એક એવો દેશ કે
જેના નક્શાને યુરેસિયા પર મુક્વામાં આવે તો તે ફ્રાંસના પૂર્વ છેડાથી લઇને ચીનના
પશ્ચિમ છેડા ને થોડો ખેંચી નાખ્યો હોય
એવું લાગે. જો અમેરિકાના નક્શા સાથે
સરખામણી કરીએ તો તે પૂર્વી કેલિફોર્નિયાથી
લઇને બર્મુડા સુધીનો પ્રદેશ દેખાય. એશિયા નો આવો એક દેશ એટલે ઇન્ડોનેશિયા.
National Institute Of Aeronautics And Space (LAPAN) ના સર્વે પ્રમાણે ઇન્ડોનેશિયા એટલે 18,306 ટાપુઓનો
સમુહ. CIA ના
રિપોર્ટ પ્રમાણે ઇન્ડોનેશિયા એટલે 17,508 ટાપુઓનો
સમુહ. જે 5400 કિમીના સ્પાનમાં ફેલાયોલ
છે. ઇન્ડોનેશિયા 34 પ્રોવિન્સમાં વહેચાયેલો દેશ છે. તેમાંનો એક એટલે બાલી. બાલી એટલે
એક એવો ટાપુ કે જ્યાં દેશમાં(ઇન્ડોનેશિયા) આવતા 80% પરદેશીઓ માત્ર ને માત્ર અહીં જ આવે છે. પછી તો ઇમ્પ્રેશન જ એવી
પડી ગઇ કે ક્યાં જાવ છો તો બાલી. બાલી સાથે કયાંય ઇન્ડોનેશિયા જોડાતું જ નથી ને,
જાણે બાલીનું સ્વતંત્ર અસ્તિત્વ જ ન હોય ! બાલીના કેલેન્ડરમાં પણ માત્ર 210 દિવસ જ છે.
બાલી પ્રોવિન્સ, બાલી સાથે સાથે Nusa Penida, Nusa Lembongan અને
Nusa Ceningan ટાપુઓ પણ ધરાવે છે. આ ટાપુઓ બાલીથી બદુંગ સ્ટ્રેઇટથી અલગ પડે છે. 5780.06 sq.km
માં ફેલાયેલો આ ટાપુ જાવાથી 3.2 km પૂર્વમાં આવેલો છે. અને વિષવૃતથી લગભગ માત્ર 8
ડિગ્રી નીચે આવેલો છે. જો બાલીને પૂર્વથી પશ્ચિમ જોઇએ તો 153 km
અને ઉતર થી દ્ક્ષિણ જોવા જઇએ તો 112 km
માં પથરાયેલો ટાપુ છે. બલીનો દ્ક્ષિણ ભાગ બાલી
સમુદ્ર થી ઘેરાયેલો છે. તો પૂર્વ ભાગ લોમ્બોક સ્ટ્રેઇટથી જુદો પડે છે. બાલીનો ઉતર
ભાગમાં હિંદ મહાસાગર છે તો પશ્ચિમ ભાગ
બાલી સ્ટ્રેઇટથી અલગ પડે છે. બાલી 8 districts, 53 sub districts અને
674 villages
ધરાવે છે. બાલીમાં જેટલા પણ પર્વતો છે તે
બધા સક્રિય જવ્ળામુખી જ છે. બાલીમાં માઉન્ટ અગુંગ નામનો જ્વાળામુખી આવેલો છે. જે
સૌથી ઉંચો છે બાલીના બાલીન્સ લોકો એ જ્વાળામુખી ને પ્રુથ્વીનું મુખ્યકેન્દ્ર માને છે
ઇ.સ. પૂર્વે 2000 માં સાઉથ ઇસ્ટ એશિયા અને ઓશેનિયાના પ્રદેશમાંથી આવેલા ઓસ્ટ્રોનિશિયન
લોકોએ વસાહત શરૂ કરી હશે એમ માનવામાં આવે છે. સાંસ્કૃતિક અને ભાષાકિય રીતે જોવા
જઇએ તો બાલિન્સ લોકો Indonesian archipelago,
મલેશિયા , ફિલિપાઇન્સ અને ઓસશેનિયાના પ્રદેશને મળતા આવે છે .
બાલિન્સ સંસ્કૃતિ મુખ્યત્વે ભારતિય, ચાઇનિઝ અને
એમાં પણ ખાસ કરીને હિંદુ સંસ્કૃતિ સાથે
મળતી આવે છે. જેની શરૂઆત ઇસુની પહેલી સદીથી થઇ હોય એવું માનવામાં આવે છે. ઇતિહાસના
લખાણોમાં બાલી દ્વિપ એવો શબ્દ પણ મળી આવે છે. ઇ.સ. 914 માં શ્રી કેશરી વર્માદેવા એ
Blanjong Pillar બનાવેલ
તેના લખાણ માં બાલી કંડારાવેલ છે.
ઇ.સ. 1585 માં બાલીના લોકો યુરોપિયનોના સંપર્કમાં
આવ્યા અને 1602 માં તો ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપની સ્થપાઇ પણ ગઇ. બીજા વિશ્વયુધ્ધ પછી
ઇન્ડોનેશિયામાં આઝાદીની ચળવળે જોર પકડયુ
અને જાપાનની મદદ પણ મળી અને આખરે 29 ડિસેમ્બર
1949 માં અઝાદી મળી.
બાલી એ આજે કોરલ ટ્રાઇંગલ નો એક ભાગ છે. જેમાં
વિપુલ પ્રમાણમાં દરિયાઇ જીવોની biodiversity છે.
બાલીના દક્ષિણ ભાગમાં રેતી સફેદ છે તો ઉતર
અને પશ્ચિમ ભાગમાં રેતી કાળા કલરની છે. તેનું મુખ્ય કારણ ત્યાંનો જ્વાળામુખી છે
જેનો ઢોળાવ એ તરફ નો હોવાથી ત્યાંની રેતી કાળી છે.
બાલીની જૂની સાંસ્કૃતિક પરંપરા જોવા જઇએ તો હિંદુઓ
નવ અલગ અલગ વિભાગોમાં વહેંચાયેલા જોવા
મળે છે. જેમાં Pasupata, waisnawa, Resi,
Bhairawa, Bodha, Sora, Siwa Shidanta, Brahma અને
Ganpataya નો
સમાવેશ થાય છે. ત્યાં પણ 4 વર્ણ પ્રથા જોવા મળે છે.
માટીનું
ધોવાણ અહિયા પણ બાકી નથી. Lebih beach પર દર વર્ષે
7 મી જમીન નું ધોવાણ થાય છે. માત્ર
3 દશક પહેલા માત્ર ને માત્ર ખેતી પર જીવતો આ ટાપુ આજે ઇન્ડોનેશિયાનું ગુજરાત છે.
ટુરીઝ્મમાંથી એટલી આવક થાય છે કે 80% બાલીની આવક અહીંથી આવે છે.
કોફીના ઉત્પાદનમાં ઇન્ડોનેશિયા વિશ્વમાં ચોથા ક્ર્મે છે. દર વર્ષે 4,20,000 મેટ્રીક
ટન કોફી ઉત્પન્ન કરે છે. જેમાંથી 2,17,000 મેટ્રીક ટન એક્ષપોર્ટ કરે છે. સમગ્ર ઇન્ડોનેશિયામાં
બાલીની સુબક પધ્ધતિ કોફી ઉત્પાદનમાં ખુબ જ
સરસ ગણાય છે. જે Tri Hita Karana હિંદુ ફિલોશોફી પર આધારીત છે. (Tri
Hita Karana is a traditional philosophy for life on the
island of Bali, Indonesia. The literal translation is roughly the
"three causes of well-being" or "three reasons for prosperity."[1] The
three causes referred to in the principle are harmony among people, harmony
with God, and harmony with nature. Tri Hita Karana is credited for the island's
prosperity as a whole, its relatively stable record of development,
environmental practices, and the overall quality of life for its residents.)
20,000 મંદિરો ધરાવતો આ ટાપુ Island of God કહેવાય
છે. બાલીના દરેક ગામ પાસે ઓછામાં ઓછા 3
મંદિરો હોવા જોઇએ એ એક નિયમ છે. (The PURA PUSEH (temple of
origin) located at the kaja (pure) side of the village : The PURA DESA (village
temple) at the centre of village for everyday community activities and : The
PURA DELAM (temple of the dead) at the kelod (unclean) end of the village. ). બાલીની
9 દિશાઓમાં 9 મંદિર આવેલા છે અને એ જ
બાલીનું રક્ષણ કરે છે એમ બાલીન્સ લોકો માને છે. આ બધામાં મુખ્ય માઉન્ટ અગુંગની
ટ્ળેટીમાં આવેલું Besakih નું મંદિર છે. બાકીના મંદિરોના નામ Luhur Uluwatu, Pura Ulum,
Danu Bratan, Pura Ulun Danu Batur, Pura pasar Agung, Pura Lempuyang Luhur,
Goa Lawah, Pura Masceti and Pura Luhar છે. બાલીના
હિંદુત્વ ના મુળીયા ભારતીય હિંદુત્વ અને બુધ્ધત્વમાંથી ઉતરેલા જણાય છે. અને એટલે જ
તેઓ સમજે છે કે God and Goddess are Present in all things.
બસ આપણી જ પરંપરા આવી ગઇ કે ક્ણે કણમાં
ભગવાન છે.
ત્યાંના નવા વર્ષની પરંપરા પણ અજીબ છે. ત્યાંનું
નવું વર્ષ Nyepi
કહેવાય છે. જે મૌન રહીને ઉજવાય છે. આ દિવસે બધા ઘરમાં જ રહે છે. અને ટુરીસ્ટોને પણ હોટ્લમાં જ
રહેવાનું કહેવામાં આવે છે. નવા વર્ષના આગળના દિવસે Ogoh – Ogoh રાક્ષસના
કલરફૂલ પુતળા બનાવવામાં આવે છે. અને નવા
વર્ષની સાંજે એને સળગાવી દેવામાં આવે છે. આવી જ એક બીજી પણ માન્યતા ત્યાંના
લોકોમાં છે કે બાળકના જન્મ પછી 6 મહીના
સુધી તેની જમીન ને અડે નહી તેની પુરી કાળજી રખાય છે કારણ કે ત્યાંના લોકો એમ માને
છે કે જો નાનું બાળક જમીન ને અડી જાય તો તેનામાં દૈત્ય પેસી જાય છે.
ત્યાંની ભાષા Bahasa Indonesia છે.
ત્યાંની લોક્લ 350 ભાષાઓ છે.
2010 માં 99.65% સાથે Indonesia’s Environmental Quality
Index માં 34 પ્રોવિન્સ માંથી બાલી પ્રથમ સ્થાન પર રહ્યુ
હતું. જેનું માપન
પાણીની ત્રણ જાતના parameters
પરથી નક્કી થાય છે . 1. The level of total suspended solids (TSS ) 2. Dissolved Oxygen (
DO) 3. Chemical Oxygen Demand (COD). આટલું પણ જાણે ઓછું પડ્તું હોય એમ 2010 નો Travel and Leisure એવોર્ડ બાલી ટાપુના નામે હતો. 2011 માં BBC Travel ના મત મુજબ ગ્રીસ પછી બાલી બીજા નંબરનો બેસ્ટ વિઝિંટીગ ટાપુ છે. બાલીમાં દર વર્ષે આવનાર ટુરીસ્ટોમાં સૌથી વધુ સંખ્યામાં આવનારા ઓસ્ટ્રેલીયનો છે. બીજા નંબર પર છે ચીન અને જાપાન. 17 જુલાઇએ Aris એક સાથે 25 ગુજરાતીને લઇ જાય છે પછી તો બાલીમાં ગુજરાતવાળી થાવાની .... 2014 પછી ઇન્ડિયન ટુરિસ્ટ બાલીમાં પહેલા નંબર પર હશે......
DO) 3. Chemical Oxygen Demand (COD). આટલું પણ જાણે ઓછું પડ્તું હોય એમ 2010 નો Travel and Leisure એવોર્ડ બાલી ટાપુના નામે હતો. 2011 માં BBC Travel ના મત મુજબ ગ્રીસ પછી બાલી બીજા નંબરનો બેસ્ટ વિઝિંટીગ ટાપુ છે. બાલીમાં દર વર્ષે આવનાર ટુરીસ્ટોમાં સૌથી વધુ સંખ્યામાં આવનારા ઓસ્ટ્રેલીયનો છે. બીજા નંબર પર છે ચીન અને જાપાન. 17 જુલાઇએ Aris એક સાથે 25 ગુજરાતીને લઇ જાય છે પછી તો બાલીમાં ગુજરાતવાળી થાવાની .... 2014 પછી ઇન્ડિયન ટુરિસ્ટ બાલીમાં પહેલા નંબર પર હશે......
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો