skip to main |
skip to sidebar
When I saw a Guitar at Plywood Store (4/01/2018)
હજુ ચાર દિવસના વાણા માંડ વાયા છે નવા વર્ષના દિવસે દિલીપ સરે લખેલી કવિતાની લાઇન yes, this is reality , and it does bite…..(જીવન સાથે વણાયેલી એ વાસ્તવિકતા સતત નજર સમક્ષ તરવરતી કે સતત જીવન સાથે વણાયેલી દેખાય છે.) આજે સાંજે હું ન્યુ આઇપીસીએલ રોડ પરથી પસાર થતો હતો અને રસ્તામાં પ્લાયવુડ સ્ટોર આવ્યો... હા હું ત્યાંથી પસાર થવું અને જો સમય હોય તો તો અકુંરને મળીને જ નીકળું... એવી જ મારી આજની ફરીથી એની સાથેની એક ફોરમલ મુલાકાતમાં એણે એક સરસ વાત કહી અને મન પાછું કંઇક કહેવા માટે વલખા મારવા લાગ્યું... વાત વાતમાં સહજતાથી અંકુરે મને કહી દિધુ કે સર હમણા થોડા થોડા સમયથી હું અહિંયા એક ગીટાર રાખું છું અને બસ એના આ શબ્દોએ મને વિચારોમાં ગરકાવ કરી દીધો.... ક્યાંક દરેકમાં એક આવડત પડી છે... અંકુર સારુ ગાઇ અને વગાડી શકે તો હું થોડું બોલી શકું છું તો કોઇક ક્યાંક બીજી કોઇ આવડતથી ભરપુર છે... પણ મુખ્ય વાત એ છે કે આ બધામાંથી સર્વાઇવ થવું ખૂબ જ કઠીન દેખાય છે... એટલે હું ક્યાંક ટાઇલ્સના બીઝનેસમાં પડ્યો છું અને અંકુર ક્યાંક પ્લાયવુડના બીઝનેસમાં પડ્યો છે... અને છતાં મારા ટાઇલ્સ ઝોનમાંથી થોડી બુક્સ મળી આવે કે અંકુરના પ્લાયવુડ સ્ટોરમાંથી ક્યાંક ગીટાર માળી આવે એ માત્ર અમારા માટે અમારા પૅસનને સંતોષ આપતી એક વાત છે. હક્કીક્ત તો એવી જ છે કે આખા વર્ષમાં ત્રણ કેચાર દિવસ માંડ એવા આવે કે જેમાં અમે આનો થોડો ઉપભોગ કરી શકીએ. બાકી આવા પૅસનની સંતુષ્ટી તો ક્યાંક અમારા આખા થાકને અંતે પુરા થતા દિવસના અંતે ક્યાંક મળી આવતા એકાંતમાં ફૂટી નીકળતી હોય છે. અંકુરના એ શબ્દો હજુ પણ મને યાદ છે કે સર મને અંદરથીએ થાતુ તુ કે મારે ગીટાર પર કંઇક કરવું છે અને આ વિચારોમાં હું ટેરેસ પર જતો અને કંઇકને કંઇક વગાડ્યા કરતો પણ એની મજા કંઇક ઓર જ આવતી... હા, એ જ પૅસન.... ક્યાંક મારામાં ... ક્યાંક અંકુરમાં.. ક્યાંક દરેકમાં... છુપાયેલું કંઇક જેને જાળવી રાખતા આવા દરેકને સલામ ... લગે રહો .... બાકી આમ જ .... બાકી સોભીત દેસાઇ નો એક શેર ...
સરવૈયું માંડી બેઠા ત્યારે એ તથ્ય જાણ્યુ,
એ જીંદગી જ નહોતી તોય જીવાઇ ગઇ....
આને વેદના કહો કે સંવેદના કહો જે કહો તે.... પણ જીવનનું સાચું સંવેદન કે ટોનીક પણ આ જ છે....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો