બુધવાર, 23 જૂન, 2010

આગળ વધીએ

આ સૃષ્ટિ પર બાળક જન્મે છે. ધીરે ધીરે તે આસપાસના વાતાવરણમાંથી અને સમાજમાંથી સતત કંઇક શીખતું જાય છે. ઉંમરની સાથે સાથે તેની આ શીખાઉં વૃતિ ધીરે ધીરે વિચાર પ્રક્રિયામાં ફેરવાતી જાય છે. મનુષ્યનાં જીવનમાં આ એ જ પગલું હોય છે કે જેનાથી તેનો વિકાસ અનેક ગણો થવાની શક્યતાઓ વધી જતી હોય છે. અને આવા સમયે મનુષ્ય તેનું એક- એક પગલું અનેરા ઉત્સાહ કે અનેરા જોશ સાથે આગળ ધપાવે છે. અને કહાનદાસે એવી જ કંઇક વાત કરી છે.


"આગે સે ધસિયે ના
ધસિયે તો ખસીયે ના
શૂર કે સમિપ
મરિયે કાં મારિયે."




પુરાતનકાળથી કહો કે આદીમાનવથી ચાલુ કરીએ તો ત્યારથી માણસ જાત સતત વિચારશીલ જ રહી છે. કદાચ એટલા માટે જ અન્ય સજીવોની તુલનામાં હોમોસૅપિયન્સ અલગ તરી આવે છે. અને સમગ્ર પૃથવી પર ખૂણે ખૂણે એ પહોંચી શક્યો છે. માનવે પોતાના આગળ વધતા દરેક ડગલાની સાથે સાથે બુધ્ધિનો પણ એટલો જ ઉપયોગ કર્યો એ સમગ્ર જીવસૃષ્ટિના સજીવોથી અલગ વાત હતી અને છે જ.

મહાભારતના યુધ્ધમાં ગીતાની ઉત્પતિ માટે અર્જુનનો વિષાદ એ એક મહાકાય પગલુ હતું. પોતાના રથને યુધ્ધ થતા પહેલા બંન્ને સેનાની વચ્ચે ઉભો રાખવો એ એક વિરાટકાય પગલું માત્ર અર્જુન જ ભરી શકે. ! 999 પ્રયત્નો પછી 1000 મો પ્રયત્ન કરવા માટે પગલું ભરવું અને બલ્બની શોધ કરવી એ માત્ર આલ્વા ઍડિસન જ કરી શકે. અનેક નિષ્ફળ પગલા પછી જોરદાર સફળતાનું પગલું ઑપરા વિનફ્રે જ ભરી શકે. આવા તો અનેક ઉદાહરણો છે. કદાચ મારી અને તમારી દરેકની જીંદગીમાં એવા કેટલાય પગલા હશે જે નાનકડા પણ જીવનને શાંતિ આપે સુખ આપે એવા હોય છે અને ક્દાચ એવા પગલા ભરવાના બાકી પણ હોય. કારણ કે 21મી સદીના માનવને સતત આગળ વધવું – જીવનમાં સતત ડગલા ભરવા અને શક્ય એટલી મોટી હરણફાળ ભરવી એ એનો મહામંત્ર બની ગયો છે. સ્વામિ વિવેકાનંદે પણ એક સરસ ક્વોટ કહ્યું છે.....


Take up one idea, make that one idea your life, think of it, dream of it, live on that idea. Let me brain, muscles, nurves’, every part of your body , be full of that idea and just leave every other idea alone. This is the way of success, that is way great spiritual giants are produced.

નાનામાં નાના અને ગમે તેવા સામાન્ય માણસની પણ એક જ એવી તમન્ના હોય છે કે એક ડગલું ભરીને કંઇક નવું પ્રાપ્ત કરવું. બસ દરેક નવા સૂર્યોદયે આવા વિચારો સાથે સમગ્ર માનવજાત કંઇક નવા પગલા ભરે છે અને આગળ વધી છે. હજુ આગળ વધવાનું છે. કારણ કે મને તો હજુ પણ ક્ષિતિજે છેલ્લું કિરણ બાકી દેખાય છે. જેને આગળ વધવા માટે એ છેલ્લું કિરણ દેખાતુ હતું તે જ કદાચ સચીન છે. તે જ કદાચ નેપોલિયન બોનાપર્ટ હતો. કે અનેક મહામાનવો હશે. ચાલો એ છેલ્લા કિરણના પ્રકાશમાં થોડા વધારે પગલા ભરીને આગળ વધી લઇએ અને કંઇક નવું સર્જન કરી લઇએ. કદાચ નિષ્ફળતા મળે તો મને તો બસીર બદ્રનો શૅર યાદ જ છે.


"ઐસા લગતા હૈ હર ઇમ્તિહાન કે લીયે
જીંદગી કો હમારા પતા માલુમ હૈ."


કદાચ આપણામાંના ઘણાને તો સૂર્યાસ્તનો સૂરજ હજૂ ડૂબતો દેખાય એવું પણ બની શકે. ચાલો ને થોડા આગળ વધીએ અને કુદી પડીએ જીંદગીના પ્લેગ્રાઉન્ડ માં રમવાની મજા આવી જશે હોં!!!!!


અજીત કાલરિયા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો