સોમવાર, 29 ઑગસ્ટ, 2016

HAPPY FATHERS DAY PAPA.....

આજે કેવો સુંદર સુયોગ કે ઘરમાં દિકરો કે દિકરી પિતાને ફાધર્સ ડે વિશ કરશે તો બીજી બાજુ પત્ની પોતાના પતી માટે વટસાવિત્રીનું વ્રત કરશે. સમગ્ર કુટુંબ આજે બાગબાનમય લાગશે. સમગ્ર વિશ્વમાં પોતાની યુનિક્નેશ પછી જીવનચિત્રનાં પરિપટ પર બીજું કોઇ યુનિક પાત્ર નજર સામે તરી આવતું હોય તો તે પિતા જ હોઇ શકે. પિતા જ એક એવી ઇમેજ છે કે જે આપણને સતત પીઠપાછળ ઉભેલ સહારાનો પ્રતિક્ષણ અહેસાસ અપાવે છે. પિતા જીવનમાં ઉંચી ઉડાન ઉડવા માટેની પાંખોનું બળ છે, તો પિતા જીવનમાં મોટી હરણફાળ ભરવા માટે સતત ઇંધણ આપતું ઉર્જાનું પાવર સ્ટેશન છે, તો પિતા જીવનના દરેક ડગલે આત્મવિશ્વાસ પુરો  પાડનારા ઇશ્વર છે. તો પિતા જ આંગળી પકડી આ જગતનો પરિચય કરવનાર ગુગલ છે. આપણા માટે જીવનભર સતત કંઇક ને કંઇક રીતે ઘસાયા કરતું આપણા જીવનનું એક માત્ર પાત્ર પિતા જ છે. સતત compromise શબ્દને ચરિતાર્થ કર્યા કરતું પાત્ર પણ પિતા જ છે. આપણે આપણા બાળકની જેટલી કાળજી રાખીએ તેના જેટલી કે તેના કરતા પણ વધારે કાળજી આપણા પિતા લઇ લેતા હોય છે જાણે કે વ્યાજ કરતાં મૂડી વધારે વ્હાલી હોય એ  કહાવતને ચરિતાર્થ ન કરવી હોય.પાછું આ બધુ જોતા એવું લાગ્યા કરે કે કદાચ હજું પણ કયાંક બાકી રહેલા પિતૃત્વના ગુણો તરફનો જ એમનો અંગુલી નિર્દેશ છે. આપણા માટે સતત ચિંતીત પરંતુ લોખંડની જેમ પોતે સતત ક્ષીણ થાય એની જરા પણ ચિંતા નહી. ઘસાતા જવું અને ઘસરકાનો અહેસાસ કોઇને થવા દેવો નહી એનું નામ પિતા. કદાચ આ બધું જોવા માટે કુદરતે દરેકને એક સૂક્ષ્મ દૃષ્ટિ આપી હોત તો આ સંસારમાં લાગણીવિહિન મનુષ્ય શોધવો મુશ્કેલ થઇ પડેત. આવી જ સૂક્ષ્મતાને રામ કદાચ વનવાસ ગમનના સમયે દશરથમાં પામી ગયા હશે. દેવવ્રત(ગંગાપુત્ર) શાંતનું માટે આવી સૂક્ષ્મતાને જોઇ શક્યા હશે. બલીદાન નો પર્યાય ડિક્ષનરીમાં નહી પરંતુ જીવનમાં શોધવો હોય તો તે પિતા જ મળી શકે. હું તો માનું છું દરેક પુત્રમાં ક્યાંક ને ક્યાંક રોજે રોજ થોડાઘણા અંશે કંઇક પિતાના ગુણોનું રૂપાંતરણ (transcendence )  થતું જ હોય છે. આ સૂક્ષ્મ પ્રક્રિયા મેં ઘણી વખત મારાં પણ અનુભવી છે. ગણિતની ભાષામાં કહીયે તો Limit tends Ajit Kalaria to Mansukh kalaria….  HAPPY FATHERS DAY…….

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો