બુધવાર, 9 જૂન, 2010
સૂર્યમુખી એક ફરીસ્તો !!!!!!
જયેશ ગાંધી એટલે સંત કબીર રોડ પરની ટાઇલ્સની દુકાનોના ઑર્ડરનો માલ ગ્રાહક સુધી પહોંચડાનાર એક વિશ્વાસુ રિક્ષા ચાલક. ખબર નહી પણ એને રીક્ષામાં લોકોને બેસાડવાને બદલે લોકોને ઘરે ટાઇલ્સ પહોંચડાવાનું વધુ પસંદ છે. એમ તો ઘણા રીક્ષા ચાલકો આ કામમાં આનંદ અનુભવતા હોય છે. અને છે પણ ખરા ! પરંતુ આ જયેશને જ યાદ કરવાનું ચોકકસ કારણ છે. સમગ્ર વિસ્તાર અને દુકાન વાળા એને સૂર્યમૂખીના નામે જ ઓળખે છે. કારણ કે વડોદરાના સૂર્યમુખી હનુમાન ભક્તે પોતાની રીક્ષા પર સૂર્યમુખી નામ લખાવી નાખ્યુ અને બસ લોકોના માનસપટ પરથી જયેશ નામ નીકળી ગયુ અને સૂર્યમુખી નામ આવી જ ગયુ. એના નામની તો આટલી જ કહાની છે. પરંતુ જીંદગીની કહાની સતત ધબકતી રહે છે. કોઇ પણ ટાઇલ્સની પેટી ભરતા પહેલા ચેક કરવી અને ગ્રાહકને સંપૂર્ણ સંતોષ કરાવીને ભાડુ લઇને પાછા ફરવું એ તેનું કાયમનું રૂટીન કહેવાય. ગ્રાહક અને વેપારી બંન્નેને સંતોષ કરાવવો એ જ એનું લક્ષ્ય. જરૂર પડયે વેપારીને પણ રોકડું પરખાવી દે. પરંતુ હંમેશા માણસ જ્યારે રૂટીનની બહારનું કંઇક કરી બતાવેને ત્યારે તેને આ ભારતીય સમાજ ચોક્કસ બિરદાવતો હોય છે. મેં મારા જીવનમાં કેટલીય વખત સારા રીક્ષા ચાલકો અને સારા ટેકસી ડ્રાઇવરોની અનગીનત કાહાનીઓ સાંભળી છે. જે ખરેખર કાબીલેદાદ હોય છે. કેટલાય લોકોને ભૂલાયેલો સામાન પરત આપી આવવામાં કે ઇમાનદારી દાખવવામાં આમનો જોટો જડે તેમ નથી. કરફ્યુના સમયમાં પણ એમની અનગીનત સાહસગાથાઓ અને ઇમાનદારીના નમુનાઓ ન્યુઝમાં સતત ચમકતા રહેતા હોય છે. અને આવી જ કહાની બની ગઇ સૂર્યમુખીના જીવનમાં ! એક યાદગાર ન ભુલાય એવી ગર્વથી માથુ ઉંચુ રાખી શકે તેવી એક ઝલક જીંદગી આપી ગઇ. ગોડાઉનમાં માલ ભરવા ઉભા રહેલા સૂર્યમુખીએ ઉપરથી એક અજાણ્યા સખ્સને નીકળતા જોયો અને માલીકને જાણ કરી. જો કે સખ્સ તો નિકળી ચુક્યો હતો અને ખાનામાં રૂ. 1 લાખ પણ ગાયબ હતા. માલીક અને સૂર્યમુખી બન્ને તરત જ નીકળી પડયા ક્યાંય કદાચ પત્તો લાગી જાય. અને એ જ સૂર્યમુખી એ માલીક સાથે સિફત પૂર્વક કામ કરીને તરત જ રસ્તા પરથી ઓળખી લીધો કે આ જ બ્રાઉન કલરના ટ્રાઉઝર અને ક્રિમ કલરના સર્ટ વાળી વ્યકતિ છે. સારી યાદદાસ્ત અને ચપળતાના કારણે ખોવાયેલા રૂપિયા પાછા મળે છે. આ કિસ્સો કોઇ બુકમાં નથી. પરંતુ નજરે જોયેલ છે. જ્યાં સુધી આવા સૂર્યમુખી હશે ત્યાં સુધી કોણ કહી શકશે કે આ દેશમાં અત્યારે કળીયુગ ની ગંગા છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો