મંગળવાર, 15 જુલાઈ, 2014

બાલી પહોચતા પહેલા બાલી એક પરીચય

એક એવો દેશ કે  જેના નક્શાને યુરેસિયા પર મુક્વામાં આવે તો તે ફ્રાંસના પૂર્વ છેડાથી લઇને ચીનના પશ્ચિમ છેડા  ને થોડો ખેંચી નાખ્યો હોય એવું લાગે.  જો અમેરિકાના નક્શા સાથે સરખામણી કરીએ તો તે પૂર્વી કેલિફોર્નિયાથી  લઇને બર્મુડા સુધીનો પ્રદેશ દેખાય. એશિયા નો આવો એક દેશ એટલે ઇન્ડોનેશિયા.

National Institute Of Aeronautics And Space (LAPAN) ના  સર્વે પ્રમાણે ઇન્ડોનેશિયા એટલે 18,306 ટાપુઓનો સમુહ. CIA ના રિપોર્ટ પ્રમાણે ઇન્ડોનેશિયા એટલે 17,508  ટાપુઓનો સમુહ.  જે 5400 કિમીના સ્પાનમાં ફેલાયોલ છે. ઇન્ડોનેશિયા 34 પ્રોવિન્સમાં વહેચાયેલો દેશ છે. તેમાંનો એક એટલે બાલી. બાલી એટલે એક એવો ટાપુ કે જ્યાં દેશમાં(ઇન્ડોનેશિયા)  આવતા 80% પરદેશીઓ માત્ર ને  માત્ર અહીં જ આવે છે. પછી તો ઇમ્પ્રેશન જ એવી પડી ગઇ કે ક્યાં જાવ છો તો બાલી. બાલી સાથે કયાંય ઇન્ડોનેશિયા જોડાતું જ નથી ને, જાણે બાલીનું સ્વતંત્ર અસ્તિત્વ જ ન હોય ! બાલીના કેલેન્ડરમાં પણ માત્ર 210 દિવસ જ  છે.

બાલી પ્રોવિન્સ, બાલી  સાથે સાથે Nusa Penida, Nusa Lembongan અને Nusa Ceningan  ટાપુઓ  પણ ધરાવે છે. આ ટાપુઓ બાલીથી  બદુંગ સ્ટ્રેઇટથી અલગ પડે છે. 5780.06 sq.km માં ફેલાયેલો આ ટાપુ જાવાથી 3.2 km પૂર્વમાં આવેલો છે. અને વિષવૃતથી લગભગ માત્ર 8 ડિગ્રી નીચે આવેલો છે. જો બાલીને પૂર્વથી પશ્ચિમ જોઇએ તો 153 km અને ઉતર થી દ્ક્ષિણ  જોવા જઇએ તો 112 km માં પથરાયેલો ટાપુ છે. બલીનો દ્ક્ષિણ ભાગ  બાલી સમુદ્ર થી ઘેરાયેલો છે. તો પૂર્વ ભાગ લોમ્બોક સ્ટ્રેઇટથી જુદો પડે છે. બાલીનો ઉતર ભાગમાં હિંદ મહાસાગર છે  તો પશ્ચિમ ભાગ બાલી સ્ટ્રેઇટથી અલગ પડે છે. બાલી 8 districts, 53 sub districts અને  674 villages  ધરાવે છે. બાલીમાં જેટલા પણ પર્વતો છે તે બધા સક્રિય જવ્ળામુખી જ છે. બાલીમાં માઉન્ટ અગુંગ નામનો જ્વાળામુખી આવેલો છે. જે સૌથી ઉંચો છે બાલીના બાલીન્સ લોકો એ જ્વાળામુખી ને  પ્રુથ્વીનું મુખ્યકેન્દ્ર માને છે
ઇ.સ. પૂર્વે 2000 માં સાઉથ ઇસ્ટ એશિયા અને  ઓશેનિયાના પ્રદેશમાંથી આવેલા ઓસ્ટ્રોનિશિયન લોકોએ વસાહત શરૂ કરી હશે એમ માનવામાં આવે છે. સાંસ્કૃતિક અને ભાષાકિય રીતે જોવા જઇએ તો બાલિન્સ લોકો Indonesian archipelago, મલેશિયા , ફિલિપાઇન્સ અને ઓસશેનિયાના પ્રદેશને મળતા આવે છે .

બાલિન્સ સંસ્કૃતિ મુખ્યત્વે ભારતિય, ચાઇનિઝ અને એમાં પણ ખાસ કરીને  હિંદુ સંસ્કૃતિ સાથે મળતી આવે છે. જેની શરૂઆત ઇસુની પહેલી સદીથી થઇ હોય એવું માનવામાં આવે છે. ઇતિહાસના લખાણોમાં બાલી દ્વિપ એવો શબ્દ પણ મળી આવે છે. ઇ.સ. 914 માં શ્રી કેશરી વર્માદેવા એ Blanjong Pillar બનાવેલ તેના  લખાણ માં બાલી  કંડારાવેલ છે.

ઇ.સ. 1585 માં બાલીના લોકો યુરોપિયનોના સંપર્કમાં આવ્યા અને 1602 માં તો ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપની સ્થપાઇ પણ ગઇ. બીજા વિશ્વયુધ્ધ પછી ઇન્ડોનેશિયામાં આઝાદીની ચળવળે  જોર પકડયુ અને જાપાનની મદદ પણ મળી અને આખરે 29 ડિસેમ્બર  1949 માં અઝાદી મળી.

બાલી એ આજે કોરલ ટ્રાઇંગલ નો એક ભાગ છે. જેમાં વિપુલ પ્રમાણમાં દરિયાઇ જીવોની  biodiversity છે.  બાલીના દક્ષિણ ભાગમાં રેતી સફેદ છે તો ઉતર અને પશ્ચિમ ભાગમાં રેતી કાળા કલરની છે. તેનું મુખ્ય કારણ ત્યાંનો જ્વાળામુખી છે જેનો ઢોળાવ એ તરફ નો હોવાથી ત્યાંની રેતી કાળી છે.

બાલીની જૂની સાંસ્કૃતિક પરંપરા જોવા જઇએ તો હિંદુઓ નવ અલગ અલગ વિભાગોમાં વહેંચાયેલા   જોવા મળે છે.  જેમાં Pasupata, waisnawa, Resi, Bhairawa, Bodha, Sora, Siwa Shidanta, Brahma અને Ganpataya નો સમાવેશ થાય છે. ત્યાં પણ 4 વર્ણ પ્રથા જોવા મળે છે.

માટીનું  ધોવાણ અહિયા પણ બાકી નથી. Lebih beach  પર દર વર્ષે  7 મી જમીન નું ધોવાણ થાય છે.  માત્ર 3 દશક પહેલા માત્ર ને માત્ર ખેતી પર જીવતો આ ટાપુ આજે ઇન્ડોનેશિયાનું ગુજરાત છે. ટુરીઝ્મમાંથી એટલી આવક થાય છે કે 80% બાલીની આવક અહીંથી આવે છે.  

કોફીના ઉત્પાદનમાં ઇન્ડોનેશિયા  વિશ્વમાં ચોથા ક્ર્મે છે. દર વર્ષે 4,20,000 મેટ્રીક ટન કોફી ઉત્પન્ન કરે છે. જેમાંથી 2,17,000 મેટ્રીક ટન એક્ષપોર્ટ કરે છે. સમગ્ર ઇન્ડોનેશિયામાં બાલીની સુબક પધ્ધતિ કોફી ઉત્પાદનમાં  ખુબ જ સરસ ગણાય છે. જે  Tri Hita Karana  હિંદુ ફિલોશોફી પર આધારીત છે. (Tri Hita Karana is a traditional philosophy for life on the island of Bali, Indonesia. The literal translation is roughly the "three causes of well-being" or "three reasons for prosperity."[1] The three causes referred to in the principle are harmony among people, harmony with God, and harmony with nature. Tri Hita Karana is credited for the island's prosperity as a whole, its relatively stable record of development, environmental practices, and the overall quality of life for its residents.)  

20,000 મંદિરો ધરાવતો આ ટાપુ Island of God કહેવાય છે. બાલીના દરેક ગામ પાસે ઓછામાં  ઓછા 3 મંદિરો  હોવા જોઇએ એ એક નિયમ છે. (The PURA PUSEH (temple of origin) located at the kaja (pure) side of the village : The PURA DESA (village temple) at the centre of village for everyday community activities and : The PURA DELAM (temple of the dead) at the kelod (unclean) end of the village. )બાલીની 9 દિશાઓમાં 9 મંદિર આવેલા છે  અને એ જ બાલીનું રક્ષણ કરે છે એમ બાલીન્સ લોકો માને છે. આ બધામાં મુખ્ય માઉન્ટ અગુંગની ટ્ળેટીમાં આવેલું Besakih નું મંદિર છે. બાકીના મંદિરોના નામ Luhur Uluwatu, Pura Ulum, Danu Bratan, Pura Ulun Danu Batur, Pura pasar Agung, Pura Lempuyang  Luhur,   Goa Lawah, Pura Masceti and Pura Luhar  છે.   બાલીના હિંદુત્વ ના મુળીયા ભારતીય હિંદુત્વ અને બુધ્ધત્વમાંથી ઉતરેલા જણાય છે. અને એટલે જ તેઓ સમજે છે કે God and Goddess are Present in all things. બસ આપણી  જ પરંપરા આવી ગઇ કે ક્ણે કણમાં ભગવાન છે.
ત્યાંના નવા વર્ષની પરંપરા પણ અજીબ છે. ત્યાંનું નવું વર્ષ Nyepi કહેવાય છે. જે મૌન રહીને ઉજવાય છે. આ દિવસે બધા ઘરમાં  જ રહે છે. અને ટુરીસ્ટોને પણ હોટ્લમાં જ રહેવાનું કહેવામાં આવે છે. નવા વર્ષના આગળના દિવસે  Ogoh – Ogoh રાક્ષસના કલરફૂલ   પુતળા બનાવવામાં આવે છે. અને નવા વર્ષની સાંજે એને સળગાવી દેવામાં આવે છે. આવી જ એક બીજી પણ માન્યતા ત્યાંના લોકોમાં છે કે  બાળકના જન્મ પછી 6 મહીના સુધી તેની જમીન ને અડે નહી તેની પુરી કાળજી રખાય છે કારણ કે ત્યાંના લોકો એમ માને છે કે જો નાનું બાળક જમીન ને અડી જાય તો તેનામાં દૈત્ય પેસી જાય છે.

ત્યાંની ભાષા Bahasa Indonesia છે. ત્યાંની લોક્લ 350 ભાષાઓ છે.
2010 માં 99.65% સાથે Indonesia’s  Environmental Quality Index માં 34 પ્રોવિન્સ માંથી બાલી પ્રથમ સ્થાન પર રહ્યુ હતું. જેનું  માપન પાણીની ત્રણ જાતના parameters પરથી નક્કી થાય છે . 1. The level of total suspended solids (TSS)  2. Dissolved Oxygen (
DO) 3. Chemical Oxygen Demand (COD).
 આટલું પણ જાણે ઓછું પડ્તું હોય એમ 2010 નો Travel  and Leisure  એવોર્ડ બાલી ટાપુના નામે હતો. 2011 માં BBC  Travel  ના મત મુજબ ગ્રીસ પછી બાલી બીજા નંબરનો બેસ્ટ વિઝિંટીગ ટાપુ છે. બાલીમાં દર વર્ષે આવનાર ટુરીસ્ટોમાં સૌથી વધુ સંખ્યામાં આવનારા ઓસ્ટ્રેલીયનો છે. બીજા નંબર પર છે ચીન અને જાપાન. 17 જુલાઇએ  Aris   એક સાથે 25 ગુજરાતીને  લઇ જાય છે પછી તો બાલીમાં ગુજરાતવાળી થાવાની .... 2014 પછી ઇન્ડિયન ટુરિસ્ટ બાલીમાં  પહેલા નંબર પર હશે......


Island Of Peace, Mornign Of The World, Island Of God, Centre Of The Universe, Island Of Hinduism, Island Of Love, The Last Paradise On Earth, The Dawning Of The World, Shangri –La જેવા ઉપનામો જેને મળેલા છે. અને જેનો moto “ Bali Dwipa jaya (kawi)” છે. એવા Glorious Bali Island પર જવા માટે મન હવે ઘણો થનગાટ કરે છે. 

ગુરુવાર, 29 મે, 2014

ક્યારેય ન ભુલાય એવો એક અનુભવ : પિરોટન



તા. 28/5/14 એટલે અમાસની રાત. રાતના 12:30 અમને લેવા માટે જોશીભાઇ આવી પહોંચ્યા. અને અમે એમની સાથે બેડીબંદર જવા માટે નીકળ્યા. રસ્તામાં અડધે પહોંચ્યા ત્યારે ખબર પડી કે અમારી સાથે બીજા પણ કોઈ જોડાયેલા છે. અને બંદર પર પહોંચ્યા ત્યારે જોયું તો અમારી સાથે 10માં ભણતો હર્ષ અને 12 માં ભણતા હેમ અને ધરમ નામના છોકરા હતા. ચાલો આપણને તો થોડા સ્ટુડ્ન્ટ મળી ગયા એટલે જામશે. બસ આમ જ શરૂ થયો અમારો પિરોટન ટાપુ તરફનો રૂટ. અમાસની રાતના અંધારામાં પણ જાણે કંઇક શોધતા હોઇએ એમ છેક સુધી અમે સૌ જાગતા રહ્યા. રાત્રે લગભગ 2:30 ની આસપાસ અમારી બોટ પિરોટન પર આવી ચુકી હતી. અને જોશીભાઇ તો બોટ ચાલુ થઇ ત્યારના સૂઇ ગયા હતા અને અમને સૌને પણ કહ્યુ હતું. પરંતુ અમારામાંથી કોઇ જ એ જુરરત ન કરી શક્યું. બસ ક્ષણેક્ષણને માણી લેવી હતી. બોટ લંગરાતી હતી. ત્યાં પહેલી વખતી બે બોટમેનો વચ્ચે થાતી વાતચીતો સાંભળી અને હાજીકાકાને મારાથી પુછાઇ ગયુ કે શું તમે કચ્છી ભાષામાં બોલો છો. ના અમે કાસ્થી ભાષામાં બોલીએ છીએ એવો જવાબ મળ્યો. બોટ લંગરાઇ ચુકી હતી અને અમે સૌએ પોતપોતાની રીતે બોટમાં સુવાની જગ્યા શોધીને લંબાવી દીધી હતી. અમરી બોટ લંગરાયેલી હતી ત્યારે લગભગ અઢી થી ત્રણ ફુટ જેટલુ પાણી હતું. સવારના સાડા પાંચ વાગ્યા હશે અને ત્રણ ચાર શિયાળ બોલતા હતા. આકાશમાં અરૂણોદય થઇ ચુક્યો હતો. જીજાજી બોલ્યા. શિયાળ છે. હર્ષ બોલ્યો અહિંયા તો કોઇ દિવસ શિયાળ હોય અને હાસ્યનું મોજુ ફરી વળ્યુ અને લગભગ પોણા છ ની આસપસ બધા ઉઠી ગયા અને કિનારા તરફ ચાલવા લાગ્યા. બસ આમતેમ આંટા મારતા અમે શિયાળ જોઇ લીધુ અને હર્ષની સાથે સાથે સૌ હસી પડયા. થોડા ફ્રેશ થયા અને નાસ્તો કર્યો. પણ આ સમગ્ર સમય દરમ્યાન જમીન પર ચાલતા જંતુ ભકડ અને હવામાં ઉડતા ભુખતરે સૌને ખુબ જ બીઝી રાખ્યા. કેટલીય જગ્યાએ લાલ નાના ચામઠા થયા હતા. પાછળથી જોષી ભાઇ સાથે વાત કરી ત્યારે ખબર પડી કે ભુખતર શરીર પર ચોટે એટલે એને મારવું જ પડે. જ્યાં સુધી મારો નહી ત્યાં સુધી એ ચટકા ભર્યા જ કરે. જોશીભાઇએ કિનારા પર બદામ, વડલો, લીમડો જે રીતે એક જ લાઇનમાં રોપેલા હતા અને જે ખૂબ જ માવજતથી ઉછેર્યા હતા એ અમને બતાવતા એમની છાતી ગજગજ ફુલતી હતી. અને ફુલવી જ જોઇએ ને ગર્વ લેવો પડે એવું કામ કર્યુ જ છે અને પાછી પોતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ્ના માણસ છે એની આનાથી મોટી આઈડેંટીટી શું હોઇ શકે. બસ આમ જ થોડીવાર આંટા મર્યા અને લગભગ સાત વાગી ચુક્યા હતા અને અમે સૌ જોશીભાઇ સાથે દરિયાની સફરે નિકળી પડ્યા.

શરૂઆત અમારી ચેર(મેંગ્રુવ) ના વ્રુક્ષોના પરીચયથી કરી. અમે બે અલગ અલગ પ્રકારના ચેરના વ્રુક્ષો જોયા. જોશીભાઇએ જ્યારે અમને બતાવ્યુ કે કેમ કરીને પરીપક્વ બનેલુ ચેરના વ્રુક્ષનું ફળ જમીનમાં સીધેસીધુ ખુપી જાય અને બીજો જ નવો છોડ ઉતપ્પન થઇ જય. લાંબુ સરગવાની શિંગ જેવું લાગતું ફળ ઉપરના ભાગમાં ગાંઠ જેવો ભાગ પરિપક્વ થાતા પીળો પડી જાય અને એમ થાતા જ શિંગ જેવું લાંબું ફ્ળ સીધેસીધુ જમીનમાં ખૂપી જાય અને નવો છોડ ઉત્પન થઇ જાય. કુદરતની આવી અજાયબી જેવી લાગતી ખાસિયત સામે મનોમન પ્રકરૂતિ માતાને વંદન થઇ જાય. ચેરના અસંખ્ય વ્રુક્ષો આ ટાપુ પર અને અહિંયા સુધી પહોંચવાના રસ્તામાં દરિયામાં પથરાયેલા છે. અમે રાઇજોફોરા અને સિરિઓફ પ્રકારના ચેર જોયા. એ શિવાય અહિંયા એવિશિન્યાઅને એજીસિરીઓફ પ્રકારના ચેર પણ જોવા મળે છે. ચેરના વ્રુક્ષોની આસપાસ જમીનમાં ઉગેલા કાટા જેવા લાગતા ભાગ તરફ આંગળી કરી જોશીભાઇએ કહ્યુ કે આ ચેરના વ્રુક્ષોના શ્વસન માટેના ઓકિસઝ્ન મેળવવાના શ્વસન મૂળ છે. ત્યાં બાજુમાં અમે પીલીના વ્રુક્ષ પણ જોયા.

ત્યાંથી અમે દરિયામાં અંદર તરફ ચાલવાનું શરૂ કર્યું. કેટકેટલા ડેડ કોરલ જોયા. બધા જ પાણીમાં નઝર નાખીને કંઇક શોધતા શોધતા ચાલી રહ્યા હતા. જોશીભાઇ સૌથી આગળ હતા અને પાછળ પાછળ અમે સૌ ચાલી રહ્યા હતા. રાની ક્રેબ અમે હાથમાં પકડીને જોયો અને ફોટા પાડ્યા. ત્યાંથી આગળ ચાલ્યા. એવામાં હર્ષ એક પફર ફિશ જોઇ ગયો. અને જોશીભાઇએ હાથમાં પક્ડીને બતાવી. ખરેખર જોવાની ખૂબ જ મજા આવી ગઇ. નાનક્ડી ફિશ અને રક્ષણ માટે પાણી ભરીને કેવી મોટી થઇ શકે અને શરીર પર કાટા ઉભા થઇ જાય.... વાહ રે કુદરત વાહ.... NO  WORDS FOR NATURE’ CREATION…. બસ એક પફર ફિશે અમારા સૌમાં એક આનંદનું મોજુ ફેરવું દિધું. બસ બધાને હવે ઓકટોપસ જોવાની તાલાવેલી હતી. ઓકટોપસ નહી તો બીજુ કંઇપણ જોવા માટે અમે આગળ વધી રહ્યા હતા એવામાં એક ડેડ કોરલ પાસે ઓક્ટોપસને આરામ કરતો જોઇ લીધો. જોશીભાઇને બુમ પાડીને બોલાવી લીધા. બીજા બધા પણ આવી ગયા અને એટલામાં જોશીભાઇ આવતા હતા ત્યાં એમણે પણ એક ઓક્ટોપસ જોયો અને હાથમાં પક્ડી લાવ્યા. બધાએ વારફરતી પકડીને ફોટા પડાવ્યા. થોડા આગળ જતા અમને સી કકૂમ્બર જોવા મળ્યુ. બસ આવી જ રીતે આગળ ચાલતા હતા અને કુદરતની અજાયબીને માણતા જતા હતા. ચાલતા ચાલતા અમે એવી જગ્યાએ આવી પહોંચ્યા કે જ્યાંથી હવે દરિયો ખુબ જ ઉંડો હતો. ત્યાંથી અમે પાછા ફરતા હતા. અત્યાર સુધી અમે અસંખ્ય કોરલ જોયા હતા.  માત્ર ફિંગર કોરલ જ બાકી હતા એ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોઇ લીધા. આ સિવાય અમે મુન કોરલ અને બ્રેઇન કોરલ પણ ઘંણા જોયા. સ્પોંઝ પણ જોયા. બીજી સૌથી વધારે મઝા અમને giant sea animal(સમુદ્રફુલ) જોવની આવી. કેટલુ મોટુ અને કેટલુ તો ચિકણું અને પાછુ એ પોતે sea animon(ઝિંગા)ને રક્ષણ પુરૂ પાડે એ તો જુદુ જ. આ ઉંપરાંત અમે ગુસ ક્રેબ  વુલ્ફ ક્રેબ પણ જોયા. સ્નેઇલ પણ હાથમાં લઇને જોવાની મજા આવી.

લગભગ સવા દસ થવા આવ્યા હતા.અમે સૌ કિનારે પાછા ફર્યા. હર્ષ થાકી ચુક્યો હતો. જીજાજીએ એને કંપની આપી અને અમે બાકીના ઉપડી પડ્યા લાઇટહાઉસ જોવા. ઉપર ચઢ્યા અને જે ઠંડો પવન અનુભવ્યો એની કોઇ અભિવ્યિક્તી થઇ શકે એમ નથી. લાઇટ હાઉસની વર્કિંગ સિસ્ટમ જોઇ અને ખરેખર ખુશ થઇ જવાયું. ત્યાંથી પાછા આવતા હતા અને મેં હેમને કહ્યુ કે આ મંદિર જોશીભાઇએ બનાવડાવ્યુ છે. આ વાત જ્યારે હું બોલતો હતો ત્યારે મનોમન કુદરતની આટલા નજીક રહેનાર જોશીભાઇને કયા શબ્દોમાં ટ્રીબ્યુટ આપવું એ જ વિચાર કરતો હતો. એક માણસ લોકો માટે નિસ્વાર્થભાવે કેટલું કરી શકે એ જોવું હોય તો જોશીભાઇને મળી લેવય. અમે લાઈટહાઉસ પર હતા અને એમણે બધા જ છોડોને પાણી પણ પાઇ દિધુ. એમણે જ વાવેલા લીમડા નીચે અમે સૌ જમવા બેઠા. આવી ગરમીમાં લીમડા નીચેથી હટવાનું મન થાતું ન હતું. બસ હજી તો જમીને ઉભા થાતા હતા ત્યાં તો હાજીભાઇ અને ઇશાક્ભાઇએ બુમ પાડીને અમને સૌને બોલાવી લીધા. કારણ કે હવે ભરતીના પાણી બોટ સુધી આવવાની તૈયારી હતી. બોટથી થોડા આગળ જઇને પાણીમાં ઉભા રહીને ભરતીરૂપી પાણીથી જમીન ને કવર કરતા દરિયાને માણ્યો. બસ પછી તો બોટમાં બેઠા અને પાણી વગર ત્રાસી થઇ ગયેલી અમારી બોટ ભરતીના પાણી આવતા ગયા અને સીધી થાતી ગઇ અને લગભગ વીસેક મિનિટ્માં ભરતીના પાણી એટલા ભરાઇ ગયા કે હવે અમારી બોટનું એંજિન સ્ટાર્ટ થયુ અને બેડીબંદર તરફ પ્રયાણ શરૂ કર્યુ.

પિરોટનને મારી છેલ્લી સલામ હતી. અને પાછો ચોક્ક્સ આવીશ એનું વચન હતું. પિરોટને મને અભિભૂત કરી નાખ્યો. આશ્ચર્યોથી નવડાવી નાખ્યો એમ કહીએ તો પણ ના નહી કહી શકાય. છેલ્લા છેલ્લા મારી નઝર અમે જ્યાં સુધી ચાલતા ગ્યા હતા તે જ્ગ્યા પર જ જતી હતી. કેટ્લુ પાણી. અત્યારે ત્યાં જવાનો વિચાર સપનામાં પણ ના કરી શકાય. અને મને શોભિત દેસાઇનો એક જ શેર યાદ આવી ગ્યો કે...

અહીં દરિયો જે તમને ધીર ને ગંભીર લાગે છે એ
ખોળામાં સમાવીને કેટલાય તોફન બેઠો છે.

PIROTAN AMAZINGGGG PIROTAN………
ક્યારેય ન ભુલાય એવો એક અનુભવ જેણે મને જોશીભાઇ જેવા માણસને મળાવ્યા તો હર્ષ, હેમ અને ધરમ જેવા મિત્રો આપ્યા.