બુધવાર, 28 મે, 2014

ABOUT PIROTAN



ભારત દેશના સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના બેડી બંદરેથી હું અને જીજાજી રાત્રે પિરોટન ટાપુ પર જવા નિકળીશું. વ્યવસ્થાનો બધો જશ ભગવાનજીકાકાને આપવો જ પડે. બેડી બંદરેથી 12 નોટીકલ માઇલ દુર આવેલો એક ટાપુ એટલે પિરોટન. પિરોટન ટાપુ પિરોથનના નામથી પણ ઓળખતો હતો. કચ્છના અખાતમાં અરબી સમુદ્ર્માં આવેલા ૪૨ ટાપુઓના સમુહમાંનો એક ટાપુ એટલે પિરોટન. પરવાળાઓને જતનથી સાચવતો ટાપુ એટલે પિરોટન. આ જ્ગ્યા એટલે એવી જ્ગ્યા કે જ્યાં દરિયાઇ જીવસૃષ્ટિ અને દરિયાઇ વનસૃષ્ટિને તમે સ્કુબા ડાઇવિંગ કર્યા વગર 2 થી 3 ફુટના પણીમાં માણી શકો. વિશ્વમાં GREAT BARRIER REEF – AUSTRELIA પછી બીજા નંબર પર આટલા પ્રમાણમાં દરિયાઇ જીવસૃષ્ટિ અને દરિયાઇ વનસૃષ્ટિ ધરાવનાર જ્ગ્યા એટલે પિરોટન.

પિરોટન નામ પિર જો થાન “PIR JO THAN” પરથી અપભ્રંશ થઇને આવ્યું છે. જેનો અર્થ એક પિરના નામ પરથી લેવામાં આવ્યો છે. એમનું નામ KHWAJA KHIZER RAHMATULLAHIALAIH ખ્વાજા ખિજેર રહમ્તુલ્લાહઇલ્લાહ થાય છે. બસ એ જ અહિં આવીને વસ્યા અને પછી એમના એક ઓલીયા ફકિર વસે છે. બાકી આ ટાપુ પર ફોરેસ્ટ ગાર્ડ સિવાય કોઇની અવર જવર જોવા ન મળે. LONLINESS માંથી SOLITUTED તરફ જવા માટેનું આ બેસ્ટ સ્થળ કહી શકાય.

૧૮૬૭ માં સૌ પ્રથમ આ ટાપુના ઉતર ભાગમાં એક ફ્લેગ પોલ લગાવવામાં આવ્યો. ત્યાર બાદ 1898 માં આ ફ્લેગપોલને દુર કરીને 21 મી ની દિવાદંડીબનાવવામાં આવી. જે 1955 -57 માં 24મી ની કરી દેવામાં આવી. 1997 માં આ દિવાદાંડી ડિઝલને બદલે સોલરથી ચાલતી કરી દેવામાં આવી. 3 ચો. કિ.મી. માં પથરાયેલા આ ટાપુને   1982 માં MARINE NATIONAL PARK નો દરરજો આપી દેવામાં આવ્યો. કચ્છના અખાતમાં 162.89 sq. k.m.  વિસ્તારને MARINE NATIONAL PARK અને 457.92 sq. k.m.  વિસ્તારને MARINE SANCTURY તરીકેનો દરરજો આપી દેવામાં આવ્યો.

Octopus, jelly fish, colorful corals, exotic marine, flowering plants, puffer fish, sea horse, huge green sea turtles, lobsters, dolphins એ આ પિરોટન અભ્યારણ્યની વિશેષ્તાઓ છે. જો તમારા નસીબ હોય તો તમને dugong seal પણ જોવા મળી શકે છે.

30 ડિગ્રી N 30 ડિગ્રી S માં આ વિશ્વમાં પરવાળાના સમુહો પથરાયેલા છે. તેમાં કેલ્શિયમ પુષ્ક્ળ પ્રમાણમં હોય છે. દરિયાઇ વિસ્તારનાં 0.17 % વિસ્તારમાં આવા પરવાળા પથરાયેલા છે. હિંદ મહાસાગર દુનિયાના 24% ભાગ કવર કરે છે. જેમાં કચ્છનો આખાત, લકક્ષદિપ, અંદમા, પલ્કની ખાડી અને મનાર નો અખાત નો સમાવેશ થાય છે. કચ્છના અખાત માં આવેલા 42 ટપુમાંથી 34 માં પરવાળાઓ નો અને અન્ય દરિયાઇસૃષ્ટિનો જથ્થો જોવામળે છે.

બસ હવે તો રાત પડવાની રાહ જોવું છું મારે જવાની તૈયારી કરવાની છે. વધારે થોડું અનુભવ પછી કાલે.......

સોમવાર, 23 ડિસેમ્બર, 2013

JAY SHREE HANUMAN (સાળંગપુરની મારી પદયાત્રા - એક અનોખુ સંભારણું)



મિત્રો જય શ્રી હનુમાન,

છેલ્લા એક વર્ષથી હું રાહ જોતો હતો કે હવે મારે પણ નિલેશકાકા સાથે સાળંગપુર ચાલતા જવું છે જ. અને આખરે એ દિવસ આવી પહોંચ્યો માગશર સુદ અગિયારસના દિવસે. મારે તિથિ એટલા માટે લખવી પડે છે કે આ મારો આખો આર્ટિકલ સાળંગપુરની પદયાત્રાનો છે. અને આજથી 5 7 હજાર વર્ષ પહેલા કુરૂક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણના મુખે આ જ દિવસે અર્જુનની સાથે સાથે હનુમાનજી એ પણ ગીતા સાંભળી હતી. એ તો મારું સદભાગ્ય કહેવાય કે એ જ ગીતા જયંતિના દિવસે હું ચાલીને હનુમાનદાદાના દર્શન કરવા નિકળ્યો છું ત્યારે મને મનોજ ખંડેરિયાનો શૅર યાદ આવે છે.....

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જવા
ચરણ લઇ દોડવા બેસું તો વર્ષોના વરસ લાગે.

હનુમાનદાદાના દર્શન માટે સવારના 5 વાગ્યે ઉઠીને તૈયાર થવા લાગ્યો અને સવારે 6 વાગ્યે નિલેશકાકાની ઘરે જવા માટેની તૈયારી કરી દીધી. લગભગ 7 વાગ્યે તેમની ઘરે પહોંચી ગયો. જીગ્નેશભાઇ મોડા નિકળ્યા હતા એટલે અમે 8 વાગ્યે શરૂઆત કરી. સેવાસી ગામ પાસે અમે પહેલો સ્ટોપ લીધો. બાકડા પર બેઠા. ધર્મેશ તો પહેલેથી જ આવીને બેઠો હતો. અમે થોડી ઘણી વાતો કરી ત્યાં તો જીગ્નેશભાઇનો ફોન આવી ગયો. બસ હવે તેઓ નજીક જ હતા. ત્યાં વાતમાંથી વાત નીકળી અને નિલેશકાકા એ મને કહ્યુ કે તમે બેઠા છો તેની પાછળ વાવ છે. ઉભા થઇને જોવા ગયા અને હું વાવ જોઇને આવાક જ થઇ ગયો. આ તો અડાલજની વાવ જેવી જ વાવ હતી. ખુબ જ સરસ નીચે ઉતરીને જોવાનું મન થયું પરંતુ મારી યાત્રાનો આજે પહેલો દિવસ હતો અને મારે પહેલા જ દિવસે હિંમત ખોઇ ન હોતી નાખવી. એટલે ઉપરથી જ જોઇને સંતોષ માની લીધો અને બાજુમાં ઉભેલા કાકાએ કહ્યુ કે આ વાવમાં 40 વર્ષ પછી આટલું પાણી આવ્યુ છે. એટલામાં હવે બીજી ત્રણ વ્યક્તિ આવી ચુકી હતી અને અમને આગળ ચા પીવા માટે બોલાવતા હતા. લાલાભાઇને કોઇ સગા ત્યાં હતા અને અમને યાત્રામાં સૌથી પહેલી સેવા આપી. અમે સૌએ ચા પીધી. અને આગળ તરફ પ્રસ્થાન કર્યુ. મહિસાગરના કોતરોવાળા વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યાં જમણી બાજુ એક ઝાડ જોયું અને એ ઝાડની આજુ બાજુ સરસ ચણતર કરીને ઓટલો બનાવેલો હતો અને એક પાણીનો મોટો જગ મુકેલો હતો. ત્યાં જઇને બેઠા. જગમાંથી ઠંડુ પાણી પીધુ. શરીરને ખરેખર સારું લાગ્યુ. થોડો આરામ જરૂરી હતો. જીગ્નેશભાઇ સાચું બોલ્યા હતા કે એકલા જ બધુ નહી લેતું જવાનું લોકોને આપતું પણ જવાનું. ઓટલો બનાવવા વાળાને પણ થોડું પુણ્ય મળવું જોઇએ. સાચી વાત હતી. એમાં પણ જ્યારે મારા જેવા જે પહેલી વખત જ પ્રયાણ કરતા હોય એને તો ઝાડની નીચે ઠંડક અને ઠંડુ પાણી હાશકારો આપે એમાં વળી કઇ શંકા ? વાતોમાં ને વાતોમાં અમે કાલુભાઇનો મોબાઇલ  જોયો. મજા આવી ગઇ. થોડી થોડી વાતો કરતા કરતા નિકટતા વધતી જતી હતી. કારણકે હું તો માત્ર નિલેષકાકા સિવાય કોઇને ઓળખતો ન હતો એમ કહી શકાય. પરંતુ હું પણ સુરેશ દલાલની જેમ જ કહી શકુ કે મારી કુંડલીમાં ઇશ્વરે મિત્રોનું ખાનું મજબુત રાખ્યું છે. કારણ કે આગળ ચાલતા ગયા અને મિત્રતાના તાંતણા વધુ મજબુત થતા ગયા. થોડા સમય પછી  ઉભા થયા. અને અમે ફરીથી ચાલવાનું શરૂ કર્યું. ઉમેટા બ્રીઝ પાર કર્યો ત્યારે અહેસાસ થયો કે ગામ પાસે બનાવેલો નવો બ્રીઝ અને નદી પરનો બ્રીઝ પાર કરતા તો ખુબ જ થાક લાગી ગયો. ત્યાં જઇને અમે થોડા,  અરે થોડા નહી પેટ ભરીને ભજીયા ખાધા. થોડા સમય પછી અમે ચાલવાનું શરૂ કર્યુ અને આંકલાવ તરફ વણાંક લીધો. 9 કિમી ચાલ્યા પછી ખબર પડી કે રૂટીનની બહાર જઇને ચાલવું કેટલું અઘરૂ છે  બધા મને કહી રહ્યા હતા કે આજનો દિવસ ચાલીને સૂર્ય મંદિર પહોંચી ગયો એટલે તું સાળંગપુર પહોંચી જઇશ. અમે આવી જ રીતે વાતોમાં ને વાતોમાં આગળ ચાલ્યા કરતા હતા ત્યાં આંકલાવ આવી ગયું. આંકલાવ આવા પડયાત્રીઓ માટે એક કુટીર જેવું બનાવેલું છે ત્યાં જઇને આરામ કરવા લાગ્યા અને સાડા 3 ની આસપાસ જગ્યા સંભાળનાર સજ્જન આવી ચુકયા અને અમારા માટે ચા મંગાવવામાં આવી. ચા ની સાથે સાથે બિસ્કિટ અને સેવનું પેકેટ આપવામાં આવ્યું. ત્યાંથી અમે બોરસદ જવા માટે પ્રયાણ શરૂ કર્યુ. બોરસદ પહોંચતા પહોંચતા તો જોરદાર થાક વર્તાવવા લાગ્યો ચાલ પણ બદલાઇ ગઇ અને થાક કોને કહેવાય તે ખબર પડી. કાલુભાઇને ફોલ્લા પડ્યા હોવા છતાં ચાલ્યે જ રાખતા હતા. ખરીઓમાંથી તમાકુની સુગંધ નાકમાં આવતી હતી. ચાલતા ચાલતા સાંજ પડી હતી. બીજા બધા આગળ હતા હું અને નિલેશકાકા જ પાછળ હતા મને થાક લાગતો હતો. થોડી થોડી વારે બેસવું પડતું હતું. અંધારૂ થઇ ચૂક્યુ હતું અને ભૂખ પણ લાગી હતી. હોટલ ફિક્સ હતી. તેઓ દર વર્ષે ત્યાં જમતા હતા. જમવા માટે એકાદ કિમી જેટલું ચાલવાનું હતું તે અઘરૂ હતું. છતાં પહોંચવામાં કંઇ ખાસ વાંઘો પડ્યો નહી. બુટ કાઢીને પગ લંબાવીને જમવા બેઠો. પાછા અમારા આજના પડાવ સૂર્ય મંદિર પર પહોંચ્યા. અને જોયું તો આ છેલ્લા કિમી ચાલવામાં મારા પગમાં ફોલ્લો પડી ગયો હતો. ધર્મેશે મને બેંડેડ બાંધી આપી. રાત્રે પર્શનલ રૂમ લેવામાં થોડી રકજક કરવી પડી પણ કંઇ ખાસ વાંધો આવ્યો નહી. રૂમ મળી ગઇ સૂવાની તૈયારીઓ થઇ ગઇ. બીજા દિવસની સવારે 6 વાગ્યે બધા ઉઠી ગયા. વાતાવરણમાં જોરદાર ઠંડક હતી. મંદિરની બહાર નીકળીને થોડું ચાલ્યા ત્યાં તો બાપા સીતારામ લખેલી લારી આવી ગઇ અને એક કાકાએ બાપા સીતારામ કહીને આવકાર આપ્યો અને અમને બધાને ચા પીવા આપી. નિલેશકાકાએ થેપલાનું બોક્સ ખોલ્યું અને બધાએ પેટ ભરીને નાસ્તો કર્યો. ચા પિવડાવવા વાળા કાકાને અમે અમારા રૂમની ચાવી આપી અને કહ્યુ કે અમારા મિત્રો આવશે તેને આ ચાવી આપી દેજો. કારણ કે અમારો સામાન પાછળ આવવા વાળા લઇને આવવાના હતા. સવાર સવારમાં ચાલવાની શરૂઆત તો સારી હતી. આજે ચપ્પલ પહેરીને ચાલતો હતો. પરંતુ જોઇએ એવી મજા આવતી ન હતી. ચાલતા ચાલતા મારી નજર જીગ્નેશભાઇના હાથ પર પડી અને મેં પુછ્યુ આ શું ? માળા કરતી વખતે ગણતરી કરવામાં ભૂલ ન પડે એ માટેનું યંત્ર. બસ આ તો લેવું જ પડે. અને ચાલતા ચાલતા બોચાસણ તો પહોંચાયું પરંતુ વચ્ચે 3 થી 4 સ્ટોપ લેવા પડ્યા હતા. બોચાસણ સ્વામીનારાયણ મંદિરમાં દર્શન કર્યા અને ત્યાંથી જપ માટેનું યંત્ર લીધું. અને બપોરના લગભગ 11 વાગ્યા હતા. માત્ર 4 કિમી દુર ધર્મજ પહોંચતા તો થાકી જવાયુ. ત્યાં જઇને દર્શન કરીને પ્રસાદી લીધી. જમીને જાતે થાળી વાટકો ધોઇને એના સ્ટેંડ પર ગોઠવ્યો. આવું કામ તો આપણે પહેલી વખત કર્યું. પછી ઉપર જઇને આરામ શરૂ કરી દીધો. 2 કલાકના આરામ બાદ અમે સૌ નીચે ઉતર્યા અને ત્યાં તો પાછળ આવવા વાળા મિત્રો અને ટેમ્પો સામાન સાથે આવી ચુક્યો હતો. તારાપુર તરફ ચાલવાનું શરૂ કરી દીધું અને ચાલતા ચાલતા સુરજને આથમતો પણ જોઇ લીધો. અંધારુ થવા આવ્યુ હતુ. શરીરમાં થાક વર્તાતો હતો. હાથમાં પાણીની બોટલ હતી પણ ખાલી હતી. શરીર સંપુર્ણ પાણી મય હતું છતાં તારાપુર માત્ર 2 કિમી દુર હતું ત્યાં શરીર ખુબ જ થાકેલું જણાયું સર્વોતમ હોટલ આવી ત્યાં ઉભા રહીને પાણી પીધુ અને પછી છાશના બબ્બે ગ્લાસ પી લીધા. થોડી તાકાત આવી હોય એવું લાગ્યું અને મહા પરાણે તારાપુર જલારામ મંદિર પર પહોંચ્યા. કાલુભાઇ તો હદ જ કરી દેતા હતાં. ફોલ્લા પડ્યા હોવા છતાં ચાલ્યે જ રાખતા હતા. આખી સફરમાં હંમેશા મારી આગળ જ ચાલ્યા છે. પહોંચ્યા પછી ખબર પડી કે આજે પણ ડાબા પગમાં એક નાનકડો ફોલ્લો મને પડી ગયો હતો. પાછળથી આવેલ મિત્રો પણ અમારા કરતા પહેલા પહોંચી ગયા હતા. એમાં પાછા એક તો 70 વર્ષના કાંતિકાકા પણ હતા. રંગ છે એમને ભાઇ ! મંદિરના દરવાજા તો બંધ હતા પરંતુ સામે હનુમાનજીનું મંદિર હતું ત્યાં જઇને અમે દર્શન કર્યા અને પછી જમવા બેઠા. જમીને સીધા જ સુઇ ગયા. આ આખા દિવસમાં નિલેશકાકા મારી સાથે જ ચાલવામાં રહ્યા અને આજ ના દિવસના final destination પર પહોંચાડી દીધો . છેલ્લા 2 કિમી દરમ્યાન નિલેશકાકા અને જીગ્નેશભાઇ સાથે ન હોત તો મારી તો આવી જ બનત. આવા વિચારોમાં ને વિચારમાં ક્યાં ઉંઘ આવી ગઇ એની પણ ખબર પડી નહી અને સવાર પડી ત્યાં તો સવારના 6 વાગી ચુક્યા હતા. નિલેશકાકા અને લાલાભાઇ ઉઠીને લાકડા નાખીને ફાયર ટાવરમાં પાણી ગરમ કરતા હતા. મને આ બધી ખબર હતી પણ ઉઠવાની હિંમત થાતી ન હતી. સવારમાં ગરમ પાણીથી નાહી ને ચાલવાનું શરૂ કર્યુ અને થોડા આગળ જઇને ચા નાસ્તો કર્યા. સૂરજ ઉપર ચઢી રહ્યો હતો. ચાલતા ચાલતા 14 કિમી સુધી ચાલ્યા બાદ બાપા સીતારામની મઢુલી આવી અને અમારો પડાવ આવ્યો બધા બાકડા પર બેસીને વાતો કરતા હતા. હું બાજુમાં બનાવેલી ઓસરીમાં ગોદડુ પાથરીને સુઇ જ ગયો. શરીરને થોડો આરામ આપ્યો અને પછી મોટર ચાલુ કરીને પગ પર પાણી નાખીને પગને આરામ આપ્યો. પાછા અમારા મુખ્ય ધ્યેય પર જવા માટે આગળ નીકળ્યા. બપોર પડી ચુકી હતી. આગળ જતા એક હોટલ આવી ત્યાં અમારા કરતા પહેલા બધા આવીને બેઠા જ હતા ચા પીતા હતાં. અમારી પણ ચા મંગાવવામાં આવી. અને નિલેશકાકાની વાત માનીને બધા કરતા વહેલા ચાલવાનું શરૂ કરી દીધું હું 3 કે 4 કિમી સુધી ચાલીને ખુબજ થાકી જતો હતો અને પછી 10 -15 મિનિટનો આરામ લેવો પડતો હતો. બપોરના પોણા બે થયા હશે. છતા જોરદાર લાગતા તાપમાં પણ અમે આગળ નીકળી પડ્યા. કારણ કે મારે તો થોડુ ચાલીને બેસવાનું જ હતું. દૂરથી CNG પંપ દેખાતો હતો. હવે અંદાજ આવી શકતો હતો કે એ પંપ સુધી પહોંચવા માટે 3 કિમી ઉપર ચાલવાનું છે અને કલાક જેવો સમય લાગશે. પંપ સુધી તો ચલાયું અને છતાં હિંમત હતી એટલે સામે આગળ દેખાતા બીજા પેટ્રોલ પંપ સુધી ચાલવાનું રાખ્યું અને ત્યાં  પહોંચીને બાકડા પડેલા જોઇને ખુશ થઇ ગયો અને સીધો લાંબો જ થઇ ગયો. થોડો વખત આરામ કર્યા પછી પાછા ચાલવા લાગ્યા અને ટોલટેક્ષ વટાવીને બીજા પેટ્રોલપંપ પર આરામ કરવા બેઠો. પાછા ચાલવાનું શરૂ કર્યુ અને વટામણ ચોકડી પર પહોંચીને આશિર્વાદ હોટલમાં પહોંચીને જઇને છાશ પીધી. અને આગળ ચાલીને વટામણ ચોકડી પર જઇને સંપ પર જઇને હાથ પગ ધોયા અને  આરામ કરવા બેઠો ત્યાં તો પાછળથી ચાલવાવાળા પણ આવી પહોંચ્યા. માત્ર અડધો કલાકનો આરામ કરીને અમે નાની બોરૂ ગામ જે લગભગ 12 કિમી દુર હતું તે તરફ ચાલવાનું શરૂ કરી દિધું. સાંજના 5 વાગી ચુક્યા હતાં. સૂરજ આથમતો જતો હતો. અમે નાના બોરૂ તરફ ચાલવાનું શરૂ કરી દિધું. 3 4 કિમી ચાલ્યા હશું ત્યાં બુટ ભવાની માતાનું મંદિર આવ્યું. 15 મિનિટ જેટલો આરામ કર્યો અને ત્યાંથી આગળ ચાલ્યા. સૂરજ લગભગ આથમી ચૂકયો હતો છતાં તેના છેલ્લા કિરણો આ સૃષ્ટિને તેજપુંજથી પ્રકાશી રહ્યા હતાં. ધીરે ધીરે અંધારૂ વધતું જતું હતું. અંધારામાં હાઇવે પર મોટા વ્હિકલ અને રસ્તામાં બાજુ પર ઉગેલા બાવળોથી બચીને ચાલવું એ હકિકત  અને ઘરમાં બેસીને કોઇકને કહેવું કે સાંજે ઠંડા પોરમાં ચાલવું એ બે બાબતોમાં ઘણો ફર્ક છે એ અત્યારે હું મહેસુસ કરી રહ્યો હતો. મારા માટે કાલુભાઇ એ એક રોલ મોડલ હતા. પગમાં ફોલ્લા હતાં છતાં ચાલ્યે જ રાખતા હતાં. મારે અને એમને બેસીને ઉભા થઇએ ત્યારે સૌથી વધારે થોડું ચાલવામાં તકલીફ પડતી. 5 -7 મિનિટ તો માંડ માંડ ચાલતા હોઇએ એવું જ લાગે. અને પછી પગ રૂપી અમારું ઍંજિન ગરમી પકડતું અને ચાલ્યે રાખતા. લગભગ સાડા સાતની આસપાસ અમે થાકીને અમારા પડાવ પર પહોંચ્યા. આજના દિવસમાં જાણેલી સૌથી મોટી હકિકત એ હતી કે રસ્તા પર કે પછી ચોરે ને ચૌટે મુકેલા બાકડા થાકેલા વટેમાર્ગુઓ માટે કે પછી મારા જેવા પદયાત્રીઓ માટે કેવડી મોટી ગરજ સારે છે. ખરેખર મોઢામાંથી દુવાઓ નિકળી જાય ! મારા માટે આજના દિવસને 100 % સફળ બનાવવાનો શ્રેય માત્ર ને માત્ર નિલેષકાકાને જ દેવો પડે. રાત્રે અમે સૂવા બેઠા અને મને માસ્તર કહીને બધાએ ઉભો કર્યો અને મારી પાસેથી ડાયરો સાંભળ્યો. થોડીવાર થોડો સત્સંગ કર્યો અને પછી સૂતા. આજની અમારી રાત નાના બોરૂ ગામની પહેલા આવેલી એક નાનકડી બાપાસીતારામની મઢુલીમાં હતી. આજે હું મઢુલીનો મતલબ પણ જાણી ચુક્યો હતો. કેટલાય ગામોમાં આવી મઢુલીઓ જોઇ હતી. પણ આજે આ મઢુલીઓ બનાવવાનું પ્રયોજન સમજાતું હતુ અને અનાયેશ જ  શાંતિથી મનોમન જય બાપાસીતારામ એમ બોલી લેવાતું હતું.
આજે ચોથા દિવસની સવાર હતી. હજુ પાંચ વાગવાને દશેક મિનિટની વાર હતી. અમારી સફર શરૂ થઇ ચૂકી હતી. સવાર સવારમાં ચાલીને બને એટલું વધારે અંતર કાપી નાખવું હતું. લગભગ સાડા નવની આસપાસ અમે પીપળીથી ત્રણેક કિમી દુર હતા. સવારના ચાલ્યે રાખતા હતા. લગભગ 16 કિમી જેટલું અંતર કાપ્યુ હશે અને માત્ર અડધો કિમી દુર હોટ્લ દેખાતી હોવા છતાં હું ચાલી શકવા સક્ષમ ન હતો. ખૂબ જ ભૂખ લાગી હતી. નિલેશકાકાએ મમરાનો ડબ્બો કાઢયો અને રસ્તા પર બેસીને મેં, નિલેશકાકાએ અને ધર્મેશે ખાધા. અને પછી હોટલ પર પહોંચ્યા ત્યાં જઇને જોયું તો જીગ્નેશભાઇ, કાલુભાઇ અને લાલાભાઇ નાસ્તો પતાવી ચુક્યા હતા. અમે પહોંચીને નાસ્તો કર્યો અને ચા પીધી. અને ચા પણ એક કપ નહી બે કપ ક્યાં જતાં રહે છે એ પણ ખબર પડતી ન હતી. અમારી સાથે સાથે જ હોટલ પર ટેમ્પો આવી પહોંચ્યો હતો. કાંતિકાકાએ મને કહ્યુ કે તમે ખરેખર સારું ચાલી શકો છો ત્યારે મને મનોમન થયું કે કાકા ખરેખર સાચું કહી રહ્યા છે કારણ કે રૂટીન લાઇફમાં પણ ચાલીને ઘરેથી નિકળવું એ મારા માટે ખુબ જ અધરી વાત કહેવાય. બસ થોડી ઘણી વાતો કરી અને હું ધીરે ધીરે ચાલવાની શરૂઆત કરી ચુકયો હતો. માત્ર 2 3 કિમી જેટલું અંતર કાપીને આગળ ભેગા થવાનું હતું. હું એકલો ચાલી રહ્યો હતો અને મનોમન એ જ વિચારતો હતો કે જીંદગીની એક પરીક્ષા કે જેમાં સગવડો ન હોય તો પણ જીવી શકાય એવી પરીસ્થિતીમાં હું મને જ પાસ થતો જોઇ રહ્યો હતો. મારો જીંદગી પ્રત્યેનો આ એક અનેરો અનુભવ હું કયારેય નહી ભુલી શકું. બસ આવું જ કંઇક વિચાર કરતો કરતો ચાલતો હતો ત્યાં તો ફેદ્રા તરફ જવાની ચોકડી આવી અને અમે એ તરફ ન ગયા અને સીધા જ ચાલ્યે રાખ્યું. આગળ જતા જમણી તરફ એક રસ્તો વલીંન્દા ગામ તરફ જતો હતો. એ તરફ અમે વણાંક લીધો અને ત્યાં રસ્તા પર જ બાપા સીતારામની મઢુલી હતી. ત્યાં એક સાધુ બેઠા હતાં. એમના બન્ને પગમાં પોલીયો હતો. કાલુભાઇ અને લાલાભાઇએ તો એમની સાથે સત્સંગ શરૂ કરી દીધો. લાલાભાઇએ તો એમને પુછી પણ લીધુ કે એમના ગુરૂ કોણ છે. અને જવબ મળ્યો કે લાલગીરી. ગીરના અખાડામાંથી આવેલ એ સાધુને હું બેફિકરાઇથી ગાંજો કાઢતા જોઇ જ રહ્યો અને લાલાભાઇએ એ ગાંજાને મસળી પણ આપ્યો. થોડા ઘણા યોગાસનોની વાતો કરી અને અમે ગામ તરફ ચાલવા લાગ્યા. લગભગ એકાદ કિમી જેટલું ચાલ્યા હોઇશું અને ગામ આવી ગયું. પછી તો અમે ખેતરોની વચ્ચેથી ચાલવા લાગ્યા. મારી જીંદગીનો આ એક નવો જ અનુભવ હતો. હવે તો થાક્યા હોવા છતા ચાલવાનું જ મન થાય એવી જગ્યા હતી. રસ્તો પણ ખેતરમાં જવા માટે ટ્રેકટરે કર્યો હોય તે જ !   બાકી આજુબાજુ તો માત્રને માત્ર ખેતરો સિવાય કશું જ ન હતું. દુર કોઇ ગામનો ટાવર કે પાણીની ટાંકી  દેખાય બસ એ જ અમારે માટે નિશાની બાકી તો ચાલ્યે રાખો. આંખોથી  દેખાતો ટાવર કેટલો નજીક લાગે એ જ્યારે ચાલીને ત્યાં પહોંચીયે ત્યારે જ અનુભવ થાય.  બસ વલીંન્દા પછી લગભગ દોઢ કલાક જેવું ચાલ્યા હોઇશું અને અમે પહોંચ્યા સેલા ગામમાં ત્યાં તળાવની બાજુમાં જ એક રસ્તો જતો હતો અને એ રસ્તાની જમણી બાજુ એ એક નાનકડું મંદિર હતું મંદિરમાં પ્રવેસ્તાની સાથે જ મેં તો લંબાવી દીધું. આટલું ચાલ્યા પછી મંદિરો મને વિસામાના સ્થળ જેવા લાગતા હતાં. બાજુમાં જ જે ઘર હ્તું તે ઘરમાંથી અમે પાણી પીધુ અને એ ઘરના વડિલ સાથે જે લગભગ 75 -80 વર્ષના હશે એમની સાથે થોડો સત્સંગ કર્યો. અને પાછા ઉપડી પડ્યા આગળના ગામ તરફ. હવે દુરથી અમને ટાવરની સાથે સાથે મસ્ઝિદ પણ દેખાતી હતી. ત્યાં પહોંચવામાં પણ હ્જુ ઘણુ અંતર કાપવાનું હતું. તાપ માથા પર હતો. ખેતરોના રસ્તાઓ હતા. અને લગભગ ભાળિયાદ બે.  કિમી દુર હશે ત્યાં તો ખુબ જ તરસ લાગી પણ તેનો કોઇ વિકલ્પ ન હતો. અમારી પાસે પાણી પતી ગયુ હતું. માંડ માંડ ત્યાં હું પહોંચ્યો અને પછી તો 6 -7 ગ્લાસ લીંબુ સરબતના પી ગયો. શરીરમાં સ્ફુર્તિ આવી હોય એવું લાગ્યું. અને પછી તો ભાળિયાદમાં જે ગરમ પાણીનો ફોર્સ વહે છે એમાં સમગ્ર શરીરને ધમરોળ્યું. 10 ફુટ ઉપર પાણીની પાઇપ મુકેલી છે અને એમાંથી ઘરના ગીઝરમાંથી આવતું હોય એવું ગરમા-ગરમ પાણી આવે.... અરે યાર મજા જ પડી ગઇ. અડધો કલાક સુધી નાહ્યા જ કર્યુ. હવે કકડીને ભુખ લાગી હતી. બેસીને ફુલ નાસ્તો કર્યો. થોડો વખત આરામ કરીને પાછી ચાલતી પકડી. હવે અમારો રસ્તો હતો ગોરાસુ ગામ તરફનો. બપોરનો સમય હતો અને ગામ 4 કિમી દુર હતું. રસ્તામાં બે સ્ટોપ લઇને હું ગોરાસુ પહોંચી ગયો. આશ્રમ સરસ હતો. ત્યાં અમને ચા પીવડાવી. થોડા સમયનો આરામ લઇને અમે પાછા ચાલતા નીકળી પડયા કારણ કે રસ્તો કંઇક એવો હતો કે સાંજ પડે એ પહેલા અમારે પહોંચી જવું પડે તેવું હતું. લગભગ દોઢેક કિમી ચાલ્યો હોઇશુ અને દુરથી ફુલ સ્પિડમાં દોડીને જતા રોઝડાને જોયું. મજા આવી ગઇ. હજુ કશુક જોવા મળશે એ આશામાં ત્યાં જ જગ્યા પર બેસી ગયો. થોડીવારમાં નિલેશકાકા અને જીગ્નેશભાઇ આવી પહોંચ્યા. એમની સાથે આગળ ચાલવા લાગ્યા. આગળ ચાલતા ચાલતા એવી તો જમીન આવી કે ત્યાં પગ મુકવામાં પણ તકલીફ પડતી હતી. આજ સુધી માત્ર ટીવીમાં જોયેલી અને ફોટામાં જોયેલી દુષ્કાળથી પંખાયગયેલી મોટા ને મોટા ચીરા પડી ગયેલી અને પાણી ઝંખતી એ જમીન પર સાચવીને પગ મુકીને અમે ચાલી રહ્યા હતા. આજુ બાજુ માત્રને માત્ર બાવળ ઉગેલા હતા. આ બધામાંથી રસ્તો કરીને નિકળવાનું હતું. જમીન પર બધે માત્રને માત્ર ખારો ક્ષાર દેખાતો હતો. આથમતા સૂર્યને જોતા હતા અને વિજ્ઞાનની વાતો કરતા કરતા આગળ વધતા હતા. અંધારૂ થઇ ચુક્યુ હતું અને અમે ગામના પાદરમાં આવી ચુક્યા હતા. બાપાસીતારામની મઢુલી આવી ચુકી હતી. અમારા કરતા વહેલા આવીને જીગાભાઇ અને નરેન્દ્રભાઇ રસોઇના કામકાજમાં પણ લાગી ગયા હતા. રસોઇ કરતા થોડી વાર લાગી કારણ કે ગામમાં પાણીની તકલીફ હતી. એટલે ગામ વાળા પાણીની સગવડ કરતા હતાં. હું આવ્યો ત્યારનો જોઇ રહ્યો હતો કે ગામવાળા સતત દોડા દોડી કરી રહ્યા હતા. છ્કડામાં અમરા માટે પાણી પહોંચતું કર્યુ. રાત્રે જમવા બેઠા ત્યારે અમારા માટે રોટલા ઘડીને લઇ આવ્યા. જમવા બેઠા આજે જમવાની ખરેખર મજા આવી ગઇ. જમીને સૂઇ ગયા. આજે જીગાભાઇએ પગને માલીશ કરી આપ્યો. એ તો કાલે પણ કરી આપવાના હતા. પરંતુ મેં ના પાડી હતી. મજા આવી ગઇ. થાક તો એટલો  બધો હતો કે ઉંધ ક્યારે આવી ગઇ એ પણ ખબર ન પડી. સવારના 6 વાગ્યાની આસપાસ બધાએ ઉઠવાની શરૂઆત કરી હતી. લગભગ સાત વાગ્યાની આસપાસ ચા આવી હતી. ચા ગામ વાળાએ બનાવીને મોકલી હતી. આજ સુધી બધે ગામના લોકોની સેવાઓ વિશે માત્ર સાંભળ્યું જ હતુ. આજે તો તેનો અનુભવ જ થઇ ગયો.

સવા સાતની આસપાસ અમે નાવડા તરફ પ્રસ્થાન કર્યુ. નાવડા લગભગ 14 કિમી જેટલું દુર હતું અને રસ્તામાં ખેતરો સિવાય કશુ જ આવવાનું ન હતું. ગામમાંથી એક છોકરો અમને થોડે સુધી રસ્તો બતાવવા આવ્યો હતો. બે ત્રણ કિમી પછી એ પાછો ફર્યો. અમે આગળ ચાલ્યા. રસ્તામાં પડતર જમીનમાં ઉંચા ઘાંસ ઉગેલા જોયા અને મનમાં સવાના ના ઘાસના પ્રદેશો યાદ આવી ગયા. બસ આમ જ અંતર કાપ્યે જતા હતા. રસ્તામાં ખેતરો માટે પાણી ખેચવા માટે પાઇપો સતત પસાર થતી  જોવા મળતી હતી. જાણે માનવના શરીરની શિરા અને ધમનીઓ ખેતર રૂપી જમીન પર ફેલાયેલી પડી હોય એવું લાગે. ચાલતા ચાલતા અમે કેનાલ સુધી પહોંચ્યા. કેનાલમાં ઘણુ પાણી હતું. આજુ બાજુ બધે પંપ જ ગોઠવેલા હતા. એવી કેનાલનો એક ઉંચાણ વાળો અને પ્લાસ્ટર કરેલો ભાગ આવ્યો જ્યાંથી અમારે કેનાલ ક્રોસ કરવાની હતી. ત્યાંથે અમે ક્રોસ કરી અને હાથ પગ ધોયા અને પાણી પીધુ. બસ અત્યારે મગજમાં એક જ વિચાર આવતો હતો કે આજે પાંચમો દિવસ છે રોજ RO નું પાણી પીવા વાળો અજીત સતત જ્યાં જેવું પાણી મળે એ પી લે છે છતાં કશું જ થાતુ નથી. અત્યારે તો હું લીટરલી ડોહોળાયેલું કેનાલનું પાણી પી રહ્યો છું. ત્યારે મને કાલુભાઇએ કહ્યુ એમ જ લાગે છે કે એ તો દાદા સામેથી બોલાવે છે કે તું આવી જા અને તારા પાપ ધોઇ જા....
ખરેખર ક્યારેય થોડુ પણ ન ચાલવા વાળો અજીત એકા એક 5 દિવસમાં 200 કિમી જેટલું ચાલી નાખે તે નવાઇ જ કહેવાય. બસ આવી જ રીતે વાતો કરતા કરતા ક્યાં નાવડા આવી ગયું તે ખબર પણ પડી નહી. નાવડા પહોંચીને ફ્રેશ થઇને બટેકા પૌંઆ ખાધા. પેટ ફુલ હતું. થોડો આરામ કરીને સૌ નીકડી પડયા. આજના દિવસમાં હવે મારી કેપેસીટી માંડ ત્રણ ચાર કિમી જેટલું જ ચાલવાની હતી. પછી તો બાકડો ગોતીને સૂઇ જવાનું જ મન થાતું હતું. 4 કિમી જેટલું ચાલ્યા બાદ એક હનુમાનજીનું મંદિર આવ્યુ. ત્યાં થોડીવાર માટે આરામ કરવા બેઠા અને ત્યાંથી અમે ચા પીધી. ફરીથી ચાલવાનું શરૂ કર્યુ અને ફટાફટ ચાલીને બરવાડા પહોંચ્યા ત્યાંથી અમે બરવાડાની મેઇન બજારમાં થઇને ઉતાવડી નદી પાર કરીને સાળંગપુર જવાના મેઇન રોડ પર આવી ગયા અને ત્યાં બનાવેલી બાપા સીતારામની મઢુલી પર જઇને બેઠા. જીગ્નેશભાઇએ બધા માટે આઇસક્રિમ અને કોન મંગાવ્યા હતાં. બધાએ ખાધા અને સૌથી પહેલા મેં ચાલવાનું શરૂ કર્યુ અને ખબર નહી પણ એક સ્પિડમાં ચાલીને કુંડળ પહોંચી ગયો. ત્યાંથી પછી શનિ દેવના મંદિરે દર્શન કર્યા અને પાછા ચાલવા લાગ્યા. રસ્તા પર એક ખરાબ રસ્તા વાળો ઢોળાવ આવ્યો અને પગના સ્નાયુઓ ત્યાં થોડા તંગ થયા અને ચાલવામાં મુશ્કેલી પડવા લગી. આગળ બાકડો જોઇને ત્યાં જ સૂઇ ગયો.  ત્યાંથી રસ્તા પર એક કાકાનું ઘર આવ્યું ત્યાં થોડો સત્સંગ કર્યો અને સૂરજ ડૂબવાની તૈયારી હતી. ત્યાં કાકાની ઘરે ચા પી ને અમે આગળ વધ્યા. અને પછી એકા એક ઘટી ગયેલી સ્પિડે લગભગ સાડા સાતે સાળંગપુર પહોંચ્યો.  મેં અને નિલેશકાકાએ સરસ દર્શન કર્યા. આજે  પુનમના દિવસે હનુમાનદાદાના દર્શન કરીને ધન્ય થઇ ગયો. એમાં પાછી આજે દત્ત જંયતિ હતી. બસ હનુમાનદાદાએ ચાલતા મને સાંળગપુર પહોંચાડી દીધો એ જ એક અજાયબ લાગે એવી વાત હતી. અત્યારે મારી પાસે કોઇ શબ્દો બોલવા માટે ન હતા. એક અનેરી ધન્યતાનો અનુભવ કરી રહ્યો હતો. નિરવ શાંતિમાં મંદિરના પટાંગણમાં હનુમાનદાદાની સામે હું નતમસ્તકે ઉભો હતો અને એમની મૂર્તિમંત રૂપમાં હયાતીને શોધતો દર્શનનું પાન કરતો રહ્યો. બસ આજે ખરેખર મજા જ આવી ગઇ. આવા સરસ દર્શન કરવા માટે જ દાદાએ મને મોડો પહોંચાડ્યો હશે એ વાત વિચારતો વિચારતો હું સ્વામીનારાયણ મંદિરના પગથિયા ચઢતો હતો અને ત્યાં જઇને દર્શન કર્યા અને પછી ભોજનાલયમાં જઇને પ્રસાદી લીધી.  પછી રૂમ પર પહોંચ્યા. બસ હવે સૂવાનું જ હતું અને સવારે ઉઠીને હનુમાનજીની મંગલા આરતીના દર્શન કરવાના હતા. બસ હવે સૂવા સિવાય કોઇ કામ હતુ નહી.

સવારના લગભગ 4 વાગ્યાના નિલેશકાકા ઉઠી ગયા હતા અને બધા માટે નાહ્વાનું ગરમ પાણી કાકાએ જ લાવી આપ્યું. દાદાના દર્શન કરવા લાઇનમાં ઉભા રહી ગયા. ત્યાં સરસ આરતી કરી અને શાંતિથી હનુમાનદાદાની આરાધના કરી. પ્રસાદ લીધો અને પછી સ્વામીનારાયણ મંદિરમાં પણ દર્શન કર્યા અને પછી અમે વડોદરા તરફ આવવા માટેની તૈયારીઓ શરૂ કરી. બસ લગભગ સવા ત્રણે પંચવટી ઉભી રહી. કંજ અને રાજશ્રી મને લેવા આવ્યા હતા. મેં ઘર તરફ પ્રયાણ કર્યુ અને મારી પદયાત્રાનો એક સુખદ અંત હતો. પરંતુ આ પાંચ દિવસ મારી જીંદગીમાં સુવર્ણ અક્ષરે કાયમ માટે કંડારાયેલા રહેશે. બધા યેનકેન પ્રકારેણ એકબીજાને મદદરૂપ થયેલા જ હતા. કદાચ બધામાં સૌથી નાનો હું જ હતો એટલે આખા સંઘને મારી યાત્રા સફળ કરાવવા બદલ Thanks…


 સાચુ કહું તો નિલેશકાકા વિના મારે સાળંગપુર પહોંચવું એ માત્ર એક વિચાર જ બની શકે, હકિકત નહી. નિલેશકાકાને ખરેખર દિલથી special thanks.   મને જીગ્નેશભાઇ અને લાલાભાઇના મોઢે પહેલા દિવસે બોલાયેલા શબ્દો સતત યાદ આવી જાય છે હવે તો પાંચ દિવસ સાધુ જેવું જીવન જીવવાનું. ગમે તે હોય મારા માટે તો એ પાંચ દિવસ એવા જ હતા. અને ખરેખર જીવના એ પાંચ દિવસ ક્યારેય નહી ભુલાય. મિત્રો આવતા વર્ષની રાહ જોઇ રહ્યો છું હવે તો હું તૈયાર જ છું.  

ગુરુવાર, 1 નવેમ્બર, 2012

Thailand as Foreigner









આજે હું અને Aris ના બીજા Distributors  ચોક્ક્સ ગર્વથી કહી શકીએ કે, હેમંતભાઇ, ચંદ્રકાંતભાઇ કે પછી Aris ના સ્થાપકો પોતાના મોબાઇલની Ringtone  માં જે Aris ની Advertise set કરીને ગર્વથી ફરે છે  તે 100% શબ્દ સઃ સાચા છે. આજે પહેલા એ જ Advertise ના શબ્દો લખીને મારી Bangkok અને Pattaya  ની મુલાકાત વર્ણવી છે. કારણ કે સાત દિવસની મુલાકાતમાં એક પણ દિવસ એવો નહી હોય કે પટેલ બ્રાન્ડની આ Ringtone   મને યાદ આવી ન હોય. તો બીજી બાજુ My Link તરફથી આવેલ હસમુખભાઇ પણ કેટલી વખત અમારી સામે બોલ્યા હશે કે કંપનીવાળા ખરેખર દિલથી ફેરવે છે. તો બસ પહેલા એક સરસ Tribute to Aris.

“ARIS,
INDIA’S LEADING BATH FITING COMPANY.
USE ARIS AND FEEL THE DIFFERENCE.
WE LOVE OUR PRODUCT.
WE LOVE PEOPLE OF INDIA.
ARIS IS A FAMILY.”

લગભગ 2:30 ની આસપાસ જયેશભાઇ કિશોરમામા અને હું દર્પણભાઇને ત્યાં પહોંચી ગયા. થોડીવાર પછી કમલેશભાઇ અને તેના પપ્પા પણ આવી પહોંચ્યા અને પછી શરૂ થઇ ગયો અમારો પ્રવાસ. અમદાવાદ સુધી વાતો કરતા કરતા પહોંચ્યા અને ખરેખર મજા આવી ગઇ. હજુ તો અમદાવાદ પહોંચ્યા ત્યાં તો કિશોરમામા પર ફોન આવી ગયો કે ચંદ્રકાંતભાઇ માટે લવલી લાવવાની છે. થોડુ ફર્યા બાદ અમે લવલી મેળવવામાં અમે સફળ રહ્યા. લવલી તો મેળવવી જ પડે કારણકે ચંદ્રકાંતભાઇને જોઇતી હતી. એરપોર્ટ પર અંદર એન્ટ્રી લેવામાં અમારું વડોદરા ગ્રુપ છેલ્લુ હતું.

પ્લેનમાં ગોઠવાયા પ્લેન ટેક ઓફ થયું અને એક કલાક પછી અમે મુંબઇમાં લેન્ડ થયા. એકઝેટ 9 વાગ્યે અમે મુંબઇ પહોંચ્યા અને સરળતાથી ચેક ઇન થયા. થોડા સમય બાદ ફરીથી નવી ફ્લાઇટમાં બેઠા અને વિદેશની ધરતી પર જવા માટે ટેક ઓફ થયા. સવારે 7: 45 થઇ હતી અને અમે બેંગકોક પર લેન્ડ થવાની તૈયારીમાં હતા એવું એનાઉન્સમેન્ટ થયું. મારી ઘડિયાળમાં મેં એક નવા ટાઇમઝોન પ્રમાણે નવો ટાઇમ સૅટ કર્યો. બેંગકોકના એરપોર્ટની વિશાળતાએ મને આશ્ચર્યમાં નાખી દીધો. એરાઇવલ વિઝાની પ્રોસેસ સરળતાથી પતાવીને અમે સૌ આગળ વધ્યા અને થોડીવારમાં અમારો ગાઇડ Mr. Pond ત્યાં આવી પહોંચ્યો. અમારી બસ તૈયાર જ હતી.આજ સુધી અનેક ફોરેઇનરોને સરસ બસમાં ફરતા જોયા હતા. આજે હું એક ફોરેઇનર તરીકે સરસ બસમાં બેસીને ફરી રહ્યો હતો અને એક અલહાદક આનંદની અનુભુતી કરી રહ્યો હતો. બસમાં ઘણાબધા સરસ ઉંધ લઇ રહ્યા હતા. કારણકે બેંગકોક અને પતાયા વચ્ચેનો રૂટ લગભગ 2 કલાકનો હતો. પરંતુ હું આ દેશની વિવિધતાના આ દેશની આપણા દેશ સાથેની તુલનામાં પડ્યો હતો. સૌ પ્રથમ તો આ દેશના રસ્તાઓ જ ખરેખર દાદ માંગી લે તેવા છે. કયાંક ક્યાંક થોડા છુટા છવાયા મકાનો હતા એ જ બાકી તો અમે સીધા જ બાયપાસ પરથી નીકળ્યા હતા એટલે બીજી તો કોઇ વાત થઇ શકે એમ જ ન હતી. બે કલાક પછી અમે સીધા જ પતાયા સીટીમાં આવી પહોંચ્યા પતાયા સીટીના ઇનર રસ્તાઓ પણ ખૂબ જ સરસ હતા. સીધા જ મુંબઇ મેજીક રેસ્ટોરન્ટ પર અને અમે સૌ જમવા લાગ્યા. આમ જોવા જઇએ તો એક પણ દિવસ જમવામાં મજા નથી આવી એવું બન્યું નથી. ત્યાંથી બધાએ ડૉલરને બાથમાં કન્વર્ટ કરાવ્યા અને સીધા જ હોટલ પર જવા નીકળ્યા. હોટલ હોલીડૅ ઇન અમારી હોટલ હતી. અને ત્યાંની ખૂબસૂરતીએ ખરેખર મન મોહી લીધુ. અમીત મારો રૂમ પાર્ટનર હતો. રૂમ પણ દાદ માંગી લે તેવો હતો. પહેલા અમીત ફ્રેસ થવા પડયો અને પછી થોડો આરામ કરીને હું પણ ફ્રેશ થઇ ગયો. બધા હજુ આરામમાં હતા ત્યાં હું અને અમીત પતાયાની ગલીઓમાં નીકળી પડ્યા. આમ તો અમે તેનું નવું સીમ કાર્ડ લેવા માટે નીકળ્યા હતા. એક બે વ્યક્તિઓને પુછી જોયું હોટલના પાછળના  મેઇન રોડ પર મળશે તેવું કહ્યું. પરંતુ એક મોટી ઉમરનાં ફોરેઇનરને પુછી જોયુ અને અમને નામ આપી દીધુ 7 eleven. બસ પછી તો તેને શોધતા વાર કેવી. 7 eleven માંથી True Move નું કાર્ડ ખરીદ્યું. અત્યારે તો હું 7 eleven નામ પર ફિદા હતો. પાછળથી ખબર પડી કે સમગ્ર થાઇલેન્ડમાં આ બ્રાંડ પથરાયેલી છે. ત્યાંથી બહાર નીકળ્યા અને મને  એક સ્પોર્ટસ સેંટર દેખાઇ ગયુ. અને પાછુ તેમાં બોલીંગ ગૅમ હતી. પુરૂ સીધો જ કાઉંટર પર બોલિંગ રમી લીધી. 100 બાથ આપીને ગેમ પુરી કરી લીધી. સ્કોર 110. ત્યાંથી પાછા અમારી હોટલ તરફ આવવા નીકળ્યા. સામે જ દરિયા પર જેટસ કિ ચાલી રહી હતી. બે ત્રણ ફોરેઇનરો તો એવી રીતે ચલાવતા હતા કે જાણે કોઇ વિડિયો ગૅમ રમતા હોય. 200 બાથ આપીને તીથલવાળી કરી લીધી. દરીયામાં જેટસ કી સીધી જ રમરમાવી. મજા આવી ગઇ. પાછા હોટલ પર આવ્યા. થોડીવાર નીચે વાતો કરી અને પછી સીધા જ બસમાં ગોઠવાઇ ગયા અને પહોંચી ગયા Alcazar Show જોવા માટે. ખરેખર Show જોવાની મજા આવી ગઇ. ત્યાંથી અમે સીધા જ પહોંચી ગયા અમારી રેસ્ટોરંટ પર. જમવાનું પતાવીને સૌ પોતપોતાના રસ્તે ચાલતા થયા. હું સીઘો જ બીચ પર ગયો મોડી રાત સુધી બીચ પર એકલતાને માણી.

બીજા દિવસની સવાર ખરેખર ખુશનુમાન હતી. ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો હતો. ફ્રેશ થઇને બ્રેકફાસ્ટ કરવા ગયા તો ખરેખર બ્રેકફાસ્ટમાં તો એટલી વાનગી કે શું ખાવું અને શું ન ખાવું તે જ વિચાર કરવો જ પડે. હોય જ ને ભાઇ આ 5 સ્ટાર હોટલનો બ્રેકફાસ્ટ હતો. બ્રેકફાસ્ટમાં તો બધા જ દિવસ જલસા પડી ગયા હતા. આજે ખરેખર અમારે Coral Iceland જવાનું હતું. પરંતુ આવા વરસાદી વાતાવરણમાં ત્યાં જવું હિતાવહ ન હતું. અમારો રૂટ Noong Nooncha village તરફનો બની ગયો. ખરેખર ખૂબ જ સરસ બોટોનિકલ ગાર્ડન બનાવ્યો છે. ખૂબસૂરતી મનમોહી લે તેવી છે. તો ત્યાં Elephant Show પણ જોયો. પરંતુ મનમાં તો એક ડંખ સતત ખટક્યા કર્યો કે આ બઘા હાથીને training આપવામાં આવે છે ત્યારે તેમના નાનકડા બાળને દિવસો સુધી દૂર રાખવામાં આવતા હોય છે. અનેક પ્રકારની યાતનાઓમાંથી પસાર થવું પડતું હોય છે. આ બાબત હું જાણતો હોવા છતાં કોઇને કહી શક્યો નહી એનો વસવસો આજે પણ છે. Really, Extremely sorry to Animal Cruelty Board. પરંતુ બીજી વખત આવી ભૂલ નહી જ કરું એવું થયા કરે છે. ત્યાંથી અમે World Stone Museum ગયા.  Stone ની એક ડોક્યુમેન્ટરી પણ જોઇ. અને પછી સીધા જ અમે રેસ્ટોરંટ પર જમવા માટે પહોંચી ગયા. ત્યાંથી પાછા ઘણા આરામ કરવા બેઠા પરંતુ મારે તો Replay’s Gallery જોવા જવું હતું અને કેટલાકની સાથે નીકળી પડયા. Replay’s Gallery માં એટલું તો ફર્યા કે સમય ખૂટી પડ્યો. Replay’s Gallery માં  Museum સેક્સનમાં મને તો ખરેખર સમય ઓછો પડ્યો. એક એક અજાયબી ખરેખર Unbelievable. Dinner પતાવીને પાછા બધા પોતપોતાની રીતે પતાયાની ગલીઓમાં જવા લાગ્યા. હું તો કિશોરમામાના કેમેરાની બેટ્રી શોધવા નીકળી પડયો હતો. પણ ક્યાંય મેળ પડ્યો નહી. સીધો જ ગઇકાલની જેમ જ બીચ પર ચાલવા લાગ્યો.અમારી બસને મેં વોકિંગ સ્ટ્રીટ તરફ જતી જોઇ પણ ખરી. એ મોડી રાત્રે પાછો આવ્યો સૂઇ ગયો. રાત્રે લગભગ 1:30 થઇ હશે અને વરસાદ શરૂ થયો. હોટલ નજીક જ હતી. તરત જ પહોંચી ગયો. સવારે બધા બ્રેકફાસ્ટમાં ભેગા થયા અને  મામાએ કહ્યુ હું તમારી રાહ જોતો હતો. બસને walking street તરફ જતી મેં જોઇ હતી. એક સમયે બસને બુમ પાડીને ઉભી રાખવાનું મન થઇ ગયું. પરંતુ AC Coach અમારા જેવા ફોરેઇનરોની બસ મારી બુમ ક્યાંથી સંભળાય. કંઇ વાંધો નહી. ડિસ્કો થેકની જગ્યાએ મેં દરીયા સાથે એકલતાને માણ્યા કરી. ખરેખર મજા આવી. પરંતુ એક અફસોસ રહ્યો કે મામાને જવા ન મળ્યું. મારી રાહ જોઇને હોટલ પર જ રહ્યા. મોબાઇલ ન હતો એ ખટક્યુ. પણ વાંધો ન હતો. એ જ વોકિંગ સ્ટ્રીટની એ જ મજા અમારા નસીબમાં આજે રાત્રે લખેલી જ હતી.  

ત્રીજા દિવસની સવાર ખરેખર સરસ હતી. અને અમારો કોરલ આઇલેન્ડ જવાનો માર્ગ કલિયર હતો. Speed Boat માં બેસી ગયા અને અમારી આજની સફર શરૂ થઇ ગઇ હતી. પહેલો જ પડાવ આવ્યો પેરેસુટ ગ્લાઇડિંગ. નો ડિપ કહ્યું પણ છતાં બે ડિપ તો ખાઇ જ લીધી. ઉપરથી દરિયો જોવો અને દૂર પતાયા સીટી જોવું એ ખરેખર એક અલહાદક લાહવો જ છે. જીવનમાં પહેલી વખત પેરેસુટ ગ્લાઇડિંગ કર્યુ. ખરેખર એક યાદગાર અનુભવ રહ્યો. ત્યાંથી અમે ગયા સ્કુબા ડાઇવિંગ સેન્ટર પર પરંતુ કોઇએ ત્યાં ડાઇવિંગ કર્યુ નહી. અમે સીધા જ કોરલ આઇલેન્ડ પર ગયા. ત્યાં ઘણા દરિયામાં ન્હાવા પડ્યા તો મારા જેવા કેટલાક આરામદાયક ચૅરમાં આરામ કરવા બેઠા. જામફળ ખાધા ખરેખર મજા આવી ગઇ. દરીયામાં ન્હાવા પડેલા થોડાક મસ્તીમાં ને મસ્તીમાં છોલાઇને પાછા આવ્યા. આફટર ઓલ બધાએ પોતપોતાની રીતે enjoy કર્યુ. એકાદ કલાકનો સમય વિતાવ્યો હશે અને અમે પાછા ફરવા માટે ફરીથી સ્પીડબોટમાં બેસી ગયા. હોલિડે ઇન પર રિટર્ન થયા. નજીકની રેસ્ટોરાંમાં જ્મ્યા. હજુ તો બધા જમતા હતા મેં ઝડપથી મારું જમવાનું પતાવ્યુ કિશોરમામાનો મોબાઇલ લીધો અને નીકળી પડ્યો Sanctuary of Truth ની વિઝીટમાં મામાને કહીને ગયો હતો કે હું 3 વાગ્યે આવી જઇશ. તમારી સાથે પતાયા ટાવર જોવા આવીશ જ. રસ્તા પરથી પહેલી જ ટુક ટુક હાયર કરી લીધી. અને સીધો જ પહોંચી ગયો હું Sanctuary of Truth પર. ખૂબ જ ઓછા Visitors ની હાજરી જ બયાન કરતી હતી કે આ મારા જેવા ઇતિહાસના શોખીન માણસોની જ જ્ગ્યા હતી. ખરેખર Sanctuary of Truth ના carving વિશે શું બોલવું એ જ સમજાતું ન હતું. માત્ર તેની ખૂબસૂરતીને જ માણતો રહ્યો. સમય તેનું કામ કરતો હતો અને મને સમય ખરેખર ઓછો લાગતો હતો. 3 વાગ્યા હતા. ટુક ટુક કરીને સીધો જ હોટલ પર પહોંચી ગયો. 3 વખત જયેશભાઇના ફોન આવી ગયા. બધા મારી રાહ જોઇને બેઠા હતા. બસ તૈયાર જ હતી. હું બેઠો અને બસ ઉપડી સીધી જ પતાયા ટાવરની વિઝીટ પર. લિફટમાં ઉપર ચડ્યા અને પતાયા સીટીનો વ્યુ જોયો પછી Standing lift માં નીચે આવ્યા. આ પણ એક લાહવો હતો. આ અમારો પતાયાનો છેલ્લો સાઇટસીન હતો. જમીને બધા પોતપોતાની રીતે જવા લાગ્યા. અમે થોડા ટોની બાર પર ગયા. ખરેખર પિકચરોમાં જોવા મળે એવો જ ડિક્ટો ટુ ડિક્ટો ડિસ્કોથેક્ જોઇને આવાક જ થઇ ગયો. માત્ર મારા અને જયેશભાઇ સિવાય બધા જ ડાન્સના મુડમાં આવી ગયા. અડધો પોણો કલાક પછી હું અને જયેશભાઇ પાછા નીકળી પડયા. રાત્રે 2 વાગ્યાની આસપાસ મારો રૂમ પાર્ટનર અમીત પાછો આવ્યો મારી ઉંઘ બગડી. અમીત પાછો આવ્યો પણ ફાવ્યો નહી. આ સમય દરમ્યાન નીચે ફોયરમાં બધાએ ભરપુર નાસ્તો કર્યો. રાતના 2:30 થયા હશે એમ કલ્પના કરવી જ મુશ્કેલ હતી. બધા એવા મુડમાં હતા કે એક મહેફીલ જામી ગઇ હતી. અમારામાંના સૌથી નાના અમીતની બધાએ ભરપુર ઉડાવી.. ખુબ હસ્યા.  જીગ્નેશને પણ થોડો ડિસ્ટર્બ કર્યો. અને બીજી બાજુ ભરપુર વરસાદ વરસી પડ્યો. અને પછી થાકીને અમે સૌ અમારા રૂમમાં ગયા. વહેલી સવારે બ્રેકફાસ્ટ પતાવીને ચેકઆઉટ કરીને અમે સૌ નીકળી પડ્યા પતાયાને મનોમન હું કહી રહ્યો હતો કે મારા જીવનના ખુબ જ સરસ સીટીમાંનું તું એક છો. જો જીદંગીએ ચાન્સ આપ્યો તો નવા મીત્રો સાથે ચોક્ક્સ હું આવીશ. ચંદ્રકાન્ત બક્ષીના શબ્દોમાં કહું તો પતાયાને હું એક સીટી કરતા એક ટાઉન કહેવાનું ઉચીત કહીશ. પતાયાની પોતાની એક અલગ નઝાકત છે. એક આગવી રોનક છે જે એક આગવી સીમ્પલીસીટી છે જે ચોક્ક્સ એને બીજા કરતા જુદી પાડે છે. પતાયાનો શાંત દરિયો એની ખૂબસુરતીમાં વધારો કરે છે.  સતત 6 કલાકની મુસાફરી પછી અમે પહોંચ્યા ટાઇગર ટેમ્પલ. અહીં બૌધ્ધ સાધુએ વાધને પોતાના વસમાં કરી રાખ્યા છે. એમ ચોક્ક્સ કહેવું હોય તો કહી શકાય. અમે સૌ એક પછી એક વાઘને પકડીને ચાલતા  ગયા અને ફોટા ખેંચાતા ગયા. ટાઇગર સાથે રમતા ટુરીસ્ટોને પણ જોયા. અમારી આ મુલાકાતમાં બધાનો થોડો થાક મોઢા પર દેખાઇ આવતો હતો. ટેમ્પલમાં અમે સૌ થોડીવાર પ્રાથના કરવા બેઠા. અમુકને મેં ખૂબ જ સરસ રીતે જોયા ત્યારે મારા psychological mindમાં થોડા પ્રશ્નો અને તેના જવાબોનો મારો ચાલી ગયો.  નીચેના ભાગમાં મોટા મોટા લાકડા પડેલા જોઇને મુકેશભાઇ તરત જ બોલી ઉઠયા કે હવે આ અપ્રાપ્ય ગણાય એવી વસ્તુ છે. કેમેરામાં એના ફોટા કલીક કરી લીધા. હોય જ ને ભાઇ આ એમનો વિષય છે રોજ સવારથી લઇને સાંજ સુધી સતત લાકડા સાથે જ જીંદગી વિતાવે છે. આમતેમ ફરીને અમે સૌ પાછા બસમાં ગોઠવાયા. અને અમારી બસ ઉપડી કંચનબુરી. આ પણ એક હિસ્ટોરીકલ પ્લેસ હતું. બીજા વિશ્વયુધ્ધ સમયે અમેરીકાએ બર્મા અને થાઇલેન્ડને જોડતો એક માત્ર રેલ્વે પુલ તોડી નાખ્યો હતો.અને 1943માં જાપાનના સહયોગથી કવાઇ નદી પર માત્ર એક વર્ષના ટુંકા ગાળામાં પુલ ફરીથી તૈયાર કરી દેવાયો. જે એક ખરેખર અજાયબી જેવી જ વાત છે. હજારો માણસો બહારથી પણ લાવવામાં આવ્યા હતા અને દિવસ રાત એક કરીને પુલ તૈયાર કરાયો હતો. જે પોતે એક મોટી હિસ્ટ્રી જ છે. અને તેના પર એક અંગ્રેજી પિકચર   The Bridge on River Kwai. બન્યુ છે. અમે સૌ ત્યાં પણ નસીબદાર રહ્યા. અમે ઉભા ઉભા પુલ પર ફોટા પાડી રહ્યા હતા ત્યાં વ્હિસલ સંભળાઇ અને ટ્રેન આવી પણ ખરી. અમે પુલ પર સાઇડમાં ઉભા રહ્યા અને ટ્રેનને પસાર થતી જોઇ. By the way we all are too much lucky.આ જ સમય દરમ્યાન મેં નીચે બોટ ફરતી જોઇ. અને મારી નઝર પડી ફલોટીંગ માર્કેટ પર. એક સમયે મને નીચે જઇને આ માર્કેટ માણી આવવાનું મન થઇ ગયું. પરંતુ નાનુ અમસ્તુ આ માર્કેટ બેંગકોકના માર્કેટ સામે શું વિસાતમાં. મન વળાવી લીધું. એમ પણ બધા થાકેલા હતા અને હવે બેંગકોક પહોચવાની ઉતાવળ હતી. રસ્તામાં એક પેટ્રોલપંપ પર ફ્રેસ થવા માટે ઉભા રહ્યા ખરેખર પેટ્રોલ પંપની વિશાળતા અને વેલ પ્લાન સોપ જોઇને મન ખુશ થઇ ગયું. અને મનમાં વિચાર આવી ગયો કે ભારતમાં આવું ક્યારે શક્ય બનશે. ફ્રેશ થઇને સૌ પાછા બસમાં ગોઠવાઇ ગયા. અને પછી બસ ઉપડી બેંગકોક. રવિવારનો દિવસ હતો. ભરપુર ભીડવાળી જગ્યાઓમાંથી મેઇન બઝારમાંથી ચાલતા ચાલતા અમે પહોંચ્યા સીધા જ અમારી હોટલ બેંગકોક સ્યુટ પર. થોડીવારમાં અમે સૌ પોતપોતાના રૂમમાં પહોંચી ગયા. રાતનું જમવાનું પતાવ્યુ અને પછી રૂમ પર પાછા ચાલ્યા. 38 મા માળ પર મારી રૂમ હતી. બારીના પડદા હટાવીને મેં અને અમીતે એક અલગ જ નઝારો જોઇ લીધો. મન ખરેખર ખૂશ થઇ ગયું. આવતી કાલે સવારે સોપીંગનો દિવસ હતો. અને મને એમાં થોડો પણ રસ હતો નહી. અને હું અયુથાયા જવા માટે આવા જ એક સમયની રાહ જોતો હતો.  થાકેલા હતા સૌ આરામમાં પડી ગયા. હું નીચે હોટલના Reception કાઉન્ટર પાસે આવ્યો અને ઇંકવાઇરી કરી કે સવારે અયુથાયા જવું હોય તો ટેક્સીના કેટલા ચુકવવા પડે. મને જવાબ મળ્યો 2500 બાથ. અને પછી નીચે મેઇન રોડ પર જઇને એક ટેક્સીવાળાને પુછી જોયુ તો કહ્યુ 1500 બાથ. હું પાછો રૂમ પર આવ્યો અને સરસ મજાની નિંદ્રા માણવા માટે આગળના જ રૂમમાં સોફા પર જ લંબાવી દીધુ. સવારે 5 નું alarm મુક્યુ પરંતુ થાકે સવારે 8 વાગ્યે ઉઘ ઉડી. સવારે બ્રેકફાસ્ટમાં મને મળનાર બધાએ પુછી જોયુ કે અયુથાયા ન ગયા. જવું છું હવે જવું છું. મોડું ઉઠાયું એટલે મોડુ થઇ ગયું. બ્રેકફાસ્ટ પતાવીને સીધો જ નીચે ગયો અને એક ટેક્સી હયર કરી લીધી. રેટ તો મને ખબર જ હતા. 2000 બાથ કહ્યા. અને મેં 1500 બાથમાં નક્કી કરી. લગભગ 1030ની આસપાસ હું અયુથાયા પહોંચ્યો અને પછી સીધી જ સાઇટની વિઝીટ શરૂ કરી લીધી. ત્યાંની સરસ સંસ્કૃતિથી વાકેફ થયો ઇતિહાસ પણ જાણ્યો અને પાછુ એમાં આપણી સંસ્કૃતિનો વણાટ ડગલે ને પગલે છે એ વાતે ગર્વ પણ થયો. સરસ પેગોડા ઝાડના થડમાં સમાયેલ બુધ્ધ અને વિહાર જે ખૂબ જ ખંડેર હાલતમાં હતા તે અને બીજુ ઘણુ બધુ જોઇ લીધુ. ત્યાંથી બીજી સાઇટ પર ગયો અને ત્યાં મેં આવી જ ભવ્યતાને નીહાળી અને મનમન થયુ કે 1500 બાથ આવવાના ખરેખર વસુલ થયા છે. ત્યાં મેં 35 ફૂટ ઉંચી બુધ્ધની પ્રતિમા જોઇ. દર્શન કર્યા અને પછી પ્રદક્ષિણા કરી. જ્યારે પાછો આવ્યો ત્યારે એક કપલને બુધ્ધ ભગવાનના હાથમાંથી આવતો એક દોરો લઇને પ્રેયર કરતા જોયા. અને પછી મેં પુછી જોયુ તો કહ્યુ કે wish આવી રીતે મંગાય. અને હું પણ કરી શકુ એવું પુછી જોયુ અને મેં ફાન માં પડેલો દોરો હાથમાં લીધો અને પ્રાથના કરી. આ પણ અલગ જ અનુભુતી હતી. હા મને ખબર હતી કે જેમાં દોરો મુકેલો છે એ પવિત્ર પાત્રને ફાન કહેવાય છે એ જાણીને એ થાઇ કપલને થોડી નવાઇ જરૂર લાગી. પરંતુ માત્ર આ જ સમયે નહી બધે જ મને મારી ઇંટરનેટ પરથી લીધેલી માહીતી ઉપયોગી સાબીત થતી લાગી હતી.
બસ અહીયાથી હું હવે પાછો ફરી રહ્યો હતો. ખબર નહી પરંતુ મને માથુ સતત દુખી રહ્યુ હતું. લગભગ 2 વાગ્યે હું પાછો હોટલ પર આવી ગયો અને સીધો જ સૂઇ ગયો. એકાદ કલાક આરામ કર્યો હશે ત્યાં જયેશભાઇનો ફોન આવી ગયો ક્યાં છો. ઉપર રૂમમાં સૂતો છું. જયેશભાઇએ કહ્યુ નીચે આવી જાવ સીટી વિઝીટમાં જવાનું છે. સીટી વિઝીટમાં પણ અમે ખૂબ જ ઓછા હતા. સુતેલા બુધ્ધાની મુર્તી વાળુ મંદિર જોયું. ત્યાં પાત્રમાં સિક્કા નાખ્યા અને મારા ભાગમાં સિક્કા વધ્યા પણ ખરા. ત્યાં જ પરીસરમાં બીજા મંદિરો પણ જોયા. એક મંદિરમાં પ્રાથના થતી પણ સાંભળી. ડેમોક્રેસી મોનુમેંટ પણ જોયુ. અને પછી અમે પહોંચ્યા ક્રુઝ ડિનર પર. ત્યાં પણ અમે ઘણા વહેલા હતા. ત્યાં સોપિંગ મોલમાં ઘણુ ફર્યા અને Extra Higher Class Public ના ઘરમાં શોભે તેવી કિંમતી ઘણી વસ્તુઓ જોઇ. ચંદ્રકાન્તભાઇ અને તેમના ભાઇ તથા ચેતનભાઇ સાથે થોડી વાતો કરતા કરતા સમય વિતાવ્યો મઝા આવી. ક્રુઝમાં જતા પહેલા ત્યાંના ટ્રેડિસનલ ડ્રેસમાં તૈયાર થયેલ છોકરી સાથે ફોટો પડાવ્યો અને પછી ક્રુઝમાં દાખલ થયા ઉપરના ભાગમાં અમારું ટેબલ હતું. ડેક પર ફટફટ ફોટો એડિટ કરતા માણસને જોયો. અને પેટભરીને ખૂબ જ સરસ ખાવાનું ખાધુ. એક બાજુ એક થાઇ છોકરી સરસ હિન્દી ગીતો ગાઇ રહી હતી. બધાએ હિન્દી ગીતો પર ખુબ જ ડાન્સ કર્યો. આ સમયગાળા દરમ્યાન અમારો પાડેલો ફોટો લઇને એ જ ટ્રેડીસનલ ડ્રેસમાં તૈયાર થયેલી છોકરી આવી ગઇ. અને 200 બાથ લઇને ફોટો આપી ગઇ. પેરેસુટ ગલાઇડિંગ વખતે પણ અમારા ફોટા કયારે કલિક થયા અને ક્યારે પ્રીન્ટ થયા એની કંઇ જ ખબર પડ્યા વગર સીધા સામે જ આવી જાય. ખરેખર માર્કેટિંગ શબ્દને થાઇ લોકોએ ખરેખર ખુબ જ સરસ રીતે પચાવ્યો છે. રાતે લગભગ 11 વાગ્યે અમે હોટલ પર પાછા આવ્યા. બઝાર હજુ થોડું ખુલ્લુ હતું. કંજ તૃષા ઓમ કાનો અને હર્ષ મને યાદ આવ્યા કશુ નહી તો આ છોકરાઓ માટે તો મારે ટીસર્ટૅ લેવા જ જોઇએ. અને થોડી ખરીદી કરી લીધી. રાત્રે મનોજભાઇના રૂમ પર ભેગા થઇને થોડી સાહિત્યીક વાતો કરી. મઝા આવી. સવારે બ્રેકફાસ્ટ પતાવીને અમે સૌએ ચેકઆઉટ કર્યું. બીજા બધા હજુ તૈયારી કરતા હતા ત્યાં બ્રેકફાસ્ટ રૂમમાંથી બેંગકોકના ફોટા લીધા. નીચે આંટો મારવા ગયો. અને મને હિરલ અને રાજશ્રી માટે પર્સ લેવાનું મન થઇ ગયું. અને મેં પર્સ લીધા. ત્યાં મારી નજર એક બૌધ્ધ સાધુ પર પડી અને તેને ભીક્ષા લેતા અને પછી આશીર્વાદ આપતા જોયા. ખુબ જ સરસ ક્ષણ હતી. કેમેરો પાસે ન હતો તેનો અફસોસ હતો. બધા ફરીથી પોતપોતાનો સામાન લઇને બસમાં ગોઠવાઇ ગયા. અને અમે ઉપડ્યા સફારી પાર્કની સફરે. બસ બધા જ પોતપોતાની રીતે જલસા કરતા હતા. અને પાર્ક ક્યારે આવી ગયો તેની ખબર પણ ન પડી. સફારી પાર્કમાં લંચ કર્યુ. અને પછી ફર્યા. બહાર નીકળીને Big C સૉપમાં ગયા.ત્યાંથી મેં રેડબુલ લીધુ અને પછી થોડી ચોકલેટ લીધી. અને હવે અમે હતા Airport ના રસ્તા પર. પતાયામાં બોટલ આર્ટૅ મ્યુઝિયમ અને બેંગકોકમાં ફ્લોટીંગ માર્કેટ ન જોવા જવાયુ તેનો અફસોસ સતત રહ્યા કરશે. દુનિયાનું સૌથી લાંબુ નામ ધરાવતા પાટનગરના ઍરપોર્ટ પર ઉભા હતા. હા દુનિયાનું સૌથી લાંબુ નામ ધરાવતુ પાટનગર એટલે બેંગકોક. અને બેંગકોક એટલે  KRUNG THEP MA HA NA KHON, AR MON RATANA KOSIN, MAHIN TARA AYUTTAYA MAHA DI LOG, POB NOB PARAT RAT CHATA NI, BURI ROM UDOM RATCHA NIVET, MAHA SA THAN, ARMON PIMAN, ARWATAN SATID, SUK KA KAT TI YA WIT SANU KUM PRASIT. YES THIS MEAN BENGKOK  મેં જીગ્નેશભાઇને અને બીજા સાથે વાતો કરતો હતો ત્યારે તેમને કહ્યુ હતુ પણ ખરુ કે નોર્થમાં એક એવી જગ્યા છે જે પ્રોવીંન્સમાં ટુક ટુકની જગ્યાએ માત્ર બગીમાં જ સફરો કરવાની. આવું તો ઘણુ બાકી છે. મને સતત લાગ્યા કરે છે કે થાઇલેન્ડ અમને પાછુ બોલાવે છે. ખરેખર સફર અઘુરી હોય એવું જ સતત લાગ્યા કર્યુ અને પાછો સમય તો મને ખુબ જ ઓછો લાગ્યો. એક ફોરેઇનર તરીકે સરસ રીતે એક અઠવાડિયુ પસાર કર્યુ. ઘણુ શીખ્યો. ઘણા મીત્રો બન્યા. અને ન કલ્પી શકાય એટલુ જીવનમાં પામ્યા. માતાજીના પરમ ભક્તો એવા અમે સૌ હેમખેમ આખી જર્ની પતાવીને પાછા ગુજરાતની ધરતી પર પહોંચ્યા. હું બધાને ફરી મળીશુ એવું કહીને છુટ્ટો પડી રહ્યો હતો અને છેલ્લા જયારે મેં ચંદ્રકાન્તભાઇ સાથે હાથ મીલાવ્યો ત્યારે મારા મનમાં એમના જ દ્વારા હસમુખભાઇ સાથે વાતચીત દરમ્યાન ક્રુઝ પર બોલાયેલા શબ્દો આવી જતા હતા કે તમારે અમને આવી થોડી વાતો કરતા રહેવુ કે જેથી અમને વધારે કંઇ લાગે નહી. ખરેખર મિત્રો માણસ ઘણુ બધુ ગુમાવીને પણ એવો જ રહી શકે એવું જો મેં મારા જીવનમાં અનુભવ્યુ હોય તો એ સ્થાનમાં મારે ચોક્ક્સ ચંદ્રકાન્તભાઇને જ રાખવા પડશે. એમના સ્થાને હું હોત તો મારી સ્થિતીની કલ્પના કરવી મુશ્કેલ છે. પણ હવે હું પણ કંઇક શીખ્યો છું. There must be change in my life. અંતે એટલુ તો ચોક્ક્સ કહીશ કે Aris ની એકપણ ફોરેઇન ટ્રીપ કેન્સલ નહી થાય. Ok bye વધારે કંઇક હવે નવી ટ્રીપ પર અત્યારે તો એકાંત પરના મારા પ્રવચનની તૈયારી કરવાની છે.

મંગળવાર, 25 સપ્ટેમ્બર, 2012

Visit To a Thailand a Freeland

દક્ષિણ પૂર્વ એશિયાના દેશો આજે 21મી સદીમાં કંઇક આગવું મહત્વ ધરાવતા થયા છે. 21મી સદી વિશે જેને સારૂ ખરાબ જે કંઇ કહેવું હોય તે ભલે કહે પરંતુ એક વાત તો સ્વિકારવી જ પડશે કે 21 મી સદી વિશ્વ પ્રવાસની સદી હશે. આરામ દાયક સફરો અને વિશ્વ પ્રવાસ નાની વાતો થઇ ગઇ છે. પ્લેનમાં બેસીને નવા જ કોઇ દેશમાં જઇને ફરવું એ આ સદીની રમત વાત થઇ ગઇ છે. દુનિયાનો દરેક દેશ આ વાત જાણી ચુક્યો છે અને World Tourism ને આકર્ષવા તનતોડ મહેનત કરી રહ્યો છે. દક્ષિણ પૂર્વ એશિયાના દેશો પણ આમાંથી બાકાત નથી. અને હું 26મી સપ્ટેમબરે દક્ષિણ પૂર્વ એશિયાના એક દેશ Thailand ની સફરે જઇ રહ્યો છું. બસ આ indo-china peninsula ને થોડી જાણી લેવાની તાલાવેલી જાગી અને બસ શરૂ થઇ ગયો.

          Conventional long Name : Kingdom of Thailand

          Conventional Short Name : Thailand

          Local Long Form : Ratcha Anachak Thai

          Local Short Form : Prathet Thai

          Formar Name : Siam



Thailand વિશ્વમાં Siam ના નામે 23 જૂન 1939 સુધી ઓળખાતો હતો. ત્યાર પછી તેનું નામકરણ Thailand તરીકે થયું. પરંતુ 1945થી 11 મે 1949 સુધી પાછુ તેનું નામ Siam કરી દેવામાં આવ્યુ હતું. ત્યાર બાદ તે માત્ર Thailand થી જ ઓળખાય છે. Siam નું નામ જ સાબીત કરે છે કે તે indo-china peninsula જ છે. શ્યામ સંસ્ક્રુત ભાષા પરથી આવેલું નામ છે. જે ત્યાંના લોકોના ચામડીના કલર પરથી ઉતરી આવ્યુ હશે એમ માનવામાં આવે છે. જો પૂરાણા નામમાં આટલી સરસ વાત છે તો નવું નામ પણ કંઇ કાચુ ખાય એમ નથી. Thailand એટલે કે સ્વતંત્ર ભૂમી. હા હક્કીકતમાં Thailand સ્વતંત્ર ભૂમિ છે કારણ કે ત્યાં 15 ઓગસ્ટ 1947 જેવો કોઇ સ્વતંત્ર દિવસ જ નથી. Thailand જન્મજાત સ્વતંત્ર જ છે. હા એટલુ તો ચોક્ક્સ છે કે 15મી સદી સુધી Malaacca અને Temasek (Singapore) તથા અંદમા ના કેટલાક ટાપુઓ અને જાવાની કોલોની આ બધા જ પ્રદેશો Thailandના જ હતા. Malayan Communist Party અને જાપાનની 1942 થી લઇને 2008 સુધીની દખલને કારણે શાંતિ માટે જ્યારે ચીન કે વિયેટનામે Thailand ને સપોર્ટ કર્યો ત્યારે લગભગ બીજા વિશ્વ યુધ્ધથી ચાલી આવતી તકરારનો અંત આવ્યો. અને દેશને પ્રગતીની નવી દિશા મળી. Thailand લગભગ 17મી સદીના અંતથી પશ્ચિમ પર અસર કરતું થયુ. ફ્રેંચ ત્યાં સૌ પ્રથમ આવ્યા. આમ તો 1511 માં પોર્ટુગીઝ આવ્યા હતા.પરંતુ આવ્યા પણ કોઇ ત્યાંની સરસ રાજાશાહી સામે કોઇ ફાવ્યા નહી. આજે પણ Thailand ને વિશ્વ પ્રવાસીઓ “The West exotic country in Asia” તરીકે જ ઓળખાવે છે. કારણ કે ત્યાં ભારતની જેમ જ સરસ રંગીન સંસ્ક્રુતિ વિકસી છે. તમારી પસંદનું કુદરતે અહીં બધુ જ આપ્યુ છે.



જો તારીખ કે વર્ષની વાત કરીએ તો આજે 2068 વિક્ર્મ સંવત ચાલે છે એટલે કે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ઇ.સ. 2012 કરતા આપણું ગુજરાતી કેલેન્ડર 56 વર્ષ આગળ છે. Thailand માં Buddhist Era પ્રમાણે ગણતરી થાય છે. જે અંગ્રેજી કેલેન્ડર કરતા 543 વર્ષ આગળ છે. એટલે કે આજે ત્યાં 2555 BE ચાલે છે. જો તમે કોઇ નવા દેશમાં જાવ અને ત્યાં શું અપમાન જનક ગણાય છે તેની ખબર ન હોય તો ક્યારેક મોટી ભૂલ થઇ શકે છે. આવું જ કંઇક Thailand માં પણ છે. જેમાં કોઇકની સાથે માથુ અથડાવવું એ ખૂબ જ ખરાબ બાબત ગણાય છે. તો પગથી ક્યારેય કોઇ વસ્તુ તરફ ઇશારો કરવો નહી. પગ એવી રીતે પણ રાખવા નહી કે તમારો પંજો કોઇકના તરફ જતો હોય આ બાબત ખૂબ જ અપમાન જનક ગણાય છે. હંમેશા વહેંચીને ખાવાવાળા આ લોકો ટેબલ પર પડેલા પાત્રમાં જો છેલ્લો ભાગ તમારો હોય તો તમે અનલકી છો એમ સમજે છે અને પ્રાથના કરે છે કે May my girl/Boyfriend be beautiful. Thailand માં નવું વર્ષ Songkran પર્વ તરીકે ઉજવાય છે. જે લગભગ એપ્રીલ મહીનામાં આવતુ હોય છે. અને આપણી ત્યાંની ધૂળેટીની જેમ પાણીથી ઉજવાતુ હોય છે. આવી જ રીતે નવેમ્બરમાં આવતો Loy Krathong તહેવાર પણ ભારતની દિવાળી જેવો જ છે. જેમાં સમગ્ર દેશમાં નદી તળાવ કે પછી છેલ્લે હોટલના સ્વિમિંગપૂલમાં પણ કેળાના પાંદ લઇને તેના પર સરસ દિવા કરીને તરતા મુકાતા હોય છે. જેમાં એમ માનવામાં આવે છે કે તમારા ખરાબ વિચારોને સાથે વહાવી દો. તમારું Krathong તરતું તરતું તમારી નજર સમક્ષથી દૂર થાય તે પહેલા જો દિવો ન ઓલવાય તો તમારા મનની ઇચ્છા જરૂર પૂરી થાય એમ ત્યાંના લોકો માને છે. ત્યાંના મંદિરોને WAT કહેવાય છે.



Thailand માં જ્યારે કોઇને respect આપવાની વાત આવે કે પછી સ્વાગતની વાત આવે તો શું થાય ! કશુ જ નહી. Thailand એ બીજુ કશુ જ નહી પરંતુ indo-china peninsula જ છે તો પછી ત્યાં પણ બે હાથ જોડીને નમસ્કાર જ કરાય છે. ફર્ક માત્ર એટલો જ છે કે ત્યાં નમસ્તેને WAI કહે છે. જ્યારે હેલ્લો કહેવામાં આવે ત્યારે male ને Sawasdee Khrap અને female ને Sawasdee kra કહેવામાં આવે છે. સાઉથ ઇસ્ટ એશિયાના બીજા દેશોની જેમ જ Thailand પણ ભારતીય સંસ્ક્રુતિ સાથે સંલગ્ન છે. Funan ના સમયગાળાથી લઇને Khmer ના રાજ્ય સાશન સુધી ભારતીય સંસ્ક્રુતિનું સતત સાતત્ય રહ્યુ છે. જયારે 13મી સદીમાં Khmer સાશનનો અંત આવ્યો ત્યારે Thai, Mon, Khmer and Malay જેવા રાજ્યો અસ્તિત્વમાં આવવા લાગ્યા. અને સમગ્ર દેશમાં બૌદ્ધ ધર્મ અસ્તિત્વમાં આવવા લાગ્યા. જેની શરૂઆત લગભગ Thai અને Siamese રાજ્યોથી થઇ. જે પાછળથી Sukhothai તરીકે ઓળખાયા. માત્ર 100 વર્ષના ગાળામાં સમગ્ર Sukhothai નું શાશન Ayutthaya મય થઇ ગયુ. Ayutthaya નું મુળ નામ Ayothaya હતું. જે રામની જન્મભૂમી અયોધ્યા પરથી આવ્યુ હોવાનું મનાય છે. Ayutthaya ના અંત સાથે જ King Rama -1 ના સાશન સાથે ચક્રી રાજ્યનો પ્રારંભ થયો. છતાં એક વાત તો સ્વિકારવી જ રહી કે 17મી અને 19મી સદી દરમ્યાન થાઇલેન્ડ અને બર્મામાં ગુલામપ્રથા જેવી ખરાબ બાબત તો અસ્તિત્વમાં હતી જ. 1932માં સમગ્ર દેશમાં એક Bloodless Revolution થયુ અને દેશમાંથી એક પ્રકારની રાજાશાહીનો અંત આવ્યો. છતાં થાઇલેન્ડ આજે પણ Constitutional Monarchy ધરાવે છે. એટલે કે દેશના મુખ્ય વ્યકિત તરીકેનું સ્થાન રાજાનું પરંતુ ત્યાં લેવાતા દરેક નિર્ણય દેશના વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ લેવાતા હોય છે. રાજાના સર્વોપરીપણા હેઠળ સમગ્ર તંત્ર આવરી લેવાતું હોય છે. આ Constitutional Monarchyની શરૂઆત 1932 ના Bloodless Revolutionથી થઇ. ત્યાર બાદ 15 Nov 1932 ના રોજ Permanent Constitution ઘડાયુ અને અમલમાં આવ્યુ. નવા બંધારણમાં 78 એસેમ્બલી સભ્યો અને 78 ડાયરેક્ટ ચૂંટાયેલા સભ્યો એમ 156 સભ્યોનો સમાવેશ થયો. 1997 માં Assembly માં ફરીથી People’s Constitution ઘડાયુ અને દ્વિ કાયદાકિય બંધારણ હેઠળ House of Representative ની 500 સીટો અને Senate ની 200 સીટો નો સમાવેશ કરવામાં આવ્યો. આ બન્ને હાઉસમાં અલગ અલગ ટર્મ માટે સભ્યો ચૂંટાતા હોય છે. જેમાં Senate member 6 વર્ષ માટે ચૂંટાતા હોય છે. જ્યારે House of Representative member 4 વર્ષ માટે ચૂંટાતા હોય છે. આજે આ દેશમાં રાજા ભૂમિબોલ રાજ કરે છે જે લગભગ 1946થી રાજ કરે છે. જે દુનિયાના સૌથી વઘુ રાજ કરનારા રાજા છે. તો બીજી બાજુ ત્યાંના હાલના Prime Minister Yingluck Shinawatra છે જે પહેલા સ્ત્રી વડાપ્રધાન છે. એટલુ જ નહી, સમગ્ર ઇસ્ટ એશિયાના દેશોમાંથી માત્ર Thailand માં જ 40000 વર્ષ પહેલાના માનવજાતિના અવશેષો મળી આવેલા છે.

5,14,000 sq. km માં વિસ્તરેલો આ દેશ વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 51મું સ્થાન ધરાવે છે. આ દેશની જમીન સીમા બર્મા સાથે 1800 કિમી, કંબોડિયા સાથે 803 કિમી, લાઓસ સાથે 1754 કિમી અને મલેસિયા સાથે 506 કિમીની જમીન સીમા ધરાવે છે. તો 64 કરોડની વસ્તી સાથે Thailand વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ 20મું સ્થાન ધરાવે છે. જેમાં 75 % વસ્તી Thai, 14 % વસ્તી ચાઇનીઝ, 3% મલય લોકો અને બાકીના બધા 7 % છે. Thailand ઉતરથી દક્ષિણ 2500 કિ.મી. અને પૂર્વથી પશ્ચિમ 1250 કિ.મી. વિસ્તરેલો છે. હિંદ મહાસાગર સાથે 850 કિ.મી. અને Thailand ના ગલ્ફ સાથે 1840 કિ.મી. ની દરીયાઇ સીમા લાગેલી છે. અર્ધ ગરૂડ એટલે કે અડધુ ગરૂડ અને અડધો માનવ એવી આક્રુતિએ ત્યાંનો national symbol છે. જે આપણી પરંપરામાં વિષ્ણુના એક અવતારનો નિર્દેશ કરે છે. એવી જ રીતે ત્યાંનુ પુરાણુ નામ Siam એ પણ સંસ્કૃત શ્યામ પરથી ઉતરી આવ્યુ છે એમ માનવામાં આવે છે. 10 Dec. 1939 થી દેશનું નવું રાષ્ટ્રગીત સ્વિકારાયું. દેશના બંધારણમાં રોજ સવારે 8 વાગ્યે અને સાંજે 6 વાગ્યે compulsory રાષ્ટ્રગાન છે. દેશના દરેક નાગરીકને આર્મીમાં જોડાવવાનું પણ compulsory છે. 21ની ઉમર દેશ માટે છે. આગળ સેવા આપવી કે ન આપવી તે પોતાના પર છે પરંતુ 6 મહીના થી લઇને 2 વર્ષ સુધીનો ગાળો દરેદ થાઇ નાગરીકે દેશ સેવાને આપવો જ પડે છે. The Royal Thai Armed Forces , Royal Thai Army, Royal Thai Navy અને Royal Thai Air Force એ ત્યાંની રક્ષણ કરતી અલગ અલગ કમાનો છે. આ દેશમાં 12 વર્ષ સુધીનું શિક્ષણ ફ્રી છે. જેમાં 6 વર્ષ પ્રાઇમરી અને 6 વર્ષ સેકન્ડરીના હોય છે. આ દેશમાં 39432 સ્કુલ છે. જેમાંથી 37781 મિનિસ્ટ્રી એડ્જ્યુકેશન છે. 78 State University છે. Thailandની મુખ્ય ભાષા Thai છે. જેમાં 44 મુળાક્ષરોનો સમાવેશ થાય છે. જેમાં 15 Vovel છે તો 4 ટૉન માર્ક છે. Thai Kadai ભાષા લાઓસની લાઓ બર્માની શાન ભાષા સાથે સંલ્ગન છે. તો દેશના કેટલાક ભાગમાં લાઓ ભાષા પણ બોલાતી હોય છે. ભારતની જેમ જ દેશના ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રાઇબલ લેંગ્વેજ પણ અસ્તિત્વ ધરાવે છે. આ દેશની 95 % વસ્તી બૌધ્ધ ધર્મ ધરાવે છે. Thailandનું ચલણ Thai Baht છે. Thailand માં તમારે કોઇ gilfiend છે અને એ જો One Baht ની સોનાની રીંગની માંગણી કરે તો ખૂશ થઇને શો રૂમમાં ન જતા કારણ કે Baht પણ વજનનો એક એકમ છે. One Baht એટલે કે 15.244 ગ્રામ. બાકી તમારે લુંટાવું હોય તો તમારી મરજી !!!!!!!!!



ઇ.સ. 1767માં King Hasinbyushin ના નેતૃત્વ નીચે બર્મીઝ આર્મી દ્વારા સમગ્ર અયુથાયાને ભસ્મીભૂત કરી દેવાયું. આમ તો આ અયુથાયા વિશે જેટલુ લખીયે એટલુ ઓછુ છે ખરેખર મને તો આ World Heritage site જોવાની જ તાલાવેલી જાગી છે. વધારાનું અયુથાયા વિશે પછી.



Thailand વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ 51 મો દેશ છે. જે Yaman કરતા થોડો નાનો અને Spain કરતા થોડો મોટો છે. આ દેશ પાસે 320000 કિ.મી. નો અખાત છે. જેમાં ચાઓ પ્રાયા મઇ ક્લોંગ બંગ પાકોંગ અને તાપી નદીઓના પાણી સમાતા હોય છે. સમગ્ર થાઇલેન્ડને 76 Provinces (Amphoe) માં વહેચવામાં આવ્યું છે. જેમાં એક Provincesનું નામ સુરત છે. દરેક Provinces માં District(877) નો સમાવેશ થાય છે. દરેક District(Tambon) માં Sub- District નો સમાવેશ થાય છે. અને દરેક Sub- District માં Village(Muban) નો સમાવેશ થતો હોય છે. દરેક Provinces ને પોતાનો એક અલગ Symbol હોય છે. જો ભારતની ગંગા, ઇજીપ્તની નાઇલ તો પછી એટલુ તો ચોક્ક્સ કે Thailandની ચાઓ પ્રાયા નદી ત્યાંની જીવાદોરી છે. આ એ જ નદી છે કે જેના ખીણ પ્રદેશમાં 7મી સદી થી લઇને 10 મી સદી સુધી માં Mon Dvaravati સંસ્કૃતિ વિકસી હતી. Dvaravati નામ સંસ્કૃત શબ્દનો નિર્દેશ કરે છે. જે Pallava વંશ સાથે સંકળાયેલ છે. જો ભારતમાં જયપુર દેશનું Pink City, ઉદયપુર White City તો થાઇલેન્ડમાં Chiang Mai શહેરને Rose of the North કહે છે.



થાઇલેન્ડે 1985થી લઇને 1996 સુધી દુનિયાની સૌથી વધુ Economy growth rate ધરાવતુ હતુ જેની સરેરાશ 12.4%ની હતી. દુનિયામાં સૌથી વધુ ચોખા પકવતો આ દેશ દર વર્ષે 6.5 મિલિયન ટન ચોખા ઉતપ્ન કરે છે. સમગ્ર વર્ષ દરમ્યાન દરેક થાઇ નાગરીક 100 કિલો ચોખા અરોગે છે. આ દેશની 49 % વસ્તી ખેતીમાં involve છે. જે 1980માં દેશની 70 % વસ્તી કરતા ખૂબ જ ઓછી છે. આ દેશમાં 55%ભાગની જમીન ખેતીલાયક છે. જેમાંથી માત્ર Mekong પ્રદેશ 27.25% ચોખા ઉત્પન કરે છે. છેલ્લા આંકડા બતાવે છે કે Thailand પાસે US $602 Billion GDP (On base of PPP Perchasing power Parity) ગ્રોથ રેટ છે. જે South East Asia ના દેશોમાં Indonesia પછી બીજા ક્રમે છે. નાણા ભંડોળની બાબતમાં South East Asia ના દેશોમાં સિંગાપુર,બ્રુનૈ અને મલેસિયા પછી ચોથા નંબર પર છે.2011 Dec. ની ગણતરી પ્રમાણે દેશમાં 0.4 % લોકો બેકાર છે. તો ત્યાં Employment 56 % ના દરે છે. ત્યાં 96% ના દરે Education વધે છે.



થાઇ લોકો મૂળે Yunnan ના નહી પરંતુ China ના Guangxi Province માંથી આવેલા છે એ હમણાનું સૌથી નવું સંશોધન છે. મોટા ભાગના Guangxi Province માં રહેતા અને બાકીના Thai લોકો Zhuang કહેવાય છે. ઇ.સ. 700 માં Thai લોકો China ના વિચારોમાં આવ્યા નહી તે લોકો સૌ પ્રથમ વિયેટનામના Dien Bien Phu ના પ્રદેશમાં જઇને વસ્યા અને ત્યાર પછી અલગ અલગ જગ્યાએ વહેંચાયા. આજે આ દેશમાં 95 % વસ્તી બૌધ્ધ ધર્મ પાળનારી છે તો બીજી બાજુ 4 % વસ્તી મુસ્લીમ છે અને 0.5 % વસ્તી ક્રિસ્ચયન છે. સૌથી વધુ બૌધ્ધ ધર્મ ધરાવતા આ દેશમાં બૌધ્ધ ધર્મની શરૂઆત 3જી સદીમાં Nakhon Pathom થી થઇ હોય એમ માનવામાં આવે છે. આજે પણ આ દેશમાં 27000 કરતા વધારે બૌધ્ધ મંદિરો છે.



76 પ્રોવિન્સ ધરાવતા આ દેશમાં અમારી મુલાકાત આ દેશના બે મુખ્ય ટુરીસ્ટ પ્લેસ ગણાતા બેંગકોક અને પતાયામાં થવાની છે. By the way મારા પાસપોર્ટમાં પહેલી વખત Thailandનો એક Foreign Country નો સિક્કો વાગ્યો છે અને તેને માણવા જઇ રહ્યો છું. આ સમગ્ર વાર્તાના મુખ્ય કેન્દ્રમાં Aris છે. અમારા સ્પોનસર્સ છે. બાકીની વાતો આવતા બુધવારે કરીશું અત્યારે તો મોડું થાય છે.

                                                                                                                              Ajit Kalaria

સોમવાર, 20 સપ્ટેમ્બર, 2010

જીવનનાં ત્રણ દશક આત્મમંથન


18 મી સપ્ટેમ્બરે જીવનના 29 વર્ષ પુરા કર્યા અને 30મા વર્ષની શરૂઆત કરી. આવનારા દશ વર્ષો ઉમરમાં સતત 3ની પાછળ કાઉન્ટીંગ કરશે. અને એક બાજુ જીવનના 3 દશક પુરા કર્યા છે. ખબર નહી પણ લેખાજોખા જોવા મન સતત જીવનના ઇતિહાસ તરફ નજર દોડાવ્યા કરે છે. પહેલા દશકમાં તો એમ કહી શકાય કે કુટુંબીજનો નો પ્રેમ અઢળક પ્રમાણમાં મેળવી લીધો. નાની નાની બીમારીઓમાંથી પસાર થયેલ એ વર્ષોમાંથી સરળતાથી પસાર થઇ ગયા. જીવનના બીજા દશકમાં ખરેખર ખુબ જ સરસ શિક્ષકો મળ્યા અને જીવનને એક નવી દિશા અપાઇ ગઇ. જેમાં દિલિપ મહેતા પ્રથમ સ્થાને જ આવે તો જે.ડી. પટેલ ને પણ ન જ ભૂલી શકાય. હજુ પણ અસંખ્ય નામો છે. તેમની પાસેથી સતત કંઇક ને કંઇક પ્રાપ્ત થાતુ ગયું. ઘરે જ્યારે જરૂર પડે કે કોઇ પ્રશ્ર્ન સતાવતો હોય તો પપ્પાએ એ જગ્યાએ ચોક્ક્સ સંતોષ આપ્યો છે. મમ્મીએ ભરપૂર લાડ લડાવ્યા છે. આ દશકના અંતિમ વર્ષોમાં હું વાંચન તરફ વળ્યો. બસ પછી તો આ બાબતમાં પાછુ ફરીને જોયુ નથી એમ કહી શકાય. થોડા ઘણા ઉતાર ચડાવ ચોક્કસ રહ્યા છે. જીવનના ત્રીજા દશકમાં ઘણુ ઘણુ કહી શકાય એટલુ શીખી લીધું. અનેક ચડાવ ઉતારો જોયા. આ દશકમાં તો એક શિક્ષક તરીકે નાના બાળકોને આપી શકાય એટલું આપવામાં કંઇ જ બાકી રાખ્યુ નથી. આની પ્રતિતિ ખરેખર જ્યારે દર વર્ષે 18મી સપ્ટેમ્બર આવે અને મારા મોબાઇલનું ઇનબોકસ અને રીસીવ્ડ લિસ્ટ છલકાઇ ઉઠે છે ત્યારે ચોક્ક્સ થાય છે. વર્ષો જુના વિધાર્થીઓ યાદ કરતા જ રહે છે. જ્યાં ગયો છું ત્યાં એક અલગ જ ઇમ્પ્રેશન છોડતો ગયો છું. લોકોના દિલમાં સરળતાથી જગ્યા બનાવી લીધી તેનો આનંદ છે. જીવનમાં મિત્રોનો અઢળક પ્રેમ પામ્યા છીએ તો બીજી બાજુ સારી પત્ની મેળવવામાં પણ સફળ રહ્યા છીએ. કંજમાં તો હું જ મને કેટલીક વખત મોટો થાતો જોવું છું. બક્ષીએ કહ્યુ છે એમ કે શરીર પર ઘા એ પુરૂષની નિશાની છે. તેમ જાણે થોડુ બાકી રહી જાતુ હોય એમ આ દશકના છેલ્લા વર્ષમાં પણ ખુબ જ મોટા એકસીડન્ટમાંથી બચી ગયો છું છતાં કંઇ ગુમાવ્યુ હોય એવી લાગણી નથી થઇ. બે મહીના સુધી આરામ કર્યો ત્યારે મને કાન્તિ ભટ્ટના વાકયો યાદ આવી જતા કે જીવનમાં બધા જ પ્રકારનો અને બધા જ ફિલ્ડનો અનુભવ જરૂરી છે. અને કદાચ દિલીપ સરે કહ્યુ એમ કે આ પણ ગૉડ બ્લેસિંગસ જ હશે. અને મને 100 % એવું જ લાગ્યુ છે. રોજ એક્સરસાઇઝ કરાવવા માટે સાંઇ ઑમ કલિનિકમાં જાવું છું. અને ડો. મિતેશ પણ મિત્ર જ બની ગયા અને આગળ કહ્યુ છે એમ મિત્રો પાસેથી અઢળક પ્રેમ પામ્યો છું. ત્યાં ગયા પછી ખબર પડે કે ફિઝિયોથેરાપિસ્ટો તો ખરેખર સાચા સેવકો છે ત્યાં ગયા પછી ખબર પડે કે હું તો ઘણી સારી પરીસ્થિતિમાં છું. બીજાને જોઇને ખરેખર દયા જ આવી જાય. ખબર નહી પરંતુ મને વાતો કરવાની અને લોકોને માપી લેવાની એક ટેવ છે તેમાંથી ડૉ. ખરેખર બધી જ રીતે આગળ જશે એવી પ્રતિતિ મને થઇ ગઇ. કારણ કે જે માણસ પરમહંસ યોગાનંદને વાંચીને બેઠો હોય તેની સાથે ઉભા રહેવામાં મજા આવે. જે હોય તે એમની સાથે મજા આવી ગઇ. તો બીજી બાજુ ભૂમિ બેન અને ક્રિષ્નાબેન પણ મારા વધારે પડતા સ્ટિફનેસ વાળા પગ પર વધારે એનર્જી વેડફતા હતા. ત્યારે ખરેખર તેમના પ્રત્યે માનની લાગણી ઉપજી આવે છે. ખુબ જ યાદ રાખ્યા બાદ પણ જ્યારે જતી વખતે તેમને Thanks કહેવાનું રહી જતુ હોય છે ત્યારે મનના એક ખૂણામાં થોડુ દર્દ થયા કરતુ હોય છે. એટલુ તો ચોક્કસ છે કે આ બધા નામ કયારેય જીવનમાં નહી ભૂલાય. જીવનનાં ત્રીજા દશકના અંતમાં એક ફિલ્ડ છોડીને બીજા ફિલ્ડમાં જઇ રહ્યો છું. એક ખુબ જ સફળ શિક્ષક તરીકેની જવાબદારીઓમાંથી નીકળીને એક બીઝનેસમેન બનવા તરફ જઇ રહ્યો છું. સફળ શિક્ષક એટલા માટે કહેવું પડે છે કે સ્કુલમાં જેટલો પ્રેમ વિધાર્થીઓ પાસેથી આજ સુધીમાં એક પણ શિક્ષક નથી પામ્યા એટલો પ્રેમ હું પામ્યો છું. મારી છેલ્લી બર્થ ડે પર સ્કુલમાં હું અલગ અલગ વર્ગમાં પિરિયડ લેવા જાઉં અને જેટલા કલાસ એટલી કેક કાપી હતી. અધુરામાં શિક્ષક મિત્રોએ પણ એટલો જ પ્રેમ આપ્યો છે. સ્ટાફરૂપમાં પણ એ જ જલસા કર્યા તો બીજી બાજુ ઉર્મી સ્કુલમાંથી જયારે વિદાય લીધી ત્યારે ગુજરાતી મિડિયમમાંથી એકમાત્ર સર હું હતો કે જેના નસીબમાં સ્ટાફ તરફથી ફેરવેલ મળી હતી. હા ચોક્ક્સ આટલો પ્રેમ પામ્યા પછી કોઇ આવું ફિલ્ડ છોડે એ નવાઇ જ કહેવાય. પરંતુ અમુક હિતેચ્છુઓની સલાહ પણ લીધી અને અનેરું વિચારમંથન પણ કર્યુ ત્યારે આ નિર્ણય લેવાયો છે. જીવનમાં ઉમરમાં 3 ની પાછળ ડિઝીટોનું કાઉન્ટિંગ કરવાવાળા વર્ષોમાં હું એક બિઝનેસમેન તરીકે પંકાવા જઇ રહ્યો છું. બસ હવે એને લાંબી રાહ પણ જોવાની નથી. 10/10/10 ના રોજ Tiles Zone એ મારી કર્મભૂમિ બનવાનું છે. . Anyway જીવનના 3 દશકમાં બધે જ ભરપૂર વરસી પડયા અને જે કંઇ વરસવાનું બાકી છે તે હવેના વર્ષોમાં બમણા જોરથી વરસી પડાશે એવું સતત લાગ્યા જ કરે છે. હું મારા વિધાર્થીઓને સતત કહેતો રહું છુ કે જીવનમાં એવું પણ બને કે તમને ન ગમતા કામ પણ કરવા પડે. અને ન ગમતા રસ્તા પર ચાલવું પણ પડે પરંતુ એ બધુ તમારે જે પ્રાપ્ત કરવાનું છે તેના માટેની એક જરૂરીયાત જ છે અથવા તમારા ધ્યેય સુધી પહોંચતા મળેલી આડપેદાશ છે એમ જ સમજવુ અને તે કામ પુરૂ પાડવું. બાકી તો સોભીત દેસાઇનો એક શેર છે.


સરવૈયુ માંડી બેઠા ત્યારે એ તથ્ય જાણ્યુ
એ જીંદગી જ ન હોતી તોય જીવાય ગઇ.

બુધવાર, 28 જુલાઈ, 2010

આવો મળીએ એક મસીહાને........


જીંદગી એટલે ચડાવ અને ઉતારની એક રમત. ક્યારેક સુખના અભિષેકથી જીવન છલકાઇ ઉઠે છે તો ક્યારે દુ:ખ રૂપી વાયરો જીવનને થથરાવતો જાય છે. બાળક જન્મે છે અને પછી ધીરે ધીરે ચાલવાના પ્રયત્નો કરે છે ત્યારે અનેક વખતનાં નિષ્ફળ પ્રયાસ પછી એ ડગલા ભરતા શીખે છે. બાળક ધીરે ધીરે મોટું થતું જાય છે અને પછી એ આ દુનિયા સાથે દોડતા શીખી જાય છે. બાળકમાંથી યુવાન બની ચુકેલ મનુષ્ય કયારેક પાછો આ જીંદગી રૂપી દોડામાં પડી જાય છે એ જ તો દુ:ખનો ચકરાવો હોય છે. અને આ વખતે તેને ઉભા થવામાં થોડો વધુ સમય લાગે છે. કારણ કે બાળક મટી યુવાન બની ચુકેલ વ્યિકતી અનેક પ્રકારના સંબંધોથી અનેક પ્રકારના કામકાજથી ઘેરાયેલો હોય છે. પાટા પર દોડતી ફેમેલી રૂપી ટ્રેનને પાછી પાટા પર આવતા થોડો સમય પણ લાગી જાય છે. પણ આ બધાની વચ્ચે જ્યારે ટ્રેન પાટા પરથી નીચે ઉતરી જાય અને તરત જ બચાવ કાર્યમાં લાગી જાય એવા મસીહાઓને જીવન જોઇ લેતું હોય છે. અને સાથે સાથે પ્રેરણા પણ મેળવી લેતું હોય છે કે ક્યાંક આપણે પણ કોઇક માટે આવા જ મસીહા બની જઇએ.....

મારી જ જીંદગીનો એક યાદગાર પ્રસંગ..........

હજુ જીવનના 29 વર્ષ પુરા કરવાને 60 દિવસની વાર હતી. 20 જુલાઇ 2010ની બપોર હતી. ગુજરાત સીરામિકમાંથી નિકળીને હું ઉર્મી સ્કુલ હોસ્ટેલમાં 12th ને ભણાવવા માટે નિકળી પડયો. દરરોજનાં રૂટિન મુજબ અમિત નગર થી વણાંક લઇને ઉર્મિ તરફ વળ્યો. આજના દિવસમાં કંઇક અલગ જ લખાયેલું હતું. કોઇ extra speed વગર હું જઇ રહ્યો હતો. હું ડાબી બાજુ હતો અને મારી જમણી બાજુ એક એસ.ટી. બસ ચાલી રહી હતી. રસ્તો સરસ પહોળો હતો. પરંતુ આગળ વિશ્વામિત્રિ નદીના કારણે પુલ હતો અને તે સાંકળો હતો. બસના ડ્રાઇવરે મારી બાજુ બસ દબાવી અને હું કોઇ જ જાતના સ્કોપ વગરનો થઇને પડ્યો. મારા પગનાં મસલ્લસ વાળા ભાગ પર બસનું વ્હિલ આવી ગયું. પેસેન્જરોએ કહ્યુ અને ગાડી રીવર્સ આવી અને પગ નીકળ્યો પરંતુ હું ઉભો થવાની સંપૂર્ણ ક્ષમતાઓ ગુમાવી ચુકયો હતો. આ સમગ્ર ઘટના દરમ્યાન પાછળ આવતા એક યુવાને(ઉર્વીશભાઇ) મારી જીંદગીની એ સમયે થયેલી ક્ષણે ક્ષણની રમતને જોઇ લીધી અને તરત જ પોતાની કારમાંથી ઉતર્યો અને મને પોતાની હોન્ડા સીટીમાં બેસાડીને વારસીયા રીંગ રોડ પર ઑમકાર હોસ્પિટલમાં લઇ ગયા. મારો ડૉ. મિત્ર અને મારા સગા સંબંધીઓ આવે તે પહેલા હોસ્પિટલ સુધી પહોંચાડનાર યુવાન માટે મારી પાસે કોઇ શબ્દો હતા નહી. હું કયારનો યુવાન શબ્દ વાપરું છું કારણ કે મારી યુવાનીની વ્યાખ્યા કંઇક એવી છે કે “ જો આજે પણ અન્યાયને જોઇને તમારું લોહી ઉકળી ઉઠતું હોય, પર્વતને જોઇને તમારા પગલા તેને ચઢવા માંડતા હોય અને સાગરને જોઇને જો પેલે પાર જવા તમારું મન સતત ઝંખના કર્યા કરતું હોય તો સમજજો કે તમે યુવાન છો.” અને યુવાનીના આ બધા જ લક્ષણો મેં ઉર્વીશભાઇમાં જોયા છે. અને જીવનપર્યંત તેમનામાં રહે તેવી ભગવાનને પ્રાથના. પોતાની ગાડીમાં પંકચર હોવા છતાં વિશ્વામિત્રી પુલ પાસેથી મને વારસિયા રીંગ રોડ પર દવાખાને પહોંચતો કર્યો. કોઇ જ જાતની પરવા કર્યા સિવાય મને જલ્દી સારવાર મળે એ હેતુથી ગાડી દબાવ્યે જ રાખી અને દવાખાને પહોંચાડ્યો. ત્યાં પણ સતત ઘરનાં કોઇ ન આવે ત્યાં સુધી દોડા દોડી કર્યે જ રાખી. મારો મોબાઇલ પણ સિફત પૂર્વક મને પૂછીને લીધો કે હું સાચવું છું. બાપુ રામ કથામાં કહે છે. પરંતુ મેં તો અનુભવી પણ લીધું કે આ યુગમાં પણ મસીહાઓ મળી રહે છે. પપ્પાએ ટાયર પંકચરના રૂપિયા આપ્યા તો કહ્યું કે આ મારા ઘરનું એડ્રેસ છે. ઘરે આવજો. અહીં જ વાત પતી જતી હોય તો બરાબર છે પરંતુ ઉર્વીશભાઇના પછીના વાક્યે તો સસરા સહીત આજુ બાજુ ઉભેલા મારા સ્વજનોને ચોંકાવી જ દીધા કે આ જમાનામાં પણ આવા મસીહાઓ જીવે છે. જે પરમાર્થના કાર્યને પહેલી ફરજ ગણે છે. એ વાક્ય હતુ મારે જરૂર પડે ત્યારે મને કોઇ આવી રીતે મળી રહે. ઉર્વીશભાઇ તમારા જેવી વ્યકિતીને એવી જરૂર જ ન પડે.... મારા જેવા અનેક અજીતની એવી દુઆઓ હશે. ફરીથી એક વખત ઉર્વીશભાઇ તમને સો-સો સલામો. (HATS OFF). અત્યારે બૅડ રેસ્ટમાં છું પગ ઉપર પાટો બાંધેલો છે અને થોડા દિવસો પછી હું દોડતો થઇ જઇસ પરંતુ પગના મસલ્લસ ઉર્વીશ નામ ક્યારેય નહી ભૂલે. બસ એક જ ઇચ્છાઓ મનમાં ફરી રહી છે કે ઉર્વીશભાઇને કોઇ પણ રીતે મદદરૂપ થઇએ. જરૂર પડે ત્યારે યાદ કરજો.......... આનંદ થશે.
Thank you Urvishbhai Trivedi……..


અજીત કાલરિયા