ગુરુવાર, 29 મે, 2014

ક્યારેય ન ભુલાય એવો એક અનુભવ : પિરોટન



તા. 28/5/14 એટલે અમાસની રાત. રાતના 12:30 અમને લેવા માટે જોશીભાઇ આવી પહોંચ્યા. અને અમે એમની સાથે બેડીબંદર જવા માટે નીકળ્યા. રસ્તામાં અડધે પહોંચ્યા ત્યારે ખબર પડી કે અમારી સાથે બીજા પણ કોઈ જોડાયેલા છે. અને બંદર પર પહોંચ્યા ત્યારે જોયું તો અમારી સાથે 10માં ભણતો હર્ષ અને 12 માં ભણતા હેમ અને ધરમ નામના છોકરા હતા. ચાલો આપણને તો થોડા સ્ટુડ્ન્ટ મળી ગયા એટલે જામશે. બસ આમ જ શરૂ થયો અમારો પિરોટન ટાપુ તરફનો રૂટ. અમાસની રાતના અંધારામાં પણ જાણે કંઇક શોધતા હોઇએ એમ છેક સુધી અમે સૌ જાગતા રહ્યા. રાત્રે લગભગ 2:30 ની આસપાસ અમારી બોટ પિરોટન પર આવી ચુકી હતી. અને જોશીભાઇ તો બોટ ચાલુ થઇ ત્યારના સૂઇ ગયા હતા અને અમને સૌને પણ કહ્યુ હતું. પરંતુ અમારામાંથી કોઇ જ એ જુરરત ન કરી શક્યું. બસ ક્ષણેક્ષણને માણી લેવી હતી. બોટ લંગરાતી હતી. ત્યાં પહેલી વખતી બે બોટમેનો વચ્ચે થાતી વાતચીતો સાંભળી અને હાજીકાકાને મારાથી પુછાઇ ગયુ કે શું તમે કચ્છી ભાષામાં બોલો છો. ના અમે કાસ્થી ભાષામાં બોલીએ છીએ એવો જવાબ મળ્યો. બોટ લંગરાઇ ચુકી હતી અને અમે સૌએ પોતપોતાની રીતે બોટમાં સુવાની જગ્યા શોધીને લંબાવી દીધી હતી. અમરી બોટ લંગરાયેલી હતી ત્યારે લગભગ અઢી થી ત્રણ ફુટ જેટલુ પાણી હતું. સવારના સાડા પાંચ વાગ્યા હશે અને ત્રણ ચાર શિયાળ બોલતા હતા. આકાશમાં અરૂણોદય થઇ ચુક્યો હતો. જીજાજી બોલ્યા. શિયાળ છે. હર્ષ બોલ્યો અહિંયા તો કોઇ દિવસ શિયાળ હોય અને હાસ્યનું મોજુ ફરી વળ્યુ અને લગભગ પોણા છ ની આસપસ બધા ઉઠી ગયા અને કિનારા તરફ ચાલવા લાગ્યા. બસ આમતેમ આંટા મારતા અમે શિયાળ જોઇ લીધુ અને હર્ષની સાથે સાથે સૌ હસી પડયા. થોડા ફ્રેશ થયા અને નાસ્તો કર્યો. પણ આ સમગ્ર સમય દરમ્યાન જમીન પર ચાલતા જંતુ ભકડ અને હવામાં ઉડતા ભુખતરે સૌને ખુબ જ બીઝી રાખ્યા. કેટલીય જગ્યાએ લાલ નાના ચામઠા થયા હતા. પાછળથી જોષી ભાઇ સાથે વાત કરી ત્યારે ખબર પડી કે ભુખતર શરીર પર ચોટે એટલે એને મારવું જ પડે. જ્યાં સુધી મારો નહી ત્યાં સુધી એ ચટકા ભર્યા જ કરે. જોશીભાઇએ કિનારા પર બદામ, વડલો, લીમડો જે રીતે એક જ લાઇનમાં રોપેલા હતા અને જે ખૂબ જ માવજતથી ઉછેર્યા હતા એ અમને બતાવતા એમની છાતી ગજગજ ફુલતી હતી. અને ફુલવી જ જોઇએ ને ગર્વ લેવો પડે એવું કામ કર્યુ જ છે અને પાછી પોતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ્ના માણસ છે એની આનાથી મોટી આઈડેંટીટી શું હોઇ શકે. બસ આમ જ થોડીવાર આંટા મર્યા અને લગભગ સાત વાગી ચુક્યા હતા અને અમે સૌ જોશીભાઇ સાથે દરિયાની સફરે નિકળી પડ્યા.

શરૂઆત અમારી ચેર(મેંગ્રુવ) ના વ્રુક્ષોના પરીચયથી કરી. અમે બે અલગ અલગ પ્રકારના ચેરના વ્રુક્ષો જોયા. જોશીભાઇએ જ્યારે અમને બતાવ્યુ કે કેમ કરીને પરીપક્વ બનેલુ ચેરના વ્રુક્ષનું ફળ જમીનમાં સીધેસીધુ ખુપી જાય અને બીજો જ નવો છોડ ઉતપ્પન થઇ જય. લાંબુ સરગવાની શિંગ જેવું લાગતું ફળ ઉપરના ભાગમાં ગાંઠ જેવો ભાગ પરિપક્વ થાતા પીળો પડી જાય અને એમ થાતા જ શિંગ જેવું લાંબું ફ્ળ સીધેસીધુ જમીનમાં ખૂપી જાય અને નવો છોડ ઉત્પન થઇ જાય. કુદરતની આવી અજાયબી જેવી લાગતી ખાસિયત સામે મનોમન પ્રકરૂતિ માતાને વંદન થઇ જાય. ચેરના અસંખ્ય વ્રુક્ષો આ ટાપુ પર અને અહિંયા સુધી પહોંચવાના રસ્તામાં દરિયામાં પથરાયેલા છે. અમે રાઇજોફોરા અને સિરિઓફ પ્રકારના ચેર જોયા. એ શિવાય અહિંયા એવિશિન્યાઅને એજીસિરીઓફ પ્રકારના ચેર પણ જોવા મળે છે. ચેરના વ્રુક્ષોની આસપાસ જમીનમાં ઉગેલા કાટા જેવા લાગતા ભાગ તરફ આંગળી કરી જોશીભાઇએ કહ્યુ કે આ ચેરના વ્રુક્ષોના શ્વસન માટેના ઓકિસઝ્ન મેળવવાના શ્વસન મૂળ છે. ત્યાં બાજુમાં અમે પીલીના વ્રુક્ષ પણ જોયા.

ત્યાંથી અમે દરિયામાં અંદર તરફ ચાલવાનું શરૂ કર્યું. કેટકેટલા ડેડ કોરલ જોયા. બધા જ પાણીમાં નઝર નાખીને કંઇક શોધતા શોધતા ચાલી રહ્યા હતા. જોશીભાઇ સૌથી આગળ હતા અને પાછળ પાછળ અમે સૌ ચાલી રહ્યા હતા. રાની ક્રેબ અમે હાથમાં પકડીને જોયો અને ફોટા પાડ્યા. ત્યાંથી આગળ ચાલ્યા. એવામાં હર્ષ એક પફર ફિશ જોઇ ગયો. અને જોશીભાઇએ હાથમાં પક્ડીને બતાવી. ખરેખર જોવાની ખૂબ જ મજા આવી ગઇ. નાનક્ડી ફિશ અને રક્ષણ માટે પાણી ભરીને કેવી મોટી થઇ શકે અને શરીર પર કાટા ઉભા થઇ જાય.... વાહ રે કુદરત વાહ.... NO  WORDS FOR NATURE’ CREATION…. બસ એક પફર ફિશે અમારા સૌમાં એક આનંદનું મોજુ ફેરવું દિધું. બસ બધાને હવે ઓકટોપસ જોવાની તાલાવેલી હતી. ઓકટોપસ નહી તો બીજુ કંઇપણ જોવા માટે અમે આગળ વધી રહ્યા હતા એવામાં એક ડેડ કોરલ પાસે ઓક્ટોપસને આરામ કરતો જોઇ લીધો. જોશીભાઇને બુમ પાડીને બોલાવી લીધા. બીજા બધા પણ આવી ગયા અને એટલામાં જોશીભાઇ આવતા હતા ત્યાં એમણે પણ એક ઓક્ટોપસ જોયો અને હાથમાં પક્ડી લાવ્યા. બધાએ વારફરતી પકડીને ફોટા પડાવ્યા. થોડા આગળ જતા અમને સી કકૂમ્બર જોવા મળ્યુ. બસ આવી જ રીતે આગળ ચાલતા હતા અને કુદરતની અજાયબીને માણતા જતા હતા. ચાલતા ચાલતા અમે એવી જગ્યાએ આવી પહોંચ્યા કે જ્યાંથી હવે દરિયો ખુબ જ ઉંડો હતો. ત્યાંથી અમે પાછા ફરતા હતા. અત્યાર સુધી અમે અસંખ્ય કોરલ જોયા હતા.  માત્ર ફિંગર કોરલ જ બાકી હતા એ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોઇ લીધા. આ સિવાય અમે મુન કોરલ અને બ્રેઇન કોરલ પણ ઘંણા જોયા. સ્પોંઝ પણ જોયા. બીજી સૌથી વધારે મઝા અમને giant sea animal(સમુદ્રફુલ) જોવની આવી. કેટલુ મોટુ અને કેટલુ તો ચિકણું અને પાછુ એ પોતે sea animon(ઝિંગા)ને રક્ષણ પુરૂ પાડે એ તો જુદુ જ. આ ઉંપરાંત અમે ગુસ ક્રેબ  વુલ્ફ ક્રેબ પણ જોયા. સ્નેઇલ પણ હાથમાં લઇને જોવાની મજા આવી.

લગભગ સવા દસ થવા આવ્યા હતા.અમે સૌ કિનારે પાછા ફર્યા. હર્ષ થાકી ચુક્યો હતો. જીજાજીએ એને કંપની આપી અને અમે બાકીના ઉપડી પડ્યા લાઇટહાઉસ જોવા. ઉપર ચઢ્યા અને જે ઠંડો પવન અનુભવ્યો એની કોઇ અભિવ્યિક્તી થઇ શકે એમ નથી. લાઇટ હાઉસની વર્કિંગ સિસ્ટમ જોઇ અને ખરેખર ખુશ થઇ જવાયું. ત્યાંથી પાછા આવતા હતા અને મેં હેમને કહ્યુ કે આ મંદિર જોશીભાઇએ બનાવડાવ્યુ છે. આ વાત જ્યારે હું બોલતો હતો ત્યારે મનોમન કુદરતની આટલા નજીક રહેનાર જોશીભાઇને કયા શબ્દોમાં ટ્રીબ્યુટ આપવું એ જ વિચાર કરતો હતો. એક માણસ લોકો માટે નિસ્વાર્થભાવે કેટલું કરી શકે એ જોવું હોય તો જોશીભાઇને મળી લેવય. અમે લાઈટહાઉસ પર હતા અને એમણે બધા જ છોડોને પાણી પણ પાઇ દિધુ. એમણે જ વાવેલા લીમડા નીચે અમે સૌ જમવા બેઠા. આવી ગરમીમાં લીમડા નીચેથી હટવાનું મન થાતું ન હતું. બસ હજી તો જમીને ઉભા થાતા હતા ત્યાં તો હાજીભાઇ અને ઇશાક્ભાઇએ બુમ પાડીને અમને સૌને બોલાવી લીધા. કારણ કે હવે ભરતીના પાણી બોટ સુધી આવવાની તૈયારી હતી. બોટથી થોડા આગળ જઇને પાણીમાં ઉભા રહીને ભરતીરૂપી પાણીથી જમીન ને કવર કરતા દરિયાને માણ્યો. બસ પછી તો બોટમાં બેઠા અને પાણી વગર ત્રાસી થઇ ગયેલી અમારી બોટ ભરતીના પાણી આવતા ગયા અને સીધી થાતી ગઇ અને લગભગ વીસેક મિનિટ્માં ભરતીના પાણી એટલા ભરાઇ ગયા કે હવે અમારી બોટનું એંજિન સ્ટાર્ટ થયુ અને બેડીબંદર તરફ પ્રયાણ શરૂ કર્યુ.

પિરોટનને મારી છેલ્લી સલામ હતી. અને પાછો ચોક્ક્સ આવીશ એનું વચન હતું. પિરોટને મને અભિભૂત કરી નાખ્યો. આશ્ચર્યોથી નવડાવી નાખ્યો એમ કહીએ તો પણ ના નહી કહી શકાય. છેલ્લા છેલ્લા મારી નઝર અમે જ્યાં સુધી ચાલતા ગ્યા હતા તે જ્ગ્યા પર જ જતી હતી. કેટ્લુ પાણી. અત્યારે ત્યાં જવાનો વિચાર સપનામાં પણ ના કરી શકાય. અને મને શોભિત દેસાઇનો એક જ શેર યાદ આવી ગ્યો કે...

અહીં દરિયો જે તમને ધીર ને ગંભીર લાગે છે એ
ખોળામાં સમાવીને કેટલાય તોફન બેઠો છે.

PIROTAN AMAZINGGGG PIROTAN………
ક્યારેય ન ભુલાય એવો એક અનુભવ જેણે મને જોશીભાઇ જેવા માણસને મળાવ્યા તો હર્ષ, હેમ અને ધરમ જેવા મિત્રો આપ્યા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો