આજે હું અને Aris ના બીજા Distributors ચોક્ક્સ ગર્વથી કહી શકીએ કે, હેમંતભાઇ, ચંદ્રકાંતભાઇ કે પછી Aris ના સ્થાપકો પોતાના મોબાઇલની Ringtone માં જે Aris ની Advertise set કરીને ગર્વથી ફરે છે તે 100% શબ્દ સઃ સાચા છે. આજે પહેલા એ જ Advertise ના શબ્દો લખીને મારી Bangkok અને Pattaya ની મુલાકાત વર્ણવી છે. કારણ કે સાત દિવસની મુલાકાતમાં એક પણ દિવસ એવો નહી હોય કે પટેલ બ્રાન્ડની આ Ringtone મને યાદ આવી ન હોય. તો બીજી બાજુ My Link તરફથી આવેલ હસમુખભાઇ પણ કેટલી વખત અમારી સામે બોલ્યા હશે કે કંપનીવાળા ખરેખર દિલથી ફેરવે છે. તો બસ પહેલા એક સરસ Tribute to Aris.
“ARIS,
USE ARIS AND FEEL THE DIFFERENCE.
WE LOVE OUR PRODUCT.
WE LOVE PEOPLE OF INDIA .
ARIS IS A FAMILY.”
લગભગ 2:30 ની આસપાસ જયેશભાઇ કિશોરમામા અને હું દર્પણભાઇને ત્યાં પહોંચી ગયા. થોડીવાર પછી કમલેશભાઇ અને તેના પપ્પા પણ આવી પહોંચ્યા અને પછી શરૂ થઇ ગયો અમારો પ્રવાસ. અમદાવાદ સુધી વાતો કરતા કરતા પહોંચ્યા અને ખરેખર મજા આવી ગઇ. હજુ તો અમદાવાદ પહોંચ્યા ત્યાં તો કિશોરમામા પર ફોન આવી ગયો કે ચંદ્રકાંતભાઇ માટે લવલી લાવવાની છે. થોડુ ફર્યા બાદ અમે લવલી મેળવવામાં અમે સફળ રહ્યા. લવલી તો મેળવવી જ પડે કારણકે ચંદ્રકાંતભાઇને જોઇતી હતી. એરપોર્ટ પર અંદર એન્ટ્રી લેવામાં અમારું વડોદરા ગ્રુપ છેલ્લુ હતું.
પ્લેનમાં ગોઠવાયા પ્લેન ટેક ઓફ થયું અને એક કલાક પછી અમે મુંબઇમાં લેન્ડ થયા. એકઝેટ 9 વાગ્યે અમે મુંબઇ પહોંચ્યા અને સરળતાથી ચેક ઇન થયા. થોડા સમય બાદ ફરીથી નવી ફ્લાઇટમાં બેઠા અને વિદેશની ધરતી પર જવા માટે ટેક ઓફ થયા. સવારે 7: 45 થઇ હતી અને અમે બેંગકોક પર લેન્ડ થવાની તૈયારીમાં હતા એવું એનાઉન્સમેન્ટ થયું. મારી ઘડિયાળમાં મેં એક નવા ટાઇમઝોન પ્રમાણે નવો ટાઇમ સૅટ કર્યો. બેંગકોકના એરપોર્ટની વિશાળતાએ મને આશ્ચર્યમાં નાખી દીધો. એરાઇવલ વિઝાની પ્રોસેસ સરળતાથી પતાવીને અમે સૌ આગળ વધ્યા અને થોડીવારમાં અમારો ગાઇડ Mr. Pond ત્યાં આવી પહોંચ્યો. અમારી બસ તૈયાર જ હતી.આજ સુધી અનેક ફોરેઇનરોને સરસ બસમાં ફરતા જોયા હતા. આજે હું એક ફોરેઇનર તરીકે સરસ બસમાં બેસીને ફરી રહ્યો હતો અને એક અલહાદક આનંદની અનુભુતી કરી રહ્યો હતો. બસમાં ઘણાબધા સરસ ઉંધ લઇ રહ્યા હતા. કારણકે બેંગકોક અને પતાયા વચ્ચેનો રૂટ લગભગ 2 કલાકનો હતો. પરંતુ હું આ દેશની વિવિધતાના આ દેશની આપણા દેશ સાથેની તુલનામાં પડ્યો હતો. સૌ પ્રથમ તો આ દેશના રસ્તાઓ જ ખરેખર દાદ માંગી લે તેવા છે. કયાંક ક્યાંક થોડા છુટા છવાયા મકાનો હતા એ જ બાકી તો અમે સીધા જ બાયપાસ પરથી નીકળ્યા હતા એટલે બીજી તો કોઇ વાત થઇ શકે એમ જ ન હતી. બે કલાક પછી અમે સીધા જ પતાયા સીટીમાં આવી પહોંચ્યા પતાયા સીટીના ઇનર રસ્તાઓ પણ ખૂબ જ સરસ હતા. સીધા જ મુંબઇ મેજીક રેસ્ટોરન્ટ પર અને અમે સૌ જમવા લાગ્યા. આમ જોવા જઇએ તો એક પણ દિવસ જમવામાં મજા નથી આવી એવું બન્યું નથી. ત્યાંથી બધાએ ડૉલરને બાથમાં કન્વર્ટ કરાવ્યા અને સીધા જ હોટલ પર જવા નીકળ્યા. હોટલ હોલીડૅ ઇન અમારી હોટલ હતી. અને ત્યાંની ખૂબસૂરતીએ ખરેખર મન મોહી લીધુ. અમીત મારો રૂમ પાર્ટનર હતો. રૂમ પણ દાદ માંગી લે તેવો હતો. પહેલા અમીત ફ્રેસ થવા પડયો અને પછી થોડો આરામ કરીને હું પણ ફ્રેશ થઇ ગયો. બધા હજુ આરામમાં હતા ત્યાં હું અને અમીત પતાયાની ગલીઓમાં નીકળી પડ્યા. આમ તો અમે તેનું નવું સીમ કાર્ડ લેવા માટે નીકળ્યા હતા. એક બે વ્યક્તિઓને પુછી જોયું હોટલના પાછળના મેઇન રોડ પર મળશે તેવું કહ્યું. પરંતુ એક મોટી ઉમરનાં ફોરેઇનરને પુછી જોયુ અને અમને નામ આપી દીધુ 7 eleven. બસ પછી તો તેને શોધતા વાર કેવી. 7 eleven માંથી True Move નું કાર્ડ ખરીદ્યું. અત્યારે તો હું 7 eleven નામ પર ફિદા હતો. પાછળથી ખબર પડી કે સમગ્ર થાઇલેન્ડમાં આ બ્રાંડ પથરાયેલી છે. ત્યાંથી બહાર નીકળ્યા અને મને એક સ્પોર્ટસ સેંટર દેખાઇ ગયુ. અને પાછુ તેમાં બોલીંગ ગૅમ હતી. પુરૂ સીધો જ કાઉંટર પર બોલિંગ રમી લીધી. 100 બાથ આપીને ગેમ પુરી કરી લીધી. સ્કોર 110. ત્યાંથી પાછા અમારી હોટલ તરફ આવવા નીકળ્યા. સામે જ દરિયા પર જેટસ કિ ચાલી રહી હતી. બે ત્રણ ફોરેઇનરો તો એવી રીતે ચલાવતા હતા કે જાણે કોઇ વિડિયો ગૅમ રમતા હોય. 200 બાથ આપીને તીથલવાળી કરી લીધી. દરીયામાં જેટસ કી સીધી જ રમરમાવી. મજા આવી ગઇ. પાછા હોટલ પર આવ્યા. થોડીવાર નીચે વાતો કરી અને પછી સીધા જ બસમાં ગોઠવાઇ ગયા અને પહોંચી ગયા Alcazar Show જોવા માટે. ખરેખર Show જોવાની મજા આવી ગઇ. ત્યાંથી અમે સીધા જ પહોંચી ગયા અમારી રેસ્ટોરંટ પર. જમવાનું પતાવીને સૌ પોતપોતાના રસ્તે ચાલતા થયા. હું સીઘો જ બીચ પર ગયો મોડી રાત સુધી બીચ પર એકલતાને માણી.
બીજા દિવસની સવાર ખરેખર ખુશનુમાન હતી. ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો હતો. ફ્રેશ થઇને બ્રેકફાસ્ટ કરવા ગયા તો ખરેખર બ્રેકફાસ્ટમાં તો એટલી વાનગી કે શું ખાવું અને શું ન ખાવું તે જ વિચાર કરવો જ પડે. હોય જ ને ભાઇ આ 5 સ્ટાર હોટલનો બ્રેકફાસ્ટ હતો. બ્રેકફાસ્ટમાં તો બધા જ દિવસ જલસા પડી ગયા હતા. આજે ખરેખર અમારે Coral Iceland જવાનું હતું. પરંતુ આવા વરસાદી વાતાવરણમાં ત્યાં જવું હિતાવહ ન હતું. અમારો રૂટ Noong Nooncha village તરફનો બની ગયો. ખરેખર ખૂબ જ સરસ બોટોનિકલ ગાર્ડન બનાવ્યો છે. ખૂબસૂરતી મનમોહી લે તેવી છે. તો ત્યાં Elephant Show પણ જોયો. પરંતુ મનમાં તો એક ડંખ સતત ખટક્યા કર્યો કે આ બઘા હાથીને training આપવામાં આવે છે ત્યારે તેમના નાનકડા બાળને દિવસો સુધી દૂર રાખવામાં આવતા હોય છે. અનેક પ્રકારની યાતનાઓમાંથી પસાર થવું પડતું હોય છે. આ બાબત હું જાણતો હોવા છતાં કોઇને કહી શક્યો નહી એનો વસવસો આજે પણ છે. Really, Extremely sorry to Animal Cruelty Board. પરંતુ બીજી વખત આવી ભૂલ નહી જ કરું એવું થયા કરે છે. ત્યાંથી અમે World Stone Museum ગયા. Stone ની એક ડોક્યુમેન્ટરી પણ જોઇ. અને પછી સીધા જ અમે રેસ્ટોરંટ પર જમવા માટે પહોંચી ગયા. ત્યાંથી પાછા ઘણા આરામ કરવા બેઠા પરંતુ મારે તો Replay’s Gallery જોવા જવું હતું અને કેટલાકની સાથે નીકળી પડયા. Replay’s Gallery માં એટલું તો ફર્યા કે સમય ખૂટી પડ્યો. Replay’s Gallery માં Museum સેક્સનમાં મને તો ખરેખર સમય ઓછો પડ્યો. એક એક અજાયબી ખરેખર Unbelievable. Dinner પતાવીને પાછા બધા પોતપોતાની રીતે પતાયાની ગલીઓમાં જવા લાગ્યા. હું તો કિશોરમામાના કેમેરાની બેટ્રી શોધવા નીકળી પડયો હતો. પણ ક્યાંય મેળ પડ્યો નહી. સીધો જ ગઇકાલની જેમ જ બીચ પર ચાલવા લાગ્યો.અમારી બસને મેં વોકિંગ સ્ટ્રીટ તરફ જતી જોઇ પણ ખરી. એ મોડી રાત્રે પાછો આવ્યો સૂઇ ગયો. રાત્રે લગભગ 1:30 થઇ હશે અને વરસાદ શરૂ થયો. હોટલ નજીક જ હતી. તરત જ પહોંચી ગયો. સવારે બધા બ્રેકફાસ્ટમાં ભેગા થયા અને મામાએ કહ્યુ હું તમારી રાહ જોતો હતો. બસને walking street તરફ જતી મેં જોઇ હતી. એક સમયે બસને બુમ પાડીને ઉભી રાખવાનું મન થઇ ગયું. પરંતુ AC Coach અમારા જેવા ફોરેઇનરોની બસ મારી બુમ ક્યાંથી સંભળાય. કંઇ વાંધો નહી. ડિસ્કો થેકની જગ્યાએ મેં દરીયા સાથે એકલતાને માણ્યા કરી. ખરેખર મજા આવી. પરંતુ એક અફસોસ રહ્યો કે મામાને જવા ન મળ્યું. મારી રાહ જોઇને હોટલ પર જ રહ્યા. મોબાઇલ ન હતો એ ખટક્યુ. પણ વાંધો ન હતો. એ જ વોકિંગ સ્ટ્રીટની એ જ મજા અમારા નસીબમાં આજે રાત્રે લખેલી જ હતી.
ત્રીજા દિવસની સવાર ખરેખર સરસ હતી. અને અમારો કોરલ આઇલેન્ડ જવાનો માર્ગ કલિયર હતો. Speed Boat માં બેસી ગયા અને અમારી આજની સફર શરૂ થઇ ગઇ હતી. પહેલો જ પડાવ આવ્યો પેરેસુટ ગ્લાઇડિંગ. નો ડિપ કહ્યું પણ છતાં બે ડિપ તો ખાઇ જ લીધી. ઉપરથી દરિયો જોવો અને દૂર પતાયા સીટી જોવું એ ખરેખર એક અલહાદક લાહવો જ છે. જીવનમાં પહેલી વખત પેરેસુટ ગ્લાઇડિંગ કર્યુ. ખરેખર એક યાદગાર અનુભવ રહ્યો. ત્યાંથી અમે ગયા સ્કુબા ડાઇવિંગ સેન્ટર પર પરંતુ કોઇએ ત્યાં ડાઇવિંગ કર્યુ નહી. અમે સીધા જ કોરલ આઇલેન્ડ પર ગયા. ત્યાં ઘણા દરિયામાં ન્હાવા પડ્યા તો મારા જેવા કેટલાક આરામદાયક ચૅરમાં આરામ કરવા બેઠા. જામફળ ખાધા ખરેખર મજા આવી ગઇ. દરીયામાં ન્હાવા પડેલા થોડાક મસ્તીમાં ને મસ્તીમાં છોલાઇને પાછા આવ્યા. આફટર ઓલ બધાએ પોતપોતાની રીતે enjoy કર્યુ. એકાદ કલાકનો સમય વિતાવ્યો હશે અને અમે પાછા ફરવા માટે ફરીથી સ્પીડબોટમાં બેસી ગયા. હોલિડે ઇન પર રિટર્ન થયા. નજીકની રેસ્ટોરાંમાં જ્મ્યા. હજુ તો બધા જમતા હતા મેં ઝડપથી મારું જમવાનું પતાવ્યુ કિશોરમામાનો મોબાઇલ લીધો અને નીકળી પડ્યો Sanctuary of Truth ની વિઝીટમાં મામાને કહીને ગયો હતો કે હું 3 વાગ્યે આવી જઇશ. તમારી સાથે પતાયા ટાવર જોવા આવીશ જ. રસ્તા પરથી પહેલી જ ટુક ટુક હાયર કરી લીધી. અને સીધો જ પહોંચી ગયો હું Sanctuary of Truth પર. ખૂબ જ ઓછા Visitors ની હાજરી જ બયાન કરતી હતી કે આ મારા જેવા ઇતિહાસના શોખીન માણસોની જ જ્ગ્યા હતી. ખરેખર Sanctuary of Truth ના carving વિશે શું બોલવું એ જ સમજાતું ન હતું. માત્ર તેની ખૂબસૂરતીને જ માણતો રહ્યો. સમય તેનું કામ કરતો હતો અને મને સમય ખરેખર ઓછો લાગતો હતો. 3 વાગ્યા હતા. ટુક ટુક કરીને સીધો જ હોટલ પર પહોંચી ગયો. 3 વખત જયેશભાઇના ફોન આવી ગયા. બધા મારી રાહ જોઇને બેઠા હતા. બસ તૈયાર જ હતી. હું બેઠો અને બસ ઉપડી સીધી જ પતાયા ટાવરની વિઝીટ પર. લિફટમાં ઉપર ચડ્યા અને પતાયા સીટીનો વ્યુ જોયો પછી Standing lift માં નીચે આવ્યા. આ પણ એક લાહવો હતો. આ અમારો પતાયાનો છેલ્લો સાઇટસીન હતો. જમીને બધા પોતપોતાની રીતે જવા લાગ્યા. અમે થોડા ટોની બાર પર ગયા. ખરેખર પિકચરોમાં જોવા મળે એવો જ ડિક્ટો ટુ ડિક્ટો ડિસ્કોથેક્ જોઇને આવાક જ થઇ ગયો. માત્ર મારા અને જયેશભાઇ સિવાય બધા જ ડાન્સના મુડમાં આવી ગયા. અડધો પોણો કલાક પછી હું અને જયેશભાઇ પાછા નીકળી પડયા. રાત્રે 2 વાગ્યાની આસપાસ મારો રૂમ પાર્ટનર અમીત પાછો આવ્યો મારી ઉંઘ બગડી. અમીત પાછો આવ્યો પણ ફાવ્યો નહી. આ સમય દરમ્યાન નીચે ફોયરમાં બધાએ ભરપુર નાસ્તો કર્યો. રાતના 2:30 થયા હશે એમ કલ્પના કરવી જ મુશ્કેલ હતી. બધા એવા મુડમાં હતા કે એક મહેફીલ જામી ગઇ હતી. અમારામાંના સૌથી નાના અમીતની બધાએ ભરપુર ઉડાવી.. ખુબ હસ્યા. જીગ્નેશને પણ થોડો ડિસ્ટર્બ કર્યો. અને બીજી બાજુ ભરપુર વરસાદ વરસી પડ્યો. અને પછી થાકીને અમે સૌ અમારા રૂમમાં ગયા. વહેલી સવારે બ્રેકફાસ્ટ પતાવીને ચેકઆઉટ કરીને અમે સૌ નીકળી પડ્યા પતાયાને મનોમન હું કહી રહ્યો હતો કે મારા જીવનના ખુબ જ સરસ સીટીમાંનું તું એક છો. જો જીદંગીએ ચાન્સ આપ્યો તો નવા મીત્રો સાથે ચોક્ક્સ હું આવીશ. ચંદ્રકાન્ત બક્ષીના શબ્દોમાં કહું તો પતાયાને હું એક સીટી કરતા એક ટાઉન કહેવાનું ઉચીત કહીશ. પતાયાની પોતાની એક અલગ નઝાકત છે. એક આગવી રોનક છે જે એક આગવી સીમ્પલીસીટી છે જે ચોક્ક્સ એને બીજા કરતા જુદી પાડે છે. પતાયાનો શાંત દરિયો એની ખૂબસુરતીમાં વધારો કરે છે. સતત 6 કલાકની મુસાફરી પછી અમે પહોંચ્યા ટાઇગર ટેમ્પલ. અહીં બૌધ્ધ સાધુએ વાધને પોતાના વસમાં કરી રાખ્યા છે. એમ ચોક્ક્સ કહેવું હોય તો કહી શકાય. અમે સૌ એક પછી એક વાઘને પકડીને ચાલતા ગયા અને ફોટા ખેંચાતા ગયા. ટાઇગર સાથે રમતા ટુરીસ્ટોને પણ જોયા. અમારી આ મુલાકાતમાં બધાનો થોડો થાક મોઢા પર દેખાઇ આવતો હતો. ટેમ્પલમાં અમે સૌ થોડીવાર પ્રાથના કરવા બેઠા. અમુકને મેં ખૂબ જ સરસ રીતે જોયા ત્યારે મારા psychological mindમાં થોડા પ્રશ્નો અને તેના જવાબોનો મારો ચાલી ગયો. નીચેના ભાગમાં મોટા મોટા લાકડા પડેલા જોઇને મુકેશભાઇ તરત જ બોલી ઉઠયા કે હવે આ અપ્રાપ્ય ગણાય એવી વસ્તુ છે. કેમેરામાં એના ફોટા કલીક કરી લીધા. હોય જ ને ભાઇ આ એમનો વિષય છે રોજ સવારથી લઇને સાંજ સુધી સતત લાકડા સાથે જ જીંદગી વિતાવે છે. આમતેમ ફરીને અમે સૌ પાછા બસમાં ગોઠવાયા. અને અમારી બસ ઉપડી કંચનબુરી. આ પણ એક હિસ્ટોરીકલ પ્લેસ હતું. બીજા વિશ્વયુધ્ધ સમયે અમેરીકાએ બર્મા અને થાઇલેન્ડને જોડતો એક માત્ર રેલ્વે પુલ તોડી નાખ્યો હતો.અને 1943માં જાપાનના સહયોગથી કવાઇ નદી પર માત્ર એક વર્ષના ટુંકા ગાળામાં પુલ ફરીથી તૈયાર કરી દેવાયો. જે એક ખરેખર અજાયબી જેવી જ વાત છે. હજારો માણસો બહારથી પણ લાવવામાં આવ્યા હતા અને દિવસ રાત એક કરીને પુલ તૈયાર કરાયો હતો. જે પોતે એક મોટી હિસ્ટ્રી જ છે. અને તેના પર એક અંગ્રેજી પિકચર The Bridge on River Kwai. બન્યુ છે. અમે સૌ ત્યાં પણ નસીબદાર રહ્યા. અમે ઉભા ઉભા પુલ પર ફોટા પાડી રહ્યા હતા ત્યાં વ્હિસલ સંભળાઇ અને ટ્રેન આવી પણ ખરી. અમે પુલ પર સાઇડમાં ઉભા રહ્યા અને ટ્રેનને પસાર થતી જોઇ. By the way we all are too much lucky.આ જ સમય દરમ્યાન મેં નીચે બોટ ફરતી જોઇ. અને મારી નઝર પડી ફલોટીંગ માર્કેટ પર. એક સમયે મને નીચે જઇને આ માર્કેટ માણી આવવાનું મન થઇ ગયું. પરંતુ નાનુ અમસ્તુ આ માર્કેટ બેંગકોકના માર્કેટ સામે શું વિસાતમાં. મન વળાવી લીધું. એમ પણ બધા થાકેલા હતા અને હવે બેંગકોક પહોચવાની ઉતાવળ હતી. રસ્તામાં એક પેટ્રોલપંપ પર ફ્રેસ થવા માટે ઉભા રહ્યા ખરેખર પેટ્રોલ પંપની વિશાળતા અને વેલ પ્લાન સોપ જોઇને મન ખુશ થઇ ગયું. અને મનમાં વિચાર આવી ગયો કે ભારતમાં આવું ક્યારે શક્ય બનશે. ફ્રેશ થઇને સૌ પાછા બસમાં ગોઠવાઇ ગયા. અને પછી બસ ઉપડી બેંગકોક. રવિવારનો દિવસ હતો. ભરપુર ભીડવાળી જગ્યાઓમાંથી મેઇન બઝારમાંથી ચાલતા ચાલતા અમે પહોંચ્યા સીધા જ અમારી હોટલ બેંગકોક સ્યુટ પર. થોડીવારમાં અમે સૌ પોતપોતાના રૂમમાં પહોંચી ગયા. રાતનું જમવાનું પતાવ્યુ અને પછી રૂમ પર પાછા ચાલ્યા. 38 મા માળ પર મારી રૂમ હતી. બારીના પડદા હટાવીને મેં અને અમીતે એક અલગ જ નઝારો જોઇ લીધો. મન ખરેખર ખૂશ થઇ ગયું. આવતી કાલે સવારે સોપીંગનો દિવસ હતો. અને મને એમાં થોડો પણ રસ હતો નહી. અને હું અયુથાયા જવા માટે આવા જ એક સમયની રાહ જોતો હતો. થાકેલા હતા સૌ આરામમાં પડી ગયા. હું નીચે હોટલના Reception કાઉન્ટર પાસે આવ્યો અને ઇંકવાઇરી કરી કે સવારે અયુથાયા જવું હોય તો ટેક્સીના કેટલા ચુકવવા પડે. મને જવાબ મળ્યો 2500 બાથ. અને પછી નીચે મેઇન રોડ પર જઇને એક ટેક્સીવાળાને પુછી જોયુ તો કહ્યુ 1500 બાથ. હું પાછો રૂમ પર આવ્યો અને સરસ મજાની નિંદ્રા માણવા માટે આગળના જ રૂમમાં સોફા પર જ લંબાવી દીધુ. સવારે 5 નું alarm મુક્યુ પરંતુ થાકે સવારે 8 વાગ્યે ઉઘ ઉડી. સવારે બ્રેકફાસ્ટમાં મને મળનાર બધાએ પુછી જોયુ કે અયુથાયા ન ગયા. જવું છું હવે જવું છું. મોડું ઉઠાયું એટલે મોડુ થઇ ગયું. બ્રેકફાસ્ટ પતાવીને સીધો જ નીચે ગયો અને એક ટેક્સી હયર કરી લીધી. રેટ તો મને ખબર જ હતા. 2000 બાથ કહ્યા. અને મેં 1500 બાથમાં નક્કી કરી. લગભગ 1030ની આસપાસ હું અયુથાયા પહોંચ્યો અને પછી સીધી જ સાઇટની વિઝીટ શરૂ કરી લીધી. ત્યાંની સરસ સંસ્કૃતિથી વાકેફ થયો ઇતિહાસ પણ જાણ્યો અને પાછુ એમાં આપણી સંસ્કૃતિનો વણાટ ડગલે ને પગલે છે એ વાતે ગર્વ પણ થયો. સરસ પેગોડા ઝાડના થડમાં સમાયેલ બુધ્ધ અને વિહાર જે ખૂબ જ ખંડેર હાલતમાં હતા તે અને બીજુ ઘણુ બધુ જોઇ લીધુ. ત્યાંથી બીજી સાઇટ પર ગયો અને ત્યાં મેં આવી જ ભવ્યતાને નીહાળી અને મનમન થયુ કે 1500 બાથ આવવાના ખરેખર વસુલ થયા છે. ત્યાં મેં 35 ફૂટ ઉંચી બુધ્ધની પ્રતિમા જોઇ. દર્શન કર્યા અને પછી પ્રદક્ષિણા કરી. જ્યારે પાછો આવ્યો ત્યારે એક કપલને બુધ્ધ ભગવાનના હાથમાંથી આવતો એક દોરો લઇને પ્રેયર કરતા જોયા. અને પછી મેં પુછી જોયુ તો કહ્યુ કે wish આવી રીતે મંગાય. અને હું પણ કરી શકુ એવું પુછી જોયુ અને મેં ફાન માં પડેલો દોરો હાથમાં લીધો અને પ્રાથના કરી. આ પણ અલગ જ અનુભુતી હતી. હા મને ખબર હતી કે જેમાં દોરો મુકેલો છે એ પવિત્ર પાત્રને ફાન કહેવાય છે એ જાણીને એ થાઇ કપલને થોડી નવાઇ જરૂર લાગી. પરંતુ માત્ર આ જ સમયે નહી બધે જ મને મારી ઇંટરનેટ પરથી લીધેલી માહીતી ઉપયોગી સાબીત થતી લાગી હતી.
બસ અહીયાથી હું હવે પાછો ફરી રહ્યો હતો. ખબર નહી પરંતુ મને માથુ સતત દુખી રહ્યુ હતું. લગભગ 2 વાગ્યે હું પાછો હોટલ પર આવી ગયો અને સીધો જ સૂઇ ગયો. એકાદ કલાક આરામ કર્યો હશે ત્યાં જયેશભાઇનો ફોન આવી ગયો ક્યાં છો. ઉપર રૂમમાં સૂતો છું. જયેશભાઇએ કહ્યુ નીચે આવી જાવ સીટી વિઝીટમાં જવાનું છે. સીટી વિઝીટમાં પણ અમે ખૂબ જ ઓછા હતા. સુતેલા બુધ્ધાની મુર્તી વાળુ મંદિર જોયું. ત્યાં પાત્રમાં સિક્કા નાખ્યા અને મારા ભાગમાં સિક્કા વધ્યા પણ ખરા. ત્યાં જ પરીસરમાં બીજા મંદિરો પણ જોયા. એક મંદિરમાં પ્રાથના થતી પણ સાંભળી. ડેમોક્રેસી મોનુમેંટ પણ જોયુ. અને પછી અમે પહોંચ્યા ક્રુઝ ડિનર પર. ત્યાં પણ અમે ઘણા વહેલા હતા. ત્યાં સોપિંગ મોલમાં ઘણુ ફર્યા અને Extra Higher Class Public ના ઘરમાં શોભે તેવી કિંમતી ઘણી વસ્તુઓ જોઇ. ચંદ્રકાન્તભાઇ અને તેમના ભાઇ તથા ચેતનભાઇ સાથે થોડી વાતો કરતા કરતા સમય વિતાવ્યો મઝા આવી. ક્રુઝમાં જતા પહેલા ત્યાંના ટ્રેડિસનલ ડ્રેસમાં તૈયાર થયેલ છોકરી સાથે ફોટો પડાવ્યો અને પછી ક્રુઝમાં દાખલ થયા ઉપરના ભાગમાં અમારું ટેબલ હતું. ડેક પર ફટફટ ફોટો એડિટ કરતા માણસને જોયો. અને પેટભરીને ખૂબ જ સરસ ખાવાનું ખાધુ. એક બાજુ એક થાઇ છોકરી સરસ હિન્દી ગીતો ગાઇ રહી હતી. બધાએ હિન્દી ગીતો પર ખુબ જ ડાન્સ કર્યો. આ સમયગાળા દરમ્યાન અમારો પાડેલો ફોટો લઇને એ જ ટ્રેડીસનલ ડ્રેસમાં તૈયાર થયેલી છોકરી આવી ગઇ. અને 200 બાથ લઇને ફોટો આપી ગઇ. પેરેસુટ ગલાઇડિંગ વખતે પણ અમારા ફોટા કયારે કલિક થયા અને ક્યારે પ્રીન્ટ થયા એની કંઇ જ ખબર પડ્યા વગર સીધા સામે જ આવી જાય. ખરેખર માર્કેટિંગ શબ્દને થાઇ લોકોએ ખરેખર ખુબ જ સરસ રીતે પચાવ્યો છે. રાતે લગભગ 11 વાગ્યે અમે હોટલ પર પાછા આવ્યા. બઝાર હજુ થોડું ખુલ્લુ હતું. કંજ તૃષા ઓમ કાનો અને હર્ષ મને યાદ આવ્યા કશુ નહી તો આ છોકરાઓ માટે તો મારે ટીસર્ટૅ લેવા જ જોઇએ. અને થોડી ખરીદી કરી લીધી. રાત્રે મનોજભાઇના રૂમ પર ભેગા થઇને થોડી સાહિત્યીક વાતો કરી. મઝા આવી. સવારે બ્રેકફાસ્ટ પતાવીને અમે સૌએ ચેકઆઉટ કર્યું. બીજા બધા હજુ તૈયારી કરતા હતા ત્યાં બ્રેકફાસ્ટ રૂમમાંથી બેંગકોકના ફોટા લીધા. નીચે આંટો મારવા ગયો. અને મને હિરલ અને રાજશ્રી માટે પર્સ લેવાનું મન થઇ ગયું. અને મેં પર્સ લીધા. ત્યાં મારી નજર એક બૌધ્ધ સાધુ પર પડી અને તેને ભીક્ષા લેતા અને પછી આશીર્વાદ આપતા જોયા. ખુબ જ સરસ ક્ષણ હતી. કેમેરો પાસે ન હતો તેનો અફસોસ હતો. બધા ફરીથી પોતપોતાનો સામાન લઇને બસમાં ગોઠવાઇ ગયા. અને અમે ઉપડ્યા સફારી પાર્કની સફરે. બસ બધા જ પોતપોતાની રીતે જલસા કરતા હતા. અને પાર્ક ક્યારે આવી ગયો તેની ખબર પણ ન પડી. સફારી પાર્કમાં લંચ કર્યુ. અને પછી ફર્યા. બહાર નીકળીને Big C સૉપમાં ગયા.ત્યાંથી મેં રેડબુલ લીધુ અને પછી થોડી ચોકલેટ લીધી. અને હવે અમે હતા Airport ના રસ્તા પર. પતાયામાં બોટલ આર્ટૅ મ્યુઝિયમ અને બેંગકોકમાં ફ્લોટીંગ માર્કેટ ન જોવા જવાયુ તેનો અફસોસ સતત રહ્યા કરશે. દુનિયાનું સૌથી લાંબુ નામ ધરાવતા પાટનગરના ઍરપોર્ટ પર ઉભા હતા. હા દુનિયાનું સૌથી લાંબુ નામ ધરાવતુ પાટનગર એટલે બેંગકોક. અને બેંગકોક એટલે KRUNG THEP MA HA NA KHON, AR MON RATANA KOSIN, MAHIN TARA AYUTTAYA MAHA DI LOG, POB NOB PARAT RAT CHATA NI, BURI ROM UDOM RATCHA NIVET, MAHA SA THAN, ARMON PIMAN, ARWATAN SATID, SUK KA KAT TI YA WIT SANU KUM PRASIT. YES THIS MEAN BENGKOK મેં જીગ્નેશભાઇને અને બીજા સાથે વાતો કરતો હતો ત્યારે તેમને કહ્યુ હતુ પણ ખરુ કે નોર્થમાં એક એવી જગ્યા છે જે પ્રોવીંન્સમાં ટુક ટુકની જગ્યાએ માત્ર બગીમાં જ સફરો કરવાની. આવું તો ઘણુ બાકી છે. મને સતત લાગ્યા કરે છે કે થાઇલેન્ડ અમને પાછુ બોલાવે છે. ખરેખર સફર અઘુરી હોય એવું જ સતત લાગ્યા કર્યુ અને પાછો સમય તો મને ખુબ જ ઓછો લાગ્યો. એક ફોરેઇનર તરીકે સરસ રીતે એક અઠવાડિયુ પસાર કર્યુ. ઘણુ શીખ્યો. ઘણા મીત્રો બન્યા. અને ન કલ્પી શકાય એટલુ જીવનમાં પામ્યા. માતાજીના પરમ ભક્તો એવા અમે સૌ હેમખેમ આખી જર્ની પતાવીને પાછા ગુજરાતની ધરતી પર પહોંચ્યા. હું બધાને ફરી મળીશુ એવું કહીને છુટ્ટો પડી રહ્યો હતો અને છેલ્લા જયારે મેં ચંદ્રકાન્તભાઇ સાથે હાથ મીલાવ્યો ત્યારે મારા મનમાં એમના જ દ્વારા હસમુખભાઇ સાથે વાતચીત દરમ્યાન ક્રુઝ પર બોલાયેલા શબ્દો આવી જતા હતા કે તમારે અમને આવી થોડી વાતો કરતા રહેવુ કે જેથી અમને વધારે કંઇ લાગે નહી. ખરેખર મિત્રો માણસ ઘણુ બધુ ગુમાવીને પણ એવો જ રહી શકે એવું જો મેં મારા જીવનમાં અનુભવ્યુ હોય તો એ સ્થાનમાં મારે ચોક્ક્સ ચંદ્રકાન્તભાઇને જ રાખવા પડશે. એમના સ્થાને હું હોત તો મારી સ્થિતીની કલ્પના કરવી મુશ્કેલ છે. પણ હવે હું પણ કંઇક શીખ્યો છું. There must be change in my life. અંતે એટલુ તો ચોક્ક્સ કહીશ કે Aris ની એકપણ ફોરેઇન ટ્રીપ કેન્સલ નહી થાય. Ok bye વધારે કંઇક હવે નવી ટ્રીપ પર અત્યારે તો એકાંત પરના મારા પ્રવચનની તૈયારી કરવાની છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો