સોમવાર, 29 ઑગસ્ટ, 2016

એક ઘડી મળી છે સુખની ....

આજના આ છેતરવાના સ્પર્ધાત્મક યુગમાં સૌથી મહત્વનો પ્રશ્ન પોતાને મળી લેવાનો છે.કારણ કે સૌથી મોટી છેતરામણી ત્યાં જ થાય છે. ક્યારેક મને થાય છે કે પોતાની સાથે જ સંવાદ કરી જીવવાવાળા આ જગતમાં કેટલા? પોતાની જ  સાથે સંવાદ કરી જીવનારાઓ નિડર, સાહસિક, પ્રમાણિક, આનંદિત, લાગણીશીલ અને મસ્તરામ હોવા જોઇએ એવું મને સતત લાગ્યું છે. હું આવા કેટલાય માણસોને મળ્યો છું. એમ પણ આજના જગતમાં પોતાને  સ્વ સુધી પહોંચાડવા માટે હજારો રુપિયાની ફિ સાથે લાખ્ખો પ.પૂ.ધ.ધૂ ઓ તૈયાર જ છે. એનો કોઇ મતલબ પણ નથી. પોતાને મળી લેવા માટે સેલ્ફઅવેરનેસ કેળવવી એ  પહેલું પગથિયું છે. પોતાને મળી લેનારો માણસ મને હંમેશા  કાં સાહિત્યનો, કાં કવિતાનો કાં સંગીતનો (એટલે કે કંઇક ક્રિયેશન) માણસ લાગ્યો છે. કોઇકે કહ્યું છે કે  Self-talk reflects your innermost feelings. પોતાને મળી લેનારો માણસ એકાંતપ્રેમી હોય છે. એ એક્લતાના એવરેસ્ટ પર બેઠો હોય છે અને ત્યાં જ એ સૌથી સરસ રીતે પોતાની જાતને મળી લેતો હોય છે. અને ત્યાં સમય નામનું પરિમાણ ખરી પડતું હોય છે. Your self-talk creates your reality. કેટલીયવાર મને એવું પણ લાગે છે કે માણસ જ્યારે જીવનની દુખી (ખરાબ) અવસ્થામાં હોય છે ત્યારે પોતાને મળવાનો પ્રયત્ન કરતો હોય છે અને ત્યાં તે નિષ્ફળ પણ જતો હોય છે મને હંમેશા એવું પણ લાગ્યું છે કે પોતાને મળનારો માણસ સૌથી વધારે ઉતક્રાંત માનવ છે. કારણ કે તે નસીબમાં માનનારો નથી હોતો, તે સમયની સાથે સાથે પોતાના behaviour ને સરસ રીતે કંડારનાર હોય છે. પોતાને મળી લેનારો માણસ કયારેક ખોટી વાત ચાલતી હોય ત્યારે ચુપ બેઠેલો પણ જોવા મળે છે ને કારણ કે તે કંઇક પામી ચુક્યો હોય છે. એને એ વાતોની કંઇ જ પડી હોતી નથી.  આવી જ વાત ઓજસ તેરેદેસાઇએ  “ વિચારું છું આજે પોતાને જ  મળી લઉં ” ના ટાઇટલથી લખી છે તે ખરેખર માણવા જેવી છે  ....

એક ઘડી મળી છે સુખની, જીવન ભરનું એમાં હસી લઉં
છોડી ફિકર ભવિષ્યના દુખની ,  આજ દિનમાં  સુખને રળી લઉં .

નસીબનાં વાંક નબળા કાઢે, વિપતનાં પડકાર ચાલ આજે  ઝીલી લઉં
નથી ગભરાતો ભુલો કરતા ને સ્વિકારતાં, એના થકી આજે થોડું ભણી લઉં.

જુસ્સો દરિયાનાં મોજા જેવો, ખર્ચ કરતાં આજે એને શીખી લઉં
ગુસ્સો સંબંધોને ઓગાળી નાખે, દાઝું છતાં એને ગળી જાઉં.

નથી વિચાર્યું ક્દી પોતાની માટે, થોડો સ્વાર્થી પણ આજે બની જાઉં
અરજ મન ની સાંભળીને છેવટે, પોતાની માટે શ્વાસ લેતાં શીખી જાઉં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો