પ્રિય પુત્ર કંજ
એક આંકડાનું (singal digit) જીંદગીનું આ તારું છેલ્લું વર્ષ છે. હા તું નવમાં વર્ષમાં પ્રવેશી ચુક્યો છો. આવતી 27 મી ઓગ્સટથી તારા જીવનમાં ઉમેરાતા વર્ષો બે આંકડાના હશે. તો તારા નવમાં વર્ષના શુભ દિવસે સૌ પ્રથમ તો HAPPY BIRTHDAY…આ નવ વર્ષો કેવી રીતે ક્યાં પસાર થયા એ જોવા માટે જો જીવનરૂપી ફિલ્મને રીવાઇન્ડ કરીએ તો માનસપટ પર અનેક આકર્ષક ચિત્રો ઉપસી આવે છે. એ જ નાનક્ડો કંજ કે જેને તેડી- તેડીને ફરતા હતાં. એ જ નાનક્ડો કંજ કે જે દોડતા દોડતા પડી જતો અને ફોસલાવીને હસાવતા બા –દાદા મમ્મી- પપ્પા ! આજે પણ નજર સામે પડતો – આખળતો અને ઉભો થઇને ચારે બાજુ દોડાદોડી કરતો કંજ તરત યાદ આવી જાય છે. સમય એનું કામ કરે છે. આઠ વર્ષો કેમ કરીને તારી સાથે તને સમજાવતા – રમાડતા – ભણાવતા વીતી ચુક્યા એ ખબર પણ નથી પડી. કંઇક જોઇને તેને જાણવાની તારી curiosity મને અનેરો આનંદ બક્ષે છે. તારા પુછાયેલા પ્રશ્નોના જ્યારે જવાબ આપુ ત્યારે શાંતીથી સાંભળતા તને અનેક વખત જોયો છે. તો વળી અનેક વખત પાછો પ્રત્યુતર વાળતા કે બીજો પ્રશ્ન કરતા પણ જોયો છે. તારા જીવનમાં અનેક વખત મેં સ્વયંભૂ discipline પણ જોઇ છે જેનો મને એક અનેરો આનંદ છે. તને અનેક વખત એક્લો બેસીને પુરી સભાનતા સાથે કર્મ કરતા જોયો છે. પપ્પા એમ મોટેથી બુમ પાડીને મોબાઇલમાં બોલતો અને વાતો કરતો પણ તને ખુબ માણ્યો છે. પુત્ર આજે મારે તને કંઇક કહેવું છે. જીવનના સૂરજને બતાવવો છે. તો સાંભળ....
રોજ સવારે ઉગતો સૂર્યોદય આપણા નવા ઉદેશ્યને જન્મ આપવા જ આવે છે. અને પછી સૂર્યોદયને પામી ચૂકેલો અને સૂરજ બની ચૂકેલો સૂર્ય એ એક તપતી ક્ષણ છે. એ ક્ષણ આપણને પણ કર્મ કરવાનું આહવાન આપે છે. એ આપણા કર્મનો નિર્દેશ છે. અને ફરીથી સંધ્યા સમયે કુમળો અને મનને આનંદથી ભરી દેતો સૂર્ય જ્યારે આથમે છે ત્યારે જતા જતા કહેતો જાય છે કે હવે મારું કર્મ કાર્ય પુરૂ થાય છે. તારા આજના દિવસના ઉદશ્યના કર્મ પણ પૂર્ણતાને આરે હશે. એમાં જ્યાં જ્યાં તને નિષ્ફળતા મળી હશે કે થોડાક માટે પણ તું રહી ગયો હશે એ બધી જ બાબતોનો સરવાળો કરીને મારા અસ્ત સમય પછી જે અંધકાર ફેલાયને એમાં ઓગાળી દેજે. અને પછી જે સફળતાઓ બચી હોય એને એ જ અંધકારને ચીરીને ચમકતા તારાઓની જેમ તારા કર્મની ફળશ્રુતિ સમજજે. અને હજુ પણ આગળ વધવાની પ્રેરણા લેતો રહેજે. અને એ જ પ્રેરણાને કાલના તારા જીવનના નવા સૂર્યોદય સાથેના નવા ઉદેશ્યમાં ભેળવી દેજે..
કાલે સવારે ફરીથી સૂર્યનો ઉદય થશે અને અનેક નવા પુષ્પો આ સુંદર સૃષ્ટિને પુલકિત કરશે. આ સૃષ્ટિની સુંદરતામાં ઉમેરો કરવાનું કામ એ પુષ્પો તો કરે જ છે. પણ એ કામ તારે પણ કરવાનું છે કરણ કે તારું નામ કંજ છે. કમળને સંસ્કૃતમાં કંજ કહે છે. રોજ સવારે સૂર્યોદય , સાથે સુંદર વિચારો સાથે રોજે રોજ નવા કંજનો ઉદય થાય એ જ આશિર્વાદ.. પુત્ર આપણી સૌથી મોટી સફળતા શું છે ? તો એટલું જ કહીશ કે આ સુંદર સૃષટિના વિધ્વંશક પરીબળો સામે આપણે કુદરત સાથે તાલ મીલાવીને સતત કંઇક નવું સર્જન કરવું. તું સર્જનહાર બનજે કારણ કે બ્રહ્માના હજાર નામમાં એક નામ કંજ પણ છે જ. તો પુત્ર આપણો દરેક દિવસ સુંદર ઉદેશ્યથી શરૂ થાય અને અંતે એક સુંદર સર્જન સાથે પૂર્ણ થાય એવા આશિર્વાદ....
ONCE AGAIN HAPPY BIRHTDAY KANJ ……………..