નરેન્દ્ર ખાચર એટલે જીવનમાં મળેલ પારદર્શક મિત્રોમાંના એક મિત્ર. નેહા ખાચર
એમની મોટી દિકરી. એ નાની હતી ત્યારથી એને મોટી થતાં જોઇ છે એ પોતાના એક અલગ જ instinct સાથે જ મોટી થઇ અને આજે
જ્યારે એ ટી.વાય. બીકોમમાં છે ત્યારે પોતાના શોખ પોતાના એક અલગ જ પૅશનને પુરુ કરવા
જ્યારે એ નડીયાદ જઇ રહી ત્યારે નરેન્દ્ર સર સાથે જવાનું બન્યું એ મારા માટે અનાંદની વાત હતી. રસ્તામાં અમે નેહાના આ જ પૅશન
વીશે વાતો કરતા જતાં હતાં ત્યાં ક્યારે નડિયાદ આવી ગયું એ પણ ખબર ન રહી. નેહા
પોતાની વાત કરતાં કહે છે કે વૉલીબોલ શું છે અને કેવી રીતે રમાય એ તો મને કૉલેજના પહેલા વર્ષ સુધી ખબર જ ન
હતી. પણ MSU માં બી.કોમ ના પહેલા વર્ષ
દરમ્યાન પૅવેલિયન પર NCC ની પરેડ માટે ગઇ હતી ત્યારે મારી મુલાકાત ફિઝિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના સૂત્રધાર અને કો- ઓર્ડિનેટર ડૉ. શિતલ શેઠ સાથે થઇ અને તેમણે મને વૉલીબોલ
જોઇન કરવાની સલાહ આપી. ઘરે આવીને પપ્પાને વાત કરી અને મને જવાબ હા માં મળતાં જ
બીજા દિવસથી જ મેં વૉલીબોલ જોઇન કરી લીધું. પણ ત્યાં પહોંચ્યા પછી જાણ્યું અને
જોયું કે.... અહીં તો રમનારા બધા 6-7 નેશનલ રમી ચુકેલા પ્લેયર છે. થોડી નર્વસ થઇ
અને વિચાર્યું કે આમાં તો મારો કોઇ નંબર ન લાગે. આમની સામે હું કેવી રીતે ફાઇટ કરી
શકું ? અને બીજા દિવસથી નહીં જ આવું એવું મનોમન નક્કી કરી લીધું. પણ નિયતીને કંઇક
ઔર જ મંજુર હતું અને મારી મુલાકાત વૉલીબોલના કૉચ બબીશ કુમાર જોડે થઇ અને જેમ એક
સફળ અને ધીરગંભીર કૉચને છાજે એ રીતે જ મારા મનની વાત કળી જઇને એમણે મને મોટીવેટ
કરી અને મારો વિશ્વાસ મને પાછો આપાવ્યો. આજે પણ એ શબ્દો મને યાદ છે કે કૉચ બબીશ
કુમારે મને કહ્યું હતું કે જો તું મહેનત કરીશ અને એક પૅશનથી લાગેલી રહીશ તો આ બધા
કરતા પણ તું સારું રમીશ અને સફળ પુરવાર થઇશ. અને શરૂ થઇ મારી વૉલીબોલ સાથેની સફર.
સાત મહિનાની ટ્રેઇનિંગ અને કૉચનું માર્ગદર્શન અને હવે મારી સામે હતી એક લીગ
ટુર્નામેન્ટ.... અને એ હતી વડોદરાની ટીમ તરફથી
મારી પહેલી લીગ ટુર્નામેન્ટ... ! અને અમે
ચેમ્પિયન બન્યા. આ મારી પહેલી સફળતા હતી અને મારી ખુશી આજે આસમાને હતી. અને કૉચ
બબીશ સર મારી પાસે આવ્યા અને મને કહ્યું કે નેહા હજુ આગળ મંજિલ છે. હજુ મોટી
ટુર્નામેન્ટ તારી રાહ જોવે છે. અહીં જીતીને માત્ર ખુશ જ થવાનું પણ મંજીલ હજુ આગળ છે એ હંમેશા યાદ
રાખવાનું. મારી મહેનત અને સરનું કોચિંગ સતત ચાલું રહ્યું અને ઇન્ટર યુનિવર્સિટી
ટુર્નામેન્ટ આવી અને જયપુર રમવા જવાનું હતું અને મારું સિલેકશન થયું પણ ત્યાં
અમારી ટીમ જોઇએ એટલી સફળ ન થઇ. ત્યાર બાદ બીજો મહત્વનો પડાવ રાહ જોતો હતો અને ખેલ
મહાકુંભ આવ્યો. ત્યાં અમારી ટીમ (MSU) સ્ટેટ લેવલે પહોંચી અને સ્ટેટમાં અમે સેમીફાઇનલમાં
પહોંચ્યા જ્યાં અમે માત્ર એક પોઇન્ટ માટે 3rd રેન્ક પર આવતા આવતા રહી
ગયા. ફરીથી મને બાદ કરતા ટીમના દરેક મેમ્બર ખુબ જ ખુશ હતાં કારણ કે આની પહેલા
વડોદરાની ટીમ આ મુકામ સુધી ભુતકાળમાં
ક્યારેય ન હોતી પહોંચી. ખરેખર અમારી અહીં સુધીનો તમામ શ્રેય કૉચ બબીશ સરને
જ આપવો પડે એ અમે સૌ સ્વિકારતા હતાં. અને શીતલ મેડમના યોગદાનને પણ ભુલી શકાય એમ નથી. આ ટુર્નામેન્ટ એટલે
મહત્વની હતી કે મારી રમવાની શૈલી અને એમાં પણ ખાસ કરીને સ્મેસ મારવાની મારી રીત
જોઇને અને મારી ખેલદિલી સાથેની એક સ્પિરીટ વાળી રમત જોઇને ત્યાં આવેલા જુદા જુદા ડિસ્ટ્રીકના કોચ અચંબીત
થયા હતા કારણ કે છેલ્લા બે વર્ષથી જેઓ ઇન્ડિયન ટીમના પ્લેયર હતાં એમની દરેક
સ્મેસને મેં બ્લોક કરી હતી અને મેં હાઇએસ્ટ પોંઇન્ટ સ્કોર કર્યા હતાં. અને લગભગ જે
પણ આ ગેઇમ સાથે સંકળાયેલા હતા એ બધાને નેહા ખાચરનું નામ મોઢે હતું. આ ટુર્નામેન્ટે
મને લોકોની નજરે વડોદરાની ફાઇટર પ્લેયર તરીકેની ઓળખ આપી તો લોકોની નજરમાં હું
વડોદરાની મુખ્ય પ્લેયર તરીકે ઓળખવવા લાગી. આમ, આ ટુર્નામેન્ટને હું મારા જીવનના એક
અલગ પડાવ તરીકે જ જોવું છું. આવી જ રીતે જીવનની મારી આ ખેલની રમતમાં નવો વણાંક
એટલે યુથ નેશનલ ટીમમાં મારું સિલેક્ટ થવું. હા, યુથ નેશનલમાં ગુજરાતની ટીમમાં
મારું સિલેકશન થયું... ચિત્તોડમાં રમાયેલ આ ટુર્નામેન્ટમાં ઓલ ઓવર ઇન્ડિયામાં
ગુજરાત ટોપ 8માં પહોંચ્યું. ત્યાર બાદ મારી રમતને ધ્યાનમાં રાખીને SAG (SPORTS
ACADAMY OF GUJARAT) દ્વારા મારું સિલેક્શન થયું બધુ જ મને મારી નજર સમક્ષ
દેખાતું હતું હા, મારી જીત મારા સપના બઘુ જ ... પણ... પપ્પાની મંજૂરી ન હોતી મળતી.... એમનો એક જ જવાબ
હતો પહેલા ભણી લેવાનું.... ઘણા મનાવ્યા એ
ન જ માન્યા. મારા કૉચ સર, એકેડેમિના હેડ
કૉચ સહિત બધાએ ખુબ મનાવ્યા પણ એ ન જ માન્યા. પણ મારા ઇરદાઓને તોડનારું આજ સુધી મેં કોઇ જોયુ નથી...
હા, કોઇ જ નહી હું અડગ રહી અને પ્રયત્નો ચાલુ જ રાખ્યા... અને મારા પ્રયત્નો બે તરફ ચાલુ જ રહ્યા એક બાજુ મારી વૉલીબોલ ની
પ્રેક્ટીશ અને બીજી બાજુ પપ્પાને મનાવી લેવાની મહેનત. અને આખરે આ વર્ષે મારી જીત
થઇ.... પપ્પા માન્યા અને હું અત્યારે SAG દ્વારા સંચાલીત સ્પોર્ટસ
એકેડેમિ ઓફ ગુજરાતના નડિયાદ ખાતેના સેન્ટર પર જવાના રસ્તા પર છું...નેશનલ લેવલ પર રમી ચુકેલ નેહા
કહે છે. હવે મારું એક જ ટાર્ગેટ છે દેશની
મુખ્ય ટીમમાં સ્થાન પામવું છે... અને હું એ કરીશ જ...ત્યાં પહોંચવું એ જ અત્યારે
તો મારું ધ્યેય છે. આ છે નેહા ખાચરનો પોતાના
પૅશન પ્રત્યેનો લગાવ-ધગશ. નેહા પોતે ભણવામાં પણ એટલી જ કુશળ છે એણે સેકન્ડ યર
ફર્સ્ટ ક્લાસ સાથે પુરુ કર્યું છે તો વળી એની એની ઓફબીટ આવડત એ પણ છે કે એ કોઇપણ ઘોડી પર બેસીને ખુબ જ સરસ ઘોડેસવારી કરી
શકે છે. એ બધા તો જીવનના બીજા પાસા છે પણ અત્યારે તો નેહા તને તારા સપના પુરા થાય એ માટે અનેક
શુભેચ્છાઓ અને આશિર્વાદ.
રવિવાર, 18 ઑગસ્ટ, 2019
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો