ભારત દેશના સૌથી લાંબો દરિયા
કિનારો ધરાવતા ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના બેડી બંદરેથી હું અને જીજાજી રાત્રે
પિરોટન ટાપુ પર જવા નિકળીશું. વ્યવસ્થાનો બધો જશ ભગવાનજીકાકાને આપવો જ પડે. બેડી બંદરેથી
12 નોટીકલ માઇલ દુર આવેલો એક ટાપુ એટલે પિરોટન. પિરોટન ટાપુ પિરોથનના નામથી પણ ઓળખતો
હતો. કચ્છના અખાતમાં અરબી સમુદ્ર્માં આવેલા ૪૨ ટાપુઓના સમુહમાંનો એક ટાપુ એટલે પિરોટન.
પરવાળાઓને જતનથી સાચવતો ટાપુ એટલે પિરોટન. આ જ્ગ્યા એટલે એવી જ્ગ્યા કે જ્યાં દરિયાઇ
જીવસૃષ્ટિ અને દરિયાઇ વનસૃષ્ટિને તમે સ્કુબા ડાઇવિંગ કર્યા વગર 2 થી 3 ફુટના પણીમાં
માણી શકો. વિશ્વમાં GREAT BARRIER REEF
– AUSTRELIA પછી બીજા નંબર પર આટલા પ્રમાણમાં
દરિયાઇ જીવસૃષ્ટિ અને દરિયાઇ વનસૃષ્ટિ ધરાવનાર જ્ગ્યા એટલે પિરોટન.
પિરોટન નામ પિર જો થાન “PIR JO THAN” પરથી અપભ્રંશ થઇને
આવ્યું છે. જેનો અર્થ એક પિરના નામ પરથી લેવામાં આવ્યો છે. એમનું નામ KHWAJA KHIZER RAHMATULLAHIALAIH ”ખ્વાજા ખિજેર
રહમ્તુલ્લાહઇલ્લાહ ” થાય છે. બસ એ જ અહિં આવીને વસ્યા
અને પછી એમના એક ઓલીયા ફકિર વસે છે. બાકી આ ટાપુ પર ફોરેસ્ટ ગાર્ડ સિવાય કોઇની અવર
જવર જોવા ન મળે. LONLINESS માંથી SOLITUTED
તરફ જવા માટેનું આ બેસ્ટ સ્થળ કહી શકાય.
૧૮૬૭ માં સૌ પ્રથમ આ ટાપુના ઉતર ભાગમાં એક ફ્લેગ પોલ લગાવવામાં
આવ્યો. ત્યાર બાદ 1898 માં આ ફ્લેગપોલને દુર કરીને 21 મી ની દિવાદંડીબનાવવામાં આવી.
જે 1955 -57 માં 24મી ની કરી દેવામાં આવી. 1997 માં આ દિવાદાંડી ડિઝલને બદલે સોલરથી
ચાલતી કરી દેવામાં આવી. 3 ચો. કિ.મી. માં પથરાયેલા આ ટાપુને 1982 માં MARINE NATIONAL PARK નો
દરરજો આપી દેવામાં આવ્યો. કચ્છના અખાતમાં 162.89 sq. k.m. વિસ્તારને MARINE
NATIONAL PARK અને 457.92 sq. k.m. વિસ્તારને MARINE
SANCTURY તરીકેનો દરરજો આપી દેવામાં આવ્યો.
Octopus, jelly fish, colorful corals, exotic marine, flowering plants,
puffer fish, sea horse, huge green sea turtles, lobsters, dolphins એ આ પિરોટન અભ્યારણ્યની વિશેષ્તાઓ છે. જો તમારા નસીબ હોય તો તમને dugong
seal પણ જોવા મળી શકે છે.
30 ડિગ્રી N 30 ડિગ્રી S માં આ વિશ્વમાં
પરવાળાના સમુહો પથરાયેલા છે. તેમાં કેલ્શિયમ પુષ્ક્ળ પ્રમાણમં હોય છે. દરિયાઇ વિસ્તારનાં
0.17 % વિસ્તારમાં આવા પરવાળા પથરાયેલા છે. હિંદ મહાસાગર દુનિયાના 24% ભાગ કવર કરે
છે. જેમાં કચ્છનો આખાત, લકક્ષદિપ, અંદમા, પલ્કની ખાડી અને મનાર નો અખાત નો સમાવેશ થાય છે. કચ્છના અખાત માં આવેલા 42
ટપુમાંથી 34 માં પરવાળાઓ નો અને અન્ય દરિયાઇસૃષ્ટિનો જથ્થો જોવામળે છે.
બસ હવે તો રાત પડવાની રાહ જોવું છું મારે જવાની તૈયારી કરવાની
છે. વધારે થોડું અનુભવ પછી કાલે.......
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો