આમ તો આ પોસ્ટ કશ્મીર સાથે સંકળાયેલી છે. પણ એક રીતે આ એક આખા દેશ માટેનો એક સબક છે.
कश्मीर सिर्फ कश्मीरियों का : પંડિત શંકર લાલ કૌલ
આ લેખમાં લગભગ બધી જ માહિતી કશ્મીરી પંડિતોના માધ્યમથી જ મળેલી છે. અને એ છતાં જો કોઇ સમુદાયને આ અયોગ્ય ચિત્રણ લાગતું હોય તો એમની તાર્કિક અસહમતી સાથે એમનું સ્વાગત છે.
અમિતાભ મટ્ટૂ કશ્મીરી પંડિત સમુદાયના લોકોનું એક પ્રખ્યાત અને માનપુર્વક લેવાતું નામ છે. આતંરરાષ્ટ્રીય નામના પ્રપ્ત કરેલ મટ્ટૂ JNU માં પ્રોફેસર છે. ભારતના પ્રધાનમંત્રી હોય કે જમ્મુ-કશ્મીરના છેલ્લા મુખ્યમંત્રી હોય બધાના એ સલાહકાર રહી ચુક્યા છે. જમ્મુ યુનિવર્સિટીના સૌથી નાની ઉમરના વાઇસ ચાન્સેલર એક સમયે દેશની રાષ્ટ્રીય સુરક્ષા પરીસદના સભ્ય પણ રહી ચુક્યા છે.. અટલ બિહાર વાજપાઇ, મનમોહનસિંહ કે નરેન્દ્ર મોદીના પણ એ વિશ્વાસુ તરીકે ઉભરી આવ્યા છે. કશ્મીરના મુદ્દા પર એમની વાત કાયમ ધ્યાનપૂર્વક જ સંભળાય છે.
થોડા સમય પહેલા જ અમિતાભ મટ્ટૂનો એક લેખ ધ હિંદુમાં પ્રગટ થયો હતો જેમાં તમામ તર્ક અને દલીલોના અંતે એમણે બતાવ્યું કે ઘાટીમાં અલગાવવાદને જ ધારા 370ને હટાવવાનો મુખ્ય પ્રયાસ ગણી શકાય.
એક કશ્મીરી પંડિતના મોઢે બોલાયલ આ વાત ઘણાને વિચારતા કરી મુકે એવી છે કે “કશ્મીરી પંડિતોની સહમતી વગર ધારા 370 અસ્તિત્વમાં આવી જ ન શક્ત અને અસ્થાઇ હોવાના કારણે એ આટલા લાંબા સમય સુધી એમની સહમતી વિના ટકી પણ ન શકે.” આ વાત કહેવા વાળા મટ્ટૂ એકલા જ નથી, લંડનની વેસ્ટમિન્સટર યુનિવર્સિટીમાં પ્રોફેસર એવા કશ્મીરી કવિયત્રી નિતાશા કૌલનું પણ ચેનલ અલ જજીરા પર કહી રહ્યા હતાં કે કશ્મીરમાં હિંદુસ્તાની ફોજ ખુબ જ જુલ્મ કરી રહી છે. અને કશ્મીરમાં ફેલાયેલા આતંકવાદ માટે એ પાણીના ઘુંટડે ઘુંટડે ભારતીય સેનાને જવાબદાર ગણીને આરોપ લગાવી રહી હતી. એ બોલી રહી હતી કે કશ્મીરી મુસલમાનો અને કશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારો અલગ નથી જ ! એને કહેવાનું કે તમે જરા ભુલી ગ્યા છો કે પંડિતો સાથે જે થયું એ એમના બહુમતીના લોકોએ જ કર્યુ છે. અને જતાં જતાં નતાષા કશ્મીરી પંડિતોને હિંદુત્વના નામ પર ઉપયોગમાં લેવાયેલા મોહરા પણ બતાવતી ગઇ.
એ પણ યાદ રાખવા જેવું છે કે સંવિધાન સભામાં નહેરૂ દ્વારા આયોજીત ધારા 370 નો જોરશોરથી વિરોધ થયો હતો જેમાં ડૉ. આંબેડકરે પણ એને દેશ સાથેનો વિશ્વાસઘાત છે એમ કહીને વિરોધ દર્શાવેલો.
પરંતુ એ જ સભામાં હાજર કશ્મીરી પંડિત કૈલાશનાથ કાટઝુ અને મોતીરામ બૈગરા જેવા દિગ્જ્જ પણ હતાં જેઓ માત્ર ચુપ જ રહ્યા એટલું જ નહી પણ એ કશ્મીરી પંડિતોએ ધારા 370નું સમર્થન પણ કર્યુ. એટલું જ નહી પણ જ્યારે આ પ્રસ્તાવને કશ્મીર વિધાનસભામાં રજુ કરાયો ત્યારે ત્યાં પણ કશ્મીરી પંડિતોની મોટી હાજરી રહેતી હતી. અરે કશ્મીરી પંડિતોની વસ્તી કરતા જે પ્રમાણ નીકળે એના કરતાં પણ વધારે સંખ્યા ત્યાં વિધાનસભામાં ત્યારે હતી. પરંતુ વિધાનસભામાં એમાંના કોઇ કશ્મીરી પંડિતે એનો વિરોધ ન કર્યો અને ઠરાવ પાસ થઇ ગયો. સમય પસાર થતો ગયો અને ધારા 370 અસ્થાઇ હોવા છતાં એ સ્થાઇ સ્વરૂપ પકડતી ગઇ. કશ્મીરી પંડિતો એક અત્યંત શિક્ષિત અને સુસંગત જાતી હોવાના કારણે કશ્મીરથી નિકળીને દેશના ખૂણે ખૂણે ફેલાઇ ગયા પણ કશ્મીરમાં અન્ય દેશવાસીઓની દખલ એમને ક્યારેય મંજુર ન હતી. આ એ સમય હતો જ્યારે કશ્મીરી પંડિતો સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યાએ નોકરીઓ કરી રહ્યા હતાં, નોકરશાહીથી લઇને યુનિવર્સિટીના શિક્ષણ કાર્ય સુધી અને કશ્મીરમાં એમની બરાબરીના અને સગા સરકારી નોકરી અને ખેતરો અને બગીચાઓમાં પોતાના અધિકાર જમાવીને બેઠા હતાં. કશ્મીરી પંડિતો જુના જમીનદારો હતાં અને 370 થી વિપરીત કશ્મીરમાં કોઇ જમીન સુધારો આંદોલન કે કોઇ પ્રક્રિયાની વાત જ ન આવી. ખરેખર તો આઝાદી પછીના ચાર દશકમાં ધારા 370નો મુખ્ય લાભ તો આ સમુદાયે જ લીધો. આ જ મુખ્ય કારણ છે કે ઘાટીમાં મુખ્યત્વે એમનો જ પ્રભાવ રહ્યો.
70 વર્ષના આ પુરા ઘટનાક્રમમાં કશ્મીરી પંડિતોની કહાની દેશના જનમાનસને સતત ઝંકઝોળ કરતી રહી છે. એમણે જે ત્રાસ સહન કર્યો એના માટે કોઇ ના પાડી શકે એમ નથી પરંતુ 90 ના દશકમાં દુર્ભાગ્યપણે જે રીતે પલાયન થયા એમાં કેટલાક અંશે સ્વંયમ કશ્મીરી પંડિત પણ જબાવદાર(દોષિત) છે. એમના પોતાનાથી અનેક ભુલો થઇ અને એ પણ એકાદવાર નહી અનેક વાર.
5000 વર્ષથી કશ્મીરના મુળ નિવાસી એવા કશ્મીરી પંડિતોએ 14 મી સદીથી જ ઘાટીમાં ઇસ્લામીકરણ જોયું છે. આઝાદી સમયે જ્યારે મહારાજા હરિસિંહે કશ્મીરને અલગ જ રાખવાનું નક્કી કર્યુ અને ભારત અને પાકિસ્તાન એકેયમાં ન ભળવાનો નિર્ણય કર્યો ત્યારે પણ એમના દરબારમાં વિશ્વાસુ દરબારી તરીકે અનેક કશ્મીરી પંડિતો જ હતાં પરંતુ એમાંથી એકય કશ્મીરી પંડિતે રાજાના નિર્ણયનો વિરોધ ન કર્યો પરંતુ એમાં ચુપ રહીને સતત સહમતી જ બતાવ્યે રાખી. એ આ સમુદાયની પહેલી અને ભયંકર ભુલ હતી. દુનિયાથી અલગ થઇને જન્નતમાં રહેવાવાળા આ લોકોને એમ થયું કે અમારા સ્વર્ગમાં ભારતની બીજી પ્રજાનો પ્રવેશ ન થાય એ જ સારું છે. અને એમનો એ ભ્રમ ટુટવામાં બે મહિનાનો પણ સમય ન લાગ્યો અને પાકિસ્તાને આક્રમણ કરીને કશ્મીરનો 1/3 ભાગ પડાવી લીધો.
અને મજુબૂરીમાં રાજાને ભારતની મદદ લેવી પડી અને દસ્તાવેજ પર બન્ને તરફથી સહી થઇ અને કરાર થયા. આ દસ્તાવેજ ભારતમાં ભળેલા બીજા રજવાડાઓ કરતાંય સહેજ પણ જુદા ન હતાં અને 1950 માં ભારતીય સંવિધાન લાગુ પડ્યા પછી બાકી બધા રજવાડઓએ ભારતમાં પોતાનો સંપૂર્ણ વિલય સ્વિકારી લીધો પરંતુ શેખ અબદુલ્લાએ નહેરૂની મદદથી કશ્મીર માટે એક અલગ જ સ્થિતી માંગી લીધી જે ધારા 370ના નામે આજે ઓળખાય છે. એ વખતે પણ કશ્મીરી પંડિતોએ માત્ર અબ્દુલ્લાને સાથ આપ્યો એટલું જ નહી પણ નહેરૂ (જે પોતે પણ કશ્મીરી પંડિત હતા) એમના પર દબાવ બનવ્યો કે કશ્મીરને સંપૂર્ણ રીતે દેશમાં ભેળવવામાં ન આવે. આ સમુદાયની આ બીજી સૌથી ગંભીર ભૂલ હતી.
જસ્ટીસ પંડિત જીયા લાલ કિલમ પોતાના ચર્ચિત પુસ્તક “હિસ્ટ્રી ઓફ કશ્મીરી પંડિત” માં લખે છે કે 20 મી સદીની શરૂઆતમાં પંડિત દયા કિશન કૌલે એની બેસેંટની મદદથી કશ્મીરમાં પહેલી કૉલેજ ખોલી જેમાં મોટી સંખ્યામાં માત્ર કશ્મીરી પંડિતોના છોકરાઓ જ દાખલ થયા અને મુસ્લીમો માત્ર પશ્ચિમી શિક્ષણ પધ્ધતિનો વિરોધ જ કરતાં રહ્યા. 1911માં આ કૉલેજમાંથી ગ્રેજ્યુએટ થઇને પહેલી બેચ બહાર આવી અને શરૂ થયો સ્થાનિક અને બહારના લોકોનો વિવાદ. જેમાં કશ્મીરી પંડિતોએ અંગ્રેજોની મદદથી કશ્મીર પ્રસાશનમાં જે પંજાબીઓ હતાં એમનો સફળતા પૂર્વક વિરોધ કર્યો. મોટાભાગના પંજાબીઓ આર્યસમાજી હતા અને લાલા લજપતરાયથી પ્રભાવિત હતા. અને એમના ક્રાંતિકારી વિચારો અંગ્રેજોને એમ પણ હેરાન કરતાં હતાં. જસ્ટીસ પંડિત જિયા લાલ કિલમે ખુદ શંકારલાલ કૌલ, પંડિત જયલાલ જલાલી અને પંડિત જય લાલ કૌલની સાથે એક આંદોલન શરૂ કર્યું અને 1912માં જ માત્ર સ્થાનિક લોકોની ભર્તિ સંબંધીત આદેશ પાસ થઇ ગયો.
અત્યાર સુધીમાં કશ્મીરી પંડિતોના નેતૃત્વમાં કશ્મીરી રાષ્ટ્રવાદ આંદોલન સંપૂર્ણ રીતે આકાર લઇ ચુક્યું હતું. 1923 માં કશ્મીરી પંડિત શંકર લાલ કૌલે કાનપુરમાં અને પછી 1925માં લાહોરમાં "कश्मीर सिर्फ कश्मीरियों का" નારો વહેતો કર્યો. પાછળથી જસ્ટીસ પંડિત જીયા લાલ કિલમ કશ્મીરી રાષ્ટ્રવાદના પ્રણેતા બન્યા અને એમણે શેખ અબ્દુલ્લા સાથે નેશનલ કોન્ફરન્સનો પાયો નાખ્યો. આ બાધી જ વાતો પંડિત જીયા લાલ કિલમે પોતાના પુસ્તકમાં વર્ણવી છે. સદીઓના વર્ચસ્વના કારણે પંડિતો એવા આંધળા બની ચુક્યા હતાં કે પોતાના નાક નીચે જ ઉછરતી ઇસ્લામિક કટ્ટરતા એમને નજરે જ ન આવી. વિડંબના એ હતી કે જ્યારે મજહબી આતંકવાદી મસ્ઝિદોના લાઉડસ્પિકર પરથી પંડિતોને પોતાના કુટુંબ સાથે કશ્મીરની વાદીઓને છોડીને જવાનું ફરમાન કરી રહ્યા હતાં ત્યારે આ પંડિતોને પોતાના મુસ્લિમ પડોસીના સમર્થનનો વિશ્વાસ હતો. પણ આ પડોસીએ જ જ્યારે આતંકવાદીઓને પંડિતોના ઘર બતાવવાનું શરૂ કર્યું ત્યારે શરૂ થયો એક નરસંહાર અને પલાયનવાદ.
જ્યારે પચાસના દશકમાં શ્યામા પ્રસાદ મુખર્જી અને જમ્મુના ડોગરા સમુદાયના નેતૃત્વમાં કશ્મીરના ભારતમાં પૂર્ણ વિલય માટે જે અભિયાન ચલાવાયું એમાં પણ કશ્મીરી પંડિતોએ એક ચુપદીદી જ બતાવ્યે રાખી, અરે ત્યાં સુધી કે શ્યામા પ્રસાદની હત્યા થઇ ગઇ પણ એમની ચુપકીદી અવાજમાં ન જ પરીણામી. ઉપરથી એમણે કશ્મીરીયતનો એક નવો જ રાગ છેડ્યો જેને ઇસ્લામી તાકતોએ ત્યાં સુધી આલાપ્યો કે જ્યાં સુધી ઘાટીમાં એમની પકડ પુરે પુરી રીતે મજબૂત ન થઇ ગઇ. ત્યારબાદ સૈયદ અલી શાહ જેવા લોકો સામે આવ્યા અને એમણે ખુલીને દાવો કર્યો કે કશ્મીરીયત અને બધુ જ માત્ર બકવાસ છે અને સાચી વાત તો માત્ર મુસ્લમાનોના કાફિરાના હકૂમતમાં ન રહેવાં માટેની જુંબેશ હતી.
પરંતુ આ કશ્મીરીયતના નારાનો દેશની અંદર મુસ્લિમો- લિબરલો- વામપંથીઓ અને મિડિયાએ ભરપુર લાભ લીધો અને માનવઅધિકારના રૂપે દુનિયાભરમાં કશ્મીરી લોકો પર જાલિમ હિંદુસ્તાની સરકારના રૂપે ચિત્રણ કર્યું. વચ્ચે એક વિડિયો ખુબ જ વાઇરલ થયો હતો જેમાં બરખા દત્ત પૈલેટ ગનથી ઘાયલ થયેલ યુવાનના મોઢા પાસે માઇક રાખીને વારંવાર પુછી રહી છે... નહી, બતાવી રહી છે કે આ યુવાન કશ્મીર માટે લડી રહ્યો છે, અને સ્ટ્રેચર પર પડેલો યુવાન ગર્વથી કહે છે કે નહી હું ઇસ્લામ માટે જેહાદ કરી રહ્યો છું. બર્ખા કહે છે કે તુ કશ્મીરીયત માટે લડી રહ્યો છે. જવાબમાં કિશોર કલમા બોલવા લાગે છે.
જેહાદીઓની નજર અને મિડિયાનો અંદરથી સપોર્ટ અને બહારથી વિરોધ સાથેની બેવડી નીતી ચોક્ખ્ખી હતી. એવામાં પણ કશ્મીરી પંડિતોને કંઇ જ નજર આવતું ન હતું એમ માનવું મુર્ખામી ભર્યુ જ છે. છતાં તેઓ ચુપ જ રહ્યાં, અમિતાભ મટ્ટૂ જેવા ધારા 370ની વકિલાત કરી રહ્યા હતાં. કશ્મીરી પંડિતોની આટલી લાંબી ચુપકીદીનું પણ એક કારણ હતું – “ પંડિત સમુદાય શિક્ષિત હોવાના કારણે આખા કશ્મીરમાં શિક્ષણથી લઇને તમામ સરકારી કાર્યાલયોમાં ફેલાયેલો હતો અને એમને અંદરથી ડર હતો કે જો ધારા 370 હટી તો આખા દેશમાંથી અને ખાસ કરીને ઉત્તર પ્રદેશમાંથી લોકો આવીને તેમની નોકરીઓ લઇ લેશે. અભણ મુસ્લિમ સમુદાય અને અડધુ ભણેલા ડોગરા એમના માટે કોઇ રીતે અડચણરૂપ ન હતાં અને સરકારી નોકરીઓમાં પંડિતોનો દબદબો હતો જ. 1947 માં પાકિસ્તાની હમલા દરમ્યાન કબાલિયોની ક્રુર હત્યા અને રાજ્યના એક હિસ્સાનું નુકશાન પણ કશ્મીરી પંડિતોની આંખો ન ખોલી શક્યું.
કશ્મીરી પંડિતોએ આ દેશને પોતાનો ન જ ગણ્યો પરંતુ બીજી બાજુ આખા દેશે એમને પોતાના ગણ્યા અને ખુલ્લા દિલથી એમનું સ્વાગત કર્યું. મહારાષ્ટ્રમાં એન્જિંન્યરીંગ કોલેજમાં એમના માટે આરક્ષણની જોગવાઇ કરીને બાલ ઠાકરે એ શરૂઆત કરી અને આજે એ આરક્ષણ આખા દેશમાં લાગુ છે. પરંતુ દુર્ભાગ્ય તો જુઓ 90ના દશકમાં પલાયન થયેલ પંડિત હજુ પણ બદલાઇ ગયેલ પરિસ્થિતીને સ્વિકરવા તૈયાર ન હતાં અને આશાવાદી હતાં કે થોડા સમયમાં પાછું એમને ત્યાં જવા મળી જશે. અને આ જ દુવિધામાં એમણે ધારા 370 હ્ટાવવાની માંગ ન કરી. આવડી મોટી વાત આખા સમુદાયના વિચાર બહાર હતી અને ઘાટીની કુલ વસ્તીના 2 % જ હોવાથી પાછા ફરવાની વાત અને એમ જ બધુ ફરીથી મળી જવાનો આશાવાદ હવે અશક્ય લાગ્યો. યુનિવર્સિટી –કૉલેજ થી લઇને બધી જ સરકારી નોકરી હવે બહુસંખ્યક મુસ્લિમોના હાથમાં હતી. ખેતર હોય કે બગીચા હોય કે મકાન કે કંઇપણ સંપતિ હોય બધુ જ બીજાની માલકિયત થઇ ચુક્યુ હતું એકરીતે કહી શકાય કે બધાનું ઇસ્લામીકરણ થઇ ગયું હતું.
21 સદી આવતા આવતા હવે કશ્મીરી પંડિત સમજી ચુક્યા હતાં કે જુના દિવસો હવે પાછા નહી જ આવે. અને હવે છેક એમણે ધારા 370 હટાવવા માટે દેશની જનતાના સૂરમાં સૂર પૂરવાનું શરૂ કર્યું. સોશિયલ મિડિયા અને ટીવી પર ચર્ચાથી લઇને રસ્તા પર બધી જ જગ્યાએ કશ્મીરી પંડિત દેખાવા લાગ્યા. આ મુદ્દાને લઇને એમની આટલી લાંબી નિરસતાના જવાબમાં તેઓ માત્ર કહે છે એમણે 370નું ખુલ્લું સમર્થન ક્યારેય નથી જ કર્યું. પરંતુ એમને એટલું જ કહેવાનું કે વિરોધ પણ નથી જ કર્યો એનું શું ? એમની વિચારીને વાપરેલી નિષ્પક્ષતાએ જ એમને મૂળમાંથી ઉખાડી ફેંકી દિધા.
મનોવૈજ્ઞાનિક લેખક વિલિયમ રાયને 1971 માં પોતાના આ જ નામના પુસ્તક્માં એક વાક્યને લખ્યું છે કે Blaming The Victim એટલે કે કોઇ સ્થિતી કે દુર્ઘટના માટે એના શિકાર વ્યક્તિને જ દોષિત જાહેર કરવો. આ એકદમ જટીલ પરિસ્થિતી હોય છે. સામાન્ય રીતે લોકોની સહાનુભૂતિ વિપદા પામેલા લોકો સાથે હોય છે અને એવા સમયે એનો વાંક કાઢવા કોઇ તૈયાર નથી હોતું. પણ અહિંયા પરિસ્થિતી ઉલટી છે. સ્વાર્થમાં આંધળો બનેલો એક આખો સમુદાય પોતાની દૂરંદેશીના અભાવે આખા દેશને છેલ્લા 70 વર્ષોથી માથાનો દુખાવો બની જાય એવી પરિસ્થિતીમાં મુકે છે. અત્યાર સુધીના અનેક યુદ્ધો અને હજારો નિર્દોષના મૃત્યુનું કારણ બની ગયું. આગળ પણ આનું નિરાકરણ સરળ તો નહી જ હોય !
આજે જ્યારે નરેન્દ્ર મોદી અને અમીત શાહની સરકારે એક અભુતપૂર્વ નિર્ણય લઇને ધારા 370 હટાવી છે ત્યારે એ બધી જ અસરોને નાબુદ કરી નાખી છે કે જેના થકી કશ્મીર એક મુઠ્ઠીભર લોકોનું ગુલામ બનીને રહી ગયું હતું. આખી દુનિયા એ ક્ષણની રાહ જોઇને બેઠું છે કે જ્યારે 144 હટાવી લેવામાં આવે ત્યારે કશ્મીરીઓનું શું રીએક્શન છે. નજરબંધ ઉમર, મહેબૂબા અને હુરિયત નેતા હિંસા ભડકાવવાની પુરેપુરી કોશિશ કરશે અને એ સમયે કશ્મીરના લોકો એમના કહેવામાં કેટલા આવે છે એ જોવું રહ્યું તો સાથે સાથે સીમા પારથી આવતા આતંકીઓને રોકવામાં સેના કેટલી સફળ થાય છે એ જોવાનું. કશ્મીરી યુવાન ફરીથી પથ્થર ઉપાડશે કે નહી? આ બધા જ પ્રશ્નોના જવાબ આવવાના બાકી છે.
ઇતિહાસમાંથી ન શિખનારા અને ફરીથી એ જ ભુલ કરનારા શાપિત હોય છે. દેશના અનેક ભાગમાંથી આજે પણ આવી જ માંગ ઉઠી રહી છે અને રાજ્ય અને સવર્ણો આજે પણ આંદોલનો ચલાવી રહ્યા છે કેટલીય જ્ગ્યાઓ પર એનું હિંસક સ્વરૂપ પણ દેખાઇ ચુક્યું છે. મહારાષ્ટ્રમાં મરાઠી માનુષનું વિકારળ સ્વરૂપ દેખાઇ ચુક્યું છે. લુંગી હટાવોથી લઇને ભૈયા ભગાવો જેવા નારા આજે પણ લાગી રહ્યા છે. અસામ અને પશ્ચિમ બંગાળમાં નાગરિકતાને લઇને બબાલ છે. સમય આવી ચુક્યો છે કે બંધારણને ક્યાંક ફરીથી જીણવટ પૂર્વક જોઇને એમાં ફેરફાર કરવાનો.
- અનુપમ મિશ્ર
- સંપાદન અને શબ્દાંકન : અજીત કાલરિયા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો