ પ્રાથના કે તમને એટલું અપડેશન આપે કે ભારતીય સંસકૃતિની અલભ્ય જ્ઞાન જે તમે સાચવીને બેઠા છો તે સતત અમને સરળતાથી મળતું રહે.
Once again mataji HAPPY BIRTHDAY…..
Once again mataji HAPPY BIRTHDAY…..
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો