skip to main |
skip to sidebar
Nostalgia (25/12/2016)
અત્યારે હું IPCL School ના પ્રાંગણમાં ઉભો છું મારા માટે તો આ પ્રાંગણ એ એક આંગણથી સહેજેય ઉતરતું નથી. હા આ મારી School છે. હા હું આ જ માટીમાં જ પડ્યો છું, ઉભો થયો છું, દોડ્યો છું, કુદ્યો છું, હા હું આ જ સ્કુલનાં અલગ અલગ ક્લાસીસમાં અનેક શિક્ષકો પાસે ભણ્યો છું. સફળતા – નિષ્ફળતા ના પાઠ ભણ્યો છું. આ સ્કુલે મને ઘડ્યો છે. ખૂબ ધમાલ કરી છે તો લેબમાં અનેક ટેસ્ટટ્યુબ તોડી છે. તો એક વૈજ્ઞાનિકની જેમ કેમિક્લસ ભેગા કરીને કંઇક નવું કરવાનો પ્રયત્ન પણ કર્યો છે. કયારેક AV રૂમમાં જવાનું થાતું ત્યારે ઉંચા થઇ થઇને જોવાની મજા આવતી. ચાલુ પ્રથનાએ ક્યારેક આંખ ખોલીને જોઇ લેવાની મજા આવતી. નાના હતા ત્યારે રોમે રોમ દેશ-દાઝ ટપકતી અને જો કોઇ રષ્ટ્રગીત વખતે હલતું પકડાય તો એને જે માર પડતો એ જોવાની ખૂબ જ મઝા આવતી. જ્યારે બપોરની પાળી હતી ત્યારે હંમેશા ઘરેથી જવાની ઉતાવળ રહેતી કારણ કે સ્કુલ ચાલુ થાતા પહેલા ત્યાં પહોંચીને વધારાનો એક કલાક મળતો. આ એક કલાકમાં શું થાતું ખબર છે. આ એક કલાક દરમ્યાન એકદ મજાનું ગ્રુપ બની જાતું તો, ક્યારેક નવા મિત્રો બની જાતા (બીજા પણ પોતાના લાગવા માંડતા જે આજે કેમ નથી લાગતા એ સમજાતું નથી.), તો ક્યારેક મોટા ક્રિકેટ રમતા એ જોવાની મજા આવતી, તો ક્યારેક રમતા- રમતા ઝઘડી પણ પડતાં, તો ક્યારેક બે- ત્રણ મિત્રો ભેગા થઇને કોઇકને ચિડવવાનું કામ પણ કરતાં (પછી જ્યારે કંપ્લેન થાય ત્યારે સર કે મેડમ કોઇ એકને બરબરનું સંભ્ળાવે ત્યારે કાયમ એમ થતું કે હું જ કેમ? પેલા બે તો બાકી છે.), તો વળી કોઇક આંબાના ઝાડ નીચે બેસીને હોમ વર્ક પણ કરતું હોય, તો ક્યારેક ઝાડ પર ચડીને આંબલી – પિપળી રમતા , તો આંબા પરના મોર કે કેરી પાડીને ખાવી એ તો જાણે બધાનો ફેવરીટ સબ્ઝેક્ટ, તો વળી ક્યારેક કોઇક પ્રોઝેક્ટ કર્યો હોય અને હાથમાં મોડ્યુલ લઇને ચાલતા ત્યારે એવી ફિલિંગ આવતી જાણે હાથમાં નોબલ પ્રાઇઝ લઇને ચાલતા. એ પણ એક ક્ષણ હતી કે કાંબલી અને સચીનને એકદમ નજીકથી ક્લબમાં બિલિયર્ડ રમવા આવ્યાતા ત્યારે જોયાતા અને આખા ક્લાસમાં આખો દિવસ એ જ વાત કર્યે રાખી હતી. ત્યાં હતા શું કરવા એ ખબર છે આંબલી પાડવા માટે !!! બાજુના મોટા ગ્રાઉન્ડમાં GAIL ની લાઇન ખોદાઇ હોય અને ખાડા પર કુદવાની શું મજા આવતી એ વર્ણવી શકાય એમ નથી. હું ઘણા શિક્ષકોના સંપર્કમાં આજે પણ છું પરંતુ કેટલાક નથી એમને આજે re union ના બહાને મળીશ. છતાં એ આખા લિસ્ટમાંથી J.D.PATEL ને નહી જ મળાય. ખરેખર સર આજ્નો આ પ્રોગરામ તમારા જ આયોજન નો એક ભાગ હોય એવું સતત મનમાં થયા જ કરે છે. આજે બધુ જ છે. બધુ જ મળે છે પરંતુ રિષેશ નથી મળતી. એ મિત્રો ક્યાંક ગોતવા છે કે જેમની સાથે ઝડપથી નાસ્તો પતાવીને રોજે રોજ કંઇક નવી જ મસ્તી કરવાનું મન થાતું. બસ અત્યારે NOSTALGIA ના બેનર નીચે ઉભા રહીને એક બાજુ મારી આંખો કોઇકને શોધે છે તો મન સ્કુલનો એક એક ખૂણો એક એક જ્ગ્યા જોઇને જીવનરૂપી ઇતિહાસના પાના ફેરવે છે !!!!!!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો